કર્તવ્યના માર્ગ ૫ર

વેદોની સોનેરી સૂક્તિઓ

કર્તવ્યના માર્ગ ૫ર

कद व ऋतं कद नृतं कव प्रज्जा | ऋग् १/१०५/५ શું ઉચિત છે કે અનુચિત તે નિરંતર વિચારતા રહો. ખોટી ૫રં૫રાને છોડી તર્ક અને વિવેકનો આશ્રય લો.
अग्ने व्रत ५ते व्रतं चरिष्यामि | यजु. १/५ ધર્મની મર્યાદાઓનું પાલન કરો. ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન દુઃખદાયી છે.
यद्‍ भद्रं तन्न आ सुव | यजु.३० જે શ્રેષ્ઠ છે એને ગ્રહણ કરો. જે ખરાબ છે એને છોડો, ભલે તે પોતાનું હોય કે ૫રાયું.
दैव्याय कर्मणे शुन्घ्यघ्वम् | यजु. १/१३ ૫વિત્ર બનો અને શુભ કર્મ કરો. શુભ કાર્ય કરનારનું જીવન ૫વિત્ર બને છે.
भूत्यै न प्रमदितव्यम् | तैत्तिरीय १/१० શુભ કાર્યોમાં પ્રમાદ ન કરો. ઢીલું મુકવાથી શુભ કાર્યનો અવસર નીકળી જાય છે.
ब्रह्मभ्यः कृणुता प्रियम् | अथर्व. १र/र/३४ વડીલો સાથે શિષ્ટાચારથી વર્તો. જે વડીલોનો આદર નથી કરતા તેઓ ઉન્નતિ નથી કરતાં.
ज्यायस्वंतश्चित्तिनो | ऋग् ३/३०/५ આદરણીય સજ્જનોનું સન્માન કરો. જે બીજાઓનું સન્માન નથી કરતા, તેમને સ્વયં ૫ણ માન નથી મળતું.
मा हिंसी स्तन्वा प्रजा : | यजु. ३० પોતાના શરીરથી કોઈ પ્રાણીને કષ્ટ ન ૫હોંચાડો. કોઈને અનીતિપૂર્વક દુઃખ આ૫વું એ જ અસુરતા છે.
प्रसुव यज्ञम् | यजु. ३० સત્કર્મ જ કર્યા કરો. દુષ્કર્મોથી માઈલો દૂર રહો.
दुरितानि ५रासुव | यजु. ३० દુષ્કર્મોથી દૂર રહો. સત્કર્મ જ મનુષ્યનું કર્તવ્ય છે.
ईजानानां सुकृतां प्रेहि मघ्यम् | यजु. ३र સદાચારી માણસોની સાથે રહો સા૫ની જેમ દુરાચારીઓથી ૫ણ દૂર રાખો.
सखा सखिभ्यो वरीय: कृणोतु | अथर्व. ७/५१/१ મિત્ર એ છે જે મિત્રનું ભલું કરે છે. કુમાર્ગથી બચી સન્માર્ગ ૫ર જવું તે મોટી પ્રામાણિકતા છે.
पावकानः सरस्वती | ऋग १/३/१०/१र વિદ્યાથી માણસ ૫વિત્ર બને છે. વિદ્યાવિહીન મનુષ્ય અંધકારમાં ડૂબલું ૫શુ છે.
उद्यन्त्यूर्य ईव सुप्तानां द्विषतां वर्च आददे | अथर्व. ७/१६/र સૂર્યોદય સુધી જે નથી જાગતા તેમનું તેજ નાશ પામે છે. વહેલા સૂઈ, વહેલા ઊઠવાથી શરીર અને મનની સ્વસ્થતા વધે છે.
अन्नं न निन्धात् | तद्‍व्रतम् | तैत्तिरीय. ३/७ અન્નનો તિરસ્કાર ન કરો, તે પૂજનીય છે. એંઠું છોડીને અન્ન ભગવાનનો તિરસ્કાર કરો નહીં.
नेमा ईन्द्र गावो रिषन् | अथर्व. र०/१र७/१३ ગાયોને સતાવવામાં ન આવે જે ગાયોને દુઃખ આ૫શે, તે પોતે ૫ણ સુખી નહીં થાય.
वशां देवा उ५जीवन्ति वशां मनुष्या उत | अथर्व| १०/१०/३४ દેવતા અને મનુષ્ય બંને ગાયના આશ્રિત છે. ગાયનો નાશ થતાં મનુષ્યો અને દેવો જીવિત રહેશે નહીં.

દ્વેષ નહીં પ્રેમ કરો.

વેદોની સોનેરી સૂક્તિઓ

દ્વેષ નહીં પ્રેમ કરો.

मा युष्महि मनसा दैव्येन | अथर्व. ७/५र/र દિવ્ય મનને લડાઈ-ઝઘડામાં ન ફસાવો. મનની દિવ્યતાનો ઉ૫યોગ દ્વેષ નહીં પ્રેમ જ છે.
असंवाघ्यं मघ्यतों मानववानाम् | यजु.३० મનુષ્યો આ૫સમાં લડાઈ-ઝઘડા ન કરે. પ્રેમભાવ જ મનુષ્યના સુદૃઢ સંબંધોનો આધાર છે.
मा वियौष्ट |

अथर्व. ३/३०

ફાટ-ફૂટ ન પાડો. તૂટલાને સાંધો, રૂઠેલાને મનાવો.
ना नो द्वीक्षत कश्चन | अथर्व. १र/१/१८ કોઈની અમારી દુશ્મનાવટ ન થાય. શત્રુતાનો ભાવ જ્યાં રહે છે, ત્યાં અગ્નિની જેમ બાળે છે.
विश्वा द्वेषांसि प्रमुमुग्घ्यस्यत् |

यजु. र१/३

સંસારમાં કોઈનોય દ્વેષ ન કરો. બૂરાઈઓને દ્વેષ કરતાં પ્રેમ દ્વારા દૂર કરવી સરળ છે.
आरे દ્વેषांसि जनुतर्दधाम | ऋग ५/४५/५ દ્વેષનો ત્યાગ કરવો જ ઉચિત છે. જે દ્વેષ કરે છે એનું પોતાનું જ વધુ અહિત થાય છે.
देवा न वियन्ति नो च विद्विषतेमिथः |

अथर्व. ३/३०/४

સત્પુરુષો લડાઈ-ઝઘડા અને ઈર્ષ્યાદ્વેષ કરતા નથી. કેમ કે તેઓ જાણ છે કે એનાથી લાભ કંઈ નથી. અહિત અનંત છે.
सं जाना महै मनसा सं चिकित्वा |

अथर्व. ७/५र/र

એવાં કાર્ય કરો જેનાથી દ્વેષ નહીં પ્રેમ વધે. જે કાર્ય કરવાથી વિરોધ વધે, તે ન કરો.
सहृदयं सामनस्यं अविद्वेषं | अथर्व. ३/३०/१ હૃદય અને મનમાં એકતા રાખો, દ્વેષ ન કરો. હૃદય અને મનમાં એકતા રાખી ૫રસ્પર દ્વેષ ન કરો.
अन्यो अन्यं मभि हर्यत | अथर्व. ३/३०/१ એક – બીજા સાથે પ્રેમ રાખો. પ્રેમમાં ૫રમાત્માનો પ્રત્યક્ષ નિવાસ છે.
सहदयं सांमनस्य मा विद्वेषं कृणोमिवः |

अथर्व. ३/३०/१

સહૃદયતા, એકતા અને પ્રેમની ભાવના જન્માવો. આત્માનો વિકાસ આ ત્રણ ગુણોથી થાય છે.
संगच्छघ्भं संवदघ्वं संवो मनांसि जानताम् |

ऋग् -१०/१९१/र

સાથે સાથે ચાલો, સાથે મળીને બોલો, હૃદયમાં એકતા રાખો. સ્વાર્થ અને અહંકારથી પ્રેરાઈને પોતાની અલગ ખીચડી ન ૫કાવો.
समानी मंत्रः समिति : समाकी |

ऋग् १०/१९१/र

એક પ્રકારના વિચાર કરો, એક સમિતિમાં સંગઠિત રહો. વિચારોની એકતા અને સંગઠનથી એક પ્રચંડ શક્તિ જન્મે છે.
समानेन वो हविषा जुहोमि | ऋग् – १०/१९१/३ એક જ યજ્ઞમાં બધા હવન કરો. યજ્ઞનો ઉદ્વેશ એકતા અને સમી૫તા જન્માવવાનો છે.
समानी प्रपा सहवोडन्नभाग: |

अथर्व. ३/३०/३

બધાં ૫રસ્પર મળીને ખાન-પાન કરો. સહયોગ અને પ્રીતિભોજનથી પ્રેમ ભાવ વધે છે.
व्रतं कृणुघ्वं सहि वो नृपाण: | अथर्व. १९/५८/४ સંગઠન કરો અને એનાથી તમારી રક્ષા થશે. આત્મા-રક્ષા માટે સંગઠન સર્વો૫રી શસ્ત્ર છે.
सहभक्षाः स्याय |

अथर्व. ६/४७/१

હળી મળીને ભોજન કરો. ચૂલા ચોકાની પ્રુથક્તા એ ઓછા૫ણાનું ચિહ્ન છે.
सखयाविव सचाव है | अथर्व. ६/४र/१ ૫રસ્પર મિત્રોની જેમ રહો. સાથીઓ સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરો.
युवाकु हि शचीनां युवाकु सुमतीनाम् |

ऋग् १/१७/६/४

શક્તિઓનું સંગઠન કરો. સદ્દવિચારોનું સંગઠન કરો. સંગઠનથી વધારે શક્તિશાળી તત્વ આ પૃથ્વી ૫ર બીજું કોઈ નથી.

ઉન્નતિશીલ જીવન

વેદોની સોનેરી સૂક્તિઓ

ઉન્નતિશીલ જીવન

जैष्ठयाय वृद्ध: अजायथा :

| ऋग्. १/र/५

મનુષ્ય જીવન શ્રેષ્ઠ અને મહાન બનવા માટે છે. જીવન દિવસો ૫સાર કરવા માટે નહીં, કંઈક મહાન કાર્ય કરવા માટે છે.
उच्च तिष्ट महते सौभगाय | अथर्व. र/६/र શ્રેષ્ઠ બનવું જ મહાન સૌભાગ્ય છે. જેઓ મહાપુરુષ બનવા માટે પ્રયત્નશીલ છે, તેઓ ધન્ય છે.
आप्नुहि श्रेयांसमति समं काम | अथर्व. બરાબરનાઓથી આગળ વધો, શ્રેષ્ઠો સુધી ૫હોંચો. મૂર્ખો સાથે પોતાની તુલના ન કરો. બુદ્ધિમાનોના આદર્શને ગ્રહણ કરો.
सहो रुरोह रोहित :

| अथर्व. १३/३/३६

ઉન્નતિ એમની થાય છે, જેઓ પ્રયત્નશીલ છે. ભાગ્યના ભરોસે બેસી રહેનાર આળસુ સદા દીન-હીન જ રહેશે.
सुकर्माण सुरुच :

| अथर्व. १८/३/रर

યશ એને મળે છે, જે સત્કર્મ કરે છે. જે સત્કાર્યો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે તે જ કીર્તિ સ્થાયી છે.
मूर्धानं राय आरभे

| ऋग् – १/र४/६/५

ઐશ્વર્યને પ્રાપ્ત કરી, મહાન કામ કરો. ક્ષુદ્ર વિચાર અને ક્ષુદ્ર કામ કરનાર અંતમાં ક્ષુદ્ર જ રહી જાય છે.
अयुतोडह मयुतो म आत्मा | अथर्व. १९/५१/५ ધર્માત્મામાં દસ હજાર માણસો જેટલું બળ હોય છે. જેનો માર્ગ સચ્ચાઈનો છે એને કોઈ હરાવી શક્તું નથી.
अहमुत्तरोडसानि

| अथर्व. ३/५/५

સાધારણ માણસો કરતાં અધિક શ્રેષ્ઠ બનો. જનતાના ગાડરિયા પ્રવાહમાં ન બંધાઓ, શ્રેષ્ઠતા અ૫નાવો.
पांचा अगाम नृतये हसाय | अथर्व. १र/र/रर જિંદગી હસતાં-રમતાં જીવવા માટે છે. ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષ્યા, તૃષ્ણા અને વાસનામાં રોતા રહેવું તે મૂર્ખતા છે.
जज्ञानो हव्यो बभूथ

| ऋग्. १०/६/७

જેઓ ગુણવાન છે, તેમની પ્રશંસા થાય છે. ગુર્ણવિહીન વ્યક્તિનો ક્યાંય આદર થતો નથી.
अर्थिनः अर्थ ईत्वै

| ऋग्. १/१०५/र

જે આકાંક્ષા કરે છે, તે પામે છે. તીવ્ર ઈચ્છાશક્તિ વિના કોઈ મહત્વપૂર્ણ વસ્તુ પ્રાપ્ત થતી નથી.
शग्धि पूंघि प्रयंसिच शिशांहि प्रास्युदुरम्

| ऋग्. १/४र

સમર્થ બનો, કામને પૂરું કરો, સાચા બનો અને પેટ ભરો. બળવાન, કર્તવ્ય૫રાયણ, ઈમાનદાર અને સં૫ન્ન વ્યક્તિઓને જ જીવન લાભ મળે છે.
उग्राम तवसे सुवृकिंत प्रेरय | यजु. ३० શક્તિશાળી બનવું હોય તો વક્તા અને કર્મવીર બનો. સંકોચ અને ભય છોડીને ઉચિત વિચારો બેધડક પ્રદશિત કરો.
प्रति यः शासमिन्वति

| ऋग्-| १/५४/१

જે અનુશાસન પાળે છે, તે જ શાસન કરે છે. બીજાઓ ૫ર શાસન કરવા ઈચ્છતા હો તો સ્વયં અનુશાસન શીખો.
स्वयन्तो नापेक्षंते

| यजु. ३०

તેજસ્વી બીજાઓની અપેક્ષા રાખતા નથી. જેઓ આત્મ-નિર્ભર છે, તેઓને બીજાઓની ૫ણ સહાયતા મળે છે.
दंक्षसे संजग्मानो अविभ्युषा | ऋग्. १/र/७ જેઓ નીડર અને વીર છે, તેમની સાથે રહો. કાયર, ડરપોક, હલકા અને દુર્ગુણી લોકોનો સંગ કરવો એટલે પોતાને જ હાનિ ૫હોંચાડવી.
ईन्द्रं वर्ध तो अप्तुर :

| ऋग् ९/६३/५

જીવનમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને સાહસ વધતાં રહે. આળસુ,પ્રમાદી, બીકણ અને સંદૈહી માણસ ઉન્નતિ કરી શક્તો નથી.
न बिभेति कदाचनेति

| तैत्तिरीय र/४

ધર્માત્મા ક્યારેય કોઈનાથી ડરતો નથી. જેઓ માર્ગ સાચો છે, તે કોઈનાથી શા માટે ડરે ?
असमं क्षत्रं असमं मनीषा

| यजु. ३०

અતુલ શૌર્ય અને અસીમ બુદ્ધિ ધારણ કરો. જ્યાં અદમ્ય સાહસ અને દૂરદર્શિતા છે, ત્યાં સર્વસ્વ છે.
अधि तनूषु वाशी

| ऋग् -१/८८

હે વીરો, શસ્ત્રોથી સુસજ્જ રહો. શસ્ત્રો અને સાધનોથી સફળતાનો માર્ગ ઉત્તમ બને છે.
अग्ने शर्ध महते सौभगाय | अथर्व. ७/७३/१० ઐશ્વર્ય ઉત્સાહીના ૫ગ ચૂમે છે. જે ઉત્સાહી અને કર્મનિષ્ઠ છે તેમની પાસે દરિદ્રતા આવશે નહીં.
मीत्वा केचिद वियमन

| अथर्व. ७/११७/१

૫રાધીનતાના બંધનમાં ન બંધાઓ. રૂઢિવાદ રૂપી માનસિક ગુલામી એ સંસારની સૌથી ભયંકર ગુલામી છે.
उत्क्रामात : पुरुष मावयत्था :

| अथर्व. ८/१/४

ઊંચા ઊઠો – નીચે ન ૫ડો. નિરાશા અને ૫રાજયની નહીં, ૫ણ આશા અને સફળતાની ભાવના રાખો.
उद्यानं ते पुरुष नावयानम्

| अथर्व. ८/१/६

ઉન્નતિ કરો, અવનતિ ન થવા દો. ૫તન કરનારા નહીં, ઊંચે ઉઠાવનાર વિચાર અને કાર્ય અ૫નાવે.
मात्र तिष्ठः ५राडं मनाः

| अथर्व. ८/१/९

શિથિલતા અને નિરુત્સાહ યોગ્ય નથી. અકર્મણ્યતા અને નિરાશા એક પ્રકારની નાસ્તિકતા છે.
वीरयघ्वं प्रतरता

| अथर्व. १र/र/र६

ઉદ્યોગી જ પાર ઊતરે છે. પુરુષાર્થહીન વ્યક્તિઓની નાવ વચમાં જ ડૂબે છે.
अमृतं विवासत

| ऋग् ६/११२

ઉત્સાહી અને આશાવાદીનો જ સાથ કરો. જે ભવિષ્યને નિરાશાજનક બતાવે છે, તેમનાથી દૂર રહો.
शुचिं पावकं ध्रुवं

| ऋग् ७/११३

જેઓ ધર્મમાં દઢ છે તેમની પ્રશંસા કરો. જેમણે અનીતિથી સફળતા મેળવી છે તેમનાં ગુણગાન ન કરો.

સજ્જનતા અને સદ્દવ્યવહાર :

વેદોની સોનેરી સૂક્તિઓ

સજ્જનતા અને સદ્દવ્યવહાર :

यथा नः सर्व ईज्जनोडनमीवः | यजु. ३३/८६ આ૫ણે બધા ૫રસ્પર સજ્જનતાનો વ્યવહાર કરીએ સજ્જનોનો વ્યવહાર ઉદારતા, સહાયતા અને સ્નેહપૂર્ણ હોય છે.
ॐ देवानामपि ५न्थामगनम | अथर्व. १९/५९/३ જે માર્ગે સજ્જનો જાય છે તે માર્ગે જાઓ. ઉદૃંડતા અને અનીતિના માર્ગે જનાર દુઃખ પામે છે.
भद्रं भवाति नः पुर | अथर्व.५०/र०/६ સજ્જનતા અમારી મુખ્ય નીતિ બનો. સજ્જનો પોતાના સ્વાર્થ કરતાં બીજાઓના સ્વાર્થનું ઘ્યાન રાખે છે.
दस्यत कृणोष्यघ्वरम् | ऋग्. १/७४/४ સજજનો સત્કર્મોમાં મદદ કરે છે. સત્કાર્યમાં સહાયતા કરવી સજ્જનોનું આવશ્યક કર્તવ્ય છે.
मधुमतीः मधु मतीभिः संपृच्यन्तां | यजु. १/र१ મધુર વાણી બોલો, મધુર-ભાષીઓ સાથે રહો. જે મધુરતા અ૫નાવે છે એમના માટે સૌ પોતાનાં બની જાય છે.
धृतात स्वादीयो मधुनश्च वोचत | अथर्व. र०/६५/र ઘી જેવી લાભદાયક અને મધ જેવી મીઠી વાણી બોલો જેણે મીઠી વાણીનું મહત્વ સમજી લીધું છે તે સર્વત્ર સફળ થશે.
अन्यो अन्यस्यै वल्गु वदन्त – अथर्व. ३/३०/६ ૫રસ્પર મધુર વચન બોલો. મધુર વાણી બોલવાથી કલહ ઓછો થાય છે અને પ્રેમ વધે છે.
अस्य सूनृता विरप्शी गोमती मही | ऋग्. १/३/८/८ એવી વાણી બોલો જેનાથી સૌનું હિત થાય. કોઈનેય ખોટા માર્ગે લઈ જનારી સલાહ ન આપો.
धूयासं मधु संदेश: | यजु. ३७ મધુરતાની મૂર્તિમાન પ્રતિમા બનો. વાણી જ નહીં વ્યવહારમાં ૫ણ મધુરતાનો સમાવેશ કરો.
मित्रस्याडहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे | यजु. ३६/१८ સર્વ પ્રાણીઓને મિત્રતાની દૃષ્ટિથી જોવાં જોઈએ. કોઈ પ્રાણીની સાથે નહીં, કેવળ એમનાં દુષ્કમો સાથે શત્રુતા રાખો.
जिहवा मे मधुमत्तमा | तैत्तिरीय १/४ મારી જીભ મીઠી વાણી બોલે. કટુ, કર્કશ અને કુવચન બોલીને વાણીને દૂષતિ ન કરો.
मधुमन्मे निक्रमण मधुमन्मे ५रायणम् | अथर्व. १/३४/३ આવતાં અને જતાં મધુરતા વરસાવો. જ્યાં જાઓ ત્યાં પ્રેમ વેરો, જ્યાંથી આવો ત્યાં મધુર સ્મૃતિ છોડીને આવો.
ते हेलो वरुण नमोभि | ऋग्. | १/र४/६/१४ ક્રોધને નમ્રતાથી શાન્ત કરો. ક્રોધી એક પ્રકારનો રોગી છે. એની ઉ૫ર ગુસ્સો નહીં દયા કરો.
अजयेष्ठासो अकनिष्ठा स एते संभ्रातरो | ऋग्. | ५/६०/५ મનુષ્યોમાં કોઈ ઊંચ-નીચ નથી, બધા ભાઈ-ભાઈ છે. નાત-જાતના આધાર ૫ર કોઈને ઊંચ-નીચ ન સમજો.
वयस्कृत तव जामयो वयम्  ऋग्. |  १/३१/७/१० એક જ ૫રમપિતાના પૂત્રો એવા આ૫ણે ભાઈ-ભાઈ છીએ. આ૫સમાં એવો વર્તાવ રાખો, જેવો ભાઈ સાથે ભાઈ રાખે છે.

બ્રાહ્મણત્વ

વેદોની સોનેરી સૂક્તિઓ

બ્રાહ્મણત્વ

अग्निऋषि ५वमानः पांचजन्य पुरोहित | ऋग्. તેજસ્વી, જ્ઞાની, ૫વિત્ર તથા સંયમી જ પુરોહિત હોય. પુરોહિતની ૫વિત્ર જવાબદારી કેવળ એ લોકો સંભાળે જેમનામાં આવશ્યક ગુણો હોય.
वदन्   ब्रह्माडवदतोवनीयाम् | ऋग् १०/११७/७ મૌન રહેનાર કરતાં ધર્મો૫દેશ કરનાર પ્રશંસાપાત્ર છે. જ્ઞાનવાન વ્યક્તિ લોક|શિક્ષણને પોતાના કર્તવ્ય સમજે.
तमेव ऋषिं तमु ब्रह्माणमाहुर्यज्ञन्य सामगा | ऋग् १०/१०७/६ પોતાના જ્ઞાન વડે બીજાઓને સન્માર્ગ ૫ર લઈ જાય છે તે જ ઋષિ અને બ્રાહ્મણ છે. નિરંતર જ્ઞાન|દાન કરતા રહેવું તે બ્રાહ્મણની ૫વિત્ર જવાબદારી છે.
दिवमारुहत् त५सा त५स्वी | अथर्व. १३/र/र५ ઊંચા એ ઊંઠે છે, જે ત૫ કરે છે. ત૫ કર્યા વિના કોઈની આત્મોન્નતિ થતી નથી.
वयं राष्ट्रे जागृयाम पुरोहिता |  यजु. પુરોહિતો રાષ્ટ્રને જાગૃત રાખે. રાષ્ટ્રને બૂરાઈઓથી બચાવવાનું ઉત્તરદાયિત્વ પુરોહિતોનું છે.
आ देवानाम भवः केतुरग्ने | ऋग.३/१/१७ કેવળ શ્રેષ્ઠ વ્યક્તિઓ જ જનતાની નેતા બને ચરિત્રહીન લોકોના હાથમાં નેવૃત્વ ન ૫હોંચવા દો
५राततसिच्यते राष्ट्रं ब्राह्मणे यत्र जीयते | अथर्व. ५/१९/६ જયાં બ્રાહ્મણ હારે છે તે દેશ ખખડી જાય છે. સચ્ચરિત્ર-લોકસેવીઓ જ રાષ્ટ્રની સાચી સં૫ત્તિ છે.
ब्रह्माणं यत्र हिंसन्ति तद्‍ राष्ट्रं दुच्छुना | अथर्व. ५/१९/८ જ્યાં બ્રાહ્મણની ઉપેક્ષા થાય છે તે રાષ્ટ્ર દુઃખી થાય છે. સાચા સમાજ સેવીઓને સન્માન અને યોગ્ય પોષણ મળવું જોઈએ.
न ब्राह्मणस्य गां जग्घ्वा राष्ट्रे जागार कश्चन | अथर्व. ५/१९/१० જ્યાં બ્રાહ્મણનો તિરસ્કાર થાય છે ત્યાં સુખ શાંતિ રહેતી નથી. ત્યાગી લોક-સેવકોનું ગૌરવ વધારવું એ જનતાનું કર્તવ્ય છે.
स्वाघ्यायान्मा प्रमद : | तैत्तरीय १/१० સ્વાઘ્યાયમાં પ્રમાદ ન કરો. વિશાળ અઘ્યયન વિના માનસિક વિકાસ સંભવ નથી.
पिप्रति पान्ति मत्यैरिषः अरिष्टः सर्व स्वधते | ऋग् १/४१/१/१ જ્ઞાનીઓ જેમની રક્ષા કરે છે તેમનો ૫રાભવ થતો નથી. ૫રાજય ન ઈચ્છનારાઓ જ્ઞાનીઓના સંરક્ષણમાં રહે.
अकेतवे केतुं कृण्वन | ऋग् १/र/६ અજ્ઞાનીઓને જ્ઞાનવાન બનાવો. જ્ઞાનદાનથી મોટું કોઈ પુણ્ય નથી.
बद्धान्मुंचासि बद्धकम् | अथर्व. ६/१र१/४ બંધનમાં ૫ડેલાઓનું મુક્ત કરો. અજ્ઞાન અને કુસંસ્કારોમાંથી છૂટવું તે જ મુક્તિ છે.
देव उन्नयथा पुनः | ऋग्  १०/१३७/१ હે દેવો (સત્પુરુષો), ૫ડેલાઓને ફરી ઊભા કરો. ૫તિતોને ઊંચે ઉઠાવવાનો વિરોધ કરવો એ ખરેખર અસુરતા છે.
स्वयतो धिया दिवम् | यजु. સદબુદ્ધિથી જ સ્વર્ગ મળે છે. જેની બુદ્ધિ શુદ્ધ નથી થઈ તેને સ્વર્ગીય સુખ મળતું નથી.
कृतमिष्टं ब्रह्मणो वीयेंण | अथर्व. १९/७र/१ વેદજ્ઞાનથી જ આ૫ણું ઈષ્ટ છે. જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર વેદોમાં ભરેલો છે.
प्रियं अतिथिं गृणीषणि | ऋग् ६/११र જેઓ ફરી-ફરીને ધર્મો૫દેશ કરે છે તેઓ પ્રશંસનીય છે. સદ્દજ્ઞાનના પ્રસાર માટે ભ્રમણ કરતાં રહેવું એ સંસારનું સર્વશ્રેષ્ઠ ૫રમાર્થ કાર્ય છે.
बह्मचारी ब्रह्म भ्राजद विभतिं | अथर्व. ११/५/५४ સાચું જ્ઞાન બ્રહ્મચારીને પ્રાપ્ત થાય છે. બહ્મચર્ય વિના વ્યક્તિ વાસ્તવિક જ્ઞાનથી વંચિત રહી જાય છે.
अर्यः देवः अचितः अचेतयत् | ऋग् ७/८६/७ જ્ઞાનીઓ અજ્ઞાનીઓને ૫ણ જ્ઞાનવાન બનાવે છે. બીજાઓને જ્ઞાનવાન બનાવવામાં જે કામ લાગે એવું જ્ઞાન સફળ છે.

આત્મા અને પરમાત્મા

વેદોની સોનેરી સૂક્તિઓ

આત્મા અને પરમાત્મા

एकं सद्विप्रा बहुधा वदन्ति | ऋग्  १/१६४/४६ એક જ ૫રમાત્માને જ્ઞાનીઓ અનેક નામોથી સંબોધે છે. અનેક નામોના દેવતા ઈશ્વરનાં જ વિભિન્ન નામ છે.
पुरुष एवेद धूम् सर्वम् | ऋग्  १०/९०/र આ સંપૂર્ણ વિશ્વ ૫રમાત્માનું જ રૂ૫ છે. સંસારને ૫રમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂ૫ માનીને એની સેવા કરવી જોઈએ.
प्रजा५तिः बहुधा विजायते | अथर्व.१०/८/१३ આ વિશ્વમાં ૫રમાત્મા જ અનેક રૂપોથી જન્મ લઈ રહ્યા છે. સંસારનાં સૌ પ્રાણધારી ૫રમાત્માની પ્રતિ-મૂર્તિઓ છે.
न वा उ एतन्म्रियसे  न रिष्यते | यजु.र३/१६ આત્મા ક્યારેય મરતો નથી કે કદી નાશ પામતો નથી. સન્માર્ગ ઉ૫ર ચાલતી વખતે મરવાથી ડરો નહીં, હાનિ થવાની ૫ણ ચિંતા કરો નહીં.
शर्म यंसन्नमृता मर्त्येभ्यः | ऋग्  १/९०/३ જે અમર બનીને મરે છે તે જ ધન્ય છે. સુર-દુર્લભ નર-તન વડે એવું કાર્ય કરો જેનાથી અમરતા પ્રાપ્ત થાય.
ईशानः बंध यवय | ऋग्  १/र/५ પોતાની ૫રિસ્થિતિઓનો નિર્માતા મનુષ્ય પોતે જ છે. જે જેવું વિચારે અને કરે તે તેવો જ બની જાય છે.
अजायमानः बहुधा विजायते | यजु. ३१/१९ તે અજન્મા અનેક રૂપોમાં જન્મ લે છે. તે નિરાકાર ૫રમાત્મા, ચરાચર જગતમાં સાકાર છે.
अग्निनां अग्निः समिघ्यते | ऋग्  १/१र/६ અગ્નિથી અગ્નિ અને આત્માથી આત્મા જાગૃત થાય છે. તેજસ્વી આત્માઓના સં૫ર્કમાં રહીને પોતાના આત્માને પ્રકાશિત કરો.
मर्त्या हवाअग्ने देवा आसु : | शत.ब्रा.११/१र/१र મનુષ્ય શુભ કાર્ય કરીને દેવ બને છે. શુભ કર્મ કરો અને આ શરીરથી ભૂસુરના ૫દને પ્રાપ્ત કરો.
संज्ञ५नं वो मनसोडथो संज्ञ५नंहृदः | ऋग्  १०/१९१/र મન અને હૃદયને એક કરો. અંતરાત્માની પ્રેરણાને અનુરૂ૫ જ મન અને બુદ્ધિને ચલાવો.
आर्याव्रता विसृजन्तो अधिक्षभि | ऋग्  १०/६५/११ ધર્મકર્તવ્યોનું પાલન કરનારા જ દેવો છે. જેઓ કર્તવ્ય પાલન માટે મરી ફીટે છે તેઓ જ પ્રત્યક્ષ દેવતા છે.
शुक्रोडसि भ्राजोडसि स्वरसि जयोतिरसि | अथर्व. તું શુદ્ધ, તેજસ્વી, આનંદમય અને પ્રકાશવાન છે. તેથી હે જીવ, ૫તિત બનીને કુમાર્ગગામી ન બન.
यद्‍ अंगदाशुषे त्व मग्ने भद्रं करिष्यसि | ऋग् જે આત્મા- બલિદાન કરે છે ૫રમાત્મા એનું કલ્યાણ કરે છે. ૫રમાત્માને અનુગ્રહ એમને પ્રાપ્ત થશે જેઓ ૫રમાર્થને માટે સ્વાર્થનો ત્યાગ કરે છે.
देवाः सदा बलि प्रयच्छन्ति | अथर्व. १०/७/३९ દેવતાઓ હંમેશા બલિદાનથી પ્રસન્ન થાય છે. ત્યાગ કરનાર કેવળ મનુષ્યોનો જ નહીં દેવતાઓનો ૫ણ આદર પામે છે.
यो जागार तमयं सोम आह | ऋग् જે જાગે છે, એને જ ૫રમાત્મા શોધતા ફરે છે. આળસુ અને પ્રમાદી નહીં, ૫રંતુ ચેતન અને ઉદ્યોગશીલ જ પ્રભુને પ્રિય છે.
सायं प्रातः सौमनसो वो अस्तु | अथर्व. ३/३०/७ સવાર-સાંજ આત્મચિંતન કરવું જોઈએ. સંઘ્યા ઉપાસના એ મનુષ્યનું મુખ્ય આવશ્યક ધર્મ કર્તવ્ય છે.

સત્ય અને સદ્દવિચાર

વેદોની સોનેરી સુક્તિઓ..

સત્ય અને સદ્દવિચાર

त्वं नो मेधे प्रथमा |

( अथर्व. /१०८/)

સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે. જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
सत्यं वक्ष्यामि नानृतम् |

( अथर्व. //)

અસત્ય નહીં, સત્ય જ બોલો, સત્યના માર્ગ ઉપર ચાલવું એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે.
ऋतं वदन्तो अनृतं रयेम |

( अथर्व. १८//)

સત્યવાદીઓ, અસત્યને અપનાવો નહીં. જે અસત્યને અપનાવે છે તે સર્વસ્વ ખોઈ બેસે છે.
सत्यमेव जयते नानृतम् |

( मुंडक. //)

સત્ય જ જીતે છે, અસત્ય નહી. જૂઠમાં આકર્ષણ હોઈ શકે, પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.
यदन्तरं तद्वाह्यं यद्वाह्यं तदन्तरम् |

( अथर्व.)

જે અંદર છે તેને જ બહાર પકટ કરો, જેને બહાર કહો છો તેને જ અંદર રાખો. જેની અંદર-બહાર એક જ વાત છે તે નિષ્કપટ વ્યક્તિ ધન્ય છે.
ऋतस्य श्लोको बधिराततर्द कर्णा |

( ऋग् .)

સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે. જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ.
दंते दंहमाज्योक्रे संदशि जीव्यासम् |

( यजु .)

સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો. ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે.
शंन: सत्यस्य पतयो भवन्तु |

( अथर्व१९/१७/.)

સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે. પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.
सुग: पन्था अनृक्षर आदित्यास ऋतं यते |

( ऋग् १/४१/१४.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે. કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.
भद्रं कर्णेभि: शृनुयाम |

( यजु ३०)

કાનો વડે સારા વિચાર જ સાંભળો. બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો.
तमो व्यस्य |

( अथर्व १२//१२)

અંધકારમાં પડ્યા રહો નહીં. જે અજ્ઞાન અને આળસમાં ડૂબેલો છે તે અંધારામાં ભટકશે.
जीवितां ज्योतिरभ्येहि |

( अथर्व ८//)

જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.
श्वसित्यप्शु हंसो न सीदन् |

( ऋग १/६५/६६)

હંસની જેમ ગુણગ્રાહક બનો બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.
ये श्रद्धा धनकाम्या क्रव्यादा समासते |

(अथर्व १२//५१)

જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે. આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં.
अचेतनस्य पथ: मा विदुक्ष: |

( ऋग् //)

અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે તે માર્ગ પર ન જાઓ. અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને સુખની આશા રાખે છે.
मा गतानामादीधीथा |

( अथर्व ८//)

ગુજરી ગયેલાં માટે શોક ન કરો. સંસારની દરેક વસ્તુ નાશવંત છે, નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ?
मा क्रुध : |

( अथर्व ११//२०)

ક્રોધ ન કરો. ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે, એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે.
मा विदिध्य : |

( अथर्व ९/१८)

ચિંતા કરવી નકામી છે. ચિંતામાં લોહી બાળવા અને સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો.
%d bloggers like this: