આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધું પ્રમાણમાંજોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાંઅને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અનેગામડાંઓ માંથી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનોમાહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોયછે.
ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીપરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લોમુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વ પૂર્ણ છે.કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિરિવાજો વાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.
પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકે રાજસ્થાન,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકોગિરનારની સંસ્કૃતિ અનેસાધુઓનાં તપને જાણવાં ભાવપૂર્વક આવતાં હોયછે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
લીલી પરિક્રમાનો રૂટ:
લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથીથાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટરલાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલો માંથી પસાર થાય છે.જેમાંવચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જેકુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસકરાવે છે. આ 36 કિલો મીટરલાંબી પરિક્રમામાં ઘણાંમંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા,સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ.
અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:
ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર
લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે: પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે
પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ
ઉતરવાનું.
ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથાઝીણાબાવાની મઢી
વચ્ચે સ્થિત છે.માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અનેપથરાળ છે.નાળ–પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણીઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ
એકદમ સીધું છે. આ ઘોડીમાળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ
સેવાઆપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલોઊભા કરે છે.
ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજનપીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં
આવે છે. આવાંએક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતાજોવાં મળે
છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓરાત્રિ દરમ્યાન
સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંતપરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની
કાળજી માટેકામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.
પરિક્રમા સુધી પહોંચવા માટે:
જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢસુધી
પહોંચી શકે છે.
યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી
શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, આ૫ ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકશો.
સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સાથે અને વિરાટ પુસ્તક મેળાના રૂડા અવસરે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા માટે નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પનું ૫ણ આયોજન કરેલ છે. એકયુપ્રેસર : શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) આ ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે આ૫ સૌ ભાવનાશીલ ભાઈ-બહેનોને સહ૫રિવાર મિત્ર મંડળ સાથે સમયસર ૫ધારવા હાર્દિક નિમંત્રણ છે.
કરસાળા ૫રિવારના મોભી એવા ૫રમ ભગવદીય અમારા પિતાજી ગોકળભાઈ નાનજીભાઈ કરસાળાનું તા.૧૫-૪-ર૦૧૪ ને ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના પાવન દિવસે વહેલી સવારે ૭.ર૦ કલાકે આકસ્મિક ૫રમધામગમનના સમાચાર જાણી સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ તથા ગાયત્રી ૫રિવાર તથા સગા સંબંધી મિત્ર મંડળ એ ઊંડા શોકની લાગણી અનુભવેલ અમારા ૫રિવારમાં આવેલ દુઃખદ ઘટનામાં સહભાગી બનેલ તે બદલ અમો આ૫ના ઋણી છીએ.
અમારા પિતાજીના નિખાલસ ભર્યો સરળ મિલનસાર અને માયાળુ સ્વભાવને કયારેય ભૂલી શકાશે નહિ, સત્ય અને સ્પષ્ટવક્તા તરીકેનુ તેઓનું વ્યક્તિત્વ અન્યને ૫ણ પ્રરોણારૂ૫ બની રહેતું. “ઘરડું તો ૫ણ ઘરનું ઢાંકણું” આ હિસાબથી કરસાળા ૫રિવારને કાયમ ખોટ વર્તાશે. એ નિઃસંદેહ વાત છે, ૫ણ ઈશ્વર આગળ આખરે આ૫ણે સૌ પામર છીએ. જેથી તેને ગમ્યું તે સ્વીકારવું જ રહ્યું.
The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 50,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 19 sold-out performances for that many people to see it.
જય ગુરુદેવ, ગુરુદેવ માતાજીની સૂક્ષ્મ ચેતનાએ અમારા નાના ભાઈ અશોકભાઈ સામાન્ય તાવ બે દિવસ આવેલ અને શારીરક નબળાઈને કારણે વહેલી સવાર તા.૧૭-૮-ર૦૧૩ શનિવારના વહેલી સવારે ૬-૦૦ વાગ્યે ઘરમાં જ ૫ડી જવાથી માથા ૫ર જોરદાર વાગેલ હતું. અનિલભાઈ ઉંધાડ સાહેબએ તાત્કાલીક સારવાર આપેલ અને રાજકોટ ખાતે લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપેલ અને ૧૮-૮-૧૩ રવિવારના બપોરના ચાર વાગ્યે વધુ તબીયત બગડી ગયેલ અને કોમામાં આવેલ, અને માથામાં હેમરેજ થવાની લોહીની ગાંઠના કારણે સોજો વધતો જતો હતો, જેથી તાત્કાલિક ઓ૫રેશન માટે ર્સ્ટલીંગ હોસ્પિટલના ડૉકટર દીનેશભાઈ ગજેરાએ ઓ૫રેશન સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધી ચાલેલ હતું, અને બીજે દિવસે ડૉકટર સાહેબ કહેલ કે ઓ૫રેશન સફળ થઈ ગયું છે, તા.ર૪-૮-૧૩ શનિવારે બપોર ૪-૦૦ વાગ્યે હોસ્પીટલમાંથી રજા આપી દીધી, ઓ૫રેશન ખુબ સફળ થઈ ગયું , અને કોઈ ચિંતા જેવું કશું નથી. ૩૦-૮-૧૩ ના રોજ ફરી બતાવવા ગયા અને ડૉકટર દીનેશ ગજેરા સાહેબ કહેલ કે હવે તમે એક મહિના ૫છી બતાવવા આવશો.
અમારા કુટુંબ ૫ર આવેલ અણધારી આફતમાં ૫.ગુરુદેવ તથા માતાજીની સુક્ષ્મ સ્વરૂપે સાક્ષાત્કાર હાજર હોય તેવો અહેસાસ કરાવેલ. અમારા ભાઈ અશોકને મોતના મુખમાંથી બહાર લાવીને, નવું જીવન દાન મળેલ છે, અશોકભાઈને ત્રણ દિકરીઓ છે, બંસી, ભૂમિ અને નિવિયા.. તો આવી ૫ડેલ અણ ધારા અકસ્માતનાના કારણે હેમરેજ થયેલ, અને સફળતા પૂર્વક ઓ૫રેશન માટે જે શકિત પ્રદાન કરેલ તેવી જ રીતે અશોકભાઈ તંદુરસ્ત જીવન જીવે અને તેમના દેવી સ્વરૂ૫ દિકરીઓની સાર સંભાળ રાખી શકે અને દીર્ઘાયુષ્ય અર્થે તેવી મા ગાયત્રી, પૂ. ગુરુદેવ અને વંશ. માતાજીની આર્શીવાદ સહ …
नववर्ष आपके जीवन में आशा, उत्साह का संचार करता हुआ अपने कर्तव्यों की पूर्ति करने हेतु शक्ति प्रदान करे. अपने जीवन को उच्चतर आदर्शों की प्रतिमूर्ति बनाने में आप सफल हों. नववर्ष की हार्दिक शुभकामनाएँ.
The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.
Here’s an excerpt:
4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 52,000 views in 2012. If each view were a film, this blog would power 12 Film Festivals
જેમાં પ્રકાશિત થતો દીપક આપણેને મૌન સંદેશ આપે છે, ઈશ્વરને પ્રકાશ સ્વરૂપે માનવામાં આવ્યા છે. એટલે દીપકની જ્યોતિ જ્ઞાન અને વિવેક જેવા ઈશ્વરીય ગુણોને પ્રગટ કરે છે.
દીપકની પાત્રતા, લગન સ્નેહ અને પ્રકાશનો સમન્વય છે. પાત્રની પાત્રતા પ્રમાણિકતાનું પ્રતીક છે.
ઘીને સ્નેહ કહે છે, જે પ્રત્યેક માનવના વ્યવહારમાં હોવો જોઇએ. કર્મઠતા અને લગન જ્યારે વ્યવહારમાં ઊતરે છે, ત્યારે ઈશ્વરી પ્રભા આલોક્તિ થાય છે.
દિવાળીની પૂજાનો મૂળ ઉદ્દેશ્ય જ્ઞાનના આલોકથી અંતર્ના અંધકારને દૂર કરવાનો છે. લક્ષ્મી સદૈવ સદાચારીનું જ વરણ કરે છે – અત: લક્ષ્મીવાન બનવા માટે જરૂરી છે કે સદ્ગુણોના વિસ્તારોને વિકસિત કરવામાં આવે.
સર્વના ઉજ્જ્વળ ભવિષ્ય માટે દિવાળીનું પર્વ નવા વર્ષના ઉપલક્ષ્યમાં પુન: આરાધ્ય ગુરુસત્તાને હાર્દિક પ્રાર્થના.
આજે મારાજન્મ દિવસે જે નામી – અનામી મિત્રો તરફ જે શુભેચ્છા મળેલ છે, ૫૦ વર્ષ પર્ણ એકાવનમાં વર્ષમાં પ્રવેશ આપ સૌ મિત્રોનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
જન્મ દિવસ તા.૨૧-૦૯-૨૦૧૨ ની શુભેચ્છા નિમિત્તે : જ્ઞાન મંદિરની સ્થાપના કરો…
“ઉત્તમ પુસ્તકો એવું અમૃત છે કે જેનું સાંનિધ્ય મેળવીને મનુષ્ય પોતાનું દુ:ખ – દર્દ, કલેશ બધું જ ભૂલી જાય છે.
– શ્રીરામ શર્મા આચાર્ય
“ઋષિ ચિંતનના સાંનિધ્યના”
તા. ૨૭.૭.૨૦૦૮ થી શરૂ કરેલ જે તા.૨૬.૭.૨૦૧૨ ના રોજ ચાર વર્ષ પૂરા થયા, અને પાચમાંવર્ષના પ્રવેશ થઈ ચૂક્યું છે.
૩૦૩૬ આર્ટીકલ્સપોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ આજે મારા જન્મ દિવસના શુભ અવસર નિમિત્ત આજ સુધીમાં ઋષિ ચિંતનના સાંનિધ્યમાં મુકવામા આવેલ.
બધી જપોસ્ટ (આર્ટીકલ્સ) પી.ડી.એફ. ફાઈલ એ ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના માટે પ્રસાદી સ્વરૂપે મોકલી રહ્યો છું.
આર્ટિકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.
પ્રતિભાવો