પોતાના આંતરિક જીવનને જુઓ

પોતાના આંતરિક જીવનને જુઓ

સામયિક પરિસ્થિતિઓમાં પણ મોટા ભાગનાનું કારણ આપણો સ્વભાવ જ હોય છે. મહોલ્લા વાળા તમને ખરાબ ગણે છે, તમારી સાથે ઝઘડો કરે છે અને ખરાબ વ્યવહાર કરે છે, તે બધાની સાથે વારાફરતી લડશો તો પણ તમને શાંતિ નહિ મળે. તમારે વિચારવું જોઈએ કે મારી અંદર ક્યા  ક્યા  દુર્ગુણો છે, જે બધાય લોકોને મારા વિરોધી બનાવી દે છે. તમારામાં જો કડવું બોલવાની, બિનજરૂરી દખલગીરી કરવાની કે લોક વિરોધી કામ કરવાની કુટુવો હોય તો તમને સુધારો. બસ, તમારા બધા જ શત્રુઓ મટી જશે. તમને કોઈ નોકરીએ નથી રાખતું, તો માલિકનો દોષના દો. તમારી અંદર એવી યોગ્યતા કેળવો કે નોકરી માટે તમને બધેથી આમંત્રણ મળે. સદ ગુણો જ મનુષ્યોની એવી સંપત્તિ છે કે તેમના હોવાથી દરેક જગ્યાએ તેમનો આદર થાય છે, દરેકનો પ્રેમ અને સહાનુભૂતિ મળે છે. જ્યારે સાધુ સ્વભાવ વાળા લોકો પણ તમારો વિરોધ કરતા હોય તો જુઓ કે તમારી અંદર ક્યા  ક્યા  દુર્ગુણો રહેલા છે ? કેટલાક લોકોમાં એવી કમી હોય છે કે તેઓ લોકોમાં ફેલાયેલા ખોટા ભ્રમને દૂર કરી શકતા નથી અને અકારણ લોકોના કોપના ભાગીદાર બને છે. તેમણે લોનની સામે સાચી વાત રજૂ કરવી જોઈએ અને પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈએ.

ભય રાખવાનો, ડરવાનો તથા ગભરાઈ જવાનો દુર્ગુણ એવો છે, જે બીજાઓને પોતાની ઉપર અત્યાચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જે નિર્ભય રહે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે તેની પર કોઈ ત્રાસ કરતું નથી. કહેવાય છે કે હિંમતની સામે તલવારની ધાર પણ વળી જાય છે. ધનના અભાવ વિશે પણ આવું જ છે. જેનું સંપૂર્ણ ધ્યાન ધન ભેગું કરવાના સાધનોમાં એકાગ્ર થતું નથી તે ધનવાન બની શકતો નથી. સ્વાસ્થ્યને વધારવાની જેમનામાં પ્રબળ ઇચ્છા ના હોય તે પહેલવાન કઈ રીતે બની શકે ?

બીમારીમાં કે બીજી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જતાં તેમાંથી મુક્ત થવા માટે આપણી અંદર બળ હોવું જોઈએ. ઉજ્જવળ આશા અને શુભ ભવિષ્ય પર દૃઢ વિશ્વાસ આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. વીસ મિત્રો ભેગાં થઈને પણ આત્મવિશ્વાસ જેટલી મદદ કરી શકતા નથી. આત્મનિર્ભરતાની જડીબુટ્ટી પીને મડદા પણ બેઠાં થઈ જાય છે અને ઘરડા જુવાન થઈ જાય છે. તેના જેવું શકિત શાળી બીજું કોઈ ટૉનિક અ ત્યાર સુધી શોધાયું નથી.

તાત્પર્ય એ છે કે તમને સારી કે ખરાબ પરિસ્થિતિઓએ ઘેરી લીધા છે તે તો ફૂલ તથા પાંદડા જેવી છે. તેમના મૂળ તો તમારા આંતરિક જીવનમાં રહેલા છે. જો એ પરિસ્થિતિઓને બદલવા ઇચ્છતા હો  તો તમારા જીવનમાં પરિવર્તન કરો. કષ્ટોમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો ફકત બાહ્ય દોડાદોડ કરવાથી કોઈ લાભ નહિ થાય. એનાથી તમને કાયમી શાંતિ નહિ મળે. જ્યારે એ કષ્ટોના મૂળ કારણનો ઉપચાર કરવામાં આવશે ત્યારે જ તેમાંથી મુકિત મળશે.

જો તમે તમારા વર્તમાન જીવનથી અસંતુષ્ટ હો, ઉન્નતિ અને વિકાસની આકાંક્ષા રાખતા હો તો તમારા આંતરિક જીવનને તપાસો. તેમાં ખરાબ ટેવો, નીચ વાસનાઓ તથા દુષ્ટ પ્રવૃત્તિ હોય તો તેમને બહાર કાઢી નાખો, એનાથી જ તમારો માર્ગ સાફ થઈ જશે અને બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારું આત્મબળ, દઢતા અને તીવ્ર ઇચ્છા શકિત વધારો તથા તમારી અંદર શુભ વૃત્તિઓ અને સદ્ગુણોનો વિકાસ કરો, એમની મદદથી ઉન્નતિના માર્ગે તમે સડસડાટ આગળ વધશો.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૪૦, પૃ. ૬, ૭

દેવ માનવ બનાવનારી સાધના

દેવ માનવ બનાવનારી સાધના

સાધકોને મારો ઉપદેશ છે કે તેઓ થોડા દિવસ એકાંત સેવન કરે. એ માટે કોઈ જંગલમાં, નદી કિનારે કે પર્વત પર જવાની જરૂર નથી. પોતાની આજુ બાજુમાં કોઈ સ્થાન પસંદ કરી લો. એવી જો કોઈ સગવડ ના હોય તો પોતાના ઓરડામાં બારી બારણા બંધ કરીને એકલાં બેસો. એવું પણ ન થઈ શકે તો કોલાહલ રહિત એકાંતમાં ગમે ત્યાં બેસીને આંખો બંધ કરી લો અથવા ખાટલા પર સૂઈને એક ચાદર ઓઢી લો અને શાંતચિત્ત થઈને મનમાં જપ કરો.

–  ‘હું એકલો છું, હું એકલો છું’  તમારા મનને બરાબર અનુભવ કરવા દો કે હું એક સ્વતંત્ર, અખંડ અને અવતારી સતા છું. મારું કોઈ નથી -અને હું કોઈનો નથી.’ અડધા કે એક કલાક સુધી તમારું સમગ્ર ધ્યાન આ ક્રિયામાં એકાગ્ર કરો. પોતાને બિલકુલ એકલાં અનુભવો. આ અભ્યાસ ના થોડા દિવસો પછી એકાંતમાં એવી ભાવના કરો કે હું મરી ગયો છું. મારું શરીર તથા બીજી બધી વસ્તુઓ મારાથી દૂર પડી છે.

ઉપરની નાનકડી સાધના મારા પ્રાણપ્રિય અનુયાયીઓ આજથી જ શરૂ રે. તેઓ એ ના પૂછે કે આનાથી શો લાભ થશે ? હું અત્યારે નહિ બતાવું કે એનાથી કેવા પ્રકારનો લાભ થશે, પરંતુ સોગંદ પૂર્વક કહું છું કે જે સાચા હ્રદયથી વિશ્વાસ પૂર્વક આ સાધના કરશે તે થોડાક જ દિવસોમાં સાચા આત્મજ્ઞાન તરફ આગળ વધશે. સાંસારિક ઘોર પાપો, દુષ્ટ કર્મો, ખરાબ ટેવો, નીચ વાસનાઓ અને નરક તરફ ખેંચી જનારી કુટિલતા માંથી એ સાધકને છુટકારો મળી જે. આ પાપમયી પૂતનાઓને છોડવા માટે સાધક અનેક પ્રયત્નો કરે છે, પરંતુ તેઓ પડછાયાની જેમ પાછળ પાછળ દોડતી રહે છે અને આપણો પીછો નથી છોડતી. આ સાધનાથી એ ખોટું મમત્વ છૂટી જશે અને તે પાપવૃત્તિઓ દૂર ભાગી જશે.

પોતાને એકલાં અનુભવો. દરરોજ અભ્યાસ કરો. શરીરને નિષ્ક્રિય પડી રહેવા દો. મનને દલીલો દ્વારા એવું સમજાવી દો કે હું એકલો છું. ફકત બુદ્ધિ દ્વારા એવું વિચારી લેવું પૂરતું નથી, પરંતુ આ ભાવનાને મનમાં ઊંડે સુધી સ્થાપી દેવી જોઈએ. અભ્યાસ એટલો પ્રખર બનવો જોઈએ કે પોતાના વિશે જ્યારે પણ વિસારો ત્યારે એવું જ વિચારો કે હું એકલો છું. કાયમ પોતાને સંસારની બધી વસ્તુઓથી પર માનો, જળ કમળવત્ અલિપ્ત માનો.

હું કહું છું કે આ સાધના તમને મનુષ્ય માંથી દેવતા બનાવી દેવામાં સંપૂર્ણ સમર્થ છે.

-પં. શ્રીરામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, જૂન- ૧૯૪૦, પૃ.૭

%d bloggers like this: