સાધુ સમાજ ગામે ગામ પ્રવ્રજ્યા કરે

સાધુ સમાજ ગામે ગામ પ્રવ્રજ્યા કરે  :  સજજનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવ માંથી બહાર નીકળીને સમાજ સેવાના કામમાં લાગી જવું જોઈએ. તેમણે એક સ્થળે રહીને પૂજા પાઠ કરવાના બદલે ગામે ગામ તથા ઘેર ઘેર ફરીને ધર્મના ઉદ્ધાર તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ.

આજના મુશ્કેલીઓ ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સદૃજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ. તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુ પરંપરાને સાચા અર્થમાં જાગ્રત કરીને એ સાબિત કરવું જોઈએ કે ઋષિ મુનિયાઓના સમયની સાધુતા મરી પરવારી નથી. પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ, તેની સભ્યતા, સંસ્કૃતિ તથા સમજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતાં.

સાધુ સમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ નથી હોતી. એના લીધે તેમની પાસે ભરપૂર સમય હોય છે. સાધુઓ પાસે પ્રાચીન કાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે. તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ લોક તથા પરલોક બંનેને સુધારી શકે છે. આ કામ તેમણે કરવું જોઈએ. નહિ તો સંસારમાં બુદ્ધિ વાદ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જો તેઓ પોતાનું કર્તવ્ય નહિ નિભાવ તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે.

પં.શ્રીરામ શર્મા આચાર્ય 

સાધુ બ્રાહ્મણો પોતાનું કર્તવ્ય નિભાવે

સાધુ બ્રાહ્મણો પોતાનું કર્તવ્ય નિભાવે

સાધુબ્રાહ્મણોનું એ પરમ પવિત્ર કર્તવ્ય છે કે આજે તેઓ જે ધર્મનો આશરો લઈને પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે અને લોક સન્માન મેળવે છે તે ધર્મના રક્ષણ માટે તેમણે કંઈક કામ કરવું જોઈએ. એ માટે થોડુંક કષ્ટ પણ સહન કરવું જોઈએ. આજે ધર્મ મુશ્કેલીમાં મુકાય ગયો છે. દેશની સુરક્ષા અને પ્રગતિનો પ્રશ્ન છે, તેથી આદર્શોનું રક્ષણ કરવા માટે તેમણે સમય કાઢવો જ જોઈએ.

આવી વિષમ પરિસ્થિતિમાં પણ જો તેઓ દક્ષિણા મેળવવાનો અને પગ પીજવાનો ધંધો કરતા રહે અને પોતાના  કર્તવ્યને ભૂલી જાય તો આગામી પેઢીઓ તેમને માફ નહિ કરે અને એક સામાન્ય નાગરિક જેટલું સન્માન પણ નહિ આપે. તેમની આજની અકર્મણ્યતા ભવિષ્યમાં સાધુઓ તથા બ્રાહ્મણો ના મહત્વ તથા ગૌરવને નષ્ટ કરી નાખશે, તેથી તેમણે વેળાસર ચેતી જવું જોઈએ.

પં.શ્રીરામ શર્મા આચાર્ય

બ્રાહ્મણો ! સદ જ્ઞાન રૂપી અમૃત વહેંચો

બ્રાહ્મણો ! સદ જ્ઞાન રૂપી અમૃત વહેંચો  :   શાસ્ત્ર કહે છે કે વિદ્યા વાન બ્રાહ્મણ સંસાર ના અજ્ઞાન ને પોતાના તપ દ્વારા દૂર કરે. જે લોકોને વિદ્યા મળી છે, બુદ્ધિ મળી છે, જેમના હ્રદયમાં દયા છે, જેમના હ્રદયમાં બ્રાહ્મણો જેવી તપ તથા ત્યાગની ભાવના છે, તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે. ભલે પછી તેઓ કોઈ પણ જાતિ કે વંશમાં પેદા થયા હોય. એવા બ્રાહ્મણોને ગાયત્રીનો પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ આ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે. તે તમને ઈશ્વરની એક અમાનતના રૂપમાં મળ્યું છે. તેને તમારી શકિત પ્રમાણે લોકોમાં વહેંચો. તુચ્છ સ્વાર્થ છોડો અને ઈશ્વરે તમને જે યોગ્યતા અને ઈમાનદારી વહેંચવાના પદ પર નિયુક્ત કર્યા છે તે બદલ ગૌરવનો અનુભવ કરો. તમારા કર્તવ્યેનું પાલન કરો. અજ્ઞાન તથા દુખથી વ્યાકુળ જનતાને સુખ બનાવવા માટે સદૃજ્ઞાનરૂપી અમૃત વહેંચો અને પોતે તપશ્ચર્યા તથા પરોપકારનું સ્વર્ગીય સુખ મેળવો.

હે બ્રાહ્મણો ! એવું ના વિચારશો કે અમે જો પરમાર્થ માં જ રચ્યાપચ્યા રહીશું તો અમારો ખર્ચો કેવી રીતે નીકળશે ? ઈશ્વર પર વિશ્વાસ રાખો અને લોકોને સદ જ્ઞાન વહેંચવા તથા તેનો ફેલાવો કરવા માટે આગળ વધો. તમારા ઉત્તમ જ્ઞાન અને ઉજ્જવળ ચરિત્રથી અંધકાર ભરેલા હૃદયોમાં પ્રકાશ પેદા કરો. તમને પૈસાની ખોટ નહિ પડે. મનુષ્યની સાચી જરૂરિયાતો તો બહુ થોડી હોય છે. એમાંય વળી બ્રાહ્મણ ની જરૂરિયાતો તો સાવ ઓછી હોય છે. બાળકના જન્મ પહેલા જે ઈશ્વર દૂધ ના કટોરા ભરીને તૈયાર રાખે છે તે આ સૃષ્ટિમાં હજુ પણ છે. બ્રાહ્મણત્વ પ્રત્યે અપાર શ્રદ્ધાનો ભાવ હજુ આજે પણ ટકી રહ્યો છે. તેની પર વિશ્વાસ રાખો. કાંકરા ભેગા ના કરો, પરંતુ હીરા નો વેપાર કરો. શાસ્ત્ર કહે છે કે બુઘ્ધિજીવીઓ ! લાલચમાં ના ફસાઓ. બ્રાહ્મણને યોગ્ય કામ કરો, સંસારમાં સદ જ્ઞાનનો ફેલાવો કરો.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ

સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ  :  એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સંસારમાં જે કાંઈ સ્થૂળ છે તેના મૂળમાં સૂક્ષ્મ કામ કરે છે. શરીર અને સંપત્તિની તથા વ્યકિત અને સમાજની ઉન્નતિ કે અવનતિ નો આધાર માણસના અંતઃકરણમાં રહેતા વિચારો, ભાવ તથા સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે, તેથી જે શક્તિનો અનંત ભંડાર છે તે તો સરકારની પહોંચની બહાર રહે છે. અંતઃકરણમાં રહેતા વિશ્વાસ, આદર્શો અને વિચારો જ લોકો ના રસ રુચિ નું ઘડતર કરે છે. એ રસ રુચિ અનુસાર જ લોકશાહી સરકારો ને ચાલવું પડે છે.

આ લોકરુચિ નું નિર્માણ કરવાનું કામ ધર્મનું છે. બ્રાહ્મણોને મહારાજ અર્થાત્ મહાન રાજા કહેવામાં આવે છે કારણ કે રાજા પ્રજાની ભૌતિક સંપત્તિ પર અધિકાર ધરાવે છે, પરંતુ બ્રાહ્મણ ધર્મ અને તત્વજ્ઞાન દ્વારા લોકો ના અંત કરણ, ચરિત્ર, સ્વભાવ તથા આદર્શોનું નિર્માણ કરે છે. જનરુચિની દિશા બદલવાનું કામ તેમના હાથમાં હોવાના કારણે શક્તિનો સ્ત્રોત પણ તેમના હાથમાં હોય છે, તેથી જ તેઓ મહારાજ કહેવાય છે.

આજે આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે. સુરક્ષા અને પુનર્નિર્માણનું બહુ મોટું કામ આપણી સામે રહેલું છે. સરકાર પોતાનું કામ કરી રહી છે. રાજનીતિ ના અનુભવી લોકોએ એ દિશામાં પ્રવૃત્ત થવું જોઈએ.

સાથે સાથે જનરુચિના નિર્માણ માટે એવા બધા જ બ્રાહ્મણોને અખંડ જ્યોતિ આમંત્રણ આપે છે. આ તંત્ર સરકારી તંત્રો કરતા પણ વધારે મહત્વનું, સ્થાયી તથા શ્રેષ્ઠ પરિણામ આપે છે. હે બ્રહ્મ પરાયણ આત્માઓ ,, આવો, આપણા મહાન ધાર્મિક આદર્શોને બધા લોકો ના અંત કરણ સુધી પહોંચાડો અને દરેક નાગરિકને એવા શ્રેષ્ઠ વિચાર વાળો બનાવો કે તે રાષ્ટ્રની સુરક્ષા કરવામાં મજબૂત ચટ્ટાન ની જેમ ઊભો રહે  અને પુન નિર્માણ માટે પોતે કષ્ટ વેઠીને પણ કાર્ય કરતો રહે. હે વિચારકો ,, એ ના ભૂલો કે રાજનીતિની તુલનામાં ધર્મ અને દર્શનની શકિત અનેક ગણી વધારે છે. તેથી આવો, આ મહાન શક્તિને જાગ્રત કરીને આપણા રાષ્ટ્રને ઉન્નતિના શિખરે પહોંચાડવા માટે ખરા હ્રદયથી પ્રયત્ન કરીએ.

પં.શ્રી રામ શર્મા આચાર્ય

બ્રાહ્મણ બનો, બ્રહ્મયજ્ઞ કરો.

બ્રાહ્મણ બનો, બ્રહ્મયજ્ઞ કરો.   :  શુભ સંકલ્પોનો યજ્ઞ એટલો ઉચ્ચ કોટિ નો છે કે તેની સરખામણીમાં મોટી સેવા, મોટા ઉપકાર કે દાન પુણ્ય પણ તુચ્છ છે. હંમેશા શુભ વિચારોની સામગ્રી જીવન રૂપી યજ્ઞમાં હોમવા નો બ્રહ્મયજ્ઞ બધા યજ્ઞો માં સૌથી ઉચ્ચ કોટિ નો છે. વિચાર એક મૂર્તિમંત પદાર્થ છે. તે વરાળની જેમ ઊંડે છે અને વાદળોની જેમ વરસે છે. જ્યારે આપણા મગજમાંથી કોઈ સારો કે ખરાબ વિચાર નીકળે છે ત્યારે તે આકાશમાં ઊડી જાય છે અને આમે તેમ ઘુમરાતો રહે છે. રેડિયો સ્ટેશન થી બ્રોડ કાસ્ટ કરેલા તરંગો રેડિયો ઉપર સ્પષ્ટ રીતે સંભળાય છે, એ જ રીતે તે વિચારો જે લોકોના મનમાં એવા જ ભાવ જાગતા હોય તેમના મસ્તક સાથે ટકરાય છે.

જો આપણે હંમેશા સારા વિચાર કરતા હોઈએ તો તે વિચારો એવા વિચાર વાળા બીજા લોકોને ખૂબ પ્રોત્સાહન આપશે. વિચારોનો કદાપિ નાશ થતો નથી. તેમની ફેલાવાની શકિત ખૂબ તે જ હોય છે. તે થોડીક ક્ષણોમાં જ પૃથ્વીના એક છેડા થી બીજા છેડા સુધી પહોંચી જાય છે. જો કોઈ માણસ સત્યના માર્ગે ચાલવાનો વિચાર કરતો હોય ત્યારે વાતાવરણમાં રહેલા એવા શુભ વિચારો તેની પાસે પહોંચી જાય છે અને તે તેના ઉત્સાહ ને બમણો કરી દે છે. એના પરિણામે તે શુભ કર્મ કરે છે અને ધીમે ધીમે એ જ માર્ગે આગળ વધે છે. તેના પ્રયત્નથી બીજા લોકો પર આવો જ ઉપકાર થાય છે. આ ક્રમ આગળ વધે છે અને સંસારમાં દૈવી સંપત્તિ નો વિકાસ થાય છે, ધર્મની ઉન્નતિ થાય છે તથા દુનિયામાં સખ શાંતિ વધે છે. તમારા નાનકડા શુભ વિચારથી આટલું મોટું કામ થાય છે, તેથી તમને તેનું બહુ મોટું પુણ્ય મળશે.

હંમેશા શુભ વિચારો કરવા, સત્ય, પ્રેમ,ન્યાય, ઉદારતા, સહાનુભૂતિ, દયા વગેરેની ભાવનાઓ મનમાં ધારણ કરવી અને એવા વિચારો બીજા લોકોના મનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભરવાનો પ્રયત્ન કરવો તે અખંડ બ્રહ્મયજ્ઞ છે. અખંડ શબ્દ એટલા માટે જોડવા માં આવ્યો છે કે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ વિચાર કરવાથી એટલો લાભ થતો નથી. જેમ સારા વિચારો સંસાર નું કલ્યાણ કરવા તે સારી બાબત નથી, તેથી જે કોઈ કાર્ય કરીએ તેમાં ઉપેક્ષા ભાવ ન હોવો જોઈએ. જે રીતે આપણે દરરોજ શૌચ જઈએ છીએ, સ્નાન કરીએ છીએ, ભોજન કરીએ છીએ તથા સૂઈએ છીએ એ જ રીતે પોતે સારા વિચાર કરવા જોઈએ અને બીજા લોકોને પણ સારો ઉપદેશ આપવો જોઈએ.

વિચારોની અનંત શક્તિનો અનુભવ કરો અને તેમનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા રહે. ગમે તેની સાથે વાતચીત કરવાની તક મળે ત્યારે તેની સાથે સત્ય, પ્રેમ અને ન્યાયની ચર્ચા કરો. તેને બૂરાઈ છોડીને ભલાઈ શીખવાની સલાહ આપો. આ સુધાર દ્વારા આપણે તેના પ્રત્યેના સાચા પ્રેમનો પરિચય આપી શકીશું. કોઈને મીઠાઈ આપીએ તો તે એવું માને છે કે તેને મારા પર પ્રેમ છે, પરંતુ બ્રાહ્મણ આ મૂર્ખતાને સમજે છે. તે મીઠાઈ દ્વારા નહિ, પરંતુ શ્રેષ્ઠ વિચારો દ્વારા તેને નકર લાભ પહોંચાડે છે. દુનિયા બ્રહ્મ યજ્ઞનું મહત્વ નથી સમજતી, પરંતુ આધ્યાત્મિક માણસને તેમાં બહુ મોટો લાભ દેખાય છે. આપણે અખંડ બ્રહ્મ યજ્ઞને નિરંતર ચાલુ રાખીને પ્રાણી માત્ર પ્રત્યે ઉચ્ચ કક્ષાનો પ્રેમ પ્રદર્શિત કરીને આપણું કલ્યાણ કરી શકીએ છીએ.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪ર, પૃ. ૧૦

%d bloggers like this: