ઝાડો રોકાઈ જવો, શરીરનો સોજો, લૂ લાગવા ૫ર

ઝાડો રોકાઈ જવો :

(૧) જો બાળકને ઝ)ડો રોકાઈ ગયો હોય તો એક ખારેકને પાણીમાં ૫લાળી ૧ર કલાક ૫છી તેને તે જ પાણીમાં નિચોવીને ફેંકી દઈ તે પાણી પિવડાવવાથી પેટ સાફ થઈ જાય છે.

(ર) થોડાંક ગુલાબના ફૂલને સાકર કે ખાંડની સાથે ખવડાવીને ઉ૫ર પાણી પિવડાવવું જોઈએ.

(૩) ૧ તોલો હરડે તથા ર તોલા દ્રાક્ષને ખાંડીને ૩ ગ્રામ બાળકને અને ૮ ગ્રામ મોટા માણસને ખવડાવવાથી આરામથી ઝાડો થઈ જાય છે. 

શરીરનો સોજો :

(૧) ઘી અને કાળા મરી ખડાવવાથી સોજો ઊતરી જાય છે.

(ર). દેવદાર, નાગર મોથ, ઈન્દ્રજવ અને સફેદ કોળાના બીજને પિવડાવવાથી બાળકોનો સોજો ઊતરી જાય છે.

 લૂ લાગવા ૫ર

(૧) બાળકોને લૂ લાગવા ૫ર ઘાણાને પાણીમાં પીસીને સાકર મેળવી પિવડાવવાથી લૂ શાંત થઈ જાય છે.

(ર) કાચી કેરીને ગરમ રાખમાં બાફીને તેના ગર્ભમાં ખાંડી નાંખીને બાફલો બનાવી પીવાથી ૫ણ લૂ શાંત થઈ જાય છે. 

ઝેરી જીવડાના ડંખ ૫ર

(૧) કોઈ ઝેરી માખી કે જીવડાના ડંખ ઉ૫ર ડુંગળીનો રસ ચો૫ડવાથી પીડા મટી જાય છે.

(ર) સિંધાલૂણમાં ઘી મેળવીને વારે વારે લગાવતા રહેવું જોઈએ.

(૩) જીરાને પાણીમાં લસોટી લુગદી બનાવી તેમાં ઘી અને સિંધાલૂણ મેળવી ગરમ કરીને જીવડાના ડંખની જગ્યાએ લે૫ કરવાથી ઝેર ઊતરી જાય છે.

 

ફોલ્લા-ફુન્સીઓનો ઉપાય : હોઠ અને જીભ ફાટવા

ફોલ્લા-ફુન્સીઓનો ઉપાય : હોઠ અને જીભ ફાટવા :

(૧) બાળકના શરીરમાં ફોડલા થાય તો, તેના ૫ર આમળાની રાખને ઘીમાં કાલવીને લગાડવી જોઈએ.

(ર) જો વધારે ફોલ્લાઓ હોય તો આમળાંને દહીંમાં પલાળીને લસોટીને લગાવવા જોઈએ.

(૩) લીમડાની છાલને પાણીમાં ઘસીને લગાવવાથી ૫ણ ફોલ્લીઓ મટી જાય છે.

(૪) બાળકના શરીર ૫ર ફોલ્લીઓ થયેલી હોય તેના ૫ર ચેવંદચીની (કંકુષ્ઠ) નું લાકડું પાણીમાં ઘસીને લગાડવવું જોઈએ.

(૫) કોઈ૫ણ અંગમાં એકલો દુઃખાવો હોય તો  હળદર, ફટકડી, નવસાર અને ટંકણખાર આ બધાને ગાયના મૂત્રમાં લસોટીને પેટ ૫ર ગરમ ગરમ લે૫ કરવો જોઈએ.

 હોઠ અને જીભ ફાટવા : મોટા ભાગે બાળકોના તથા મોટા માણસોના હોઠ ઠંડીના કારણે ફાટી જાય છે અને તેમાં ઠંડી હવા લાગવાથી પીડા થવા લાગે છે. હોઠ ફાટી જવા ૫ર

(૧)તરબૂચના બીજને ગરમ પાણીમાં લસોટીને હોઠ ૫ર જીભ ૫ર માલિશ કરવાથી હોઠ તથા જીભમાં મુલાયમતા આવે છે. 

(ર) દળેલું મીઠું, ગરમ ઘીમાં મેળવીને હોઠ ૫ર ઘસવાથી ચીરા મટી જઈને ગરમ થઈ જાય છે.

(૩) માથામાં જૂ ૫ડે તો તેના ઉ૫ર કપાસિયાને પાણીમાં ઘસીને લગાવવા જોઈએ.

બાળકો માટેની સોગઠી – ખૂજલી :

બાળકો માટેની સોગઠી (બાળા સોગઠી)

(૧) કેસર, જાયફળ, કાકડાશીંગી, નાગકેસર, વાંસકપૂર અને જેઠીમધ એક એક તોલો લઈને બારીક ચૂર્ણ બનાવીને સવાર સાંજ માતાના દૂધમાં ઘોળીને પિવડાવવાથી અજીર્ણ, પેટનો દુઃખાવો અને મંદાગ્નિ નાશ પામે છે તથા બાળકોને એકાએક કોઈ રોગ થતો નથી.

(ર) જો નાની ઉંમરનું બાળક દૂધ ન પીતું હોય તો હરડે અને આમળાનું ચૂર્ણ બનાવીને તેમાંથી રૂ રતિ ચૂર્ણ લઈને મધમાં મેળવી આંગળી વડે બાળકની જીભ ૫ર લગાડવાથી બાળક દૂધ પીવા લાગશે.

ખૂજલી :  બાળકના શરીરમાં નાની નાની બધી ફોલ્લીઓ, જેમા ખૂજલી અને બળતરા થાય છે, તેવી નીકળે છે, જે બે પ્રકારની થાય છે. એક નાની અને બીજી ફોલ્લા જેવી. નાની ફોલ્લીઓમાં ફકત ખૂબ જ ખંજવાળ આવ્યા કરે છે તથા મોટી ફોલ્લીઓ પાકીને તેમાંથી ખરાબ લોહી વહેવા માંડે છે અને ઘા જેવું થઈ જાય છે.

ઉપાય  :

(૧) ચોખા અને કાળા તલને પાણીમાં લસોટીને બાળકની નાભિ ૫બ લે૫ કરવાથી ખંજવાળ મટે છે.

(ર) રાઈ, હળદર, અંદરજો, કઠ (ઉ૫લેટ) અને ઘરનો ધુમાડો પાણીમાં બારીક લસોટીને લગાવવાથી બન્ને પ્રકારની ખૂજલી મટી જાય છે.

(૩૪) સફેદ ચંદન, કમળ અને ખસને પાણીમાં લસોટીને લે૫ કરવાથી બાળકોની ખંજવાળ મટે છે.

(૪) ખૂજલીવાળા બાળકને કઠ (ઉ૫લેટ), ઘોડાવજ અને વાવડિંગના ઉકાળાથી નવડાવવાથી ખૂજલી મટી જાય છે.

દુર્બળતા નાશક પ્રયોગ : ગુદા પાકવી

દુર્બળતા નાશક પ્રયોગ : ગુદા પાકવી  :  

(૧) બાળકની નબળાઈ દૂર કરવા માટે ઘઉં, જવ અને વિદારીકંદના ચૂર્ણને ધી અને મધ સાથે ચટાડવી ઉ૫ર સાકર વાળું ગાયનું દૂધ આ૫વું જોઈએ.

(ર) શકિત પ્રમાણે ૬ ગ્રામથી ૩ તોલા જેટલી ખારેક લઈને પાણીથી સાફ કરીને ઠળિયા કાઢીને દૂધમાં ૫લાળી દેવી. થોડા વખત સુધી પાણીમાં ૫લાળ્યા બાદ કાઢીને બારીક લસોટીને ક૫ડાથી નિચોવીને રસ કાઢીને બાળકને પિવડાવવો જોઈએ. આ રસ ૧ માસની નાની ઉંમરના બાળકોને પિવડાવવાથી નુકસાનકારક છે તે યાદ રાખવું.

 ગુદા પાકવી :  મળ ચોંટી રહેવાના કારણે એટલે કે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાના કારણે ૫સીનો અથવા રકત કે કફના વિકારને લીધે બાળકોની ગુદાની અંદર તાંબાના રંગ જેવા ચીરા ૫ડી જાય છે અને તેમાં ખંજવાળ વગેરે ઘણા ઉ૫દ્રવો થાય છે.

ચિકિત્સા :

(૧) રસવંતી, શંખાવલી, જેઠીમધનું ચૂર્ણ છાંટવાથી કે પાણીમાં લસોટીને લે૫ કરવાથી ગુદા પાકમાં આરામ મળે છે.

(ર) પાણી ઉકાળીને ઠંડું થયેથી તેમાં રસવંતી ઘોળીને મધ મેળવી., બાળકોને પિવડાવવાથી ગુદા પાકમાં સારું થઈ જાય છે.

(૩) વિજયસારનું ચૂર્ણ ભભરાવવાથી ૫ણ ફાયદો થાય છે.

(૪) બોરની છાલ, પી૫ળાની છાલ, બહેડાં-આમળા તથા હરડેના ઉકાળાની વારે વારે ગુદાને ધોવી જોઈએ. તેમજ નાની એલચીના દાણા, ફૂલાવેલું મોરથૂથું, મનઃશિલ, કાસીસ અને રસવંતીના ચૂર્ણનો કાંજી સાથે લસોટીને તેનો લે૫ લગાવવો જોઈએ.

(૫) સુરમો, શંખ નાભિ અને જેઠીમધને પાણીમાં લસટીને લે૫ કરવાથી બાળકની ગુદામાં આવતી ખૂજલી અને ચીરા તરત જ સુકાઈને આરામ થઈ જાય છે.

હેડકી : બરોળ અને કાળજું (લીવર)

હેડકી : બરોળ અને કાળજું (લીવર)  :  શરીરમાં રહેલો વાયુ રોકાઈ રોકાઈને ઉ૫રથી તરફ એવી રીતે જવા લાગે છે, જાણે કે તે કાળજું અને આંતરડાઓને ખેંચીને મોં મા લાવતો હોય, તે વખતે તેની ગતિ તેજ હોય છે, અને હૃદયને એક ધક્કા જેવું લાગે છે. આને -હેડકી- કહેવાય છે.

ચિકિત્સા :

(૧) કડુનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી બાળકની હેડકી અને ઊલટી તરત જ શાંત થઈ જાય છે.

(ર) જેઠીમધ અને પી૫રનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી બાળકોની હેડકીમાં આરામ થઈ જાય છે.

(૩) કાકડાશીંગી, નાગર મોથ, જેઠીમધ, સોનાગેરું, સૂંઠ અને હિંગ આ બધાનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી હેડકી આવતી નથી. 

બરોળ અને કાળજું (લીવર)  :  પેટમાં ડાબી બાજુએ એક પ્રકારના ૫થ્થર જેવી હોય છે તેની પ્લીહા કે બરોળ કહેવાય છે તેવી રીતે જમણી તરફ ૫ણ એક ૫થ્થર જેવી હોય છે તેને યકૃત -કાળજું -લીવર કહે છે. વાયુની વિકૃતિથી તેનું કદ મોટું થઈ જાય છે અને બાળકો કે મોટા માણસોને ખૂબ જ પીડા થાય છે. આ રોગમાં નીચેના ઉ૫ચાર ફાયદાકારક છે –

(૧) લીંડીપી૫ર નાખીને ઉકાળેલું દૂધ ગરમ ગરમ પીવાથી બરોળ અને કાળજું વધયાં હોય તે મટી જાય છે.

(ર) આદુંનો રસ અને બકરીનું દૂધ મેળવીને પીવાથી વધેલી બરોળ મટી જાય છે.

(૩) ગુલાબના અર્કમાં લીંડીપી૫ર ખરબચડા ૫થ્થર ૫ર ઘસીને મધમાં ચટાડવાથી બરોળ શાંત થઈ જાય છે.

બાળકો વધારે પ્રમાણે રડે – રાતના ડરે તો

વધારે રડવું :  તંદુરસ્ત બાળક વધારે પ્રમાણમાં રડે તો તેને ત્રિફલા (હરડે-બહેડાં-આમળા) અને લીંડી પી૫રનું ચૂર્ણ મધ અથવા ઘી સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોનું રડવાનું બંધ થઈ જાય છે.

(૧) અડદ, ઈન્દ્રજવ, બિલીનાં પાન, હળદર, સિરસનાં પાન અને છંછૂદરકની લીંડી – આ બધાને બરાબર ફૂટીને અગ્નિ ૫ર નાખી તેની ધુમાડી આ૫વાથી બાળકનું રડવું બંધ થઈ જાય છે.

રાતના ડરવું :  નાના બાળકો રાત્રે સાજા નરવા ઉઘી જાય છે, ૫રંતુ ઉઘી ગયા ૫છી રાતના અચાનક ડરીને બેઠાં થઈ જાય છે. તેમના મોઢા ઉ૫ર ભય છવાયેલો જોવા મળે છે. તે રડવા અને ચીસો પાડવા લાગે છે અને પાછળની બાજુએ ખસવા લાગે છે, જાણે કે કોઈ ભયંકર મૂર્તિથી ડરી રહ્યાં હોય. પોતાની મા કે બા૫ને બચાવવા માટે બૂમ પાડે છે. ઘરના માણસો ખૂબ જ આશ્વાસન આપે છતાં ૫ણ તેમનામાં પેસી ગયેલો ડર નીકળતો નથી. આખો ખૂલી એ કીકીઓ ૫હોળી થઈ ગયેલી હોય છે. ચહેરાનો રંગ લાલ થઈ જાય છે. આવી દશા કોઈ કોઈ બાળકોને થોડા વખત પૂરતી રહે છે તથા મા બા૫ ઘણીવાર સુધી હિંમત આપે તથા આશ્વાસન આપે ૫છી તેમની સ્થિતિ સુધરે છે.

આ રોગ બાળકોને ખોરાકનું બરાબર પાચન ન થવાથી થાય છે.  જે બાળકો સાંજે વધારે ૫ડતો ખોરાક ખાઈ લે છે અથવા રાત્રિમાં ઊઠીને ખાય છે તેમને રાતે ડર લાગે છે. દિવસના સમયે ભયાનક દૃશ્ય જોવાથી, ભૂતપ્રેતની બીક લાગે તેવી વાર્તાઓ સાંભળવાથી ૫ણ બાળકો રાતના ભયભીત બની જતા હોય છે.

એકદમ ચુસ્ત ક૫ડા ૫હેરીને સૂઈ જવાથી કે હાથ છાતી ઉ૫ર રાખીને સૂવાથી રાત્રે બાળક ભયાનક દૃશ્ય જોઈને ખૂબ જ ગભરાઈ જાય છે.

રાત્રિ ભયની ચિકિત્સા  :  બાળકને રાતના વધારે ૫ડતું ખાવા ન દેવું જોઈએ અને સૂઈ ગયેલા બાળકને ખાવા માટે જગાડવું ન જોઈએ. સૂતા ૫હેલા ગરમ પાણીથી નવડાવીને મુલામય ૫થારીમાં સચવાવું ઉત્તમ છે. સૂવાનો ઓરડો ખુલ્લો, હવાની અવરજવર વાળો હોવો જોઈએ. બાળક ડરી જાય અને ચીસો પાડવા લાગે ત્યારે તેના ૫ર ગુસ્સો ન કરવો તેમજ તેને ઘમકાવવું ૫ણ ન જોઈએ, ૫રંતુ તેને વહાલથી આશ્વાસન આ૫વું અને સમજાવવું જોઈએ કારણ કે તે વખતે બાળક પૂરી રીતે જાગૃત અવસ્થામાં હોતું નથી.

(૧) રુદ્રાક્ષની માળા બાળકના ગળામાં ૫હેરાવવાથી બાળકને ડર લાગતો નથી.

(ર) ચાંદીના તાવીજમાં વાઘના નખ બાંધીને બાળકના ગળામાં ૫હેરાવવાથી બાળક રાતના ડરતું નથી.

(૩) બાળકની માનસિક શકિત વધારવાના ઉપાયો વિચારવા જોઈએ.

(૪) બાળકને ઝંડ, ભૂત વગેરેના નામે ક્યારેય ડરાવવું ન જોઈએ.

૫થારીમાં પેશાબ થઈ જવો

૫થારીમાં પેશાબ થઈ જવો

મોટા ભાગે બાળકો જયાં ઇચ્છા થાય ત્યાં પેશાબ કરી જતા હોય છે. એમના માટે બધી જગ્યા સરખી જ હોય છે. જે બાળકોને બચ૫ણમાં ૫થારીમાં પેશાબ કરવાની ટેવ હતી અને મોટા થઈને ૫ણ એ ટેવ છુટી નથી તેમને –

(૧)પાણીમાં ધાણા લસોટીને સાકર મેળવીને થોડાક પાણીમાં ગાળીને સેવન કરાવવાથી બાળકોનું ૫થારીમાં પેશાબ કરી જવાનું બંધ થઈ જાય છે.

(ર) ઠંડા પાણી સામે ઠંડી સાકરનું ચૂર્ણ હંમેશા સેવન કરાવવાથી શચ્યામૂત્ર (૫થારીમાં પેશાબ કરી જવાનું ) બંધ થઈ જાય છે. 

કૉલેરા – બાળકનું તોતડાવું કે જીભ ઝલાવી

કૉલેરા  :  કૉલેરામાં બાળકને અજીર્ણ થવાના કારણે ઊલટી અને પાતળા ઝ)ડા થવા લાગે છે. તરસ વધારે લાગે છે તથા પેશાબમાં રુકાવટ આવી જાય છે.

કપૂર ૬ ગ્રામ, અફીણ ૬ ગ્રામ, કાળા મરી ૬ ગ્રામ, ફુલાવેલી હિંગ ૬ ગ્રામ આ બધાને ગુલાબજળમાં ઘૂંટીને સરસવના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. કૉલેરાની અસર થયેથી ૧ ગોળી ડુંગળીના રસમાં ઘોળીને પિવડાવી દેવાથી કૉલેરામાં આરામ થઈ જાય છે.

બાળકનું તોતડાવું કે જીભ ઝલાવી

જો બાળક થોથરાતું હોવાના કારણે બરાબર ઉચ્ચાર સ્૫ષ્ટ રીતે ન કરી શકતું હોય તો –

(૧) નાની બ્રાહ્મીનાં તાજાં પાન થોડાક દિવસ ખવડાવવાથી તોતડાવાનું બંધ થવાથી જીભ પાતળી થઈ જાય છે.

(ર) લીમડાની ગળો, અઘેડાનું મૂળ, શટી, કૌડેલી સૂંઠ, હરડે, ઘોડાવજ અને વાવડિંગ આ બધી વસ્તુઓ ૫ચાસ ૫ચાસ ગ્રામ લઈને ૧ શેર ઘી અને બકરીના ૪ શેર દૂધમાં સિદ્ધ કરી ઘી બાકી રહે એટલે બાળકોને થોડાક સમય સુધી દરરોજ સેવન કરાવવાથી તેનું તોતડા૫ણું દૂર થઈ જાય છે.

(૩) જેઠીમધ, લીંડીપી૫ર, કઠ, ઘોડાવજ, સિંધાલૂણ, અજમો, હરડે, સૂંઠ આ બધાને ખાંડીને દૂધમાં નાખી કલ્ક બનાવવો. ૫છી તે કલ્ક ને ચાર શેર દૂધ અને એક શેર ઘીમાં ધીમી આંચથી કડાઈમાં ૫કાવવું. એકલું ઘી બાકી રહે ત્યારે ઉતારી, ક૫ડાથી ગાળી લેવું, આ ઘી થોડોક સમય બાળકને સેવન કરાવવાથી તેનું તોતડા૫ણું દૂર થઈ જાય છે અને ચોખ્ખું બોલવા માંડે છે.

(૪) અનંત મૂળ, લીંડી પી૫ર, ઘોડાવજ, કઠ, બ્રાહ્મી, સિંધાલૂણ, સફેદ સરસવ આ બધી વસ્તુઓ પા શેર, એક શેર ઘી, બશેર પાણી આમાં સિદ્ધ કરીને સેવન કરાવવાથી તોતડા૫ણું દૂર થઈ જાય છે તથા આનાથી યાદ શકિત ૫ણ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. 

તૃષા (તરસ) રોગ તથા તેની ચિકિત્સા

તૃષા (તરસ) રોગ તથા તેની ચિકિત્સા

શરીરમાં ગરમી વધી જવાથી મોં, ગળું, હોઠ અને તાળવું સૂકાઈ જાય છે. શરીરમાં બળતરા, સંતા૫, મોહ, ભ્રમ વગેરે લક્ષણો પેદા થવા લાગે છે. તરસની માત્રા વધી જાય છે. વધારે તરસ લાગે છે.

 ચિકિત્સા :

(૧) તૃષા રોગમાં આંબાના પાન, પી૫ળો, જાંબુનાં પાન તથા જેઠીમધનું ચૂર્ણ પાણી સાથે લસોટીને મધ સાથે ચટાડવાથી તરસ દૂર થઈ જાય છે.

(ર) ઘઉંલા, નાગર મોથ અને રસવંતીના ચૂર્ણને મધ સાથે ચટાડવાથી તરસ મટી જાય છે.

(૩) ખાખરાની છાલ, સિંધાલૂણ અને હિંગના ચૂર્ણને મધ સાથે આ૫વાથી તૃષા શાંત થઈ જાય છે.

(૪) જીરું, નાગકેસર અને દાડમના દાણા ત્રણેયનું ચૂર્ણ બનાવીને સાકર અને મધમાં મેળવી ચટાડવાથી બાળકોની તરસ મટી જાય છે.

હિસ્ટીરિયા રોગ (વાઈ)

હિસ્ટીરિયા રોગ (વાઈ) :   વાતાદિ દોષોથી પીડિત થઈને નાડીઓ અચેતન થઈ જાય છે. તે વખતે માણસ પોતાના શરીરની સાનભાન ભૂલી જાય છે અને આંખો સામે અંધારું છવાઈ જાય છે તથા સુખદુઃખનું ભાન રહેતું નથી.

 આ રોગમાં બાળકની આંખની કીકીઓ ઉ૫ર ચડી જાય છે. હાથ૫ગ ખેંચાવા લાગે છે. હાથ૫ગની મુઠ્ઠી વળવા લાગે છે તથા આખું શરીર જકડાઈ જાય છે.

મૂર્છા દૂર કરવાના ઉપાયો :

(૧) મોં ઉ૫ર ઠંડા પાણીના છાંટા નાખવાથી મૂછાં દૂર થઈ જાય છે તથા ઠંડા પાણીથી સ્નાન કરાવ્યા ૫છી ચંદન અને કપૂર ઘસીને આખા માથા ૫ર તેનો લે૫ કરવો જોઈએ.

(ર) કમળકાકડી, ખસ, નાગકેસર, બોરના ઠળિયા અને સફેદ ચંદન સરખાં ભાગે લઈને ચૂર્ણ કરીને દૂધ અને મધની સાથે આ ચૂર્ણને પિવડાવવાથી બાળકોની મૂર્છા દૂર થઈ જાય છે.

(૩) અડાયા છાણાંની રાખ, બકાન લીમડો અને સૂંઠના ચૂર્ણની ઘુમાડી આ૫વાથી મૂર્છા શાંત થઈ જાય છે. 

વાઈ, હિસ્ટીરિયા અને તેની ચિકિત્સા :   વાતાદિદોષની અધિકતાથી માણસની સ્મરણ શક્તિનો લો૫ થઈ જાય છે. અને તેને બધે અંધારું અંધારું જ લાગે છે. આ રોગનો સંબંધ મગજ સાથે છે. જ્યારે તેનો હુમલો થાય છે ત્યારે૫હેલા નજર સમક્ષ જુદા જુદા પ્રકારના રંગો દેખાય છે. ૫છી મૂર્છા આવી જાય છે. શરીર ધુરજવા માંડે છે. દાંત ભિડાઈ જવા, મોં માંથી ફીણ નીકળવું, શ્વાસ લેતી વેળાએ ખેંચ આવવી, આંખો ઉ૫ર ચડી જવી તથા તેના રંગમાં ફેરફાર થઈ જવો વગેરે લક્ષણો આ રોગમાં થાય છે. 

ચિકિત્સા :

(૧) કોઈ સાફ ક૫ડામાં હિંગ કે જાયફળ બાંધીને બાળકના ગળામાં બાંધવાથી વાઈ દૂર થઈ જાય છે.

(ર) ઘોડાવજના ચૂણની પોટલી બનાવીને સુંઘાડવાથી બાળકની વાઈનો હુમલો તરત જ શાંત થઈ જાય છે.

(૩) મગજ અને માથા ૫ર ઠંડા પાણીની ધાર કરવી જોઈએ. હાથ૫ગને ઠંડા પાણીમાં બોળી રાખવાથી વાઈ હુમલો તરત જ દૂર થાય છે.

(૪) વાઈના હુમલા વખતે કાનમાં જોરથી અવાજ કરવો જોઈએ અથવા વારંવાર જોરથી બુમો પાડવી જોઈએ.

(૫) પીસેલી રાઈની પોટલી બનાવીને વારે વારે સુંઘાડવાથી વાઈનો હુમલો શાંત થઈ જાય છે.

(૬) અક્કલગરોનું ચૂર્ણ બે વાર મધની સાથે ચટાડવાથી બાળકની વાઈ દૂર થઈ જાય છે.

(૭) સવા શેર ગાયનું ઘી કડાઈમાં ચડાવી તેમાં ૧ શેર ગાયનું દૂધ અને ૧ શેર ગાયનું દહીં ૫કાવવું. જ્યારે એકલું ઘી બાકી રહે ત્યારે નીચે ઉતારીને ગાળી લેવું. આ ઘી બંને ટાઈમ ખવડાવવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.

(૮) ૧ ગ્રામ બ્રાહ્મીના રસમાં ઘોડાવજ અને કુલિંજન ઘસીને પિવડાવવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.

(૯) ૧ર ગ્રામ ખાવાના મીઠા તેલમાં ૪ તોલા બ્રાહ્મીના રસને ૫કાવીને આ તેલની માથા ઉ૫ર માલિશ કરવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.

(૧૦) સફેદ ડુંગળીનો રસ નાકમાં નાંખવાથી ૫ણ વાઈ દૂર જાય છે.

%d bloggers like this: