પ્રજ્ઞાયુગમાં પરિવાર, બોધવચન -૧૦

પ્રજ્ઞાયુગમાં પરિવાર, બોધવચન -૧૦

બોધઃ નિકટ ભવિષ્યમાં ભીષણ ક્રાન્તિઓથી યુગનું નવનિર્માણ થવાનું છે.  જેને લોકો પ્રજ્ઞાયુગ તરીકે ઓળખશે.  પ્રજ્ઞાયુગમાં સમાજનું અભિનવ નિર્માણ પારિવારિકતાના આધારે જ થશે.  વસુધૈવ કુટુમ્બકમ્ની નીતિ અપનાવવામાં આવશે.  બધા પોતાને વિશ્વ પરિવારના અંગ માનશે.  વિરાટ બ્રહ્મની ઝાંખી સુસંસ્કૃત સમાજમાં દેખાવા માંડશે.  આ માટે દરેકે વિશાળ પરિવારનું સંચાલન કરવાનો તથા એના સન્માનિત સભ્ય બનવાનો અભ્યાસ કરવો જોઈએ.  તેના વગર વિશ્વમાં બધાને સુખ આપી શકે તેવી સમૃધ્ધિ શકય નથી.  આ યુગસંધિકાળ છે.  એક યુગ પુરો થઈને બીજો શરૂ થશે.  એમાં માનવીય ઉત્કર્ષનાં નવાં કીર્તમાનો રથપાશે. 

પ્રજ્ઞાયુગમાં પૃથ્વી ઉપર જીવિત લોકો એક કુટુંબના જેવો ભાવ રાખશે.  એટલું જ નહીં,  પણ સમાજમાં વિરાટ બ્રહ્મની ઝાંખી સ્પષ્ટ થશે.  એ માટે લાંબા સમયનો સાધનાત્મક અભ્યાસ કરવો પડે.  ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે જ્યારે જ્યારે કોઈ મોટું પરિવર્તન થયું છે,  ત્યારે શ્રેષ્ઠ મનુષ્યો પહેલેથી જ એનો અભ્યાસ કરીને અગ્રણી રહ્યા છે.  

મસ્યાવતારની પહેલાં મનુ મહારાજે પોતાની સંવેદના એ સ્તરની બનાવી લીધી હતી.  તેથી જ તેમને સૃષ્ટિનું બીજ સંભાળવાની જવાબદારી સોંપી શકાઈ. 

રામાવતારની પહેલાં જ ઋષિઓ તથા દેવોના અવતારરૂપ વાનરો પોતાનો સાધનાક્રમ તથા અભ્યાસ એ વખતની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માંડ્યા હતા.  મહાભારત – વિશાળ ભારત બનાવવા માટે પાંડવોને પરસ્પર સહયોગ તથા તપ – તિતિક્ષામય જીવનનો અભ્યાસ લાંબા સમય સુધી કરાવવામાં આવ્યો હતો.  યદુવંશીઓએ પારિવારિક શાલીનતાને અનુરૂપ સ્વભાવ બનાવી શક્યા નહીં,  તેથી જ તેમને નષ્ટ થવું પડ્યું. 

પારિવારિક સૂત્રોના માધ્યમથી સતયુગી સમાજ બનાવવાનું જે તત્ત્વદર્શન આ પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે,  તે બધાએ અપનાવવા યોગ્ય છે.  પારિવારિકતા તથા તેની સાથે જોડાયેલા ગુણોને અપનાવ્યા વગર આત્માનો વિકાસ થવો શક્ય નથી કે વિશ્વનું કલ્યાણ થવું પણ શક્ય નથી. 

હળીમળીને ખાઓ :

એક કીડીને ક્યાંકથી ગોળની એક કાંકરી મળી.  તે માટે અલગ દર બનાવી ત્યાં સંતાડી દીધી.  સમય મળે એકલી ખાઇ આવતી.  રાણી કીડીને આ વાતની ખબર પડી તો તેણીને જૂથમાંથી કાઢી મૂકવાની સજા કરી.  તે કરગરી પડી અને માફી માગવા લાગી.  રાણીએ કહ્યું કે આપણા કબીલામાં બધાએ તનતોડ મહેનત કરવી અને સાથે મળીને પેટ ભરીને ખાવું તે સિદ્ધાંત છે.  મધપૂડાની મધમાખીઓ જેમ બધાએ સાથે રહેવું અને સાથે જમવું સાથે કામ કરવું તે શીખવાનું છે.  જેથી આપણી જેમ શીખીને મનુષ્યો પણ પ્રજ્ઞા પરિવાર બનાવી સાથે રહેશે,  કામ કરશે,  ખાશે – પીશે અને આનંદથી જીવન વીતાવશે. 

એકતામાં સુરક્ષાઃ

હાથ,  પગ,  નાક,  મુખ,  આંખ બધા પોતપોતાના મહત્વ માટે ઝઘડવા લાગ્યા.  આથી મનુષ્યને ક્રોધ આવ્યો અને તેણે ખાવાનું બંધ કરી દીધું.  હવે બધા અંગોનું એક જ ધ્યાન હતું કે ક્યાંકથી ખાવાનું મળે તો જીવતા રહીએ.  મનુષ્ય બોલ્યો -”  હવે સમજી ગયા કે તમારા બધાનું અસ્તિત્વ અને મહત્વ હળીમળીને રહેવામાં જ છે. “

ધર્મનો સાચો અર્થ :

એક શિષ્યને પોતાને ધર્મનિષ્ઠ હોવાનું અભિમાન થઇ ગયું.  ગુરૂજી તે સમજી ગયા.  ધર્મનો સાચો અર્થ સમજાવવા માટે તેઓ આ શિષ્ય સાથે એક દિવસ એક કૃષકને ત્યાં રોકાયા.  કૃષક એક કેરી લાવ્યો હતો તે તેણે તેની પત્નીને આપી.  ધર્મપત્નીએ તે ખાધી નહીં પણ નાના બેટાને આપી.  બાળકે તે કેરી ગુરૂચરણોમાં સમર્પિત કરી.  ગુરૂએ શિષ્યને કહ્યું, ”  બેટા,  આ છે સાચો ધર્મ,  જે દેવ પરિવારનું નિર્માણ કરી શકે છે.  ’

ઉજ્જડ થઈ જાઓ :

સંત નાનક એક ગામમાં રોકાયા.  ત્યાંના નિવાસીઓએ સારો આદર સ્તકાર કર્યો.  નીકળતી વખતે નાનકજીએ આશીર્વાદ આપ્યા કે,  ઉજ્જડ થઇ જાઓ.  ’ તેઓ બીજા ગામમાં ગયા તો ત્યાંના લોકોએ તિરસ્કાર કર્યો,  અપશબ્દો કહ્યા તથા ઝઘડવા લાગ્યો.  ત્યાંથી જતી વખતે નાનકજીએ આશીર્વાદ આપ્યા કે,  આબાદ રહો.  ’ એક શિષ્ય આવા વિરોધાભાસનું કારણ પૂછયું તો નાનકજીએ કહ્યું કે,  સર્જન લોકો ઉજડશે તો છૂટા છવાયા વસવાટ કરીને જયાં જશે ત્યાં સજ્જનતાનો ફેલાવો કરશે.  પરંતુ દુર્જન સર્વત્ર અશાન્તિ ન ફેલાવે એટલા માટે જ્યાં છે ત્યાં પડ્યા રહે એ વિશ્વહિતમાં છે. “

સ્વચ્છતા અને સજાવટનું ધ્યાન રાખો, બોઘવચન -૯

સ્વચ્છતા અને સજાવટનું ધ્યાન રાખો, બોઘવચન -૯

બોધ : સ્વચ્છતા અને સુવ્યવસ્થા તરફઘરના દરેક સભ્યનું ધ્યાન રહેવું જોઈએ.  ગંદકી અને અસ્તવ્યસ્તતાનો વિકાસ ન થવો જોઈએ.  અવ્યવસ્થામાં જ ગંદકી અને કુરૂપતા રહેલી છે.  એને જ કુસંસ્કારિતા કહેવામાં આવે છે.  શરીરને સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ,  તેવી જ રીતે વસ્ત્રો,  વાસણો,  મકાન વગેરે બધી વસ્તુઓની સફાઈ પાછળ ધ્યાન આપવું જોઈએ,  જેથી રોગો થાય નહીંઅને મન પ્રફુલ્લિત રહે. 

ફાઈ એક લલિતકલા :

મહાત્મા ગાંધી હરિજનના કામને શાનદાર કામ કહેતા હતા.  સ્વચ્છતાનો એની સાથે સીધો સંબંધ છે.  સ્વચ્છ વસ્તુમાં જ કલાત્મક્તા જોવા મળે છે.  તેઓ કહેતા હતા કે કિંમતી મકાન,  કિંમતી કપડાં અને સુંદર પુરૂષ જો ગંદો હોય તો બધાયને તેનાથી અરૂચિ થાય છે.  આનાથી વિપરિત કાચું મકાન,  સાદાં કપડાં અને સામાન્ય વ્યક્તિ પણ જો સાફસૂથરો હોય તો આકર્ષક લાગે છે.  એનામાં કલાત્મક્તા લાગે છે.

પહેલાં સફાઈ શીખોઃ

એક અસ્તવ્યસ્ત યુવક સોક્રેટીસ પાસે ગયો અને બોલ્યો, ”  મને આધ્યાત્મનું શિક્ષણ આપો. ”  તેમણે કહ્યું કે, ”  પહેલો પાઠ છે – સફાઈ શીખો.  નાહી – ધોઈને વ્યવસ્થિત થઇને આવ.  વાળ કાં તો કપાવી નાખ અથવા જો રાખવા જ હોય તો સાફ કરીને તથા તેલ નાખીને ઓળીને આવ.  સુસંસ્કારિતાને જ આધ્યાત્મ કહે છે.  પહેલાં અસ્વચ્છતાના પ્રત્યક્ષ કુસંસ્કાર દૂર કરે.  ત્યારપછી જ બીજા કુસંસ્કારો દૂર કરવાની વાત વિચારી શકાશે. ” સ્વચ્છતા એ પરમાત્માનું સાનિધ્ય છે તથા નિર્મળતા આત્માનો પ્રકાશ છે.  આંતરિક સ્વચ્છતાનો આધાર પણ શારીરિક અને બાહ્ય સ્વચ્છતા જ છે. 

મહાત્મા બનવાનું સૂત્ર :

ગાંધીજીના આશ્રમમાં સફાઇ અને વ્યવસ્થાનાં કાર્યો દરેકને ફરજિયાત કરવાં પડતાં હતાં.  સમાજ પ્રત્યે સમર્પણની ભાવનાવાળો એક બાળક ત્યાં આવ્યો અને રહ્યો.  સ્વચ્છતા તથા વ્યવસ્થાનું કામ તેને પણ સોંપવામાં 30 આવ્યું.  નિષ્ઠાપૂર્વક તે પોતાનું કામ કરતો.  જે બતાવવામાં આવ્યું તેને પોતાના જીવનનું અંગ બનાવી દીધું. 

જ્યારે આશ્રમમાં રહેવાનો સમય પુરો થયો ત્યારે તે ગાંધીજીને મળ્યો અને કહ્યું કે, ”  બાપુ ! હું તો મહાત્મા બનવાનો ગુણ શીખવા આવ્યો હતો,  પણ અહીં તો સફાઈ અને વ્યવસ્થાનાં સામાન્ય કાર્યો જ શીખવા મળ્યાં.  મહાત્મા બનવાનાં સૂત્રો ન તો શીખવવામાં આવ્યાં કે ન તો એમનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ” 

ગાંધીજીએ એના માથે હાથ ફેરવીને કહ્યું કે, ”  બેટા ! તને અહીં જે સંસ્કાર મળ્યા છે તે બધા મહાત્મા બનવાનાં જ સોપાનો છે,  જે તન્મયતાથી સફાઈ તથા નાની – નાની બાબતોમાં વ્યવસ્થા બુધ્ધિનો વિકાસ કરાવવામાં આવ્યો એ જ મનુષ્યને મહામાનવ બનાવે છે. ” 

ગાંધીજીએ આ રીતે નાના – નાના સગુણોનું મહાત્મય સમજાવીને અનેક લોકસેવકોના જીવનનું ઘડતર કર્યુ,  એમનો સાચા નિરભિમાની સેવકોના રૂપમાં વિકાસ કર્યો. 

વૈજ્ઞાનિકની પરીક્ષા :

એડીસન મહાન વૈજ્ઞાનિક હતા.  ગરીબ માતાના દીકરા હતા.  પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કરતા હતા.  માતાએ વિચાર્યુ કે આને કોઈ વૈજ્ઞાનિક પાસે મૂકી દઉં.  કારણ કે વિજ્ઞાન ભણાવવાની માતામાં શક્તિ નહોતી. 

એક વૈજ્ઞાનિકની પાસે તે એડીસનને લઇ ગઇ અને બધી વાત કરી.  વૈજ્ઞાનિકે એડિસનને એક ઝાડુ આપીને પ્રયોગશાળાની સફાઈ કરવાનું કહ્યું.  એડિસને ખૂબ ચીવટથી સફાઇ કરી.  કોઈ ખૂણામાં સહેજ પણ કચરો રહેવા દીધો નહીં અને સફાઈ પછી દરેક ચીજ યથાસ્થાને ગોઠવી દીધી. 

વૈજ્ઞાનિકે આ જોઇને કહ્યું, ”  આ બાળકમાં વૈજ્ઞાનિક બનવાના ગુણ છે.  આપ એને મારી પાસે મૂકો.  આ છોકરો જરૂર વૈજ્ઞાનિક બનશે. ”  સફાઈ અને વ્યવસ્થાથી મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની ક્ષમતા વધે છે અને એનાથી જ તેના સ્તરની પણ ખબર પડે છે.  દરેક માતાઓએ પોતાના બાળકોમાં આવા ગુણ વિકસાવવા જોઈએ.

સાદા જીવન ઉચ્ચ વિચાર લાવે સુખ અપાર, બોધવચન – ૮

સાદા જીવન ઉચ્ચ વિચાર લાવે સુખ અપાર

બોધ : દરેક કાર્યમાં ઓછો ખર્ચ કરવો જોઈએ.  દરેક સભ્યને પૈસાનું મહત્વ સમજાવવું જોઈએ.  વિલાસ અને અહંકારના પ્રદર્શનમાં ધન બરબાદ ન કરવું જોઈએ.  લક્ષ્મીને માતા માની તેનો સદુપયોગ કરવો જોઈએ.  શૃંગાર અને ઘરેણાં પાછળ સહેજે ય ખર્ચ ન કરવો જોઈએ.  સાદાઈમાં જ સજજનતા અને સુસંસ્કારિતા રહેલી છે.  ધનનો જેટલો સદુપયોગ થશે તેટલો જ લાભ મળશે. 

પોતાના પગ સંકોચી લોઃ

અકબરે દરબારીઓની બુદ્ધિની કસોટી કરવા એક ટૂંકી ચાદર મંગાવી.  બધાંને એવો પ્રશ્ન પૂછયો કે ચાદરને લાંબી કર્યા વગર શરીર પૂરેપૂરું કેવી રીતે ઢાંકી શકાય ?

બીજું કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શક્યું નહીં,  ત્યારે બીરબલે કહ્યું,  હજૂર,  પોતાના પગ સંકોચી લઇએ તો આરામથી શરીર ઢાંકીને સૂઈ શકાય.  ’

બધાંને આ બુધ્ધિયુક્ત વાત ગમી ગઇ.  સાધનો વધાર્યા વગર જરૂરિયાતો ઘટાડીને પણ ગુજરાન ચલાવી શકાય છે.  તેથી તો સંતો વિચારો ઉચ્ચ રાખવા અને સાદું જીવન જીવવાનો ઉપદેશ આપે છે.  વિલાસ વિકાર ઉત્પન્ન કરે છે,  સજ્જનોએ સદા તેનાથી દૂર રહેવું જોઈએ. 

ઉદ્યોગપતિ શ્રીરામનો વિવેક :

દિલ્હીના પ્રખ્યાત ઉદ્યોગપતિ લાલા શ્રીરામનું જીવન મહિને રૂા. ૨૫ / – ની નોકરીથી શરૂ થયું.  કમાવાની ધગશ અને પ્રમાણિકતાને લીધે તેમની ઉન્નતિ થતી ગઇ અને તેઓ કેટલીય મિલોના માલિક બની ગયા.  કરોડપતિ હોવા છતાં તેમણે પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખી અને કમાયેલું ધન સાર્વજનિક સંસ્થાઓ ચલાવવા પાછળ વાપર્યું.  તેઓ સાદા જીવન ઉચ્ચવિચારના પ્રખર હિમાયતી હતા.

દ્વિવેદીજીની મિતવ્યયતા :

સરસ્વતીના સંપાદક પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીને માસિક ૨૫ / – રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી.  પગાર વધતાં છેલ્લે તેમને ૧૫0 / – રૂપિયા મળતા હતા.  તેઓ એટલી બધી કરકસર કરતા કે વધેલા પૈસાથી જરૂરિયાતવાળા અનેક લોકોને તેઓ મદદ કરતા.  તેમનું અંગત ખર્ચ ખૂબ ઓછું હતું.  એકપણ પૈસો નકામાં કાર્યોમાં વાપરતા નહોતા.  વિચારો પણ એટલા ઉંચા હતા કે હિન્દી સાહિત્યના પ્રખર કવિ ગણાતા હતા. 

ભગતસિંહની વિવેકશીલતા :

આપણા દેશના મહાન સ્વાતંત્ર્યવીર અને શહીદ ભગતસિંહને ૧00 / -ના પગારવાળી નોકરી હતી. 

પરંતુ મહિને તેઓ માત્રા ૨૫ / – રૂપિયા જ સ્વીકારતા હતા અને કહેતા, ”  મારે પૈસા ભેગા કરવા નથી કે ઉડાડવા પણ નથી.  હું માનું છું કે દરેકે સરેરાશ ભારતીય કક્ષાનું જીવન જ જીવવું જોઈએ. ” 

નોબેલની કમાણી અનેકગણી થઇ :

આફ્રેડ નોબેલે ડાઈનેમાઈટ જેવી કેટલીય શોધખોળો કરીને પુષ્કળ ધન મેળવ્યું.  બચપણની ગરીબી ઝાઝું ટકી નહીં.  પોતાની મિલકતમાંથી તેના ભત્રીજાઓને પાંચ – પાંચ હજાર પાઉન્ડ આપીને બાકી વધેલા ૮૫ લાખ ડોલરનું એક ટ્રસ્ટ બનાવી દીધું.  એ રકમ વધીને અત્યારે અનેકગણી થઈ ગઇ છે અને એના વ્યાજમાંથી દર વર્ષે છ વિષયોમાં માનવતાની સેવા કરનારા વિદ્વાનોને લગભગ એક એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. 

આ છ વિષયો છે – વૈદકશાસ્ત્ર,  ભૌતિકશાસ્ત્ર,  રસાયણશાસ્ત્ર,  સાહિત્ય,  અર્થશાસ્ત્ર અને વિશ્વશાન્તિ.  નોબેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ડાઈનેમાઈટ તો હાનિકારક વસ્તુ છે,  છતાં તેના દ્વારા તમે શું કામ કમાયા ? એમણે જવાબ આપ્યો કે કોઈપણ વસ્તુનો સદુપયોગ કરવાથી જ તે લાભદાયક બને છે અને તેનો દુરૂપયોગ કરવાથી હાનિ થાય છે.  ડાઈનેમાઈટથી ડુંગરાઓની તથા ખાણોની મોટી શિલાઓ તોડવા જેવાં કાર્યો લાભદાયક ગણાશે. 

મોટાઈના ખેલ ખોટા મોટા

દેખાવા લોકો કેટલાને કેવા કરે છે પ્રપંચ ?  લાફો મારીને પણ ગાલ લાલ દેખાડવાનો પ્રસંગ, 

મોટા જોડે નાનો જાય,  મરે નહીં તો જરૂર માંદો થાય,  અનુભવીનું વાક્ય ભૂલી,  ખોટો વટ પાડીને મરવા જાય. 

પણ તેથી સમાજમાં મોટાઈના ચેપ ખૂબ ખોટા લાગે, એક દિવસમાં લગ્ન પૂર્ણ થતું,  હવે ત્રણ દિવસ લાગે, 

મોટા દેખાડવા ગરબા ઘુસાડ્યા,  પાર્ટીઓ સાથે નાચે,  લગ્ન એ રીસેપ્શન ના કહેવાય ? રીપીટ ખોટું કરે. 

વરઘોડામાં વટ પાડવા,  પોતા ભેગા ભાડુતિયા લાવે, પસાર થવાના રસ્તે ઠેર ઠેર દારુની ડોલોમાંથી પીવે, 

દારૂખાનાં ધડાધડ ફૂટે,  હિન્દુ સમાજને કોણ બચાવે ? બારમાંને જીવતિયાં પાછાં આવ્યાં,  એકને જોઈ બીજા કરે. 

પાંચ જણાથી સીમંત ભરાતું,  હવે પાંચ હજારને વટાવે, ઘરબાર ખેતર વેચીને પણ,  મોટાઈનો ખેલ દેખાડે, 

રીતરિવાજોમાં ખોટા ખર્ચા કરનારા,  ખોટાં પાપ કરે, અન્ય ધર્મ ખોટા હશે ? આવું ગાંડપણ કેમ ન કરે ?

છપ્પનભોગે દાટ વાળ્યો છે,  ભલે હોય સારું તત્ત્વજ્ઞાન,  ખાવા મળે,  ચોરવા મળે,  વાહવાહ મળે,  બાકી નથી હનુમાન, 

પોતાનાં કરોડો સંતાનો ભૂખ્યાં હોય તો,  કેમ ખાય ભગવાન ? કરમાબાઈનો ખીચડો ખાવા દોડતો,  ભલે ન કર્યું સ્નાન. 

મોટા દેખાવા માણસોએ છોડ્યા નથી ભલા ભગવાન, ધર્મ,  સંસ્કૃતિને રાષ્ટ્ર બચાવો,  છોડો ખોટા ખોટા ખ્યાલ, 

સમાજના ખોટા ખર્ચાઓથી વધી રહ્યો છે,  ભ્રષ્ટાચાર,  સાદા જીવન ઉચ્ચ વિચારથી,  બનશે આપણો દેશ મહાન. 

(”  સતયુગની વાણી”  માંથી )

નાનું કુટુંબ સુખી કુટુંબ, બોધવચન -૭

નાનું કુટુંબ સુખી કુટુંબ, બોધવચન -૭

બોધ : કુટુંબ નાનું હોવું જોઈએ.  બાળકોની સંખ્યા ઓછી હોવી જોઈએ.  વધારે પડતાં પ્રજનનથી અનેક હાનિઓ થાય છે.  માતાનું આયુષ્ય અને આરોગ્ય ઘટે છે.  નવા સભ્યો વધવાથી પરિવારની સગવડોમાં કાપ આવે છે.  પરિવારના સંચાલકને કુટુંબનું પાલનપોષણ કરવા માટે વાંચીની ઘાણીના બળદની જેમ વૈતરૂ કરવું પડે છે. 

બાળકોની સંખ્યા વધવાથી થતાં ત્રણ મુખ્ય નુકશાન ( ૧ ) જનનીનું સ્વારથ્ય બગડે છે ( ૨ ) પરિવારના સભ્યોની સગવડોમાં કાપ ( ૩ ) સંચાલક પર ખોટો બોજ અને અનીતિ કરવાની મજબૂરી. 

ઘુવંશની પરંપરા :

ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ વ્યક્તિઓએ ઓછાં સંતાનોનો ક્રમ જ અપનાવ્યો છે.  રઘુવંશમાં એક એકથી ચડિયાતા રાજાઓ થઇ ગયા,  પણ એમણે સંતાનો તો મર્યાદિત જ રાખ્યાં હતાં.  દીલીપ રાજાના પુત્ર રઘુ,  રઘુના અજ,  અજના દશરથ એ બધાંએ સંતાનો મર્યાદિત રાખ્યાં છે.  દશરથજીથી પણ કૌશલ્યા અને કૈકેયીને એક એક તથા સુમિત્રાને બે પુત્રો થયા.  શ્રીરામને પણ બે પુત્રો જ હતા.  માત્ર રામે જ નહીં,  પણ તેમના ભાઈઓએ પણ આ મર્યાદા પાળી છે. 

ટતાં સાધન વધતી વસ્તી :

ગૃહસંચાલકની વિડંબના :

આજે વસ્તી વધારો એ કુટુંબથી માંડીને વિશ્વસ્તર સુધી ચિંતાનો વિષય બની ગયો છે.  એક સર્વેક્ષણ મુજબ ૮૦ ટકા કુટુંબો એવાં છે કે જેમની પાસે સાધનો ઓછાં છે અને જવાબદારી વધારે છે.  જ્યારે કુટુંબમાં નવું બાળક જન્મે છે,  ત્યારે પરિવારમાં લગભગ દોઢ વ્યક્તિ જેટલો ભાર વધે છે.  પ્રજનન વખતે જેટલી વ્યક્તિઓનો સમય ખર્ચાય છે,  લાલનપાલનમાં જેટલા સમય અને શક્તિનો વ્યય થાય છે,  તેની સરેરાશ બાળક ઉંમરલાયક થાય ત્યાં સુધી દોઢ વ્યક્તિ જેટલી થઇ જાય છે.  જેના લીધે કુટુંબનાં બાળકોની પ્રગતિ અવરોધાય છે. 

એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ૮૩ ટકા લોકો હીનતાની ભાવનાથી પીડાય છે,  કારણ કે મોટા કુટુંબનું ઈમાનદારીથી સારી રીતે થઇ શકતું નથી.  આથી એમને ખોટા રસ્તા અપનાવવા પડે છે.  તેથી સમાજમાં અનીતિ કરનારાઓમાં તેમની ગણતરી થાય છે.  નૈતિક ફરજ અદા કરે તો કુટુંબના નિર્વાહનો પ્રશ્ન ઉભો થાય છે.  આમ આત્મ ગુનેગારીથી તે પીડાય છે.  આ ગુંચવાડાને લીધે ૮૩ ટકા લોકો હીનતાની ગ્રંથિથી પીડાય છે. 

સત્પુરૂષોના પરિવાર :

જુદાં જુદાં ક્ષેત્રોમાં મહત્ત્વનાં કાર્યો કરનારા મૂર્ધન્ય લોકોનું રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અધ્યયન કરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે મોટાભાગના બધા લોકો પારિવારિક જવાબદારીઓથી મૂક્ત રહ્યા છે અથવા કુટુંબ નાનું રાખ્યું છે. 

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતાઓ કે જેઓ ગૃહસ્થ હતા,  તેમણે કાં તો સંતાનો પેદા કર્યા જ નહીં અથવા તો તેમણી સંખ્યા મર્યાદિત રાખી.  પંડિત મદનમોહન માલવીયાજી,  લોકમાન્ય તિલક,  મોતીલાલ નહેરૂ,  જવાહરલાલ નહેરૂ,  ચક્રવર્તી રાજગોપાલાચાર્ય,  જયપ્રકાશ નારાયણ,  આચાર્ય કૃપલાણી,  સરદાર પટેલ જેવા અનેકની લાંબી યાદી બનાવી શકાય.  એમણે કુટુંબ મર્યાદિત રાખીને જરૂરિયાતો ઉપર નિયંત્રણ મૂકી આત્મસંતોષ તથા લોકકલ્યાણની દૃષ્ટિએ કંઈક કરવામાં સફળતા મેળવી હતી.  પ્રાચીન ઉદાહરણઃ દુષ્યતને ભરત એકનો એક જ પુત્ર હતો.  જેથી તેનો વિકાસ સારી રીતે કરી શકાયો.  તેના પ્રભાવથી આપણા દેશનું નામ ભારત પડ્યું.  મહર્ષિ લોમેશે પોતાના પુત્ર શૃંગીને એટલો તેજસ્વી બનાવ્યો હતો કે દશરથ રાજાના પુત્રેષ્ટિયજ્ઞ માટે વશિષ્ઠ ઋષિ તેમને સન્માન સાથે બોલાવી લાવ્યા. 

વ્યાસજીના એકમાત્ર પુત્ર શુકદેવજીને જ્ઞાન અને સંસ્કારની દૃષ્ટિએ તેમના પિતા કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવતા હતા.  ઋષિ જરકારૂએ પોતાના એકના એક સંતાન આસ્તિક મુનિને એવા પ્રખર બનાવ્યા હતા કે જન્મેજયના નાગયજ્ઞને તેઓ જ રોકી શક્યા હતા. 

સંતાન સંખ્યા મર્યાદિત રાખીને ઉત્કૃષ્ટતા પેદા કર્યાના બીજા પણ ઘણા દાખલા છે.  આપણે પણ આ મર્યાદા પાળીને સંખ્યા નહીં પણ ગુણવાન તથા સંસ્કારી બનાવવા તરફ ધ્યાન આપવું જોઇએ.  તેમાં આપણું તથા સમાજનું હિત છે.

શિષ્ટાચાર અને સન્માન , બોધવચન -૬ 

શિષ્ટાચાર અને સન્માન

બોધ : પરિવારના દરેક સભ્ય એકબીજા સાથે શિષ્ટાચાર અને સન્માનથી વર્તે,  મધુરવાણી વાપરે,  કટુ વચન અને અપમાનસૂચક વાર્તાલાપ કોઈ ના કરે,  એકબીજાનું અભિવાદન કરે.  અપશબ્દો કહેવા,  ગુસ્સામાં આવી મારપીટ કરવી તે સભ્ય માણસોને શોભતું નથી. 

શિષ્ટાચાર ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય નિધિ :

ભારતીય સમાજમાં શિષ્ટાચારમાં મોટા પ્રત્યે શ્રધ્ધા અને સન્માનની ભાવના,  નાના પ્રત્યે સ્નેહની ભાવના તથા વ્યવહારમાં વિનય અને મધુરતાના સમાવેશને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.  અથર્વવેદ સૂત્ર ૩/૩૦/૨ માં ઋષિનો આદેશ છે કે, ”  પુત્ર પિતાનાં શ્રેષ્ઠ કર્મો અને સંકલ્પોનું અનુસરણ કરે તથા માતા જેવા કોમળ મનવાળો બને.  પતિ પત્ની માટે અને પત્ની પતિ માટે મધુર અને શાન્તિદાયક વાણીનો વ્યવહાર કરે. ” 

જે આવું વર્તન નથી કરતા તેમને નીચ પ્રકૃતિના ઉધ્ધત વ્યક્તિઓ માનવામાં આવે છે.  વાલ્મિકી રામાયણમાં બતાવ્યું છે કે, ”  જેઓ માતા – પિતા,  બ્રાહ્મણ અને ગુરૂદેવનું સન્માન નથી કરતા તે યમરાજના વશમાં આવી પાપનું ફળ ભોગવે છે. ” 

ગૃહસ્થ પોતાના ઘેર કોઈ મહેમાન પધારે ત્યારે મન,  વચન,  મુખ અને આંખોને પ્રસન્ન રાખવાં,  પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવો તથા સગવડ પ્રમાણે સેવા કરવી અને જાય ત્યારે થોડે સુધી મુકવા જવું.  આ સબંધે કવિ દુલા ભાયા કાગે સરસ કવિતા લખી છે,  જેની પહેલી તથા છેલ્લી પંક્તિ આ મુજબ છે – ‘ એ જી ! તારે મંદિરીયે કોઇ પધારે તો મીઠો આવકાર દેજે,  એ જી ! જાય ત્યારે ઝાંપા સુધી વળાવવા જાજે.  ‘

અયોધ્યાનું સમતોલન સચવાયુંઃ

કૈકેયી મંથરાની વાતથી લોભાઇ ગઇ.  ભરતને રાજય અને રામને વનવાસ એવું માગી બેઠી.  રામના વનવાસથી પુત્રવિરહમાં દશરથ મૃત્યુ પામ્યા.  ભરતજીને વૈરાગ્ય આવી ગયો.  કૌશલ્યા માતા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો.  પરંતુ આવી સ્થિતિમાં પણ કોઇએ કોઇના સન્માનને આંચ ન આવવા દીધી. 

એકબીજાની સન્માનની ભાવનાને લીધે વિકટ પરિસ્થિતિમાં પણ અયોધ્યાનું સમતોલન જળવાઇ રહ્યું.  ભૂલ ખાલી ભૂલ જ રહી ગઈ.  તેનાથી એકબીજા પ્રત્યેના પ્રેમમાં કોઇ ફેર ન પડ્યો.  રામની ગેરહાજરીમાં અને રામ આવ્યા ત્યારે પણ કૌટુંબિક સદ્ભાવ સ્વર્ગીય સુખ આપતો રહ્યો.

શીલ તૂટ્યું – મહાભારતનું યુદ્ધ થયું :

મહાભારતનું યુધ્ધ એકબીજાને સન્માન નહીં આપી શકવાની ભીષણ પ્રતિક્રિયાના સ્વરૂપે જ ઉદ્ભવ્યું હતું.  દુર્યોધન રાજ્યસત્તાના અભિમાનના લીધે પાંડવોને સન્માન ન આપી શક્યો.  ભીમ સહજ પ્રતિક્રિયા સ્વરૂપે પોતાના બળનો ઉપયોગ કરીને તેનો તિરસ્કાર અને અપમાન કરતો. 

દ્રૌપદી સહજ મજાકમાં એ ભૂલી ગઈ કે દુર્યોધનને ‘ આંધળાનાં આંધળાં હોય ‘ એવું કહેવાથી અપમાન લાગશે.  દુર્યોધન આથી ઉત્પન્ન દ્વેષને કારણે નારીના શીલનું મહત્ત્વ ભૂલી ગયો તથા દ્રૌપદીનું ભરસભામાં અપમાન કર્યું. 

આમ એક પછી એક કારણ જોડાતાં ગયાં અને શિષ્ટાચારની નાની નાની ભૂલોની ચિનગારીઓ ભીષણ જવાળા બની ગઇ અને મહાભારત થયું. 

આવેશ કાબૂમાં ન રહ્યો :

ક્યારેક આવેશમાં ભરેલું પગલું એવું હાનિકારક સાબિત થાય છે કે જેની પૂર્તિ થઇ શકતી નથી.  આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં સિસિલીમાં જન્મેલા આર્કિમીડીઝ તે વખતના અજોડ વૈજ્ઞાનિક હતા.  તેમનાં પ્રતિપાદનો તથા શોધખોળોથી એ વખતનો શિક્ષિત વર્ગ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. 

એક દિવસ સિસિલીના સેનાપતિને આર્કિમીડિઝને મળવાની ઇચ્છા થઇ.  તેથી એક સિપાઈ મોકલીને તેમને બોલાવ્યા.  એ વખતે આર્કિમીડિઝ રેખાગણિતનો કોઇ ઉકેલ શોધવામાં વ્યસ્ત હતા.  તેથી આવવા માટે આનાકાની કરવા લાગ્યા. 

આથી પેલો સિપાહી ખૂબ ગુસ્સે થઇ ગયો અને તલવારથી એમનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું.  તેથી એક એવી જયોત બુઝાઇ ગઇ કે જે ક્યારેક જ જગતમાં પ્રગટ થાય છે અને ચમકે છે. 

ઉદંડતાના બદલામાં સૌજન્યઃ

સમર્થ ગુરૂ રામદાસની સાથે એક ઉદંડ માણસ ચાલવા લાગ્યો અને આખા રસ્તે ખરૂ – ખોટું સંભળાવતો રહ્યો.  સમર્થ એ શબ્દો ચૂપચાપ સાંભળતા રહ્યા. 

જ્યારે નિર્જન રસ્તો પૂરો થયો અને એક મોટું ગામ નજીક આવ્યું ત્યારે સમર્થ ઉભા રહી ગયા અને એ ઉધ્ધત માણસને કહેવા લાગ્યા કે તારે હજુ પણ મને જે કાંઈ ગાળો સંભળાવવી હોય તે સંભળાવી દે,  નહીંતર ગામના લોકો મને ઓળખે છે.  જો તેઓ આ સાંભળશે તો તારી સાથે ખરાબ વ્યવહાર કરશે તો મને વધારે દુઃખ થશે.  એકદમ પેલો માણસ સમર્થના પગમાં પડ્યો અને ક્ષમા માગવા લાગ્યો.  સમર્થે તેને પોતાનું આચરણ સુધારવા તથા પરિવારમાં પણ એવી જ શુભ પ્રવૃત્તિઓ ફેલાવવાના આશીર્વાદ આપ્યા કે જેથી ઉદ્ધતાઇના લીધે કુટુંબમાં દુષ્યવૃત્તિઓ ન વિકસે.  સંતના આવા સુંદર વર્તનથી તેનું જીવન બદલાઇ ગયું.  તેના કારણે પહેલાં જ્યાં એને ગાળો અને તિરસ્કાર મળતાં હતાં તેના બદલે સન્માન મળવા લાગ્યું.

કુટુંબ વિકસાવે છે વિશ્વબંધુત્વની ભાવના, બોધવચન -૫

કુટુંબ વિકસાવે છે વિશ્વબંધુત્વની ભાવના

બોધ : કુટુંબ એક સમાજ છે અને એક રાષ્ટ્ર પણ છે.  ભલે કુટુંબ નાનું હોય,  પરંતુ સમાજ અને રાષ્ટ્ર સામે જેવી સમસ્યાઓ આવે છે,  તેવી જ સમસ્યાઓનો સામનો તેને પણ કરવો પડે છે.  કુટુંબને એક સહકાર સમિતિ,  એક ગુરૂકુળના રૂપમાં વિકસિત કરવું જોઈએ,  જેથી તેનું વાતાવરણ સારું થાય અને પરિજનોને સુસંસ્કારો પણ મળી શકે. 

ખલીફા ઉમરની સંવેદના :

ખલીફા ઉમર પોતાના ગુલામ સાથે બહારગામ જઇ રહ્યા હતા.  તેમણે એક વૃધ્ધ ડોશીમાને રડતી દેખી.  તેમણે ડોશીમાને રડવાનું કારણ પૂછયું.  તેણે કહ્યું, ”  મારો એક જવાન છોકરો લડાઇમાં માર્યો ગયો છે.  હું ભૂખે મરૂં છું,  પરંતુ ખલીફા મારી સામે પણ જોતા નથી. ” 

ખલીફા ગુલામને લઇને પાછા વળી ગયા અને એક ગુણ ઘઉં ખરીદી ડોશીમાને આપવા માટે ચાલી નીકળ્યા.  રસ્તામાં ગુલામે કહ્યું, ”  લાવો ગુણ મારી પાસે,  હું લઇ લઉ છું. ”  ખલીફા બોલ્યા, ”  મારાં પાપોનું પોટલું ભગવાનને ઘેર મારે જ ઊંચકીને લઇ જવું પડશે.  ત્યાં તું મારી સાથે થોડો આવવાનો છું ?”

ખલીફાએ ઘઉં ડોશીમાને આપ્યા.  ડોશીમાએ એમનું નામ પૂછયું તો જણાવ્યું કે, ”  મારું નામ ખલીફા ઉમર છે. ”  ભાવવિભોર થઇ ડોશીમા બોલ્યાં,  પોતાની પ્રજાનાં દુઃખદર્દીને પોતાના કુટુંબનાં દુઃખદર્દ માનીને ચાલવાની આ ભાવના તમને ખલીફાઓનો એક આદર્શ બનાવી દેશે.  લોકોની લાખો દુઆઓ તમને મળશે.  તમે અમર થઇ જશો. ” 

હેરીયટ સ્ટોની પારિવારિક સંવેદના :

અમર લેખિકા હેરિયટ એલીઝાબેથ સ્ટોએ પોતાનું વિશ્વવિખ્યાત પુસ્તક ‘ ટોમકાકાની ઝૂંપડી ‘ કેટલી વિકટ પરિસ્થિતિઓમાં લખ્યું હતું તે બહુ ઓછા લોકો જાણે છે.  સામાન્ય જાણકારી તો એટલી જ છે કે આ ક્રાંતિકારી પુસ્તકે અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબુદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  તેણીએ પોતાની ભાભીને પત્રના જવાબમાં લખ્યું હતું, ”  ભોજન બનાવવાનું,  કપડાં ધોવાનું,  કપડાં સીવવાનું વગેરે ઘણાં કામો રહે છે.  બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા પડે છે.  તેમને ભણાવવાં તથા સાચવવા પડે છે.  નાનો છોકરો તો મારી પાસે જ સૂઇ જાય છે.  જ્યાં સુધી તે ઊંધી ન જાય ત્યાં કશું જ લખી નથી શકતી.  ગરીબી અને કામનો બોજો બહુ જ છે,  છતાં પણ પુસ્તક લખવા માટે થોડો સમય બચાવું છું.  મને લાગે છે કે ગુલામપ્રથામાં જે લોકોને સતાવવામાં આવે છે તે આપણા બૃહદ પરિવારના જ સભ્યો છે.  આ પરિવાર માટે ૧૦-૧૨ કલાક કામ કરું છું,  તો એ પરિવાર માટે ૧-૨ કલાક કામ કરવું જોઇએ. ” 

હેરિયટ સ્ટોની આ કૌટુંબિક ભાવના પુસ્તકમાં છપાઇ ગઇ.  જેણે પુસ્તકમાં વર્ણવેલ | દુઃખો વાંચ્યાં તેઓએ મોટા પરિવારના અંગ હોવાનો અનુભવ કર્યો.  આ ભાવનાએ ગુલામી પ્રથાના કલંકને આંસુ વડે ધોઇ નાખ્યું. 

સાચી કૌટુમ્બિક ભાવના :

ત્રણ દિવસથી પત્ની અને બાળકોને ભોજન મળ્યું નહોતું.  પતિ મહેનત કરવા છતાં એક દિવસનું ભોજન પણ મેળવી ન શક્યો.  તે પોતાના ઘરથી ચાલી નીકળ્યો અને આત્મહત્યા કરવાનું વિચારવા લાગ્યો.  થોડા જ સમયમાં એ માણસ આ સંસારમાંથી વિદાય લેવાનો હતો.  ત્યાં પાછળથી કોઇએ તેના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, ”  મિત્ર ! આ મૂલ્યવાન જીવન ખોઇને તને શું મળશે ? નિરાશ થવાથી કોઈ જ ફાયદો નથી.  હું ધારું છું કે તારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ જ તને આવું કરવા વિવશ કરી રહી છે.  શું તું આ મુશ્કેલીઓને હસતાં હસતાં દૂર નથી કરી શકતો ?” 

આત્મીયતાસભર શબ્દો સાંભળીને તે માણસ રડી પડ્યો.  ડૂસકાં ભરતાં ભરતાં તેણે પોતાની બધી મુશ્કેલી કહી સંભળાવી.  હવે તો સાંભળનારની આંખોમાં પણ આંસુ આવી ગયાં.  આ દયાળુ માણસ જાપાનના પ્રસિધ્ધ કવિ શિનિચી ઈગુચી હતા. 

યુવકની મુશ્કેલીઓને ભાવુક કવિ શિનીચીને પ્રભાવિત કર્યા.  તે દિવસથી એમણે સંકલ્પ કર્યો કે મારી મોટાભાગની કમાણી દુઃખીઓની સેવામાં વાપરીશ. 

એ વખતે યુવકને જરૂરી પૈસા આપ્યા.  પરંતુ ઘેર આવીને તેમણે એક ગુપ્ત દાનપેટીબનાવી ચાર રસ્તા ઉપર મૂકી.  એ પેટી ઉપર લખવામાં આવ્યું હતુ કે, ”  જે સજ્જનોને વાસ્તવમાં પૈસાની જરૂર હોય તેઓ એ પેટીમાંથી લઇ શકે છે.  જો એ ધનથી કોઇની પણ મુશ્કેલી દૂર થશે તો મને આનંદ થશે.  ધન્યવાદ. ”  એ પેટી ઉપર કોઇનું પણ નામ લખવામાં આવ્યું નહોતું,  કારણ કે શિનીચીને નામ કમાવાની બિલકુલ ઇચ્છા નહોતી.  વિશ્વબંધુત્વ જ એમનું લક્ષ્ય હતું.

ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા, બોધવચન -૪

ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા

ગૃહસ્થાશ્રમમાં આત્મશુધ્ધિની સાથે સાથે સમાજને સુયોગ્ય નાગરિક આપવાનો પરમાર્થ પણ જોડાયેલો છે.  ઉપયુકત વાતાવરણમાં રહીને મનુષ્ય પ્રસન્ન,  સંતુષ્ટ અને નિશ્ચિત બને છે.  તેથી મનુષ્ય ચિરકાળથી કુટુંબ બનાવીને રહેતો આવ્યો છે.  પારિવારિકતાને આધારે જ તેના પશુતુલ્ય જીવનનો વિકાસ થયો અને સામુહિક વિકાસનો એવો સુયોગ થઈ શકયો કે જેમાં મનુષ્યને સૃષ્ટિનો મુગટમણિ કહેવામાં આવે છે. 

પ્રાચીનકાળના ઇતિહાસ ઉપર નજર નાખતાં ખાતરી થાય છે કે થોડાક અપવાદો બાદ કરતાં મોટાભાગના તપસ્વી લોકો ગૃહસ્થ હતા.  યોગસાધના તથા વનવાસ વખતે પણ એમની પત્નીઓ સાથે હતી.  મુનિઓ ગૃહસ્થ હતા તથા તેમની પત્ની સાથે રહેતા હતા.  મહર્ષિઓમાં મુખ્ય એવા સાત ઋષિઓને પણ પત્નીઓ હતી તથા તેમને બાળકો પણ હતાં.  દેવોમાં પણ ઘણા ગૃહરથ હતા.  ઇશ્વરનાં અવતારોમાં પણ મોટા ભાગના ગૃહસ્થ હતા.  ભગવાન રામ અને કૃષણ તથા શંકર ભગવાન ગૃહરથ હતા.  જીવનની સુવિધા તો ગૃહસ્થજીવનમાં જ વધે છે.  સાથે સાથે કેટલાંય જીવનલક્ષ્યોને પૂર્ણ કરવામાં ખૂબ સહાયતા પણ મળે છે.

સંન્યાસીમાંથી ગૃહસ્થ – વિઠ્ઠલ પંડિત :

વિઠ્ઠલ પંડિત કાશી ગયા.  ત્યાં તેમણે સંન્યસ્તની દીક્ષા લીધી અને ત્યાં જ રહેવા લાગ્યા.  જ્યારે ગુરૂને ખબર પડી કે તેઓ ઘરની જવાબદારીઓ પુરી કર્યા વગર જ સંન્યાસી થઇ ચૂક્યા છે,  તો એમણે સંન્યાસ દીક્ષાને રદ કરી અને ગૃહસ્થપાલનની આજ્ઞા આપી.  એમણે કહ્યું, ”  ગૃહસ્થને બંધન માની તેનાથી દૂર ન ભાગશો.  તેની સાથે જોડાયેલ આત્મપરિષ્કારની બ્રાહ્મણોચિત સાધના કરો તથા યુગની આવશ્યક્તાને અનુરૂપ સંતાન સમાજને આપવાની આવશ્યક્તા અને તેમના નિર્માણની જવાબદારી પૂરી કરો. ” 

વિઠ્ઠલ પંડિતે એવું જ કર્યું,  જ્ઞાતિવાળાઓએ પંડિતજીને નાત બહાર મૂક્યા અને એમનાં બાળકોને પણ કોઈ કામમાં સામેલ કરતા નહીં.  તેમ છતાં વિઠ્ઠલ ૧૮.  પંડિત ગુરૂદેવે બતાવેલ ગૃહસ્થાશ્રમના આદર્શોને અનુરૂપ જીવન જીવતા રહ્યા,  અને બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપતા રહ્યા.  સંત જ્ઞાનેશ્વર સાથે એમના ત્રણ પુત્રો અને મુક્તાબાઈ નામે પુત્રી સહિત ચારેય જણ ધર્મ પ્રચાર કરવા લાગ્યા.  તેમના રૂઢિ વિરોધી પ્રયાસોથી દેવસંસ્કૃતિના વિસ્તારના પ્રયાસોમાં સહાયતા મળી. 

પ્રેમ,  શ્રધ્ધા અને શાંતિનો સંગમ ‘ આપણું ઘર ‘ :

એક ગૃહસ્થ સર્વોત્તમ સૌંદર્યની શોધમાં નીકળી પડ્યા.  તેઓ એક તપસ્વી પાસે ગયા અને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી.  તેમણે જવાબ આપ્યો, ”  શ્રધ્ધાં માટીના રોડાને પણ ગણેશ બનાવી શકે છે. ”  સંતોષ ન થવાથી તેઓ એક ભક્ત પાસે ગયા.  તેમણે કહ્યું,  ‘ પ્રેમ જ સુંદર છે.  કાળા કૃષ્ણ ગોપીઓને પ્રાણપ્રિય લાગતા હતા.  ‘ થોડું સમાધાન થયું ન થયું તો વિચાર કરતાં આગળ ચાલ્યા.  યુધ્ધભૂમિમાંથી પાછો આવેલ સશસ્ત્ર સૈનિક મળ્યો.  એને પૂછયું, ”  સૌંદર્ય ક્યાં હોઈ શકે ?”  સૈનિકે જવાબ આપ્યો, ”  શાન્તિમાં” .

જેટલા માં એટલી વાતો.  નિરાશ ગૃહસ્થ પોતાને ઘેર પાછા આવ્યા.  બે દિવસની પ્રતીક્ષાથી બધાં વ્યાકુળ હતાં.  પહોંચતાની સાથે બધાં વળગી પડ્યાં.  પુત્રીની આંખોમાં આંસુ આવી ગયાં.  આત્મીયતાનો,  સ્નેહનો,  ગહન શ્રધ્ધાનો સાગર ઉમટી પડ્યો.  બધાંને અસાધારણ શાન્તિનો અનુભવ થયો. 

ગૃહસ્થ ત્રણે સમાધાનોનો સમન્વય પોતાના ઘરમાં જોયો.  એમના મોંમાંથી નીકળી પડ્યું, ”  હું ક્યાં ભટકી રહ્યો હતો ? શ્રધ્ધા,  પ્રેમ અને શાંતિ આ ત્રણેયનાં દર્શન મારા ઘરમાં થાય છે.  આ જ સૌથી શ્રેષ્ઠ અને સર્વાધિક સૌંદર્યપૂર્ણ કર્તાની કૃતિ છે. ” 

નિસ્પૃહ,  પરંતુ કર્તવ્યનિષ્ઠઃ

મિથિલાના પંડિત ગંગાધર શાસ્ત્રી એક વિદ્યાલયમાં ભણાવતા હતા.  તેમનો છોકરો ગોવિંદ પણ ત્યાં જ ભણતો હતો.  તે પણ પિતાની જેમ શિષ્ટ અને શિસ્તપ્રિય હતો.  સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ તેને સ્નેહ અને સન્માન આપતા હતા. 

એક દિવસ શાસ્ત્રીજી સાથે ગોવિંદ સ્કૂલે ના ગયો.  સ્કૂલ બંધ કરી બધા જવા લાગ્યા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, ”  ગુરૂજી,  આજે ગોવિંદ કેમ ન આવ્યો ?”  શાસ્ત્રીજીએ ભારે હૃદયે જવાબ આપ્યો, ”  ગોવિંદને આજે હૃદયરોગનો હુમલો થયો અને તે ત્યાં પહોંચી ગયો,  જ્યાંથી કોઇ પાછું આવતું નથી.  ’

વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા.  આવી દુર્ઘટના છતાં શાસ્ત્રીજી ભણાવવા કેવી રીતે આવ્યા અને મોં પર શોકની લાગણી આવવા દીધા વગર કેવી રીતે ભણાવતા રહ્યા ? પોતાનું આશ્ચર્ય શાસ્ત્રીજી આગળ વ્યક્ત કર્યું.  પંડિતજીએ જવાબ આપ્યો, ”  મારો એક પરિવાર એ છે અને બીજો પરિવાર તમે.  એ પરિવારના બાળકના વિયોગનું દુઃખ તો છે જ અને જો આ પરિવારના બાળકોનો હક છીનવાય તો એક દુઃખ વધી જાય.  એટલે જેટલું બની શક્યું એટલે તમારા માટે પણ કર્યું.

પરિવારના માધ્યમથી આત્મવિકાસ, બોઘવચન -૩

૧.૩ – પરિવારના માધ્યમથી આત્મવિકાસ

બોધ : પરિવાર સંસ્થાનું ગઠન કામ – કૌતુક,  ભોજન વ્યવસ્થા કે રહેઠાણ માટે જ કરવામાં આવતું નથી.  આટલી સગવડો તો ધર્મશાળામાં પૈસા ચૂકવવાથી ખૂબ સરળતાથી મળી શકે છે.  એમાં ખર્ચ પણ ઓછું આવે અને જવાબદારીઓથી મુકત પણ રહી શકાય.  આમ છતાં દરેક બુદ્ધિમાન મનુષ્ય પરિવારના અનુશાસનમાં બંધાવા ઈચ્છે છે.  કારણ કે પરિવારના માધ્યમથી મનુષ્ય આત્મકલ્યાણ તરફ પણ આગળ વધે.  તેનામાં સામાજિકતા,  નાગરિકતા અને સૌથી મહત્ત્વનો વિશ્વમાનવનો કલ્યાણકારી ભાવ જાગૃત થાય. 

અનેક સર્વેક્ષણોને આધારે એવું જોવામાં આવ્યું છે કે અમેરિકા જેવા સમૃધ્ધ રાષ્ટ્રમાં ૮૦ ટકા લોકોને ઉંધવા માટે ઊંઘની ગોળીઓ લેવી પડે છે.  તેમાંથી અડધાથી વધુ લોકોના માનસિક તણાવનું કારણ તેમના પારિવારિક જીવનમાં સ્નેહ,  સદ્ભાવ,  આત્મીયતા વગેરેનો પૂર્ણ અભાવ માનવામાં આવ્યો છે.  અંત : કરણની પવિત્ર સ્નેહની ભૂખને શાંત ન કરી શકતાં,  તેઓ નશો કે ઘેનનો આશ્રય લે છે.  તેથી ત્યાંના સમાજવિજ્ઞાનીઓ ભારતીય સમાજ વ્યવસ્થાને શ્રેષ્ઠ માનવા લાગ્યા છે કે જ્યાં આંતરિક આત્મીયતાની મદદથી અભાવની વચ્ચે પણ સ્નેહ અને સંતોષ છલકતાં રહે છે. 

ભરતજીનું સૌજન્ય :

ભરતને રાજગાદી મળતી હતી પણ તેમણે અનીતિથી મળેલી એ રાજગાદીનો અસ્વીકાર કરી દીધો.  રામની જેમ જટા ધારણ કરી ઘરમાં જ વનવાસીની જેમ રહ્યા.  સિંહાસન ઉપર રામની જ ચરણપાદુકાઓની સ્થાપના કરી. 

આવી આત્મીયતાથી ઓતપ્રોત ત્યાગ અને કર્તવ્યની પારિવારિકતાએ જ રામના પરિવારને લોકો માટે આરાધ્ય બનાવી દીધો હતો.  રામ અને ભરત બંને ચરિત્રનું પોતપોતાના સ્થાને આગવું મહત્ત્વ છે.  એક મર્યાદાનું પાલન કરનારા મર્યાદા પુરુષોત્તમના રૂપે પૂજાય છે,  તો બીજા એમની કુટુંબ પ્રત્યેની નિષ્ઠા,  ઉત્કૃષ્ટતા અને આત્મીયતા જેવા સગુણોના કારણે પૂજાય છે.  સમસ્ત રામ પંચાયતના પૂજ્ય ગણાય છે. 

ભાઈ ભાર નથી હોતો :

એક મહાત્મા એક પહાડી ઉપર ચઢી રહ્યા હતા.  એ વખતે દશ વર્ષની એક છોકરી પણ પોતાના બે વર્ષના ભાઈને લઈને પહાડીનો ઢાળ ચઢી રહી હતી.  મહાત્માએ કહ્યું, ”  બેટી,  તું આટલો ભારે બોજ ઊંચકીને કેવી રીતે ચડી શકીશ ?”  છોકરીએ તરત જ જવાબ આપ્યો, ”  મહારાજ,  આ બોજ નથી,  મારો ભાઈ છે. ”  જ્યાં પ્રેમ હોય,  ભાવના હોય ત્યાં કોઈ કામ ભારે લાગતું નથી.  જો ભાવના ન હોય તો જીવન જ ભારરૂપ લાગવા માંડશે.  સાચે જ પરિવાર ભાવનાના વિકાસનું માધ્યમ છે. 

કાગાવાનો વિશાળ પરિવાર :

જાપાનના એક છોકરા કાગાવાએ ભણ્યા પછી પીડિતોની સેવા કરવાને જ પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યું અને સેવાકાર્ય કરવા માંડ્યો.  પછાત અને ખરાબ ટેવોમાં સપડાયેલા બિમાર લોકોના મહોલ્લાઓમાં તેઓ જતા અને આખો દિવસ એમની સેવા કરતા.  પેટ ભરવા માટે તેમણે બે કલાકનું કામ શોધી કાઢ્યું.  એક વિદુષી છોકરીને તેમનું આ કામ ખૂબ ગમી ગયું.  તે પણ તેમની સાથે ખભેખભો મિલાવી કામ કરવા લાગી.  લગ્ન એક શરતે કરવામાં આવ્યું કે તેઓ વાસના માટે નહીં,  પણ સમાજસેવા માટે મૈત્રી ખાતર લગ્નના બંધનમાં બંધાશે.  તે છોકરીએ પણ પોતાનું પેટ ભરવા બે કલાકનું કામ શોધી કાઢ્યું.  હવે બંને ભેગાં મળી કામ કરતાં હતાં,  તેથી બમણું કામ થવા લાગ્યું.  ઉદાર લોકો તેમના કામમાં મદદ કરવા લાગ્યા.  તેથી તેમનું કાર્યક્ષેત્ર ખૂબ વધી ગયું.  સરકારે આખા જાપાનના પછાત લોકોને સુધારવાનું કામ એમને સોંપ્યું.  કાગાવા પ્રત્યે જાપાનના લોકોની શ્રધ્ધા એટલી બધી વધી ગઈ કે તેમને”  જાપાનના ગાંધી”  કહેવા લાગ્યા.  તેમણે સાચા અર્થમાં પોતાને વિશ્વમાનવ સાબિત કરી દીધા. 

સમાજને સમર્પિત કાર્નેગી :

એન્ડ્રયુ કાર્નેગીના પિતા સ્કોટલેન્ડના એક વણકર હતા.  માતા ઘરકામ પરવારીને એક ધોબી અને એક મોચીની દુકાને કામ કરવા જતી હતી.  એમ કરવાથી જ ઘરખર્ચ નીકળતું હતું.  માતા જયારે નોકરી ઉપર જતી ત્યારે તેનો પિતા પત્નીને નવોઢા હોય તે રીતે વિદાય આપતો.  નાનો એન્ડ્રયુ આ જોતો ત્યારે એના ઉપર તેની ઊંડી છાપ પડતી.  એની પાસે એક જ ખમીસ હતું.  માતા તે રોજ ધોતી અને ઈસ્ત્રી કરી આપતી. 

વધારે ભણવાનો મેળ પડ્યો નહીં.  પરિવારના આત્મીયતાના સંસ્કાર તેની ઉપર પડ્યા હતા.  થોડા મોટા થતાં તારઘરમાં નોકરી સ્વીકારી લીધી.  તેમાં આગળ અભ્યાસથી પરીક્ષા પાસ કરતાં તારબાબુ બની ગયા.  આવક વધતાં એક ફાર્મ માટે થોડી જમીન ખરીદી.  તેમાં ખેતી ઉપરાંત એક તેલનો કૂવો નીકળ્યો તેથી તે ધનિક બની ગયા.  વિવાહ માટે કેટલાંયે માગાં આવ્યાં,  પણ એમણે એવું કહ્યું કે મારી માતા જયાં સુધી જીવશે ત્યાં સુધી હું લગ્ન કર્યા વગર તેની સેવા કરીશ.  લગ્ન કરવાથી સમય અને મન બંને વહેંચાઈ જાય.  માતાના મૃત્યુ પછી ૫૨ વર્ષની ઉંમરે તેમણે લગ્ન કર્યા.  લગ્ન પછી પણ અનાથ બાળકો માટે તથા સાધનહીન લોકોને અભ્યાસ કરવા માટે તેઓ સતત દાન આપતા રહ્યા.  એમણે ૧૫૦ કરોડ ડોલર આવાં કાર્યો માટે દાનરૂપે આપ્યા.  મરતી વખતે દેવાદાર લોકોના બધા કાગળો બાળી નાખીને તેમને દેવામાંથી મુક્ત કરી દીધા.  તેમણે તેમની જાત સાચા અર્થોમાં સમાજને સમર્પિત કરી દીધી હતી

પરિવાર સમાજનું અગત્યનું અંગ છે, બોધવચન – ર

પરિવાર સમાજનું અગત્યનું અંગ છે

બોધ : સમાજ એક એવી મૂર્તિ છે જેનું બીજું પરિવાર છે.  સમાજ નિર્માણ,  સમાજ સુધાર,  સપ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો આ બધાની શરૂઆત કુટુંબથી થાય છે.  આદર્શ કુટુંબોથી આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. 

પુષ્ટ એકમોથી બનેલું સમર્થ રાષ્ટ્રઃ

ફ્રાન્સ હોલેન્ડ ઉપર હુમલો કર્યો.  તે મોટું તથા સાધનસંપન્ન હોવા છતાં નાનકડા દેશ ઉપર વિજય મેળવી શક્યું નહીં. 

આથી તેના શાસક લૂઈ ૧૪ મા એ મંત્રી કોલવર્ટને બોલાવ્યો અને પૂછયું કે આપણું ફ્રાન્સ આટલું મોટું તથા સમર્થ છે,  છતાં જીતી કેમ નથી શકતું ? કોલવર્ટ ગંભીર થઈ ગયા.  તેમણે નમ્રતાપૂર્વક ધીમેથી કહ્યું કે મહાનતા અને સમર્થતા કોઈ દેશના વિસ્તાર કે વૈભવ ઉપર આધાર રાખતી નથી.  તેનો આધાર ત્યાંના નાગરિકોની દેશભક્તિ અને બહાદુરી ઉપર છે.  હોલેન્ડના દરેક ઘરમાં સશક્ત નાગરિકોનું ઘડતર થાય છે.  આ સાધના તેમને અજેય બનવાનું બળ આપે છે.  હોલેન્ડના નાગરિકોની વિસ્તૃત માહિતી જાણ્યા પછી ફ્રાન્સે પોતાનું સૈન્ય પાછું બોલાવી લીધું. 

પ્રેમચંદની ઉદાર કૌટુમ્બિક્તા :

મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર તથા વાર્તાકાર છે.  તેમનો કોટ ખૂબ જૂનો થઈ ગયો હતો.  તેમની પત્ની નવો શિવડાવવાનું કહેતી,  તો તેઓ પૈસાની તંગી છે એમ કહીને વાત ટાળી દેતા. 

એક દિવસ તેમની પત્નીએ પૈસા આપ્યા અને કહ્યું કે આજે કોટનું કાપડ જરૂર લેતા આવજો,  પણ સાંજે તેઓ ખાલી હાથે પાછા ફર્યા.  પત્નીએ તેનું કારણ પૂછયું તો તેમણે જણાવ્યું કે,  તેમના એક ઓળખીતાની છોકરીનું લગ્ન હતું.  તે પૈસા માટે કરગરતો હતો.  તેથી મેં વિચાર્યુ કે કોટ તો પછીથી પણ ખરીદી શકાશે,  પણ છોકરીનું લગ્ન કદાચ ફરી ન પણ થાય.  તેથી મેં તેને પૈસા આપી દીધા.  પત્ની તેમની આવી ઉદારતાથી સ્તબ્ધ થઇ ગઇ.  પ્રેમચંદે સમજાવ્યું કે તેં તારી જરૂરિયાતો ઓછી કરીને મને પૈસા આપ્યા,  તો મેં મારી જરૂરિયાતો ઓછી કરીને વધારે જરૂરવાળાને આપી દીધા.  આખરે આપણાં બધાંના કુટુંબોથી તો સમાજ બને છે અને સમાજને આ રીતે ત્યાગથી સુખી અને સમૃદ્ધ બનાવી શકાય છે. 

પરિવાર નિર્માણ પહેલાં,  પછી સંન્યાસ :

સ્વામી વિદ્યાનંદ પહેલાં ગૃહસ્થ હતા,  પરંતુ સાધુબાવાઓના ઉપદેશથી પ્રભાવિત થઈને વિદ્યાનંદે પણ સાધુનો વેશ ધારણ કરી લીધો.  તેઓની સાથે તીર્થયાત્રાએ નીકળી પડ્યા.  તેઓ જ્યાં જાય ત્યાં સાધુઓની સાથે જ રહેતા.  દૂરથી જેઓ જ્ઞાની દેખાતા હતા,  તેઓને નજીકથી જોતાં ચોર,  ઠગ,  વ્યભિચારી,  વ્યસની અને ખરાબ પ્રવૃત્તિઓમાં રત રહેતા જોયા.  સ્વામીજીને આવા કડવા અનુભવોથી ખૂબ દુ : ખ થયું.  તેઓ ઘેર પાછા આવતા રહ્યા.  ઘેર આવી પોતાનાં ખેડૂતનાં વસ્ત્રો પહેરી લીધા.  કુટુંબની જવાબદારી સંભાળી લીધી અને ખેતી કરવા માંડ્યા.  ફુરસદના સમયમાં નજીકનાં ક્ષેત્રોમાં જઈને બાળકો તથા પ્રૌઢોને ભણાવતા અને લોકોને ચારિત્ર્યવાન બનવાની શિખામણ આપતા.  તેમણે પોતાના ખેતરમાં જ એક વિદ્યાલય બનાવ્યું.  તેમાં પોતાનાં તથા અન્ય બાળકોને જાતે ભણાવતા.  પછીથી ગરીબોનાં બાળકો ત્યાં રહીને ભણવા લાગ્યાં.  ખેતીમાં પાકતું અનાજ તેમાં જ વપરાઈ જતું.  આ રીતે બીજા કેટલાય સહયોગીઓ તેઓએ ઉભા કર્યા અને તેઓને પણ આવાં વિદ્યાલયો સ્થાપવા અને ચલાવવા પ્રેરણા આપતા.  તે રીતે ઘણાં વિદ્યાલયો ચાલુ થયાં. 

એમણે સંન્યાસ છોડીને કાંઇ ગુમાવ્યું તો નથી ને ? એવો પ્રશ્ન પૂછતાં તેમણે જવાબ આપ્યો કે, ”  મેં તો કુટુંબના વિકાસ દ્વારા સમાજના નવનિર્માણની નાનકડી ભૂમિકા ચાલુ કરી છે.  ભૂલ તો મેં પહેલાં કરી હતી કે જયારે હું મારી કૌટુમ્બિક જવાબદારી ભૂલીને સાધુસમાજમાં જોડાઈ ગયો હતો. ” 

પોતે ખાવાને બદલે પ્રિયજનોને આપવુંઃ

ગુરૂએ શિષ્યને થોડાંક ફળ આપ્યાં.  એણે એ ફળો પોટલીમાં બાંધીને ઘેર લઇ જઇ ઘણાં બાળકોમાં વહેંચી દીધાં,  પોતે ખાધાં નહીં.

ગુરૂને આ જાણકારી મળી.  શિષ્ય બીજા દિવસે આવ્યો ત્યારે ગુરૂએ કહ્યું કે ભગવાને આપેલાં અનુદાનોને જે એનાં સંતાનોને વહેંચી દે છે તે જ તારી જેમ સહદય ગણાય છે.  જે પોતે જ ખાઇ જાય છે અને બીજા કોઇને આપતો નથી તે સ્વાર્થી કહેવાય છે.  જે રીતે ગઇકાલે મળેલાં ફળો તે બાળકોમાં વહેંચી દીધાં,  તેવી જ રીતે ભગવાન તરફથી મળેલાં અનુદાનો લોકોને વહેંચતા રહો.  પારિવારિકતાનો આ અભ્યાસતને આદર્શ લોકસેવક બનવામાં બહુ મદદરૂપ બનશે.

ગૃહસ્થ મહાન છે , બોધવચન – ૧

ગૃહસ્થ મહાન છે

બોધ : ગૃહસ્થો જ હકીકતમાં યજ્ઞ કરે છે, ગૃહસ્થો જ સાચા તપસ્વીઓ છે. એટલાં માટે ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને સર્વથી શ્રેષ્ઠ ગયો છે. ગૃહસ્થાશ્રમ એ સમાજને સાચા નાગરિકો આપતી ખાણ છે. ભક્ત, જ્ઞાની, સંત, મહાત્મા, સંન્યાસી, સુધારક, મહાપુરુષ, વિદ્વાન અને પંડિત વગેરે ગૃહસ્થાશ્રમની ભેટ છે. મહર્ષિ વ્યાસના શબ્દોમાં ગૃહસ્થાશ્રમ જ બધા ધર્મોનો મૂળ આધાર છે તેથી તેને ધન્યો ગૃહસ્થાશ્રમ કહીને બિરદાવ્યો છે. ગૃહસ્થ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કરી મહાન બની શકે છે. તેવા પૈડી થોડા ઉદાહરણો જોઈએ –

સદ્ગૃહસ્થ સુધન્વાની શક્તિ :

મહાભારતમાં સુધન્વા અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેની કથા આવે છે. બંને મહાબળવાન હતા અને યુદ્ધવિદ્યામાં પારંગત હતા. ધમાસાણ યુદ્ધ ચાલ્યું. તેની ભયંકરતા વધતી જતી હતી. કોઈ નિર્ણય આવતો નહોતો.

અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે છેલ્લાં ત્રણ બાણોમાં જ ફેંસલો કરવો. એટલાંથી કાં તો કોઈનો વધ થાય અથવા બંને પક્ષ પરાજય સ્વીકારી લે. જી

વન મરણનો પ્રશ્ન સામે આવી પડતાં કૃષ્ણ અર્જુનને મદદ કરવી પડી. એમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે”  ગોવર્ધન પર્વત ઉઠાવીને વ્રજનું રક્ષણ  કરવાનું પણ હું અર્જુનના આ બાણ સાથે જોડું છું. સામે સુધન્વાએ કહ્યું કે એક પત્નીવ્રતનું પાલન કરવાનું મારું પુણ્ય મારા બાણ સાથે જોડાઈ જાય. બંને બાણ ટકરાયા, અર્જુનનું બાણ કપાઈ ગયું. સુધન્વાનું બાણ આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું.

બીજું બાણ લેવામાં આવ્યું. આ વખતે કૃષ્ણ મગરના મુખમાંથી હાથીને બચાવ્યાનું અને દ્રૌપદીની લાજ બચાવ્યાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું. બીજી બાજુ સુધન્વાએ કહ્યું કે,”  મેં નીતીપૂર્વક કમાણી કરી છે અને ચારિત્ર્યમાં સહેજ પણ ત્રુટી આવવા દીધી નથી. એનું પુણ્ય મારા બાણ સાથે જોડાય.”  બંને બાણ અથડાયા અને સુધન્વાના બાણથી અર્જુનનું બાણ કપાઈને પૃથ્વી ઉપર પડ્યું.

હવે છેલ્લું ત્રીજું બાણ બાકી હતું. તેના આધારે જ અંતિમ નિર્ણય થવાનો હતો. કૃષ્ણ કહ્યું –”  વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાઈ જાય.”  બીજી બાજુ સુધન્વાએ કહ્યું,”  જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને હંમેશાં પરમાર્થ પરાયણ રાખ્યું હોય તો મારું એ પુણ્ય મારા આ બાણ સાથે જોડાય.”  ત્રીજી વાર પણ સુધન્વાનું બાણ જ વિજયી થયું. તેણે અર્જુનના બાણને કાપી નાખ્યું. દેવોએ આકાશમાંથી સુધન્વા ઉપર પુષ્પવૃષ્ટિ કરી. યુદ્ધ બંધ કરવામાં આવ્યું. શ્રીકૃષ્ણ સુધન્વાની પીઠ ધાબડીને કહ્યું,”  હે નરશ્રેષ્ઠ ! તમે સાબિત કરી દીધું કે નૈષ્ઠિક ગૃહસ્થ સાધક ભગવાનને પણ પરાજિત કરી શકે છે, તે કોઈ તપસ્વી કરતાં કમ નથી.”

સદ્ગૃહસ્થની સિદ્ધિ – સાધના :

એક સદ્ગૃહસ્થ હતો. કુટુંબને સુસંસ્કારી બનાવવા માટે પ્રયત્નશીલ રહેતો હતો. નીતિપૂર્વક આજીવિકા મેળવતો હતો. બચેલો સમય અને ધન પરમાર્થ કાર્યોમાં વાપરતો હતો. તે તપોવનમાં તો નહોતો રહેતો પણ ઘરને જ તપોવન જેવું બનાવ્યું હતું. ઘરના સભ્યો સમય મળે તે મુજબ ઉપાસના કરતા હતા.

આ ધર્માત્મા અને આસ્થાવાન ગૃહસ્થના સંસારી યોગથી દેવો પ્રસન્ન થયા. ઈન્દ્ર તેની આગળ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. તેણે વરદાન માગ્યું કે જયાં તેનો પડછાયો પડે ત્યાં બધે કલ્યાણ થાય. આશ્ચર્યચકિત થઇ ઈન્દ્ર કહ્યું કે કોઈના માથે હાથ મૂકુ તેવું વરદાન માગ્યું હોય તો તેનાથી તમારી પ્રસંશા થાત અને લોકો તેનો બદલો પણ આપત.

સદ્ગૃહસ્થ કહ્યું કે, હે દેવ ! સામેવાળાનું કલ્યાણ થવાથી આપણો અહંકાર વધે અને સાધનામાં વિઘ્ન આવે. પડછાયો કોની ઉપર પડ્યો અને કોને કેટલો લાભ થયો તેની ખબર મારા જેવા વિનમ્ર માણસને ન પડે તે જ શ્રેયસ્કર છે. સાધનાનું આ સ્વરૂપ જ વરણ કરવા યોગ્ય છે. તેનાથી આગળ વધતાં વધતાં વ્યક્તિ મહામાનવ બની જાય છે.

શાલીન પરિવાર : જાપાનમાં શ્રી ઓ.પી. સાદ્રના પરિવારની સંખ્યા એક હજાર સભ્યોની હતી. આમ છતાં કુટુંબના સભ્યો વચ્ચે કદાપિ બોલાચાલી પણ થઈ નહોતી. તેની ખ્યાતિ સાંભળી સમ્રાટ જોવા આવ્યા અને વડીલ ગૃહસ્થને તેમની એકતાનું રહસ્ય પૂછયું. તેમણે જવાબ આપ્યો કે અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ, સહનશીલતા, શ્રમશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે. કમજોરને વધુ સહકાર આપે છે. આ રીતે તેમનામાં સાંસારિક અને દેવી ગુણોનો વિકાસ થાય છે. આત્મીયતાનો વિસ્તાર થાય છે, બધા હળીમળીને રહેવાનો આનંદ લે છે.

%d bloggers like this: