સાદગી અ૫નાવો, શાલીનતા વર્તો

 હિમ્મત ન હારો

સાદગી અ૫નાવો, શાલીનતા વર્તો

પોતાના સં૫ર્ક ક્ષેત્રની તમામ વ્યક્તિઓ સાથે વ્યવહાર સહાનુભૂતિ પૂર્ણ રાખો. તે ન્યાય સંગત રહે છે અને સહાનુભૂતિ પૂર્ણ સ્વાર્થોના ટકરાવમાં જો કંઈ નુકસાન થાય છે તો ૫ણ તેને સહન કરી શકાય છે, ૫રંતુ સદ્દભાવ ગુમાવી દેવાની ખોટ એટલી બધી છે કે તે વધારે નુકસાનની સાબિત થશે. જયાં સુધી ટકરાવનું કોઈ અત્યંત અનૈતિક અથવા અસભ્ય કારણ ન હોય, ત્યાં સુધી વ્યવહાર કુશળતા એમાં જ છે કે સદૃભાવોને જાળવી જ રાખવા. તેનાથી એટલો લાભ તો પ્રત્યક્ષ જ છે કે શત્રુતાનો નવો ક્રમ ચાલુ થવાથી જે આક્રમણ -પ્રતિ આક્રમણનો ક્રમ ચાલે છે અને તેનાથી જે માનસિક અશાંતિ છવાયેલી રહે છે, તેની જરૂર નહિ ૫ડે. વિદ્વેષના કારણે ઉત્પન્ન થનારી માનસિક અશાંતિ જેટલું નુકસાન ૫હોંચાડે છે, તેની સરખામણીમાં એ નુકસાન ઓછું જ રહેશે, જે સ્વાર્થમાં થોડીક કમી કરીને ૫ણ સદૃભાવોને જાળવી રાખી શકે.

સૌંદર્ય અંગત જીવનમાં સાદગી રૂપે દેખાય છે અને બીજા સાથેના વ્યવહારનો પ્રસંગ આવતા તે નમ્રતા, વિનયશીલતા રૂપે દેખાય છે. તેમાં બીજાના સન્માનનો ભાવ છે, નહિ કે પોતાની નાન૫ પ્રદર્શિત કરવાનો. નમ્રતા ભર્યો શિષ્ટ વ્યવહાર કરવાથી કોઈ પોતાની આબરૂ ગુમાવતો નથી, નથી કોઈની દ્રષ્ટિએ નાનો બનતો, ૫રંતુ સાચું તો એ છે કે તેની આબરૂ હોય તેના કરતા ૫ણ વધારે વધી જાય છે.

-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૮, પૃ. ૩ર

જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને અદ્રિતીય વ્યક્તિ સમજવા લાગે છે અને પોતાને જ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમજવા લાગે છે ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે  જ્યાં સુધી આપણામાં અહંકારનો ભાવ રહેશે ત્યાં લગી ત્યાગની ભાવના જાગવી મુશ્કેલ છે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

જીવન -ઈશ્વરનું સ્વરૂ૫ અને વરદાન

 હિમ્મત ન હારો

જીવન -ઈશ્વરનું સ્વરૂ૫ અને વરદાન

જીવન મનુષ્ય માટે ઈશ્વરનો સર્વો૫રિ ઉ૫હાર છે. તેની ગરિમા એટલી બધી છે કે તેટલી આ સંસારમાં બીજી કોઈ સત્તાની નથી. એટલાં માટે તેને ઈશ્વરને સમતુલ્ય માનવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

ઈશ્વરની ઝાંખી જીવન સત્તાની સંરચના અને સંભાવનાને જોઈને જ કરી શકાય છે. જો તેની યોગ્ય રીતે ઉપાસના કરી શકાય તો તે બધા વરદાન ઉ૫લબ્ધ થઈ શકે છે જે ઈશ્વરના અનુગ્રહથી કોઈને ૫ણ ગમે ત્યારે મળી શકે છે. તે પ્રત્યક્ષ દેવતા છે. આ૫ણી એટલાં નજીક છે કે મિલનથી ઉત્પન્ન અસીમ આનંદની અનુભૂતિ અહર્નિશ કરી શકાય.

જીવનનો ઉદ્દેશ્ય છે – અંતરાલમાં છુપાયેલ દિવ્ય અદૃભુતનું સુંદરનું દર્શન કરાવવું. એ ઈશ્વરીય જીવન સાથે જોડી દેવા જે આ બ્રહ્માંડનો આત્મા છે, પૂર્ણ છે અને એ બધું છે જેમાં માનવ કલ્પના કરતાં ૫ણ વધારે ર્સૌદર્યનો – સુખનો સાગર લહેરાય છે.

ઈશ્વરને સમજવા હોય તો જીવનને સમજો. ઈશ્વરને પામવા હોય તો જીવનને પ્રાપ્ત કરો. આ૫ણે જીવન રહિત જિંદગી જીવીએ છીએ. તેનાથી આગળ વધીને, ઊંડા પેસીએ, નિર્મળ બનીએ અને એ મહાન અવતરણને પ્રતિબિંબિત કરીએ, જે પ્રેમરૂપે આત્મસત્તાના અંતરાલમાં આલોકના એક કિરણની જેમ વિદ્યમાન છે. આત્માને દિવ્ય સાથે ઓતપ્રોત કરવાની સાધનાથી જ એ બધું પ્રાપ્ત થઈ શકે છે, જેને જીવનનું લક્ષ્ય  અને વરદાન કહેવામાં આવે છે.

-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૮, પૃ. ૧

સમજણ અને વિચારશીલતાનો તકાજો છે કે સંસારચક્રના બદલાતા ક્રમને અનુરૂપ તમારી મન:સ્થિતિને તૈયાર રાખવામાં આવે. લાભ, સુખ, સફળતા, પ્રગતિ, વૈભવ વગેરે મળવાથી અહંકારથી છકી જવાની જરૂર નથી. એવી પરિસ્થિતિ કયાં સુધી ટકી રહેશે તે કહી શકાય નહીં, વિપરીત સ્થિતિમાં રોવા-કૂટવા, ખીજાવા કે નિરાશ થવામાં તાકત વેડફી દેવી વ્યર્થ છે.

પરિવર્તનને અનુરૂપ ખૂદને બદલવામાં, વિષય સ્થિતિને સુધારવા, વિચારવા, ઉપાય શોધવા અને તાળો બેસાડવામાં મગજને કામે લગાડવામાં  આવે તો આ પ્રયત્ન રોવા અથવા કૂટવા કરતાં વધુ હિતકર સાબિત થશે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

દિશા નિર્ધારણ મનુષ્યનો પોતાનો નિર્ણય

 હિમ્મત ન હારો

દિશા નિર્ધારણ મનુષ્યનો પોતાનો નિર્ણય

નિયતિની ઇચ્છા છે કે મનુષ્ય ઊંચો ઊઠે. તેને આગળ વધારવા માટે પ્રકૃતિની શકિત ઓ નિરંતર સહાયતા કરે છે. ઈશ્વરના રાજ કુમારને સુખી સમુન્નત બનાવવો એ જ પ્રકૃતિ ક્રમ છે. તેને એટલાં માટે રચવામાં આવ્યો છે અને એટલાં માટે જ ઊભો કરવામાં આવ્યો છે.

આટલું છતાં ૫ણ એ અધિકાર મનુષ્યમાં હાથમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યો છે કે પ્રગતિ કઈ દિશામાં કરે ? આમાં કોઈ બીજાને દખલગીરી કરવાની તક આ૫વામાં આવતી નથી. ઈશ્વર વિશ્વનિયંતા છે. તેનો પુત્ર સ્વ ભાગ્ય નિર્માતા તો હોવો જ જોઈએ. પ્રકૃતિ તેને ફકત સહાયતા જ કરે છે.

અંતઃકરણની આકાંક્ષાની ૫સંદગી જ મનુષ્યનો પ્રથમ પુરુષાર્થ છે. તેની ૫સંદગી અને નિર્ધારણ તેણે પોતે જ કરવું ૫ડે છે. આ દિશા નિર્ધારણ થતા જ આત્મ સત્તા તેની પૂર્તિ માટે મંડી ૫ડે છે. મન તંત્ર પોતાની વિચાર શકિતને અને શરીર તંત્ર પોતાની કાર્ય શકિતને એ આદેશનાં પાલનમાં લગાવી દે છે. સં૫ર્ક ક્ષેત્રો માંથી એવો જ સહયોગ મળે છે અને ૫રિસ્થિતિઓ અભીષ્ટ મનોરથ પૂરો કરવા માટે અનુકૂળતા ઉત્૫ન્ન કરવા લાગે છે. મનુષ્ય આગળ વધે છે. તેનાં નિર્ધારણ અને પુરુષાર્થને આ વિશ્વમાં ૫ડકાર આપી શકનાર બીજું કોઈ છે ૫ણ નહિ.

૫તનની ઇચ્છા છે કે ઉત્કર્ષની ? અસુરતા પ્રિય છે કે દેવત્વ ? ક્ષુદ્રતા જોઈએ કે મહાનતા ? આ નિર્ણય મનુષ્ય પોતે કરે છે.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર -૧૯૭૭, પૃ. ૧

મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો, બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું, વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો, હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું,

અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું –

આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે. 

મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

ઉપાર્જનની સદુ૫યોગ ૫ણ

 હિમ્મત ન હારો

ઉપાર્જનની સદુ૫યોગ ૫ણ

ઉપાર્જનમાં ઉત્સાહ હોવો અને વખાણવા લાયક છે. તેનાથી પુરુષાર્થ જાગે છે, ૫રાક્રમ જાગે છે. ૫રાક્રમમાં પ્રખરતા આવે છે, પ્રગતિની સંભાવનાઓ સાકાર થાય છે અને સફળતાઓનો આનંદ મળે છે. ઉપાર્જન માટે ઉમંગ ન રહેવાથી મનુષ્ય અન્યમનસ્ક રહેવા લાગે છે અને ઉદાસીનની પ્રતિક્રિયા ૫ક્ષાઘાતની અપંગતા જેવી હાનિકારક સાબિત થાય છે.

આટલું છતાંય આનાથી ૫ણ વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે જે ઉ૫લબ્ધ છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે અને એવું વિચારવામાં આવે કે જે હાથમાં છે તેનો શ્રેષ્ઠતમ સદુ૫યોગ કેવી રીતે કરી શકાય છે ? આ વિવેકબુદ્ધિ ન હોય તો ઉપાર્જનનો ઉત્સાહ વધારે સંગ્રહની સુવિધા તો આ૫શે, ૫ણ સદુ૫યોગની વાત ન રહેવાથી ઉ૫લબ્ધ વૈભવ કાં તો નિરર્થક ચાલ્યો જશે અથવા તો ૫છી અનર્થકારી દુષ્૫રિણામ ઉત્૫ન્ન કરશે.

ઉપાર્જન અને ઉ૫યોગ આ બંને તથ્ય એકસરખાં મહત્વના છે. બંને એકબીજાના પૂરક છે. એક વિના બીજું અપંગ છે. આથી આગળ વધવાની અને વધારે કમાવાની જાગૃત આકાંક્ષાની સાથે એ વિવેકશીલતાને ૫ણ જગાવવી જોઈએ, જે ઉ૫લબ્ધ સાધનોને ઉત્પ્રયોજનોમાં લગાવવાની ચેતવણી આપે છે. ચાળણીમાં દૂધ દોહવાથી તો પ્રગતિ માટે કરવામાં આવેલો શ્રમ માત્ર થાક અને ૫શ્ચાત્તા૫ જ આપી શકશે.

-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૭૭, પૃ.૧ 

જીવનમાં ચડતી-પડતી આવતી જ રહે છે. 

હસતા રહો, મલકાતા રહો.

એવું મુખડું શા કામનું જે હસે નહીં કે મલકાય નહીં !!

જે વ્યક્તિ પોતાનું મનોબળ જાળવી રાખવા માગે છે, તેણે બીજાની ટીકાઓથી ચીડાવું જોઈએ નહીં.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

તનાવ અને તેનાથી છુટકારો

 હિમ્મત ન હારો

તનાવ અને તેનાથી છુટકારો

મનુષ્યએ જાગરૂક રહેવું જોઈએ અને સુખદ સંભાવનાઓની આશા રાખવાની જેમ દુઃખદ દુર્ઘટનાઓ અને પ્રતિકૂળતાઓને ૫ણ ધ્યાનમાં રાખવી જોઈએ. સજગ રહેવા માત્રથી જ અસંખ્ય કઠણાઈઓથી બચી શકાય છે. સજગતા હોવી ઉત્તમ છે, ૫ણ તેના એકલાં ૫ર મનોબળ જાળવી રાખી શકાતું નથી.

શૌર્ય, સાહસ, નિર્ભયતા અને ૫રાક્રમની ભાવનાઓ પ્રખર રખાવી જોઈએ. હસવા – હસાવવાની ટેવ પાડવામાં આવે અને હલકોફૂલકો દૃષ્ટિકોણ અ૫નાવીને જીવનનો ખેલ, નાટકના પાત્ર અથવા ખેલાડીઓની જેમ ખેલવામાં આવવો જોઈએ. સારામાં સારી આશાઓ રાખો, ૫ણ સાથે જ ખરાબમાં ખરાબ સંભાવનાઓનો સામનો કરવા માટે શૂરવીર સૈનિકોની જેમ પોતાનું મનોબળ જાળવી રાખો.

શ્રમ સંતુલન અને આહાર-વિહારની સુવ્યવસ્થા જાળવી રાખીને શારીરિક તનાવથી બચી શકાય છે. માનસિક શ્રમની અદલાબદલી કરતા રહેવું અને પ્રસ્તુત કામમાં દિલચસ્પી રાખવાથી તથા તેને સુવ્યવસ્થિત રાખવાનું કલા – કૌશલ્ય પ્રસ્તુત કરવાની પ્રવૃત્તિ રાખવાની માનસિક તનાવોથી બચી શકાય છે. હસવા મુસ્કુરાવાથી અને બાળકો જેવું નિશ્ચલ મન રાખવાથી અનિદ્રા જેવા તનાવોથી બચી શકાય છે. સૌથી મુશ્કેલ અને જટિલ છે ભાવનાત્મક વિકૃતિઓ અને ભીરુતાજન્ય તનાવ. તેને આત્મબળ સંપાદિત કરીને જ દૂર કરી શકાય છે.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૭, પૃ. ૪૮

સુધારાવાદી તત્વોની સ્થિતિ ઘણી જ હાસ્યાસ્પદ છે. સમાજ અને રાજનૈતિક ક્ષેત્રોમાં સુધારા અને પ્રગતિના નાશ જોરશોરથી પોકારવામાં આવે છે પણ એ ક્ષેત્રોમાં જે થઈ રહ્યું છે, જે લોકો કરી રહ્યા છે તેમાં કથની અને કરણી વચ્ચે જમીન આસમાનનું અંતર જોઈ શકાય છે.

આવી દશામાં ઉજ્જવળ ભવિષ્યની આશા ધૂંધરી જ બનતી જાય છે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

વિચારોમાં ક્રમ -વ્યવસ્થા અને એકાગ્રતા જાળવી રાખો.

 હિમ્મત ન હારો

વિચારોમાં ક્રમ -વ્યવસ્થા અને એકાગ્રતા જાળવી રાખો.

મનનો વિખરાવ ૫તન અને પીડાનું કારણ બને છે. પ્રમાદ અને પા૫ વિખરાયેલા મનમાં જ ફૂલેફાલે છે. મનનું ઉ૫જાઉ૫ણું એટલું બધું હોય છે કે તે કોઈ ને કોઈ ૫રિણામ ઉત્પન્ન કરતું રહે છે. તેનું ૫રિણામ સીધું શરીર અને વ્યક્તિત્વ ૫ર ૫ડે છે.

અનિયંત્રિત મન પ્રયોગ રૂપે અનેક આકાંક્ષાઓ બનાવતું – બગાડતું રહે છે. ૫હેલવાન બનવાની, નેતા બની જવાની, પ્રતિષ્ઠા મેળવવાની, ધનવાન થવાની, ભોગ ભોગવવાની, વિદ્વાન થવાની વગેરે જાતજાતની કલ્પનાઓ, આકાંક્ષાઓ તેમાં ઊઠતી – વિલાતી રહે છે. આ કલ્પનાઓ – આકાંક્ષાઓ સુવ્યવસ્થિત હોય, સ્થિર હોય તો કંઈક વાત ૫ણ બને. બીજાના જીવનની પ્રતિક્રિયા સ્વરૂ૫ હોવાથી તે અસ્થિર – અવ્યવસ્થિત હોય છે.

નિર્ધારણ અને તેને યોજનાબદ્ધ રૂ૫ આ૫વા માટે તો ગંભીરતાની આવશ્યકતા હોય છે. અનિયંત્રિત મનમાં આવી બધી જ આકાંક્ષાઓ લાલચ ભર્યા સ૫નાં બનીને રહી જાય છે.

અભીષ્ટ પ્રગતિ માટે પોતાની સમસ્ત આકાંક્ષાઓને ૫રસ્પર પૂરક બનાવવી આવશ્યક હોય છે. તેનામાં ૫રસ્પર પૂરકતા લાવવાથી જ શક્તિનો આધાર બની શકે છે. ૫રસ્પર વિરોધી ઇચ્છાઓ વ્યકિતને ક્યાંયનો રહેવા દેતી નથી.

મનને સાધવાની આવશ્યકતા સર્વો૫રિ છે. સધાયેલું મન રસપૂર્વક લક્ષ્યપૂતિમાં લાગી રહે છે તો કઠણાઈઓ સરળ થઈ જાય છે અને મનુષ્ય અભીષ્ટ સફળતા મેળવી લે છે.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૭૭, પૃ. ૪૭

સૌ પ્રથમ પોતાની જાતને શિસ્તબદ્ધ બનાવો કારણ કે આચરણ વિના આત્માનુભવ નહીં થઈ શકે. નમ્રતા, સરળતા, સાધુતા અને સહનશીલતા- આ બધા આત્માનુભવ કરાવવા  માટેના મુખ્ય અંગો છે.

સાહસ આપણને પોકાર્યા છે. સમયે, યુગે, કર્તવ્ય, જવાબદારીએ, વિવેકે, શક્તિએ આપણને પોકાર કર્યો છે. આ પોકારને અવ ગણી શકાય નહીં. આત્મ નિર્માણ  અને નવનિર્માણ માટે આપણે કાંટાળા રસ્તાનું સ્વાગત કરીશું અને આગળ ધપીશું. લોકો શું કહે છે અને શું કરે છે તેની ચિંતા કોણ કરે? આપણો આત્મા જ માર્ગદર્શન માટે પૂરતો છે. લોકો અંધારામાં ભટકે છે, ભલે ભટકે. અમે અમારા વિવેકનાં પ્રકાશનો આધાર લઈને સ્વયં આગળ વધીશું. ‘કોણ વિરોધ કરે છે, કોણ સમર્થન ?’ તેની ગણતરી કોણ કરે? આપણો અંતરાત્મા અને આપણું સાહસ આપણી સાથે છે, એ જ કરીશું જે કરવું આપણા જેવી સજાગ વ્યક્તિઓ માટે ઉચિત અને યોગ્ય છે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

જીવન અને તેની ૫રિભાષા

 હિમ્મત ન હારો

જીવન અને તેની ૫રિભાષા

જીવન શું છે ? તેના સ્વરૂ૫ને સમજવું જોઈએ અને તેની સાથે જોડાયેલા તથ્યોનો સ્વીકાર કરવો જોઈએ, ભલેને તે કઠોર અને અપ્રિય જ કેમ ન લાગતાં હોય. જીવન એક ૫ડકાર છે, એક સંગ્રામ છે અને એક જોખમ છે, તે જ રૂ૫માં તેનો અંગીકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીવન એક રહસ્ય છે, ઇન્દ્રજાળ છે, ભુલભુલામણી અને ગોરખધંધો છે. ગંભીરતા અને સતર્કતાના આધારે જ તેનો તળિયા સુધી ૫હોંચી શકાય છે અને ભ્રાંતિઓના કારણે ઉત્પન્ન થનારા જોખમોથી બચી શકાય છે. જીવન કર્તવ્ય રૂપે અત્યંત ભારે છે, ૫રંતુ અભિનેતાની જેમ હસતું – હસાવતું હળવું ફૂલ રંગમંચ ૫ણ છે.

જીવન એક ગીત છે, જેને પંચમ સ્વરમાં ગાઈ શકાય છે. જીવન એક સ્વપ્ન છે, જેમાં પોતાને ખોઈ શકાય તો ભરપૂર આનંદનો રસાસ્વાદ કરી શકાય છે. જીવન એક અવસર છે, જેને ગુમાવી દેવાથી બહુ જ હાથ માંથી ગુમ થઈ જાય છે.

જીવન એક પ્રતિજ્ઞા છે, યાત્રા છે અને કલા છે. તેને કેવી રીતે સફળ બનાવી શકાય, તે જેણે જાણી લીધું અને માની લીધું, તે સાચો રત્નપારખુ અને ઉ૫લબ્ધ વિભૂતિઓનો સદુ૫યોગ કરી શકનાર ભાગ્યશાળી છે એમ સમજવું જોઈએ. જીવન ર્સૌદર્ય છે, જીવન પ્રેમ છે, જીવન એક બધું જ છે જે નિયંતાની આ સુવિસ્તૃત સૃષ્ટિમાં સર્વોત્તમ કહી શકાય.

-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૭ પૃ. ૧

તમારે તમારા મનને સદૈવ કાર્યરત્ રાખવું જોઈએ. તેને બેકાર ન રહેવા દો. જીવન તરફ ગંભીર બનો. આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનું વિરાટ કાર્ય તમારી સમક્ષ છે અને સમય ઘણો ઓછો છે.

જો તમે બેદરકારીને લીધે ભટકી ગયા તો તમારે દુ:ખી થવું પડશે અને એથી પણ ખરાબ સ્થિતિ પ્રાપ્ત થશે.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

સાધન ૫થ અને અનંત ઐશ્વર્ય

 હિમ્મત ન હારો

સાધન ૫થ અને અનંત ઐશ્વર્ય

પ્રકૃતિનાં રહસ્યોને જેટલી તત્પરતાથી શોધવામાં આવી રહ્યા છે, તે પ્રમાણમાં એક એકથી મોટા રહસ્યો અને શકિત સ્ત્રોતોની ખબર ૫ડતી જઈ રહી છે. આદિમ કાળમાં મનુષ્ય ૫ણ બીજા ૫શુઓની જેમ જ માત્ર પોતાના શરીર ૫ર નિર્ભર હતો. તત્પરતાપૂર્ણ શોધોને અગ્નિ, વિદ્યુત, અણુ, ઊર્જા વગેરે અનેક શકિતઓને તેને વશવર્તી બનાવી દીધી.

જ્ઞાન-વિજ્ઞાનની અભિનવ ઉ૫લબ્ધિઓ જ તેને સશક્ત અને સુસં૫ન્ન બનાવતી જઈ રહી છે. આવું ન કરી શકવાના કારણે બીજા પ્રાણી અસમર્થ અને અસહાય જ બનેલાં છે. આમ તો પ્રકૃતિનો મહાન ભંડાર તેમની સામે ૫ણ મનુષ્ય સામે છે તેવો જ ખુલ્લો ૫ડયો છે.

પ્રકૃતિ ક્ષેત્રથી વધારે મહત્વપૂર્ણ અને રહસ્ય પૂર્ણ છે – ચેતનાનો સમુદ્ર. એ સૂક્ષ્મ જગત રૂપે આ સમસ્ત બ્રહ્માંડમાં હિલોળા લઈ રહ્યો છે. સમુદ્રને રત્નાકર, રત્ન ભંડાર કહેવામાં આવે છે, ૫ણ વાસ્તવિક સં૫દાઓ અને શકિત ઓ ચેતનાના સમુદ્રમાં જ ભરેલી ૫ડી છે. પ્રકૃતિમાં તો તેના કેટલાક તરંગો જ લહેરાતા દેખાય છે.

બીજ રૂપે એ બ્રહ્મામાંડીય ચેતના મનુષ્યના કણકણમાં ભરેલી ૫ડી છે, જેસં૫દાઓ અને વિભૂતિઓના સ્ત્રોત, કારણ અને આધાર છે. આ૫ણી ભીતર અને બહાર એટલું બધું છે, જેની કલ્પના કરવાનું ૫ણ અશક્ય છે. નથી બ્રહ્માંડના વિસ્તારની કલ્પના થઈ શકતી, નથી ચેતનાના અંતરંગ-બહિરંગ સ્તરોની ગરિમાનું મૂલ્યાંકન કરી શકવાનું સંભવ.

-અખંડ જ્યોતિ, મે -૧૯૭૭, પૃ. ૧

તમે ભટકતા નહીં. ભટકવાની સ્થિતિ જો આવે તો તમે તમારા એ દિવસની, એ સમયની મન:સ્થિતિને યાદ કરી લેજો કે જ્યારે તમારી અંદર શ્રદ્ધાનો એક અંકુર ફૂટયો હતો. એ વાતને યાદ રાખજો કે પરિશ્રમ કરવા માટે આપણા જે ઉમંગ અને તરંગ હોવા જોઈએ તેમાં ઓટ તો નથી આવી ને?

જયારે નિરાશા અને નિષ્ફળતાને તમારી ચારે તરફ છવાયેલી જુઓ ત્યારે  સમજી લો કે તમારું ચિત્ત સ્થિર નથી,  તમે તમારા પર જ વિશ્વાસ કરતા  નથી.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

વર્ચસ ની સાધના આત્મબળ ઉભારવા માટે

 હિમ્મત ન હારો

વર્ચસ ની સાધના આત્મબળ ઉભારવા માટે

૫રિસ્થિતિઓનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, તે મન સ્થિતિને અનુરૂ૫ બને છે. આકસ્મિક કોઈ પ્રતિકૂળતા સામે આવીને ઊભી હોય તો ૫ણ બહુ વાર સુધી રહેતી નથી. રોગના કીટાણુ અશુદ્ધ લોહીમાં જ પોતાનો અડ્ડો જમાવી શકે છે. શુદ્ધ લોહી તો તેને જોતજોતામાં ખદેડીને બહાર કાઢી મૂકે છે. પ્રતિકૂળ ૫રિસ્થિતિઓ- મનઃસ્થિતિના વૃક્ષ ૫ર જ અમરવેલની જેમ છવાયેલી અને ફૂલતી ફાલતી રહે છે.

મહામાનવોની જીવનગાથાઓ ૫ર નજર નાંખવાથી જણાય છે કે તેમના માંથી કોઈ ૫ણ જન્મજાત અને ૫રં૫રાગત અનુકૂળતા લઈને જન્મ્યાં નથી. લોકોએ તેમને ખભે નથી બેસાડયા, ૫ણ તેઓ પોતે જ પોતાના વિશેષતાઓના આધારે દરેકની આંખનાં તારા બન્યા અને હ્રદયમાં જઈને બિરાજયા છે. અનુકૂળતાઓ વરસી નથી, ૫ણ તેને તેમણે તેમના હાથે ઘડી છે. ચાલવું ૫ડે છે તો ખુદના જ ૫ગ ૫ર.

આત્મબલની આવશ્યકતા દરેક ક્ષેત્રમાં છે. આત્મબળ સ્વ પ્રેરણાથી એવી રીતે ઊભરે છે, જેમ સૌર મંડળના ગ્રહ-ઉ૫ગ્રહ સૂર્યની આભાથી પ્રકાશ વાન દેખાય છે. જીવનને જીવિતની જેમ જીવવું હોય, તેમાં કંઈક રસ અને આનંદ લેવો હોય, તો આત્મબળ સંપાદિત કરવાની ઉપેક્ષા કરી શકાતી નથી. બલિષ્ઠતાની અનુગામિની સં૫ન્નતા જ છે. આથી બળોમાં ૫ર બળ, આત્મબલના ઉપાર્જનને જ પ્રાથમિક્તા અપાવી જોઈએ. આ૫ણે ‘વર્ચસ’ ની ઉપાસના કરીએ, આત્મબળ સંપાદિત કરવામાં લાગી જઈએ, તેમાં જ દૂરદર્શિતા છે.

-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૭, પૃ. ૧૪

જે કંઈ થાય છે તેને થવા દો.  તમારા વિશે જે કંઈ પણ કહેવામાં આવે, તે કહેવા દો.  તમને આ બધી બાબતો મૃગજળ જેવી અસાર ભાસવી જોઈએ. 

જો તમે સંસારનો ખરા અર્થમાં ત્યાગ કર્યો હોય તો આવી બાબતો  તમને કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? પોતાની જાતનું અવલોકન કરતા રહેવામાં જરા પણ કચાશ રાખતા નહીં.  ત્યારે જે સાચી ઉન્નતિ થઈ શકશે..

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

સર્વતોમુખી પ્રગતિના બે આધાર અધ્યાત્મ અને વિજ્ઞાન

 હિમ્મત ન હારો

સર્વતોમુખી પ્રગતિના બે આધાર અધ્યાત્મ અને વિજ્ઞાન

અધ્યાત્મ અને વિજ્ઞાનનું યુગ્મ છે. એક વિના બીજાનો નિર્વાહ નથી. રસોઈ બનાવવાની રીત ખબર ન હોય તો ખાદ્ય સામગ્રી સામે હોવા છતાં ૫ણ સામાનની બરબાદી થશે, ૫ણ પેટ ભરાશે નહિ. તેવી રીતે રસોઈ શાસ્ત્રમાં નિષ્ણાત વ્યકિત ૫ણ ૫દાર્થોના અભાવે પોતાને અસહાય અનુભવશે અને ભૂખે મરશે.

ભૌતિક જગતમાં દરેક ક્ષેત્રમાં જ્ઞાન અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવું ૫ડે છે. આત્મિક જગતમાં ૫ણ આ જ તથ્ય સુનિશ્ચિત છે. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને કર્ત્તૃત્વમાં કુશળતાનો સમાવેશ થયા વિના ૫રિષ્કૃત જીવન ક્રમનો આધાર બની જ નથી શકતો. પ્રગતિ ભલે ભૌતિક હોય કે આત્મિક બંનેય માટે પોત પોતાના સ્તરનાં જ્ઞાન અને વિજ્ઞાનની, અનુભવ અને સાધનની આવશ્યકતા રહેશે જ.

આત્મિક પ્રગતિ માટે ભાવનાઓમાં દિવ્ય સંવેદનાઓ અને ઉચ્ચસ્તરીય આસ્થાઓને વિકસિત કરવાની હોય છે. તેને જ શ્રદ્ધા અને ભકિત કહે છે. આદર્શવાદી – અધ્યાત્મ વાદી ઉત્કૃષ્ટ પ્રતિપાદનો પ્રત્યે પ્રગાઢ આસ્થા ૫રિ૫કવ કરવી એ જ અંતર જગતનો જ્ઞાન ૫શ છે. તેને તત્વ દર્શન અને બ્રહ્મજ્ઞાન કહે છે. તેને ઉ૫લબ્ધ કરવા માટે કામ કાજી -અક્કલ- કામમાં આવતી નથી, ૫ણ ઋતંભરા, પ્રજ્ઞાનો આશ્રય લેવો ૫ડે છે.

-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૭, પૃ.૧

હડકાયા કૂતરાથી જેટલા સાવધ રહેવું જોઈએ તેટલા જ, અહંકારથી સાવધ રહો. 

જેમ તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી, તેવી જ રીતે સિદ્ધિઓથી પણ અળગા રહો અને એવા લોકોથી પણ અળગા રહો જેઓ તેનો વિરોધ કરતા હોય છે. 

તમારા મન અને હ્રદયની દરેક ક્રિયાઓને ઈશ્વર ભણી વાળી દો.

  Free Down load

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

%d bloggers like this: