હ્રદય મંદિરમાં સંતોષ :

 હ્રદય મંદિરમાં સંતોષ

જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશા નાં વાદળો ચારે બાજુ છવાયેલાં હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતરાઓથી ઘેરાઈ જતાં છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે. અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે.

આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હ્રદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધી વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઘરમાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હ્રદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો.

હ્રદયરૂપી આ સાત્વિક સ્થાનને બ્રહ્મલોક અથવા ગોલોક પણ કહે છે, કારણ કે ત્યાં પવિત્રતા, પ્રકાશ અને શાંતિનો જ નિવાસ છે. પરમાત્માએ આપણને સ્વર્ગની સીડી સુખ મેળવવા માટે જ આપી છે, પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો એને જાણી શકતા નથી.

અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, પેજ-૫

 

પ્રભુની માયા.

પ્રભુની માયા.  :  જે મનમાં સમજે છે કે હું નથી જાણતો, પણ કહે છે કે હું જાણું છું તે જૂઠો છે. જેને ખબર છે કે હું થોડુંક જાણું છું, છતાં કહે છે કે હું જાણું છું તે ખરેખર જાણતો નથી, કારણ કે ઈશ્વરને પૂર્ણ રૂપે જાણવો તે ખરેખર અશક્ય છે.

જેને ખબર છે તથા કહે છે કે હું નથી જાણતો તે સાચું બોલે છે. જે સમજે છે કે હું અંશ રૂપમાં જાણું છું અને કહે છે કે હું જાણતો નથી તે થોડુંક જાણે છે, પણ છે અધૂરો. આ પણ પ્રભુની માયા છે. જેને ખબર છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એવું જ કહે છે પણ ખરો તે બીજાઓથી વધારે જાણે છે, પરંતુ જે સમજે છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એ જ કારણે ચૂપ રહે છે તે વાસ્તવમાં ખૂબ જાણે છે. આટલું જાણીને પણ જે પ્રભુના પ્રેમમાં બધું જ ભૂલી જાય છે. તે પ્રભુમાં વિલીન થઈ જાય છે, તે ધન્ય છે.

જે જાણીને ભૂલી જાય છે, જે ભક્ત છે, અનન્ય પ્રભુ પ્રેમી છે તે જ પ્રભુને પૂર્ણ રીતે જાણે છે. તે હવે શું બતાવે? એની પાસે બતાવવા જેવું કશું હોતું નથી. એનાં દ્રન્દ્ર દૂર થઈ ચૂક્યાં હોય છે. હવે કોણ બતાવે અને કોને બતાવે? બતાવવાની જરૂર પણ શી છે? આ જ પ્રભુની માયા છે.

અખંડ જ્યોતિ, જાન્યુઆરી -૧૯૪૧, પેજ-૧૪

આત્મિક તૃપ્તિનો આધાર.

આત્મિક તૃપ્તિનો આધાર   :   સંસારના બધા દાર્શીકોનો મત છે કે જીવની સ્વાભાવિક ઈચ્છા અને અભિલાષા આત્મિક ઉન્નતિ કરવાની હોય છે. લોકો ભૌતિક સુવિધા ઓ એકઠી કરે છે, ઇન્દ્રિયોને વિષયભોગ ભોગે છે, પરંતુ ઝીણી નજરે જોતાં ખબર પડે છે કે એ બધાં કાર્ય આત્માની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એ વાત જુદી છે કે ધૂંધી દ્રષ્ટિ હોવાના કારણે લોકો નકલ ને જ અસલ માની બેઠા છે. તમે ખૂબ પરિશ્રમ થી ધન ભેગું કરો છો,

પરંતુ લગ્ન પ્રસંગે એને છૂટથી વાયરો છે. કાતી વખતે એક પૈસા માટે મરી પડતા હતા, તો પછી આજે શા માટે પૈસા ઝુંટવી રહ્યા છો? એટલા માટે કે આજે તમે ધન ભેગું કરવા કરતાં વા પરવામાં વધારે સુખનો અનુભવ કરો છો. ડાકુ જાનના જોખમે જે ધન લાવ્યો હતો તેને દારૂ પરવામાં શા માટે વેડફી રહ્યો છે? આનંદ ને ધન ભેગું કરવા કરતાં વધારે મહત્વ નો ગણે છે. બીમારીમાં, ધર્મ કાર્યોમાં કે બીજી બાબતોમાં ઘણા પૈસા વપરાય જાય છે, છતાં મનુષ્યને તેનો રંજ હો તો નથી. એ જ પૈસા જો ચરાઈ જાત તો એને ખૂબ દુઃખ થાત.

આ ઉદાહરણો માં તમે જોઈ શકો છો કે જેમનું અમૂલ્ય જીવન ધન ભેગું કરવામાં વહી રહ્યું છે તેઓ પોતાના એ જીવનરસ ને પણ એક સમયે ખૂબ બેપરવાઈ થી ફૂં કી મારે છે. આવું થાય છે કારણ કે એ ખર્ચાળ કામો માં માણસને વધારે આનંદનો અનુભવ થાય છે.                અખંડ જ્યોતિ, જૂન-૧૯૪૦, પેજ-૧૬

 

પહેલાં આપો, પછી મેળવો.

પહેલાં આપો, પછી મેળવો.

એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે? મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી. ત્યાગની કસોટી માનવીના ખરાખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે. મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગતી વધારે સારું બીજું કોઈ સાધન નથી.

જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો, વિદ્યા, બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો. ગાંઠે બાંધેલું કંઈક છોડો. કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી. આપો, તમારી પાસે પૈસા, રોટી, વિદ્યા, શ્રદ્ધા, સદાચાર, ભક્તિ, પ્રેમ, સમય, શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો, બદલામાં આપને અનેકગણું મળશે. ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો,

ગાંધીજીએ પોતાની વકીલાત છોડી, પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મેળવ્યું. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું. મેં મારી ઝોળીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો. સાંજે મેં જોયું કે ઝોળીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત?

અખંડજ્યોતિ , માર્ચ-19 40, પેજ-9

પહેલાં આપો, પછી મેળવો.

કર્તવ્યપાલન :-

કર્તવ્યપાલન :-

જે કાર્ય કરવાની સ્વીકૃતિ હ્રદય આપે તે જ મનુષ્યનું કર્તવ્ય છે, ધર્મ છે અને હ્રદય જે કાર્યો કરવાની ના પાડે તે ન કરવાં જોઈએ કારણ કે તે અધર્મ છે.

જે મનુષ્ય પોતાનાં કર્તવ્યોનું યોગ્ય રીતે પાલન કરે છે તે સદાચારી મનુષ્યને કદી કોઈ દુઃખ સહન કરવું પડતું નથી, કારણ કે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. તેની ઈશ્વર હંમેશા એના પર દયા દ્રષ્ટિ રાખે છે. મોટા ભાગે બહારથી જોતાં સદાચારી લોકો ગરીબ અને દુઃખી લાગે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. સદાચારી મનુષ્યમાં અસામાન્ય દૈવી શક્તિ હોય છે. જેનામાં એ દૈવી શક્તિ હોય તે દુઃખી ક્યાંથી હોઈ શકે? સદાચારી આત્મિક રીતે ગરીબ હોઈ શકતો નથી.

જો ખરેખર જોવામાં આવે તો સાચો ખજાનો સદાચારીની પાસે જ છે. એનો એ ખજાનો કદી ખાલી હોતો નથી. તેને વાપરવા છતાં તે વધતો જ રહે છે. સદાચાર અંગે ચિંતન કરવાથી જ આત્માને અપાર શાંતિ અને શીતળતા પ્રાપ્ત થાય છે. દુષ્ટોને સદાય પોતાના દુશ્મનોનો ભય સતાવતો હોય છે કે કયાંક તે અમારું અહિત ના કરી બેસે, જ્યારે સદાચારીને તો કોઈ દુશ્મન જ હોતો નથી. એને તો આખો સંસાર પોતાનો લાગે છે, પછી એને ડર કોનો ?

ઈશ્વર ઇચ્છે છે કે દરેક મનુષ્ય આ સંસારમાં સારાં સારાં કાર્યો કરે અને અંતે પરમ મોક્ષ નો અધિકારી બને.

અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪૧, પેજ-૨૪

સાચો ધર્માત્મા કોણ ?

સાચો ધર્માત્મા કોણ ?

સાચા આધ્યાત્મિક મનુષ્યના હ્રદયમાં પ્રેમ, ઈમાનદારી, સત્યપરાયણતા, ઉદારતા, દયા, શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો ભાવ જાગે છે. આ બધા આત્માના સ્વાભાવિક ગુણ છે. એ જ મનુષ્યની સ્થાયી શક્તિઓ છે. આપણું સમગ્ર જીવન એ ગુણોના રંગે રંગાઈ ના જાય ત્યાં સુધી એમને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે મનુષ્યમાં આ બધા ગુણો મોજૂદ છે તે જ સાચો આધ્યાત્મિક માણસ છે. આ સત્યના આધારે જ તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે

ઈશ્વરભક્તિનો માર્ગ કોઈ ધર્મ વિશેષ યા કોઈ કર્મકાંડ પૂરતો સીમિત નથી. તે તો આત્માની ગંભીરતામાં વિધમાન છે.

માત્ર ઈશ્વર, ઈશ્વર એવું રટણ કરનારા ધર્માત્મા હોતા નથી. જે મનુષ્ય પરમાત્માના આદેશ પ્રમાણે અથવા એમણે બતાવેલા માર્ગ પર ચાલે છે તે જ માણસ ધર્માત્મા છે. ધન્ય છે એ માણસો કે જેઓ પરમાત્માનો અવાજ સાંભળે છે અને એ પ્રમાણે આચરણ કરે છે. જે આત્મા આ સુંદર જીવનમાં પદાર્પણ કરે છે એના માટે અંતર્જ્ઞાનના દરવાજા ખૂલી જાય છે. શુદ્ધ હ્રદયવાળા મનુષ્યોને જ પરમાત્માનાં દર્શન થાય છે. આ દર્શનમાં જે આનંદ છે તેનું વર્ણન કોણ કરી શકે?

અખંડજ્યોતિ , જાન્યુઆરી-1941, મુખપૃષ્ઠ

આત્મશક્તિનો વિકાસ

આત્મ શક્તિનો વિકાસ

મનુષ્યના જીવનને મુખ્ય ઉદ્દેશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવાનો છે. જે પ્રાણી મનુષ્યનો દેહ ધારણ કરવા છતાં પણ આત્મિક શક્તિઓનો વિકાસ કરી શકતું નથી, પોતાના આત્માની નજીક પહોંચી શકતું નથી તે આ સંસારમાં શાન્તિ પ્રાપ્ત કરી શકતું નથી અને પરલોકને સુખમય બનાવી શકતું નથી. તેથી જો મનુષ્ય સાચી શાંતિ મેળવવા ઈચ્છતો હોય, પોતાના જીવનને સુખી બનાવવા ઈચ્છતો હોય તો એણે અવશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ, કારણ કે આત્મા જ પૂર્ણ શાંતિ અને સુખનો ભંડાર છે.

આપણે ભૂલ કરીએ છીએ અને સાંસારિક વિષયોમાં સુખ શોધીએ છીએ, પરંતુ સંસારના વિષયોમાં સુખ ક્યાં છે? તેઓ તો જડ છે. સુખ એ ચેતન પદાર્થનો ગુણ છે.

બિચારો જડ પદાર્થ આપણને કઈ રીતે સુખ આપી શકે? જે વસ્તુ પોતે જ ક્ષણભંગુર છે તે આપણને શાશ્વત શાંતિ કેવી રીતે આપે? સાંસારિક વિષયભોગ તો બાળક નચિકેતાના કથન પ્રમાણે કાલ સુધી જ રહેવાના છે. એમની પાસેથી સુખ મળવું તો દૂર રહ્યું, પરંતુ તેઓ આપણી ઈન્દ્રિયોનાં તેજ અને શક્તિને પણ નષ્ટ કરી નાખે છે.

અખંડ જ્યોતિ , ઓક્ટોબર -૧૯૪૦, પેજ-૧૩  

કર્મ યા પાખંડ :

કર્મ યા પાખંડ :  કાર્ય શરૂ ન કરવા માત્ર થી મનુષ્ય નિષ્કામ અવસ્થાનો આનંદ પાપ્ત કરી શકતો નથી. માત્ર શરીર દ્વારા નિષ્ક્રિય થઈ ગયા તો એનાથી શો લાભ ? કારણ કે મોક્ષ અને બંધનનું કારણ તો મન છે. કર્મ ફળથી અનાસક્ત રહેવું.

આળસુ બનીને બેસી ના રહો. ફળની બાબતમાં આપણો અધિકાર નથી. મહેનત કર્યા પછી પણ ફળ મળશે જ એ નક્કી નથી. કદાચ જો ફળ પ્રાપ્ત થાય તો પણ તે પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, એનું કારણ મહેનત નથી એમ માનીને મહેનત કરવાનું છોડી ના દેશો. કર્મ કરવું તે તમારું કર્તવ્ય છે. તેથી તમારે કર્મ તો કરવું જ જોઈએ કે તમે કર્મને છોડી શકતા નથી. તમે કર્મ કરવા માટે વિવશ છો.

ન કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્  l કાર્યતે હ્યવશ: કર્મ સર્વ: પ્રકૃતિજૈર્ગુણૈ ॥

કોઈ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી. પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને એણે કર્મ કરવું પડે છે. બધાં જ પ્રાણી ઓ આ રીતે દરેક ક્ષણે કર્મ કરતાં રહે છે. કદાચ ઇન્દ્રિયોને આપણે કર્મ કરતી રોકીને કર્મથી વિમુખ રહી શકીએ, પરંતુ મનને રોકી શકતા નથી. તે તો તેના તાણાવાણા વણ્યે જ રાખે છે. તો પછી ઇન્દ્રિયોને પાસે કોઈ કામ ન કરાવવાનો મતલબ નથી. જે મૂર્ખ બુદ્ધિવાળો મનુષ્ય કર્મેન્દ્રિયોને કર્મ કરતાં રોકીને મન દ્વારા વિષયોનું ચિંતન કરે છે તે પાખંડી છે.

-અખંડ જ્યોતિ, ઓગસ્ટ -૧૯૪૦, પેજ-૧૬  

 

તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને

તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને

મનુષ્ય શરીરેને ‘હુ’ માને છે. એણે એક લોકોક્તિ તો અવશ્ય સાંભળી હોય છે કે આત્મા શરીરથી જુદો છે, પરંતુ એના પર એને વિશ્વાસ નથી બેસતો. જો આપણે બધા શરીરને જ આત્મા ન માનતા હોત તો ભારતભૂમિ દોરાચારોનો અડ્ડો જ બની ગઈ હોત ગીતામાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતાં એ જ દિવ્યજ્ઞાન આપ્યું છે કે તું દેહ નહિ, આત્મા છે. આત્માના સ્વરૂપને જે રીતે ભૂલી જવામાં આવ્યું છે એ જ રીતે ઈશ્વરને પણ ભૂલી જવામાં આવ્યો છે.

આપણી ચારેય બાજુ જે ઘનઘોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે એનાથી આપણને કંઈક જુદી જ વસ્તુઓ હાથ લાગી છે. એને જ આપણે ઈશ્વર લીધો છે. દોરડાને સાપ માની લેવાનું ઉદાહરણ બધા જાણે છે. દોરડું અંધારામાં સાપ જેવું લાગે છે કારણ કે અંધારામાં આંખોનું જ્ઞાન બરાબર કામ નથી કરતું. પરિણામે ભ્રમ સાચો લાગે છે. આજના ગરબડના સમયમાં ઈશ્વરના સ્થાને શેતાન બેસી ગયો છે અને લોકો તેને પૂજે છે. આત્મા પંચતત્વો કરતાં સૂક્ષ્મ છે. પંચતત્વોના રસોને એ જ તત્વોથી બનેલું શરીર ભોગવી શકે છે.

આત્મા સુધી કડવો કે મીઠો રસ પહોંચતો નથી. એ તો માત્ર ઈન્દ્રિયોની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવા જેવું છે.

-અખંડજ્યોતિ, મે-1940, પેજ-6

ગીતાનો કર્મયોગ

 ગીતાનો કર્મયોગ

દરેક મનુષ્ય આ સંસારમાં કોઈક ખાસ ઉદ્દેશથી આવે છે. તે એ વિશેષ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે. એનાથી વિપરીત દિશામાં જવા માટે તે સ્વતંત્ર નથી. ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ. પૃથ્વીના ભારને દૂર કરવાના વિશેષ ઉદ્દેશથી તેનો જન્મ થયો હતો. તેથી આ કાર્યમાં તે પરતંત્ર બન્યો. તેણે એ કાર્ય કરવું જ પડયું.

ઇશ્વર બધાં પ્રાણીઓના હ્રદયમાં રહીને એમને ફરતાં રાખે છે. આપણા શરીરમાં જેટલા રક્તકણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે. કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ, પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાનાં કાર્યોમાં સ્વતંત્ર છે.

એવી જ રીતે ઈશ્વર દ્વારા નિયુક્ત સ્થાન પર રહીને સંસારમાં આપણા આવવાનાં ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં કરતાં મનુષ્ય પોતાનાં બીજાં કાર્યોમાં સ્વતંત્ર છે. આ જ છે મનુષ્યનું કર્મ સ્વાતંત્ર્ય. એટલે જ ભગવાને ‘કર્મણ્યેવાધિકારસ્તે’ કહ્યું છે. આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, સ્વભાવ પરિવર્તન યા ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી.

‘ મા ફલેષુ કદાચન્’ ફળમાં તારો અધિકાર જરા પણ નથી. તેથી મનુષ્ય એ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું.

-અખંડ જ્યોતિ, જુલાઈ – ૧૯૪૦, પેજ-૧૫

%d bloggers like this: