GG-15 : પંચકોશી સાધના -૨૯  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

પંચકોશી સાધના, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

“ગુરુદેવ આ પંચકોશી સાધના શું હોય છે”

જો બેટા, ગાયત્રી મંત્રના ફક્ત જપ કરવાં જ પૂરતાં નથી હોતા. જપ અને ધ્યાન કરવાથી અમારી મનોભૂમિ શુદ્ધ થાય છે. ખેતર ખેડવાનું જે કામ હળ અને બળદ દ્વારા સંપન્ન થાય છે તે જ જપ અને ધ્યાનથી પૂરું થાય છે. આપણી મનોભૂમિ કુવિચારો અને દુષ્પ્રવૃત્તિઓના ઝાડ-ઝાંખરાથી મુક્ત બની જાય છે. પરંતુ એટલું જ પૂરતું નથી. ખેતરની ખેડણી પછી એમાં બીજ રોપવા, સીંચવા, ખાતર આપવું, નિંદામણ કાઢવું અને રખેવાળીની પણ જરૂરિયાત પડે છે. આ પાંચ કાર્ય કર્યા પછી જ સુંદર પાકના દર્શન થાય છે. એવી જ રીતે જપ તથા ધ્યાનથી પરિમાર્જિત મનોભૂમિમાં પણ પાંચ સંસ્કારોની જરૂરત હોય છે. આ જ પંચકોશી સાધના છે. આપણા આત્મા પર પાંચ આવરણ હોય છે, જેવી રીતે આપણા શરીર જુદાં જુદાં કપડાંના આવરણ વડે ઢંકાયેલા હોય છે. આ આવરણોને ક્રમશઃ આાવતા જઈને આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરવો એ જ સાધનાનું વાસ્તવિક લક્ષ્ય છે. આત્માના આ પાંચ આવરણ છે અન્નમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ.

“આ તો ગુરુદેવ આપે વધારે ઝંઝટ ઊભી કરી દીધી. એક તો જપ-ધ્યાન માટે પણ સમય નિકાળવો કઠીન હોય છે અને આપ વે કહો છો કે પંચકોશી સાધના કરો. સામાન્ય માન્નસ માટે આ બધું કેવી રીતે સંભવ થશે ?” ગુરુદેવ હસ્યા અને બોલ્યા “અરે નહીં બેટા, આમાં કોઈ ઝંઝટ નથી. નાના સરખા પ્રહલાદે જ્યારે આ કરી લીધી તો પછી કોઈને આમાં શું મુશ્કેલી થવાની છે. આ પંચકોશી સાધના તો સર્વ સાધારણ માટે, બાળક-વૃદ્ધ, નર-નારી, ગૃહસ્થ વૈરાગી બધા માટે અતિ સરળ અને સર્વથા ઘનિ રતિ છે. થોડોક સમય ફાળવીને કોઈપણ વ્યક્તિ એને બહુ જ સરળતાપૂર્વક અપનાવી શકે છે. એના પર આગળ વધતાં સામાન્ય વ્યક્તિ પણ અંતમાં એ સ્થિતિએ પહોંચી જાય છે જ્યાં આત્મસાક્ષાત્કારની સંભાવના પૂરી રીતે સ્પષ્ટ હોય. આધ્યાત્મિક વિચારોને વ્યાવહારિક રૂપમાં પરિવર્તન કરવાનું નામ જ પંચકોશી સાધના છે. એનાથી આત્મિક સ્તરનો સર્વતોમુખી વિકાસ થાય છે. પંચકોશોના અનાવરણથી અનંત આનંદદાયી બ્રહ્મ સાક્ષાત્કાર સંભવ થઈ જાય છે.

આ સાધના અત્યંત સરળ છે. યોગી વનવાસી તો એમાં પોતાનો બધો સમય લગાવી જ શકે છે પરંતુ ગૃહસ્થ લોકો પા પોતાના દૈનિક અને વ્યાવસાયિક કાર્યોની વ્યસ્તતા પછી પણ એના માટે સમય નીકાળી શકે છે. પોતાના મનને વશ કરતી વખતે સમય સંયમ કરીશું તો બેકારના કાર્યોમાં જે મૂલ્ય સમય નષ્ટ થઈ જાય છે એ જ એના માટે પૂરતો થઈ જશે. તેનો પોતાની સાારણ શ્રમની સાધના દ્વારા જ આત્મકલ્યાણની પૂર્ણતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. તને આ પાંચેયની બાબતમાં સમજાવું નવા ખેંચ-આ આત્માનું પ્રથમ આવરણ છે અને મનુષ્યની ઈંદ્રિયો સાથે સંબંધ ધરાવે છે. આપણી ઈંટ્યો તે સંયમિત કરવાની જ સાધના છે. પ્રેમ માર્ગથી શ્રેષ માર્ગ પર તરફ વધવાનું વિધાન છે. પ્રેપ માર્ગ એ હોય છે જે પ્રિય લાગે છે. તેના પર ચાલવાથી ઇંદ્રિયોનો આવેશ શાંત થાય છે. આગળ-પાછળનું કાંઈપણ સૂઝતું નથી. ફક્ત વર્તમાનની, આજની, અત્યારની વાત યાદ રહે છે. આજની ખોજ-મસ્તીના બદલામાં ભવિષ્યને અંધકારય બનાવવાના ખેલને જ પ્રેય કહે છે. આજે જેને જુઓ તે વાસના અને તૃષ્ણાની સત્યાનાશી સડક પર બેલગામ ઘોડાની માફક અંધાધુંધી ભાગતા જઈ રહ્યા છે, આ વાત પર અંકુશ લગાવવાની આવશ્યક્તા છે કે નહીં. અધ્યાત્મથી વિમુખ થઇને ભૌતિકવાદી દૃષ્ટિકોણમાં પ્રવૃત્ત મનુષ્ય પ્રેય માર્ગમાં એટલો આસક્ત થઈ જાય છે કે લોટની ગોળી સાથે કાંટો પણ ગળી જનારી માછલીની માફક જાણી જોઈને જાતે પોતાનો જ સર્વનાશ કરી લે છે.

તો આ છે પ્રેમ માર્ગ, એમાં સૌથી મોટો દોષ એ છે કે સીમિત માત્રામાં ઉપભોગ સુખ પ્રાપ્ત થવાથી સંતોષ નથી થતો. જેટલો પણ ઉપભોગ મળે છે એટલી જ તૃષ્ણા વધતી જાય છે. ઈંદ્રિય સુખ, ધન-દોલત, માનસન્માન, સત્તા-અધિકાર માટે મન લલચાયા કરે છે. આ બધાને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ચોરી, બેઇમાની, દગાબાજી, છળ, કપટ, હત્યા, શોષગ્ન વગેરે અનેકાનેક દુષ્કર્મ કરતો રહે છે. પાપના કીચડમાં ઉડો ઉતરતો જ જાય છે.

એનાથી વિપરિત શ્રેય માર્ગ છે. એમાં આજની અપેક્ષા કાને મહત્વ આપવું અને ભવિષ્યના સુખ માટે આજે સંયમને અપનાવવો પડે છે. શ્રેષ માર્ગનો પશિક આરંભમાં નુકસાનમાં રહેતો દેખાય છે જ્યારે પ્રેયમાર્ગવાળાને તરત જ લાભ મળે છે. મેલ માર્ગ પર માલવાવાળાનો ઉપહાસ પણ થાય છે અને એને મૂર્ત સમજવામાં આવે છે. આજ દૂરદર્શિતા તથા બુદ્ધિમત્તાની પરીક્ષાનો સમય છે. જે આમાં ચૂકી ગયો તે અનંતકાળ સુધી પસ્તાતો રહે છે. વિતી ગયેલો સમ ફરીથી પાછો તો નથી આવી શક્તો. આ જ અન્ય કોપની સાધના છે. શ્રેય માર્ગ પર ચાલતાં ચાલતાં કષ્ટ સહન કરવામાં આવે છે. તેને જ તપ કહેવાય છે, ત, ઉપવાસ, સંયમ, નિયમ, ત્યાગ, તપ વગેરેનું વિધાન આટલા માટે જ કરવામાં આવ્યું છે. નાથી માત્મિક પ્રગતિ સંભવ ય છે. આત્મિક પ્રગતિનું પહેલું પગલું છે કે આપણે આપણા જીવનના શ્યને નિતિ કરીએ, આ લક્ષ્ય પ્રેપ માર્ગથી નહીં શ્રેય માર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભોગના સ્થાને સંયમ અને વિલાસના સ્થાન પર તપની સાધના કરવી જોઈએ. તપનો ઉદ્દેશ્ય છે. ઈંદ્રિય સંયમ માટે કષ્ટ સહન કરવું. સપ્તાહમાં એક દિવસ અસ્વાદ વ્રત કરો, મીઠાં વગર અને ગળપણ વગરનું ભોજન કરવું જોઈએ. ઇંદ્રિય સંયમની આ બહુ જ સરળ વિદ્યા છે. અન્નમય કોશને શુદ્ધ કરવા તથા જીતવા માટે અન્નની શુદ્ધિ પણ આવશ્યક છે. ધીમે-ધીમે સાત્ત્વિક ભોજનનો અભ્યાસ કરતાં કરતાં આ મહાન પ્રક્રિયાને પણ પૂર્ણ કરી શકાશે. આના ઉપર જ મનની શુદ્ધિ નિર્ભર છે. હવે બતાઓ ભેટા આ સાધના માટે કોઈ વધારના સમયની જરૂરિયાત છે ?” “હા ગુરુદેવ, આ તો ફક્ત મનને વશમાં કરવાથી જ થઈ જશે. આમાં તો કોઈ પણ વધારાનો સમય નહીં જોઈએ.’’ અમે સંતુષ્ટ ભાવથી કહ્યું.

“હા બેટા, આ જ પંચકોશની સાધનાનું રહસ્ય છે, હવે આગળ જુઓ. ” મનોમય કોશ – અન્નમય કોશ પછી આત્માનું બીજું આવરણ મનોમય કોશ છે. મનને શુદ્ધ બનાવવા માટે સદ્વિચારોની નિયમિત ધારણા જ એકમાત્ર ઉપાય છે. એને શિક્ષિત લોકો પુસ્તકો વાંચીને તથા અશિક્ષિત લોકો બીજા પાસેથી સાંભળીને પૂરું કરી શકે છે. આને સ્વાધ્યાય તથા સત્સંગ કહે છે. હાડ-માંસના શરીરની દૃષ્ટિએ મનુષ્ય અત્યંત જ તુચ્છ છે. એની અંદર જે કાંઈ વિશેષતા છે તે એની આંતરિક ચેતના જ છે. વિવેક અને વિચારના બળ પર જ એને સૃષ્ટિ સર્વોત્તમ જીવ કહેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

પૂજા, સ્નાન વગેરેની માફક સ્વાધ્યાય પણ આપણું નિત્યકર્મ હોવું જોઈએ. આપણી ચારેય તરફ ફેલાયેલા વિષાક્ત વાતાવરણનો દૂષિત પ્રભાવ દરેક સમયે આપણા મન પર પડતો રહે છે. એની સફાઈ કરવા માટે નિત્ય ફરજિયાત સ્વાધ્યાય આવશ્યક છે. જેવી રીતે વાસણોને રોજ માંજવામાં આવે છે, ઓરડામાં રોજ ઝાડુ મારવામાં આવે છે, દાંત રોજ સાફ કરીએ છીએ, શરીર તથા કપડાંની સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ એવી રીતે મનને પણ રોજ નિયમિત સ્વાધ્યાય દ્વારા માંજીને કે ધોઈને સાફ રાખવું પડે છે.

સ્વાધ્યાય અને સત્સંગથી, મનન અને ચિંતનથી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પેદા થાય છે. એના દ્વારા મનમાંથી કુવિચારો હઠાવીને એના સ્થાને સદ્વિચારોને બેસાડવા પડે છે. દરરોજ એક કલાકનો સમય સ્વાઘ્યાય કે સત્સંગ માટે નિયમતિ કરવો મુશ્કેલ નથી. જીવનને સમુન્નત બનાવવાની પ્રેરણા આપવાવાળા તથા એનો ઉપાય બતાવનારા સાહિત્ય જ સ્વાધ્યાય માટે પસંદ કરવા. ધીરે ધીરે સમજીને એને વાંચવા અને એના પર મનન-ચિંતન કરવું જોઈએ. એક નાનું પુસ્તકાલય તો દરેકે પોતાના ઘરમાં અવશ્ય બનાવવું જોઈએ. એને જ્ઞાનમંદિરના રૂપમાં શ્રદ્ધા તથા પવિત્રતા સાથે સ્થાપિત કરવામાં આવે. સારી, શ્રેષ્ઠ તથા પ્રેરક પુસ્તકો કબાટમાં સારી રીતે સજાવીને રાખીએ અને નિયમિત સ્વાધ્યાય કરીએ તથા બીજાઓને પણ એના માટે પ્રેરિત કરીએ.

આજકાલ ઉપર્યુક્ત સત્સંગનો તો સર્વથા અભાવ જ દેખાય છે. એટલા માટે આ પ્રક્રિયાને જાતે જ શરૂ કરવાનો પ્રયત્ન કરવી જોઈએ. ઓછામાં ઓછું એટલું તો સહેલાઈથી થઈ શકે કે ઘરમાં બાળકોને રાત્રે સૂતાં પહેલાં એકઠાં કરવામાં આવે આને એમને રોચક રીતે કથા-વાર્તા સંભળાવવામાં આવે. કથા પ્રસંગોની વચ્ચે ઉપદેશાત્મક શિક્ષણ પણ આપતાં રહેવું જોઈએ. આમાં પરિવારની સ્ત્રીઓ પણ ભાગ લઈ શકે છે. ધીરે ધીરે આ ક્રમમાં અડોશ-પડોશના બાળકો તથા વડીલોને પણ સામેલ કરી શકાય છે. સંગઠિત રૂપે મહોલ્લામાં કે કોલોનીમાં પણ સાપ્તાહિક સત્સંગની વ્યવસ્થા કરી શકાય છે.

પ્રાણમય કોશ – બેટા, પશુઓમાં શરીરબળ કામ કરે છે પરંતુ મનુષ્યનું પ્રધાનબળ તો એનું મનોબળ છે. જો મનોબળ પૂરતું હોય તો સાધારણ શરીર હોવા છતાં પણ મહાન કાર્ય કરી શકે છે. સાહસના બળ પર લોકોએ મોટા-મોટા મુશ્કેલ કાર્ય પૂરું કરી બતાવ્યા છે. અસહાય ફરહાદે તો પોતાની પ્રેમિકા શીરીને ખાતર મોટા પર્વતો કાપી-કાપીને એક લાંબી નહેર ખોદીને તૈયાર કરી દીધી હતી. એની પાસે એક માત્ર મનોબળની ૪ પૂંજી હતી જેના આધાર પર અસંભવ કાર્ય પણ સંભવ થઈ શક્યું. મનોબળમાં ઓછપ અને સંકલ્પશક્તિની દુર્બળતા જ મનુષ્યની બધી મુસીબતોનું મૂળ છે. જાણો છો આટલું ઉપયોગી તથા મહત્ત્વપૂર્ણ મનોબળ’ આખરે છે શું ? શરીર અને મસ્તકનું બળ પણ આવશ્યક અને ઉપયોગી છે, પરંતુ મનોબળ એ બંને કરતાં જુદું છે. વસ્તુતઃ આ મહાન તત્ત્વની પોતાની સ્વતંત્ર સત્તા છે જેને પ્રાણતત્ત્વ’ કહેવાય છે. પ્રાણ જ જીવન છે. ભીષ્મ પિતામહના શરીરમાં આ ‘પ્રાણ’ જ અતિશય માત્રામાં હતો જેના બળ પર તેઓ છ મહિના સુધી બાણશૈયા પર પડી રહ્યાં અને શરીર ત્યાગ માટે ઉપર્યુક્ત સમયની પ્રતીક્ષા કરતાં રહ્યાં. રોગી વ્યક્તિમાં પણ જો પ્રાણતત્ત્વની જરૂરી માત્રા હોય તો તે લાંબા સમય સુધી બીમારી સામે ટક્કર લઈ શકે છે અને અસાધ્ય લાગનારા રોગોને પણ હરાવી શકે છે.

ગાયત્રી શબ્દનો અર્થ જ છે, પ્રાણોની રક્ષા કરવાવાળી, પ્રાણશક્તિમાં વધારો જ ગાયત્રી ઉપાસનાની મૂળ ઉપલબ્ધિ છે. પ્રાણ સાધનાથી જ આત્મા ઉત્કર્ષનો માર્ગ સધાય છે. મનુષ્ય વીર, બળવાન, પરાક્રમી અને તેજસ્વી બને છે. એના અંદરની અસીમ સૂક્ષ્મ શક્તિઓ કેન્દ્રિત થઈને સંકલ્પશક્તિને પરિપુષ્ટ કરે છે. દૃઢનિશ્ચય અને ધૈર્યની વૃદ્ધિ થાય છે. સંકલ્પ પૂર્તિ માટે જે વ્રત ધારણ કરવામાં આવે છે અને પ્રાણના વચને પૂરા કરવાની શક્તિ શ્રત થાય છે. શારીરિક અસુવિધાઓ એમાં કોઈ અડચણ ઉત્પન્ન નથી કરી શકતી. કોઈપણ પ્રકારની માનસિક શિથિલતા પણ નથી આવી શક્તિ. એક પછી એક સંકલ્પ પૂરા થવાથી મનુષ્યનું સાહસ વધે છે અને તે મોટામાં મોટા મુશ્કેલ કાર્ય પણ દઢતાપૂર્વક પૂરા કરી શકનારા મહાપુરુષોની શ્રેણીમાં જઈ પહોંચે છે.

પ્રાણાયામ દ્વારા પ્રાણમય કોશની સાધના સધાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ એની મહત્તા ઘણી બધી છે. મનની ચંચળતાને દૂર કરી એમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાનું આ એક અમોધ અસ્ત્ર છે. એને બાળકો, વૃદ્ધો, રોગી, નિરોગી બધાં આસાનીથી કરી શકે છે. શરૂઆતમાં પાંચ પ્રાણાયામ કરો પછી ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રાતઃકાળે નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈને પલાંઠી મારીને બેસો, ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, બંને નસકોરાંને બંધ કરી થોડીવાર સુધી શ્વાસને અંદર રોકો, ધીરે-ધીરે બાર નીકાળો અને પછી થોડીવાર શ્વાસને બહાર જ રોકો. અર્થાત્ શ્વાસ વગર રહો. આમાં કોઈ પ્રકારનું ોર જબરદસ્તી ન કરવાં. જેટલા સમય સુધી શક્ય હોય તેટલો જ શ્વાસ રોકો. આ જ પ્રાણમયકોશની સરળમાં સરળ સાધના છે, જેને અવશ્યપણે કરવી જ જોઈએ. વિનમય કોશ આ સાધનામાં ભાવનાનો ઉચ્ચતર સુધાર જ મુખ્ય છે. આત્મા પર છવાયેલાં ગંદા આવરણ, દોષ-દુર્ગુણ દૂર કરવાની સાધના છે આ. એમાં સતત તથા નિષ્પક્ષ આત્મ નિરિક્ષણની અપેક્ષા રાખવામાં આવે છે, મુશ્કેલ આત્મ-સમીક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. પોતાના દોષો, દુર્ગુણોનો ત્યાગ કરવો પડે છે. જો પોતાને જાતે જ પોતાના દોષ સમજમાં ન આવે અને કોઈ બીજા બતાવે તો એના પર ક્રોધ આવે તો પછી આત્મ સુધારની ગાડી કેવી રીતે આગળ વધે ? આત્મસુધારની આ સાધના સુવ્યવસ્થિત રૂપે આરંભ કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં અનેક દોષ-દુર્ગુણ ભરેલા છે, તે બધા જ એક સાથે નથી છૂટી શકતા. પગમાં ઘણા બધા કાંટા વાગી જાય તો એક-એક કરીને જ તેઓને કાઢી શકાય છે. આ રીતે પ્રત્યેક મનુષ્યએ એક-એક કરીને પોતાની ખરાબીઓનો ત્યાગ કરતાં રહેવું જોઈએ.

આનંદમંય કોશ – આ સાધનાનો ઉદ્દેશ્ય પોતાની પ્રેમ ભાવનાને વધારવી, પોતાની ચારેય તરફ પ્રેમપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન કરવાનો છે. આત્માના આ અંતિમ દ્વારા ખુલતાં જ આત્મદર્શનનો અલૌકિક આનંદનો અનુભવ થવા લાગે છે. આત્માના આનંદનું ઉદ્ગમ સ્થાન તો પ્રેમ જ છે. આ પ્રેમ તત્ત્વનું જે જેટલું અધિક રસાસ્વાદન કરી લે છે, એની આત્મા એટલી જ અધિક આત્મવિભોર રહે છે.

પતિ-પત્નીમાં, ભાઈભાઈમાં, મિત્ર-મિત્રમાં જ્યાં પણ સાચો પ્રેમ હોય છે ત્યાં તેઓ પોતાને અસાધારણ બળવાન અનુભવ કરે છે. કહેવાય છે કે નિર્જીવ વસ્તુઓ તો એક અને એક મળીને બે થાય છે પરંતુ સજીવ મનુષ્ય આ પ્રેમની દોરીથી બંધાઈને એક અને એક મળી અગિયાર થાય છે. આ જ આનંદમય કોશની સાધના છે. મનુષ્ય ગાયત્રીમંત્રના જાપ કરતાં કરતાં ચારેય તરફ પોતાની દિવ્ય સુગંધ વડે પરમ આનંદદાયક વાતાવરણનું નિર્માણ કરી શકે છે. માનવ-જીવનમાં જો કોઈ રસ છે, કોઈ સાર છે તો તે પ્રેમ જ છે. આ પ્રેમ ભાવનાથી જ ભગવાનને વશમાં કરી શકાય છે.

હવે બતાવ બેટા, આ પંચકોશી સાધનામાં કોઈને શું તક્લીફ હોઈ શકે છે ?” “હા ગુરુદેવ આપ ઠીક કહો છો. આ તો બહુ જ સરળ અને લાભદાયક છે.” અમે પૂરા સંતોષ સાથે કહ્યું.

GG-15 : ઉપાસના કેવી રીતે કરીએ -૨૮  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ઉપાસના કેવી રીતે કરીએ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ગુરુદેવ ! એક વાત બીજી બતાવો. લોકો ઘણીવાર કહે છે કે ઉપાસના માટે ન તો સમય મળે છે અને ન તો ઉચિત સ્થાન. નાના નાના પર છે, જ્યાં આખા પરિવારમાં કેટલાય લોકો રહેતા હોય છે. આવામાં ઉપાસના તથા જપ માટે એકાંત જ નથી મળતું. પછી શું કરવું.” અમે જીજ્ઞાસા પ્રગટ કરી. આ તો આજની બહુ જ ગંભીર સમસ્યા છે પરંતુ એનું સમાધાન પણ બહુ જ સરળ છે. ઉપાસના માટે સાફ સુથરું સ્થાન હોય, એકાંત હોય અને આસન લગાવી એકાગ્રચિત્ત થઈને બેસવાની સુવિધા હોય તો પછી વાત જ શું કરવી. આ રીતે બેસીને ઉપાસના તથા ધ્યાન કરવાથી મન પર બહુ જ સારો પ્રભાવ પડે છે. પરંતુ આ સુવિધા ન મળે તો શું કશું જ ન કરવું.

એક ઘોડેસ્વાર એક વખત ક્યાંક જઈ રહ્યો હ્તો. ઘોડો બહુ તરસ્યો હતો, ધંફી રહ્યો હતો, પણ રસ્તામાં ક્યાંય પાત્રી દેખાતું નહોતું. અચાનક એણે જોયું કે એક ખેતરના કિનારે બેઠેલો એક ખેડૂત રેંટ વડે કૂવામાંથી પાણી કાઢીને ખેતરમાં સીંચી રહ્યો હતો. બળદ ચાલી રહ્યા હતા, રેંટની માળા નીચે જતી હતી., પાણી લઈને ઉપર આવતી હતી. પાણી નીચે પડીને નળીમાં થઈને ખેતરમાં પહોંચી રહ્યું હતું. રેંટ ચાલવાથી સીંગીં અવાજ થઈ રહ્યો હતો. એણે ઘોડાને પાણી પિવડાવવા માટે આગળ વધાર્યો, લોડો ટના અવાજથી ગભરાઈને પાછો વળી ગયો. એણે ફરીથી પ્રયાસ કર્યો, તે ફરીથી પાછો હટી ગયો. એ સવાર લગામ પકડીને ઊભો રહી ગયો. થોડીવાર પછી ખેડૂતે પૂછ્યું, ‘ઊભો કેમ રહી ગયો, લોડાને પાણી કેમ નથી પીવડાવતો.’ સવાર બોલ્યો આ સીંગીં બંધ થાય તો પાણી પીવડાવું’ એના પર ખેડૂત હો અને બોલ્યો અરે આ ચીંચીં બંધ થઈ જશે તો પાણી પણ બંધ થઈ જશે પછી શું પિાવીશ. જો પિાવવું હોય તો આ સીંગીં માં જ પિવડાવી છે.’

તો બેટા આ જ મુખ્ય વાત છે. જગ્યા નથી, શોર બકોર છે, આખું પરિવાર એ ઓરડામાં રહે છે, બધી જગ્યાએ ચીંથી થઈ રહ્યું છે. પરંતુ જો ઉપાસના કરવી હોય, સાધના કરવી હોય, જપ કરવા હોય તો આજ ચીંચીં વચ્ચે કરવી પડશે. બાળકોની ચીંચીંમાં જ અનના થોડાને પાણી પિવડાવવું પડશે. જ્યાં પણ હો, જેવા પણ હો, જે સ્તિથિમાં હો, દરેક સમયે ગાયત્રી માતામાં ધ્યાન રાખો. બસમાં, ટ્રેનમાં, કારખનામાં, બજારમાં, ઘરમાં દરેક સમયે ચી-ચીંની વચ્ચે એનું ધ્યાન કરો. જ્યારે પણ સમય મળે જપ કરો. આ જ સાચી ગાયત્રી ઉપાસના છે. ‘ગુરુદેવ આ તો બહુ જ કઠીન કાર્ય છે. કહેવું તો સરળ છે. પરંતુ કરવું અસંભવ જેવું લાગે છે.” અમે શંકા વ્યક્ત કરી.

“હા બેટા ! દરેક કાર્ય કહેવામાં સહેલું અને કરવામાં મુશ્કેલ હોય છે. પરંતુ જ્યારે કરવા માટે મનને તૈયાર કરી દેશો તો તે જાતે જ સુગમ અને સરળ બની જશે. સારું ભક્ત પ્રહલાદની બાબતમાં તો જાણતો જ હોઈશ. એનાથી વધુ વિષમ પરિસ્થિતિઓ કોની રહી હશે. ક્યાં એક નાનકડો બાળક અને ક્યાં એક સર્વશક્તિમાન સમ્રાટ જેના ભયથી મનુષ્ય જ નહીં જીવજંતુ પણ કાંપતા હતા. આખા રાજ્યમાં ભગવાનનું નામ લેવા પર મૃત્યુદંડની સાનું વિધાન હતું. લોકો દરેક સમયે ‘હિરણ્યકશ્યપ નમઃ’ના જ જાપ કરતા હતા. પ્રહલાદ તો એ નિરંકુશ શાસકનો પુત્ર હતો. ઘર બહાર, દરેક જગ્યાએ, દરેક સમયે એને આ બધું સાંભળવા મળતું હતું. જેનો બાપ જ આટલો કુબુદ્ધિગ્રસ્ત હોય એ નાના બાળકની વિષમ પરિસ્થિતિઓની કલ્પના કરો. પરંતુ પ્રહલાદ પર ગાયત્રી માતાની કૃપા હતી, એનામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું હતું, એણે વિવેકથી વિચાર કરીને પોતાના પિતાની ક્રૂરતાના અસારને સમજ્યો હતો અને ઇશ્વરભક્તિના સાચા પાયા પર ચાલી નીકળ્યો હતો. એના દૃઢ નિશ્ચયને શું કોઈ ડગાવી શક્યું હતું ? ના, એના પિતાની બધી જ દૂર શક્તિઓ પણ એને વિચલત ન કરી શકી અને અંતમાં વિજય કોનો થયો સદ્ગુદ્ધિનો. તો બેટા, પ્રયાસ તો કરવો જ પડશે. ચી-ચીં અને છે

જ પડશે. એમ બની શકે કે પ્રહલાદની જેમ પૂરી સફળતા ન મળે પરંતુ કંઈને કંઈ લાભ તો થશે જ. જે કંઈ થોડુંધણું ફળ મળશે તે ગાયત્રીની પંચકોશી સાધનાનું વ્યાવહારિક રૂપ જ હશે.

GG-15 : જપનો પ્રભાવ,  -૨૭  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

જપનો પ્રભાવ,  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

“ગુરુદેવ ! ઘણાં લોકો પૂછતા હોય છે કે ગાયત્રીમંત્રને વારંવાર જપવાથી શું લાભ ? એકવાર સારી રીતે સમજી લઈએ તો એનો પ્રભાવ કાયમ રહે છે. શું આ વાત બરાબર છે ?” અમે ગુરુદેવ સમક્ષ પોતાની શંકા મૂકી.

ગુરદેવ હસ્યા અને બોલ્યા, “અરે ક્યારેક બીમાર પડી જાઓ તો દવા ખાવી પડે છે ને. શું એક વાર દવા ખાવાથી જ કામ ચાલી જાય છે ? દિવસમાં બે-ત્રણ વાર અને કેટલા દિવસો સુધી ખાઓ છો, જ્યાં સુધી રોગ પૂરી રીતે સમાપ્ત ન થઈ જાય. એક જ વાર ખાઈ લેવાથી પ્રભાવ નથી પડતો. ભોજન પણ દરરોજ બરાબર લેવું પડે છે. એવી રીતે ગાયત્રીમંત્રના જાપ તથા ધ્યાન પણ ખરાબર કરવા પડે છે. એનાથી મનના રોગ દૂર થાય છે, તે સ્વચ્છ અને નિર્મળ બની જાય છે. જ્યારે જ્યારે ખરાબ વિચારો-વ્યવહારનું, દુષ્પ્રવૃત્તિઓનું આક્રમણ થાય છે આ મંત્ર તેના વિષને સમાપ્ત કરીને આપણું રક્ષણ કરે છે.

સાપ અને નોળિયાની લડાઇ ક્યારેય જોઈ છે. જંગલમાં કોઈવાર એ થાય છે. ઝેરી સાપ નોળિયા પર હુમલો કરે છે. નોળિયો એના પર ઝટ મારે છે. પોતાના દાંત અને નખ વડે એને લોહીલુાણ કરી નાંખે છે. સાપ પણ પેંતરો બદલીને ઝેરી દાંતોથી નોળિયાને ડંસી લે છે. નોળિયાના શરીરમાં વિષનો પ્રભાવ પડવા લાગે છે પરંતુ તે પોતાની સદ્બુદ્ધિને નથી છોડતો, વિવેકને નથી છોડતો, મુસીબતમાં જરાપણ ગભરાતો નથી. એને ખબર છે જંગલમાં એક જડીબુટ્ટી છે જેને ઘસવાથી ઝેરની અસર થઈ જાય છે. એ લડાઈ છોડીને ભાગે છે અને પોતાના શરીરના ડેંસવાળા ભાગને એ બુટ્ટી પર ઘસીને ઝેરના પ્રભાવને સમાપ્ત કરી દે છે. તે ફરીથી આવીને સાપને લલકારે છે, એને લોહી લુણ કરી દે છે. સાપ ફરીથી ડંખ મારે છે. નોળિયો ફરીથી ભાગીને બુઢ્ઢીને શરીર સાથે ધસીને તે ઝેરને પ્રભાવહીન કરી દે છે. ત્રણ-ચાર વખત આવું જ બધું થાય છે અને અંતમાં નોળિયો સાપના ટુકડેટુકડા કરી નાંખે છે.

આ રીતે આપણી અંદર પણ દેવાસુર સંગ્રામ થતો રહે છે. કુવિચાર અને દુષ્પ્રવૃત્તિઓ સાપની માફક વારંવાર આપણી ઉપર મુમલો કરે છે અને તેમનું ઝેર આપણા શરીરમાં ફેલાવતા રહે છે. નોળિયાની માફક આપણને પણ એ બુઠ્ઠી જોઈએ જે પેલા ઝેરને સમામ કરી શકે. એ બુઠ્ઠી છે ગાયત્રીમંત્રની, વારંવાર આ બદી સાથે આપણા શરીરને ધસતા રહેવાથી એ ઝેર સમ થાય છે. ગાયત્રીમંત્રના સતત જાપનો આ જ પ્રભાવ છે. એટલા માટે બરાબર ગાયત્રીમંત્રના જાપ કરતાં રહેવું જોઈએ.

GG-15 : અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, -૨૬  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

”ગુરુદેવ ! એક વખત આપે બતાવ્યું હતું કે આ ત્રિપદા ગાયત્રીની ઉપાસના કરવાથી અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, એ ત્રણ ફળ પ્રાપ્ત થાય છે. શું આપણે આના વડે સાચે જ અમર બની શકીએ છીએ !” અમે ગુરુદેવ સમક્ષ શંકા વ્યક્ત કરી.

“હા બેટા, એ તો છે. આપણે આના વડે સાચે જ અજર, અમર બની શકીએ છીએ. થઈ શું શકીએ, આપણે તો પહેલેથી જ છીએ પરંતુ આ વાતને કોઈ સમજતું જ નથી. ગાયત્રી ઉપાસનાથી આપણને આ તથ્યને સમજવાની સદ્દબુદ્ધિ મળે છે.”

‘આમાં શું રહસ્ય છે પૂછ્યુંવર, કૃપયા વિસ્તારથી સમજાવો.” અમે આગ્રહ કર્યો.

જો બેટા આ અમૃત, પારસ અને કલ્પવૃક્ષ કોઈ વસ્તુ કે વૃક્ષનું નામ નથી. આ તો ત્રણ દિવ્ય વિભૂતિઓ છે જે ગાયત્રી ઉપાસનાથી આપણને પ્રાપ્ત થાય છે અને આપણા જીવનને સ્વર્ગીય આનંદથી પરિપૂર્ણ કરી દે છે. જ્યારે આપણે એકાગ્રચિત્ત થઈને ઉપાસના કરીએ છીએ, ગાયત્રી માતા સાથે પોતાનું તાદત્મય સ્થાપિત કરીએ છીએ તો શું થાય છે ? પહેલાં તે સમજો.

ઉપાસનાથી આપણો પરમેશ્વર સાથે સંપર્ક થાય છે અને સંપર્કથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. આત્મબળ વધવાથી આપણું જીવન સુવ્યવસ્થિત અને પરિષ્કૃત થાય છે. જેના ફળસ્વરૂપ પ્રખરતા, પ્રામાણિક્તા અને પ્રતિભાની પ્રાપ્તિ થાય છે, જેનાથી આપણને જનસન્માન તથા જનસહયોગ મળે છે, કદમ-કદમ પર સફળતાઓ મળે છે, યજ્ઞ તથા કીર્તિ મળે છે. આ રીતે આપણે સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતાં વધતાં ભૌતિક સમૃદ્ધિઓ અને આત્મિક વિભૂતિઓને સહજ રીતે જ પ્રાપ્ત કરતાં ચાલતાં જઈએ છીએ, જીવન લક્ષ્યની પૂર્ણતાની નજીક વધતાં જઈએ છીએ. મનુષ્ય આ જ ઇચ્છે છે કે અનેકાનેક ભૌતિક સુખ-સુવિધાઓ એને મળે અને વિપત્તિ-વિઘ્નોનું નિરાકરણ પણ થઈ જાય. ગાયત્રી ઉપાસનાથી એના આ બન્ને પ્રયોજનો પૂરા થાય છે. આ જ અમૃત, પારસ અને કલ્પવૃક્ષ છે.

અમૃત કોઈ પદાર્થ નહીં પરંતુ ચેતનાની સ્થિતિ જ છે. કહેવાય છે કે અમૃત પીવાવાળો અજર-અમર થઈ જાય છે, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ એની પાસે નથી આવતા, નવયૌવન સદા ટકી રહે છે. એનું અંતઃકરણ સદા આનંદ તથા ઉલ્લાસથી પુલકિત રહે છે. પરંતુ આ બધુ કેવી રીતે થઈ શકે છે. સંસારમાં ક્યાંય પણ અમૃતની ઉપસ્થિતિની સાબિતી નથી મળતી. જે પણ મનુષ્ય જન્મ લે છે તે વૃદ્ધ થાય છે અને મૃત્યુને વરે છે. મનુષ્યનું જીવન સો વર્ષનું કહેવામાં આવે છે. વેદોએ ‘જીવેમ શરદઃ શતમ્’નો ઉદ્ઘોષ કર્યો છે. પરંતુ આજે તો પચાસ સુધી પહોંચતામાં જ લોકોને ઘડપણ ઘેરી વળે છે. વિરલા જ સો ને પાર કરી શકે છે. પરંતુ અમર તો કોઈ પણ નથી થઈ શકતું.

આ ઘડપણ અને મૃત્યું કોનું થાય છે ? આપણું. આ આપણે કોણ છીએ ? શું આપણું શરીર ? ના. તો પછી શું આપણું મન ? ના, આ પણ નીં, તો પછી આત્મા ? ઘ. આ આત્મા જ તો આપણા શરીરની અંદર પરમાત્માનો અંશ છે. એ અજર છે, અમર છે, એનું મૃત્યું નથી થઈ શકતું. મરે છે તો ફક્ત આ શરીર. આત્મા તો શાશ્વત છે. એક શરીરના સમાપ્ત થયા પછી બીજું ધારણ કરે છે. આપણે ભ્રમવશ શરીરને જ બધુ માની બેઠા છીએ. આત્માની તરફ ધ્યાન જ નથી દેતા. જ્યારે આ જ્ઞાન આપણને થઈ જાય છે ત્યારે આપણે સમજી જઈએ છીએ કે આપણે શરીર નહીં આત્મા છીએ, આપણે તો અમર છીએ. આ ચેતનાની જાગૃતિ જ અમૃત્વની ઉપલબ્ધિ છે.

ગાયત્રી ઉપાસનાથી આપણને આ જ પ્રેરણા, દિશા તથા સુવિધા પ્રાપ્ત થાય છે. ગાયત્રીને કામધેનુ પણ કહેવાય છે. કામધેનુ ગાયનું દૂધ પણ અમૃત સમાન માનવામાં આવે છે. એ પીવાથી દુર્ભાવનાઓ આપણા ઉપર હુમલો નથી કરી શકતી. કહેવાય છે કે દેવતાઓ કામધેનુ ગાયનું દૂધ પીએ છે. આ અલંકારિક વર્ણન છે. આપણે પણ આપણી અંદર એવી જ ચેતના જાગ્રત કરી લઈએ તો આપણે પણ દેવતા બની શકીએ છીએ. અમરતા અને દેવત્વ એક જ વાત છે. દેવતાઓને મનુષ્યની સરખામણીમાં વધુ સમર્થ, સંપન્ન અને સંતુષ્ટ માનવામાં આવે છે. આપવાની આકાંક્ષા રાખવી, આપતાં રહેવું દેવતાઓનો ધર્મ છે. જ્યારે ગાયત્રી માતાની કૃપાથી આપણી અંદર આ આત્મજ્ઞાન જાગ્રત થઈ જાપ છે તો દેવત્વની, અમરતાની સહજ જ ઉપલબ્ધ થઈ જાય છે.” ‘

“તો ગુરુદેવ શું પારસ પથ્થર પણ ક્યાંય નથી હોતો” અમે જીજ્ઞાસા પ્રગટ કરી.

ગુરુદેવ હસ્યા અને બોલ્યા, “શું સોનું બનાવવાનો ધંધો કરવાની ઇચ્છા છે. જો એમ હોય તો નિરાશા જ હાથ લાગશે. આજ સુધી તો ક્યાંય પારસ પથ્થરના અસ્તિત્વની ભાળ મળી નથી. કોઈ કાલ્પનિક વાર્તાઓમાં અવશ્ય એનું વર્ણન આવે છે. તું શોધી શકે તો શોધી લેજે. કહેવાય છે કે પારસ પથ્થરને અડકી લેવાથી લોખંડ જેવી કાળી, ક્રૂપ અને સસ્તી ધાતુ પણ સોના જેવી સુંદર, બહુમૂલ્ય અને ચમકદાર બની જાય છે. ગાયત્રી ઉપાસનાથી આપણને પારસ મળે છે એનું તાત્પર્ય એ છે કે આપણને પારસ પથ્થરની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને આપણે આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને આધ્યાત્મિક દૃષ્ટિથી સુંદર, બહુમૂલ્ય તથા ચમકદાર બનાવી શકીએ છીએ. આપણો પુરુષાર્થ જ એ પારસ છે જે સંકલ્પ, સાહસ, ઉલ્લાસ, આશા, ઉમંગ વગેરેની અંતઃક્ષમતાઓના રૂપમાં વિકસિત થાય છે, આળસ, પ્રમાદ, આત્મહીનતા તથા અસંયમને નષ્ટ કરે છે. પારસનું મહત્ત્વ એટલા માટે છે કે એ લોખંડની તુચ્છતાને સોનાની મહાનતામાં બદલી નાંખે છે. પુરુષાર્થ જાગવાથી અંધારમાં ભટકલ વર્તમાન ઉજ્જવળ ભવિષ્યમાં પરિવર્તન થતો દૃષ્ટિગોચર થાય છે. તો બેટા ! તારે કેવો પારસ જોઈએ છે. “ગુરુદેવ આ પુરુષાર્થનો પારસ જ સર્વોત્તમ છે. આ તો આપણા લોક-પરલોક બંનેને સ્વર્ણિમ તેજથી પ્રકાશિત કરી શકે છે.” અમે નિવેદન કર્યું.

ગુરુદેવ હસ્યા અને આગળ બોલ્યા, “બેટા આ જ વાત કલ્પવૃક્ષના સંબંધમાં પણ છે. કહેવાય છે કે સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ કામના કરવામાં આવે તે પૂર્ણ થઈ જાય છે. પરંતુ આવું તો ક્યાંય જોવામાં નથી આવતું.’ હા, એટલું અવશ્ય છે કે મનુષ્યએ પોતાની કામનાઓનો એટલો વધારે વિસ્તાર કરી દીધો છે કે સાચું કલ્પવૃક્ષ હોય તો તે પણ એને પૂરી ન કરી શકે. આ કલ્પવૃક્ષ વસ્તુતઃ પરિષ્કૃત વ્યક્તિનું અલંકારિક રૂપ છે. આવાં વ્યક્તિ હલકું તથા નિરર્થક ચિંતન નથી કરતા. મનુષ્ય જીવનની આવશ્યક્તાઓ બહુ જ થોડી છે. એનું પેટ નાનું પરંતુ હાથ તથા મસ્તિષ્કના સહયોગથી ઉત્પાદન એટલું વધારે છે કે થોડાક જ સમય તથા શ્રમથી બધી શારીરિક જરૂરિયાતો સહજ રીતે પૂરી થઈ શકે છે. તે તો અનાવશ્યક કામનાઓના બોજને પોતાના પર નાંખીને ફરે છે અને એની પૂર્તિ માટે ઉચિત, અનુચિત દરેક સાધન અપનાવે છે.

સરેરાશ ભારતીય સ્તરની જરૂરિયાતો જ જો પૂરતી સમજવામાં આવે તો જરા પણ મુશ્કેલી નહીં પડે, પરંતુ નિરર્થક કામનાઓનો બોજો વધારતાં જવું અને એને તરત જલ્દી પૂરી કરવા માટે આકુળ-વ્યાકુળ રહેવું તે ફક્ત વિપત્તિઓને આમંત્રણ આપવા બરાબર છે. દેવી-દેવતાઓ પાસે ભીખ માગવાથી પણ કાંઈ થવાનું નથી.

દેવ બુદ્ધિના દેવતા લોકો પોતાને આ જંજાળમાંથી બચાવીને રાખે છે. તેઓ પોતાના પરિષ્કૃત વ્યક્તિત્વ રૂપી કલ્પવૃક્ષના નીચે બેસીને અત્યંત આવશ્યક અને સીમિત કામનાઓ જ કરે છે જે આપમેળે જ પૂરી થઈ જાય છે. એને નિષ્કામ પણ કહેવાય છે. ગાયત્રીમાતાની કૃપાથી, સદ્ગુદ્ધિથી આ નિષ્કામ ભાવ જાગ્રત થાય છે. આ જ કલ્પવૃક્ષ છે. ગાયત્રીની ઉપાસનાથી અમૃત, પારસ તથા કલ્પવૃક્ષની જે ત્રણ વિભૂતિઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે એનાથી તે નિશ્ચિત રહે છે, મુક્તપણે ફરે છે અને શાંતિપૂર્ણ જીવન ગુજારે છે.”

“ગુરુદેવ ! આ તો આપે બહુ જ સરસ વાત બતાવી. અમૃત, પારસ તથા કલ્પવૃક્ષની બાબતમાં અમે બહુ મોટા ભ્રમમાં હતા. એ અંધારું, અજ્ઞાન હટી ગયું.” અમે નિવદેન કર્યું. ‘“સારું તો આગળ પછી ચર્ચા કરીશું.”

GG-15 : યજ્ઞોપવિત, -૨૫  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

યજ્ઞોપવિત, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

બીજા દિવસે ગુરુદેવે અમને પૂછ્યું, “કશું સમજમાં આવ્યું કે દરેક સમયે ગાયત્રી માતાની સામે મસ્તક નમાવતા રહેવાનો શું રસ્તો છે. ”

“ગુરુદેવ આપ જ બતાવો” અમે નિવેદન કર્યું. “બેટા એ તો તું સમજી જ ગયો કે આપણે દરેક સમયે, દરેક સ્થિતિમાં, વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ ગાયત્રી માતાને ન ભૂલવા જોઈએ. આ મંત્રના અનુસાર કાર્ય કરવાથી સર્વત્ર સફળતા મળે છે. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે આપણે ગાયત્રી માતાની સમક્ષ પૂર્ણ રૂપથી પોતાનું સમર્પણ કરી દેવું જોઈએ. પોતાને એની સાથે બાંધી દેવા જોઈએ જેથી ક્યારેય પણ મા સાથેના સંબંધમાં વિચ્છેદ થવાની સંભાવના ના રહે. અને આ બંધન ક્યારેય પણ લોખંડની સાંકળોથી નથી થતું. કાયમી બંધન તો સદાય કાચા દોરાનું હોય છે. જે યજ્ઞોપવિતના દોરા તારા શરીર પર બાંધ્યા છે એનું આ તાત્પર્ય છે. આ જ ગાયત્રી માતાની મૂર્તિ છે જે દરેક સમયે તારી સાથે રહે છે. ગરદન પર, પીઠ પર, છાતી પર દરેક સમયે માની મૂર્તિ તારી સાથે છે. તારું માર્ગદર્શન પણ કરે છે અને સમય આપવા પર રક્ષણ પણ.

યજ્ઞોપવિતમાં એક બ્રહ્મગ્રંથિ છે અને ત્રણ દેવગ્રંથિઓ હોય છે. ગાયત્રી મંત્રના ત્રણ ચરણ યજ્ઞોપવિતના ત્રણ દોરા છે. પ્રત્યેક ચરણમાં ત્રણ શબ્દ છે તે પ્રમાણે પ્રત્યેક દોરામાં ત્રણ-ત્રણ દોરા હોય છે. કુલ નવ દોરા હોય છે. આ જ ગાયત્રીમાતાની પ્રતિમા છે જેને શરીરરૂપી દેવમંદિરમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવે છે. બીજી પ્રતિમાઓ તો ધાતુ, પથ્થરની બને છે તથા મોંઘી પણ હોય છે. પરંતુ યજ્ઞોપવિતના રૂપમાં ગાયત્રીમાતાની આ સર્વ સુલભ પ્રતિમા અમીર-ગરીબ બધાને પોતાને આશીર્વાદ એક સમાન આપતી રહે છે. આ મૂર્તિને દરેક સમયે છાતી સાથે લગાડી રાખવાથી, પીઠ પર ધારણ કરવાથી અને ખભા પર ઉઠાવી રાખવાથી ગાયત્રીમંત્રમાં સમાયેલું શિક્ષણ તથા પ્રેરણાઓ હૃદયમંગ કરી રાખવાની અને પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહેવામાં સહાયતા મળે છે. ગાયત્રીમાતા પોતાના આદર્શો અને મર્યાદામાં આપણા શરીરને બાંધી રાખે છે પકડી રાખે છે. જેવી રીતે માની આંગળી પકડી રાખવાથી બાળકનો આત્મિવિશ્વાસ ટકી રહે છે, એવી રીતે યજ્ઞોપવિતથી આપણા આત્મબળમાં વૃદ્ધિ થાય છે.

યજ્ઞોપવિતનો દરેક દોરો એક આત્મિક ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરવામાં, ધારણ કરવામાં અને નિભાવવાનો એક શપથ સંસ્કાર છે. જીવનમાં નવ ધર્મ-કર્તવ્ય માનવામાં આવે છે. આ સત્પ્રવૃત્તિઓ છે. શ્રમશીલતા, શિષ્ટતા, મિતવ્યષતા, સુવ્યવસ્થા, વિવેકશીલતા, ઇંદ્રિય સંયમ, સમય સંયમ, અર્થ સંયમ અને વિચાર સંયમ. એમને સદાય અપનાવી રાખવાં અત્યંત આવશ્યક છે. સમજદારી, ઇમાનદારી, જવાબદારી અને બહાદુરીને પોતાના સ્વભાવનું અંગ બનાવી લેવાથી એમનું પાલન કરવું સરળ બની જાય છે તથા દરેક જગ્યાએ સન્માન તથા સફળતા મળે છે. મસ્તક જ્ઞાનનો અને શરીર કર્મનો આધાર છે. બંનેય પર શિખા તથા સૂત્રના રૂપમાં ગાયત્રીની પ્રતિષ્ઠાપના કરવામાં આવી છે. તો જોયું બેટા, આ રીતે ગાયત્રીમાતાની મૂર્તિને ચોવીસ કલાક પોતાની સાથે રાખીએ છીએ. આ યજ્ઞોપવિતને પુરુષ તથા મહિલા બંનેય ધારણ કરી શકે છે અને કરવી પણ જોઈએ. કેટલાંક ધર્માચાર્યોએ એ મિથ્યા પ્રચાર કર્યો છે કે સ્ત્રીઓ માટે ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ તથા પાલનનો નિષેધ છે. પરંતુ આ વાતનો કોઈ આધાર નથી. માને માટે તો પુત્ર અને પુત્રી બંનેય બરાબર છે. તો પછી પુત્રીને મા સાથે પ્રેમ કરવાનો નિષેધ કઈ રીતે હોઈ શકે. આ સદ્બુદ્ધિની નહીં, કુબુદ્ધિની વાત છે. સફાઇ તથા સુરક્ષાનું ધ્યાન તો બધાએ રાખવું પડે છે અને સમય-સમય પર યજ્ઞોપવિતને બદલવામાં પણ આવે છે.

“ગુરુદેવ આ તો આપે બહુ જ સરસ વાત બતાવી છે. લોકોએ અકારણ જ એ ભ્રમ ચાલવા દીધો છે કે સ્ત્રીઓએ ગાયત્રીમંત્રના જાપ તથા ઉચ્ચારણ ન કરવું જોઈએ.” અમે કહ્યું. ‘‘સંભવતઃ આ એ સામંતશાહી યુગની ભેટ છે જ્યારે સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખવામાં આવતી હતી. લોકોએ વિચાર્યું હશે કે સ્ત્રીઓને જો સત્બુદ્ધિ આવી જશે તો એમનું શોષણ કરવું સરળ નહીં હોય.

GG-15 : ગાયત્રી મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? -૨૪  યજ્ઞ પિતા – ગાયત્રી માતા

ગાયત્રી મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

થોડા દિવસો પછી અમે ગુરુદેવને પૂછ્યું, “પૂજ્યવર ! લાખો વ્યક્તિ ગાયત્રી મંત્રના જાપ કરે છે છતાં પણ સદાય કષ્ટમાં જ જોવા મળે છે. આ મંત્રનું કોઈ પ્રત્યક્ષ ફળ તો દેખાતું જ નથી. આ મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? જેવી રીતે આપને ફળીભૂત થયો છે તેવી રીતે બીજા કોઈને પણ ફળીભૂત થયો છે ? કૃપા કરી વિસ્તારથી સમજાવો.”

ગુરુદેવ હસ્યાં, ‘હું તારી પાસેથી આ જ પ્રશ્નની આશા રાખતો હતો. બેટા, તું બરાબર કહે છે. એવાં લાખો લોકો છે ગાયત્રી મંત્રના જાપ કરે છે. એક-ત્રણ-અગિયાર ચોવીસ સુધી માળા રોજ જપે છે. કેટલાંક વધારે પણ જપે છે પરંતુ પરિણામ તો નકામું જ રહે છે. ન તો માયા મરી ન રામ’ વાળી સ્થિતિ થઈ જાય છે. આવું કેમ થાય છે ? બેટા, લોકો એ જાણતા જ નથી કે ગાયત્રી મંત્રના જાપ કેવી રીતે થાય ? ફક્ત બતાવવા માટે જ મંત્ર જાપ થાય છે. બેઠા-બેઠા માળા ફરી રહી છે. લોકો સમજે છે બહુ મોટા ભક્ત છે. પરંતુ સાચું પૂછો તો તેઓ જપ કરતાં જ નથી હોતા. માળા હાથમાં ફરી રહી છે અને હોઠેથી મંત્રનો અવાજ પણ આવી રહ્યો છે. પરંતુ મન ! આ મન તો ક્યાંક બીજા ફરી રહ્યું છે, ક્યારેક દુકાનનો હિસાબ જોઈ રહ્યું છે, તો ક્યારેક તિજોરીમાં સંતાડેલી નોટો ગણી રહ્યું છે. ક્યારેક પોતાની પ્રેમિકાનું ચક્કર કાપી આવે છે તો ક્યારેક પોતાના બૈરી-છોકરાની ચિંતામાં ડૂબેલું છે.

માલા તો કર મેં ફિરૈ, જીભ ફિરૈ મુખ માંહિ । મનીરામ ચહુદિશ ફિરૈ,યહ તો સિમરન નાંહિ ॥

તો આ સ્થિતિ છે, આ રીતે તો પ્રભુનું સ્મરણ ન થાય, ગાયત્રી મંત્રના જાપ ન થાય. જ્યાં સુધી એકાગ્રચિત્ત થઈને જાપ નહીં થાય એનો કશો પણ લાભ નહીં મળે. જાપ એ સમયે થાય કે જ્યારે માળા, હોઠ, જીભ, કંઠ, ચિત્ત અને મન બધા એક સાથે ફરતાં હોય. બધા એક તાલથી, એક સ્વરમાં, એક તરંગથી કામ કરે છે ત્યારે જે જપવામાં આવે છે એનો મન પર પ્રભાવ પડે છે. મન સાત્ત્વિક ગુણોથી ભરપુર થઈ જાય છે. આવી સ્થિતિમાં મન ગાયત્રી મંત્રના આદેશોને, વેદમાતા ગાયત્રીના નિર્દેશોનું પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે આ ગુરુમંત્રનું ફળ આપણને પ્રાપ્ત થાય છે.

બેટા ! આ મન બહુ જ ચંચળ હોય છે. આમ-તેમ ભટકતું રહે છે. દરેક સમયે વિષય-વાસનામાં ફસાયેલું રહે છે. કુવિચારોનું ચિંતન કર્યા કરે છે. એટલા માટે તો કહે છે

મન લોભી, મન લાલલી,મન ચંચલ,મન મોર ।  મન કે મતે ન ચલિએ બિલબ-બિલખ મન રોય ॥

જો મનની આવી અવસ્થા હોય તો પછી એના અનુસાર ચાલવાથી રડવા સિવાય બીજું શું મળે ? સૌથી પહેલાં મનને વશમાં કરવું પડે છે. આ કેવી રીતે થાય છે ? આમ થાય છે ગાયત્રી માતાની કૃપાથી, સદ્ગુદ્ધિથી. સદ્બુદ્ધિથી મન વશમાં થાય છે. અને મન વશ થયા પછી સદ્ગુદ્ધિમાં વધારો થાય છે. ગાયત્રી મંત્રના નિર્દેશોનું પાલન કરવામાં મન લાગે છે ત્યારે મંત્ર ફળીભૂત થાય છે.

મનને વશ કરવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે. સાહસની, પુરુષાર્થની જરૂરત પડે છે. જેટલા પણ મહાપુરુષો થયા તે બધાએ કઠોર સંધર્ષ કરીને મનને વશ કર્યું છે અને સફળતાઓ મેળવી છે. ગીતામાં ભગવાને આ જ સંઘર્ષ માટે અર્જુનને લલકાર્યો હતો. યુદ્ધ ક્ષેત્રમાં અર્જુન મોહગ્રસ્ત થઈ રહ્યો હતો. કૌરવ સૈનામાં એના ભાઈ-બાંધવો, ગુરુ-આચાર્ય બધા જ પોતાના જ તો હતા. પછી એમની સાથે યુદ્ધ કેવું ? એમના ૫૨ શસ્ત્ર કેવી રીતે ઉઠાવાય ? ભગવાન કૃષ્ણએ એને સંઘર્ષ કરવા માટે ઉત્તેજિત કર્યો. સત અને અસતમાં, નીતિ અને અનીતિમાં ભેદ કરીને જે ઉચિત માર્ગ હતો, લોકહિતમાં હતા તેના પર ચાલવા માટેની સદ્ગુદ્ધિ જાગ્રત કરી. એને સમજાવ્યું કે કૌરવ પક્ષના બધા જ યોદ્ધા, દુરાચારી, સ્વાર્થી અને પાખંડી છે. એમની અનીતિથી જનતા પણ દુ:ખી છે. એ બધાને સમાપ્ત કરી દેવા જ જનહિતમાં છે અને પુણ્યકાર્ય છે. જ્યારે અર્જુનને સત્બુદ્ધિ આપી, સાફ્સ તથા પુરુષાર્થ જાગ્યા તો મહાભારતમાં અનીતિનો પરાજય થયો અને ચારેય તરફ સુખ-શાંતિનું વાતાવરણ બન્યું. તો આ પ્રકારે ગાયત્રી મંત્ર ફળીભૂત થયો.

આ ચંચળ મનને વશ કરવા માટે ખૂબ જ કઠોર તથા ક્યારેક-ક્યારેક તો અનોખી સાધના કરવી પડે છે. સ્વામી વિવેકાનંદ એકવાર ધર્મ પ્રચાર માટે વિદેશ પ્રચાર પર હતા. તેઓ જે વ્યક્તિના ઘેર ઉતર્યા હતા તેમની છોકરી એમના તરફ આકર્ષિત થઈ ગઈ. એ વારંવાર સ્વામીજીની આજુબાજુ આંટા મારતી રહેતી અને ઇશારાપૂર્ણ હાવ-ભાવથી પોતાના વિચાર પ્રગટ કરતી જેનાથી સ્વામીજીનું ધ્યાન તેની તરફ આકર્ષિત થતું. એનાથી સ્વામીજી પણ વિચલિત થવા લાગ્યાં અને રાત-દિવસ એના જ વિચારમાં મન ઘૂમવા માંડ્યું. એમણે પોતાના મનને વશ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ જ્યારે સફળતા ન મળી તો એક અનોખો પ્રયોગ કર્યો. એમણે લોખંડનો એક તવો લઈને આગ પર ગરમ કર્યો અને જ્યારે તે લાલ થઈ ગયો તો પોતાના કપડાં ઉતારી એની પર બેસી ગયા. લોકોને ખબર પડી તો એમને તરત જ દવાખાનામાં દાખલ કરાવ્યા જ્યાં કેટલાય દિવસોની સારવાર પછી ઠીક થયા. આ રીતે સ્વામીજીએ પોતાના ચંચળ મનને વશ કરીને એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું.

‘હા ! ગુરુદેવ આપ ઠીક કહી રહ્યાં છો. મનને વશમાં કરવા માટે સાચે જ બહુ કઠોર સાધના કરવી પડે છે. પહેલા જ્યારે અમે ડબરામાં હતા ત્યાં પણ આવી જ એક ઘટના બની હતી. આજ્ઞા આપો તો સંભળાવું.”

“બા બેટા સંભળાવ કે ગુરુદેવની આજ્ઞા મેળવીને અમે એ ઘટના સંભળાવી, પહેલા અમે જ્યારે ડબરા મિલમાં હતા ત્યાં પણ સવારે ફરવા જતા હતા, પાસે જ એક આશ્રમ હતો જ્યાં બે સંન્યાસી રહેતા હતા. એક વાર એ તરફ ગયો તો ત્યાં નાના સંન્યાસી જ હતા. મોટા સંન્યાસી દેખાયા નહીં. પૂછ્યું તો નાનાએ બતાવ્યું કે તેઓ ઔરડી બંધ કરીને સાધના કરી રહ્યાં છે. ઓરડીના દરવાજા પાસે કાન લગાડીને સાંભળ્યું તો અંદરથી અવાજ આવતો હતો. ખાઈ લે, ખાતો કેમ નથી. ખાઈ લે. ખાતો કેમ નથી. ત્રણ દિવસ સુધી આમ જ ચાલતું રહ્યું. ચોથા દિવસે મોટા સંન્યાસી બહાર બેઠેલા મળ્યા. અમે પૂછ્યું કે આ તમે કેવી સાધના કરી રહ્યાં હતા. ‘ખાતો કેમ નથી, ખાઈ લે ! સ્વામીજી અમને એ ઓરડીમાં લઈ ગયા તો ત્યાં અમે જોયું કે ચારેય તરફ જાત જાતની મીઠાઈઓ રાખી હતી, ઓરડો સ્વાદિષ્ટ પકવાનોની સુગંધથી ભરેલો હતો. અમે પૂછ્યું કે આ બધું શું છે તો એમણે બતાવ્યું, ‘બેટા, અમે તો પોતાના મનને વશમાં કરવાની સાધના કરી રહ્યાં હતાં. જીભ કાબૂમાં જ નોતી રહેતી. મન વારે ઘડીએ મીઠાઈ તથા ચટપટી વસ્તુઓ ખાવા માટે લલચાતું હતું. આ મને અમને પોતાનું ગુલામ બનાવી રાખ્યું હતું. એટલે અમે આ સાધના કરી, ચારેય બાજુ મીઠાઈ-પકવાન રાખી વચમાં હું બેસી ગયો. સાથે એક પ્યાલામાં લીમડાના પાનનો રસ પણ રાખી લીધો. જ્યારે પણ મન આ બધુ ખાવા માટે દોડતું ત્યારે મોંઢામાં બે ઘૂંટડા લીમડાનો રસ નાંખી દેતો, પછી મનને કહેતો ખાઈ લે, ખાતો કેમ નથી.’ આ રીતે ત્રણ દિવસ વીતી ગયા. હવે મન પૂરી રીતે અમારા વશમાં છે, અમારું એ ગુલામ થઈ ગયું છે.’

ગુરુદેવ આ સાંભળીને બોલ્યા, ‘હા બેટા. અમે એમની બાબતમાં જાણીએ છીએ. તે પેલી ગોળ ખાવાવાળી વાત પણ તો સાંભળી જ હશે, ”

‘ગુરુદેવ ! કશું ધ્યાન નથી આવતું.” અમે નિવેદન કર્યું. એક પહોંચેલા મહાત્મા હતા. એક વખત એક સ્ત્રી પોતાના ૮-૧૦ વર્ષના પુત્રને લઈને એમની પાસે પહોંચી અને કહ્યું કે આ છોકરો ગોળ બહુ ખાય છે એને છોડાવવાની કોઈ રીત બતાવો. મહાત્માજીએ એને બીજા રવિવારે આવવાનું કહી દીધું. ફરી વખત જ્યારે આવી તો ફરી બીજા રવિવારે આવવાનું કહ્યું. ‘આ રીતે ચાર રવિવાર વીતી ગયાં. પાંચમી વાર જ્યારે તે આવી ત્યારે મહાત્માજીએ એના પુત્રને પાસે બેસાડયો, એની આંખોમાં આંખો પરોવીને બોલ્યા, ‘બેટા ગોળ ખાવો સારી વાત નથી. એ તું ખાઇશ નહીં.’ એ સ્ત્રી બહુ જ હેરાન થઈ ગઈ અને બોલી ‘બસ આટલું જ કહેવું હતું તો પહેલા દિવસે જ કહી દેવું હતું ને. કામ વગર મને પાંચ વખત દોડાવી. હવે આટલું કહેવાથી પણ શું થશે. આ તો હું પણ એને કહેતી રહું છું.’ મહાત્માજીએ કહ્યું. બહેન, હું પહેલા દિવસે પણ આ કહી શકતો હતો પરંતુ એનો કોઈ પ્રભાવ ન પડત. કારણ કે હું પોતે જ બહુ ગોળ ખાતો હતો. આટલા દિવસોમાં મેં મારા મન પર કાબૂ મેળવી લીધો છે અને ગોળ ખાવાનો બિલકુલ બંધ કરી દીધો છે. હવે મારું મન મજબુત થઈ ગયું છે એટલે મારા કહેવાનો પ્રભાવ પણ આ બાળક પર પડશે, જોઈ લેજે.’ સાચે જ એમની આ વાતનો પ્રભાવ પડ્યો અને છોકરાએ ગોળ ખાવાનો છોડી દીધો. તેં જોયું બેટા, મનને વશ કરવાથી કેટલો પ્રભાવ વધી જાય છે. આ રીતે ગાયત્રી મંત્ર ફળીભૂત થાય છે. પહેલાં પોતે કરો પછી બીજાને કર્યો.

‘“બેટા સંઘર્ષ વગર, સાહસ અને પુરુષાર્થ વગર જીવનમાં કશું જ થઈ શકતું નથી. ગાયત્રી મંત્રથી આપણને આજ શિક્ષા મળે છે. ‘ભર્ગઃ’આપણને અનિચ્છનીયતાઓ સામે લડવાનું શિખવાડે છે, આપણને એનાથી બચવાની પ્રેરણા આપે છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં અનીતિ-અધર્મનું રાજ છે. જુગાર, શરાબની બીમારી ઘર-ઘરમાં ઘુસતી જાય છે. એનાથી છૂટકારો મેળવવા માટે બધાએ સંઘર્ષ કરવો જોઈએ. દહેજની બીમારી તો બહુ જ ખરાબ રીતે ફેલાઈ રહી છે. હવે તો છોકરાઓના ભાવ નક્કી થઈ રહ્યાં છે. ડૉક્ટરના આટલા લાખ, એન્જીનીયરના આટલા લાખ. લગ્ન તો જાણે ઠગવાનો એક ધંધો બની ગયો છે. આપણા સમાજમાં આ કેવી કુરીતિ ઘુસી આવી છે. એનાથી છુટકારો મેળવવા માટે બધાએ એક થઈને સંઘર્ષ કરવો પડશે. નવયુવકોએ તો આમાં વિશેષ ભૂમિકા નિભાવવી પડશે. એમણે એ સમજવું પડશે કે તેઓ વેચાણ યોગ્ય વસ્તુ નથી અને એનો ખુલ્લો વિરોધ કરવો પડશે.

તને એક કિસ્સો સંભળાવું છું. હમણાંની પાછલા વર્ષની જ ઘટના છે. એક સુંદર સુશીલ છોકરી હતી. મા-બાપનું એકલું સંતાન. ખૂબ ભણીને સ્કૂલમાં શિક્ષિકા બની ગઈ હતી, એના લગ્ન થતા નહોતા કારણ કે જ્યાં પણ વાત ચાલતી, દહેજની માગ એટલી વધારે થતી કે મન મારીને રહી જવું પડતું. આખરે એના માતા-પિતાએ વિચાર્યું કે મકાન શું કામ વેચી ન દેવું. છોકરીના લગ્ન પછી બંને તો ક્યાંય પણ રહેવા જશે. એમણે આમ જ કર્યું અને એક જગ્યાએ લગ્ન નક્કી કર્યું. કન્યા પધારવાના સમયે જ્યારે છોકરી મંડપમાં આવી રહી હતી ત્યારે છોકરાએ જોયું કે છોકરી રડી રહી છે. એણે કહ્યું લગ્ન તો પછી થશે પહેલાં એ એકાંતમાં છોકરી સાથે વાત કરવા માગે છે. બધાએ બહુ સમજાવ્યો છતાં પણ તે માન્યો નહીં. આખરે બંનેને એક ઓરડામાં બેસાડવામાં આવ્યા. છોકરાએ વારંવાર પૂછ્યું ત્યારે છોકરીએ બતાવ્યું કે કેવી રીતે દહેજના રૂપિયા ચૂકવવા માટે એના પિતાએ આ મકાન વેચી દીધું અને હવે લગ્ન પછી તેઓ આ ઘર ખાલી કરી દેશે પછી તે ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવી શકે. એ છોકરાએ થોડી વાર વિચાર કર્યો પછી મનમાં ને મનમાં કાંઈક નિર્ણય ર્યો તથા એ છોકરીને કહ્યું કે તે ચિતા ન કરે. પછી બંને મંડપમાં આવી ગયા. લગ્નના બધા કર્મકાંડ પૂરા થયા અને અંતમાં વિદાઇની ઘડી પણ આવી. એ સમયે એ છોકરો પોતાના સગા-વહાલાંઓને છોડીને છોકરીવાળાના પક્ષમાં આવી ગયો. એણે બધા જાનૈયાઓ અને સગાઓને નમસ્કાર કર્યા અને બોલ્યો કે આપ લોકો જાઓ હું તો હવે અહીંયા જ રહીશ. બધાએ સમજાવ્યો કે આ શું ગાંડપણ કરે છે, વહુને લઈને ઘેર ચાલ. કેવી રીતે ચાલું, મને તો અહીં વેચી દેવામાં આવ્યો છે. છોકરાના પિતાએ કહ્યું કે ‘ક્યાંય કોઈ પિતા પોતાના પુત્રને વેચે પણ ખરો ?’ એ છોકરાએ કહ્યું ‘પિતાજી આપે તો મને વેચી જ દીધો છે અને મારી કિંમત પણ દહેજના રૂપમાં લઈ લીધી છે. હવે હું અહીંયાથી નથી જઈ શકતો.’ બધાએ સમજાવ્યો ત્યારે અંતમાં એ બોલ્યો કે બધા રૂપિયા પાછા આપી દો અને એમનો જે ખર્ચ થયો તે પાછો આપી દો ત્યારે જ હું અહીંયાથી ચાલીશ. એના પિતાને આ વાત માનવી પડી.

તો જો બેટા, એ છોકરામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું તો પોતાના બાપની અનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં એને જરાપણ ખચકાટ ન થયો. ખાવા સમાચાર ઓછી વખત આવતા હોય છે. તું સમાચાર પત્ર વાંચે છે. એમાં આવા સમાચાર પર ધ્યાન આપ્યા કરે. જ્યાં ચોરી, ડાકુગીરી, રાજનૈતિક ઉથલ પાથલ વગેરેના સમાચાર છપાય છે. ત્યાં ક્યારેક-ક્યારેક આવા સમાચાર પણ આવે છે કે અમુક છોકરાએ, અમુક છોકરીએ આવું સાહસપૂર્ણ કાર્ય કર્યું. ખેલ-કૂદમાં નામના મેળળવી કે કઠણાઈઓમાં એકબીજાની મદદ કરવી પ્રશંસનીય તો હોય છે જ પણ એનાથી પણ વધારે પ્રશંસનીય છે સમાજમાં ફેલાયેલી કુપ્રથાઓ સામે લડવું, પ્રચલિત કુપ્રથાઓને તોડવી. જે પણ આવું કરવા માંડે છે માનજો એને ગાયત્રી મંત્ર ફળીભૂત થઈ રહ્યો છે. આ મંત્ર ફળીભૂત થાય છે ગાયત્રી માતાના નિર્દેશોનું પાલન કરવાથી, ફક્ત જાપ કરવાથી કશું જ નથી થતું.

બેટા, રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં રહીને ગાયત્રીમંત્રની સાધના કરી હતી. સંદીપની ઋષિએ પણ શ્રીકૃષ્ણજીને આ જ મંત્રની સાધના કરાવી હતી. આ બંનેએ પણ આ મંત્રને પોતાના જીવનમાં ઉતાર્યો હતો. બધા જ કામ એના નિર્દેશો પ્રમાણે કરતા હતા ત્યારે તો મહાપુરુષ બન્યા અને આજે હજારો વર્ષ પછી પણ એમની પૂજા કરવામાં આવે છે, પરંતુ ફક્ત પૂજા જ ન કરો એમની માફક પોતાનું આચરણ પણ બનાવો. ગાંધીજીએ પણ આ જ મંત્રનો જાપ કર્યો હતો તો તેઓ કેટલાં મહાન બની ગયા હતા.

એકવાર ગાંધીજીને દિલ્હીની નિબિયા કૉલેજમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. કૉલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. જ્યાં મોટે ભાગે મુસલમાન જ હતા. ગાંધીજીએ દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું અને પછી ગાયત્રીમંત્રના સિદ્ધાંતો પર પ્રકાશ ફેંકવાનો પ્રારંભ કર્યો. ત્યાં ઉપસ્થિત મુસલમાનોએ એનો વિરોધ કરતાં કહ્યું કે આ તો હિંદુઓનો મંત્ર છે. તેઓ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધી વાતો જ બતાવે. એના પર ગાંધીજીએ કહ્યું કે ગાયત્રીમંત્ર ફક્ત હિંદુઓનો જ નહીં પરંતુ સંસારની દરેક વ્યક્તિ માટે છે. એનું ચિંતન-મનન તથા ધ્યાન કરવાથી, એના આદેશો તથા નિર્દેશોનું પાલન કરવાથી મનુષ્ય સદા સ્વસ્થ તથા સુખી રહે છે. એનાથી બુદ્ધિ શુદ્ધ થાય છે, જે પણ એને અંતકરણમાં ધારણ કરે છે તે ક્યારેય રોગગ્રસ્ત થઈ જ શકતો નથી. જે પણ રોગી હોય છે તેને દવા આપે છે, પરંતુ જો કોઈ રોગી નિયમ–સંયમનું પાલન ન કરે, ચિત પરેજી ન પાળે તો પછી દવા શું કરશે. રોગ દવાથી તો સારા પણ નથી થતાં. તે ઠીક થાય છે ઉચિત આચરણ અને પરેજીથી, શુદ્ધ આહાર-વિહારથી, દવા તો એમાં થોડો ઘણો સહયોગ જ કરે છે. લોકો મોટે ભાગે પોતાની માનસિક પરેશાનીઓને કારણે જ બીમાર પડે છે. આ મંત્રના પ્રભાવથી એની બધી જ માનસિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

દવાખાના અને ડૉક્ટરોની વાત નીકળી છે તો બેટા તને એક વાર્તા સંભળાવું છું. એક વખત એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. પાછા ફરતાં મોડું થઈ ગયું તો રસ્તામાં એક ગામમાં રોકાઈ ગયા. ગામવાળાઓએ રાજાની ખૂબ સેવા કરી જેનાથી તે બહુ જ પ્રભાવિત થયા. પાછા ફરીને વિચાર્યું કે ગામવાળા માટે કશું કરવું જોઈએ અને એ ગામમાં એક દવાખાનું બંધાવી દીધું. દવાખાનું બની ગયું તો એમાં કેટલાય યોગ્ય ડૉક્ટર પણ નિયુક્ત કર્યા. દવાખાનું ખોલ્યાને ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું, પરંતુ એ દવાખાનામાં એક પણ રોગી ન આવ્યો. ડૉક્ટરો પણ બેઠાં બેઠાં કંટાળી ગયા, એ લોકોએ રાજાને આવીને વાત જણાવી તો રાજા બહુ ક્રોધિત થયા કે એણે તો ગામવાળાઓના ભલા માટે આ દવાખાનું બનાવ્યું હતું અને તેઓ ત્યાં સારવાર કરાવવા જતાં નથી. તપાસ કરતાં ખબર પડી કે ત્યાં ક્યારેય કોઈ બીમાર જ નથી પડતું. બધા આખો દિવસ મહેનત કરે છે. પુરુષ-સ્ત્રી, બાળકો-વૃદ્ધો બધા શ્રમદેવતાની ઉપાસના કરે છે અને ક્યારેય પણ રોગી નથી થતા. રાજા પણ એ ગામવાળા સમક્ષ નતમસ્તક થઈ ગયો અને કહેવા લાગ્યો કે બધા આ રીતે શ્રમશીલ બની જાય તો દેશની કાયાપલટ જ થઈ જાય.

પરંતુ બેટા આજકાલ તો લોકો પોતાના હાથે તેમનું પોતાનું જ કામ પણ કરવા નથી ઇચ્છતા. દરેક સમયે એમને આરામ જ જોઈએ છે. લોકો જાત-જાતની સુખ-સુવિધાના સાધન એકત્રિત કરી રહ્યાં છે અને તેટલાં પ્રમાણમાં એમના રોગ પણ વધતા જાય છે. દવાખાનાઓમાં એવી ભીડ રહે છે કે જાણે ત્યાં મફતનો માલ વહેંચાઈ રહ્યો હોય. લોકોમાં માંદા પડવાની અને મોઘા મોંઘા ડૉક્ટરોની સારવાર કરાવવાની પણ એક ફેશન ચાલી રહી છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે લોકો ગાયત્રીમંત્રના નિર્દેશોનું પાલન નથી કરતા, સવિતા સૂર્યની માફક સદાય નિયમપૂર્વક શ્રમ ન કરે તો તેજ અને પ્રકાશ ઉત્પન્ન ન થાય. તો બેટા, તે જોયુંને કે મંત્ર કેવી રીતે ફળીભૂત થાય છે. રાવણે પણ બહુ ઉગ્ર ઉપાસના-સાધાના કરી હતી. સર્વશ્રેષ્ઠ વિદ્વાન હતો. અતુલિત ધનબળ, શરીરબળનો સ્વામી હતો, પરંતુ ગાયત્રીમંત્રના જાપ ન કર્યા. સદ્બુદ્ધિ એનામાં હતી નહીં અને એનું શું પરિણામ આવ્યું ? ભસ્માસુરે કેટલી કઠોર તપસ્યા કરી હતી. ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. પરંતુ એનામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું જ નહીં. સ્વાર્થ અને ઇર્ષ્યાના મોહમાં એણે ભગવાન પાસેથી કેવું વરદાન માગ્યું કે તે પોતે જ એનાથી ભસ્મ બનીને નષ્ટ થઈ ગયો.

ગાયત્રી મંત્રના જાપ પણ કરો, એના અનુસાર પોતાનું આચરણ પણ રાખો, એ ત્યારે ફળીભૂત થાય છે. આજે ચારેય તરફ જે અમાપ-અગાધ વૈચારિક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના ચક્કરમાં પડીને ક્યાંક તું પણ ગાયત્રી માતાને ભૂલી ન જતો. “નહીં ગુરુદેવ ! અમે તો દરરોજ સવાર-સાંજ ગાયત્રીમાતાની મૂર્તિ સામે મસ્તક નમાવીએ છીએ.” અમે આભાસાન આપ્યું.

‘વાહ બેટા, ગાયત્રીની મૂર્તિ સામે ફક્ત સવાર-સાંજ મસ્તક નમાવવાથી શું થશે. એને તો ચોવીસ કલાક સૂતાં-જાગતાં, ઉઠતાં બેસતાં, હરતાં-ફરતાં દરેક સમયે મસ્તક ઝુકાવવું જોઈએ.”

‘ગુરુદેવ તો પછી બીજા કામ ક્યારે કરીશું. ”

‘‘સારું તો એનો ઉપાય કાલે બતાવીશું, તું પણ વિચારજે”  અને એ દિવસની ચર્ચા સમાપ્ત થઈ.

GG-15 : ધિયો યો નઃ પ્રચોદયાત્ -૨૩  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ધિયો યો નઃ પ્રચોદયાત્, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

હવે ગાયત્રી મંત્રના અંતિમ પદને પણ જુઓ. કે ઇશ્વર, અમારી બુદ્ધિને પ્રેરણા આપો. આ બુદ્ધિ શું છે ? ‘ધી’ નો અર્થ છે બુદ્ધિ, જ્ઞાન, સમજ અને વિચાર. પરંતુ શું ફક્ત આ બુદ્ધિને જ ‘ઘી’ કહેવાય છે ? ચાલો ભગવાને તમારી વાત માની લીધી, બુદ્ધિને, જ્ઞાનને પ્રેરણા આપી, બહુ જ વિદ્વાન બનાવી દીધા. બહુ મહાન વૈજ્ઞાનિક બનાવી દીધા. તે એ બુદ્ધિથી એટમબૉબ બનાવ્યો, હાઇડ્રોજન બૉંબ બનાવ્યો. ચાલો થઈ ગયો સંસારનો સત્યાનાશ. શું એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે આપણી બુદ્ધિને પ્રેરાણા આપે. અરે જુઠ્ઠાપણું, છેતરપીંડી, ચોરી, બનાવટી, છળકપટ, બદમાશગીરી બધુ શિખવાડવા માટે તો ચારેય બાજુ અસંખ્ય વ્યક્તિ હાજર છે. એના માટે ભગવાનને શું કામ યાદ કરીએ ? એ તો પોતે જ આવું બધું નથી જાણતો, તો આપણને કેવી રીતે શિખવાડશે ? પ્રેરણા કેવી રીતે આપશે ? ગોપથ બ્રાહ્મણમાં ‘ધી’ નો અર્થ બતાવ્યો છે – બુદ્ધિ, કર્મ, મેધા. જે વાત બુદ્ધિમાં આવે એને કર્મમાં લાવીએ, આચરણમાં ઉતારીએ. એનો વાસ્તવિક અર્થ છે કે જો આપણે પરમાત્માને ભૂઃ ભુવઃ સ્વઃ કહીએ છીએ તો પોતે પણ પ્રયત્ન કરીએ કે બીજાના પ્રાણોની રક્ષા થાય, એમના દુઃખ દૂર કરીએ, એમને સુખ આપવાનો પ્રયત્ન કરીએ.

આપણી આત્માને જે વસ્તુની સૌથી વધારે આવશ્યક્તા છે તે છે ‘સદ્ગુદ્ધિ’- એને જ ધિયઃ કહેવાય છે. ગાયત્રી સત્બુદ્ધિની દેવી છે. આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપણને સબુદ્ધિ આપે. ફક્ત મને જ નહીં, આપણને બધાને સદ્ગુદ્ધિ આપે જેનાથી બધાનું કલ્યાણ થાય, બધા જ પ્રેમ અને સહયોગની ભાવનાથી રહે. એ પ્રેરણાથી ઉત્સાહિત થઈને આપણે આપણાં અંતઃકરણનું નિર્માણ કરવામાં લાગી જઈએ. આપણી કુબુદ્ધિ સાથે લડીને તેને હરાવી દઈએ અને એની જગ્યાએ સદ્ગુદ્ધિ સ્થાપવાનો પુરુષાર્થ દેખાડીએ.

ભારતીય સંસ્કૃતિ કર્મવાદની સંસ્કૃતિ છે, એમાં પુરુષાર્થ, પ્રયત્ન, સંધર્ષ અને શ્રમ કરીને ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો આદેશ છે. અથર્વવેદમાં બહુ જ સુંદર એક મંત્ર છે. ‘શ્રયેણ તપસા સૃષ્ટ, નૃત્તાય હંસાય ચ’ કોઈ પૂછે કે ઇશ્વરે સંસારની રચના શું કામ કરી છે તો એનો ઉત્તર છે એટલા માટે કે મનુષ્ય શ્રમ કરી શકે અને ધર્મના માર્ગ પર ચાલી શકે. શ્રમ અને તપના આ માર્ગ પર ચાલતાં-ચાલતાં તે નાચે, હસે અને આનંદના સાગરમાં ડૂબકીઓ લગાવે. પરંતુ આ હાસ્ય, આ આનંદ ક્યારે સંભવ છે, જ્યારે સત્બુદ્ધિ આવશે. એટલા માટે ગાયત્રી મંત્રમાં આપણે ભગવાને પ્રાર્થના કરીએ છીએ કે અમારી બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવાની પ્રેરણા આપો.

તો બેટા ! આ છે ગાયત્રી મહામંત્રનો ભાવાર્થ. આ મંત્ર પોતાનામાં પૂર્ણ ધર્મશાસ્ત્ર છે. એના અર્થનો ગંભીરતાથી વિચાર કરવાથી ત્રણ તથ્ય પ્રગટ થાય છે પહેલું ઇશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન, બીજુ ઇશ્વરના એ ગુણોને પોતાની અંદર ધારણ કરવા અને ત્રીજું સબુદ્ધિની પ્રેરણા માટે પ્રાર્થના કરવી. માનવ જીવન માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સદ્ગુદ્ધિથી, સાત્ત્વિક બુદ્ધિથી આપણા મગજમાં ઘૂસેલા કુવિચારો, કુસંસ્કારો, નીચ વાસનાઓ તથા દુર્ભાવનાઓનો નાશ થાય છે. સતોગુણી ઋતંભરા બુદ્ધિ વડે, વિવેક વડે, સાન વડે જીવનમાં સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ થાય છે.

બેટા ! હવે તો ગાયત્રી મંત્રનો ભાવાર્થ તું સારી રીતે સમજી ગયો હોઈશ.” ગુરુદેવે પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું. “હા ગુરુદેવ ! આ તો આપે બહુ જ સારી રીતે સમજાવી દીધું. આ ગુરુમંત્રનો ભાવાર્થ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયો છે.” “તો હવે એના પર ખૂબ ચિંતન-મનન કરો. જો કોઈ સંદેહ કે શંકા હોય તો પછી અમને પૂછજો.”

GG-15 : ભર્ગો દેવસ્ય ધીમહિ -૨૨  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ભર્ગો દેવસ્ય ધીમહિ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

‘“હવે આગળ બીજું પદ જુઓ. ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ આમાં પણ ત્રણ શબ્દ છે તત્ સવિતુર્વરેણ્યં આપણે પરમાત્માની સવિતા શક્તિ ધારણ કરવી જોઈએ. પરંતુ પરમપિતા પરમેશ્વરના તો બીજા પણ અનેક ગુણ છે. એનું પણ ધ્યાન તો કરીએ.

‘ભર્ગઃ’ ભગવાનની એ શક્તિને કહેવાય છે જે દુર્ગુણોનો, અંધકારનો નાશ કરે છે. સારાની અપેક્ષાએ ખરાબનું આકર્ષણ વધારે ચમકદાર હોય છે. એટલે દુર્ગુણોનું આક્રમણ પણ ખૂબ ઝડપથી અને દઢતાથી થાય છે. લોકો એના પ્રલોભનમાં સહેલાઈથી ફસાઈ જાય છે અને એક વાર એની જાળમાં ફસાયા પછી એમાંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. સંસારમાં દૈવી અને આસુરી શક્તિઓ બંને ય કામ કરતી રહે છે. આ દેવાસુર સંગ્રામ આપણા મનમાં પણ ચાલતો રહે છે. આપણે આ આસુરી પ્રવૃત્તિઓને કચડીને દૈવી આચરણ કરી શકીએ તે પરમેશ્વરની ભર્ગ શક્તિથી સંભવ થઈ શકે છે. ધૈર્ય અને મનોયોગપૂર્વક માનસિક સંતુલન બનાવી રાખીને આપન્ને નિત્ય આત્મનિરીક્ષણ કરવું જ જોઈએ અને જે પણ દુષ્પ્રવૃત્તિઓ હોય એને બહાર ધકેલી મુકવાનો પ્રયાસ કરવોજોઈએ, ગાયત્રી મંત્રમાં એ ઇમરના તેજસ્વી અને શ્રેષ્ઠ અંશને પોતાની અંદર ધારણ કરવાની સાથે સાથે એ આદેશ પણ છે આપણે ‘ભર્ગ’ને પણ પોતાની અંદર ધારણ કરીએ, દુર્ગુણો, પાપો, દુર્બળતાઓ, ખરાબ પ્રવૃત્તિઓથી સાવધાન રહીએ.

‘દેવ’ કહેવાય છે દિવ્યને, અલૌકિકને, અસાધારણને, આપણે પોતાનામાં દેવત્વને ધારણ કરવું જોઈએ. દિવ્ય સિદ્ધાંતોને સામે રાખીને એના આધાર પર પોતાના કર્તવ્યનો નિર્ણય કરીએ. જે સાચું હોય, બરાબર હોય, લોકમંગળનું હોય એવા કાર્યોને પૂરી લગન સાથે કરવા જોઈએ. કોઈ પ્રલોભન, કોઈ આકર્ષણ, કોઈ આપત્તિ કે ભય આપણને એ કાર્યથી વિચલિત ન કરી શકે. ભલે ને એ માર્ગ પર આપણે એકલા જ કેમ ન હોઈએ, સચ્ચાઈના માર્ગને કદીય ન છોડીએ. કોઈ શું કહેશે’ એનાથી દુઃખી ન થાવ. આ રીતે આપણે દેવસ્યની, દેવતા બનવાની ક્ષમતા પોતાનામાં જાગૃત કરીએ. દેવતા એ કહેવાય છે જે આપે છે. જે પોતાની પ્રતિભાને, ક્ષમતાને બીજાના લાભ માટે આપવામાં સદાય તત્પર રહે. આપણી શક્તિ તથા સામર્થ્યને પોતાની સ્વાર્થપૂર્તિ, વાસનાઓથી તૃપ્તિ અને છળ-કપટમાં ન લગાવતાં પરમાર્થ માટે પણ અર્પણ કરીએ અને બીજાની સેવામાં પણ લગાવીએ.”

‘ગુરુદેવ આપ તો કહો છો અમે દેવતા બનીએ. પણ દેવતાઓ તો પૃથ્વી પર રહેતા નથી. એ તો સ્વર્ગમાં રહે છે અને ત્યાં તો મર્યા (મરણ) પછી જ જઈ શકાય છે. અમે .. જીજ્ઞાસા પ્રગટ કરી.

આ સાંભળીને ગુરુદેવ જોરથી હસ્યા અને બોલ્યા, “જેને તું સ્વર્ગ સમજે છે, મર્યા પછી તો ત્યાં પણ નહીં પહોંચી શકાય. લોકોના આજકાલ જેવાં આચરણ છે તે તો જીવતાં જ નરક સમાન જ છે. દેવતા સ્વર્ગમાં રહે છે અને સ્વર્ગ પૃથ્વીની ઉપર છે. એનું તાત્પર્ય એ છે કે તેઓ શ્રેષ્ઠ વિચારલોકમાં વિચરણ કરે છે જે સ્વાર્થ અને સંકીર્ણતાની તુચ્છતાથી બહુ જ ઉપર છે. એ જ સ્વર્ગ પણ છે અને નરક પણ, આપણે દિવ્ય બનીએ, દિવ્ય તત્ત્વોથી, દિવ્ય સિદ્ધાંતોથી અને દિવ્ય વિશ્વાસો વડે પોતાના અંતઃકરણને દિવ્યતાથી ઓતપ્રોત કરી દઇએ તો આપણે દેવતા બની શકીએ.

‘ધીમહિ’ કહેવાય છે ધ્યાનને. જે વસ્તુનું આપણે માન કરીએ છીએ તેના ઉપર મન કેન્દ્રિત થાય છે, મન એકાગ્ર થવાથી એમાં રુચિ ઉત્પન્ન થાય છે અને રુચિ ઉત્પન્ન થવાથી એને પ્રાપ્ત કરવાની આકાંક્ષા વધે છે, આકાંક્ષાથી પ્રયત્નો ઉત્પન્ન થાય છે અને તે પ્રયત્ન જ અંતે અપેક્ષિત વસ્તુને પ્રાપ્ત કરાવી દે છે. ધ્યાન બીજ છે અને સફળતા એનું ફળ. કોઈપણ કાર્ય પહેલાં કલ્પનામાં કરવામાં આવે છે, પછી એની યોજના બને છે ત્યારે તે ક્રિયાના રૂપમાં પ્રગટ થાય છે. વેદમાતાએ આપણને ધીમહિનો નિર્દેશ કર્યો છે. આપણે ધ્યાન કરીએ. કોનું ? પરમાત્માની શક્તિઓનું, આ બધાનું ધ્યાન કરવાથી મનમાં એકાગ્રતા આવે છે, ચિત્ત સ્થિર થાય છે અને મનની ઉપર નિયંત્રણ આવે છે. મનને જે કાર્યમાં લગાડવામાં આવે છે, શરીરના અંગ પણ એ દિશામાં આગળ વધે છે, સહયોગ આપે છે. આપણા મગજમાં ઇશ્વરીય, તેજસ્વી, શ્રેષ્ઠ, શક્તિશાળી, દિવ્ય વિચારોને જ સ્થાન મળે, જેનાથી આપણે આત્મકલ્યાણ અને પરમાર્થના કાર્યોમાં જ લાગીએ.”

GG-15 : તત્ સવિતુર્વરેણ્યં -૨૧  યજ્ઞ પિતા-ગાયત્રી માતા 

તત્ સવિતુર્વરેણ્યં,  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ગુરુદેવે બીજા દિવસે બતાવ્યું ‘‘ત્રિપદા ગાયત્રીના આ પદમાં ત્રણ શબ્દ છે તત્, સવિતુ: અને વરેણ્યં, એનો સીધો અર્થ છે એ સવિતાને વરણ કરો. હવે આ ‘એ’ કોણ છે ? ‘સવિતા’શું છે અને એનું વરણ કેવી રીતે કરાય ?

આ પદ તત્ શબ્દથી પ્રારંભ થાય છે. એમાં ઇશ્વરની તરફ સંકેત કરવામાં આવ્યો છે, આથી પરબ્રહ્મ પરમાત્માની સર્વવ્યાપક્તાને ધ્યાનમાં રાખીને આપણે એવી રીતે ખોટા કામોથી બચીએ જેવી રીતે પોલિસની સામે અપરાધિઓથી દુષ્કર્મ કરવાનું સાહસ નથી કરાતું. એટલા માટે આ પદમાં કહેવામાં આવ્યું છે કે તત્ (એ) પરમાત્માનું સદાય ધ્યાન રાખો. એ દરેક સમયે તમારી ચારેય હયાત તરફ છે, તમારા પ્રત્યેક કર્મને જુએ છે અને એનું ફળ પણ આપે છે. આજે આપશે કે કાલે આ જન્મ આપશે કે આગળના જન્મમાં, પણ આપશે અવશ્ય. કર્મફળથી કોઈ બચી નથી શકતું. એટલા માટે તત્ -પરમેશ્વરનું સદાય ધ્યાન રાખો.

પરમેશ્વરના અસંખ્ય ગુણ છે, અનેક નામ છે. એક નામ છે સવિતા, ગાયત્રીમંત્ર કહે છે કે એ પરમાત્માના સવિતા રૂપનું સદાય ધ્યાન રાખો. સવિતા કહેવાય છે તેજસ્વીને, પ્રકાશવાનને, ઉત્પન્ન કરવાવાળાને. આત્મિક તેજ, બૌદ્ધિક તેજ, આર્થિક તેજ, શારીરિક તેજ એ બધા તેજ વડે સંપન્ન બનવાથી જ મનુષ્યનું જીવન તેજોમય બને છે. ઇશ્વરની આ તેજ શક્તિને ધારણ કરીને આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જાજ્વલ્યમાનને નક્ષત્ર સમાન ચમ રહીએ. એ જ ભાવ આ પદમાં છે. સવિતા સૂર્યને પણ કહેવામાં આવે છે કારણ કે એમાં પણ તેજ અને પ્રકાશનો ગુણ છે. સ્થૂળ રૂપમાં સૂર્ય પરમાત્માની તેજ તથા પ્રકાશની અદ્દશ્ય શક્તિને આપણા સામે પ્રગટ કરે છે. આ સવિતા સૂર્યને પસંદ કરવો જોઈએ.

વરેણ્યનું તાત્પર્ય એ છે કે જે કાંઈ પસંદ કરવા યોગ્ય હોય, અપનાવવા લાયક હોય તેને લઈ લેવું. સંસારમાં અસંખ્ય તત્ત્વ છે જે મનુષ્ય માટે ઉપયોગી પણ છે અને અનુપયોગી પણ, વિવેક બુદ્ધિથી નિર્ણય કરીને ઉપયોગીને જ અપનાવો જે લોકમંગળના કાર્યો માટે ઉપયોગી હોય. જે શ્રેષ્ઠ હોય તેને જ ગ્રહણ કરો. ધર્મ, કર્તવ્ય, અધ્યાત્મ, સત, ચિત, આનંદ, સત્ય, શિવ, સુંદરની તરફ જે તત્ત્વ આપણને આગળ વધારતા હોય તે જ અપનાવવા યોગ્ય છે. શ્રેષ્ઠતાને પોતાની અંદર ધારણ કરવાથી, શ્રેષ્ઠતા તરફ અભિમુખ થવાથી આપણી ઇશ્વરે આપેલી શ્રેષ્ઠતા જાગી જાય છે. બાગમાં અસંખ્ય ફૂલોની સુગંધ ફેલાયેલી હોય છે પરંતુ માખીને તો ફક્ત ગંદકી જ પસંદ છે. તે ગંધાતી ગંદી વસ્તુઓ તરફ જ આકર્ષિત થાય છે. પરંત મધમાખી તો શોધી-શોધીને ફૂલોનો પરાગ એકત્રિત કરે છે. બાગમાંથી શ્રેષ્ઠતમ વસ્તુને જ ગ્રહણ કરે છે.

‘તત્સવિતુર્વરેણ્ય’માં વેદમાતા ગાયત્રી આ જ આદેશ આપે છે. એના વડે જ આપણે આપણા જીવનને સુખી, આનંદથી પરિપૂર્ણ કરી શકીએ છીએ.

પરંતુ ગુરુદેવ આ બધું કેવી રીતે કરી શકાય છે ? અમે જિજ્ઞાસા પ્રગટ કરી.

“અરે આ તો પહેલા જ બતાવી ચૂક્યા છીએ.” ગુરુદેવે કહ્યું, ‘‘સૌથી પહેલાં મનને કાબૂમાં કરવું પડે છે. માયા મોહથી પોતાને બચાવવા પડે છે. પોતાના સ્વાર્થથી ઊંચા ઉઠીને લોકમંગળના કાર્યોને પ્રાથમિક્તા આપવી પડે છે. ત્યારે આપણી પ્રજ્ઞાબુદ્ધિ જાગૃત થાય છે અને સત્-અસતુમાં ભેદ કરવાની, ઓળખવાની ક્ષમતા વિકસિત થાય છે. પછી તો પરમાત્માના શ્રેષ્ઠ ગુણોને અપનાવવામાં સુગમતા પણ થાય છે, સફળતા પણ મળે છે અને સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ પણ થાય છે. આ જ છે તત્સવિતુર્વરેણ્યું નું વાસ્તવિક શાન.

‘પરંતુ ગુરુદેવ ! આ માયા, મોહ, લોભ, સ્વાર્થ વગેરેથી છુટકારો મેળવવો તો બહુ જ અઘરું છે.” અમે અમારી શંકા પ્રગટ કરી.

“હા, એ તો છે. આ બહુ જ અઘરું છે અને એટલું જ સરળ પણ છે. ફક્ત પોતાની ઇચ્છા શક્તિને પ્રબળ બનાવવાની હોય છે. આપણે જેવું વિચારી છીએ તેવા બની જઈએ છીએ, જે ઇચ્છા કરીએ છીએ તે કરી લઈએ છીએ. સિનેમા જોવાની ઇચ્છા થાય છે, ક્રિકેટ મેચ જેવી છે, નાસ્તા-પાણી કરવા છે બધા માટે સમય પણ મળે છે અને સાધન પણ. હિમાલયની ટોચ પર, એવરેસ્ટ પર ચઢવાની ઇચ્છા હોય તો પ્રયત્ન કરવાથી તે પણ થઈ શકે છે. ચંદ્ર ઉપર પણ પહોંચી શકાય છે. પરંતુ આ બધુ ક્યારે કરી શકીએ છીએ, જ્યારે મનમાં ઇચ્છા જાગ્રત થાય છે ત્યારે. કોઈ કામ કરવાનો વિચાર આવશે, પછી પ્રયત્ન થશે, અસફળતા મળશે, ફરી પ્રયત્ન થશે, ફરી અસફળતા મળશે, ફરીથી વધારે બળપૂર્વક પ્રયત્ન થશે અને પરિણામે સફળતા આપણાં હાથમાં આવી જશે. આ બધું પ્રબળ ઇચ્છા શક્તિથી, આત્મબળના જાગરણથી જ સંભવ બને છે.

બીજા વિશ્વયુદ્ધની એક ઘટના છે. એક સૈનિક અધિકારી ત્રણ સૈનિકો સાથે યુદ્ધ ક્ષેત્રમાં સેનાની જપમાં જઈ રહ્યો હતો. શત્રુ સેના તરફથી ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક એક મોટા પથ્થર સાથે ટકરાઈને જીપ ઊંધી પડી ગઈ. પૈડા ઉપરની તરફ થઈ ગયા. મજબૂત લોખંડની ચાદરોમાંથી જીપ બનેલી હતી એટલે અંદર બેઠેલા કોઈને ખાસ ઈજા થઈ નહીં. પરંતુ હવે શું થાય ? ત્યાંથી નીક્ળવાનું કોઈ સાધન નહીં અને દરેક પળે મોતનો ભય. ત્યાં એ અધિકારી અને ત્રણ સૈનિક ફક્ત ચાર જ હતા. બચવાનો ફક્ત એક જ માર્ગ હતો કે ચારેય ભેગા મળીને જીપને સીધી કરે અને ભાગી નીકળે. પણ આટલી ભારે જીપ જેને દસ-પંદર જવાન પણ મળીને નથી ઉઠાવી શકતા, તેને ચાર જ વ્યક્તિ કેવી રીતે ઉઠાવીને સીધી કરે. એ ચારેય જો ભગવાનનું ધ્યાન ધરીને જોર લગાવ્યું. એમનું આત્મબળ જાગૃત થયું અને એટલી શક્તિ એમના હાથોમાં આવી ગઈ કે એમણે જીપને સીધી કરી લીધી અને સકુશળ પોતાના કેમ્પ સુધી પહોંચી ગયા. જ્યારે આ ઘટના એમણે બધાને સંભળાવી ત કોઈને વિશ્વાસ જ ન થયો. કાને કહ્યું કે ચારેય મળીને જીપનું એક પૈડું ઉઠાવી બતાવે. જ્યારે એમણે બહુ પ્રયત્ન કર્યો તો તે જીપના એક પૈડાને મુશ્કેલીથી બે આંગળ જ ઉઠાવી શક્યા. તો બેટા ! આ હોય છે કમાલ પ્રબળ ઇચ્છાશક્તિની, આત્મબળની, પછી કશું અસંભવ નથી રહેતું. ક્યાંય મુશ્કેલી નથી આવતી.

GG-15 : ભૂ:ભુવઃ સ્વઃ -૨૦  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ભૂ:ભુવઃ સ્વઃ,  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

આ મંત્રમાં ઓંકાર પછી ત્રણ બાતિઓ આવે છે. આ ત્રણેય ગાયત્રી મંત્રના બીજ મંત્ર છે. આની બાબતમાં તમને ઘણું બધું બતાવી જ ચૂક્યા છીએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય ઉત્પાદક પોષક તથા સંહારક શક્તિઓને જ ભૂઃ ભુવઃ સ્વ કહે છે. સત્, રજ, તમ ત્રણે ગુણોને પણ આનાથી ઓળખી શકાય છે. ભૂઃ ને બ્રહ્મા, ભુવઃ ને પ્રકૃતિ અને સ્વ ને જીવ કહેવાય છે. અગ્નિ, વાયુ, સૂર્ય વગેરે દેવતાઓનું પ્રતિનિધિત્વ પણ આ વ્યાહતિઓ કરે છે. એ ત્રણેય લોકનો પણ આમાં સંકેત છે.

ભૂ નો અભિપ્રાય છે પ્રાણ આપવાવાળો, પ્રાણાધાર, ભુવઃ નો અર્થ છે દુઃખનો નાશ કરવાવાળો અને સ્વઃ નો અર્થ છે સુખ આપવાવાળો, આનંદ આપવાવાળો, પરમેશ્વરના આ ત્રણેય ગુણોની પ્રશંસા ભૂઃ ભુવઃ સ્વઃમાં કરવામાં આવી છે. પણ શું પરમેશ્વર આ પ્રશંસાનો ભૂખ્યો છે ? શું તેને આગળ પાછળ ફરતાં ચમચાઓની જરૂરિયાત છે ? ભાટ અને ચારણોની જરૂરત છે ? ના, ના આ બધું કશું જ નહીં. ભગવાનની પ્રશંસા સ્તુતિ તો આપણે એટલા માટે કરીએ છીએ કે એના ગુણોમાંથી થોડાંક આપણી અંદર પણ ઉતરી આવે. ઇશ્વરને પ્રાણાધાર કહેવાનો લાભ ત્યારે જ મળે જ્યારે આપણે પોતે પણ કોઈના પ્રાણ આધાર બનીએ. જો કોઈને પ્રાણ આપી ન શકીએ તો ઓછામાં ઓછું કોઇના પ્રાણ લઈએ તો નહીં. પરંતુ આજે શું બની રહ્યું છે ? માંસાહારની પ્રવૃત્તિ વધતી રહી છે. પોતાની જીભના સ્વાદ માટે ન જાણે કેટલાય પશુ-પક્ષીઓની રોજ હત્યા કરીએ છીએ. શું આજ ગાયત્રી માતાની પ્રાર્થના છે.

મંત્રનો જાપ કરીએ અને પોતે જ એના આદેશથી વિપરીત કાર્ય કરીએ, પછી શું થાય ? એટલા માટે શાસ્ત્રો કહ્યું છે કે ‘ઉચિત આકાર કર, ઉચિત વ્યવહાર કર, ઉચિત કર્મ કર, ઉચિત પત્ન કર.’ આ ગાયત્રી મંત્ર દુઃખનો નાશ કરે છે અને સુખ પણ આપે છે. આ દુ:ખ-સુખ શું છે ? સુખ અને દુઃખ વાસ્તવમાં કોઈ વસ્તુનું નામ નથી, કોઈ દશાનું નામ નથી, પરંતુ પોતાના દૃષ્ટિકોણનું નામ છે. દૃષ્ટિકોણને બદલો તો ઘણાં દુ:ખ સુખમાં બદલાઈ જશે. દ્રિયોને સંતુષ્ટ કરવી જ સુખ છે અર્થાત્, અતૃપ્તિ થવી દુઃખ છે. સુખ અને દુઃખ બંને ય દેવ ભાષા સંસ્કૃતના શબ્દ છે. ‘સુ’ અર્થાત્ સારું અને “દુ’ નો અર્થ થાય છે ખરાબ. ‘ખ’ કહેવાય છે. દ્રિયોને, સુખનો અર્થ છે સારી દ્રિયો અને દુઃખનો અર્થ છે ખરાબ ઇંદ્રિયો, સારી ઇંદ્રિયો કોણ હોય છે ? જે આપણા વશમાં હોય અને ખરાબ એ જે આપણને વશમાં રાખીને નચાવતી ફરે છે. માયા, મોહ, લોભના ચક્કરમાં મનુષ્ય ન જાણે કેટલા દુ:ખ ઉઠાવે છે. જીભનો સ્વાદ તો એને પ્રત્યક્ષ નરકમાં જ ધકેલે છે. ન જાણે શું શું ન ખાવા જેવું તે ખાતો રહે છે. ભરેલા પેટ ઉપર પણ ક્યાંકથી જે શીરો, મીઠાઈ, ચાટ, ભજિયાં-ચોરી દેખાઈ જાય તો લાળ ટપકવાં લાગે છે. જો ફક્ત સ્વાદ ઇંદ્રિયોને જ વશમાં કરી લે તો ન કોઈ ડૉક્ટરની જરૂરત પડે ન વૈઘની.

આ આનંદ આપવાવાળો પરમાત્મા છે. એ જ સત્-ચિત્ આનંદ છે, સચ્ચિદાનંદ છે. પરમાત્મા ફક્ત સુખ જ નહીં, આનંદ પણ આપે છે. સુખ અને આનંદ બંને ભિન્ન છે. સુખ ક્ષણિક હોય છે, થોડા સમય સુધી જ રહે છે પછી સમાપ્ત થઈ જાય છે. આનંદ એ સુખ છે જે ક્યારેય પણ સમાપ્ત નથી થતું. આ આનંદ પરમાત્મા જ આપી શકે છે. મીઠાઇવાળાની દુકાને જઈ પોસ્ટકાર્ડ, વર માગો તો તે ક્યાંથી આપશે. એવી રીતે પોસ્ટ ઓફિસમાં જઈને મીઠાઈ માગો તો કેવી રીતે મળી શકે ? સંસારમાં બધી ભૌતિક સંપત્તિઓ મળી શકે છે એમનું સુખ પણ મળી શકે છે પરંતુ આનંદ તો ત્યારે જ મળશે જ્યારે ગાયત્રીમંત્રની આજ્ઞાઓનું પાલન સાચા મનથી કરીશું.

ગાયત્રીમંત્ર આપણને શિક્ષણ આપે છે કે બ્રહ્મ, પ્રકૃતિ અને જીવના પરસ્પર સંબંધો સમજીને પોતાનો દૃષ્ટિકોણ અને કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. અગ્નિ, વાયુ અને જળની ઉપાસનાનો અર્થ છે-તેજસ્વિતા, ગતિશીલતા અને શાંતિપ્રિયતા. એને આપણા જીવનમાં અપનાવીને પોતાના કુટુંબમાં તથા સમાજમાં સુખ સમૃદ્ધિનું-વાતાવરણ બનાવવું જોઈએ. સંસારમાં જે બધું છે તે પરમાત્માએ તમારા માટે જ રચ્યું છે. એનો સદુપયોગ કરવો જોઈએ પરંતુ કોઈપણ પ્રકારનો મોહ નહીં. ‘તેન ત્યક્તન ભુજીથા’ની દૃષ્ટિ અપનાવીને ત્યાગપૂર્વક ભોગવવું જોઈએ.

આ ત્રણેય વ્યાહુતિઓમાં આવાં જ અનેક સંદેશ છે. જેટલા મહાપુરુષ થયા છે એ બધાએ આ પ્રકારે આચરણ કરીને પ્રકાશવાન સફળતાઓ મેળવી છે. રામાયણ, મહાભારત, ગીતા બધામાં આવા અનેક ઉદાહરણો ભરેલાં છે. રામના વનવાસને જ જુઓ. એમના-રાજ્યાભિષેકની ઘોષણા થઈ ચુકી છે. આખા નગરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છે, બધી તૈયારીઓ પૂરી થઈ ચુકી છે, રામ પણ આ ઉત્તરદાયિત્વ માટે માનસિક રૂપથી તૈયાર છે, એ ઘડીની વાટ જોઈ રહ્યાં છે. ત્યારે જ વજ્રપાત થાય છે. એમને ૧૪ વર્ષનો વનવાસનો આદેશ મળે છે. આ શું થઈ ગયું ? રામનો દોષ શું છે ? પછી આવો નિષ્ઠુર આદેશ શું કામ માનવામાં આવે ? પરંતુ ના, રામ પર કોઈ પ્રભાવ નથી પડતો. કોઈ પ્રકારની માયા, મોહ નથી. કોઈ આસક્તિ નથી, પિતાની આજ્ઞા છે તો બરાબર જ હશે. તરત રસ્તો બદલી નાંખ્યો. જે પગ રાજ સિંહાસન તરફ વધી રહ્યાં હતાં તે વન તરફ વળી ગયાં. આજનો જમાનો હોત તો શું એ સંભવ હતું. રામ તો ચોખ્ખું સંભળાવી દેત કે પિતાજી તમે વૃદ્ધ થઈ ગયા છો. આપ જ વનમાં જાઓ અને સાથે આપની કૈયીને પણ લેતાં જાઓ. રામાયણમાં પછી આપણને રામને બદલે દશરથનો વનવાસ વાંચવા મળત. વર્તમાનકાળમાં આવું બની પણ ચૂક્યું છે. ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. આ પણ બાપને વનવાસ મોકલવા સમાન જ છે.

આ ત્રણેય વ્યાહુતિઓમાંથી આપણને આ પ્રકારના આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળે છે. સીતાનું ચરિત્ર જુઓ. લક્ષ્મણ, ઉર્મિલા અને ભરતને જુઓ. હનુમાન, શબરી, જટાયુ બધા જ આદર્શવાદિતા હતા. તેજસ્વીતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે. તેઓમાંથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે સાંસારિક પદાર્થોમાં પોતાને ભુલાવી ન દેવા પરંતુ એ આદિ, સ્થિર, શાશ્વત શક્તિ સાથે આત્માનો સંબંધ સ્થાપિત કરીએ. ધીમે ધીમે નીચેથી ઉપરની તરફ ચાલીએ. તમથી રજની તરફ અને રજથી સતની તરફ પોતાના પગ ઉપાડીએ. ભૂઃ ભુવઃ સ્વઃ માંથી જે સંકેતો આપણને મળે છે તેનો સાર છે. સત્ય, પ્રેમ અને ન્યાય અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ત્યારે જ દુઃખોનો નાશ થશે અને સુખોની, આનંદની વર્ષા થશે.

અરે ભાઈ ! આજે તો બહુ મોડું થઈ ગયું. સમયનું કશું ધ્યાન જ ન રહ્યું. હવે ગાયત્રીના ત્રણેય પદોની બાબતમાં પછી વાત કરીશું.” “ગુરુદેવ ! આપ એટલી સરસ રીતે સમજાવો છો કે ઉઠવાનું મન જ નથી થતું. સાચે જ આ મંત્રના ગૂઢ રહસ્યો પરથી પડદો ઉઠી રહ્યો છે. લાગે છે કે ૐ ભૂર્ભુવઃ સ્વઃ પોતે જ એક પૂર્ણ મંત્ર છે.” અમે નિવેદન કર્યું. “હા બેટા ! જેવી રીતે ૐ પોતાનામાં પૂર્ણ છે, સ્વયં એક સમગ્ર ધર્મશાસ્ત્ર છે, એવી રીતે ૐ ભૂર્ભુવઃ સ્વઃ પણ અપરિમિત જ્ઞાનનો સાગર છે. એને સમર્જા અને અપનાવો તો આ માનવજીવન સફળ થઈ જશે.” આટલું કહીને ગુરુદેવ ઉઠી ગયા.

%d bloggers like this: