યુગ ઋષિની અમર વાણી Part-1

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.

દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

પોતાને અવગુણોથી બચાવીએ, યુગ ઋષિની અમર વાણી

પોતાને અવગુણોથી બચાવીએ

આત્માનુસંધાન તથા અંતરાવલોકન દ્વારા પોતાના દોષોને દૂર કરવાની કોશિશ કરો.  તે જ સાચી સાધના છે અને મુશ્કેલ હોવા છતાં ૫ણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને ૫ણ તેને પ્રાપ્ત કરવું ૫ડશે.

અભિમાન, ચાલાકી, કુટિલતા, દંભ, હૃદયની સંકુચિતતા, ઝઘડાખોરી, સ્વપ્રશંસા, મોટાઈ, નિંદા૫ણું બીજાની મોટાઈની વાતોને ૫ણ તુચ્છ સમજવી અને તોડી પાડવી આ બધા જૂના-પુરાણા સંસ્કાર તમારા મનમાં હજુ છુપાઈને રહ્યા છે. જયાં સુધી તમે આને બિલકુલ દૂર નહીં કરી લો ત્યાં સુધી તમારો વિકાસ શક્ય નથી. ભિન્ન પ્રકૃતિના આ અવાંછનીય દુર્ગુણોને જયાં સુધી તમે મૂળમાંથી ઉખેલી નહીં નાખો ત્યાં સુધી ઘ્યાન યોગમાં સફળતા પ્રાપ્ત કરવી સંભવ નથી.

જે મનુષ્ય વ્યર્થના વાદવિવાદમાં જરૂર વગર ૫ડી રહે છે તેણે આઘ્યાત્મિક માર્ગમાં ઉન્નતિની રજમાત્ર ૫ણ આશા રાખવી ન જોઈએ. સાધકોએ વાદવિવાદ બિલકુલ છોડી દેવો જોઈએ. તેમણે વાદવિવાદ કરવાની વૃત્તિઓ ઘ્યાનપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા નાશ કરવી જોઈએ.

વિચાર્યા વિના કોઈ વાત ન કરો. નકામો એક શબ્દ ૫ણ નહીં બોલો. આવશ્યકતા વગરની દરેક વાતચીત છોડી દો. મૌન રહો. તમારા કર્તત્ય પ્રત્યે વિશેષ ઘ્યાન આપો. અધિકારોની વાત રજોગુણી અહંકારથી ઉત્પન્ન થાય છે તે અધિકાર નિરર્થક છે. તેને માટે ઝઘડવામાં શક્તિ અને સમય બગડે છે. આ૫ણો જન્મસિદ્ધ અધિકાર, ઈશ્વરજ્ઞાનને પ્રાપ્ત કરો ત્યારે જ તમે ત્યાગી મનુષ્ય હશો.

પોતાને ઓળખો, યુગ ઋષિની અમર વાણી

પોતાને ઓળખો  :

સહાયતાને માટે બીજાની સામે ઘૂંટણીયે પડવાની જરૂર નથી, કેમ કે તમને મદદ કરવાની શક્તિ ખરેખર કોઈની પાસે નથી.  કોઈ દુ:ખને માટે બીજા ઉપર દોષનો ટોપલો ન નાખો કારણ કે હકીકતને ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમને દુ:ખ, કષ્ટ પહોંચાડી શકતું નથી  તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો.  જે કાંઈ ખરી ખોટી પરિસ્થિતિ છે તે સામે છે. તે તમે જ નિર્માણ કરેલી છે.  પોતાનો દ્રષ્ટિકોણ બદલશો તેની બીજી જ ક્ષણે આ ભયનાં ભૂત અંતરિક્ષમાં અદ્રશ્ય થઈ જશે.

કોઈથી ડરો નહીં, કારણ કે તમે તુચ્છ જીવ નથી. પોતાની સામે જુઓ. પોતાના આત્માની સામે જુઓ.  બેં બેં કરવાનું બંધ કરો અને ગર્જના કરતાં કરતાં કહો, સોડ્હમ તે હું છું.  જેની સત્તાથી આ બધું જ થઈ રહ્યું છે.

ઉપર ઊઠવા અને આગળ વધવાને માટે અવરોધોની સામે ઝઝૂમવું અને ઉપર જણાવેલ અવસર આવવા સુધી હાર્યા વગર અને અધીર થયા વગર, હસતા મુસ્કુરાતા આગળ વધતા જવાની ક્ષમતા સંપન્ન માનસિક સ્તરને સંકલ્પબળ કહે છે અને સંકલ્પબળ જેની પાસે છે, જેની પાસે સાચું બોલવાનો દ્રષ્ટિકોણ ઉપલબ્ધ છે. તેમના મનોરથ સફળ થાય તેમાં ઘણું કરીને કોઈને સંદેહ કરવાની  ગુંજાઈશ હોતી નથી.

અસ્તવ્યસ્તતા અને અવ્યવસ્થા જ એવા કાર્યો છે જે આપણને દીનહીન અને આળસુ બનાવતી રહે છે.  બીજાની તરફ મદદ માટે એટલાં માટે જોવું પડે છે તે નથી આપણે આપણી જાતને ઓળખી શક્યા કે નથી આપણી ક્ષમતાઓને સાચી દિશામાં સાચી રીતથી ઉપયોગ કરવાની કુશળતા પ્રાપ્ત કરી શક્યા.  શારીરિક આળસ અને માનસિક પ્રમાદ જ આપણને આવી દયનીય સ્થિતિમાં રાખે છે કારણ કે આત્મવિશ્વાસ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી અને બીજાની સામે સહાયતા માટે જોવું પડે છે.


આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ, યુગ ઋષિની અમર વાણી

આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :

હું એકલો હોવા છતાં પણ શક્તિશાળી છું.

મારી અંદર તે શક્તિ છે જે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરી શકે છે.

હું બીજાનો અનુયાયી નહીં બનું. હું કદી કોઈનું અનુકરણ નહીં કરું. હું મારી પોતાની પ્રતિભા અને મહત્તાનો પ્રભાવ બીજા ઉપર પાડી શકું છું.

મારામાં વિશેષતા છે. પોતાની મૌલિકતા છે, સાચી શક્તિ મારી અંદર રહેલી છે. અને મારી શક્તિઓ ઉપર પૂરો ભરોસો છે.

મેં એકલાં એ જ સફળતા પ્રાપ્ત કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરી છે. મારી પ્રતિજ્ઞા દ્રઢ તેમજ અટલ છે.


આત્મબોધની સાધના, યુગ ઋષિની અમર વાણી

આત્મબોધની સાધના :

જીવનના આત્મવાદી ક્ષત્રમાં પ્રવેશ કરવા વાળાને આત્મબોધનો પ્રકાશ ગ્રહણ કરવો જ જોઈએ. નિરંતર એ વિચાર કરવો જોઈએ કે તે સ્વયં શું છે? કે છે? કઈ રીતિનીતિને અપનાવવામાં પોતાની ભલાઈ છે? વિવેકશીલતા, દૂરદર્શિતા અને યથાર્થતાને અપનાવવાનું સાહસ આત્મબોધની એકમાત્ર દેન છે. જેને પોતાને પોતાનું જ્ઞાન થઈ ગયું હશે તે અજ્ઞાનગ્રસ્ત ભીડનું નેતૃત્વ અસ્વીકાર કરશે. પ્રચલિત પરંપરાઓ અને માન્યતાઓથી નહીં પરંતુ ઉચ્ચ આદર્શોથી જ પ્રભાવિત થશે. તેને જ સમજીને સ્વીકારશે.

પોતાને અલ્પમતમાં જોવાની ચિંતા તેને નહીં હોય અને નહીં એની ચિંતા કે કોઈની મજાક કરે છે કે સ્તવન, નથી તે વિરોધ જોતો કે નથી જોતો સમર્થન. માત્ર ઉચ્ચ આદર્શોને માટે જીવન સંપદાઓને નિયોજિત કરવાની તેને ચિંતા હોય છે અને આ પ્રયોજનને તે પોતે વિરોધ અવરોધની ઘનઘોર ઘટાઓને ચીરતા રહીને પણ પૂરા કરીને જંપે છે.

આત્મબોધ આત્મબળનો જેટલી માત્રામાં ઉદય થતો જાય છે તેટલો જ તેનો પ્રયાસ આત્મનિર્માણની દિશામાં અગ્રેસર થતો જાય.


આસ્તિકતા અને નાસ્તિકતા, યુગ ઋષિની અમર વાણી

આસ્તિકતા અને નાસ્તિકતા :

અખૂટ સંપત્તિ અને સુખસાધન હોવા છતાં પણ મનુષ્ય જ્યાં સુધી જીવન લક્ષ્યને ઓળખી શકશે નહીં અને પોતાની દિશા, જીવન ઉદ્દેશ્યની પૂર્તિને માટે નિર્ધારિત કરશે નહીં. ત્યાં સુધી સુખી રહી નહીં શકે.

હવાની સાથે ઉડતા પાનની જેમ જ્યાં પરિસ્થિતિ લઈ જાય ત્યાં જઈ પહોંચવું અપરિપક્વતાની નિશાની છે. ક્યાં ચાલવું અને શું કરવું? શું? બનવું જોઈએ અને શું મેળવવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપમેળે ચેતનાથી, દૂરદર્શી, વિવેકબુદ્ધિની સાથે મેળવવા જોઈએ. લોકો શું કરે છે અને શું કહે છે તેના આધાર ઉપર આંધળુકિયા કરતા રહી ગયા તો સમજી લેવું જોઈએ કે સર્વસુલભ અવસર મળ્યો હોવા છતાં પ્રાપ્ત થયેલ તક ગુમાવવાની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

સન્માર્ગ ઉપર ચાલીને જ સુખદ પરિણામ મળી શકે છે. સદ્દબુદ્ધિની મદદ વડે જ આંતરિક સંતોષ અને આનંદ મળી શકે છે. આ અવસ્થાનું નામ જ આસ્તિકતા છે. નાસ્તિકતા એ અવિશ્વાસનું નામે છે જેમાં દુષ્ટ પ્રવૃત્તિઓની નીતિરીતિ અપનાવીને પણ તેનાં દુ:ખદ પરિણામથી બચી શકાય છે. સ્વતંત્ર ચેતનાની પ્રશંસા એ વાતમાં છે કે તે દેવપથને જ પસંદ કરો અને મહાન બનવાની આકાંક્ષા જાગૃત કરીને આત્મવાદી રીતિનીતિ અપનાવવા માટે સાહસપૂર્વક આગળ વધે. છેલ્લે અંતમાં આ જ નિર્ણય સર્વોપરી બુદ્ધિમત્તાનું ચિન્હ સિદ્ધ થાય છે કે, જેણે દેવમાર્ગ પકડ્યો એણે જીવન લક્ષ્યની પૂર્તિની સાથે જોડાયેલા અજસ્ત્ર આનંદનો લાભ લીધો છે.

ઉપાસનાત્મક ઉપચારોને સાધન કહેવામાં આવે છે, સાધ્ય નહીં. આત્મોત્કર્ષ સાધ્ય છે અને તેના માટે ચિંતન તથા કર્તવ્યમાં પ્રખર પરિષ્કૃત દ્રષ્ટિકોણનો સમાવેશ. જીવનલક્ષ આનું જ બીજું નામ છે. સ્વર્ગ મુક્તિ આનું જ પ્રતિકૂળ છે. આત્મસાક્ષાત્કાર તથા ઈશ્વરદર્શન આ જ મન:સ્થિતિનું નામ છે.

જો અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતાની રિતિનીતિની સાથે જોડી ન શકાય તો સમજવું જોઈએ કે ભજન પૂજનની બધી જ ક્રિયા વિધિઓ, બાળક્રીડા જેવી નિરર્થક અને ઉપહાસ પ્રેરક સિદ્ધ થશે.


સમયનો સદુપયોગ કરો, યુગ ઋષિની અમર વાણી

સમયનો સદુપયોગ કરો :

મનુષ્ય જ્યારે સમયની ઉપયોગિતા સમજવા લાગે છે ત્યારે જ તેનામાં મહત્તા, યોગ્યતા જેવા અનેક ગુણ આવવા લાગે છે. મનુષ્યમાં ગમે તેટલા ગુણ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી તે સમયની કદર કરતાં નથી શીખતો, ત્યાં સુધી એને કોઈ લાભ મળતા નથી. જો સાચું પૂછો તો સમય બગાડવાવાળાને ક્યારેય પણ સારી તક મળતી નથી.

જે મનુષ્ય સમયને વ્યર્થ ગુમાવે છે તે તેટલા જ સમયમાં પ્રયત્ન કરતાં ઘણી બધી સફળતાઓ મેળવી શક્યો હોત.જે મનુષ્ય પોતાનું કર્તવ્યપાલન કરવા ઇચ્છે છે, જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાને ઇચ્છુક છે, તેણે સૌથી પહેલાં આ જ પાઠ ભણવો જોઈએ. પોતાની યોગ્યતા, શક્તિ અને સાધનોની ફરિયાદ છોડીને એણે એ સમજવું જોઈએ કે સમય જ મારી સંપત્તિ છે અને એમાંથી જ લાભ ઉઠાવવા માટે મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેટલા દુ:ખની વાત છે કે લોકોને બગાડવા માટે ઘણો જ સમય મળી શકે છે પરંતુ કાર્યમાં લગાવવાને માટે તેનો એકદમ અભાવ રહે છે.

સંસારની સૌથી વધુ ભલાઈ તે જ લોકો દ્વારા થઈ, જેમણે ક્યારેય પોતાની એક ક્ષણ પણ બગાડી નથી. આપણે ઉત્તમ અવસરોના આશ્રયે ન બેસતાં સાધારણ સમયને ઉત્તમ સમયમાં પરિવર્તિત કરવો જોઈએ અને આ જ સફળતા પ્રાપ્ત કરવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે.


સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ, યુગ ઋષિની અમર વાણી

સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :

જેમનામાં ઇચ્છાશક્તિનો જેટલો અભાવ છે તે તેટલા જ પછાત રહેશે ભલેને તેમનું શરીર અને મસ્તિષ્ક વધારે સારું હોય. તીવ્ર ઈચ્છાવાળો મનુષ્ય અનેક શારીરિક, માનસિક તેમજ વ્યાવહારિક મુશ્કેલીઓના રહેતાં પણ ઘણી ઉન્નતિ કરી લે છે. આળસ, નિરાશા, હતોત્સાહ, જલદી થાકવું, બડબડાટ, સંકોચ, ખચકાટ આ બધું જ ઇચ્છાઓ બાકી છે તેવું પ્રગટ કરે છે. તીવ્ર ઇચ્છા મનુષ્યના ચહેરા ઉપર એક વીજળીની જેમ નાચતી હોય છે. તેને જ ઓજ તેજ તથા પ્રતિભા વગેરે કહે છે.

જો આપણે સફળ, વિજયી, પુરુષાર્થી, પ્રભાવશાળી, ચતુર અને યશસ્વી બનવા માંગતા હોઈએ તો જરૂરી એ છે કે આપણી ઇચ્છાશક્તિને તીવ્ર કરીએ. જે વસ્તુ મનવાંછિત હોય, જેનું લક્ષ્ય નક્કી હોય તેને મેળવવા માટે ઉત્તમ ઇચ્છા કરવી જોઈએ. શેખચલ્લીની જેમ સુખ-સફળતાની કલ્પના કરવા માત્રથી, સપનાં જોવા માત્રથી કામ નહીં ચાલે.

આવી તુચ્છ કલ્પના નિર્થક  ઇચ્છા તેને કહે છે જે અંતસ્તલને હલાવી દે. પ્રેરણા ઉત્પન્ન કરે, લક્ષ્ય માટે બેચેન કરે અને મુશ્કેલીઓનો ડર પણ માર્ગને રોકી ના શકે. આવી ઇચ્છાઓ જેમના મસ્તિષ્કમાં રહેલી છે. જેમની બુદ્ધિમાં ખરેખર દ્ગઢતા તેમજ દૂરદર્શિતા છે તેવી જ વ્યક્તિઓ આજે નહીં તો કાલે નિર્ધારિત દિશામાં સફળતા પ્રાપ્ત કરીને રહેશે.

અંત:પ્રેરણા જાગૃત કરો, યુગ ઋષિની અમર વાણી

અંત:પ્રેરણા જાગૃત કરો :

જ્યારે મનુષ્યની ગુપ્ત પ્રેરણા જાગૃત થઈ જાય છે ત્યારે તેને અપૂર્વ બળ મળે છે. તેને એવું લાગે છે કે જાણે તે સૂતાં સૂતાં એકદમ જાગૃત થઈ ગયો છે, જેમ અંધકારમાં પ્રકાશનું કિરણ મળી આવ્યું. પ્રેરણા એક એવી વિધુત તરંગ છે જેના પ્રવેશ માત્રથી સમગ્ર શરીર ચેતનવંતુ બની જાય છે. મનુષ્યની શક્તિઓ બે થી ચાર ગણી થઈ જાય છે. જેવી રીતે નદીમાં પૂર આવતાં તે કિનારાઓને તોડતી ફોડતી પોતાનો રસ્તો સાફ કરતી અત્યંત વેગથી આગળ વધતી જાય છે તે જ રીતે પ્રેરણા મેળવ્યા પછી મનુષ્ય શું નો શું થઈ જાય છે. તેની દિવ્ય ધારાઓથી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે તથા તેની પ્રગતિ ઘણા અત્યંત વેગથી થવા લાગે છે.

જો તમે મહાપુરુષોના મનનું વિશ્ર્લેષણ કરો તો તમને જાણવાનું મળશે કે પ્રાય: દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવી કે તેમને કોઈને કોઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ.

આ દિવ્ય જ્યોતિના નિર્દેશન દ્વારા તેઓને પોતાના ઉદ્દેશ્યનું જ્ઞાન થયું તથા તેઓ નિર્ધારિત માર્ગ ઉપર અગ્રેસર થતા ગયા.

પ્રેરણા ઈશ્વરીય શક્તિ છે, જે સાત્વિક પ્રકૃતિના મહાપુરુષોને પોતાનાં જીવન કાર્યો કરવાનો આદેશ આપે છે.આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રેરણાને ઈશ્વરીય તત્વ નથી મનાતું. ઈશ્વર પોતાની જાતે આપણને કોઈ વિશેષ કાર્ય કરવાનું કહેતા હોય તેવી વાત નથી.

પ્રેરિત વ્યક્તિની મનોદશા જોતાં કેટલાય રહસ્યો મળે છે. સર્વ પ્રથમ તો એક નિશ્ચિત ઉદ્દેશ્યની પ્રતીતિ થાય છે. પ્રેરણા કોઈ ખાસ દિશામાં હોય છે. બીજું રહસ્ય છે અસાધારણ મનોબળ, પ્રેરિત વ્યક્તિ પરમેશ્વરના સિવાય અન્ય કોઈથી પણ નથી ડરતો. તેના શરીરમાં અધિક બળ નથી હોતું પરંતુ તેનામાં દ્રઢ નિશ્ચય, તીવ્ર ઇચ્છા તથા મજબૂત પ્રયત્નનું બળ હોય છે. એ તુચ્છ વિઘ્નો દ્વારા મહાન સાહસિક કાર્યોની પૂર્તિને માટે આગળને આગળ વધે છે મનોબળ તેમની શક્તિઓને પૂર્ણ કરે છે અને તેની અંત:દ્રષ્ટિ તીવ્ર બને છે. ત્રીજું રહસ્ય છે અપૂર્વ આત્મશ્રદ્ધા. તેને પૂરો વિશ્વાસ હોય છે કે પરમેશ્વરને સેના મારી સાથે છે. હું ચોક્કસ માર્ગ ઉપર છું. મારામાં કાર્ય પૂરું કરવાની પૂરી યોગ્યતા છે. હું જ મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશ. આત્મશ્રદ્ધા દરેક પ્રકારની સફળતાઓનું મૂળ છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આનાથી અદ્દભૂત પ્રકાશ મળે છે. વિશિષ્ટ ઉદ્દેશ્ય, મનોબળ તથા આત્મશ્રદ્ધાથી જેને પ્રેરણા પ્રાપ્ત થઈ ગઈ છે સાચે જ તે વ્યક્તિ ધન્ય છે.


વિશ્વશાંતિનો માર્ગ, યુગ ઋષિની અમર વાણી

વિશ્વશાંતિનો માર્ગ :

આજે પણ વિશ્વ આખું શાંતિ શાંતિની બૂમો પાડી રહ્યું છે. પરંતુ તેની કિંમત કેટલી? બાવળ ફૂટે અને કેરી ને માટે બૂમ પાડવી કેટલા અંશે વાજબી છે?

નથી સદાચાર, નથી જ્ઞાન કે તપ, નથી સાત્વિકતા કે નથી ધર્મ અને નથી કોઈ નિયમ વડે માત્ર પોતપોતાની વાહવાહ ગર્ભ રાગનો આલાપ.

આપણા દેશમાં મહાત્મા જેઓને અહર્નિશ ભગવાનનાં ચરણોમાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, તેઓ જ શાંતિના સાચા નેતા થયા અને થતા રહેશે, કારણ કે તેમણે શ્રીરામના આદર્શોને હ્રદયંગમ કર્યા અને તે જ પ્રમાણે પોતાના જીવનના દરેક કાર્યને અભિમંત્રિત કર્યું અને તેઓ શબ્દશઃ વિશ્વ શાંતિને માટે પોતાની ભેટ આપી શક્યા.

આજે પણ જો માનવ સમાજ વિપરીત પથનો ત્યાગ કરી તેમના આદર્શોની ચરણરજનું અનુસરણ કરે તો શાંતિની તો શું વાત કરીએ વિશ્વનું દુર્લભતામાં દુર્લભ કાર્ય પણ ક્ષણભરમાં પૂર્ણ થાય કારણ કે શાંતિ તો આપણી અંદર જ છે અને તેની શોધ બહાર કરવી એ અસફળતાનો પ્રથમ સંકેત છે. ત્યારે જે લોકો વિશ્વશાંતિના માટે બહારની તરફ દોડી રહ્યા છે તેઓને અસફળતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી.

અમારું આશ્વાસન એ જ છે કે તે લોકો જો શ્રીરામની જેમ આચરણ કરવાનું શરૂ કરી દે અને તેમના જીવનના પ્રત્યેક આદર્શોનો સ્વીકાર કરે તો આપણો માનવ સમુદાય સમૃદ્ધ અને એકસૂત્રબદ્ધ થઈ શકશે અને એકાત્મ થઈ શકશે.


%d bloggers like this: