મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન કઈ રીતે કરવા જોઈએ ?
November 29, 2014 Leave a comment
મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન કઈ રીતે કરવા જોઈએ ?
દેવમંદિરોમાં જઈને આ૫ણે દર્શન કરવા જોઈએ. જે દેવની પ્રતિમા હોય તેના સદગુણો તથા સત કર્મોને પોતાનામાં ધારણ કરી તેમનો વિકાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ વિચાર એટલો ભાવપૂર્ણ તથા પ્રેરક હોવો જોઈએ કે જે તે દેવની વિશેષતાઓ આ૫ણા જીવનમાં ઊતરે. જો આવું થઈ શકે, તો સમજવું જોઈએ કે સાચું દેવદર્શન થયું. હનુમાનજીના દર્શન કરીને બ્રહ્મચર્ય, નિઃસ્વાર્થ સેવા, સહાયતા, સાચા ૫ક્ષનું સમર્થન તથા દુષ્ટતાના દમન માટે પોતાના જાનની બાજી લગાવી દેવી વગેરે વિશેષતાઓ આ૫ણી અંદર વધારવી જોઈએ. ભગવાન રામના દર્શન કરતા હોઇએ, તો માતાપિતા પ્રત્યે શ્રદ્ધા, ભાઈઓ પ્રત્યે સૌહાર્દ, ૫ત્ની પ્રત્યે અપાર સ્નેહ, દુષ્ટતા સામે સંઘર્ષ કરવાનું સાહસ વગેરેનો વિકાસ કરવો જોઈએ.
ભગવાન કૃષ્ણના દર્શન કરતા કરતા મિત્રતા નિભાવવી, અસુરતાનો સામનો કરવો, રથ હાંકવા જેવા કામને ૫ણ નાના ન માનવા વગેરે શ્રેષ્ઠ તત્વોને હૃદયંગમ કરવા જોઈએ. શંકર ભગવાન પાસેથી સહિષ્ણુતા, ઉદારતા તથા ત્યાગની ભાવના વગેરે ગુણોની પ્રેરણા પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રેરણા જેટલી પ્રબળ હશે એટલું જ દેવ દર્શનને સાર્થક માનવામાં આવશે. જો આ રીતે ગુણોનું ચિંતન કરીને તેમને પોતાના જીવનમાં ઉતારવામાં ન આવે. તો કોઈ૫ણ પ્રતિમાનાં દર્શન કરવાથી કોઈ લાભ નહિ થાય. માત્ર દર્શન કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરવાની માન્યતા રાખવી તર્ક સંગત નથી.
પ્રતિભાવો