પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે, પ્રવાસી ભારતીયો માટે સંદેશ

પ્રવાસી ભારતીયો માટે સંદેશ .

પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે

પ્રવાસી ભારતીયોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે . તેમની પાસે એવી આશા તથા અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જયાં પણ રહે છે ત્યાં તે ૯૧ દેશોમાં નવયુગના ઉદયની શ્રદ્ધા તથા ઊર્જાથી એ પ્રદેશોને પણ જયોતિર્મય બનાવવામાં મદદ કરે અને પોતાના સંપર્ક ક્ષેત્રમાં ધર્મતંત્રના માધ્યમથી મહત્ત્વપૂર્ણ ભાવનાત્મક ભૂમિકા નિભાવે .

– અખંડજ્યોતિ , એપ્રિલ ૧૯૮૧ , પૃ . ૫૫

શકિતશાળીને આનંદ મય જીવન મળે છે, સાધકો માટે સંદેશ

શકિતશાળીને આનંદ મય જીવન મળે છે

ચારેય બાજુ મોરચા ઊભા કરવામાં આવ્યા છે. જો તમે સાવધાન ન રહો, જાગરૂક ના રહો અને પોતાને બળવાન સાબિત ના કરો તો ચારેય બાજુથી એટલાં બધા પ્રહારો થવા લાગશે કે તેનાથી તમે બચી નહિ શકો. એ પરિસ્થિતિમાં ઉન્નતિ કરી શકાતી નથી કે આનંદ મળી શકતો નથી. ઊલટું, શોષણ, અપહરણ, માર અને મૃત્યુ થી બચવું પણ મુશ્કેલ થઈ જાય છે, તેથી સાંસારિક જીવનમાં પ્રવેશ કરતી વખતે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ અને નિશ્ચય કરવો જોઈએ કે ફકત જાગરૂક અને બળવાન માણસ જ આ દુનિયામાં આનંદ મય જીવનનો અધિકારી છે. જે લોકો નિર્બળ, અકર્મણ્ય અને બેપરવાહ સ્વભાવ વાળા છે તેમનું બીજા લોકો દ્વારા ગમે તે રીતે શોષણ થાય છે અને તેઓ આનંદથી વંચિત રહે છે. જેમણે પોતાના અધિકારોનું રક્ષણ કરીને પ્રતિષ્ઠા પૂર્વક જીવવું હોય તેમણે પોતાના દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ અને તેમનાથી બચવા માટ બળ એકઠું કરવું જોઈએ.

જયાં સુધી તમે તમારી યોગ્યતા પ્રગટ નહિ કરો ત્યાં સુધી લોકો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરશે, પરંતુ જ્યારે તેમને ખબર પડશે કે તમે શકિત શાળી છો તો તેઓ અકારણ તમારી સાથે મિત્રતા પણ કરશે. બીમાર માણસ માટે પૌષ્ટિક ભોજન ઝેર જેવું સાબિત થાય છે, પરંતુ સ્વસ્થ મનુષ્યને તે બળ આપે છે. જે સિંહ રસ્તે જતા સીધા સાદા માણસોને મારીને ખાઈ જાય છે, એ જ સિંહ સરકસ ના  રીંગ માસ્ટરની આગળ પૂંછડી પટપટાવે છે અને તેની આજ્ઞાનું પાલન કરી ઘણી આવક રળી આપવાનું સાધન બની જાય છે.

સારા સ્વાસ્થ્ય વાળા ને બળવાન કહે છે, પરંતુ આજના યુગમાં આ વ્યાખ્યા અધૂરી છે. આજે શરીર બળ, ધન બળ, બુદ્ધિ બળ, પ્રતિષ્ઠા, સાથીઓ તથા સાહસ નું બળ આ બધા ભેગાં મળીને એક પૂર્ણ બળ બને છે. આજના યુગમાં જેની પાસે ઉપરના છ બળોમાંથી મોટા ભાગના બળ હોય તે જ બળવાન ગણાય છે. તમે તમારા શરીરને બળવાન બનાવો, પરંતુ એની સાથે સાથે બાકી ના પાંચ બળ ને પણ એકત્ર કરો. કોઈની સાથે અન્યાય કરવા માટે તે બળનો ઉપયોગ કરો એવું મારું કહેવું નથી, પરંતુ જ્યારે તમને અકારણ સતાવવામાં આવતા હોય ત્યારે આત્મરક્ષણ માટે યોગ્ય રીતે તેમનો પ્રયોગ કરો, જેથી તમને સતાવનારાઓને બરાબર બોધપાઠ મળે. બળવાન બનવું પુણ્ય કાર્ય છે કારણ કે તેનાથી દુષ્ટ લોકોની ખરાબ વૃત્તિ ઓ પર અંકુશ આવે છે અને બીજા કેટલાય દુર્બળોની રક્ષા થઈ જાય છે.

પુરુષાર્થીને જ આનંદ પ્રાપ્ત થાય છે. વિજય લ૧મી બળવાન લોકોના ગળામાં જ વર માળા નાખે છે. આ વસુ ધરા વીરભોગ્યા છે. ઉદ્યમી લોકોને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વીર પુરુષો જ આનંદ તથા ઉલ્લાસભર્યુ જીવન જીવી શકે છે. નિર્બળ તથા દુર્બળ લોકોને આ લોકમાં અને પરલોક માં રડવું તથા પીડાવું પડે છે, તેથી આનંદ મય જીવન જીવવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિએ શકિત શાળી બનવું જોઈએ.

અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૪પ, પેજ-૧૬૯,૧૭૦

તપ જ કલ્પવૃક્ષ છે, સાધકો માટે સંદેશ

તપ જ કલ્પવૃક્ષ છે :

ભૂલોકનું કલ્પવૃક્ષ તપ છે, ઉત્સાહ, સ્ફૂર્તિ, લગન, ધૂન, પરિશ્રમ પ્રિયતા, સાહસ, ધૈર્ય, દૃઢતા અને મુશ્કેલીઓ જોઈને વિચલિત ન થવું તે તપના લક્ષણ છે. જેણે તપ દ્વારા આ ગુણોનો વિકાસ કર્યો હોય, પોતાના ઇચ્છિત લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે પરસેવો પાડયો હોય તે એક પ્રકારનો સિદ્ધ પુરુષ છે. કલ્પવૃક્ષની સિદ્ધિ તેની આગળ હાથ જોડીને ઊભી રહે છે. એવા લોકો જે ઇચ્છે છે તે કરે છે, જે ઇચ્છે છે તેને પ્રાપ્ત કરી લે છે. નેતૃત્વ, લોકસેવા, ધન કમાવું, પ્રતિષ્ઠા, જ્ઞાન, ભોગ વગેરે સંપત્તિ મેળવવાની જેના મનમાં ઇચ્છા હોય તેણે સૌથી પહેલાં પોતાને તપસ્વી બનાવવો જોઈએ. આળસ, પ્રમાદ, સમયનો અપવ્યય, બકવાસ, નિરાશા, નિરુત્સાહ, અસ્થિરતા વગેરે દુર્ગુણોને દૂર કરીને તપશ્ચર્યાના સદ્ગુણોને પોતાની અંદર ધારણ કરવા જોઈએ. આ પ્રગતિ જેટલા પ્રમાણમાં થાય છે એટલાં જ પ્રમાણમાં સંપત્તિ અને વૈભવ આપણી સામે પ્રગટ થાય છે.

યાદ રાખો કે તપ જ કલ્પવૃક્ષ છે. જે કોઈએ આ દુનિયામાં કંઈક મેળવ્યું છે તે પરિશ્રમથી જ મેળવ્યું છે. તમે પણ જો કંઈક મેળવવા ઇચ્છતા હો તો અદમ્ય ઉત્સાહપૂર્વક કઠોર પરિશ્રમ કરવાની ટેવ પાડો. આ સાધનાના પરિણામે તમને કલ્પવૃક્ષ જેવી પ્રતિભા મળશે અને તેના દ્વારા તમે બધી ઇચ્છાઓ, આકાંક્ષાઓને સહેલાઈથી પૂરી કરી શકશો.

-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૪પ, પેજ-૧૯

જીવનને સુંદર બનાવતાં શીખો, સાધકો માટે સંદેશ

જીવનને સુંદર બનાવતાં શીખો  :    આપ કંજૂસ ના બનશો. ભેગું કરવાના ચક્કરમાં પડયા વગર ઉદારતાનો દરવાજો ખુલ્લો રાખો. સ્વાર્થી ના બનશો, પરંતુ બીજા લોકોની સેવા તથા મદદ કરવા માટે પણ પ્રયત્ન કરો. પોતે પ્રસન્ન રહો અને બીજાઓને પણ પ્રસન્નતા વહેંચો. શુષ્ક અને નીરસ ના બનશો. તમારા હ્રદયમાં કોમળતા, દયા, કરુણા, ભાઈચારો વગેરે ભાવોનો વિકાસ કરો. તમે ઉદ્ધત અને હ્રદયમાં કોમળતા, દયા, કરુણા, ભાઈચારો વગેરે ભાવોનો વિકાસ કરો. તમે ઉદ્ધત અને અભિમાની ના બનશો, પરંતુ મીઠું બોલીને બીજાઓનું સ્વાગત કરો તથા વિનમ્ર વ્યવહારથી તેમને સંતુષ્ટ કરો. તમે કૃતઘ્ન ના બનશો. કોઈએ કરેલા ઉપકારને ભૂલી ના જશો. તેના ઉપકારને યાદ કરી ધન્યવાદ આપો અને બદલામાં તમે પણ ઉપકાર કરવા પ્રયત્ન કરો. પોતાના ક્ષેત્રને દોષ ના દેશો, પરંતુ તેને પવિત્ર માનો. પોતાના શરીરને, કુટુંબને, કાર્યને, સ્વજનો તથા સંબંધીઓને તથા પોતાની માતૃ ભૂમિને તુચ્છ અને ઘૃણિત ના માનો, પરંતુ તેમાં પવિત્રતા, શ્રેષ્ઠતા અને સાત્વિકતા શોધીને તેમનો વિકાસ કરો. કુરૂપતા, ગંદકી, અંધકાર વગેરેને દૂર કરીને સ્વચ્છતા, સૌદર્ય તથા પ્રકાશમાં વૃદ્ધિ કરો.

હે આત્મન્ , પ્રેમની વીણા વગાડતા વગાડતા જીવનને સંગીતમય બનાવો. તેને એક સુંદર ચિત્ર ના રૂપમાં રજૂ કરો. જિંદગીને એક ભાવ પૂર્ણ કવિતા જેવી બનાવી દો. પ્રેમ ના મધુર રસ નું પાન કરો. ખય્યામની જેમ પોતાના પ્યાલાને છાતીએ વળગાડી રાખો, હાથ માંથી છૂટ વા ના દેશો. પોતાની જાતને પ્રેમ કરો, બીજાઓને પ્રેમ કરો, વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપેલા મૂર્તિમંત પરમેશ્વર ને પ્રેમ કરો. હે મનુષ્ય, જો જીવનનો અમીરસ ચાખવા ઇચ્છતો હો તો પ્રેમ કરો. તમારા અંતઃકરણને કોમળ બનાવો. તેને સ્નેહથી ભરી દો. આ પાઠ ઉપર વારંવાર વિચાર કરો અને તેને અંતઃકરણમાં ઉંડે સુધી ઉતારવાની સાધના કરતા રહો.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૪૪, પેજ-૧ર૮, ૧ર૯

જીવન રૂપી ઉપવનને કુશળ માળીની જેમ સુંદર બનાવો, સાધકો માટે સંદેશ

જીવન રૂપી ઉપવનને કુશળ માળીની જેમ સુંદર બનાવો.

ઈશ્વરને કરેલી પ્રાર્થનાનો જવાબ ત્યારે મળે છે કે જ્યારે આપણી શકિત નો ઉપયોગ સમાજ સેવા માટે કરીએ. આળસ, પ્રમાદ, કામચોરી અને અજ્ઞાન જેવા દુર્ગુણો હોય એ મનુષ્યની દશા કાગળની થેલીમાં તેજાબ ભરીને ત્યારે થેલીની જે દશા થાય એવી થાય છે. આવી થેલી વધુ સમય ટકી શકતી નથી. તરત જ ઓગળી જાય છે. ઈશ્વરનો નિયમ બુદ્ધિશાળી માળી જેવો છે, જે નકામા ઘાસને ઉખાડીને ફેંકી દે છે અને ઉપયોગી છોડની સાર સંભાર રાખીને ઉછેર કરે છે. જેમના ખેતર માં નકામું ઘાસ અને નકામા છોડ ઊગે છે એમનો અન્ન નો પાક નષ્ટ થઈ જાય છે. પોતાના ખેતરની દશા બગાડી નાંખે એવા ખેડૂતના વખાણ કોણ કરશે ? ઈશ્વરનો નિયમ નકામો પદાર્થ અને ગંદકી દૂર કરે છે જેથી સૃષ્ટિનું સૌંદર્ય નાશ ન પામે. એ કહેવત બિલકુલ સાચી છે કે જે “પોતાને મદદ કરે છે તેને જ ઈશ્વર મદદ કરે છે.” પોતાના પગ પર ઊભા રહેનાર ને પ્રોત્સાહન આપનાર બીજા લોકો મળી જાય છે.

પ્રાથનાનો સાચો ઉત્તર મેળવવાનો સૌ પ્રથમ માર્ગ આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસનું માણસ શરીર અને મનથી ખૂબ પ્રયત્ન કરે છે. કર્તવ્ય પરાયણ માણસ જ સાચી પ્રાર્થના કરી શકે છે. તરવૈયો જ સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબકી મારીને તળીયેથી મોતી શોધી લાવે છે. જે પાણીને દેખીને દૂર ભાગે છે તે મોતી શોધી શકતો નથી. એટલું જ નહિ, તરવાનો આનંદ પણ લઈ શકતો નથી. સમય વેડફનાર, કામચોરી કરનારા, અજ્ઞાની અને ઈન્દિૃય પરાયણ લોકો ભક્ત હોઈ  શકે નહિ. ભલે પછી તેઓ ગમે તેટલો ઢોંગ કરતા હોય, એવા લોકો ઈશ્વરના નામે ભીખ માગીને પોતાનું પેટ ભરી શકે છે, પરંતુ પ્રાર્થના કરી શકતા નથી. પ્રમાદ અને પ્રેમ એ બંને એકબીજાના વિરોધી છે. જયા એક હશે ત્યાં બીજો નહિ હોય.

-અખંડ જ્યોતિ, માર્ચ ૧૯૪૩, પૃષ્ઠ-૬૮

ઈશ્વરભકતના રોમેરોમ માંથી ઝરે છે પ્રેમ, સાધકો માટે સંદેશ

ઈશ્વરભકતના રોમેરોમ માંથી ઝરે છે પ્રેમ  :  બહાના જડ જગતનો કોઈ પણ પદાર્થ એવો નથી, જે તાત્વિક રીતે પ્રેમનો અધિકારી હોય. સ્વાભાવિક રીતે જ બહારની વસ્તુઓ પ્રત્યે મોહન હોઈ શકે, પ્રેમ નહિ. જડ અને ચૈતન્ય નો કોઈ મેળ હો તો નથી. તે બન્ને ની મિત્રતા થઈ શકતી નથી. પ્રેમ આપણી અંદર છે. આત્માની અંદર વહાવી શકીએ છીએ. એ સમજી લેવું જોઈએ કે પરમાત્મા કોઈ અલગ વસ્તુ નથી. આત્માના ઉચ્ચ તમ સ્વરૂપ ને જ પરમાત્મા કહેવાય છે. આપે ઉચ્ચ તમ દશામાં પહોંચીને જે રીતે સત, ચિત્ત તથા આનંદ સ્વરૂપ બની શકીએ છીએ, મહાન, સમર્થ, વિશાળ અંતઃકરણવાળા અને ઉદાર બની શકીએ છીએ તે આપણી સર્વોચ્ચ સ્થિતિની કલ્પના જ ઈશ્વર છે. આપણા આ મહાન તથા વિકસિત રૂપને સામાન્ય રીતે ઈશ્વર કહેવામાં આવે છે. તે જ પ્રેમ કરવા યોગ્ય છે. ઈશ્વર પ્રેમ નું તાત્પર્ય એ છે કે આપણે આપણા વર્તમાન અવ્યવસ્થિત જીવન અને તે ધ્યેય જીવનની વચ્ચે એક એવી ચુંબક જેવી સાંકળ બાંધી દઈએ છીએ, જે દિવસે દિવસે તે બંને નું અંતર ઘટાડતી જાય છે અને છેવટે બંનેને ભેગાં કરીને એક કી દે છે અર્થાત્ આત્મા ને પરમાત્મા બનાવી દેછે.

પરમાત્માને પ્રેમ કરવો, આપણા આત્મા ને પ્રેમ કરવો એ જ સર્વશ્રેષ્ઠ છે. આમાં કદાપિ કોઈપણ પ્રકારનો વિયોગ, વિકાર કે વિરોધ પેદા થતો નથી. દિવસે દિવસે તે વધતો જાય છે અને અંતે માણસ સાચો પ્રેમી તથા સાચી ઈશ્વર ભક્ત બની જાય છે. સાચા ઈશ્વર ભક્તનું રોમ રોમ પ્રેમથી પરિપૂર્ણ થઈ જાય છે. તેના મન, વચન અને કર્મ માંથી પ્રેમ ટપકતો રહે છે કારણે કે તેની અંદર તથા બહાર પ્રેમ જ ભરેલો છે. જોનારા જુએ છે કે તે દરેક પ્રાણી પર સ્નેહની વર્ષા કરી રહ્યો છે. ત્યાગ અને સેવા માટે અપરિચિત વ્યકિત સાથે પણ પોતાના સગા સંબંધી ની જેમ સેવા કરવા તત્પર રહે છે. બીજાઓનું દુખ જોઈને તેની આંખો માંથી દયાનું ઝરણું ફૂટી નીકળે છે. સામાન્ય દ્ગષ્ટિથી જોનારાઓ એવું માને છે કે આ માણસ બીજા લોકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ વાળા લોકો જુએ છે કે ઈશ્વર ભક્તને કોઈ જડ પદાર્થ સાથે મમતા હોતી નથી. તેના અંતરમાં જે અગાધ પ્રેમ ભરેલો છે તેને સ્પર્શી ને બહાર આવતી હવામાં તેની સુગંધ આવે છે. આપણે આત્મા ને પ્રેમ કરવો જોઈએ. પરમાત્મા ના ભક્ત બનવું જોઈએ. એમ કરવાથી જે આપણે સાચા પ્રેમી બની શકીએ છીએ અને પ્રેમનો અમૃત રસ ચાખીને આત્માની તરસ છિપાવીને તેને તૃપ્ત કરી શકીએ છીએ.

અખંડ જ્યોતિ, મે ૧૯૪૨, પૃ.૧૩

 

સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો, સાધકો માટે સંદેશ

સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો  :  જો તમારો આત્મા સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ સાંભળતો હોય તો ભગવાન તમારો હાથ પકડીને તમને તેમના મહાન ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સંદેશવાહક બનાવવા ઇચ્છે છે, તેથી હે વાચક ! ભૂલ ના કરીશ. આળસ અને પ્રમાદ માં પડી ના રહીશ, પરંતુ ગોપીઓની જેમ બધા બંધનો છોડીને મોરલીનો મધુર નાદ સાંભળતા જ દોડી પડજે અને પોકારજે – “હે નાથ ! હું તમારો છું. તમારા આદેશને પૂરો કરવા માટે આવું છું. તમારી વાણીના અવાજ પર નાચતો નાચતો આવું છું. હે પ્રભુ ! મારું કશું જ નથી. જે કાંઈ છે તે તમારું જ છે. તમારી વસ્તુ તમને પાછી સોંપવામાં મને કોઈ વાંધો નથી. તમે અવતરિત થઈ રહ્યા છો. મને તમારી વધાઈ વહેંચવામાં આનંદ મળે છે. તમે મારે ઘેર આવી રહ્યા છો. હું તમારા આવવાની સૂચના બધે જ પહોંચાડી દઉં છું.

આ પાપ તાપથી તપેલી પૃથ્વી પર હવે સત્ય તથા ધર્મની સ્થાપના થશે. અપાર વેદનાથી બળતાં પ્રાણીઓને સંતોષનો શ્વાસ લેવાનો અવસર મળશે. આ ગંગા અવતરણમાં સ્વાગત માટે હે નંદી ગણો ! તમે પ્રસન્ન થાઓ. આ કૃષ્ણ જન્મ માટે હે બાલગોપાલો, ઉત્સવ ઉજવો. એ રામાવતાર માટે હે દેવતાઓ, તમે પુષ્પ વરસાવો. હે જાગ્રત આત્માઓ, આગામી યુગના દૂત બનાવીને પ્રભુ એ તમને આ ધરતી પર મોકલ્યા છે. પોતાના કર્તવ્ય નું પાલન કરો. પ્રભુની ઈચ્છા પૂરી થવા દો. લોભમોહના બંધનોને દૂર ફેંકી દો અને સત્ય ધર્મનો પ્રચાર કરવામાં લાગી જાઓ. આ એક જ કાર્ય કરવા માંડો, ભગવાન સત્ય, આપનો જય હો. ભગવાન પ્રેમ, આપનો જય હો, ભગવાન ન્યાય, આપનો જય હો. આવો ઘ્વનિ પૃથ્વીના ખૂણ ખૂણામાં ગુંજાવવામાં લાગી જાઓ. આ કર્તવ્ય પૂર્ણ કરવું તે એક મહાન તપ છે. હે ભગીરથો, તપ કરવા માંડો, જેથી સ્વર્ગીય ગંગા આ ભૂલોક પર વહેલી તકે પ્રગટ થઈને મરેલા માણસોના મોં મા અમૃત ટપકાવી દે. હે તપસ્વીઓ, આ કાર્ય તમારા તપ દ્વારા જ પૂરું થશે, તેથી ઉઠો અને તપ કરવા મંડી પડો.

-અખંડ જયોતિ, જાન્યુઆરી ૧૯૪ર પૃ. ૪૭

પ્રાર્થનામાં શકિત માગો, સાધકો માટે સંદેશ

પ્રાર્થનામાં શકિત માગો  :  ઈશ્વરને આવી પ્રાર્થના કરવી જોઈએ – “આપ મને પ્રેરણા આપો, મારી અંદર તમારી શક્તિનો સંચાર કરી દો. મને સાહસ, ઉત્સાહ અને ધૈર્ય આપો.” આ જ વસ્તુઓ સૂક્ષ્મસત્તાના કેન્દ્ર માંથી આવે છે અને તેને જ આપણે ઈશ્વર પાસેથી મળેલી કહીએ છીએ. ઈશ્વર લોટ બાંધવા નહિ આવે, પરંતુ જો આપણે પ્રાર્થના કરીશું તો તે આપણી એ યોગ્યતાને જાગ્રત કરી દેશે, જેના દ્વારા તે કામ સહેલાઈથી કરી શકાય. તમે તમારું કર્તવ્ય અવશ્ય પૂરું કરો. મહેનત કરવામાં સહેજ પણ કસર ના રાખો તો જ પિતાના આશીર્વાદ મેળવી શકશો.

પ્રાર્થનાનું પહેલું પગથિયું એ છે કે આપણને જે સાંસારિક વસ્તુની જરૂર હોય તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. જે રીતે આજ્ઞાંકિત પુત્રને પિતા વધારે પ્રેમ કરે છે અને વધારે વસ્તુઓ આપે છે એ જ રીતે પૂરી શક્તિથી પ્રયત્ન કરવાની ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનારને જગત પિતાના વધારે સ્નેહ મળે છે. ભૂલમાં પણ અકર્મણ્ય બનીને ના બેસી રહો. એવું ના વિચારો કે હું તો ભજન કરીશ અને ઈશ્વર મારું આ કાર્ય કરી દેશે.

ઈશ્વરને એવા ભજન કે ખુશામતની કોઈ જરૂર નથી. બદલામાં તે તમારો ચૂલો સળગાવવા નહિ આવે. પ્રાર્થનાનું બીજું પગથિયું એ છે કે પોતાનું કર્તવ્ય પૂરું કરતા કરતા પણ પોતાના પ્રારબ્ધ કર્મોના કારણે, પોતાની ભૂલોના કારણે અથવા તો સમૂહ મનના દોષોના કારણે જે વિપત્તિઓ તમારી સામે આવે તેમનાથી કાયરની જેમ ડરો નહિ કે ગભરાઓ પણ નહિ, પરંતુ ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને તે સહન કરવાની શકિત આપો, મારી અંદર ધીરજ ભરી દો, જેથી હું વિચલિત ન થાઉં. મુશ્કેલીઓ તો બધા પર આવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, મોહમ્મદ, શિવ, દધીચિ, હરિશ્ચંદ્ર જેવા મહાન આત્માઓને પણ વિપત્તિઓએ છોડયા નથી, તો પછી આપણે તેમનાથી કઈ રીતે બધી શકીએ ? અપ્રિય પરિસ્થિતિ જોઈને બૂમો ના પાડવી જોઈએ કે ડરપોકની જેમ બાઘા જેવા પણ ન બની જવું જોઈએ. આપણે એવા સમયે દુખના નિવારણનો ઉપાય કરવો જોઈએ અને જયાં સુધી તે મુશ્કેલી હોય ત્યાં સુધી અવિચળ ધીરજ રાખીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૧, પૃ. ૬

હૃદય મંદિર માંથી શાંતિ, સાધકો માટે સંદેશ

હૃદય મંદિર માંથી શાંતિ  :   જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતારાઓથી ઘેરાઈ જતા છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે.

આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હૃદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધા વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઓરડામાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હૃદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો. એવું જોવામાં આવ્યું છે કે કેટલાય દિવસોથી દુઃખથી પીડાતા લોકોને જ્યારે આરક્ષિત અભેદ્ય કિલ્લાના પ્રવેશ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ આનંદથી ઝોકાં ખાવા લાગ્યા અને તેમનું બાહ્ય શરીર પણ નિદ્રાને વશ થઈ ગયું.

આવા શાંતિદાયી સ્થાનમાં એકાએક પ્રવેશ મેળવી શકવો મુશ્કેલ હોય છે, તેથી પહેલેથી જ તેનો અભ્યાસ શરૂ કરી દો. સવારે સાંજે જ્યારે પણ અવસર મળે ત્યારે એકાંત સ્થાનમાં જાઓ અને કોઈ આરામ ખુરશીમાં બેસીને શરીરને બિલકુલ ઢીલું રાખીને પડી રહો. પોતાના  હૃદય મંદિર વિશે ઊંચામાં ઊંચી શાંતિ દાયક ભાવના કરો. એવી ભાવના કરો કે દુનિયામાં જે કાંઈ શાંતિ દાયક વસ્તુઓ હોઈ શકે છે એ બધી આની અંદર ભરેલી છે. હૃદય મંદિરનો અર્થ અહીં માસનો પિંડ એવો નથી, પરંતુ સૂક્ષ્મ હૃદય સાથે છે, જે તેના આંતરિક ભાગમાં રહે છે અને જ્ઞાન ચક્ષુઓથી જ દેખાય છે. હવે પોતાને બિલકુલ એકલા અનુભવીને સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જતા ધીરેધીરે ઊંડા ઊતરો અને જેવા અંતર પ્રદેશમાં ઊંડે સુધી જાઓ ત્યારે પોતાના સારા કે ખોટા બધા વિચારોને બહાર છોડી દો. તમે બિલકુલ વિચાર રહિત થઈ ગયા છો એવું માનો. આનંદ સિવાય બીજા કોઈ પ્રકારનો વિચાર ન આવવા દો. આ રીતે તમે તમારા અખંડ કિલ્લામાં બેસીને થોડીક ક્ષણ માટે વિષમય બંધનોમાંથી છુટકારો મેળવી શકશો અને તે સમયમાં વધારો કરતા કરતા શાશ્વત સમાધિ સુધી પહોંચી શકશો.

-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, પૃષ્ઠ-પ

આનંદની શોધ, આનંદની શોધ

આનંદની શોધ  :   માણસ સ્વભાવથી આનંદ પ્રિય છે. તે કાયમ આનંદ શોધતો રહે છે. તે જે કાંઈ વિચારે છે કે કરે છે તે સુખ મેળવવા માટે જ કરે છે, પરંતુ તે અજ્ઞાનમાં ભૂલો પડી જાય છે. ઊંટને ઘડામાં શોધે છે. લોકો દાદરને ખૂબ ખંજવાળે છે. તેમને લાગે છે કે કદાચ અહીં સુખ મળશે, પરંતુ જેની ખંજવાળ વધતી જાય તે કેવું સુખ ? છેવટે તો ચામડી છોલાઈ જાય છે અને લોહી નીકળે છે. દાદરના ઘામાં પણ ખંજવાળ આવે છે. તે ઘા પર ખંજવાળવામાં જેવું સુખદુઃખ મળે છે તેવું જ સામાન્ય રીતે બધા લોકો ભોગવે છે. ખંજવાળ નું સુખ લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઘા બમણો વધી જઈને અસહ્ય વેદના પેદા કરે છે.

અજ્ઞાનથી છુટકારો મેળવવા માટે આગળ વધવું તે જ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન રૂપી અંધકાર માંથી છુટકારો મેળવવા માટે પ્રકાશ તરફ ચાલવું જોઈએ. માયા તરફથી પાછા વળીને ઈશ્વર તરફ મોં રાખવું જોઈએ. ત્યારે જ વાસ્તવિકતાનું ભાન થશે અને બધી વસ્તુઓ નું સાચું સ્વરૂપ સમજાશે. અંધારામાં પાણી સમજીને ખડિયાની શાહી પી જવાથી મોં કડવું થઈ જાય છે. તે કડવાશ ને દૂર કરવાનો ઉપાય શાહીમાં ગળપણ નાખીને પીવી એ નથી. સાચો ઉપાય એ છે કે અજવાળું કરો અને જુઓ કે જે વસ્તુમાં આપણે અટવાયા હતા તે વાસ્તવમાં શું છે ?

એ પ્રકાશ દ્વારા જ તમને ખબર પડશે કે પાણી કયાં રાખ્યું છે ? ઠંડું પાણી પીવાથી જ તમારી તરસ છીપશે. તે અંધકાર માં નહિ, પરંતુ પ્રકાશમાં જ દેખાશે. અધ્યાત્મને માર્ગ પ્રકાશનો માર્ગ છે. સાચી વાતની ખબર પ્રકાશમાં જ પડે છે. પ્રકાશનું મૂળ આત્મામાં રહેલું છે. આત્મસ્વરૂપનું દર્શન કરીને જ બધા દુખ તથા શોકને જાણીને તેમનો ત્યાગ કરી શકાય છે. આત્મા સુખનું મૂળ છે. જીવનનો સાચો આનંદ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતિ કહે છે, “તમસો મા જયોતિર્ગમય” અર્થાત્ અંધકાર માંથી પ્રકાશ તરફ જાઓ. હે વાચકો, આપ પણ અઘ્યાત્મના માર્ગ તરફ વળો.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪૧, પૃ. પ

%d bloggers like this: