શ્રીરામ શર્મા આચાર્ય ;આકાંમા

સફળતાના ત્રણ ઉપાય

માનવ માનવ વચ્ચે વિચિત્ર અંતર છે. એક માનવી પ્રખર વિદ્વાન છે તો બીજો સાત અભણ, એક રાજા છે તો બીજો ભિખારી, એક કરોડપતિ છે તો બીજાને મૂઠી અનાજ માટે ફાંફાં છે, એક ઉચ્ચ આત્મા છે તો બીજો નર્કનો કીડો છે, એક સંસારના ઉજજવળ રત્ન સમાન મહાપુરુષ ગણાય છે તો બીજાને પોતાની જીવનયાત્રા પૂરી કરવી પણ દુષ્કર લાગે છે, એક એશઆરામથી સ્વર્ગીય સુખનો આનંદ લૂંટી રહ્યો છે તો બીજો દુ:ખ અને બેકારીના ખપ્પરમાં ફસાયો છે, એકના હોઠ ચોવીસે કલાક મલક્તા રહે છે તો બીજાનો પીડા, વેદનાથી ઘડીભર છુટકારો થતો નથી, એક નિરંતર આનંદ, ઉલ્લાસ અને ઉન્નતિ તરફ ધસતો જાય છે. બીજાનું પ્રત્યેક કદમ ઘસાતો દુ:ખ, અંધકાર, પતન અને અધોગતિના ખાડા તરફ ધસતું જાય છે….આવી આશ્ચર્યજનક વિષમતા માનવ-માનવ વચ્ચે આપણી ચારે બાજુએ ફેલાયેલી આપણે જોઇએ છીએ.

સામાન્ય રીતે દરેક જીવને પરમાત્માએ એક સરખી પરિસ્થિતિ આપેલી છે. રીંછ, સિંહ, વાઘ વગેરે શિકારી પશુ, ધોડો, હાથી, ગધેડું, ઊંટ વગેરે ભારવાહક પશુ; ગાય, ભેંસ, બકરી, ઘેટું વગેરે દૂધ આપતાં પશુઓ; હરણ, શિયાળ, વાંદરો વગેરે જંગલોમાં વિચરણ કરતાં પશુ લગભગ એક જ સ્થિતિનાં હોય છે. રંગ, રૂપ કે તાકાતનો ઓછોવનો ફરક તો બધાંમાં હોય જ છે. છતાં માનવ માનવમાં જોવા મળે છે એવો ફરક તો નથી જ. એક રીંછ બીજા રીંછ કરતાં બે માનવોની જેમ તુચ્છ કે મહાન હોતું નથી. બકરી–બકરીમાં, હાથી-હાથીમાં, ગધેડા-ગધેડામાં, ઊંટ–ઊંટમાં બે માનવો વચ્ચે જોવા મળતું અંતર હોતું નથી. પક્ષીઓની વાત કરીએ તો કબૂતર, મોર, પોપટ, મેના, કોયલ, કાગડો, પતંગિયું, કીડી-મંકોડા વગેરે પોતોપોતાની જાતમાં આટલાં બધાં તુચ્છ કે મહાન હોતાં નથી. પ્રાકૃતિક સાંદર્ય જાળવવા જરૂરી છે, તેના કરતાં વધુ વિષમતા પરમાત્માએ જીવજંતુઓમાં રાખી નથી. આ રીતે જોઇએ તો માનવ–માનવ વચ્ચેનું અંતર પણ વધારે નથી. પ્રત્યેક માનવના શરીરમાં એક જ પ્રકારના અવયવો હોય છે. જો બહારની ચામડી ઉતારી હજારો માનવીઓના શરીરતંત્રને જોઇએ તો કોઇ ખાસ ફરક દેખાશે નહીં. બીજી રીતે પણ જોઇએ તો ખોરાક, ઊંઘના કલાક, કામ કરવાની શક્તિ, ઇન્દ્રિયોના ગમા-અણગમા લગભગ બધા માનવોમાં સરખા છે. ન્યાયપ્રિય પરમાત્માએ આ બધું આપેલું છે, એટલે જ સમાન અવસ્થા છે. કોઇકને ઓછું, કોઇકને વધારે આપી તે પોતે શા માટે પક્ષપાતી તથા અન્યાયી બને ? હકીકતે માનવીને પરમાત્મા તરફથી એક સરખી માનસિક અને શારીરિક સંપત્તિ મળેલી છે. માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા બાદ એક બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ બીજાં બાળકોના જેવી જ હોય છે. વજન, લંબાઈ, જ્ઞાન, ચેનચાળા, ગમો–અણગમો કે તાકાત બધાં બાળકોમાં લગભગ સરખાં હોય છે. તો પછી જે આશ્ચર્યજનક અસમાનતા માનવ-માનવ વચ્ચે દેખાય છે તે ક્યાંથી આવી ? કઈ રીતે ઉદ્ભવી? કોણે તે ઉત્પન્ન કરી ? આ પ્રશ્નો વિચાર માગી લે છે.

આ પ્રશ્ન પર અધ્યાત્મવિદોએ ખૂબ ગહન ચિંતન-મનન કર્યું છે. ઘણી મથામણ બાદ તેઓ એક નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે “આકાંક્ષા” જ એક એવું તત્ત્વ છે જે દ્વારા આ સંસારમાં અનેક પ્રકારની સંપત્તિ, સામર્થ્ય, યોગ્યતા તથા સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. “અખો બ્રહ્મ જિજ્ઞાસા” સૂત્રમાં સિદ્ધિપ્રાપ્તિના સર્વ પ્રથમ આધાર તરીકે ‘જિજ્ઞાસા’ને માનવામાં આવી છે. જો જિજ્ઞાસા ન હોય તો આગળ સહેજ પણ પ્રગતિ થઇ શકતી નથી. આ સંસારમાં જેણે કંઇક પણ મેળવ્યું છે તે ઇચ્છાશક્તિથી, જિજ્ઞાસાથી કે આકાંક્ષાથી જ મેળવ્યું છે. રામાયણ કહે છે

જેહિ કર જેહિ કર સત્ય સનેહૂ !

સો તેહિ મિલત ન કછુ સહેલું !!

 આ સાચો સ્નેહ–ઇચ્છા જ એ તત્ત્વ છે જેને લીધે કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ માટે કોઇ જ શંકા રહેતી નથી. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટલીય જગ્યાએ કહ્યું છે, “અનન્ય ભાવથી ચિંતન કરનારાને હું તેના ઇચ્છિત વિષયમાં સફળતા આપ્યા કરું છું.”

મનુષ્ય જેવો વિચાર કરે છે, જેવી ઇચ્છા કરે છે તેવી જ પરિસ્થિતિઓ તેની સમક્ષ ઊભી થાય છે. ઇચ્છા એક પ્રકારનું આકર્ષક બળ છે, જેના આકર્ષણથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાતી ચાલી આવે છે. જ્યાં ખાડો હોય છે ત્યાં ચારે બાજુએથી વરસાદનું પાણી એકઠું થાય છે અને તે ખાડો પાણીથી ભરાઈ જાય છે, પણ જ્યાં ટેકરો છે ત્યાં સખત વરસાદ પડવા છતાં પાણી રોકાતું નથી. ઇચ્છા એક પ્રકારનો ખાડો છે જ્યાં બધી બાજુએથી અનુકૂળ પરિસ્થિતિઓ ખેંચાઇ એકઠી થવા માંડે છે, જ્યાં ઇચ્છા નથી ત્યાં અનુકૂળતા હોવા છતાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી શકાતી નથી.

સામાન્ય રીતે ધનવાનોના છોકરા નાલાયક પાકતા જોવા મળે છે અને ગરીબોના છોકરા ઘણી ઉન્નતિ કરી આગળ ધપે છે. સમગ્ર સંસારના ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જાણવા મળશે કે મોટા ભાગના મહાપુરુષો ગરીબને ઘેર જ પેદા થયા હતા, કારણ એ છે કે એશઆરામની ભરપૂર સગવડો સરળતાથી મળવાથી અમીરોનાં છોકરાને સુખોપભોગ તથા ભોગ-વિલાસમાં જ રુચિ હોય છે. કોઇ પણ ક્ષેત્રે અગત્યની સફળતા મેળવવાની તીવ્ર ઉત્કંઠા તેઓને થતી નથી. ઉત્કંઠા વિના પૌરુષ જાગૃત થતું નથી અને પુરુષાર્થ વિના કોઇ અગત્યના કામમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. ગરીબોનાં છોકરા અભાવગ્રસ્ત સ્થિતિમાં જન્મ્યાં હોય છે. પોતાની દીનતા, હીનતા અને બીજાની ઉન્નતિ જોઇ તેમના મનમાં એક આઘાત લાગે છે. આ આઘાતને કારણે તેમના મનમાં એક હલચલ, બેચેની, ઉત્કંઠા જાગે છે અને આ ઉત્કંઠા શાંત કરવા તેઓ ઉન્નત અવસ્થાએ પહોંચવાની આકાંક્ષા રાખે છે. આ આકાંક્ષા જ મહત્ત્વપૂર્ણ સફળતાઓ મેળવી આપનાર માર્ગ પર તેને દોડાવે છે.

સાધન, સગવડો તથા સંપત્તિની દૃષ્ટિએ અમીરોનાં છોકરાં સારી સ્થિતિમાં હોય છે. પૈસા અને સલાહકારોનો સહયોગ ઘણો હોય છે. જેનાથી તેઓ ઇચ્છે તો ઘણી ઝડપી પ્રગતિ કરી શકે છે. તેઓની ઉન્નતિનો માર્ગ ખૂબ જ સરળ અને ચોક્કસ છે, છતાં પણ મોટા ભાગના અમીરોનાં છોકરાં આવારા, નાલાયક પાકે છે તેનું કારણ એ છે કે લાડકોડ, એશઆરામના વાતાવરણમાં તેઓને કોઇ વસ્તુની ખોટ જણાતી નથી અને એટલે જ એમનામાં કોઇ આકાંક્ષા જાગૃત થતી નથી. જે ઊણપને લીધે અમીરોનાં છોકરાં ઉન્નતિ સાંધી શકતાં નથી, તે ઊણપ આકાંક્ષા”ની જ છે. આ ઊણપ ગરીબોના છોકરામાં હોતી નથી એટલે સાધન, સગવડોના સંપૂર્ણ અભાવ વચ્ચે ઊછરતાં હોવા છતાં ગરીબને ઘેર જન્મેલાં છોકરાં જુદી જુદી દિશાઓમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરે છે અને મહાપુરુષોની વચ્ચે પોતાનું સ્થાન જમાવે છે.

ઉપરોક્ત લખાણનો અર્થ હું ગરીબી કે અમીરીની સાથે પ્રગતિ કે અધોગતિને જોડવામાં ધટાવતો નથી, મારું માત્ર એટલું કહેવું છે કે જે વાતાવરણમાં ઇચ્છા-આકાંક્ષાની ઊણપ હોય ત્યાં સિદ્ધિ મળી શકે નહીં. જ્યાં ઇચ્છા હશે, પસંદગી હશે ત્યાં પૈસા, સાધન, મદદની ખોટ ભલે હોય, છતાં પણ ધીમે ધીમે અનુકૂળ વાતાવરણ સર્જાતું જશે અને ગૌરવપ્રદ સિદ્ધિ મળશે. જો કોઇ પૈસેટકે સુખી ઘરની વ્યક્તિને કોઇ તીવ્ર ઉત્કંઠા જાગે તો તો સોનામાં સુગંધ ભળ્યા સમાન થાય. ગરીબોએ પ્રગતિ માટે સાધનો મેળવવા જે પરિશ્રમ કરવો પડે છે, તે તો અમીરોને અનાયાસે જ મળેલા હોય છે એટલે તેઓ માટે પ્રગતિનાં દ્વાર મોકળાં છે.

મનમાં જે ઇચ્છા જાગે છે તે પૂરી કરવા શરીરની સમગ્ર શક્તિ કામમાં લાગી જાય છે. નિર્ણય, અવલોકન, સંશોધન, આકર્ષણ, ચિંતન, કલ્પના વગેરે મનની અસંખ્ય શક્તિઓ એ દિશામાં પોતાના પ્રયત્નો આરંભી દે છે. આ શક્તિઓ જ્યારે સુષુપ્ત પડેલી હોય છે અથવા જાદી જુદી દિશાઓમાં વેરવિખેર થયેલી હોય છે ત્યારે માનવીની સ્થિતિ અસ્તવ્યસ્ત અને મામૂલી બની જાય છે, પણ જ્યારે આ સમગ્ર શક્તિઓ એક જ દિશામાં કામ કરવાનું શરૂ કરે છે ત્યારે એક જીવંત ચુંબક ઉત્પન્ન થાય છે. ચુંબકને કચરાના ઢગલામાં ફેરવવામાં આવે તો પણ લોખંડના વેરવિખેર ટુકડા, કરચો, ચૂંકો, એ બધાં જ ચુંબક સાથે ચોંટી જાય છે. આ રીતે વિશેષ આકાંક્ષાઓ ધરાવતી વ્યક્તિ પોતાની આકર્ષણશક્તિથી નજીવા કણોમાં વેરવિખેર તત્ત્વોને ગમે ત્યાંથી શોધી કાઢશે.

તમને તમારા પાડોશીના ઘરની વાતોનો બહુ ખ્યાલ નહીં હોય, પણ તેના ધરમાં કેટલી મિલકત કયા રૂપમાં પડી છે તેની સંપૂર્ણ જાણકારી માઇલો દૂર રહેનાર ચોરને હોય છે. કારણ માત્ર એટલું જ છે કે ચોર હંમેશાં એ શોધમાં જ હોય છે કે લોકોનાં ઘરેણાં, પૈસા, કીમતી વસ્તુઓ ક્યાં મૂકી હોય છે, કેટલી કિંમતની છે અને કેટલા જથ્થામાં છે. આ શોધની ઇચ્છા  તેને એવી એવી કડીઓ ભેગી કરી આપે છે કે જેનાથી તે ગૂઢ ભેદ પણ પારખી શકે છે અને એક દિવસ તે એ ઘરમાં પ્રવેશી સફળતાપૂર્વક ચોરી કરે છે. જુગારી જુગારીઓને, દારૂડિયો અન્ય દારૂડિયાને સરળતાથી શોધી કાઢે છે. દારૂડિયાની ટોળકી બનતાં વાર લાગતી નથી. સાધુનો સાધુ સાથે, વિદ્વાનનો વિદ્વાનો સાથે મિલાપ થતો રહે છે. લંપટ, વ્યભિચારી, ઠગ, ખિસ્સાકાતરુ પોતાની પસંદગીના વાતાવરણમાં સરળતાથી ઘૂસી શકે છે. પ્રત્યેક પ્રકારની રુચિવાળા લોકો આ દુનિયામાં હયાત છે અને એક સરખા વિચારવાળાની સોબત કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. માંસાહારી અને માંસ વેચનારનો અરસપરસ સંબંધ સરળતાથી બંધાય છે, ભિખારી દાતાને શોધી લે છે અથવા દાતા ભિખારીને શોધી લે છે. ધન અને ઋણ, આકર્ષણ અને અપાકર્ષણ એક બીજાના અભાવની પૂર્તિ માટે, સરળતાથી ભેગાં મળે છે. આ રીતે અમુક પ્રકારની ઇચ્છા રાખનાર વ્યક્તિને પોતાની ઇચ્છાનુસાર વાતાવરણ, પરિસ્થિતિ, મિત્રો, સહાનુભૂતિ, માર્ગદર્શન તથા મદદ મળી જ જાય છે. પોતાના કેટલાય લોકોનો સહયોગ મદદકર્તાના રૂપમાં મળે છે. શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે એકલા ધોર આફતોવાળા સૂમસામ જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે પણ તેઓને ગીધ, રીંછ, વાનરો વગેરેનો સહયોગ મળ્યો જ હતો.

એક કાગડો તરસથી વ્યાકુળ બની આમ તેમ ઊડી રહ્યો હતો. ઘણી શોધ પછી તેણે એક ઘડામાં થોડું પાણી જોયું. કાગડો ધડાના કાંઠા પર બેસી પાણી પીવા ચાંચ લંબાવતો હતો, છતાં પાણી મેળવી શકતો ન હતો. નિષ્ફળ પ્રયત્નો પછી કાગડાએ એક ઉપાય શોધી કાઢ્યો. આજુબાજુથી નાના નાના કાંકરા વીણી લાવી ઘડામાં નાખવા લાગ્યો. કાંકરા પડવાથી ઘડાનું પાણી ઉપર આવ્યું અને કાગડે તરસ છીપાવી. જ્યારે કોઇ વાતની તીવ્ર ઇચ્છા થાય છે ત્યારે તે ઇચ્છા બર લાવવા સાધનોની શોધ શરૂ થાય છે અને કોઇને કોઈ વૈકલ્પિક સાધન મળી પણ આવે છે. જરૂરિયાત સંશોધનની જનેતા છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં રસ્તો મળે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, “A WILL WILL FIND  ITS  WAY” પ્રબળ ઇચ્છાશક્તિ રસ્તો શોધી કાઢશે. ઇચ્છિત વસ્તુ મેળવવા લોકો આકાશમાં રસ્તા બનાવે છે, મરજીવા સમુદ્રના તળિયે ડૂબકી લગાવી મોતી વીણી લાવે છે. રેતીની ટેકરીઓમાંથી સોના-ચાંદીની ખાણો શોધી કાઢે છે, કોલસાની ખાણો ખોદીખોદી હીરાની શોધ કરી લાવે છે. શોધ હકીકતે મહત્ત્વની પ્રેરકશક્તિ છે, જેનાથી માનવીએ એવરેસ્ટની ટોચ, સમુદ્રનું તળિયું, ધ્રુવ પ્રદેશોની ભૂમિ તથા આકાશની દુર્ગમતા પાર કરી છે. કુદરતના પેટાળમાં ધરબાયેલા અસંખ્ય રહસ્યો શોધી કાઢીને એકએકને પાછા પાડી દે તેવાં સંશોધનો કર્યાં છે. ઇચ્છાથી પ્રેરિત થઇ માનવી જ્યારે ધ્યેયપ્રાપ્તિ માટે દૃઢતાથી આગળ વધે છે ત્યારે તે એક શક્તિશાળી ભીમકાય યુદ્ધ-ટેંકનું રૌદ્ર રૂપ ધારણ કરે છે. પર્વતો ખીણો ઓળંગતો, ઓળંગતો રસ્તાની ઝાડી, ઝાંખરાં, પથરા વગેરે અવરોધોને દૂર કરતો તે પોતાના લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધે છે.

આ સમગ્ર વિશ્વમાં જે કંઇ હિલચાલ થઇ રહી છે તે બધો ઇચ્છાશક્તિનો જ ખેલ છે. પરમાત્માને ઇચ્છા થઇ કે હું એકમાંથી અનેક થાઉં.” એના પરિણામે આ વિશ્વની રચના થઇ. તેની ઇચ્છા અને જીવોની જરૂરિયાતના લીધે ઋતુઓની રચના થઇ. સજીવ પ્રાણીઓ ન રહે તો આ વિશ્વની સમગ્ર હિલચાલ સમાપ્ત થઇ જાય. જીવશાસ્રીઓ જાણે છે કે વનસ્પતિ અને પશુપંખી જેવા સજીવ પદાર્થોના રૂપરંગમાં, આકાર પ્રકારમાં જે પરિવર્તન થયું છે કે થઇ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ જીવોની ઇચ્છા છે. આદિમાનવથી આગળ વધીને માનવીએ જે કંઇ વિકાસ પોતાના શરીરમાં કર્યાં છે તે માત્ર તેની ઇચ્છાશક્તિનો જ ચમત્કાર છે.

આ બધી વાતો પર વિચાર કરતાં શારીરિક દૃષ્ટિએ સમાન હોવા છતાં માનવમાનવ વચ્ચેની અદ્ભુત અસમાનતા શા માટે હશે તે રહસ્યનો તાગ મેળવી શકાય છે. ઇચ્છાશક્તિના મહાન શસ્ત્રનો જે વ્યક્તિ સુયોગ્ય ઉપયોગ કરે છે તેને પ્રગતિ માટે સાધનો મળતાં જાય છે અને થોડા સમયમાં તે સમૃદ્ધ અને સંપન્ન બની શકે છે, પરંતુ જે લોકો આ શસ્ત્રનો ઉપયોગ કરતા નથી તેમનું ચેતનાતંત્ર અર્ધમૂર્છિત અવસ્થામાં પડ્યું રહે છે. તેઓ જીવનનો ભાર વેંઢાર્યાં કરે છે. જેમ તેમ જિંદગી પૂરી કરી લે છે, ભોજન કરે છે, મહેનત કરે છે અને રાત્રે સૂઈ જાય છે. મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ, વીતતાં જાય છે. જીવનનું ચક્ર ફરતું રહે છે, આયુષ્ય પૂરું થવા આવે છે, પણ તેઓ એવા ને એવા જ રહે છે. માતાના ગર્ભમાંથી નીકળી મોતની ઘડી સુધી તેઓ માત્ર જિંદગીના દિવસો કð રીતે પૂરા કરવા તે જ શીખી શકે છે.

આ દુનિયામાં સાચે જ ઘણા લોકો અભાગિયા છે. જીવન જેવા બહુમૂલ્ય પદાર્થમાં કેટલો બધો આનંદ ઓતપ્રોત છે તે જાણી શકતા નથી. હંમેશાં તેઓએ બીજાના ઓશિયાળા રહેવું પડે છે. પરિસ્થિતઓ જ્યાં લઇ જાય ત્યાં જવા લાચાર થવું પડે છે, બિચારા રોટલા પાણીની ચિંતામાં રાતદિવસ રઘવાયા બની રખડતા રહે છે. એક ઊંટ કે એક બળદના કાર્યક્રમ સાથે સરખાવીએ તો આવા લોકો અને આ પ્રાણીઓમાં કોઇ ખાસ તફાવત હોતો નથી. કેટલાય લોકો અજ્ઞાનના અંધકારમાં જ ગોથાં ખાયા કરે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ સુદ્ધાં મળતી નથી, સમાજમાં માનપાન મળતાં નથી, કોઈ પદ કે હોદ્દો મળતાં નથી. યશ, પ્રશંસા, પ્રતિષ્ઠા પણ એમના તરસ્યા હ્રદયને ક્યારેય મળતાં નથી. અપમાન, જાકારો, તુચ્છકારો, અભાવ, ચિંતા, નિંદા, પીડા, ભય, આશંકા સદાય તેઓને ભૂત-ચૂડેલની જેમ ઘેરી રહે છે. આ તે કાંઈ જીવન છે?…. છતાંય અસંખ્ય લોકો આવું જીવન જીવે છે.

આવો, આપણે વિચાર કરીએ કે કોણે આ લોકોને આવી દુ:ખદાયી સ્થિતિમાં પડ્યા રહેવા લાચાર બનાવ્યા છે. શું પરમાત્માની, શું ભાગ્યની, વિધાતાની ભૂલ કે કોપને લીધે આમ થયું છે ? શું કોઇ ગ્રહ, નક્ષત્ર, દેવ, દાનવ કે ભૂતપિશાચ આ સ્થિતિ માટે જવાબદાર છે? ના, કદાપિ નહીં. માનવીના દુર્ભાગ્ય માટે આમાંનું કોઇ જવાબદાર નથી. પરમ દયાળુ, ન્યાયી પરમાત્મા પોતાના પરમપ્રિય પુત્રને આવી દયનીય સ્થિતિમાં ફસાવી દેવાની ભૂલ કરે જ નહીં. વિધાતા તો ઘણો દયાળુ છે, તે શા માટે કોઇના છઠ્ઠીના લેખ ખરાબ લખે? દેવતા તો બધાં પર દયા કરે છે તે શા માટે કોઈને અકારણ દુ:ખ આપે? કોઈ માણસ બીજાને દુ:ખ આપી શકે નહિ. માનવી પોતે જ પોતાના માટે આ પરિસ્થિતિઓ ઊભી કરે છે, તે પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. તુલસીકૃત રામાયણ કહે છે

કાલુ ન કોઉ સુખ દુ:ખ કર દાતા ।

નિજ નિજ કર્મ ભોગ સબ ભ્રાતા ॥

ભગવદગીતાનો પણ આવો જ મત છે. ભગવાન કહે છે,

સફળતાના ત્રણ ઉપાય; ભૂમિકા

સફળતાના ત્રણ ઉપાય; ભૂમિકા

માનવીને સફળતા આપનારાં ત્રણ પરિબળ છે પરિસ્થિતિ, પ્રયત્ન અને ભાગ્ય. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે સાવ ઓછી યોગ્યતાવાળા, સાવ નજીવા પ્રયત્ને ધણા મોટા લાભ મેળવે છે. ઘણી ય વાર પોતાનાં બાવડાંના બળે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતો માનવી આગળ વધી તુચ્છમાંથી મહાન બની જાય છે. કેટલીય વાર એવું પણ જોઇએ છીએ કે પરિસ્થિતિઓ સાવ સામાન્ય હોય, કોઇ યોજના ન હોય, કોઇ યોગ્યતા ન હોય, કોઇ પ્રયત્ન ન કર્યો હોય, પણ અનાયાસે કોઇ એવી તક આવી જતાં શુંનું શુંય બની જાય છે.

ઉપરનાં ત્રણમાંથી બે પરિબળ આપણા વશમાં નથી

 (૧) જન્મજાત કારણોસર અથવા કોઇ ખાસ સમયે જે વિશેષ પરિસ્થિતિ સર્જાય છે તે અને (૨) ભાગ્ય અથવા નસીબને કારણે અનાયાસે મળતી સફળતા બાબત આપણું કંઈ જ ચાલતું નથી.

ત્રીજા પરિબળ પ્રયત્ન છે. એને અપનાવી આપણે આપણા બાહુબળથી સફળતા મેળવી શકીએ છીએ. આ એક જ કારણ આપણા હાથમાં છે. આ કારણને ત્રણ ભાગોમાં વહેંચીએ તો: આકાંક્ષા, સહનશીલતા અને પરિશ્રમશીલતા મુખ્ય છે. આ ત્રણ સાધનો અપનાવી ઘણાએ આશ્ચર્યજનક .સફળતાઓ મેળવી છે. આ રાજમાર્ગ પર વાચકોને આગળ ધપાવવા આ પુસ્તિકામાં પ્રયત્ન કર્યો છે. જેઓ આ ત્રણેય પરિબળોનો આસરો લઇ તેમને અપનાવી લેશે તેઓ પોતાના લક્ષ્ય તરફ રોજબરોજ આગળ વધતા રહેશે, એવો મને ચોક્કસ વિશ્વાસ છે.

સફળતાના ત્રણ ઉપાય; સહનશીલતા

સફળતાના ત્રણ ઉપાય;સહનશીલતા

સફળતાનો માર્ગ સરળ નથી. તેમાં ડગલે અને પગલે કાંટા વેરાયેલા છે. મધમાખીઓના ઝેરી ડખની આડમાં જ મધ હોય છે, જેઓ આ ડંખોનો સામનો કરી શકે છે, તેઓ જ મધ મેળવી શકે છે. સુંદર વ્યાઘ્રચર્મ મેળવવાની ઇચ્છા રાખનારાએ સાક્ષાત કાળ સમા વિકરાળ વાધ સાથે યુદ્ધ કરવું પડે છે. ગુલાબનાં સુંદર ફૂલો તીક્ષ્ણ કાંટાથી રક્ષિત હોય છે. આ કાંટાનો સામનો કરીને જ કોઇ પણ વ્યક્તિ ગુલાબ મેળવી શકે છે. મોતી શોધી લાવનારે મગરમોથી ભરેલા સમુદ્રના તળિયા સુધી જવું પડે છે. ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા સાધકે પહેલાં કઠોર સાધનાનું દુ:ખ સહેવું પડે છે. પ્રગતિની પ્રત્યેક દિશામાં દુ:ખ, મુશ્કેલીઓ અને અડચણો છે જ. એવી એક પણ સફળતા નથી કે જે મુશ્કેલીઓનો સામનો કર્યા વિના મળી હોય. જીવનના મહત્ત્વપૂર્ણ માર્ગો અડચણો, મુશ્કેલીઓથી સદાય ભરેલા હોય છે. જો પરમાત્માએ સફળતાને મુશ્કેલીઓ સાથે વણી ન લીધી હોત અને બધાંને માટે સરળ બનાવી દીધી હોત, તો તે માનવીનું સૌથી મોટું દુર્ભાગ્ય જ ગણાત. સરળતાથી મળેલી સફળતા સાવ નીરસ અને અવગણી શકાય તેવી બની જાત. જે વસ્તુ જેટલી મહેનતે, જેટલાં દુ:ખો વેઠી, જેટલો ખર્ચ કર્યા બાદ મળે છે, તે તેટલી જ આનંદદાયક હોય છે. કોઈ શાક કે ફળફળાદિ તેની ઋતુમાં સસ્તાં અને ભરપૂર માત્રામાં મળે છે ત્યારે તેની કોઈ કિંમત હોતી નથી, પણ જ્યારે તે દુર્લભ બની જાય છે ત્યારે અમીસે તેને શોધીને મોંઘાદાટ ખરીદે છે. મીઠાઇનો આનંદ કંદોઈ ન જાણે, જેને માત્ર કોઇક જ વાર મીઠાઇ મળે છે તે જ આનંદ મેળવી શકે. અમીરો માટે એક રૂપિયો કાંકરા બરાબર છે, પણ ગરીબોને તો તે ચંદ્રમા જેવો મોટો લાગે છે. જે માંદગીમાં સપડાયો છે તે જ શરીર સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી શકે છે. સોનુ ઘણી ઓછી માત્રામાં મળે છે એટલે જ એની કિંમત છે. બાકી કોલસાની ખાણોની જેમ સોનાની  ખાણો મળવા લાગે તો લોકો તેને પણ લોખંડ કે બીજી સસ્તી ધાતુની જેમ બેદરકારીથી જ જોતા હોતા જ્યારે બે લાકડીઓ ઘસી, અગ્નિ પેટાવવામાં આવતો હતો, ત્યારે અગ્નિનું ઘણું મહત્વ હતું, દેવની જેમ તેની પૂજા થતી હતી, પરંતુ આજે જ્યારે દીવાસળીઓની પેટીઓ દુકાનોમાં સાવ સરળતાથી મળે છે ત્યારે અગ્નિને કોણ આટલું મહત્ત્વ આપે? જેમને ઘેર એક પણ બાળક નથી તેમના માટે એકાદ બાળકનો જન્મ ભગવાનના અવતાર જેવો લાગે, પણ જ્યાં દર બે વર્ષે બાળજન્મ થતો હોય, તેઓને માટે તો બાળકનો જન્મ ચિંતાજનક, નિરાશાપૂર્ણ, દુર્ભાગી અને દુઃખદાયક હોય છે

વસ્તુની અછત અને મેળવવાની મહેનત સાથે આનંદને સીધો સંબંધ છે. જ્યારે પ્રેમી-પ્રેમિકા દૂર હોય છે, ત્યારે એક બીજાને ચંદ્ર-ચકોરની જેમ યાદ કરે છે પણ લગ્ન બાદ એક જ જગ્યાએ હંમેશાં સાથે રહેવાનું થાય છે, ત્યારે દાળમાં મીઠું ઓછુંવત્તું પડવા બાબતે કે કંકુની શીશી લાવવા જેવી નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. જે વસ્તુ દુર્લભ છે, સામાન્ય રીતે સરળતાથી મળતી નથી તેની પ્રાપ્તિ જ સફળતા ગણાય છે. જે કાર્યોની સફળતા સામાન્ય માનવ માટે દુર્લભ છે તેવાં જ કાર્યો જો બધા માનવો હંમેશાં કરતા રહે તો તે લોકોએ કોઇ ચોપડી વાંચવાની જરૂર પડે નહીં કે કોઇ લેખકે આવી ચોપડી લખોની જરૂર રહેત નહીં. જો મહત્ત્વપૂર્ણ સફળ તાઓમાં અડચણો ન રહેતી હોત તો તે સફળતાઓ મહત્ત્વની રહેત નહીં અને તેમાં કોઇ આનંદ પણ આવત નહીં. કોઇ રસ, કોઇ વિશેષતા ન રહેતાં આ સંસાર સાવ નીરસ કદરૂપો બની જાત, લોકોને જીવન જીવવું ભારરૂપ લાગ્યું હોત.

મુશ્કેલીઓ, અડચણો ન હોવાથી એક બીજું નુકસાન એ થાય છે કે માનવીની ક્રિયાશીલતા, કૌશલ્ય અને ચેતના નાશ પામે છે. ઠોકરો ખાઇ ખાઇને અનુભવનું ભાથું બાંધી શકાય છે. ઘસવાથી અને દળવાથી યોગ્યતા વધે છે. દુ:ખનો આધાત સહન કરીને માનવી દૃઢ, બળવાન અને સાહસિક બને છે. મુસીબતોની આગમાં તપવાથી ઘણી નબળાઇઓ બળી જાય છે અને માનવી સો ટચના સોના જેવો ચમકી ઊઠે છે. પથ્થર પર ઘસવાથી  હથિયારની ધાર તેજ બને છે. મશીન પર ઘસવાથી હીરો ચમકે છે. આઘાત પ્રત્યાઘાતની ઠોકરો ખાઇ રબ્બરના દડાની જેમ આપણી આંતરચેતના ઊછળે છે અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા ગતિવિધિઓ આરંભી દે છે. ચોટ ખાધા વિના દડો ઊછળી શકતો નથી, થપકી માર્યા વિના ઢોલ વાગતું નથી, એડી માર્યા વિના ઘોડાની ચાલ ઝડપી બનતી નથી. માનવી પણ લગભગ આવાં તત્ત્વોનો બનેલો છે અને જ્યાં સુધી કોઇ ઠોકર ન ખાય, મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ન આવે ત્યાં સુધી એની સુષુપ્ત શક્તિઓ જાગૃત થતી નથી. સાવ મામૂલી જિંદગી વિતાવવી પડે છે.

સફળતાનો આનંદ શાશ્ર્વત રાખવા અને શક્તિઓમાં ચેતના લાવી વિકાસના માર્ગ પર પ્રવૃત્ત રાખવા જીવનમા અડચણો અને દુ:ખ હોવાં ખાસ જરૂરી છે. ઇતિહાસમાં જેટલા મહાપુરુષોનાં વર્ણન આવે છે તે બધાએ પોતાના જીવનમાં કષ્ટસાધ્ય દુ:ખ, ભયાનક આફતો સહન કરેલી છે. જો ઇસુ ખ્રિસ્તના જીવનમાંથી તેઓનું તપ અને વધ સ્થળ પર ચડવું એ બે ઘટનાઓ કાઢી લઇએ તો તેઓ માત્ર એક સામાન્ય ધર્મોપદેશક જ રહી જાય. રાણા પ્રતાપ, શિવાજી, શિબિ, દધીચિ, હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, લેનિન, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે મહાપુરુષ બનાવવાનો યશ તેઓની સહનશીલતાને જ આપવો પડે. જો તેઓએ ડગલે અને પગલે દુ:ખો સહન કરવાનું કે મુસીબતોનો . સામનો કરવાનું સ્વીકાર્યું જ ન હોત તો તેઓ સામાન્ય કક્ષાની સજજન વ્યક્તિઓ જ રહી ગઈ હોત, મહાપુરુષ બન્યા જ ન હોત

આકાંક્ષા, સભાનતા અને પરિશ્રમથી ગમે તેવાં કષ્ટસાધ્ય કામ પાર પડી શકે છે, છતાં એમ કહી ન શકાય કે આવાં કાર્યો તાત્કાલિક અથવા કોઇ જોખમ ઉઠાવ્યા વિના સફળ થઈ જાય. પરમાત્મા વારંવાર પરીક્ષા લઇ માનવીની યોગ્યતા અયોગ્યતા ચકાસતા હોય છે. શાળાઓમાં ત્રૈમાસિક, છમાસિક તથા નવમાસિક પરીક્ષાઓ લેવાય છે. તેના પછી મોટી વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. જે આ વાર્ષિક પરીક્ષામાં પાસ થાય તેને જ આગળના વર્ષમાં જવા દેવાય છે. આવી આશરે પંદર મોટી પરીક્ષાઓ, પંદર ધોરણો પાસ કરીએ ત્યારે સ્નાતકની પદવી મળે છે, સફળતાની પદવી  મળે છે. સફળતાના સ્નાતક બનવા પણ માનવીએ કેટલાં જોખમ, દુ:ખો, કષ્ટ, મુશ્કેલીઓ, પ્રતિકૂળ સંજોગો જેવી પરીક્ષાઓ આપવી પડે છે. જેઓ આમાં પાસ થાય છે તેઓ આગળ વધે છે, મનવાંછિત સફળતાનો રસાસ્વાદ માણે છે. જેઓ આવી પરીક્ષાઓથી ગભરાઇ જાય છે, પરીક્ષા પાસ કરવા પ્રયત્ન નથી કરતા, તેઓ ઉન્નતિના શિખરે પહોંચી શકતા નથી, ઇચ્છિત સિદ્ધિ મેળવી શકતા નથી.

સફળતાનો માર્ગ ધીમે ધીમે તબક્કાઓમાં પાર કરવો પડે છે, અડચણો સાથે લડતો, અથડાતો, કુટાતો, ઠોકરો ખાતો કોઇક માનવી પોતાના મનોરથ પૂરા કરી શકે છે. સાઇકલ ચલાવતાં શીખનાર જાણે છે કે શીખતાં શીખતાં કેટલીયે વાર નીચે પડવું પડશે. તરવૈયા જાણે છે કે પાણીમાં પગ મૂક્યાં જ તરવૈયા બની જવાતું નથી. કોઇ વાર બીજા મુશ્કેલીઓ ઊભી કરે છે, કોઇ વાર અનાયાસે દૈવી પ્રકોપ દ્વારા મુશ્કેલીમાં મૂકાવું પડે છે. કોઇક વાર માનવી પોતાની જ ભૂલનો ભોગ બને છે. પોતાની બેદરકારી કે બીજાની ભૂલના કારણે પણ નિષ્ફળ જવાય છે. પોતાની ભૂલો સુધારવા પ્રયત્ન તો થાય છે, પણ જૂના અભ્યાસના કારણે ફરી વાર તે દોષ, ભૂલો ઊભરાઈ જાય છે અને તે કર્યું કારવ્યું ધૂળમાં મેળવી દે છે. કેટલીયે વાર પ્રયત્ન કરતા રહેવા છતાં, જ્યારે આપણા સ્વભાવ કે અનુભવને સુધારવામા નિષ્ફળ જઈએ છીએ ત્યારે ઘણી નિરાશા વ્યાપી જાય છે અને સાવ નિરાશ થઈને પ્રયત્નો છોડી દઇએ છીએ.

આપણો સ્વભાવ સુધારવા, બદલવા પૂરી શક્તિથી પ્રયત્ન તો કરવો જોઇએ, પણ એવી આશા ન રાખવી જોઇએ કે બે-ચાર દિવસમાં જ ન સંપૂર્ણ સુધરી જઇશું. સ્વભાવનું બદલાવું ધીમે ધીમે અને લાંબા ગાળે થાય છે. કોઈ ખરાબ સ્વભાવ દૂર કરવા અને એકાદ સારો ગુણ ગ્રહણ કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કરવો પડે છે. આ પ્રયત્ન ધીરજ અને દઢતા સાથે, ઉત્સાહ અને આશા સાથે કરવો જોઇએ અને વચ્ચે જ્યારે જ્યારે ભૂલ પડે કે કોઈ ઓટ આવે ત્યારે વધુ સાવધાન, વધુ જાગૃત થઈ આગળ ચેતીને ચાલવાનો નિશ્ચય કરવો જોઇએ. દોરડું વારંવાર પથ્થર પર ઘસાય છે અને પથ્થર જેવા કઠણ પદાર્થ પર પણ  કાપા પાડી દે છે તો પછી આપણા દોષ-દુર્ગુણો આપણે બદલી ન શકીએ એ કેમ બને ?

મારાથી રોજ ભૂલો થાય છે અને શિક્ષક રોજ મને શિક્ષા કરે છે એવું માની કોઇ વિદ્યાર્થી ભણવાનું છોડી દેતો નથી. ભૂલો કરતાં કરતાં પણ વિદ્યાર્થી ભણવાનું સતત ચાલુ જ રાખે છે, ભૂલો સુધારે છે અને સફળતા મેળવે છે. પરીક્ષામાં કોઇ વિદ્યાર્થીને જ્યારે ૮૦% ગુણ મળે છે ત્યારે તે અનહદ આનંદ મેળવે છે, પ્રથમ નંબર મળે છે અને બધા તેની ભરપૂર પ્રશંસા કરે છે. આ વિદ્યાર્થીએ ૨૦% પ્રશ્નોના જવાબ સાવ ખોટા આવ્યા છે. જેટલાના જવાબ ખોટા આપ્યા છે તે બધા પ્રશ્નો બાબતે તો તે મૂર્ખ, બેદરકાર, નાલાયક, દોષી અને નિષ્ફળ છે. આટલા દોષ, ભૂલો હોવા છતાં ન તો તે વિદ્યાર્થી નિરાશ થાય છે, ન તો કોઇ તેની ટીકા કે નિંદા કરે છે, કારણ કે તેણે ભૂલની સરખામણીમાં ચોકસાઇ અને સચોટતાનો વધારે પરિચય આપ્યો છે અને સફળતા-નિષ્ફળતામાં, સફળતાનું પણું ઘણું વધારે નમાવ્યું છે. આટલી સફળતા હંમેશાં પ્રશંસનીય છે. એટલા માટે ૩૫% ગુણ મેળવનારને કે ક્યાંક પ૦% ગુણ કે ક્યાક ૬% ગુણ મેળવનારને પાસ સમજવામાં આવે છે. તેને શાબાશી મળે છે અને તેની પ્રશંસા થાય છે. આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ મેળવવું જોઇએ. નાનાં બાળકો નિષ્ફળતાથી ડરતા નથી, નાહિંમત થતાં નથી; નિરાશ, અસ્થિર અધીરા થતાં નથી કે હાર પણ કબૂલતાં નથી. આને બદલે નાની નાની નિષ્ફળતાઓની અવગણના કરી, તેમાંથી બોધપાઠ લઈ કાર્યક્રમ ચાલુ રાખે છે અને છેવટે સફળતા મેળવે છે.

સ્વભાવ ન તો એક દિવસમાં ઘડાઈ શકે છે, ન તો એક દિવસમાં જ બદલાઈ શકે છે. ઘણા દિવસો સુધી જે વિચારધારા, જે કાર્યપ્રણાલી માનવી અપનાવ્યે રાખે છે તે થોડા સમયમાં જ ટેવના રૂપમાં બદલાઇ જાય છે. ટેવનાં મૂળ ઘણાં ઊંડાં છે. તે ગુપ્ત મનની અંદર પ્રવેશ કરી લે છે. જ્યાં સુધી માનવી જાગૃત હોય છે, ત્યાં સુધી તો તે ટેવ દબાયેલી રહે છે પણ સહેજ ગાફેલ બનતાં, સહેજ છૂટછાટ મૂકાતાં જ જૂની ટેવ પોતાનો પ્રભાવ બતાવે છે અને આત્મસુધારના માર્ગનો પથિક ન કરવા  ઇચ્છે તે ભૂલ કરી નાખે છે. સ્વભાવ બદલાતો ન જોતાં કેટલીક વ્યક્તિઓ આત્મસુધારને અશક્ય માને છે અને પ્રયત્ન સુદ્ધાં છોડી દે છે. વાચકોએ આ ભૂલ ન કરવી જોઇએ. પ્રત્યેક ભૂલ પછી વધુ ઉત્સાહ અને વધુ સાહસ બતાવી પ્રયત્ન કરવો જોઇએ. સ્વભાવ બદલાય છે, ટેવો બદલાય છે પણ આ કામમાં સમય લાગે છે એટલા માત્રથી ગભરાવાની કોઇ જરૂર નથી.

જે વસ્તુ જેટલી ટકાઉ અને મજબૂત હોય છે તે તૈયાર કરવામાં એટલો વધારે સમય લાગે છે. જાદુગર હથેળીમાં ઘઉં, બાજરી ઉગાડી ખેલ બતાવે છે પણ એ ઘઉં-બાજરીમાંથી રોટલી–રોટલા કોઇએ બનાવડાવ્યા નથી. હથેળી પર ઊગેલ ઘઉં કે બાજરી થોડા સમયમાં જ નાશ પામે છે. જે છોડ એક-બે માસમાં ઊગી મોટા થઇ જાય છે તે થોડાક માસમાં જ મરી જાય છે. માખી જન્મના ૬૦ કલાક બાદ યુવાન થઈ જાય છે અને ઈંડાં મૂકવા માંડે છે. પરંતુ ર૧ દિવસમાં જ તે વૃદ્ધ થઈને મરી જાય છે. આનાથી ઊલટું પીપળો, વડ જેવાં ઝાડ ખૂબ ધીમેથી વધે છે અને વર્ષો સુધી જીવે છે. ઘાસ, ડાળખાં, પાંદડાંની ઝૂંપડી તાત્કાલિક બનાવી શકાય છે તો બેચાર વર્ષમાં જ નાશ પણ પામે છે. સિમેન્ટ કોર્કિટનાં બનેલાં મકાનો ઘણા લાંબા સમયની મજૂરી પછી, ઘણા ખર્ચે તૈયાર થાય છે, પણ વરસો સુધી ટકી રહે છે. ધીરજ, દેઢતા અને મજબૂતી સાથે જે કામ સાચવી સાચવીને કરવામાં આવે તે કામ પૂરાં થવામાં વાર તો લાગે છે, પણ તેનાં ફળ ઘણા લાબા ગાળા સુધી લાભ આપે છે. એટલા માટે કોઇ કામ ઝડપથી પૂરું ન થતું હોય, ધીમે ધીમે આગળ ધપતું હોય તો અધીરાઈ બતાવ્યા વિના પ્રયત્નશીલ રહેવાથી એક દિવસે ચોક્કસ સફળતા મળે છે.

કેટલીયે વાર આકસ્મિક પરિસ્થિતિઓ વિઘ્નરૂપ બને છે અને બનેલું કામ બગડી જાય છે. સફળતા મળવાની નજીક જ હોય અને કોઇ એવો વજ્રઘાત થાય કે, આપણાં તમામ સ્વપ્નો ચકનાચૂર થઇ જાય. પૂરો પ્રયત્ન કરવા છતાં, પૂરી સાવચેતી રાખ્યા છતાં આવાં સંકટો પ્રત્યક્ષ, અણધાર્યાં, વખ઼કમાાં આવે છે. મોત, ચોરી, આગ, રોગ, યુદ્ધ, આંધી, તોાન, વરસાદ  દુશ્મનોનો હુમલો, ષડ્યુંત્ર, કારાવાસ, ખોટ, વસ્તુઓની તૂટટ્યૂટ, વિશ્વાસઘાત, અપમાન, દગો, દુર્ઘટના, ભૂલ વગેરે કારણોસર આવી ભયંકર પરિસ્થિતિઓ, જેની કલ્પના ન હતી તે સામે આવી જાય છે. આવી વિષમ સ્થિતિમાંથી પસાર થવાનો જેને અનુભવ નથી, અભ્યાસ નથી, જોઇતું સાહસ નથી તેવા લોકો અચાનક ગભરાઇ જાય છે. શું કરવું ને શું ન કરવું ? તેની સૂઝ પડતી નથી. આવા વખતે કોઇ વ્યક્તિ ગાંડી થઇ જાય છે, કોઈ આપઘાત કરી લે છે, કોઇ ઘોર નિરાશાવાદી બની કપડાં રંગી સાધુબાવા બની જાય છે અથવા કોઇ રીતે પોતાના ભવિષ્યને અંધકારમય જોઇ કલ્પનાઓ વડે વિક્ષુબ્ધ બની દિવસો પસાર કરે છે.

આવી સ્થિતિ માનવી જેવા વિવેકશીલ પ્રાણીના ગૌરવને નીચું પાડે છે, આ તેને શોભતું નથી. પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણા મનસૂબા ધૂળમાં મેળવી દે છે એ વાત સાચી, પણ સાથોસાથ એ પણ સાચું છે કે આવી ઘટનાઓ અવારનવાર બનતી નથી. લીલા ઘાસને ગ્રીષ્મ તુનો પ્રખર તાપ બાળી દે છે ત્યારે એવું લાગે છે કે તાપે ઘાસનું નામોનિશાન મિટાવી દીધું, પરંતુ આ સ્થિતિ કાયમ રહી શકતી નથી, કારણ કે વિનાશક તત્ત્વોની સત્તા સાવ ક્ષણિક અને અલ્પજીવી હોય છે. ગ્રીષ્મ પૂરી થતાં જ વરસાદ આવે છે અને બળી ગયેલું, શેકાઈ ગયેલું ધાસ ફરી વાર જીવંત થઇ ઊગી નીકળે છે. ગ્રીષ્મ તુએ વિદાય લીધી, ઘાસને એકવાર બાળી શકી, પરંતુ આટલાથી એમ ન માનવું જોઈએ કે ગીષ્મના પ્રખર તાપમાં ઘાસના સુરમ્ય જીવનનો નાશ કરવાની શક્તિ છે. ઇશ્વરે ધાસને જીવન આપ્યું છે, ઇશ્વરે જેને આનંદમય બનાવ્યું છે તેના જીવન અને આનંદને કોઈ છીનવી શકતું નથી કે તેનો નાશ કરી શકતું નથી.

કુદરતનાં રહસ્યોમાં એક રહસ્ય બિલકુલ વિચિત્ર, અદ્ભુત છે. પ્રત્યેક વિપત્તિ, આફત પછી તેની વિરોધી સ્થિતિ એટલે કે સગવડ પ્રાપ્ત થાય છે. જ્યારે માનવી બીમારીમાંથી ઊઠે છે, સાજો થાય છે ત્યારે તેને ખૂબ ભૂખ લાગે છે, સ્વાસ્થ્ય-સંરક્ષણ શક્તિ એકદમ તીવ્રતાથી જાગૃત થાય છે અને જેટલો થાક, નબળાઇ બીમારી દરમ્યાન આવ્યાં હતાં તે  દિવસોમાં જ દૂર થાય છે. ગ્રીષ્મના પ્રખર તાપને પડકાર આપતી મંગલમય વર્ષા ઊતરી આવી. ધરતીને ઠંડક, શાંતિ આપતી હરિયાળીથી ઢાંકી દે છે. હાથપગ, હાડકાં થીજવી દેતી ઠંડી જ્યારે ઉગ્રરૂપથી પોતાનો પરચો બતાવી દે છે તો એક એવી ઋતુ આવે છે જ્યારે ઠંડી સદંતર બંધ થઇ ગઇ હોય છે. રાત્રિ પછી દિવસનું આગમન સનાતન સત્ય છે. અંધકાર પછી પ્રકાશનાં દર્શન અવશ્ય થાય છે. મૃત્યુ પછી જન્મ પણ થાય છે. રોગ, ખોટ, શોક વગેરેનાં દુ:ખો શાશ્ર્વત રહેતાં નથી, તે આંધીની જેમ આવે છે અને તોફાનની જેમ ચાલ્યાં જાય છે. તેના ગયા બાદ એક દૈવી પ્રતિક્રિયા થાય છે જેના દ્વારા પડેલી ખોટ પૂરી કરવા કોઇ એવો વિચિત્ર રસ્તો જડી આવે છે, તેનાથી ખૂબ ઝડપી ગતિથી આપત્તિથી પડેલી ખોટ ભરપાઇ થઇ જાય છે.

એક વાર નાશ પામેલી વસ્તુ ફરી વાર જે તે હાલતમાં પાછી આવી શકતી નથી એ સત્ય છે પણ માનવીને સંપન્ન, સુખી બનાવનારાં બીજાં ઘણાં સાધનો છે અને એ નવાં સાધનોમાંથી એકાદ પેલી ખોટ સહનારી વ્યક્તિને મળે છે. જો ઘાસને આપણે વારંવાર લીલું થતું જોઇએ છીએ, અંધારાને વારંવાર નાશ પામતું જોઇએ છીએ, રોગીઓને પુન: સાજા થતા જોઇએ છીએ, તો આફતો બાદ શાંતિ ન આવવાનું કોઇ કારણ નથી. જેઓ ઉજજવળ ભવિષ્યની આશા રાખતા નથી, ફરી વાર મારું ભલું થશે એવો જેને વિશ્વાસ નથી તે નાસ્તિક છે. જેને પરમાત્માના યાળુ સ્વભાવ પર વિશ્વાસ નથી તે જ આવું વિચારે છે કે, મારું ભવિષ્ય હંમેશ માટે અંધકારમય રહેશે. જે પર્વતને રાઇ રાઇ કરી શકે છે, તે રાઈનો પર્વત પણ બનાવી શકે છે; તેની શક્તિ પર ભરોસો રાખવો જોઇએ. જે આજે રડી રહ્યો છે, તેણે એમ ન વિચારવું જોઇએ કે પોતાને હંમેશ રડવું જ પડશે. આવી નિરાશા પરમાત્માના પરમ પ્રિયપુત્રને કોઇ રીતે શોભા આપતી નથી.

જ્યારે કોઇનો એક પગ તૂટી જાય તો તે સમયે તેને એવું લાગશે કે એક પગ તૂટવાથી ચાલવાનું તો ઠીક પણ ઊભા રહેવું પણ મુશ્કેલ છે, હવે તેનાથી કોઇ રીતે ચાલી-ફરી શકાશે નહીં, પણ અધીરાઇ છોડી  વિવેકથી કામ લેવામાં આવે છે ત્યારે કામચલાઉ યોજના મળી આવે છે. લાકડાનો પગ લગાવી તે લંગડો માનવી પોતાનું કામ કરવા લાગે છે. આવી જ રીતે બીજાં કોઇ અંગ-અવયવ તૂટી ગયાં હોય, નકામાં થઇ ગયાં હોય તો પણ તેની ક્ષતિપૂર્તિ કોઇ અન્ય પ્રકારે થઇ જાય છે અને થોડા દિવસોના અભ્યાસ બાદ તે ખોટ ખટકતી બંધ થાય છે.

“હું પહેલાં સારી દશામાં હતો, હવે કેવી ખરાબ દશામાં આવી ગયો છું” આવું વિચારી વિચારી રડતા રહેવું અને પોતાના ચિત્તને કલેશવાળું રાખવું એ કોઇ રીતે લાભદાયક નથી. આથી હાનિ જ થશે. દુર્ભાગ્ય પર રડવું, પોતાના ભાગ્યન ગાળો દેવી વગેરેથી પોતાના મનમાં જ આત્મહીનતાનો ભાવ ઉત્પન્ન થાય છે. મારા ઉપર ભગવાન રૂઠ્યા છે, દેવ કોપ્યા છે, નસીબ ફૂટી ગયું છે; આ પ્રકારના ભાવ મનમાં આવવાથી મગના જ્ઞાનતંતુઓ મંદ પડી જાય છે, શરીરની નાડીઓ ઢીલી પડી જાય છે, લોહીની ગરમી અને ફરવાની ઝડપ ઓછી થઇ જાય છે, આશા અને ઉત્સાહની ઊણપના લીધે આંખોની ચમક ઓછી થઇ જાય છે. નિરાશ વ્યક્તિ, પછી ભલે તે કોઇ પણ ઉંમરની હોય, પોતાનામાં વૃદ્ધત્વની નિશાનીઓ જુએ છે. વદન કરમાઇ જાય છે, ચહેરો લુખ્ખો, ફિક્કો પડી જાય છે; ઉદાસીનતા, નિરા, હતાશા, નીરસતાની એક એક ઝલક તેના ચહેરા પર આવી જાય છે. આનાથી માનવી પોતાનું શારીરિક અને માનસિક બંને પ્રકારનું સ્વાસ્થ્ય ગુમાવી દે છે. મંદાગ્નિ, કબજિયાત, દાંતનાં દર્દ, મોંમાં છાલાં પડવાં, ઊંઘ દરમિયાન મોંમાંથી લાળ બહાર આવવી, માથાનો દુ:ખાવો, શરદી, વાળ સફેદ થઇ જવા, ઊંધ ઓછી આવવી, ભયાનક સ્વપ્નો આવવાં, પેશાબમાં પીળચ્છુ અથવા પરુ આવવું, મોં અને બગલમાંથી વધારે દુર્ગંધ આવવી, હાથ-પગ ઢીલા પડી જવા, આંખે ઝાંખપ આવવી, કાનમાં અવાજ આવ્યા કરવો વગેરે રોગોના ઉપદ્રવ આજકાલ વધારે જોવા મળે છે. નિરાશાને લીધે શરીરનો અગ્નિ મંદ થવાથી ઉપરોક્ત પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે શરીર ધોવાય છે અને કાચી ઉંમરમાં જ માનવી મોતના મુખમાં ચાલ્યો જાય છે. જે વ્યક્તિ પોતાને અભાગિયો માને છે તેનામાં માનસિક  નબળાઈ આવી જાય છે. મગજનું કાર્યકારી દ્રવ્ય ગ્રે મેટર કરમાઇ જાય છે, તેની ચીકાશ ઓછી થઇ જાય છે, વિચાર શક્તિઓનું સંચાલન કરનાર જ્ઞાનતંતુઓ કઠોર અને સૂફા બની જાય છે, તેમાં જે વિદ્યુતપ્રવાહ વહેતો હોય છે તે નામશેષ જ બની રહે છે. પ્રેરણા, ધ્રુજારી, સંકોચાવું, પ્રસારણ વગેરે માનસિક શક્તિને સ્થિરતા આપી વધારો કરનારી તમામ પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે. ફળસ્વરૂપે તંદુરસ્ત મગજ થોડાક જ દિવસોમાં પોતાનું કામ છોડી દે છે, ક્રિયાશક્તિ નાશ પામે છે. આવો માનવી ખૂબ ભૂલકણો બની જાય છે, યાદદાસ્ત નાશ પામે છે, પાછલી વાતો યાદ રહેતી નથી, સગાંસંબંધીઓનાં નામ ઠામ ભૂલી જાય છે, વસ્તુઓ આડીઅવળી મૂકી દે છે અને શોધવા માટે ફાંફા મારે છે, જરૂરી વાતો અને કાર્યક્રમો યાદ ન રાખવાની ગરબડ હંમેશની બની જાય છે. કોઈ વાતનો ખ્યાલ આવે છે ત્યારે તેને થાય જો આમ કર્યું હોત તો સારું થાત! નિર્ણયશક્તિ, કલ્પનાશક્તિ, અવલોકનશક્તિ વગેરે ઘણી મહત્ત્વપૂર્ણ શક્તિઓ નબળી પડી જાય છે. ચીડિયાપણું, હંમેશ કંઇક ને કંઇક બડબડતા રહેવું, બધાં પર અવિશ્વાસ રાખવો, શુષ્ક અને બેફામ જવાબો આપવા જેવી ખરાબ ટેવો સ્વભાવમાં ભળી જાય છે. આમ માનસિક સ્વાસ્થ્ય પણ સાવ બગડી જાય છે

કહેવાય છે કે દુ:ખ એકલું નથી આવતું તેની સાથે બીજાં ઘણાં દુ:ખો આવે છે. એક પછી એક મુશ્કેલીઓ માથે આવી પડે છે. આ વાત ખોટી નથી. બેશક એક દુ:ખ પછી બીજાં દુ:ખો પણ માનવીએ ભોગવવાં પડે છે. આનું માત્ર કારણ એ છે કે આફતને લીધે માનવી નિરાશ, દુ:ખી અને ઠંડો પડી જાય છે. ભૂતકાળની સતાવતી યાદોનું રટણ કરી, રડતાં કકળતાં અંધકારમય ભવિષ્યનું કલ્પનાચિત્ર તૈયાર કરવામાં જ તેનું મગજ રોકાયેલું હોય છે. સમય અને શક્તિનો મોટો ભાગ આ કાર્યમાં નાશ પામે છે. આને લીધે આફતોને હલ કરવા, વિચારવા, સાહસ કરવા તથા દૃઢતા મેળવવા શક્તિ ખૂબ ઓછી પડે છે. આ બાજુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. બીજી બાજુએ સ્વભાવ બગડી જતાં વિરોધીઓ વધી જાય છે અને સાચા મિત્રો ઓછા થઇ જાય છે. બધી બાજુએ ભૂલ ઉપર ભૂલ અને બેદરકારી વધવા માંડે છે. દુષ્ટતાની સત્તા આવા સંજોગોમાં પોતાનો દાવ અજમાવે છે અને તક મળતાં જ તેનો હુમલો થાય છે. નિર્બળ અને અવ્યવસ્થિત મન:સ્થિતિ વિપત્તિઓને આમંત્રણ આપે છે. મરેલા કે ગંભીર રીતે ધવાયેલા પશુને જોઇ દૂર, આકાશમાં ઊડતાં ગીધ, સમડી, કાગડા તેના પર તૂટી પડે છે તો આજુબાજુમાંથી કૂતરાં, શિયાળ પણ તૂટી પડે છે. આવી નિરાશાથી આવેલી ઢીલાશ અને ચારે બાજાની અસ્તવ્યસ્તતાને લીધે અડધા મરેલા માનવી પર આપત્તિ અને દુ:ખોરૂપી ગીધ, સમડી, કૂતરાં તૂટી પડે છે અને વિપત્તિ એકલી નથી આવી” એ કહેવતને સાર્થક કરે છે.

અચાનક માથે આવી પડતી આપત્તિઓ માનવી માટે સાચે જ ઘણી દુ:ખદાયી હોય છે. તેનાથી તેને ઘણું મોટું નુકસાન થાય છે, પણ આ આફતોથી થતા નુકસાન કરતાં ઘણું વધારે નુકસાન આપત્તિઓથી થતો ગભરાટક કરે છે. જેને આફત કહી શકાય તેવી ઘટના ભલે ગમે તેટલી ભયંકર, હોય, તે કોઇનુંય પુષ્કળ નુકસાન કરતી નથી. તે વધુ સમય રોકાતી પણ નથી; પરંતુ એક લપડાક મારી જતી રહે છે. પણ, આ આફત, આ દુર્ઘટનાનો ગભરાટ એક દુષ્ટ ચુડેલ જેવો હોય છે, તે જેની પાછળ પડે છે તેને પાછળ લોહીને તરસી જળોની જેમ ચોંટી જાય છે અને જ્યાં સુધી માનવીને સંપૂર્ણ ખોખરો ન કરી દે ત્યાં સુધી છોડતી નથી. આતો પછી કેટલીય અસ્તવ્યસ્તતા આ ગભરામણને લીધે થાય છે. શારીરિક, માનસિક અને સામાજિક પરિસ્થિતિઓનો સત્યાનાશ વાળી તે માનવીની જીવની શક્તિને ચૂસી લે છે.

અચાનક આવતી આફતોથી માનવી બચી શકતો નથી. ભગવાન રામચંદ્રજી, શ્રીકૃષ્ણ, હરિશ્ચંદ્ર, રાજા નળ, પાંડવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ જેવા આત્માઓને જો આફતોએ ન છોડ્યા હોય તો બીજો કોઈ, આફતોની લપડાકથી બચી જશે એમ ન માનવું જોઇએ. આ સંસારની વ્યવસ્થા કંઇક એવી છે કે સંપત્તિ અને વિપત્તિ, લાભ અને નુકસાનનું ચક્ર પ્રત્યેક જીવ પર ચાલે જ છે. પ્રારબ્ધ કર્મોના ભોગ ભોગવાવવા, ઠોકર ખવડાવી ચેતાવવા, ક્રિયાશક્તિ, સાહસ, દૈઢતા અને અનુભવશીલતા  વધારવા કે બીજા કોઇ હેતુસર વિપત્તિઓ આવે છે. આ વિપત્તિઓનું સાચું કારણ તો પરમાત્મા જ જાણે છે પણ એટલું ચોક્કસ છે કે આ વિપત્તિઓનો પ્રકોપ જુદી જુદી રીતે સમય સમય પર દરેક માનવીએ વેઠવો પડે છે. અપ્રિય અરુચિકર અને અસંતોષ કરાવનારી પરિસ્થિતિઓ ઓછીવત્તી માત્રામાં પ્રત્યેક સામે આવે જ છે.આનાથી કોઇ પણ સંપૂર્ણ સુરક્ષિત રહી શકે નહીં, પૂરી રીતે બચી શકે નહીં.

છતાંય જો આપણે ઇચ્છીએ તો આ વિપત્તિઓ પછી થતી અસ્તવ્યસ્તતામાંથી સરળતાથી બચી શકીએ એમ છીએ; ઉપરંત આફતોથી થયેલું નુકસાન થોડા સમયમાં જ ભરપાઇ કરી શકીએ એમ છીએ. મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી શકીએ એમ છીએ, મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી, હરાવી, પુરુષાર્થનો પરચો બતાવવાની મનોવૃત્તિ જ સાચા વીર પુરુષોને શોભા આપે છે. યોદ્ધાઓ એક ઝાટકાથી ધડ-માથું જૂદું કરનાર તલવારને પડકાર આપે છે. બહાદુરોને કોઇનો ડર હોતો નથી. તેઓને હંમેશાં પોતાનું ભવિષ્ય સોનેરી જ દેખાય છે. “હતો વા પ્રાપ્ત્યસિ સ્વર્ગે જિત્વા વા મોક્ષ્યસે મહીમ્” ની ભાવના તેના મનમાં સદાય ઉત્સાહ અને આશાની જ્યોત પ્રગટેલી રાખે છે. ખરાબ સમયમાં આપણા ત્રણ જ સાચા સાથીઓ હોય છે ધૈર્ય, સાહસ અને પ્રયત્ન. જે આ ત્રણેયનો સાથ લે છે તેનું કોઈ કશું જ બગાડી શકતું નથી. જેણે મુશ્કેલીના સમયમાં પોતાનું માનસિક સમતોલન જાળવી રાખવાનું મહત્ત્વ જાણ્યું છે, જે ખરાબ સમયમાં પણ દૃઢ રહી શકે છે, અંધકારમાં રહેવા છતાં પ્રકાશથી ભરેલા પ્રભાતની આશા રાખે છે, તે વીર પુરુષ થોડા પ્રયત્ન જ કપરાં ચઢાણ ચઢી શકે છે. માનસિક સમતોલન રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક સ્વસ્થતા રહેવાથી તેના મિત્રો નારાજ થતા નથી. આમ પોતે ઉપજાવેલી દુર્ધટનાઓથી તે બચી જાય છે. હવે માત્ર અકસ્માત આફતથી થયેલા નુકસાનને ભરપાઇ કરવાને પ્રશ્ન રહી જાય છે. વધારે પડતી ઉગ્ર આકાંક્ષાઓ અને ભૂતકાળના અનુભવોના આધારે તે પોતાની વિવેકબુદ્ધિથી પહેલાંના જેવી સુખદાયક સ્થિતિ મેળવવા જરૂરી સાધનો અને એવી યોજનાઓ શોધી કાઢે છે, જે વિપરીત સમયમાં પોતાનું સાહસ  અને ધીરજ ટકાવી શકે છે. આવો ભાગ્યશાળી વીર યોદ્ધો પોતાની સમગ્ર જિંદગીમાં ક્યારેય દુર્ભાગ્યની ફરિયાદ કરતો નથી. દુ:ખની ઘડી તેને પરમાત્માનો કોપ નહીં પણ ધૈર્ય, સાહસ અને પુરુષાર્થની પરીક્ષા કરનાર પડકારો જેવી લાગે છે. તે આ પડકારો ઉઠાવી લઇ ગૌરવ મેળવવા સદા તૈયાર રહે છે

દાર્શનિક ચુનિંગ–તોષાંગ કહેતા હતા, “મુશ્કેલીઓ એક વિશાળકાય, વિકરાળ છતાં કાગળના બનેલા સિંહ જેવી હોય છે; જેને દૂરથી જોવાથી ઘણો ડર લાગે છે પણ એક વાર સાહસ ખેડી તેની પાસે પહોંચનારને એ ખાતરી થાય છે કે તે તો માત્ર કાગળનું રમકડું છે. ઘણા લોકો ઉંદરને લડતા જોઈ ડરી જાય છે પણ એવા લાખો યોદ્ધાઓ છે જેઓ દિવસરાત આગ ઓકતી તોપોની છાયામાં સૂવે છે. એક વ્યક્તિને એક ઘટના વજ્રઘાત સમાન અસહ્ય લાગે છે પણ બીજા આવી સ્થિતિમાં બેદરકારીથી કહે છે, “શું ચિંતા છે, જે થશે તે જોયું જશે.’ આવા લોકો માટે તે દુર્ઘટના *સ્વાદ બદલવા’” જેવી એક સામાન્ય વાત હોય છે. વિપત્તિ તેનું કામ કરે છે અને તેઓ પોતાનું કામ કરે છે. વાદળોની છાયાની જેમ ખરાબ સમય આવે છે અને સમયાનુસાર ચાલ્યો જાય છે. બહાદુર માનવી પ્રત્યેક નવી પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. શરૂઆતના જીવનમાં જે તે એશ-આરામનાં સાધનો ભોગવતો હોય તો તે ગરીબ દશામાં, અભાવગ્રસ્ત દશામાં રહેવા તૈયાર છે. આ રીતે સાહસ બતાવનાર વીર પુરુષો જ આ સંસારમાં સુખી જીવનનો ઉપભોગ કરવાના અધિકારી છે. જેઓ કલ્પિત ભવિષ્યના અંધારાની બીકે અત્યારે જ માથું ફોડી રહ્યા હોય; તેઓ એક પ્રકારના નાસ્તિક છે. આવા લોકો માટે આ સંસાર દુ:ખમય, નર્કરૂપ બની જશે અને ભવિષ્ય પણ તેવું જ બનશે.

કોઈ નિશ્ચિત કાર્યક્રમ અને યોજના અનુસાર કામ થવા છતાં ઘણી વાર યોજના ઊંધી વાળી દેતી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. કોઇ મુખ્ય સંબંધીનું મૃત્યુ, રોગ, લડાઇ, ઝઘડા, આર્થિક નુકસાન, વિશ્વાસઘાત, દુર્ઘટના, બનેલું કામ બગડી જવું જેવી ઘણી પરિસ્થિતિઓ અનિવાર્ય રીતે આપણને તે કાર્યક્રમ બદલવા, ભવિષ્યમાં વધુ મહેનત કરવા અને અભાવગ્રસ્ત દશામા  રહેવા લાચાર કરે છે. વિરહ અને કારમા શોકના વિયોગની પીડામાં બળવું પડે છે. આવી પરિસ્થિતિઓમાં પણ ગભરાયા વિના પોતાની જાતને તે અનુસાર ઢાળી દેવી જોઇએ. પહેલાં અમુક સ્થિતિ હતી, ત્યારે અમુક પ્રકારનાં કાર્ય થતાં હતાં. હવે પલટાયેલી સ્થિતિ છે તો બીજી રીતે કામ કરવાં જોઇએ.

પહેલાં આર્થિક સુખભોગ ભોગવી ચૂકેલાને જ્યારે આર્થિક તંગીમાં સપડાવું પડે છે ત્યારે તે વિચારે છે કે લોકો મારી મશ્કરી કરશે. આ મશ્કરી, ટીકા, ઉપહાસની શરમથી તે વધુ દુ:ખી થાય છે. હકીકતે તે તેની માનસિક નબળાઇ માત્ર છે. દુનિયાના બધા લોકો પોતાના કામમાં મગ્ન હોય છે, કોઈને અન્યની ગંભીરતાથી ટીકા કરવાની નવરાશ નથી. વાંકી, ત્રાંસી ટોપી પહેરી બજારમાં નીકળનાર માનવી વિચારે છે કે રસ્તે જતા આવતા બધા મારી ત્રાંસી ટોપી જોઇ ટીકા કરશે, પરંતુ તે માત્ર તેની માનસિક બાળબુદ્ધિ જ છે. રસ્તે જતા આવતા લોકો પોતાનાં કામ કાજ માટે આવજા કરે છે, નહીં કે ત્રાંસી ટોપીની ટીકા કરવા. સેંકડો લોકો ઊંચી, નીચી, ત્રાંસી, વાંકી, કાળુ-પીળી ટોપીઓ પહેરી નીકળે છે. કોઈ તેમના તરફ ધ્યાન આપતું નથી. કોઈ ધ્યાન આપે તો પણ એક હળવી વ્યંગભરી નજર ઓછા ક્ષણ માટે કરી બીજી જ ક્ષણે તે ભૂલી જાય છે. લોકોની આટલી નાનીશી ટીકા કે આલોચનાના ભયથી જાણે પોતે કોઇ ગુનો કર્યો હોય તે રીતે પોતાને શરમમાં ડૂબાડી રાખવા એ માનવીની મોટી ભૂલ છે.

ચોરી કરવામાં, ખોટું કામ કરવામાં, દુષ્ટતા, નીચ કાર્ય, પાપ કે અધર્મ આચરતાં શરમાવું જોઇએ. ગઇ કાલે દસ રૂપિયા હતા અને આજે બે જ રહ્યા છે. ગઇ કાલે સંપન્ન હતા, આજે નિર્ધન થઈ ગયા છીએ એ સ્થિતિ શરમાવા યોગ્ય નથી. પાંડવો એક દિવસે રાજગાદી શોભાવતા હતા, તેમને એક દિવસ મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં રહી પેટ ભરવાનો, દિવસો કાપવાનો વારો આવ્યો. રાણા પ્રતાપ અને મહારાજ નળનાં જીવનચરિત્ર જેઓ જાણે છે તેમને ખબર છે કે આવા પ્રતાપી મહાપુરુષો પણ કાળના કુચક્રમાં ફસાઈ દીન-હીન દશામાં રહી ચૂક્યા છે પણ આટલા  માટે કોઇ વિવેકી પુરુષ તેઓની ટીકા નથી કરતો. મૂર્ખ અને બુદ્ધિ વગરનાની ટીકાની કોઈ કિંમત નથી અને તેઓ તો તમારી પ્રત્યેક હાલતમાં ટીકા કરશે જ. એટલે ટીકા થવાના ખોટા ભયની કલ્પનામાંથી બહાર નીકળી આવવું જોઇએ અને જ્યારે અભાવની સ્થિતિમાં રહેવા વારો આવે ત્યારે હસતાં હસતાં કોઇ જાતના ભય, સંકોચ, ખચકાટ અને દુ:ખ વિના તેનો સ્વીકાર કરી લેવો જોઇએ.

કોઇ પણ યોજના નક્કી કરતાં કરતાં તેમાં વિઘ્ન પડી શકે છે, રૂકાવટ કે મુશ્કેલીઓ આવી શકે છે તેનો ખ્યાલ રાખવો જોઇએ. સફળતાનો માર્ગ જોખમી છે, જેને જોખમો ઉઠાવી સાહસ અને સંઘર્ષ કરવાનું પસંદ છે તેણે જ આ સિદ્ધિના માર્ગ પર ડગ માંડવાં જોઇએ.જેઓ જોખમોથી ડરે છે, દુઃખ સહેતાં ભય લાગે છે, કઠોર પરિશ્રમ કરવાનું જેને આવડતું નથી. તેઓએ પોતાનું જીવન ઉન્નતિશીલ બનાવવાની કલ્પના ન કરવી જોઇએ. અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, અવિચળ ધીરજ સાથે નિરંતર પરિશ્રમ અને જેખમો સામે લડનારો પુરુષાર્થી જ કોઇનું જીવન સફળ બનાવી શકે છે. આ તત્ત્વોની મદદથી જ લોકો ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચે છે અને મહાપુરુષ બને છે. જેવી રીતે વિદેશયાત્રા માટે જરૂરી સામાનની એક પેટી સાથે લઇ જવી આવશ્યક છે તેવી રીતે સફળતાના શિખર સર કરનારાએ ઉપરોક્ત ગુણોસભર માનસિક દૃઢતા સાથે રાખવી જરૂરી છે.

સફળતાના ઇચ્છુકો ! આપના મનમાં વીરને છાજે તેવી દેઢતા અને પુરુષને છાજે તેવો પુરુષાર્થ ઉત્પન્ન કરો ! મુશ્કેલીઓથી ડરશો નહીં, પણ તેમની સામે લડી હરાવવાની હિંમત રાખો ! સોનાને અગ્નિમાં તપાવતાં તેની ચમક બમણી થઇ જાય છે, દુ:ખમાં પડવાથી આપની વીરતા અને પ્રયત્નશીલતા બમણા વેગથી પ્રગટ થવી જોઇએ.

“આત્મવાત્મનો બન્ધુરાભૈવ રિપુરાત્મન:”

આત્મા જાતે જ પોતાનો મિત્ર અને જાતે જ દુશ્મન છે.

 સુખ અને દુ:ખ, ઉન્નતિ અને અધોગતિ, ઉત્થાન અને પતન આ બધાંનું એક માત્ર કારણ માનવીનું કર્મ છે અને કર્મરૂપી વૃક્ષનો આધાર વિચારરૂપી બીજ છે. ઇચ્છાથી પ્રેરણાનો અને પ્રેરણાથી કર્મનો જન્મ થાય છે, એટલે જ કર્મનું મૂળ “ઇચ્છાયુક્ત વિચાર” છે. પોતાની આકાંક્ષા અનુસાર માનવી વિચારે છે, જેવું વિચારે છે તેવાં જ સાધનો એકત્ર કરે છે. જેવાં સાધન એકત્ર થાય છે કે તરત કર્મ થાય છે. જેવું કર્મ થાય છે, તેવી જ પરિસ્થિતિઓ પ્રત્યક્ષ આવે છે અને તેવું જ ફળ મળે છે. એક સમયનું બીજ કોઇ સમયે  વિરાટકાય વૃક્ષ બની સામે આવે છે તે રીતે એક સમયનો વિચાર કોઇ સમયે કર્મ અને તેનાથી ઉત્પન્ન થતાં સારાં-માઠાં ફળના રૂપમાં પ્રત્યક્ષ આવે છે.

પ્રારબ્ધ, તીર, ભાગ્ય, વિધિનું વિધાન, કપાળના અક્ષરો. હથેળીની રેખાઓ આ બધું કોઈ અર્દશ્ય સત્તા દ્વારા અવિવેક કે અન્યાયી રીતે અપાય નહીં.. પોતે કરેલાં કર્મો સમયાનુસાર પાકી પરિણામરૂપે સામે આવે છે, ત્યારે તે ભાગ્ય કે તકદીર કહેવાય છે. લોટ ચૂલા પર શેકાઇને રોટલી બને છે. જો કે લોટ અને રોટલી બંને અલગ વસ્તુ છે, બંનેનાં રૂપ-રંગ પણ અલગ અલગ છે છતાં એ માનવું પડે છે કે રોટલી એ બીજું કંઇ નહીં પણ લોટનું જ રૂપાંતર છે. પાણી અને બરફ એ બે અલગ અલગ પદાર્થ છે. પરંતુ એ ચોક્કસ છે કે બરફનું સ્વતંત્ર અસ્તિત્વ પાણીના બદલાયેલા રૂપ સિવાય કંઇ જ નથી. આ રીતે તકદીર પણ કોઇ સ્વતંત્ર વસ્તુ નથી. વર્તમાન કર્મો જ્યારે પાકે છે, ત્યારે તે ભવિષ્યમાં ભાગ્ય કહેવાશે. માનવીના તકદીરને બીજું કોઈ લખતું નથી. પ્રત્યેક માનવી પોતાના ભાગ્યનો વિધાતા અને લેખક જાતે જ છે. કર્મફળનું પરિણામ રોકવાનું સામર્થ્ય તો માનવીમાં નથી, છતાં ઇચ્છા મુજબ કર્મ કરવા કે ન કરવા માટે તે સ્વતંત્ર છે. જે કર્મે થઇ ગયાં છે, તેનું સુખ કે દુઃખ ક્યારેક આકસ્મિક રીતે સામે આવી પહોંચશે એ સાચું છે, સાથોસાથ આપણા ભવિષ્યને આપણાં કર્મો દ્વારા સારું કે ખરાબ બનાવવામાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ એ પણ એટલું જ સાચું છે. પૂર્વજન્મનાં પ્રારબ્ધ કર્મો બાબતે એક વાત જાણવી જોઇએ કે તે ક્યારેય કોઈ પણ રીતે આપણા જીવનવિકાસમાં અડચણરૂપ બનતાં નથી. હા, તેના કારણે આકસ્મિક દુ:ખ આવી શકે છે. એકાએક કોઇ આફતનો પહાડ તૂટી પડતો હોય તેવી દુર્ઘટનાઓ બને છે, જે માનવીના સામર્થ્ય બહારની વાત છે. જેવી રીતે જન્મથી જ અંધ અથવા લકવો હોવો, કોઇ ખોડખાંપણ હોવી, શ્રેષ્ઠ ચિકિત્સા કરાવવા છતાં કોઈ સ્વજનનું મૃત્યુ થવું, વારસાગત કોઇ અસાધ્ય રોગના ભોગ થવું; ચેપી રોગ, યુદ્ધ, આંધી-તોફાન, ધરતીકંપ, વીજળી પડવી, પૂર આવવું વગેરે દૈવી કોપનો શિકાર બનવું, કોઇ સુંદર ચીજવસ્તુનું અચાનક આશ્ચર્યજનક રીતે તૂટી જઈ નાશ પામવું, કોઇ સિંહ, સાપ વગેરેનો અણધાર્યો હુમલો, પોતાની સાવચેતી છતાં અન્યની બેદરકારીને લીધે કોઈ દુર્ઘટના બનવી -આ પ્રકારના બનાવો જેમાં પોતાની બેદરકારી કે અસાવધાની નહીં, પણ અણધારી વિપત્તિ આવી પડે તેવા બનાવો ભાગ્ય અથવા તકદીરનું પરિણામ ગણાવી શકાય. જે કામ માનવીની શક્તિ, સામર્થ્ય અને સાવધાની બહારનાં છે તેને પ્રારબ્ધ કહેવાય. કોઇ સંપત્તિના વારસદાર બનવું અથવા કોઇ ગુપ્ત ખજાનો કે ચોચિંતી અઢળક સંપત્તિ મળવી એ ભાગ્ય કહી શકાય.

જે કાર્ય માનવીના પ્રયત્ન, યોગ્યતા અને સાવધાની સાથે સંબંધ રાખે છે, તે બધાં અત્યારનાં, આ જન્મનાં કાર્યોનાં ફળ હોય છે. સાધારણ વ્યાવહારિક કાર્યોના ફળ તાત્કાલિક મળી જાય છે. માત્ર ગહન, ઘણાં મહાન, ઊંચાં કર્મોનું ફળ જ આગલા જન્મ માટે યા તો આ જન્મે જ ઘણે મોડેથી પ્રારબ્ધના રૂપમાં પ્રગટ થવા રોકાય છે. શરીર સ્વાસ્થ્ય, વેપારમાં લાભ-હાનિ, કૌટુંબિક રોગ, દ્વેષ, સંપન્નતા–ગરીબી, વિદ્વત્તા– મૂર્ખાઇ, યશ-અપયશ, ધૃણા-પ્રતિષ્ઠા, સંગ–કુસંગ, પ્રેમ-દ્વેષ, પ્રસન્નતા-બેચેની વગેરે દૈનિક જીવનમાં આવતાં જોડકાં માનવીની વર્તમાન કાર્યપ્રણાલી અને વિચારધારા પર આધાર રાખે છે. આ જોડકાંમાંથી કોઈ પણ સારી કે નરસી બાજુને માનવી સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અને સ્વેચ્છાથી ઘણી સરળતાથી તે મેળવી શકે છે. બીમારી, ખોટ, ઝઘડો, ગરીબી, મૂર્ખાઇ, બેઆબરૂ, ધૃણા, દ્વેષ, ચિંતા, પીડા અને બેચેની વગેરે નરસી બાજુને પસંદ કરી જીવનભર ભોગવવી તે પણ માનવીના હાથની વાત છે. એ જ રીતે સુંદર સ્વાસ્થ્ય, લાભ, ઐક્ય, વિદ્વત્તા, હોશિયારી, યશ, પ્રતિષ્ઠા, પ્રેમ, મૈત્રી, પ્રસન્નતા તેમ જ સુખશાંતિ પણ સંપૂર્ણ રીતે આપણા હાથની જ વાત છે.

બાઇબલનું કથન છે, “જે ખખડાવશે (બારણું) તેના માટે ખોલવામાં આવશે.” મહાત્મા બીર પોતાના શિષ્યોને કહ્યા કરતા હતા  

જિન ખોજા દિન પાઇયાં ગહરે પાની પેઠે !

હાં બૌરી ઢૂંઢન ગઇ રહી કિનારે બૈઠ !!

 જેણે શોધ્યું તેને મળ્યું. જે કિનારે બેસી રહ્યા તેઓ બાવરા, પાગલ, મૂર્ખ ગણાયા. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેણે બારણું ખખડાવ્યું છે તેના માટે ખોલવામાં આવ્યું જ છે. એ સાચું છે કે કોઇક વાર સંનિષ્ઠ જબરદસ્ત પ્રયત્ન પણ અસફળ રહે છે, પરંતુ આવું સદાય બનતું નથી. કોઇ અપવાદ ક્યારેક બની શકે છે, પણ અપવાદોને સર્વમાન્ય નિયમ કે પ્રમાણ માની શકાય નહીં. કેટલીયે વ્યક્તિઓ પ્રયત્ન તો કરે છે પણ પરીક્ષામાં પાસ થઈ શકતી નથી, છતાં પ્રયત્ન કે આકાંક્ષાની મહાનતા સહેજેય ઘટતી નથી. કેટલાય મહત્ત્વાકાંક્ષીઓની એ હરીફાઇમાં જેની તૈયારી વધારે હોય છે તે સફળ થાય છે. જેના પ્રયત્નો અધૂરા તથા નબળા હોય છે તે નિષ્ફળ રહે છે પણ જેણે વધારે સામર્થ્ય બતાવ્યું તે સફળ થયો, જે હરીફ સફળ થયો તે પોતાના ઉત્કૃષ્ટ પ્રયત્નોની જ ચર્ચા નિષ્ફળ ઉમેદવારો સાથે કરે છે. વિજય સાધનોથી મળે છે પણ સાધનો વધુ હોવાં, ઉત્કૃષ્ટ હોવાં, વ્યવસ્થિત સદુપયોગ થવો આ બધું આકાંક્ષા દ્વારા જ થઈ શકે છે.

અમુક વ્યક્તિ પોતાની આકાંક્ષાને લીધે આ રીતે ઊંચે ઊઠી, સફળ થઇ એવી ઘટનાઓનું વર્ણન કરી આ પુસ્તિકાનાં પાનાં વધારવાની મારી ઇચ્છા નથી. પણ એક ઉન્નતિશીલ માનવી આ વાતનો જીવતો જાગતો સાક્ષી છે કે જેના મનમાં કંઇક મેળવવાની ઝંખના હોય છે તે જ ઉન્નતિ કરી શકે છે. તમે તમારી નજીકની કોઇ એવી વ્યક્તિનું ઉદાહરણ લો, જેણે પોતાના જીવનમાં આશ્ચર્યજનક સફળતા મેળવી હોય. તે વ્યક્તિની મનોભાવનાઓનું ધ્યાનથી અધ્યયન કરો, તો તમને જોવા મળશે કે તેના મનમાં ઇચ્છિત વસ્તુ મેળવવા કેટલી તીવ્ર ઉત્કંઠા છે. તે હંમેશાં એના માટે જ તડપતો રહે છે કે, ક્યારે અને કઇ રીતે જોઇતી વસ્તુ મેળવું ? આ પ્રબળ ઇચ્છાને કારણે તેનામાં સંશોધનશક્તિ ઉત્પન્ન થઇ. તેણે શોધખોળ કરી તાગ મેળવવો શરૂ કર્યો, મુશ્કેલી સામે ઝઝૂમ્યો, અસફળતાથી ડગ્યો નહીં, પ્રત્યેક હાર બાદ નવો પ્રયત્ન નવા જોશથી શરૂ કર્યો, છેવટે તેને યોગ્ય સાધનો મળ્યાં, રસ્તો દેખાયો, મદદ મળી અને અંતે ઉન્નત સ્થિતિમાં આવી ગયો. પ્રત્યેક મહાપુરુષની સફળતાનું આ એક જ રહસ્ય છે, આ એક જ કાર્યક્રમ, એક જ પદ્ધતિ છે. જુદા જુદા લોકોને અલગ અલગ તકો મળે છે, પણ બધાંનો સારાંશ એક સરખો જ છે. દરેક ગ્રહ પોતાની ધરી પર ઘૂમે છે, પોતાની ભ્રમણ–કક્ષામાં પરિક્રમા કરે છે, પોતાની આકર્ષણ શક્તિથી બીજા ગ્રહોને ખેંચે છે, બીજા ગ્રહોની આકર્ષણ શક્તિથી પોતે ખેંચાય છે. આ એક જ પદ્ધતિમાં સમગ્ર ગ્રહોનો જીવનક્રમ ચાલે છે, ચાહે તે ગ્રહોનાં ક્ષેત્ર, સ્થળ, આકાર, રંગ, ગુણ તથા ભ્રમણકક્ષા અલગ અલગ કેમ ન હોય ! આ જ રીતે પ્રત્યેક સંપન્ન અને સમૃદ્ધ વ્યક્તિ આકાંક્ષા, શોધખોળ, મુશ્કેલીઓમાં અડગતા, અડચણો સામે યુદ્ધ, સતત પ્રયત્ન, અતૂટ સાહસ, દઢ નિશ્ચય, ખંત અને મહેનતની ક્રિયાપદ્ધતિ અપનાવી સફળતા પ્રાપ્ત કરે છે, ભલે તેઓનાં ક્ષેત્ર અલગઅલગ કેમ ન હોય ! શારીરિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, આર્થિક, સામાજિક, કલાત્મક વગેરે અલગઅલગ પ્રકારની સફળતાઓ દેશ, કાળ અને પાત્રની સ્થિતિ અનુસાર અલગઅલગ ઘટનાક્રમો પાર કરતાં કરતાં મળી હોય છે પણ તે સફળતાઓના મૂળમાં એક બાબતની સમાનતા જ છે. આકાંક્ષા રાખ્યા સિવાય, શોધખોળ કર્યા વિના, પ્રયત્ન કર્યા વિના, અડચણો–મુશ્કેલીઓ સામે લડ્યા વિના, આશા કે દૈઢતા અને પરિશ્રમ વિના કોઇએ એક પણ મહત્ત્વની સફળતા મેળવી હોય તેવું એક પણ ઉદાહરણ મળશે નહીં. કયા મહાપુરુષે કઈ રીતે સફળતા મેળવી ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું લખી વાચકોનો બહુમૂલ્ય સમય બગાડવા માગતો નથી. સંસારના બધા ઉન્નતિશીલ માનવીઓએ એક જ રીતે ઉન્નતિ કરી છે અને સંસારના અધોગતિએ પહોંચેલા માનવો માત્ર એક જ રીતે નીચે પડ્યા છે. ઉપરોક્ત સદ્ગુણોનો અભાવ જ માનવીને દુર્દશામાં પડી રહેવા લાચાર કરે છે. ઉન્નતિના શિખરે પહોંચવા આ ગુણો હોવા ખાસ જરૂરી છે. બધાં ક્ષેત્રોમાં ઉન્નતિ-અધોગતિનું સૂત્રસંચાલન આ એક જ નિયમ અનુસાર થાય છે.

જીવનને ઉન્નત બનાવવા માગતા સાધકોએ સૌ પ્રથમ આકાંક્ષાઓ જાગૃત કરવી જોઇએ. ઉદાસીનતા, શૂન્યમનસ્કતા અને કાયરતા છોડી પોતાના મન:ક્ષેત્રને સતેજ કરો. તમે વિચાર કરો કે : ૧. તમારા જીવનમાં કઇ વસ્તુઓની ખોટ છે ? ૨. આ ખોટને લીધે તમારે કયાં કયાં દુ:ખ સહેવાં પડે છે? ૩. તમારે કઇ વસ્તુઓ જોઇએ છે ? ૪. આ વસ્તુઓ મળી જતાં આપ કેટલા સંતોષ, સુખ અને આનંદનો રસાસ્વાદ માણી શકશો ? આ ચાર પ્રશ્નો પર વારંવાર વિચાર કરો અને જે પદાર્થોની જરૂરિયાત અનુભવો તે પ્રાપ્ત કરવા તીવ્ર ઇચ્છા કરો.

તમારી ઇચ્છા, પ્રેરક હોવી જોઇએ. તેની ભૂખ અંદરથી ઊઠવી જોઇએ. એ ઉત્કંઠા પાછળ પ્રાણ અને જીવન લગાવવાં જોઇએ. રસ્તે ગમે તેટલી મુસીબતો આવે છતાં અમુક વસ્તુ હું મેળવીને જ જંપીશ.’ ગમે તેટલી નિરાશાઓ આવે છતાં મારા પ્રયત્નો સતત ચાલુ રાખીશ.” આ પ્રકારનો સંકલ્પ મનમાં બિલકુલ દૃઢ રહેવો જોઇએ.

જે વસ્તુ આપ મેળવવા ચાહો છો તે અંગે પહેલાં ગંભીર વિચાર કરો, તેને કઇ રીતે મેળવી શકાય છે તે વિચારો. આ શક્યતાઓ પર પુષ્કળ તર્ક–દલીલો કર્યા બાદ કલ્પનાની સ્વપ્નશીલ દુનિયામાંથી નીચે ઊતરી વ્યવહારુ બની વિચારો કે આપની ઇચ્છા આકાશનો ચંદ્રમા મેળવવાની તો નથી ને? શરૂઆતમાં નાની નાની સફળતાઓ મેળવવા નાનાં, સરળતાથી પૂરાં કરી શકાય તેવાં કામ હાથ પર લો. ઘણાં મહાન, ઘણા લાંબા ગાળે પૂરાં થતાં કાર્યોને શરૂઆતનું લક્ષ્ય બનાવવું ઇચ્છનીય નથી.અંતિમ લક્ષ્ય ભલે ઘણું મહાન હોય, પરંતુ આરંભિક સફળતાઓ માટે નાનીનાની સફળતાના તબક્કા રાખવા જોઇએ. ઉદાહરણ તરીકે આપ પ્રખર વિદ્વાન બનવા માગતા હો તો પહેલાં કોઈ નાની પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય બનાવો. તેમાં સફળ થયા બાદ આગળની સહેજ વધુ અગત્યની પરીક્ષાનું લક્ષ્ય બનાવો. આ રીતે નાનીનાની પરીક્ષાઓ પાસ કરવાથી તમારું સાહસ, બળ, આત્મવિશ્વાસ અને અનુભવ વધતાં જશે અને એક સમયે તમે પ્રખર વિદ્વાન થઇ શકશો.  જે વસ્તુ મેળવવી હોય તે માટે પૂરા ગંભીર બની ખૂબ વિચાર કરો. બધી મુશ્કેલીઓ, અનુકૂળતાઓ, ખોટ, લાભ વગેરે પર વિચાર કરો. આ વિચારણા બાદ જ્યારે નિશ્ચય કરી લો કે અમુક પ્રકારની સફળતા મેળવવી છે ત્યારે બધા જ પ્રકારના સંકલ્પો, વિકલ્પો, ભય, આશંકાઓ છોડી તમારા માર્ગે આગળ ધપો. આ દરમિયાન એ વસ્તુના અભાવથી પડી રહેલાં દુ:ખો, અડચણો અને તેના મળી જવાથી થનારા લાભ અંગે સતત ચિંતન કરવું જોઇએ. આનાથી આકાંક્ષા તેજ બને છે. જ્યારે પણ મન થાકવા–હારવા લાગે ત્યારે તે વસ્તુના અભાવનું અને મળવાથી થનારાના લાભનું વિસ્તૃત ચિત્ર તમારા માનસપટ પર ઉપસ્થિત કરતા રહો. આ ચિત્ર જોઇ મનમાં નવી પ્રેરણા, નવું જોશ આવશે અને ચોક્કસ દિશામાં ઉત્સાહપૂર્વક લાગી જવાશે.

હંમેશાં આશાવાદી રહો, આકાંક્ષાઓ જાગૃત રાખો. આકાંક્ષા જાતે જ એક આનંદ છે. સાચો ભક્ત મુક્તિ નહીં, પણ જન્મોજન્મ ભક્તિના રસનો સ્વાદ લેવા માગે છે. હકીકતે મુક્તિ કરતાં ભક્તિમાં વધારે આનંદ આવે છે. મિલન કરતાં વિરહ વધુ મીઠાશ લાવે છે. આ મીઠાશનો આનંદ માત્ર સાચો સાધક જ જાણે છે. અતિ ધનાઢ્ય બની ગાદીકિયે અઢેલીને બેઠા કરતાં ગરીબીથી છુટકારો મેળવી ધનવાન બનવાના પ્રયત્નોમાં વધુ રસ છે. આ પ્રકારની સફળતા કરતાં આકાંક્ષાનો આનંદ સહેજેય ઊતરતો નથી. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે જે બૌદ્ધિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તે શ્રમ જ અંત:કરણને નિત્ય સંતોષ આપનાર સ્વર્ગીય સોમરસનું પાન કરાવે છે. જે દિવસથી આકાંક્ષા પોતાના પ્રયત્નની શરૂઆત કરી દે છે, તે દિવસથી જ માનવીને એક સંતોષસભર કર્તવ્યપાલનનું સુખ મળવું શરૂ થાય છે.

યાદ રાખો કે જેની આકાંક્ષાઓ જીવંત છે તે માનવી જીવંત છે, જેની આકાંક્ષા મરી ગઇ તે માનવી જીવતું મડદું છે. જીવનનો ઉદ્દેશ્ય વિકાસ કરવાનો છે, અણુમાંથી વિભુ, તુચ્છમાંથી મહાન, આત્મામાંથી પરમાત્મા બનવાનો છે. ઉન્નતિ કરવી, આગળ વધવું, પરિશ્રમી બનવું એ માનવી માટે દૈવી આદેશ છે. આપ તે માર્ગે આગળ વધો. માનવજીવન જેવા અમૂલ્ય ખજાનાને નકામો ન વેડફી દેશો. ગૌરવ મેળવો, મહાન બનો, પોતાને સમૃદ્ધ અને સંપત્તિવાન બનાવો. આપની આકાંક્ષાઓ જાગૃત રાખો. જીવંત રાખો. એ ભૂલો નહીં કે આકાંક્ષા સમૃદ્ધિની માતા છે. આ સંસારમાં જેની આકાંક્ષાઓ બળવાન છે. તે જ વ્યક્તિ ઊંચી ઊઠી છે, આગળ વધી શકી છે.

%d bloggers like this: