આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ : વાળ,
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ : વાળ,
દરેક પશુપક્ષીના શરીર પર વાળ હોય છે. કુદરતે તેમની અંદરની શક્તિની રક્ષા કરવા માટે તે બનાવ્યા છે. અંદરની ગરમીને સુરક્ષિત રાખવા અને દુર્વ્યય અટકાવવાનું કાર્ય તેના માધ્યમથી પૂરું થતું હોય છે.
કીમતી ચીજના રક્ષણ માટે સુરક્ષાનો પ્રબંધ પણ મોટા પાયા પર રાખવો પડે છે. આથી વધારે બળવાન જીવોના શરીર પર વધારે વાળ અને ઓછું બળ ધરાવનાર જીવોના શરીર પર ઓછા વાળ જોવામાં આવે છે. વધુમાં શરીરમાં જે અવયવ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે ત્યાં વધારે વાળ હોય છે. જો મનુષ્યના શરીર પર વધારે વાળ હોય તો સમજવું જોઈએ કે તેનામાં જીવનશક્તિનું પ્રમાણ વધારે છે.
મનુષ્ય એક બુદ્ધિજીવી પ્રાણી છે. આથી મસ્તકની સુરક્ષા માટે માથા પર વધારે વાળ જોવામાં આવે છે. પૌરુષ અને ઓજસ સાથે દાઢીમૂછના વાળ સંબંધ ધરાવે છે. જેનું મગજ સારું હોય છે તેના માથા પર વાળનું પ્રમાણ ધનિષ્ઠ હોય છે. જેનામાં ઓજસ, પૌરુષ અને દઢતા હોય છે તેની દાઢીમૂછો ભરાવદાર ઊગે છે. જેનામાં કામવાસના વધારે હોય છે તેનાં ગુપ્ત અંગો પર વાળ વધુ પ્રમાણમાં હોય છે. જેનું હૃદય અને કાળજું મજબૂત હોય છે તેમની છાતી ઉપર વધારે વાળ રહે છે. આ પૈકી જે સ્થાન પર વાળ ઓછા, ટૂંકા, નિર્બળ તૂટ્યાફૂટ્યા જેવા રહેતા હોય તો સમજવું કે તે ભાગમાં શક્તિ ઓછા પ્રમાણમાં છે.
માથે ટાલવાળા મનુષ્યો અલ્પબુદ્ધિના હોય છે.જેમની દાઢીમૂછ પર ઓછા વાળ હશે તેઓ બહાદુરી, ઉત્સાહ અને પુરુષત્વની ન્યૂનતાવાળા હશે. છાતી પર વાળ ન હોય તો હૃદય અને કાળજું કમજોર હશે. નપુંસકનાં ગુપ્તાંગો પર વાળની અછત હોય છે. ઘરડા લોકો મૂછ અને છાતી પર જે વ્યક્તિને વાળ નથી હોતા તેમને અશુભ માનતા હોય છે. આ માન્યતાનું કારણ પણ આ જ છે. આ પ્રાચીન વિશ્વાસ એ જ તથ્ય પર આધારિત છે કે જે અંગો નિર્બળ હશે તેમની કાર્યક્ષમતા અને સંરક્ષણ પણ ઓછાં હશે.
બરછટ, જાડા અને લાંબા વાળ હઠીલાપણું તથા ખૂંખાર હોવાનાં લક્ષણ છે. તેનાથી વિપરીત, મુલાયમ અને ટૂંકી રુંવાટી ધરાવનાર સમજુ અને પરિશ્રમી હોય છે. જંગલી પાડાના શરીર પર મોટા, જાડા અને ઘનિષ્ઠ વાળ હોય છે, જે પ્રથમ કક્ષાનો ખૂંખાર અને જિદ્દી હોય છે.આનાથી વિપરીત નાની અને મુલાયમ રુંવાટી ધરાવનાર વાઘ જેવું હિંસક પ્રાણી પણ કંઈક નરમ હોય છે. શિખવાડવાથી અને સમજાવવાથી વાઘ સરકસોમાં કામ કરે છે અને કહ્યાગરા હોય છે, પરંતુ જંગલી પાડો કોઈ પણ સરકસમાં કામ કરતો જોવા મળતો નથી. ઊંટ, બળદ, ઘોડા, ગધેડાં ઘણાં પરિશ્રમી અને સમજુ હોય છે. તેમની રુંવાટી ટૂંકી અને મુલાયમ હોય છે. ઉપરનાં તથ્યોના આધારે કહી શકાય છે કે જેના માથા, શરીર અને અંગ ઉપર કડક, રુક્ષ,જાડા અને લાંબા વાળ હશે તે ક્રૂર પ્રકૃતિનો અને કઠોર કામ કરનાર હશે.
લડાયક, લૂંટારા, નીડર અને બહાદુર મનુષ્યોના વાળ એવા જ હોય છે. નેપોલિયન, સીઝર, સિકંદર વગેરેના વાળ, કડક અને જાડા હતા. તેનાથી વિપરીત ચતુર, રાજનીતિજ્ઞ, કલાકાર અને ધર્માત્મા પ્રકૃતિની વ્યક્તિઓના વાળ મુલાયમ હોય છે. એક બીજી વાત એ પણ છે કે મોટા વાળ ધરાવનાર દરિદ્ર અને મુલાયમ વાળવાળા ધનવાન હશે. કારણ સ્પષ્ટ છે કે જિદ્દીપણું હોવું તે નિર્ધન રહેવાની નિશાની છે, નમ્રતા અને બુદ્ધિમત્તા ધનવાન બનવાનો પાયો છે.
આફ્રિકાના હબસી અને યુરોપના ગોરાઓની સરખામણી કરો. હબસીઓ નાના અને જાડા વાળ ધરાવે છે, તેઓ ઓછા બુદ્ધિશાળી હોય છે. યુરોપિયનોના વાળ લાંબા અને મુલાયમ હોય છે. હબસી લોકોની સ૨ખામણીમાં ગોરાઓની બુદ્ધિમત્તા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બેશક શારીરિક બળની દૃષ્ટિએ હબસી લોકો આગળ અને ગોરા લોકો તેમનાથી ઊતરતી કક્ષાના હોય છે, પરંતુ બુદ્ધિની સરખામણીમાં આનાથી વિપરીત સ્થિતિ છે. આ બાબતો અંગે વિચાર કરતાં અમે એ તારણ પર આવ્યા છીએ કે મુલાયમ, લીસ્સા અને કોમળ વાળ માનસિક ઉન્નતિ, વિચારશીલતા અને ચતુરાઈ પ્રકટ કરે છે, જ્યારે બરછટ, જાડા વાળ શૂરવીરતા, અકડાઈ, ઝઘડાખોરી અને બૌદ્ધિક નિર્બળતા પ્રકટ કરે છે.
કાળા રંગનું રાસાયણિક પૃથક્કરણ બતાવે છે કે તેમાં લોહ તત્ત્વનો અંશ વધારે પ્રમાણમાં હોય છે. આથી એ મનુષ્યના વાળ કાળા હશે, જેના લોહીમાં લોહતત્ત્વની માત્રા વધારે હશે. ડૉક્ટરો બતાવે છે કે લોહીમાં લોહતત્ત્વની પૂરતી માત્રા હોવી તે નીરોગિતા, બળ અને શાલીનતાનું ચિહ્ન છે. તાત્પર્ય એ છે કે જેના વાળ કાળા રંગના હોય તે બળવાન,નીરોગી અને દીર્ઘજીવી હોવાની કલ્પના સાધારણ રીતે કરવામાં આવે છે. આવા કેટલાય પ્રકારના આધાર હોવાથી એ વાત પણ માનવામાં આવે છે કે પાતળા વાળ ધરાવનાર લોકો કળામાં નિપુણ તથા જાડા વાળવાળા શારીરિક અને માનસિક બળમાં ચઢિયાતા હોય છે.
કોઈ વૃક્ષને જો તેની જરૂરિયાત મુજબ ખોરાક ન મળે તો તે ચીમળાવા લાગે છે. જે લોકો વધારે માનસિક પરિશ્રમ કરે છે તેમના માથા પર વાળનું પ્રમાણ ઓછું હોય છે, તે ઓછા વધે છે અથવા ખરી જાય છે. એનું કારણ એ છે કે વાળનાં મૂળને જે ખોરાક મળવો જોઈએ એ ન મળતાં માનસિક કાર્યોમાં વપરાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ખોરાકના અભાવે માથાના વાળ દુર્બળ અથવા આછા હોવા સ્વાભાવિક જ છે. આથી માથાના આગળના ભાગમાં ઓછા વાળ જોઈને એવું કહી શકાય છે કે આ વ્યક્તિ વધારે માનસિક શ્રમ કરનાર છે.
આમ તો અનેક રંગ ધરાવતા વાળવાળા લોકો આ પૃથ્વી ઉ૫૨ મળે છે, પરંતુ સામાન્ય રીતે સોનેરી, કથ્થાઈ, લાલ, ભૂરા, કાળા અને ભૂખરા રંગના વાળ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉપર બતાવવામાં આવ્યું છે તે મુજબ વાળ ઘાટા તથા કાળા હોવા એ લોહની માત્રા સાથે સંબંધિત છે.આ રીતે શરીરમાં રહેલા જુદા જુદા રાસાયણિક પદાર્થોની માત્રા વધારે કે ઓછી હોવાથી તેની અસર વાળના રંગ ઉપર પડતી હોય છે.
કોઈ દેશની આબોહવામાં કોઈ રાસાયણિક પદાર્થ વધારે હોય છે. આથી ત્યાંના રહેવાસીઓના શરીરમાં તે તત્ત્વોનું પ્રમાણ વધારે હોય છે. આથી ત્યાંના રહેવાસીઓની પણ એક જુદી જાતિ બની જાય છે. ઈટાલિયન, અમેરિકન, રશિયન, ચીના તથા ભારતીય લોકોના વાળની સરખામણી કરવામાં આવે તો તેમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતા જે તે દેશની આબોહવાનો પ્રભાવ ત્યાંના રહેવાસીઓ ઉપર પડે છે તે કારણે છે. આ તો જુદા જુદા દેશ અને જુદી જુદી જાતિના લોકોના વાળમાં તફાવતની વાત થઈ. એક દેશના રહેવાસીઓમાં પણ વ્યક્તિ વ્યક્તિમાં ભિન્નતા જણાય છે. જે રીતે બે વ્યક્તિઓની આકૃતિ એકસરખી હોતી નથી તેવી જ રીતે બે વ્યક્તિઓના શરીરમાં રાસાયણિક પદાર્થ પણ એકસરખા હોતા નથી, તેમ જ માનસિક સ્થિતિ પણ એકસરખી હોતી નથી. આ અસમાનતાનો પ્રભાવ વાળના રંગ ઉપર પણ પડે છે. જે રીતે લોહીમાં લોહતત્ત્વનું પ્રમાણ હોય છે તે મુજબ વાળની કાળાશ હોય છે, તેવી જ રીતે ઇતર પદાર્થો તથા વિચારોની સ્થિતિથી બીજા રંગ બને છે.
કાળા રંગમાં પણ કેટલાક એવા પ્રકાર છે, જે માનસિક કારણોને લઈને બને છે. વાચકોએ તેને પણ જાણી લેવા જોઈએ. કાળા વાળ જો એકદમ સીધા અને લાંબા હોય તો સમજવું જોઈએ કે આ વ્યક્તિ નિરાશા, દુઃખ તથા ચિંતાના વિચારોમાં ડૂબેલી અને ઉદાસ છે.
જેના વાળ ઘટ્ટ, વાંકડિયા, વળ ખાધેલા હોય તો સમજવું જોઈએ કે તે વ્યક્તિ મનમોજી, પ્રેમાળ, ઉપકારક, પ્રામાણિક, રોગી તથા હસમુખી પ્રકૃતિની હશે. તેનો ક્રોધ જલદી શાંત થઈ જાય છે અને કોઈની ઉપર જુલમ કરી શકતી નથી. સામાન્ય રીતે આવો મનુષ્ય વિશ્વાસપાત્ર હોય છે
સાધારણ આછા કાળા રંગવાળા વાળ ધરાવનાર મનુષ્યો ચંચળ સ્વભાવના, મોટા મોટા મનસૂબા ઘડનારા, ભાવુક તથા અસંતોષી હોય છે. પોતે અભાગી અને દુઃખી હોવાની કલ્પના કરતા હોય છે. જો આવા આછા કાળા રંગના વાળ કોઈ ગૌર વર્ણની વ્યક્તિના માથા પર જોવા મળે તો સમજવું જોઈએ કે તેની સ્થિરતા પર કોઈ ભરોસો રાખી ન શકાય. આજે એક વાત કરતી હોય તો આવતી કાલે કોઈના ભરમાવવાથી બીજી તરફ ઢળી શકે છે. આ રંગના વાળ વિનોદી પ્રકૃતિ તથા ખુશમિજાજનો નિર્દેશ કરે છે. તે વિનમ્રતા, પરોપકાર, ઓછી હિંમત તથા ખુશામતિયો સ્વભાવ સૂચવે છે. જો આછા કાળા વાળ કડક અને જાડા હોય તો બેપરવાઈ, અક્કડપણું, બીજાઓની ઉપેક્ષા, સ્વતંત્ર પ્રકૃતિ તથા એકાકીપણાને પસંદ કરવાનું સૂચવે છે.
છીંકણી રંગ કે જેમાં મુખ્યત્વે લાલાશ હોય છે, તે જ્યોતિષના મત મુજબ મંગળના ગ્રહની વિશેષતા છે. આ રંગ બહાદુરી, દઢતા અને અહંકારનો સૂચક છે. છીંકણી રંગના વાળ ધરાવનારા લોકો બીજાઓની સાથે ઘમંડ, અવિશ્વાસ અને તિરસ્કારજનક વ્યવહાર કરતા જણાય છે. સામાન્ય રીતે આ રંગ પશુવૃત્તિનો સૂચક છે. જે કોઈ સારો-નરસો રસ્તો પસંદ પડી જાય તે રસ્તે તે આગળ વધતો જાય છે. આ વાળમાં પણ લચ્છાવાળા, સીધા, પાતળા, કડક, મુલાયમ વગેરે પ્રકાર અંગે પણ તે મુજબનું ફળ તે સમજવું જોઈએ કે જેવું પાછલી પંક્તિઓમાં સ્પષ્ટતા કરીને બતાવવામાં આવ્યું છે.
બિલકુલ સોનેરી વાળ, મૃદુ, વિલાસી અને ખુશમિજાજી હોવાનું ચિહ્ન છે. આવા વાળ ધરાવનાર કોઈ ભારે કાર્ય કરી શકતા નથી, કોઈ સંઘર્ષમાં સફળતા પણ ઓછી મેળવી શકે છે, તો પણ તેમનો વિનોદી સ્વભાવ આકર્ષક હોય છે. જો સોનેરીપણામાં થોડીક કાળાશ તથા લાલાશ ભળેલી હોય તો તે એવું સૂચવે છે કે તે લોકો તીવ્ર બુદ્ધિ તથા મનોબળ ધરાવે છે તેમ જ તેમનામાં વિશેષ પ્રમાણમાં માનસિક શક્તિઓનો વિકાસ થયેલો જણાઈ આવશે. તેઓ લખવાની, બોલવાની, કલ્પના કરવાની, નિર્ણય કરવાની તથા પ્રભાવ પાડવાની શક્તિ વધારે પ્રમાણમાં ધરાવે છે.
સંપૂર્ણ લાલ રંગના વાળ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તેવી વ્યક્તિ જણાય તો સમજવું જોઈએ કે તે ઝઘડાખોર છે તથા તેનામાં બદલો લેવાની વ્યગ્રતા વધારે પ્રમાણમાં જોવા મળશે. તેઓ જે કામ કરશે તે ભારે ઉત્સાહ, લગન તથા જીવ રેડીને ક૨શે. જેની પાછળ તેઓ પડશે તેનો પીછો સહેલાઈથી છોડશે નહિ. સામાન્વાતમાં ઉત્તેજિત થઈ જવું તથા કલ્પના જગતમાં ભાવપૂર્વક વિચરણ કરતા રહેવું તે આવા લોકોના સ્વભાવમાં હોય છે.
કોઈ કોઈ વખત એવા વાળ જોવામાં આવે છે કે જેનો કોઈ ખાસ રંગ હોવાનું કહી શકાય નહિ. તેને ન તો કાળા ન તો લાલ, કે ન તો સોનેરી કહી શકાય, પરંતુ તે ઘણા રંગના મિશ્રણથી બનેલા હોય છે. જેમાં કાળા, લાલ તથા સોનેરી રંગની માત્રાઓનું વધારે- ઓછા પ્રમાણમાં મિશ્રણ હોવાથી અનેક પ્રકારના રંગ બની શકે છે. વાળના રંગ પણ આ મુજબ અનેક પ્રકારના હોય છે. આકૃતિવિદ્યાનો અભ્યાસ ક૨ના૨ે એ અનુભવ મેળવવો જોઈએ કે વાળનો રંગ જોઈને તે અંદાજ લગાવી શકે કે તેમાં કયા રંગનું ઓછા કે વધુ પ્રમાણમાં મિશ્રણ થયેલું છે.
છે જે રંગનો જે ગુણ છે તે મિશ્રણમાં પણ પોતાના પ્રમાણ મુજબ ગુણ પ્રકટ કરશે. જેમ કે કાળા રંગમાં થોડો લાલ રંગ ભળેલો હોય તો તે વ્યક્તિમાં કાળા રંગના ગુણ વધારે પ્રમાણમાં હશે. સાથેસાથે થોડોઘણો લાલ રંગનો પ્રભાવ પણ જણાઈ આવશે. વધુમાં જાડા, પાતળા, ટૂંકા, લાંબા, કડક, મુલાયમ તથા ભરાવદાર વાળની જે વિશેષતા હોય છે તેનો પણ સમાવેશ જોવા મળશે. આ રીતે બધા પ્રકારના વાળની ચકાસણી કરીને દરેક વ્યક્તિ સંબંધી અલગ અલગ નિર્ણય લેવો પડશે. આ વિદ્યાના અભ્યાસુએ પુસ્તકના આધારે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સ્વતંત્ર બુદ્ધિથી કરવો પડે છે. જેમ કે દાક્તર દરેક રોગીની વિવિધ રીતે ચકાસણી કરીને તેના રોગનું નિદાન ફક્ત પુસ્તકના આધારે નહિ, પરંતુ બુદ્ધિપૂર્વક કરે છે.
વાળની સખ્તાઈ કે કુમાશ હોવાનો ભેદ મહત્ત્વનો છે. આથી કે અત્રે તેને ફરીથી વિચારી જોવું અનુચિત નથી. વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે લોખંડના તાર જેવા સખત વાળ કઠોરતા, મર્દાનગી, આત્મવિશ્વાસ, બળ, દઢતા તેમ જ અહંકારના સૂચક છે. આવી વ્યક્તિઓમાં કલા તરફનો પ્રેમ, મમતા, સહાનુભૂતિ વગેરે કોમળ લાગણીઓનો અભાવ હોય છે. આનાથી વિપરીત મુલાયમ વાળ ધરાવનાર વ્યક્તિ ભાવુક, મૃદુ, કલ્પનાપ્રિય, ડરપોક, ઉપકારી, ધાર્મિક, દયાળુ તથા શાંતિપ્રિય સ્વભાવની હોય છે.
જેમના વાળના મૂળમાં સફેદ ભૂકી જેવો ખોડો વધારે પ્રમાણમાં થાય તેમને ગરમ પ્રકૃતિના, તેજ સ્વભાવના, કઠોર પ્રકૃતિના તેમ જ ચિંતાશીલ જાણવા જોઈએ. શોક, અશાંતિ તથા લાંબી માંદગીને લઈને વાળનાં મૂળ કમજોર થઈ જાય છે તથા વચ્ચે વચ્ચેથી વાળ ઊખડી જવા લાગે છે. જેના વાળ પહેલેથી જ આછા હોય તેમનામાં એટલી યોગ્યતા અવશ્ય હોય છે કે નિર્વાહ કરતાં વધુ ધન કમાઈ શકે
કાંટાની જેમ જેમના વાળ ઉપર તરફ ઊભા રહેતા હોય તેઓ ક્રોધી,ચીડિયા તથા અસહિષ્ણુ હોય છે. અત્યંત ગાઢા વાળવાળા ધનવાન અને ચતુર તો અવશ્ય હોય છે, પરંતુ એમને માનસિક કલેશ સદાય રહેતો હોય છે. રેશમ જેવા મુલાયમ વાળવાળી વ્યક્તિઓ ખૂબ ભાવુક હોય છે. એમના મનમાં પ્રેમનો પ્રવાહ સ્વયં ઉભરાતો હોય છે.
માથા પર બહુ આગળ વાળ આવી ગયા હોય તો તે સદાય મુશ્કેલીઓની વચ્ચે જીવન પસાર કરનારો હશે. જેનું મસ્તક બહુ ઊંચે સુધી વાળ વગરનું હોય છે તે વધારે સમજદાર હોય છે. જેના વાળ કાનના મૂળ સુધી મળેલા હોય છે તેઓ પોતાની વાતને વળગી રહેનાર હોય છે. ગરદન પર બહુ દૂર સુધી વાળ ગયા હોય તો એને માનસિક વિકાસનું ચિહ્ન સમજવું જોઈએ.
બહુ મોટી અને કાળી મૂછોવાળા મનુષ્યો લડવૈયા, બહાદુર અને સ્વાભિમાની હોય છે. આછી, પાતળી, મધ્યમ ઊંચાઈની મુલાયમ મૂછો બુદ્ધિમત્તાની સૂચક છે. બહુ જ નાની અને થોડી મૂછો ઊગવી એ પુરુષત્વના કેટલાક આવશ્યક ગુણોની ઊણપ પ્રગટ કરે છે. જેની મૂછો ખૂબ ઝડપથી વધતી હોય તેને ઉતાવળા સ્વભાવનો સમજવો જોઈએ.
પૂરી ભરેલી દાઢી તેજસ્વી પુરુષોની હોય છે. છીછરા સ્વભાવના મનુષ્યોની હડપચી પર થોડા વાળ આવે છે અને કાનની આજુબાજુની જગ્યા ખાલી પડી રહે છે. જલદી વધનારી દાઢી ભલમનસાઈ અને વિશ્વસનીયતા પ્રગટ કરે છે. જેમની દાઢી બહુ ધીરેધીરે વધે એમની મિત્રતા વધુ દિવસ કોઈની સાથે નભતી નથી અને એમનો કોઈ સાચો સહાયક હોતો નથી.
પ્રતિભાવો