પોતાને ઓળખો :
May 21, 2009 Leave a comment
પોતાને ઓળખો :
સહાયતાને માટે બીજાની સામે ઘૂંટણીયે પડવાની જરૂર નથી, કેમ કે તમને મદદ કરવાની શક્તિ ખરેખર કોઈની પાસે નથી. કોઈ દુ:ખને માટે બીજા ઉપર દોષનો ટોપલો ન નાખો કારણ કે હકીકતને ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમને દુ:ખ, કષ્ટ પહોંચાડી શકતું નથી તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો. જે કાંઈ ખરી ખોટી પરિસ્થિતિ છે તે સામે છે. તે તમે જ નિર્માણ કરેલી છે. પોતાનો દ્રષ્ટિકોણ બદલશો તેની બીજી જ ક્ષણે આ ભયનાં ભૂત અંતરિક્ષમાં અદ્રશ્ય થઈ જશે.
કોઈથી ડરો નહીં, કારણ કે તમે તુચ્છ જીવ નથી. પોતાની સામે જુઓ. પોતાના આત્માની સામે જુઓ. બેં બેં કરવાનું બંધ કરો અને ગર્જના કરતાં કરતાં કહો, સોડ્હમ તે હું છું. જેની સત્તાથી આ બધું જ થઈ રહ્યું છે.
ઉપર ઊઠવા અને આગળ વધવાને માટે અવરોધોની સામે ઝઝૂમવું અને ઉપર જણાવેલ અવસર આવવા સુધી હાર્યા વગર અને અધીર થયા વગર, હસતા મુસ્કુરાતા આગળ વધતા જવાની ક્ષમતા સંપન્ન માનસિક સ્તરને સંકલ્પબળ કહે છે અને સંકલ્પબળ જેની પાસે છે, જેની પાસે સાચું બોલવાનો દ્રષ્ટિકોણ ઉપલબ્ધ છે. તેમના મનોરથ સફળ થાય તેમાં ઘણું કરીને કોઈને સંદેહ કરવાની ગુંજાઈશ હોતી નથી.
અસ્તવ્યસ્તતા અને અવ્યવસ્થા જ એવા કાર્યો છે જે આપણને દીનહીન અને આળસુ બનાવતી રહે છે. બીજાની તરફ મદદ માટે એટલાં માટે જોવું પડે છે તે નથી આપણે આપણી જાતને ઓળખી શક્યા કે નથી આપણી ક્ષમતાઓને સાચી દિશામાં સાચી રીતથી ઉપયોગ કરવાની કુશળતા પ્રાપ્ત કરી શક્યા. શારીરિક આળસ અને માનસિક પ્રમાદ જ આપણને આવી દયનીય સ્થિતિમાં રાખે છે કારણ કે આત્મવિશ્વાસ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી અને બીજાની સામે સહાયતા માટે જોવું પડે છે.
પ્રતિભાવો