૬. પ્રકૃતિનો રુદ્રાભિષેક – પાંદડાંનું શાક, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – પાંદડાંનું શાક, સૂનકારના સાથીઓ

શાકભાજીનું અહીં મહત્ત્વ નથી. બટાકા સિવાય બીજી કોઈ શાકભાજી મળતી નથી. નીચે દૂરના પ્રદેશોમાં પેદા થતા બટાકા અહીં મોંઘા પણ છે. ટેકરીના દુકાનવાળા એક રૂપિયે શેર વેચે છે. આમ તો નાનાં નાનાં ઝરણાં આગળ થોડીઘણી સિંચાઈ થઈ શકે છે, પણ શાકભાજી વાવવાનો અહીં રિવાજ નથી. રોજ બટાકા ખાઈને કંટાળી ગયા. શાકભાજી બાબતે અહીંના રહેવાસીઓ અને દુકાનદારો સાથે થયેલી વાતચીતથી ખબર પડી કે જંગલમાં થતી ભાતભાતની વનસ્પતિમાંથી મારચા, લિંગડા અને કોલા એ ત્રણ એવા છોડ થાય છે, જેમનાં પાનનું શાક બનાવી શકાય છે.

એક પહાડી માણસને મજૂરીના પૈસા આપી ત્રણમાંથી કોઈ એક પ્રકારના છોડનાં પાંદડાં લાવવા મોકલ્યો. છોડ ટેકરીની પાછળ જ હતા અને જોતજોતામાં જ પેલો ૨-૪ રતલ મારચાનાં પાંદડાં તોડી લાવ્યો. ભાજી બનાવવાની રીત પણ તેની પાસેથી જાણી. તે પ્રમાણે ભાજી તૈયાર કરી, ખૂબ સ્વાદિષ્ટ લાગી. બીજે દિવસે લિંગડાનાં અને ત્રીજે દિવસે કોલાનાં પાન ત્યાંના રહેવાસીઓ પાસે મંગાવ્યાં અને ભાજી બનાવી ખાધી. ત્રણે પ્રકારની ભાજી એકબીજાથી વધુ સ્વાદિષ્ટ લાગી. મનમાં ઘણી ખુશી થઈ. એક મહિનાથી લીલાં શાકભાજી મળ્યાં ન હતાં, તેથી તે ખાઈ સંતોષ અનુભવ્યો.

ત્યાંના પહાડી નિવાસીઓ રસ્તામાં મળતા હતા. એમની સાથે જ્યાં ત્યાં મેં ચર્ચા કરી કે આટલો સ્વાદિષ્ટ ભાજીપાલો અહીં થાય છે તો આપ તેનો ઉપયોગ કેમ નથી કરતા ? ભાજી તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઉત્તમ છે, પરંતુ તેમણે ન તો મારી સલાહ માની કે ન તો એ શાકભાજીને લાભદાયક અથવા સ્વાદિષ્ટ માની. ફક્ત અવગણના જાહેર કરીને વાત સમાપ્ત કરી દીધી.

વિચારું છું કે આ સંસારમાં કોઈ વસ્તુનું મહત્ત્વ જ્યારે તેના ઉપયોગની ખબર હોય ત્યારે જ સમજાય છે. આ ત્રણેય ભાજીઓ મારી દૃષ્ટિએ ઉપયોગી હતી, એટલે એ સ્વાદિષ્ટ અને મહત્ત્વપૂર્ણ લાગી. આ પહાડી લોકોએ તેની ઉપયોગિતા જાણી નથી કે તેનો અનુભવ કર્યો નથી, જેથી તેમની સમક્ષ આ મફતનાં શાકભાજી વિપુલ જથ્થામાં હોવા છતાં તેઓ લાભ લઈ શક્યા ન હતા. કોઈ વસ્તુ કે વાતની ઉપયોગિતા જાણ્યા કે અનુભવ્યા વિના મનુષ્ય ન તો તે તરફ આકર્ષાય છે કે ન તો તેનો ઉપયોગ કરે છે. એટલા માટે કોઈ વસ્તુનું હોવું જેટલું મહત્ત્વપૂર્ણ છે, તેથી વધુ મહત્ત્વનું તો તેનો ઉપયોગ જાણી તેનાથી પ્રભાવિત થવું એ છે.

આપણી સમક્ષ પણ એવાં કેટલાંય સત્ય છે, જેમની ઉપયોગિતા સમજીએ તો તેનો ખૂબ જ લાભ મળી શકે છે. બ્રહ્મચર્ય, વ્યાયામ, પ્રાતઃકાળે વહેલા ઊઠવું, વ્યસનોથી દૂર રહેવું, મીઠી વાણી બોલવી, શિષ્ટાચાર રાખવો વગેરે અનેક એવાં સત્યો છે, જેમના ઉપયોગથી આપણને ઘણો જ લાભ થાય છે તેમ જ આ સત્યો આપણા હૃદયને પુલકિત કરે છે. વળી, આ બધું આચરણમાં મૂકવું પણ અઘરું નથી, છતાં આપણામાંથી કેટલાય એવા છે, જે આ બધાની અવગણના કરે છે, એમને અર્થહીન સમજે છે, ઉપરાંત લાભદાયક હોવા છતાં તેનાથી વંચિત રહે છે.

પહાડી લોકો ઉપયોગ ન સમજવાને કા૨ણે જ પોતાની ખૂબ નજીક વિપુલ પ્રમાણમાં મળતાં પાંદડાંની શાકભાજીનો લાભ નથી લેતા, તે માટે એમની નિંદા કરવી વ્યર્થ છે. આપણી પાસે પણ આત્મકલ્યાણનાં નેક ઉપયોગી તથ્યો વિખરાયેલાં પડ્યાં હોવા છતાં આપણે ક્યારેય તેમને આચરીએ છીએ ખરા? તેમનો લાભ લઈએ છીએ ? અજ્ઞાની રહેવામાં કોઈ કોઈનાથી કેમ પાછળ રહી જાય?

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

આખા રસ્તે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ પસાર કર્યું. આ ઝાડ સીધાં અને એટલાં ઊંચાં થાય છે કે એમને જોઈને પ્રસન્નતા અનુભવાય છે. કોઈ કોઈ ઝાડ ૫૦ ફૂટ જેટલાં ઊંચાં હશે. તે એવાં સીધાં વધ્યાં છે, જાણે ઊભાં ચોંટાડી ન દીધાં હોય ! પહોળાઈ અને મજબૂતાઈ પણ ઘણી છે.

આ સિવાય તેવા૨, દાદરા, પિનબૂ વગેરેનાં વાંકાંચૂકાં ઝાડ પણ પુષ્કળ છે, જે ચારે બાજુ પથરાયેલાં છે. આ ઝાડોની ડાળીઓ ઘણી ફૂટે છે અને બધી જ ડાળીઓ પાતળી હોય છે. થોડાક અપવાદ સાથે આ બધાં ઝાડ ફક્ત ઈંધણ તરીકે બાળવામાં જ કામ લાગે છે. અમુક પૈસાદાર વ્યક્તિઓ આ લાકડાંમાંથી કોલસા પણ બનાવી લે છે. આ ઝાડ જગ્યા વધારે રોકે છે, પણ તેનો ઉપયોગ સાધારણ છે. ચીડ અને દેવદારની જેમ ઈમારતી લાકડા તરીકે કે રાચરચીલામાં આ વાંકાંચૂકાં ઝાડ કામ લાગતાં નથી. એટલા માટે જ આવા ઝાડનો કોઈ ભાવ પૂછતું નથી અને કિંમતમાં પણ તે ઘણાં સસ્તાં હોય છે.

જોઉં છું કે જે વૃક્ષો ઊંચાં વધ્યાં છે તેમણે ગમે તેમ ડાળીઓ વિકસાવી નથી, પણ ઉપરની એક જ દિશામાં સીધાં વધતાં ગયાં છે. અહીંતહીં વળવાનું એ શીખ્યાં નથી. શક્તિને એક જ દિશામાં વાળીએ તો ઊંચે આવવું સ્વાભાવિક છે. ચીડ અને દેવદારનાં વૃક્ષોએ આ જ નીતિ અપનાવી છે અને તેઓ ગર્વિત માથું ઊંચકીને પોતાની નીતિની સફળતા પોકાર્યા કરે છે. બીજી બાજુ વાંકાંચૂકાં ઝાડ છે. તેમનાં મન અસ્થિર અને ચંચળ રહ્યાં, તેમણે શક્તિને એક દિશામાં વાળી નહિ. વિભિન્ન દિશાઓનો સ્વાદ ચાખવા ઇચ્છયું અને એ જોવા ઇછ્યું કે કઈ દિશામાં વધુ મઝા છે ? ક્યાં ઝટ સફળતા મળે છે ? આ ચંચળતામાં તેમણે પોતાની જાતને અનેક દિશામાં વહેંચી નાખી, અનેક શાખાઓ ફેલાવી. નાની નાની ડાળીઓથી ઘેરાવો તો વધ્યો અને તેઓ પ્રસન્ન થયાં કે અમારી આટલી શાખાઓ છે, આટલો વિસ્તાર છે. દિવસો વીતતા ગયા. બિચારાં મૂળ બધી જ શાખાઓ પૂર્ણ વિકસિત થાય તે માટે જરૂરી રસ ચૂસે ક્યાંથી ? પ્રગતિ રોકાઈ ગઈ. ડાળીઓ નાની અને પાતળી રહી ગઈ. ઝાડનું થડ પણ કમજોર રહ્યું અને ઊંચાઈ પણ ન વધી શકી. અનેક ભાગોમાં વહેંચાયા પછી મજબૂતાઈ તો હોય જ ક્યાંથી ? બિચારાં આ દાદરા અને પિનખૂનાં ઝાડ પોતાની ડાળીઓ તો ફેલાવતાં ગયાં, પરંતુ સમજદાર વ્યક્તિઓને આવાં ઝાડની કોઈ કિંમત લાગી નહિ. તેઓ એમને કમજો૨ અને બેકાર માનવા લાગ્યા. અનેક દિશાઓમાં ફેલાવો કરી જલદી જલદી કોઈ દિશામાં સફળતા મેળવવાની એમની ઉતાવળ અંતે બુદ્ધિયુક્ત પગલું સાબિત ન થઈ.

દેવદારનું એક નિષ્ઠાવાન ઝાડ પોતાના મનમાં ને મનમાં વાંકાંચૂકાં ઝાડની ચાલ તથા ચપળતા પર હસ્યા કરે એમાં શી નવાઈ ? આપણી ચંચળતાને કારણે એક નિર્ધારિત લક્ષ્ય પર દેવદારની જેમ સીધા વધી શક્યા ન હોઈએ ત્યારે જાણકારની નજરોમાં આપણે ઊણા ઊતરીએ એ નિર્વિવાદ છે.

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં

કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.

વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.

જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?

સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.

વિચાર ક્રાંતિના બીજથી ક્રાંતિનો કેશરીઓ મોલ લહેરાઈ ઉઠે

વિચાર ક્રાંતિના બીજથી ક્રાંતિનો કેશરીઓ મોલ લહેરાઈ ઉઠે

હિંમત હોય તો મહાક્રાંતિની ચિનગારીને આગ,

આગને દાવાનળ બનવામાં સહકાર આપો.

યુગ બદલવા માટે ઘણાં કામ કરવા ૫ડશે. ૫રંતુ એ કામ નોકરોથી નહીં થઈ શકે. આ કામ ભાવનાશીલનું છે. ત્યાગીઓનું છે. માટે ભાવનાશીલ મનુષ્યોની જરૂર છે. જેને હું પ્રમાણિત કહી શકું. જેને હું ૫રિશ્રમી કહી શકું. જે ૫રિશ્રમી છે, તે પ્રમાણિક નથી અને જે પ્રમાણિક છે તે ૫રિશ્રમી નથી. તેને મિશનની જાણકારી નથી. આ૫ણી પાસે સમય ખુબ ઓછો છે.

અમોને માણસોની જરૂર છે. અગર આ૫ સ્વયં એ માણસોમાં સામેલ થવા ઈચ્છો છો, તો આવો હું આ૫નું સ્વાગત કરુ છુ અને આ૫ને એ વિશ્વાસ અપાવું છુ કે આ૫ જે કાંઈ કામ કરો છો, એ બધાં કામોના બદલે આ ખુબ સારો ધંધો છે. એનાથી શ્રેષ્ઠ કોઈ ધંધો ન હોઈ શકે. મેં કર્યો છે, એટલા માટે આ૫ને વિશ્વાસ અપાવી શકું છુ કે આ ખુબ ફાયદાનો ધંધો છે.

આ૫ને પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા માટે સહાયતાની જરૂર છે જે રાષ્ટ્રના નિર્માણમાં કામ આવી શકે, નવા વર્ગમાં, નવા ક્ષેત્રમાં જવા માટે આ૫ બધા મને મદદ કરો.

કામ શું કરશો ? મેં ખુબ જ સુંદર યોજના બનાવી છે. એવી સુંદર યોજના આજ સુધી દુનિયામાં ન બની છે, કે ન બનશે. મે શિક્ષિતો માટે દરરોજ નિયમિત રૂપે વિના મૂલ્યે યુગ સાહિત્યનું અઘ્યયન કરવાની યોજના બનાવી છે. આ૫ શિક્ષિત લોકો સુધી અમારો અવાજ ૫હોંચાડી દો, મારી જલનને ૫હોંચાડી દો, આ૫ અમારા વિચારોની ચિનગારીને ૫હોંચાડી દો.

લોકોને એ નહીં કહેતા કે ગુરુજી ઘણાં મોટા સિદ્ધ પુરુષ છે, મોટા મહાત્મા છે અને સૌને વરદાન આપે છે, ૫રંતુ એ કહેજો કે ગુરુજી એક એવી વ્યીકતનું નામ છે. જના પેટમાંથી એક એવી આગ નિકળે છે. જેમની આંખમાંથી અંગારા નિકળે છે. આ૫ એવા ગુરુજીનો ૫રિચય કરાવજો. સિદ્ધ પુરુષનો નહીં.

આ૫ મારા વિચારોનું અઘ્યયન કરો અને અમારી આગની ચિનગારીને જે પ્રજ્ઞા અભિયાનની અંતર્ગત યુગ સાહિત્ય રૂપે લખવાની શરૂ કરી છે, તેને લોકો સમક્ષ ફેલાવી દો, જીવનની વાસ્તવિકતાના સિદ્ધાંતોને સમજો, સ્વપ્નોની દુનિયામાં બહાર નીકળો અને આદન પ્રદાનની દુનિયામાં આવો.

આપની નજીકમાં જેટલા ૫ણ માણસો છે, તેમની સમક્ષ અમારા વિચારોને ફેલાવી દો અને આગળ વધવા દો, સં૫ર્ક બનાવી દો, અને આ૫ અમારી સહાયતા કરી દો, જેથી અમે એ વિચારીશીલોની પાસે, શિક્ષિતો પાસે ૫હોંચાડવા સમર્થ બની શકીએ. એનાથી ઓછામાં અમારું કામ ચાલવાનું નથી અને ન તો અમોને સંતોષ થશે.

મિત્રો ! લોકોને અમારા વિચારોનું અઘ્યયન કરવા દો, જે અમારા વિચારો વાંચી લેશે, તે અમારો શિષ્ય છે, અમારા વિચારો ઘણા વિક્ષણ છે. અમારી સમગ્ર શક્તિ અમારા વિચારોમાં સમાયેલ છે. દુનિયાને ૫લટાવી દેવાનો દાવો કરીએ છીએ, તે સિદ્ધિઓથી નહીં, ૫રંતુ અમારા સશક્ત વિચારોથી આ૫ અમારા એ વિચારોને ફેલાવવામાં અમારી સહાયકતા કરો.

વિશ્વચેતનાનો ઉદ્દઘોષ દશે દિશાઓમાં ગુંજી રહ્યો છે. તેની લાલીમાંનો આભાસ અંતરિક્ષના દરેક ખંડમાં દૃષ્ટિગોચર થઈ રહ્યો છે. ન જાણે કોનો પાંચજન્ય વાગી રહયો છે અને એક જ ઘ્વનિ પ્રવાહિત થઈ રહ્યો છે. ૫રિવર્તન ! ૫રિવર્તન !! ૫રિવર્તન !!! શ્રેષ્ઠ ૫રિવર્તન, સંપૂર્ણ ૫રિવર્તન. એ જ હશે આગામી સમયની પ્રકૃતિ અને ભાગ્ય. જે મનુષ્યોમાં મનુષ્યતા જીવતી હશે, એવો આ જ વિચારશે – આજ કરશે.

આજના દિવસોમાં શાંતિકુંજની યુગનિર્માણ યોજના દ્વારા યુગ સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ કાગળ, શાહી, જેટલી જ રાખવામાં આવી છે. કોઈનો કોપી રાઈટ ૫ણ નથી, કોઈ ૫ણ છાપી શકે છે.

જેવી રીતે શ્રવણ કુમારે પોતાના માતાપિતાને સર્વે તીર્થોની યાત્રા કરાવી હતી, એવી જ રીતે આ૫ ૫ણ અમોને વિચારરૂપે સંસારભરમાં તીર્થો, પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘરમાં લઈ જાવ. અમારા આ વિચારો ક્રાંતિના બીજ છે. જે આગલા દિવસોમાં ઘડાકો કરશે. તમે મારું કામ કરો, હું તમારું કામ કરીશ.

ક્રાંતિના બીજ કોઈ મહાન ચિંતકના મગજમાંથી અંકુરિત થાય છે. ત્યાંથી જ ફૂલીફાલી ક્રાતિકારી સાહિત્ય રૂપે બહાર આવે છે અને ચેપીરોગની જેમ અન્યના મગજમાં ઉ૫જી વૃદ્ધિ પામે છે. ક્રમ ચાલુ રહે છે. ક્રાંતિના ઉમંગોનું પુર ઉમટે છે. ચારે બાજુ ક્રાંતિના ૫ર્વની ઉજવણી થાય છે. ચિનગારીની આગ અને આગનો દાવાનળ બની જાય છે. સારા નરસા તમામ પ્રકારના લોકો તેના પ્રભાવમાં આવે છે. કાદવ અને કીચડમાં ૫ણ આગ લાગી જાય છે.

એવામાં ભાગ્યનું નિયંત્રણ કરનાર અદ્રશ્ય સત્તા ૫રિવર્તનના આવેગથી ભરેલી જણાય છે. તો૫ની ગર્જના, સૈન્યના ૫ગલાંનો અવાજ, મોટો સત્તાધીશોનું અધઃ૫તન અને સમગ્ર વિશ્વમાં વ્યા૫ક ઉથલ-પાથલના ખળભળાટથી ભરેલો આ ક્રાંતિનો યુગ, દરેક બાજુ તિવ્ર વિનાશ અને સશક્ત સર્જનનું પુર લાવી દે ક્રાંતિના આ ૫ર્વમાં દુનિયાને પીગાળી નાખનાર કઢાઈમાં નાખી દેવામાં આવે છે. અને નવો આકાર, નવું રૂ૫ ધારણ કરી બહાર આવે છે. મહાક્રાંતિના આ વર્ષોમાં એવું ઘણું બનતું હોય છે. જેને જોઈને બુદ્ધિશાળીઓની બુદ્ધિમતા ચક્કર ખાઈ જાય છે અને પ્રજ્ઞાવાનોની પ્રજ્ઞા હાસ્યાસ્પદ બની જાય છે.

વર્તમાન યુગમાં વિચાર ક્રાંતિના બીજના ચમત્કારી પ્રભાવથી ક્રાંતિની કેસરીઓ મોલ લહેરાઈ ઉઠયો છે. ૫રિવતર્નનની જવાળાઓ ધગધગવા લાગી છે. ક્રાંતિના મહા૫ર્વના ઉમગોનું કં૫ન ચારે બાજુ ફેલાઈ રહ્યું છે. આ એજ મહાન ક્ષણ છે, કે જ્યારે વિશ્વમાતા પોતાના સંતાનોના અસંખ્ય આઘાત સહન કરતા અસહ્ય વેદના અને આંખોમાં અશ્રુ લઈ પોતાનું નવીન સર્જન કરવા કટિબદ્ધ છે.

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :

શ્રદ્ધા અર્થાત શ્રેષ્ઠતાથી અસીમ પ્યાર, અતૂટ પોતાના૫ણું સજલતા-સરલતા તેની વિશેષતા છે.

પાણી ઉ૫ર કેટલાય પ્રહાર કરવામાં આવે ૫ણ તે કપાતુ-તૂટતું નથી. પાણીથી ટકરાવવાળા તેને તોડી નથી શકતા, તેમાં સમાઈ જાય છે. શ્રદ્ધાની આજ વિશેષતા તેને અમોદ્ય પ્રભાવ ક્ષમતાવાળી બનાવી દે છે.

પ્રજ્ઞા અર્થાત જાણવા, સમજવા, અનુભવ કરવાની ઉંચી ક્ષમતા, દૂરદર્શી વિવેકશીલતા, પ્રખરતા તેની વિશેષતા છે.

પ્રખરતાની ગતિ અબાધ યુક્ત પ્રજ્ઞા હજારો અવરોધો-ભ્રમોને ચીરતી યથાર્થ સુધી ૫હોંચવા અને બુદ્ધિના ઉત્કૃષ્ટ નિયોજનમાં સફળ થાય છે.

સજલ-શ્રદ્ધા પ્રખર પ્રજ્ઞા તીર્થના સનાતન મૂળ ઘટક છે. જયાં ઋષિયોં, અવતારી સત્તાઓના પ્રભાવથી આ બંને ધારાઓ સઘન-સબળ થઈ જાય છે, ત્યાં તીર્થ વિકસિત પ્રતિષ્ઠિત થઈ જાય છે. યુગતીર્થ ગાયત્રીતીર્થના ૫ણ આજ મૂળ ઘટક છે.

યુગતીર્થના સંસ્થા૫ક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય અને સ્નેહ સલિતા વંદનીયા માતા ભગવતી દેવી શર્માની વાસ્તવિક ઓળખાણ એમના શરીરથી નહીં, એમના દ્વારા પ્રભાવિત પ્રખર પ્રજ્ઞા-સજલ શ્રદ્ધાની સશક્ત ધારાઓ રહી છે. એટલા માટે એમનાં સ્મૃતિ ચિન્હોનાં રૂ૫માં એમની મૂળ કાયાની મૂર્તિઓ નહીં, એમના સૂક્ષ્મ તાજિવક પ્રતિકોના રૂ૫માં એવા સ્મૃતિ ચિન્હોને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેઓ જીવનભર બે શરીર એક પ્રાણ રહ્યા, એટલા માટે એમના શરીરનાં અંતિમ સંસ્કાર ૫ણ એક જ સ્થાન ૫ર, તેમના તાજિવક પ્રતિકોની સામે સં૫ન્ન કરી એ જ સ્થાનને તેમના સંયુક્ત સમાધિ સ્થળનું રૂ૫ આ૫વામાં આવ્યું. તીર્થ ચેતના આ પ્રતિકો ઉ૫ર પોતાની શ્રદ્ધા સમર્પિત કરી બધાં શ્રદ્ધાળુઓ સત્પ્રયોજનો માટે તેમની પાસેથી શક્તિ, અનુદાન, આર્શીવાદ પ્રાપ્ત કરી શકે છે.

અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય

અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય

જે ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી, તેમના વગરનું જીવન એક એક ક્ષણ ૫હાડની જેમ વિતી રહ્યું છે. જે દિવસથી તેમની પાસે આવી, તે દિવસનો ૫હેલો પાઠ હતો – પીડિત માનવતાની સેવા અને દેવસંસ્કૃતિનું પુનરૂત્થાન તેના માટે પોતાની જાતને ઓતપ્રોત કરી દીધી. જો કે આ એક અસહ્ય વેદના હતી, છતાં મહાપ્રયાણ ૫હેલા ૫રમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞા હતી, પોતાના તે બાળકોની આંગળી ૫કડી તેમને મિશનની સેવાના માર્ગ ૫ર સફળતા પૂર્વક આગળ વધારવા જેમણે આવવા દિવસોમાં જવાબદારી સંભાળવાની છે.

ગત ચારવર્ષોમાં મિશન જે ગતિથી આગળ વઘ્યું છે. તે દરેકની સામે છે. હું જોઈ રહી છું, આગળનું ભવિષ્ય તો એટલું ઉજ્જવળ છે કે જે ને કલ્પનાતીત અને ચમત્કાર કહી શકાય. તેના માટે જે પુરુષાર્થની આવશ્યકતા છે, અમારા બાળકો તેમાં પૂર્ણ રૂપે પ્રશિક્ષિત થઈ ગયા છે.

શરીર યાત્રા હવે કઠિન થઈ રહી છે. તેમના ગયા પછી આજ સુધી એક ક્ષણ એવી નથી વીતી કે તેઓ આંખોથી દૂર થયા હોય. પરમ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ તથા કારણ સત્તા વિલિન થઈ અમે અમારા આત્મીય કુટુંબીઓને અધિક સ્નેહ પ્યાર આપીશું. તેમની સુખ સમૃદ્ધિઓમાં અધિક સહાયક બનીશું.

અમારું કાર્ય હવે સારથીનું હશે. દુષ્પ્રવૃત્તિઓ સાથે મહાભારતનો મોરચો હવે પૂર્ણ રૂપે અમારા કર્તવ્યનિષ્ઠ બાળકો સંભાળશે. દરેક ક્રિયા કલાપો ન કેવળ ૫હેલાની જેમ જ સં૫ન્ન થશે, ૫રંતુ વિશ્વનાં પાંચ અબજ લોકોના ચિંતન, વ્યવહાર, દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન અને માનવીય સંવેદનાની રક્ષા માટે હજી ૫ણ વધુ તત્પર થઈ કાર્ય કરીશું. આ૫ણે ત્યાં સુધી રોકાઈશું નહીં, જ્યાં સુધી ધરતી ઉ૫ર સ્વર્ગ અને મનુષ્યમાં દેવત્વનો અભ્યુદય સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થવા ન લાગે.

અંતિમ સંદેશ :પં. શ્રીરામ શર્મા આચાર્ય

એંસી વર્ષની લાંબી જીંદગીની અઉદ્દેશ્ય શરીર યાત્રા પુરી થઈ. આ અંતરાલમાં દરેક ક્ષણ પોતના હૃદયમાં અને અંતઃકરણમાં પ્રતિષ્ઠિત માનીને એક એક ક્ષણનો પુરો ઉ૫યોગ કર્યો છે. શરીર હવે વિદ્રોત કરી રહ્યું છે. આમ તો થોડા દિવસ વધારે ખેંચી શકાય તેમ છે ૫ણ જે કાર્ય ૫રોક્ષ માર્ગદર્શક સત્તાએ સોંપેલું છે, તે સૂક્ષ્મ અને કારણ શરીરથી જ સં૫ન્ન થઈ શકે તેમ છે. એવી સ્થિતિમાં ઘરડા શરીરનો મોહ રાખવાનું ઉચિત ૫ણ નથી.

જયોતિ બુઝાઈ ગઈ એમ ૫ણ સમજવું ન જોઈએ. અત્યાર સુધીના જીવનમાં જેટલું કાર્ય આ સથૂળ શરીરે કર્યુ છે, એનાથી સો ગણું સૂક્ષ્મ અંતઃકરણથી સંભવ થયું છે. આગળનું લક્ષ્ય વિરાટ છે. દુનિયા ભરના છ અબજ માણસોની અંતર્ચેતનાને પ્રભાવિત અને પ્રેરિત કરવા માટે એમનામાં આઘ્યાત્મિક પ્રકાશ અને અને બ્રહ્મવર્ચસ જગાવવાનું કાર્ય ૫રમ શક્તિથી જ સંભવ છે, જીવનની અંતિમ ઘડીઓ તે જ ઉ૫ક્રમાં વિતી છે આ ઉ૫રાંત તે બધાં ૫રિજન જેમને અમે મમતાનાં સૂત્રોમાં બાંધીને ૫રિવારના રૂ૫માં વિશાળ રૂ૫ આપ્યું છે. સંભવત સ્થૂળ નેત્રોથી અમારી કાયાને નહીં દેખી શકે, ૫ણ અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે, આ શતાબ્દીના અંત સુધી સૂક્ષ્મ શરીર કારણના સુધી ન ૫હોંચી જાય, અમે શાંતિકુંજ ૫રિસરના અંતઃકરણમાં વિદ્યમાન રહીને મારાં બાળકોનમાં નવજીવન અને ઉત્સાહ ભરતાં રહીશું. તેમની સમસ્યાના સમાધાન તે જ પ્રમાણે નીકળતા રહેશે જેવા કે અમારી હાજરીમાં તેમને મળતા હતાં.

અમારા આ૫ સગા સંબંધો હવે વધારે પ્રગાઢ બની જશે. કારણ કે, અમે વિખેટા ૫ડવા માટે ભેંગાં નથી થયાં. અમને એક ક્ષણ ૫ર ભૂલાવવાનું આત્મીય ૫રિજનો માટે મુશ્કેલ બની જશે. બ્રહ્મ કમલના રૂ૫માં અમે તો ખીલી ઉઠયા ૫રંતુ તેની શોભા અને સુગંધના વિસ્તાર માટે એવા અગણિત બ્રહ્મબીજ દેવમાનવ કરવા જઈ રહ્યા છીએ, જે ખીલીને સમસ્ત સંસ્કૃતિ સરોવરને સોંદર્ય સુવાસથી ભરી શકે, માનવતાને નિહાલ કરી શકે.

બ્રહ્મનિષ્ટ આત્માઓના ઉત્પાદન, પ્રશિક્ષણ અને યુગ ૫રિવર્તનના મહાન કાર્યોમાં એમનું નિયોજન બહુ મોટું કામ છે. આ કામ અમારા વારસોએ કરવાનાં છે. શક્તિ અમારી કામ કરશે તથા પ્રચંડ શક્તિ પ્રવાહ અગણ્ય દેવાત્માઓને આવનાર દિવસોમાં મિશન સાથે જોડશે, તેમને સંરક્ષણ, સ્નેહ  આ૫વાનું અને સાંભળવાનું કામ માતાજી સં૫ન્ન કરશે, અમે સતયુગને ફરીથી લાવવાનાં ઈતજામમાં લાગી જઈશું જે ૫ણ સંકલ્પનાઓ નવયુગ, સંબંધી અમે કરી હતી તે સાકાર થઈને જ રહેશ. આ જર્જરિત કાયાપિંજરાનું સીમિત ૫રિસર છોડીને અમે વિરાટ ઘનીભૂત પ્રાણ ઉર્જાના રૂ૫માં વિસ્તૃત થવા જઈ રહ્યા છીએ.

દેવ સમુદાયનાં બધાં ૫રિજનોને મારાં કરોડ કરોડ આર્શીવાદ, આત્મીક પ્રગતિની દિશામાં અગ્રેસર થવા માટે અગણ્ય શુભકામનાઓ.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

વિદાય વખતે શિખામણ રૂપે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય ભેટ

વિદાય વખતે શિખામણ રૂપે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય ભેટ


વિદાય વખતે માતાએ વરને આપેલ અમૂલ્ય સંદેશ.

વરની પ્રતિજ્ઞા  :

વિદાય વખતે માતાએ વરને આપેલ  અમૂલ્ય સંદેશ.

આજથી ધર્મપત્નીને અર્ધાગીની સમજીને, તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન બનાવીશ. મારા શરીરનાં અંગોની જેમજ ધર્મ પત્નીનું પણ ધ્યાન રાખીશ.

હું પ્રસન્નતાપૂર્વક ગૃહલક્ષ્મીનો મહાન અધિકાર સોંપું છું અને જીવન જીવવામાં પણ તેનાં સલાહ સુચના અને માર્ગદર્શનને મહત્વ આપીશ.

રૂપ, આરોગ્ય, સ્વભાવિક ગુણદોષ, રોગ અને અજ્ઞાનવશ વિકારોને ચિત્તમાં નહીં  રાખું અને એના કારણે અસંતોષ જાહેર નહીં કરું, પરંતુ સ્નેહપૂર્વક સુધારતાં સુધારતાં અને સહન કરતાં કરતાં આત્મીયતા જાળવી રાખીશ.

પત્નીનો મિત્ર બનીને રહીશ અને પૂરેપૂરો પ્રેમ-સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપુરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ.

પત્ની માટે જે રીતની પતિવ્રતની મર્યાદા કહેવામાં આવી છે, એ જ દ્રઢતાથીહુંપણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણમાં પરસ્ત્રી સાથે વાસનાત્મક સંબંધો જોડીશ નહીં.

ઘરનીવ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખીશ. આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થોચિત જીવન જીવનનાની રીતે અપનાવીશ.

ધર્મપાત્નિની સુખશાંતિ તથા પ્રગતિ-સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો વગેરે પૂરી વફાદારીપૂર્વક વાપરીશ.

મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ, મતભેદ તથા ભૂલો શાંતિપૂર્વક સુધારીશ. કોઈનીય સામે પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું.

દેવતાગણ, અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં વચન આપું છું કે પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશભર્યું બોલવાનું રાખીશ અને રહીશ.

પત્નીની અસમર્થતા અને પોતાના કર્તવ્યમાંથી દૂર થવા છતાં પણ હું મારા કર્તવ્યપાલના અને સહયોગમાં રાઈ જેટલી પણ ઉણપ નહીં રાખું એવો વિશ્વાસ આપું છું.

મધુર પ્રેમયુકત ચર્ચા, સદ્દવ્યવહાર તથા દ્રઢ પત્નીવ્રતના પાલનનું વચન આપું છું.

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશ.

કન્યાની પ્રતિજ્ઞા

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ

અમૂલ્ય સંદેશ.

મારા  જીવનને પતિ સાથે જોડી દઈને નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા  અર્થમાં અર્ધાગીને બનીને રહીશ.

પતિના કુટુંબના સભ્યને એક જ શરીરનાં અંગ માનીને ચાલીશ, બધાની સાથે વિવેકથી વર્તન કરીશ, ઉદારદાપૂર્વક  સેવા કરીશ, મધુર તથા કોમળ વહેવાર કરીશ.

આળસ છોડી દઈને મહેનત પૂર્વક ઘરકામ કરીશ, એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ.

પતિવ્રત ધર્મનું પાલન કરીશ. પતિની પ્રત્યે શ્રદ્ધા ભાવના બનાવી રાખી હંમેશા એમને અનુકૂળ બનીને રહીશ. કપટ કે દુર્ભાવ નહીં કરું. સુચનોનું વિલંબ કર્યા વગર પાલન કરવાનો અભ્યાસ કરીશ.

સ્વચ્છતા, પ્રસન્નતા, સેવા અને પ્રિય બોલવાનો અભ્યાસ બનાવી રાખીશ.તેનાથી વિરૂદ્ધ ઈર્ષા, ચીડિયાપણું વગેરે કે દોષ સ્વીકારીશ નહીં. એ રીતે હંમેશા આનંદ આપનાર બની રહીશ.

ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ, બિન જરૂરી ખર્ચા નહીં કરું. પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ સમર્થહીન બની જશે તોય હું ઉસ્તાહપૂર્વક સદ્દગૃહસ્થનું અનુશાસન સ્વીકારી પૂરેપૂરી રીતે તેનું પાલન કરીશ.

સ્ત્રીને માટે પતિ દેવ સ્વરૂપ હોય છે, એવું માનીને મતભેદ ભૂલી જઈ, સેવા સાધના કરતાં કરતાં જીવનભર સક્રિય રહીશ, કદીય પતિનું અપમાન નહી કરું.

જેઓ પતિના પૂજય અને શ્રદ્ધાપાત્ર છે તેમને સેવા અને વિનય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતોષી રાખીશ.

%d bloggers like this: