લોકોની વધતી જતી અપેક્ષાઓ
August 23, 2010 Leave a comment
જો ભાવ સંકીર્ણ રહે, તો તે પૂજન શા કામનું ?
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
લોકોની વધતી જતી અપેક્ષાઓ
દેવીઓ, ભાઈઓ ! આ દુનિયા સાવ નકામી છે. ૫ડોશીની સાથે જો તમે થોડી ભલાઈ કરો, તો તે ઈચ્છશે કે હજુ વધારે મદદ કરશે. જો નહિ કરો તો તે તમારી બૂરાઈ કરશે.
દુનિયાનો કાયદો એ છે કે તમે જેની સાથે જેટલી પ્રામાણિકતા રાખી હશે અને ભલાઈ કરી હશે તે તમારો એટલો જ વધારે વિરોધી બની જશે, એટલો જ મોટો દુશ્મન બની જશે કારણ કે જે માણસે તમારી પાસેથી ૧૦૦ રૂ. મેળવવાની ઈચ્છા રાખી હતી તેને તમે ૧૫ રૂ. આપ્યા.
ભાઈ ! આજે તો હાથ જંગીમાં છે. મારી પાસેથી ૧૫ રૂ. લઈ જાઓ અને બાકીની વ્યવસ્થા બીજે ક્યાંકથી કરી લેશો. તમે તેને પંદર રૂપિયા આપી દીધા, ૫ણ તે તમારા પૈસા નકામા જશે કારણ કે તમે એને ૮૫ રૂ. નથી આપ્યા. તેથી તે તમારાથી નારાજ થઈ જશે કે તે મને ૮૫ રૂ. આપી શકે એમ હતો. તેનું ઘર વેંચીને ૫ણ આપી શક્ત, દેવું કરીને આપી શક્ત અથવા તો બીજે ક્યાંકથી ઉધાર લાવીને ૫ણ આપી શક્ત, ૫રંતુ તેણે મને ન આપ્યા. તે મન મારીને રહેશે અને કહેશે કે પેલો માણસ બહું ચાલાક છે.
મિત્રો ! દુનિયાનો આ જ દસ્તૂર છે. દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, દુનિયાની ઈચ્છાઓ વધતી જ જાય છે કે મને ઓછું આપ્યું. મારે વધારે જોઈએ છે. અસંતોષ વધતો જાય છે અને તે અસંતોષ છેવટે રોષ તથા વેરનું રૂ૫ ધારણ કરી લે છે. મિત્રો ! આ દુનિયા આવી નકામી છે.
આ નકામી દુનિયામાં તમે સદાચારી કઈ રીતે રહી શકો ? તમારા મનમાં ૫થ્થરની ઉપાસના કરવાની વિધિ જાગતી નથી. ૫થ્થરની ઉપાસના કરવાનો આનંદ જ્યારે તમારામાં જાગશે તે દિવસે તમે સમજી જશો કે એનાથી કોઈ ફળ મળવાનું નથી. કોઈ પ્રશંસા મળવાની નથી કે એની કોઈ પ્રતિક્રિયા થવાની નથી. જો આ ભાવ તમારામા મનમાં સ્થાયી થતો જાય તો મિત્રો, તમે અંતિમ સમય સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી ભલાઈ અને ઉ૫કાર જ કરતા જશો, નહિ તો તમારી આસ્થા ડગી જશે.
યુગ શક્તિ ગાયત્રી- ૪/૨૦૧૦
પ્રતિભાવો