પંચકોશોનું જાગ્રરણ કરો
July 9, 2010 Leave a comment
દેવતા, સ્વર્ગ, અને કલ્પવૃક્ષ બધું અહીં જ , આ ધરતી ૫ર
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પંચકોશોનું જાગ્રરણ કરો
દેવીઓ ! ભાઈઓ !
મિત્રો ! પાંચ કોશોનું જાગરણ કરવું તે મુખ્ય બાબત છે. પાંચ કોશો કઈ રીતે જાગ્રત થઈ શકે છે ? પાંચ દૂત, પાંચ દેવ કે પાંચ નોકર તમારી અંદર રહેલા છે તેમને યોગ્ય તથા બળવાન બનાવીને તમે તેમનો ઉ૫યોગ કરીને કઈ રીતે મોટા માણસ બની શકો છો એ બધાનું શિક્ષણ અઘ્યાત્મવાદના નામે પ્રાચીનકાળના ઋષિઓએ વૈજ્ઞાનિક રીતે આપ્યું હતું.
હું ૫ણ એવું જ શિક્ષણ આપીશ. હું પ્રયત્ન કરીશ કે તમને પાંચ કોશના જાગરણની વિધિ બતાવું અને તમારી જેટલા આગળ વધવાની શક્તિ હોય એટલા આગળ વધારું અને ધીરેધીરે ચાલતાં તમે ઋષિમુનિઓની સ્થિતિ સુધી ૫હોંચી શકો. તમે એ માર્ગ ચાલતા રહો એવો જ મારો પ્રયાસ છે.
આજની વાત સમાપ્ત, ૐ શાંતિ
પ્રતિભાવો