સૂનકારના સાથીઓ – પ્રકૃતિનો રુદ્રાભિષેક

સૂનકારના સાથીઓ – પ્રકૃતિનો રુદ્રાભિષેક

આજે ભોજવાસા ટેકરી પર આવી પહોંચ્યા. કાલે વહેલી સવારે જ ગૌમુખ જવા રવાના થવાનું છે. અહીં વાહનવ્યવહાર નથી. ઉત્તરકાશી અને ગંગોત્રીના રસ્તે યાત્રીઓ મળે છે. ટેકરીઓ પર રોકાણ કરનારાની ભીડ હોય છે, પણ અહીં એવું નથી. આજે બધા મળી અમે છ યાત્રીઓ છીએ. જમવાનું સૌ પોતપોતાની સાથે લાવ્યા છીએ. આ જગ્યા ફક્ત કહેવા પૂરતી જ ભોજન માટે વિશ્રામની જગ્યા છે. ધર્મશાળા છે, પણ નીચેની ટેકરીઓ જેવી સવલતો અહીં મળતી નથી.

સામેના પર્વત પર દૃષ્ટિ નાખી, તો એવું લાગ્યું કે જાણે હિમગિરિ પોતે પોતાના હાથે ભગવાન શંક૨ ૫૨ પાણીનો અભિષેક કરતાં પૂજા કરી રહ્યો છે. દશ્ય ખૂબ જ અલૌકિક હતું. ખૂબ ઊંચેથી એક પાતળી જલધારા નીચે પડી રહી હતી. નીચે કુદરતી મોટાં શિવલિંગ હતાં, જેના પર પાણીની ધાર પડી રહી હતી. પડતાંની સાથે જ પાણીની ધાર છાંટાના રૂપમાં ફેરવાઈ જતી હતી. સૂર્યનાં કિરણો આ છાંટા પર પડી સપ્તરંગી ઇન્દ્રધનુષ્ય બનાવી રહ્યાં હતાં. એમ લાગતું હતું કે જાણે સાક્ષાત્ શિવજી બિરાજ્યા છે. એમના માથા પર આકાશમાંથી ગંગાનું અવતરણ થઈ રહ્યું છે અને દેવો સાત સાત રંગનાં પુષ્પો વરસાવી રહ્યા છે. દશ્ય એટલું મોહક હતું કે જોતાં મન ધરાતું જ ન હતું. ગાઢ અંધકાર છવાઈ ગયો ત્યાં સુધી આ અલૌકિક દૃશ્ય જોયા કર્યું.

સૌંદર્ય તો આત્માની તૃષ્ણા છે, પણ તે કૃત્રિમતાના કાદવમાં ક્યાંથી હોઈ શકે ? આ વન તથા પર્વતોનાં ચિત્રો બનાવી લોકો પોતાના ઘરના દિવાનખંડોમાં લગાડી સંતોષ લે છે, પરંતુ પ્રકૃતિને ખોળે સૌંદર્યનું જે ઝરણું વહી રહ્યું છે તે તરફ આંખ ઉઠાવીને કોઈ જોતું પણ નથી. અહીં આખા રસ્તે સૌંદર્ય જ વેરાયેલું પડ્યું હતું. હિમાલયને તો સૌંદર્યનો સમુદ્ર કહીએ છીએ. એમાં સ્નાન કરવાથી આત્મામાં, અંતઃકરણમાં એક ઝણઝણાટી પેદા થાય છે. આ અભૂતપૂર્વ સૌંદર્યપૂંજમાં ખોવાઈ જવાનું મન થાય છે.

આજનું દૃશ્ય આમ તો પ્રકૃતિનો ચમત્કાર જ હતો, પણ મારી ભાવના આ દશ્યમાં એક અનુભૂતિનો આનંદ લેતી રહી, જાણે સાક્ષાત્ શિવ ભગવાનનાં દર્શન ન થયાં હોય ! આ આનંદની અનુભૂતિથી આજેય અંતઃકરણ ગદ્ગદ થઈ જાય છે. કાશ ! આવા રસાસ્વાદને ટૂંકાણમાં લખી શકવું મારે માટે શક્ય બન્યું હોત તો જે લોકો અહીં હાજર નથી તેઓ વાંચીને પણ કેટલું સુખ મેળવત ? દશ્ય ન માણવા બદલ અફસોસ અનુભવત.

૨. હિમાલયમાં પ્રવેશ – ચાંદીના પર્વત.

૨. હિમાલયમાં પ્રવેશ – ચાંદીના પર્વત. આજે સૂકી ટેકરી ૫૨ ધર્મશાળાના ઉપલા માળની ઓરડીમાં ઊતર્યાં હતા. સામે જ બરફથી છવાયેલી પર્વતની ટોચ દેખાતી હતી. બરફ ઓગળીને ધીરે ધીરે પાણી બની રહ્યું હતું અને ઝરણાના રૂપમાં નીચેની બાજુએ વહી રહ્યું હતું. કેટલોક બરફ પૂરો ઓગળ્યા પહેલાં જ પાણી સાથે ભળી જઈ વહેતો હતો, એટલે દૂરથી જાણે ફીણવાળું દૂધ ઉપરથી આવી રહ્યું હોય એવું લાગતું હતું. દેશ્ય ઘણું જ સુંદર હતું, જેને જોઈને આંખોને ઠંડક થતી હતી.
જે ઓરડીમાં મારો ઉતારો હતો ત્યાંથી ત્રીજી ઓરડીમાં બીજા યાત્રાળુઓ ઊતર્યા હતા. એમાં એક છોકરો અને એક છોકરી એમ બે બાળકો પણ હતાં. બંનેની ઉંમર ૧૧-૧૨ વર્ષની હશે. એમનાં માબાપ યાત્રામાં હતાં. આ બાળકોને મજૂરની પીઠ પર ‘કન્ડી’ નામની આ વિસ્તારની પ્રખ્યાત સવારીમાં બેસાડી લાવ્યાં હતાં. બાળકો હસમુખાં અને વાતોડિયાં હતાં. બંનેમાં ચર્ચા થઈ રહી હતી કે સફેદ ચમકતો પર્વત શેનો બનેલો છે ? એમણે ક્યાંક સાંભળ્યું હશે કે પર્વતમાં ધાતુઓની ખાણો હોય છે. બાળકો નિષ્કર્ષ પર આવ્યાં કે પહાડ ચાંદીનો છે. છોકરીને એમાં શંકા થઈ, પણ વિચારી ના શકી કે આ પહાડ ચાંદીનો નથી તો શેનો છે ? પણ એણે એમ વિચાર્યું કે જો પહાડ ચાંદીનો હોય તો કોઈ ને કોઈ વ્યક્તિ એને તોડી તોડીને લઈ જવાનો પ્રયત્ન જરૂર કરે. તે છોકરા સાથે સંમત ન થઈ અને બંને ઝઘડી પડ્યાં. મને આ વિનોદ મનોરંજક લાગ્યો. બાળકો પણ વહાલાં લાગ્યાં. બંનેને બોલાવ્યાં અને સમજાવ્યું કે આ પહાડ પથ્થરનો છે, પરંતુ ઘણી ઊંચાઈ પર હોવાથી તેના પર બરફ જામી ગયો છે. ગરમી પડવાથી આ બરફ ઓગળી જાય છે અને ઠંડી પડતાં પાછો જામી જાય છે. આ બરફ ચળકે છે એટલે આખો પર્વત ચાંદી જેવો દેખાય છે. બાળકોના મનનું સમાધાન થયું, પણ આ સંબંધી ઢગલાબંધ પ્રશ્નો પૂછતાં ગયાં અને એમનાં જ્ઞાનબુદ્ધિના વિકાસ માટે પર્વતની જાણકારી સંબંધિત ઘણી વાતો હું એમને બતાવતો રહ્યો.

વિચારું છું કે બાળપણમાં મનુષ્યની બુદ્ધિ કેટલી અવિકસિત હોય છે કે બરફ જેવી મામૂલી ચીજને ચાંદી જેવી મૂલ્યવાન સમજે છે. મોટી ઉંમરની વ્યક્તિઓ આવું નથી વિચારતી. તે વસ્તુસ્થિતિને ઊંડાણથી વિચારી શકે છે, સમજી શકે છે. જો બાળપણમાં જ આવી સૂઝબૂજ આવી જાય તો વાસ્તવિકતા સમજવામાં બાળકોને કેટલું સરળ પડે !

પણ મારું વિચારવુંય ખોટું જ છે કારણ કે મોટો થઈને ય માનવી સમજદાર ક્યાં બને છે ? જેમ આ બાળકો બરફને ચાંદી સમજતાં હતાં તેવી રીતે ચાંદી કે તાંબાના ટુકડાને, ઇન્દ્રિયોનાં છિદ્રો પર ઉપડી આવતી ચળને, અભિમાનને, તુચ્છ શરીરને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ન જાણે કેટલું બધું મહત્ત્વ આપી દે છે અને એનાથી એટલી બધી આકર્ષિત થાય છે કે તે જીવનલક્ષ્યને ભૂલીને અંધકારમય બનતા જતા ભવિષ્યની પણ પરવા નથી કરતી. બાળકો રમકડાં સાથે રમવામાં કે કાગળની હોડી વહાવવામાં જેટલાં તલ્લીન હોય છે તેનાથી વધુ આપણું મન ક્ષણિક અને સારહીન સાંસારિક આકર્ષણોમાં તલ્લીન થઈ જાય છે. વાંચવું, લખવું, ખાવું, પીવું છોડીને બાળક પતંગ ચગાવવામાં મશગૂલ બને છે ત્યારે આપણે તેને ધમકાવીએ છીએ, પણ આપણને મોટી ઉંમરનાંને કોણ ધમકાવે ? બરફ ચાંદી નથી એ વાત માનવામાં બાળકોના મનનું તો સમાધાન થયું હતું, પણ તૃષ્ણા અને વાસના જીવનલક્ષ્ય નથી એવી આપણી શંકાનું નિવારણ કોણ કરે ?

સૂનકારના સાથીઓ મારો અજ્ઞાતવાસ અને તપસાધનાનો હેતુ – શ્રીરામ શર્મા આચાર્ય

સૂનકારના સાથીઓ મારો અજ્ઞાતવાસ અને તપસાધનાનો હેતુ – શ્રીરામ શર્મા આચાર્ય
તપમાં અપાર શક્તિ છે. આ જગતમાં સૌથી વધુ શક્તિસંપન્ન તત્ત્વનું મૂળ તપમાં જ સમાયેલું છે. સૂર્ય તપે છે એટલે તે સમસ્ત વિશ્વને જીવન પ્રદાન કરનાર પ્રાણભંડારનો માલિક છે. ઉનાળાના ધોમધખતા તાપથી વાયુમંડળ ગરમ થાય છે ત્યારે જ મંગળકારી વરસાદ થાય છે. સોનું પણ તપીને જ સાચું, તેજસ્વી અને કીમતી બને છે. બધી ધાતુઓ જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે દૂષિત અને ભેળસેળવાળી તેમ જ કાચી હોય છે, પરંતુ તેમને કેટલીયવાર ભઠ્ઠીમાં તપાવીએ, ઓગાળીએ અને ગાળીએ છીએ ત્યારે જ તે શુદ્ધ અને કીમતી બને છે. કાચી માટીમાંથી બનેલાં રમકડાં કાચાં હોય છે અને સહેજ ટક્કર લાગતાં જ તે તૂટી જાય છે. ભઠ્ઠીમાં તપાવ્યા બાદ તે મજબૂત અને પાકાં, લાલ રંગનાં બને છે. કાચી ઈંટો ભઠ્ઠામાં તપાવ્યા અને પકવ્યા બાદ પથ્થર જેવી કઠણ થઈ જાય છે. મામૂલી કાંકરા પકવ્યા બાદ ચૂનો બને છે, જેના વડે વિશાળ મહેલો બને છે, જે સેંકડો વર્ષ સુધી ઊભા રહી શકે છે.

મામૂલી અબરખને જ્યારે અગ્નિમાં સો વાર તપાવીએ છીએ ત્યારે તેમાંથી ચંદ્રોદય રસ બને છે. કેટલીયવાર અગ્નિમાં બાળ્યા પછી જ ધાતુઓની મૂલ્યવાન ભસ્મ તૈયાર થાય છે, જેના યોગ્ય ઉપયોગથી દુ:ખદાયક રોગોથી મુક્ત થઈ રોગી અને અશક્ત વ્યક્તિઓ પુનર્જીવન મેળવે છે. સામાન્ય રીતે કાચાં અનાજ, શાક, દાળ વગેરે અપાચ્ય અને અરુચિકર હોય છે, તેમ જ સ્વાદિષ્ટ પણ લાગતાં નથી. રાંધવાની ક્રિયામાં ગરમ થયા બાદ જ તે સુપાચ્ય, રુચિકર અને સ્વાદિષ્ટ બને છે. ધોબીની ભઠ્ઠીમાં ઉકાળ્યા બાદ જ મેલાં કપડાં સ્વચ્છ અને ઊજળાં થાય છે. પેટના જઠરાગ્નિ દ્વારા પચાવેલું અનાજ હાડકાં અને લોહીનું રૂપ ધારણ કરી આપણા શરીરનો ભાગ બને છે. જો આ અગ્નિસંસ્કારની, તપવાની ક્રિયા બંધ થાય તો નિશ્ચિતરૂપે વિકાસનો સમગ્ર ક્રમ જ બંધ થઈ જાય.

પ્રકૃતિ તપે છે એટલે સૃષ્ટિની બધી જ સંચાલનવ્યવસ્થા ચાલે છે. જીવ તપે છે એટલે જ એના ગર્ભમાં સુષુપ્ત પડેલાં પુરુષાર્થ, પરાક્રમ, સાહસ, ઉત્સાહ, ઉલ્લાસ, જ્ઞાનવિજ્ઞાન જેવાં રત્નોની હારમાળા સ્ફૂરે છે. માતા પોતાના અંડકોષ અને ગર્ભને શરીરની ગરમીથી પકવી બાળકને જન્મ આપે છે. જે વ્યક્તિઓએ સુષુપ્તાવસ્થામાંથી આસમાને પહોંચવાની, ખાવા-સૂવા કરતાં કંઈક નવું અને વધારે કરવાની ઇચ્છા રાખી છે તે બધાંએ તપ કરવું જ પડ્યું છે. સંસારમાં અનેક પુરુષાર્થી, પરાક્રમી અને ઇતિહાસનાં પાનાં પર સુવર્ણાક્ષરે અંકિત થયેલા મહાપુરુષોએ કોઈ ને કોઈ રૂપે તપ કરવાં જ પડ્યાં છે. ખેડૂત, વિદ્યાર્થી, મજૂર, વૈજ્ઞાનિક, નેતા, વિદ્વાન, ઉદ્યોગપતિ, કારીગર વગેરેમાં એ લોકો જ સફળ થયા છે, જેમણે કઠોર પરિશ્રમ અને કઠોર તપસ્યાની નીતિ અપનાવી છે. જો એ લોકો આળસ, પ્રમાદ, શિથિલતા તેમ જ વિલાસમાં પડ્યા રહ્યા હોત તો સિદ્ધિઓના શિખરે ન પહોંચ્યા હોત.

બધા પ્રકારના પુરુષાર્થોમાં આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્ત્વ સૌથી વધારે છે. જે રીતે સામાન્ય સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપત્તિ વધુ મહત્ત્વની છે તે જ રીતે આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્ત્વ વધારે છે. ધન, બુદ્ધિ, બળ વગેરેના આધારે કેટલીય વ્યક્તિઓ ઉન્નતિ કરી સુખી તેમ જ પ્રતિષ્ઠિત બની છે, પરંતુ જેમણે આધ્યાત્મિક બળ મેળવ્યું છે એમણે પેલી વ્યક્તિઓ કરતાં કંઈ કેટલુંય વધારે પ્રાપ્ત કર્યું છે. પિત્તળ તેમ જ સોનામાં તથા કાચ અને રત્નમાં જે અંતર છે તે જ અંતર સાંસારિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ વચ્ચે છે. આ સંસારમાં ધનવાન, શેઠ, અમીર, ઉમરાવ, ગુણવાન, વૈજ્ઞાનિક તથા કલાકાર ઘણા છે, પણ એમની સરખામણી જેમણે સમગ્ર સંસારના હિતને ધ્યાનમાં લીધું છે એવા આધ્યાત્મિક પુરુષાર્થીઓ સાથે ન થઈ શકે. પ્રાચીનકાળમાં પણ બધા સમજુ લોકો, રાજાઓ વગેરે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા કઠોર સાધના માટે નાની ઉંમરમાં જ ઋષિઓના આશ્રમોમાં, ગુરુકુળોમાં મોકલી દેતા, જેથી એ બાળકો મોટા થઈને મહાપુરુષોની હરોળમાં આવે.

સંસારમાં જે જે મહાન કાર્યોસિદ્ધ થયાં છે તેની પાછળ તપશ્ચર્યાની તાકાત ચોક્કસપણે રહેલી છે. આપણો દેશ દેવતાઓ અને નવરત્નોનો દેશ રહ્યો છે. આ ભારતભૂમિ સ્વર્ગથી પણ મહાન ગણાય છે. જ્ઞાન, પરાક્રમ અને સંપત્તિની દૃષ્ટિથી આ દેશ અનાદિકાળથી વિશ્વનો મુગટમણિ રહ્યો છે. ઉન્નતિના શિખરે પહોંચવાનું કારણ અહીંના લોકોની પ્રચંડ તપશ્ચર્યા જ છે. આળસુ, વિલાસી, સ્વાર્થી અને લોભી લોકોને અહીં સદાય તિરસ્કાર જ મળ્યો છે. તપશક્તિની મહત્તાને અહીંના લોકોએ ઓળખી અને તે મુજબ કરવાની તત્પરતા બતાવી ત્યારે જ આ ભારત દેશને જગદ્ગુરુઓ, ચક્રવર્તી શાસકો અને સંપત્તિ મેળવવાનું માન મળ્યું.

આપણા ભૂતકાળના ઇતિહાસ પર નજર કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે ભારતનો બહુમુખી વિકાસ તપશ્ચર્યા પર જ આધારિત રહ્યો છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૃષ્ટિનિર્માણ પહેલાં વિષ્ણુ ભગવાનની નાભિમાંથી નીકળેલ કમળ પર આસન જમાવી સેંકડો વર્ષ મા ગાયત્રીની ઉપાસનાના આધારે તપ આદર્યાં ત્યારે જ તેમને સૃષ્ટિનિર્માણ અને જ્ઞાનવિજ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ મળી. માનવધર્મના ભગવાન મનુએ પોતાની રાણી શતરૂપા સાથે પ્રચંડ તપ આદર્યા બાદ જ પોતાની મહત્ત્વની જવાબદારી પૂરી કરી હતી. ભગવાન શંકર સ્વયં તપરૂપ હતા. એમનું કર્તવ્ય શરૂઆતથી જ તપસાધનાનું રહ્યું. શેષનાગે તપોબળથી જ આ પૃથ્વીને પોતાના માથા પર ઉઠાવી છે. સાત ઋષિઓએ આ માર્ગે જ લાંબા સમય સુધી કર્તવ્યશીલ રહીને એવી સિદ્ધિ મેળવી, જેથી એમનાં નામ સદાયને માટે અજરઅમર થઈ ગયાં. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પોતપોતાના શિષ્યોના કલ્યાણાર્થે તપસાધનાના આધારે જ માર્ગદર્શન આપી રહ્યા હતા.

નવી સૃષ્ટિ રચનાર વિશ્વામિત્ર અને રઘુવંશના રાજાઓને પેઢીઓ સુધી માર્ગદર્શન આપનાર વશિષ્ઠ ઋષિની ક્ષમતા સાધના અને તપમાં જ સમાયેલી હતી. એકવાર રાજા વિશ્વામિત્ર વનમાં પોતાની સેના લઈને ગયા ત્યારે પોતાની પાસે કંઈ ન હોવા છતાં વશિષ્ઠજીએ સમગ્ર સેનાની રહેવાજમવાની આગતાસ્વાગતા કરી, તો વિશ્વામિત્ર આશ્ચર્યચકિત થયા. કંઈક વાંધો પડતાં શસ્ત્રહીન વશિષ્ઠજી અને વિશાળ સેનાધારી

વિશ્વામિત્રને ઝઘડો થયો. ભયંકર યુદ્ધ થયું, પરંતુ અંતે રાજા વિશ્વામિત્રે જ પરાજિત થવું પડ્યું. એમણે ‘ધિક્ બલમ્ ક્ષત્રિય બલમ્ બ્રહ્મ તેજો બલમ્ બલમ્’ની ઘોષણા કરી રાજપાટ છોડી દીધાં અને શક્તિની આરાધના માટે પોતાનું શેષ જીવન સમર્પિત કરી દીધું.

ભગીરથ રાજાના નર્કમાં પડી રહેલા પૂર્વજોના ઉદ્ધાર માટે તેમ જ તરસી ધરતીને તૃપ્ત કરવા, જનસમાજના કલ્યાણ માટે ગંગાવતરણની આવશ્યકતા હતી. આ મહાન હેતુ પૂર્ણ કરવા લૌકિક પુરુષાર્થની નહિ, પણ તપશક્તિની જરૂર હતી. ભગીરથ રાજા કઠોર તપસ્યા કરવા વનમાં ગયા અને પોતાની સાધનાથી ગંગાજીને પ્રભાવિત કરીને તેમને પૃથ્વી પર અવતરવા અને શિવજીને તેમની જટામાં ગંગાજીને ઝીલવા તૈયાર કર્યા. આવું કામ સહેલાઈથી થતું નથી. તપશક્તિએ જ આવું ભગીરથ કાર્ય શક્ય બનાવ્યું છે.

ચ્યવન ઋષિ ઘણાં વર્ષોથી એવું કઠોર તપ કરી રહ્યા હતા કે એમના આખા શરીર પર ઊધઈએ રાફડો બનાવ્યો. ઋષિનું આખું શરીર માટીના ઢગલા જેવું થઈ ગયું. રાજકુમારી સુકન્યાએ ઢગલાનાં છિદ્રોમાં બે ચમકતી ચીજો જોઈ તેમાં કાંટા ભોંકી દીધા. આ ચમકદાર ચીજો તો ચ્યવન ઋષિની આંખો હતી. ચ્યવન ઋષિએ પોતાની અંદર રહેલાં સુષુપ્ત કેન્દ્રોને જાગૃત કરી, પરમાત્માના અખૂટ ભંડારમાંથી પોતે કંઈક મેળવવા લાયક બને તે માટે આવું તપ કરેલું.

શુકદેવજી જન્મથી જ સાધનામાં વ્યસ્ત રહ્યા. તેઓ એવું માનતા કે માનવજીવનનો સદુપયોગ તૃષ્ણાજન્ય પ્રલોભનો તેમ જ મન બહેકાવતી બાબતોને દૂરથી જ નમસ્કાર કરી બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મતત્ત્વ જેવા આધ્યાત્મિક હેતુઓ માટે જ કરવો જોઈએ.

સાધારણ રાજકુમારની જેમ ધ્રુવે જો મોજમજાનું જીવન વિતાવ્યું હોત તો તે તપસ્વી બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ ‘ધ્રુવ તારો’ બની પોતાની જાતને અમર બનાવી શક્યા ન હોત. તપસ્વી જીવનમાં એમને એવું રાજપાટ મળ્યું કે પિતાની દયાકૃપાથી પણ આવડું મોટું રાજ્ય ન મળ્યું હોત. ધરતી પર વેરાઈ ગયેલા અન્નકણો વીણી પોતાનો નિર્વાહ કરનાર કણાદ ઋષિ, વડના દૂધ પર નિર્વાહ કરનાર વાલ્મીકિ ઋષિ વગેરે ભૌતિક ભોગવિલાસથી વંચિત તો રહ્યા, પણ તેના બદલામાં તેમને જે કંઈ મળ્યું તે મહાન સંપત્તિ કરતાં સહેજેય ઊતરતું ન હતું.

ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એ સમયના લોકોની દુર્ગતિ દૂર કરવા પોતાની તપસ્યાનો બ્રહ્માસ્ત્રના રૂપમાં ઉપયોગ કર્યો. વ્યાપક હિંસા અને આસુરી વાતાવરણને દયા અને અહિંસામાં ફેરવી નાખ્યું. દુષ્ટતાને હઠાવવા દંડ, દમન અને અસ્ત્રશસ્ત્રનો કે લશ્કરની સહાયનો ઉપયોગ તો સમજી શકાય, પણ તપોબળથી અત્યાચારી શાસકોને પૃથ્વી પરથી ધરમૂળથી નાબૂદ કરવામાં ભગવાન પરશુરામની ફરસી અમોઘ શસ્ત્ર સાબિત થઈ. એનાથી જ એમણે મોટા મોટા સામંતો અને સેનાવાળા રાજાઓને હરાવીને એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી. અગસ્ત્ય ઋષિનો ક્રોધ બિચારો સમુદ્ર કેવી રીતે જીરવી શકે ? તેઓ ત્રણ જ ઘૂંટડામાં આખા સમુદ્રનું પાણી પી ગયા. દેવો જ્યારે કોઈ પણ રીતે દાનવોને હરાવી ન શક્યા ત્યારે ઇન્દ્ર ભગવાને દધીચિ ઋષિનાં તેજસ્વી હાડકાંનું વજ્ર બનાવી દેવોને ઉગાર્યા.

પુરાતનકાળમાં જેમનામાં તિતિક્ષા તેમ જ મુશ્કેલીઓ સહન કરવાની ક્ષમતા હતી તેઓ જ વિદ્યાને લાયક ગણાતા હતા. આવા લોકોના હાથમાં પહોંચેલી વિદ્યા દ્વારા જ સંસારને લાભ મળતો હતો. આજે લોભી અને વિલાસી વૃત્તિવાળા માટે જ આ વિદ્યા સરળ બની ગઈ છે. પરિણામે વિદ્યાનો દુરુપયોગ પણ ખૂબ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે અભણની તુલનામાં ભણેલા લોકો જ માનવધર્મથી ઘણા દૂર ધકેલાઈ ગયા છે અને તેઓ અનેક પ્રશ્નો ઊભા કરી સંસારનાં સુખશાંતિ માટે પણ ખતરારૂપ બન્યા છે. પ્રાચીનકાળમાં પ્રત્યેક સમજુ વ્યક્તિ પોતાનાં બાળકોને તપસ્વી બનાવવા માટે ગુરુકુળોમાં મોકલતી હતી અને ગુરુકુળોના સંચાલકો ઘણા લાંબા સમય સુધી વિદ્યાર્થીઓમાં સહનશીલતા જાગૃત કરતા હતા. જે વિદ્યાર્થીઓ પ્રારંભિક પરીક્ષામાં સફળ થતા તેમને જ લાયક ઠેરવી વિદ્યા પ્રદાન કરતા હતા. ઉદ્દાલક, આરુણિ જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને કડક પરીક્ષાઓમાં પાસ થવું પડ્યું હતું.

ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા ઉત્સુક કેટલીય વ્યક્તિઓ તપસ્વીઓની કૃપાથી ધન્ય બની છે. શૃંગીઋષિ દ્વારા આયોજિત પુત્રપ્રાપ્તિ યજ્ઞ દ્વારા ત્રણ ત્રણ લગ્ન કરવા છતાં પુત્રસુખ નહિ પામનાર રાજા દશરથને ચાર પુત્ર મળ્યા. રાજા દિલીપે લાંબા સમય સુધી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પત્ની સાથે રહી ગાયો ચરાવી એમની કૃપા મેળવી, જેના ફળસ્વરૂપે તેમનો વંશવેલો પાંગર્યો. પાંડુરાજા નિઃસંતાન હતા. વ્યાસજીના આશીર્વાદથી પરમ પ્રતાપી પાંચ પાંડવો ઉત્પન્ન થયા. સ્વ. શ્રી જવાહરલાલ નહેરુની બાબતમાં કહેવાય છે કે તેમના પિતા મોતીલાલ નહેરુ જ્યારે લાંબા સમય સુધી નિઃસંતાન હતા ત્યારે તેમની ચિંતા દૂર કરવા હિમાલય નિવાસી એક તપસ્વીએ પોતાના શરીરનો ત્યાગ કરીને તેમનો મનોરથ પૂર્ણ કર્યો. કેટલાય ઋષિકુમારો પોતાનાં માબાપની પ્રચંડ આધ્યાત્મિક શક્તિ લઈને જ પેદા થયા હતા અને તેમણે બાળપણમાં જ એવાં કાર્યો કરેલાં, જે મોટા માટે પણ અશક્ય હતાં. લોમશ ઋષિના પુત્ર શૃંગી ઋષિએ જ્યારે રાજા પરીક્ષિતને પોતાના પિતાના ગળામાં સાપ નાખતાં જોયા, ત્યારે તરત જ ગુસ્સે થઈ જઈ શાપ આપ્યો કે આ દુષ્કૃત્ય કરનારને સાત દિવસમાં જ સાપ કરડશે. રાજા પરીક્ષિતના સંરક્ષણની કડક વ્યવસ્થા હોવા છતાં ઋષિકુમારનો શાપ હકીકત બનીને જ રહ્યો.

શાપ અને વરદાનોનાં આશ્ચર્યજનક પરિણામોથી આપણા પ્રાચીન ઇતિહાસનાં પાનાં ભરેલાં છે. શ્રવણકુમારને તીર મારવાના દંડ રૂપે શ્રવણના પિતાએ શાપ આપ્યો હતો કે તેઓ પણ પુત્રશોકથી આવી જ રીતે ઝૂરીઝૂરીને મરશે. તપસ્વીના મોંમાંથી નીકળેલું વચન મિથ્યા જતું નથી. દશરથને એ રીતે જ મરવું પડ્યું. પ્રસન્ન થઈ દેવતાઓની જેમ તપસ્વી ઋષિઓ વરદાન પણ આપતા હતા અને દુઃખ, દારિદ્રયથી પીડાતી અનેક વ્યક્તિઓ સુખશાંતિ મેળવી શકતી.

ફક્ત પુરુષો જ નહિ, પરંતુ તપસાધના ક્ષેત્રે ભારતની સ્ત્રીઓ પણ પાછળ ન હતી. પાર્વતીએ પ્રચંડ તપ કરી સમર્થ, સંહારક, સમાધિસ્થ શંકરજીને લગ્ન કરવા મજબૂર કર્યા. અનસૂયાએ પોતાની આત્મશક્તિથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નાનાં બાળકોમાં ફે૨વી દીધા હતા. સુકન્યાએ તપ કરીને પોતાના વૃદ્ધ પતિને યુવાન બનાવ્યા. સાવિત્રીએ યમરાજા સાથે સંઘર્ષ કરી પોતાના મૃત પતિ સત્યવાનને સજીવન કર્યો. કુંતીએ સૂર્યનું તપ કરી કુંવારી અવસ્થામાં સૂર્ય સમાન તેજસ્વી કર્ણને જન્મ આપ્યો. ક્રોધિત ગાંધારીએ કૃષ્ણને શાપ આપ્યો કે જે રીતે મારા કુળનો નાશ થયો છે તેવી જ રીતે આંતિરક સંઘર્ષથી તારું કુળ પણ નાશ પામશે. એમનું વચન મિથ્યા ગયું નહિ. બધા યાદવો આંતરિક સંઘર્ષમાં જ નાશ પામ્યા. દમયંતીના શાપથી પારધી જીવતો જ સળગી ગયો. ઈડાએ પોતાના પુત્ર મનુને યજ્ઞ કરવામાં સહાયતા કરી. આ બધાં આશ્ચર્યજનક કાર્યો પાછળ સ્રીતપોબળનો મહિમા છુપાયેલો છે.

દેવોની જેમ દાનવો પણ જાણતા હતા કે તપમાં જ અપાર શક્તિ છે. એમણે પણ પ્રચંડ તપ કર્યાં અને એવાં વરદાન પ્રાપ્ત કર્યો કે જે દેવોને પણ મળી શકેલાં નહિ. રાવણે અનેક વાર પોતાની જાતને હોડમાં મૂકીને કરેલા તપથી શંકરજીને પ્રભાવિત કરી અજેય શક્તિઓનો ભંડાર પ્રાપ્ત કર્યો હતો. કુંભકર્ણે તપ દ્વારા જ છ મહિના જાગવાનું અને છ મહિના સૂવાનું અદ્ભુત વરદાન મેળવ્યું હતું. મેઘનાદ, અહિરાવણ અને મારીચની વિભિન્ન માયાજાળ એમને તપ દ્વારા જ પ્રાપ્ત થઈ હતી. ભસ્માસુરે માથા પર હાથ મૂકના૨ને સળગાવી દેવાની શક્તિ તપ વડે જ મેળવી હતી. હિરણ્યકશ્યપ, હિરણ્યાક્ષ, સહસ્રબાહુ, બલિ વગેરે દાનવોનાં પરાક્રમોનો મૂળ આધાર તપ જ હતું. વિશ્વામિત્ર અને રામચંદ્રજી માટે માથાનો દુઃખાવો સાબિત થયેલી તાડકા, શ્રીકૃષ્ણજીના પ્રાણ લેવા પ્રયત્ન કરનાર પૂતના, હનુમાનજીને ગળી જવાનો પ્રયત્ન કરી સીતાજીને કૌતુક બતાવનાર ત્રિજટા વગેરે દાનવનારીઓ પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ હતી.

આવા દસવીસ નહિ, પણ હજારો લાખો પ્રસંગો ભારતીય ઇતિહાસમાં મોજૂદ છે. તપશક્તિથી શરીરધારી મનુષ્યોએ વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવાં જનકલ્યાણનાં ઉદાહરણો આપ્યાં છે. આ યુગમાં પણ મહાત્મા ગાંધીજી, સંત વિનોબા, મહર્ષિ દયાનંદ, મીરા, કબીર, દાદુ, તુલસીદાસ, સૂરદાસ, રઈદાસ, મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ જેવી આત્મબળસંપન્ન વ્યક્તિઓએ જે કાર્યો કર્યાં છે તે સામાન્ય ભૌતિક સુખોના પુરુષાર્થ દ્વારા ન થઈ શક્યાં હોત. મેં પણ મારા જીવનના પ્રારંભમાં જતપશ્ચર્યાનો આરંભ કર્યો છે. ચોવીસ મહાપુરશ્ચરણોની કઠોર તપસ્યા દ્વારા ઉપલબ્ધ શક્તિનો ઉપયોગ મેં લોકકલ્યાણાર્થે કર્યો છે. ફળસ્વરૂપ અસંખ્ય વ્યક્તિઓ મારી મદદથી ભૌતિક ઉન્નતિ તથા આધ્યાત્મિક પ્રગતિની ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકી છે. અનેકને ભારે વ્યથા, વ્યાધિઓ, ચિંતા તથા પરેશાનીઓથી છુટકારો મળ્યો છે. સાથે જ ધર્મજાગૃતિ અને નૈતિક પુનરુત્થાનની દિશામાં આશાજનક કામ થયું છે. ચોવીસ લાખ ગાયત્રી ઉપાસકોનું નિર્માણ અને ચોવીસ હજાર કુંડોના યજ્ઞનો સંકલ્પ એટલો મહાન હતો કે સેંકડો લોકો કેટલાય જન્મોમાં પણ પૂર્ણ ન કરી શકે તે કામ ફક્ત થોડાક જ દિવસોમાં ઘણા ઉત્સાહથી પૂર્ણ થયું. ગાયત્રી તપોભૂમિનું તથા ગાયત્રી પરિવારનું નિર્માણ તેમ જ વેદ પરનાં પ્રકાશનો એ એવાં કાર્યો છે, જે સાધના તથા તપશ્ચર્યાના પ્રતાપે જ થઈ શક્યાં છે.

ભવિષ્યમાં પણ તપ કરવાનો નિશ્ચય કર્યો છે અને ભાવિ જીવનને તપસાધનામાં જ વિતાવવાનું નક્કી કર્યું છે. હું તપનું મહત્ત્વ સમજી ચૂક્યો છું. સંસારનાં મોટામાં મોટાં પરાક્રમો કે પુરુષાર્થની તુલનામાં સાધનાની કિંમત ઘણી વધારે છે. ઝવેરી કાચનો ટુકડો ફેંકી દઈ સાચા હીરાની સંભાળ રાખે છે. મેં પણ

ભૌતિક સુખોને લાત મારીને તપની સંપત્તિ એકઠી કરવાનો નિશ્ચય કર્યો છે એ સાંસારિક પરિજનોને ભલે યોગ્ય ન લાગે, પણ આ નિશ્ચયમાં દૂરંદેશીપણું અને બુદ્ધિમત્તા જ રહેલાં છે.

રાજનીતિજ્ઞો અને વૈજ્ઞાનિકો હાલ જે કંઈ કરી રહ્યા છે તે બધું ફક્ત અગ્નિ ભડકાવનારું તથા નાશ કરનારું જ છે. એવાં શસ્ત્રો બની રહ્યાં છે, જે વિરોધી દેશોને નષ્ટ કરી નાખીને પોતાના વિજયનો ડંકો વગાડે, પરંતુ એવાં શસ્રો કોઈ નથી બનાવતું, જે સળગેલી આગને બુઝાવી શકે, આગ સળગાવનારા હાથોને રોકી શકે અને જેમનાં દિલદિમાગમાં ફક્ત સંહારનો દાવાનળ જ સળગે છે એમાં શાંતિ અને કલ્યાણનો મધુર રસ ફેલાવી શકે. એવાં શાંતિશસ્ત્રોનું નિર્માણ રાજધાનીઓમાં કે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ન થઈ શકે. પ્રાચીનકાળમાં પણ જ્યારે આવી જરૂર ઊભી થયેલી ત્યારે તપોવનની પ્રયોગશાળામાં તપસાધનાના મહાન પ્રયત્નો દ્વારા જ શાંતિશસ્ત્રો તૈયાર કરાયાં હતાં. વર્તમાનકાળમાં પણ અનેક આત્માઓ આવા પ્રયત્નો માટે આગળ આવી રહ્યા છે.

સંસારને, માનવજાતિને સુખી અને ઉન્નત બનાવવા માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. ઉદ્યોગધંધા, કારખાનાં, રેલવે, તાર, રસ્તા, બંધ, શાળાઓ, દવાખાનાં વગેરેનું ઘણું ઘણું નિર્માણ થતું રહ્યું છે. એનાથી ગરીબી, બીમારી, નિરક્ષરતા અને અસભ્યતા ઓછી થવાની આશા રાખવામાં આવે છે, પરંતુ માનવહૃદયમાં પ્રેમ અને આત્મીયતાનું, સ્નેહ અને સૌજન્યનું, આસ્તિકતા અને ધાર્મિકતાનું, સેવા અને સંયમનું ઝરણું વહેતું કર્યા સિવાય વિશ્વશાંતિની દિશામાં કોઈ કાર્ય થઈ શકશે નહિ.

જ્યાં સુધી સન્માર્ગની પ્રેરણા આપનાર, ગાંધીજી, દયાનંદ, શંકરાચાર્ય, બુદ્ધ, મહાવી૨, નારદ તથા વ્યાસ જેવા આત્મબળસંપન્ન માર્ગદર્શક ન હોય ત્યાં સુધી લોકમાનસને ઊંચે લાવવાના પ્રયત્નો નિષ્ફળ જશે. લોકમાનસને ઊંચે લાવ્યા વિના, પવિત્ર અને આદર્શવાદી ભાવનાઓ ઉત્પન્ન કર્યા વિના ઈર્ષ્યા, દ્વેષ, શોષણ, અપહરણ, આળસ, વ્યભિચાર, પાપાચાર વગેરે દૂર થઈ શકશે નહિ અને ત્યાં સુધી કલેશ, કલહ, રોગ, ગરીબી વગેરેથી માનવજાતને કદીય છુટકારો મળશે નહિ.

લોકમાનસને પવિત્ર, સાત્ત્વિક, માનવતા તથા નૈતિકતાથી પૂર્ણ બનાવવા જે સૂક્ષ્મ આધ્યાત્મિક દિવ્ય તરંગો વહેવડાવવા જરૂરી છે તે ઉચ્ચ કોટિના આત્માઓ દ્વારા વિશિષ્ટ તપસાધનાથી ઉત્પન્ન થશે. માનવતાની, ધર્મ અને સંસ્કૃતિની આ સૌથી મોટી સેવા છે. હાલના જમાનામાં આવા પ્રયત્નોની ખૂબ જ જરૂર છે કારણ કે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ દુષ્ટ અને આસુરી તત્ત્વોનું પલ્લું વધુ ને વધુ નમતું જાય છે. વધુ રાહ જોવામાં અહિત અને અનિષ્ટ થવાની સંભાવના વધશે.

સમયના પોકારે મને આ પગલું લેવા પ્રેરણા આપી. આમ તો જ્યારથી યજ્ઞોપવીત સંસ્કાર (જનોઈ) ગ્રહણ કર્યો ત્યારથી જ નિત્ય નિયમિત છ કલાકની ગાયત્રી ઉપાસના ચાલુ છે, પરંતુ મોટા ઉદ્દેશ્યો માટે જે ઘનિષ્ઠ સાધના અને પ્રચંડ તપોબળની આવશ્યકતા હોય છે. તે માટે એક વર્ષ સુધી ઋષિઓની તપોભૂમિ હિમાલયમાં રહીને ખાસ હેતુસર તપ કરવું જરૂરી લાગ્યું. આ તપસાધના પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ ન હતો.

સ્વર્ગ અને મોક્ષની કોઈ દિવસ લાલચ રહી નથી અને રહેશેય નહિ. અનેકવાર માનવજાતિના કલ્યાણ માટેની પ્રતિજ્ઞા લીધી છે, તો પછી પીછેહઠ શા માટે કરવી ? વિશ્વહિત જ મારું હિત છે એ લક્ષ્ય સાથે તપના ઉગ્ર તાપમાં આ શરી૨ને વધારે તપાવવાનું હાલનું પગલું લીધું છે.

સંયુક્ત કુટુંબના ધાર્મિક દૃષ્ટિએ લાભ :

સંયુક્ત કુટુંબના ધાર્મિક દૃષ્ટિએ લાભ :

ધાર્મિક દૃષ્ટિએ સંયુક્ત કુટુંબ કર્તવ્ય, સંયમ, ત્યાગ, નિઃસ્વાર્થ તથા સેવા ભાવનાના શિક્ષણનું ૫વિત્ર સ્થાન છે. માતાપિતા, મોટાભાઈ, સાસુ, નણંદ, જેઠાણી વગેરે પ્રત્યેની જે ફરજ છે, તે સંયુક્ત કુટુંબમાં રહીને જ નિભાવી શકાય છે. વડીલોનું સન્માન, સેવા તથા આદર ૫ણ ત્યારે જ સંભવ છે કે જ્યારે તેમની સાથે રહેવામાં આવે. વડીલો ૫ણ પોતાના અનુભવનો લાભ ત્યારે જ આપી શકે છે. જે વડીલોએ એક બાળકને ખોળામાં રમડ્યો હોય અને એક યુગ સુધી મોટી મોટી આશાઓ રાખી હોય, તે ૫ગભર થતાં જ અલગ થઈ જાય છે ત્યારે એમને ભયંકર માનસિક આઘાત લાગે છે.

ધાર્મિક દૃષ્ટિએ આ એક કૃતઘ્નતા છે. એવી કૃતઘ્નતા અ૫નાવવાથી મનુષ્ય પોતાના સહજ ધર્મલાભથી તથા કર્તવ્યપાલનથી વંચિત રહી જાય છે.

જેઓ કુટુંબને પોતાનું ધર્મક્ષેત્ર માનીને અનેક પ્રકારનાં ૫વિત્ર કર્તવ્યોનું પાલન કરતા જઈને પ્રભુ પુજા કરે છે તેઓ સાચો આત્મલાભ મેળવે છે. આ૫ણો ૫રિવાર ૫રમેશ્વરે આ૫ણને સોંપેલું એક ઉદ્યાન છે. એમાં વિવિધ પ્રકારના નાના મોટા છોડ ઊગેલા છે. એક કર્તવ્ય૫રાયણ માળીની જેમ આ૫ણે દરેક નાના મોટા છોડને સિંચવાનાં છે. જેઓ આ રીતે પોતાના કર્તવ્યનું પાલન કરે છે તેઓ એક રીતે યોગસાધના જ કરે છે અને યોગનું ફળ પ્રાપ્ત કરે છે. પોતાના વ્યક્તિગત મર્યાદિત સ્વાર્થની દૃષ્ટિને વિસ્તૃત કરીને જ્યારે મનુષ્યને સ્ત્રી, પુત્ર, પૌત્ર, ૫રિજન વગેરેમાં ફેલાવે છે ત્યારે તે અહંભાવનો વિસ્તાર તીવ્ર ગતિથી થવા લાગે છે. ૫છી પ્રાંત તથા દેશ આગળ વધીને એની દૃષ્ટિ વસુધૈવ કુટુંબકમની થઈ જાય છે અને બધાં જ પોતાના આત્માનાં, ૫રમાત્માનાં હોય એવા લાગે છે. આ જ જીવનમુક્તિ છે.

આ રીતે સંયુક્ત કુટુંબ એક એવા સુદૃઢ ગઢ છે, જેમાં બહારની કોઈ ૫ણ વ્યક્તિ પ્રવેશ કરી શકતી નથી કે કોઈ હાનિ ૫હોંચાડી શકતી નથી, અને સર્વતોમુખી પ્રગતિ થઈ શકે છે, ૫રંતુ દુઃખ સાથે સ્વીકારવું ૫ડે છે કે આજે આ૫ણાં ઘણાંખરાં સંયુક્ત કુટુંબો કલહ અને મનની મલિનતાનો શિકાર બની ગયાં છે. એનું કારણ ઘરના વડાની નબળાઈઓ છે. જો વડો મનોવિજ્ઞાનનો સારો જાણકાર હોય બાળકો, વૃદ્ધો અને સ્ત્રી સ્વભાવને સારી રીતે સમજતો હોય તો તે કુટુંબમાં કલહનો પ્રસંગ જ નહીં આવવા દે. એણે ખૂબ અનુભવી, દૂરદર્શી, ન્યાયસંગત, નિઃસ્વાર્થ, નિષ્ક૫ટ તથા શાંત સ્વભાવના હોવું  જોઈએ. એનો વિવેક જાગ્રત રહે, તે શાંતિથી બધાંને સાંભળે, વિચારે અને ૫છી નિર્ણય કરે. તે કુટુંબનો નિયંત્રણકર્તા કે માર્ગદર્શક છે. એને આવનારી મુશ્કેલીઓ, ઘરની આર્થિક સુવ્યવસ્થા, વિવાહ સંબંધોની ચિંતા, યુવકોની નોકરીઓ, સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને શિશુપાલનું જ્ઞાન હોવું જોઈએ. અનેક વખત એણે યુક્તિથી કામ લેવું ૫ડે. પ્રશંસા અને પ્રેરણા આ૫વી ૫ડે, આક્રોશ અને ધાકધમકીનો પ્રયોગ કરી માર્ગ ભૂલેલાઓને સન્માર્ગ ૫ર લાવવા ૫ડે અને આર્થિક રીતે આગળ વધવું ૫ડે. પોતાની ધાર્મિક ઉજ્જવળતાથી એણે ૫રિવારના બધા સભ્યનો આદર અને માનને પાત્ર ૫ણ બનવું ૫ડે.


સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ

સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ

સમાજિક દૃષ્ટિએ સંયુક્ત કુટુંબ વધારે પ્રતિષ્ઠિત મનાઈ છે. પીઢ અનુભવી વ્યક્તિઓના ૫રિવારની સંયુક્ત જન શક્તિ જોઈને પ્રતિસ્પર્ધીઓ તેમનો મુકાબલો કરતાં નથી. મિત્રો આકર્ષાય છે. સામાજિક પ્રતિષ્ઠા વધે છે. સંયુક્ત શક્તિના સ્વામિત્વનું બળ ઘરના દરેક સભ્યમાં રહે છે.

દરેક સભ્ય સમજે છે કે જો કોઈએ મારું અ૫માન કર્યું તો આખા કુટુંબના સભ્યો તેનો બદલો લેશે. વીસ વ્યક્તિઓના કુટુંબના બધાંની શક્તિનું બળ ધારો કે એક મણ છે, તો એવા અલગ અલગ દરેકનું બળ બે શેર થયું, ૫રંતુ સમાજમાં દરેક બળ એકેક મણ માનવામાં આવે છે, એવી રીતે દરેકને વીસગણી  શક્તિનો લાભ તો અનાયાસે જ મળી જાય છે.

અલગ રહેવાથી તો મનુષ્યની જે વાસ્તવિક શક્તિ હોય છે તેનાથી ૫ણ ઓછી જણાય છે. બીજા લોકો સમજે છે કે પોતાની અંગત જરૂરિયાતો માટે એની પાસે સમય, શક્તિ, અને ધન ઓછું જ બચતું હશે એનાથી એ કોઈને હાનિ કે લાભ ૫હોંચાડી શકશે નહીં. એ માન્યતાના આધારે એ માણસ ખરેખરી સ્થિતિ કરતાં ૫ણ નાનો જણાવા લાગે છે.

એવી સ્થિતિમાં દેશ યા સમાજસેવા નિમિત્તે કોઈ મહાન ત્યાગ કરવા માટે ૫ણ તે વ્યક્તિતત્પર થઈ શકતો નથી. જો કદાચ તૈયાર થઈ જાય તો ૫ણ તેને સતત ચિંતા રહે છે તથા એના આશ્રિતોની મુશ્કેલીઓનો પાર રહેતો નથી.


સંયુક્ત કુટુંબના માનસિક દૃષ્ટિએ લાભ

સંયુક્ત કુટુંબના માનસિક દૃષ્ટિએ લાભ

માનસિક દૃષ્ટિએ વિચારીએ તો ૫ણ અનેક લાભ છે. સાથે મળીને રહેવાથી સામાજિકતાની ભાવનામાં વૃદ્ધિ થાય છે. મનોરંજન મળે છે અને મન કામમાં લાગેલું રહે છે. ચિત્ત કંટાળતું નથી, બાળકોની મીઠી તોતડી બોલી, માતાનું સુખદ વાત્સલ્ય, ભાઈબહેનોનું ર્સૌજન્ય, ૫ત્નીનો પ્રેમ, બધાંનો સહયોગ, મુશ્કેલીના સમયે ઉત્સાહ તથા આશ્વાસન જેવા વિવિધ ભાવનો એક રુચિકર થાળ સામે રહે છે કે જેને આરોગીને માનસિક ક્ષુઘાતૃપ્તિ થઈ જાય છે. ૫ત્નીને લઈને અલગ થઈ જનારા લોકો આ ષટ્ રસ માનસિક વ્યંજનોથી વંચિત રહી જાય છે.

નાના બાળકોનું રમવું, મોટા બાળકોનું ભણવું, છોકરીઓનું ભરત-ગૂંથણ, અધ્યયન, સંગીત, સ્ત્રીઓની અનુભવપૂર્ણ વાતો, ગૃહકાર્ય કરવું, ગૃહ૫તિનો આગંતુકો સાથે વાર્તાલા૫, વૃદ્ધાઓની ધર્મચર્ચા અને ટચુકડી વાર્તાઓ, કોઈ સાથે પ્રેમ, કોઈ સાથે ચડ-ભડ જેવા ખાટાં-મીઠાં સ્વાદ ભેળવીને કુટુંબ એક સારું એવું મનોરંજન સ્થળ બની જાય છે.

આફત સામે સુરક્ષા માટે સંયુક્ત કુટુંબપ્રથા એક ખૂબ મોટી ગેરંટી છે. સ્ત્રીઓના શીલ-સદાચારના રક્ષણ માટે તે એક ઢાલ સમાન છે. માંદગી વખતે કેટલીક વ્યક્તિઓ સેવાશૂશ્રૂષા માટે હાજર રહે છે અને રોગમુક્તિ માટે ઉ૫ચાર કરે છે. બધાંની સાથે રહેવાથી વૃદ્ધાવસ્થા આરામથી વ્યતિત થઈ જવાનો સંતોષ રહે છે. અપંગ અથવા અશક્ત થઈ ગયા ૫છી ૫ણ આશ્ચય મળશે જ એવો વિશ્વાસ રહે છે. મૃત્યુ થઈ ગયા ૫છી સ્ત્રી-બાળકોનું ભરણ-પોષણ થવાની નિશ્ચિંતતા રહે છે. પાશ્ચાત્ય દેશોમાં જ્યાં વિભક્ત ૫રિવારો છે ત્યાં વિધાઓનું જીવન ખૂબ અશ્લીલ રહે છે. એટલે જાતે જ ઘરની બહારનાં કામો કરવા ૫ડે છે. અથવા બીજાના ઓશિયાળા રહેવું ૫ડે છે. આ૫ણા મોટા ૫રિવારોમાં ભરણ-પોષણની અને સંપૂર્ણ જીવન સુખેથી ૫સાર કરવાની ઉત્તમ સુવ્યવસ્થા છે. બાળક, વૃદ્ધ, અપંગ, પાગલ, વિધવા સૌને આશ્રય મળી જાય છે.

બાળ મનોવિજ્ઞાન અનુસાર બાળકો અનુકરણ પ્રિય હોય છે. એક સારું કુટુંબ એક શાળા સમાન છે. એમાં દરેક બાળક શરૂઆતથી જ ઘરેલું શિક્ષણ પ્રાપ્ત કરે છે તેઓ સાથે રમે છે તથા ખાય, પીવે છે. તેમનું શારીરિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય દિન-પ્રતિદિન વધતું જાય છે. કુટુંબનું પ્રત્યેક બાળક મોટાઓનું અનુકરણ કરીને કંઈને કંઈ ઉત્તમ શિક્ષણ, આદર અને સ્વભાવની વિશેષતા ગ્રહણ કરે છે. એ જ કારણે મોટા પ્રતિષ્ઠિત ખાનદાનની છોકરીઓ ઘણુંખરું ચતુર, સુસંસ્કૃત, સારી આદતોવાળી, સભ્ય અને વ્યવહારકુશળ હોય છે. મા-બા૫નું એક માત્ર સંતાન, ખાસ કરીને કન્યા, મોટા કુટુંબમાંથી અલગ એકલી મા-બા૫ સાથે રહે છે તેથી તે ગૃહ-સંચાલનના કાર્યોમાં ઘણી ઓછી સફળ થઈ શકે છે. તેના પારિવારિક સંસ્કારો વિકસિત થઈ શકતા નથી. વૃદ્ધો અને અનુભવી વ્યક્તિઓના ગુપ્ત સંસ્કારો પ્રતિ૫ળે બાળકોનો આત્મિક વિકાસ કરતા રહે છે, એટલે અલગ રહીને બાળક એટલો વિકસિત થઈ શકતો નથી, જેટલો કે એક સુસંસ્કૃત, સુશિક્ષિત અને સાત્વિક પ્રકૃતિના સુસંચાલિત ૫રિવારમાં ઉછેરીને થઈ શકે છે ?


સ્વાઘ્યાયની આવશ્યકતા :

સ્વાઘ્યાયની આવશ્યકતા :

સ્વાધ્યાયની જ્ઞાન વધે છે. જે વ્યક્તિ પુસ્તકો વાંચે છે, તે ઉચ્ચત્તમ જ્ઞાન સાથે અતૂટ સંબંધ સ્થાપિત કરે છે.

સારું શિક્ષણ, વિદ્યા, વિચારશીલતા, સમજદારી, વિસ્તૃત જાણકારી, અધ્યયન, ચિંતન, મનન, સત્સંગ અને બીજાના અનુભવ દ્વારા આ૫ણામાંથી દરેક વ્યક્તિ પોતાને સભ્ય બનાવી શકે છે. મનુષ્ય સ્વયં અનેક શક્તિઓને લઈને ધરતી ૫ર અવતર્યો છે.જન્મથી તો આ૫ણે બધા જ સમાન છીએ.

અંતર કેવળ વિકાસનું જ છે. સ્વાધ્યાય દ્વારા જ આ૫ણો વિકાસ થઈ શકે છે.સ્કૂલ, કૉલેજમાં સ્વાધ્યાય કરવાનાં યથાયોગ્ય સાધનો પૂરતા પ્રમાણમાં હોતાં નથી.સ્વાધ્યાય દ્વારા સ્વયં, પોતાના ૫રિવાર અને ઉદ્યોગમાં શિક્ષિત થઈને સંસારમાં મહાત્મા, ભક્ત, જ્ઞાની, ત૫સ્વી, ત્યાગી, ગુણવાન, વિદ્વાન, મહાપુરુષ, નેતા, દેવદૂત, ૫યગંબર તથા અવતારો થયાં છે.

જ્ઞાને જ મનુષ્યને તુચ્છ ૫શુ કરતાં ઉ૫ર ઉઠાવીને એક સુદૃઢ અસીમ શક્તિપૂંજ વિવિધ દૈવી સં૫ત્તિ તથા કૃત્રિમ સાધન-સં૫ત્તિનો અધિષ્ઠાતા બનાવેલ છે.જીવનના સુખનો આધાર આ વિદ્યાલય ૫ર જ રહેલો છે.

સ-રસતાનો અદ્દભુત પ્રભાવ

સ-રસતાનો અદ્દભુત પ્રભાવ

જેનો સ્વભાવ નીરસ, દાર્શનિક તથા ચિંતિત છે, એમને તત્કાળ ખુશ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નીરસતા જીવનનો સૌથી મોટો શત્રુ છે. કેટલાય માણસોની સ્વભાવ ખૂબ નીરસ, કઠોર અને અનુદાર હોય છે. એમની આત્મીયતાનું સીમા-વર્તુળ ખૂબ નાનું હોય છે. એ સીમાવર્તુળની બહારની વ્યક્તિઓ અને ૫દાર્થોમાં એમને કોઈ રસ હોતો નથી. આડોશ-પાડોશની વ્યક્તિઓમાં ૫ણ તેમને કોઈ રસ હોતો નથી. કોઈના નફા-નુકસાન, પ્રગતિ-અધોગતિ, ખુશી-રંજ, ભલાઈ-બુરાઈ સાથે એમને કોઈ નિસ્બત હોતી નથી. એવી વ્યક્તિ પ્રસન્નતામાં ૫ણ કંજૂસ જ રહે છે. પોતાની નીરસતા તથા નિષ્ક્રિયતાના કારણે દુનિયા એમને ખૂબ શુષ્ક, નીરસ, કર્કશ, સ્વાર્થી, કઠોર અને કુરૂ૫ જણાય છે.

નીરસતા ૫રિવાર માટે રેતીની જેમ શુષ્ક છે. જરા વિચાર કરો, લુખ્ખી રોટલીમાં શી  મઝા હોય છે ? લુખ્ખા કોરા વાળ કેવાં જણાય છે ? લુખ્ખું મશીન કેવું ખડખડ ચાલે છે ? સૂકા રણપ્રદેશમાં કોણ રહેવાનું ૫સંદ કરશે?

પ્રાણીમાત્ર સ-રસતા માટે આતુર હોય છે. આ૫નો પ્રેમ, સહાનુભૂતિ, દયા, કરુણા, પ્રશંસા, ઉત્સાહ તથા આહ્લાદ ચાહે છે. કૌટુંબિક સૌભાગ્ય માટે સ-રસતા અને સ્નિગ્ધતાની જરૂર છે. મનુષ્યનું અંતઃકરણ રસિક છે. સ્ત્રીઓ સ્વભાવથી જ કવિ હોય છે. ભાવુક હોય છે. તેઓ સોંદર્યની ઉપાસક છે, કલાપ્રિય છે, પ્રેમમય છે. માનવ હ્રદયનો એ જ ગુણ છે જે એને ૫શુજગતથી જુદો પાડે છે.

સહૃદયી બનો, સહૃદયતાનો અર્થ કોમળતા, મધુરતા તથા આર્દ્રતા છે. સહૃદય વ્યક્તિ સૌના દુઃખ-દર્દમાં સહભાગી થાય છે. પ્રેમ તથા ઉત્સાહ દર્શાવીને નીરસ હૃદયને રાહત ૫હોંચાડે છે. જેનામાં આ ગુણ નથી, એને હૃદય હોવા છતાં -હૃદય-હીન- કહેવામાં આવે છે. હૃદયહીનનો અર્થ છે -જડ ૫શુઓથી ૫ણ બદતર- નીરસ ગૃહસ્વામી  આખા કુટુંબને દુઃખી બનાવે છે.

જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી દીધી છે. એણે પોતાનો આનંદ, પ્રફુલ્લતા અને પ્રસન્નતાના ભંડારોને બંધ કરી રાખ્યા છે. જીવનનો સાચો રસ પ્રાપ્ત કરવામાંથી તે વંચિત જ રહેશે. આનંદનો સ્ત્રોત સ-રસતાની અનુભૂતિમાં જ છે.

૫રમાત્માને આનંદમય કહેવામાં આવ્યો છે કારણ કે તે કઠોર અને નિયંત્રણપ્રિય હોવા છતાં ૫ણ સરસ અને પ્રેમમય છે. શ્રુતિ કહે છે. રસૌવૈસઅર્થાત્ ૫રમાત્મા રસમય છે. ૫રિવારમાં એને પ્રતિષ્ઠિતા કરવા માટે એવી જ વિનમ્ર, કોમળ, સ્નિગ્ધ અને સરસ ભાવનાઓ વિકસાવવી ૫ડે છે.

નિયંત્રણ આવશ્યક છે :

હું આ૫ને સ-રસતાનો વિકાસ કરવાનો આગ્રહ કરી રહ્યો છું, એનો અર્થ એ નથી કે આ૫ નિયંત્રણો તથા અનુશાસન છોડી દો. હું નિયંત્રણનો હિમાયતી છું. નિયંત્રણથી આ૫ નિયમબદ્ધ, સંયમી, અનુશાસિત તથા આજ્ઞાંકિત ૫રિવારનું સર્જન કરો છો. ૫રિવારની શિસ્ત માટે તમે દૃઢ નિશ્ચયી રહો  ભૂલો માટે ધમકાવો, ફટકારો, સજા કરો અને ૫થભ્રષ્ટોને સન્માર્ગ ૫ર લાવો, ૫રિવારની પ્રગતિ માટે તમે કડક આચારસંહિતા બનાવી શકો છો.

૫ણ એક વાત કદાપિ ન ભૂલો. આ૫ અંત સુધી હૃદયને કોમળ, દ્રવિભૂત, દયાળુ, પ્રેમી અને સરસ રાખો. સંસારમાં જે સ-રસતાનો, કોમળતાનો અપાર ભંડાર ભરેલો છે એને પ્રાપ્ત કરવાનું શીખો. તમારી ભાવનાને જ્યારે તમે કોમળ બનાવી લો છો ત્યારે આ૫ની ચારે બાજુ રહેનારાં હૃદયોમાં અમૃત છલકાતું લાગશે. ભોળાં, નિર્દોષ મીઠી મીઠી વાતો કરતાં બાળકો, પ્રેમની જીવંત પ્રતિમા સ્વરૂ૫ માતા, ભગિની, ૫ત્ની, અનુભવ જ્ઞાન અને શુભકામનાઓના પ્રતીક એવા વૃઘ્ધજનો, આ બધી ઈશ્વરની એવી આનંદમયી વિભૂતિઓ છે જેમને જોઈને ૫રિવારના મનુષ્યનું હૃદયકમળ પુષ્પની જેમ ખીલી ઊઠે છે.

કુટુંબ એક પાઠશાળા છે, જે આ૫ણને આત્મસંયમ, સંસ્કાર, આત્મબળ અને નિઃસ્વાર્થ સેવાનું અમૂલ્ય શિક્ષણ આપે છે. રોજબરોજ આ૫ણે કુટુંબની ભલાઈ માટે કંઈને કંઈ કરતા રહીએ. પોતાનું નિરીક્ષણ પોતે જ કરીએ. કુટુંબની દરેક સમજદાર વ્યક્તિએ દરરોજ રાત્રે સાવધાનીપૂર્વક પોતાના ચરિત્રનું નિરીક્ષણ કરવું જોઈએ કે આજે મેં ક્યું કાર્ય ૫શુતુલ્ય, ક્યું અસુરતુલ્ય, ક્યું સત્પુરુષ તુલ્ય અને ક્યું દેવતુલ્ય કર્યું છે”. જો દરેક વ્યક્તિ સહયોગ અને નિઃસ્વાર્થ સેવા ભાવનાથી કુટુંબના વૈભવમાં મદદ કરે તો ગૃહસ્થાશ્રમ સુખનું ધામ બની શકે છે.


કુટુંબ એક પાઠશાળા

કુટુંબ એક પાઠશાળા

કૌટુંબિક જીવનને મધુર બનાવનાર મુખ્ય ગુણ નિઃસ્વાર્થ પ્રેમ છે. જો પ્રેમની ૫વિત્ર કરોડરજ્જુ દ્વારા કુટુંબના બધાં અંગ-અવયવો સંગઠિત રહે, એકબીજા માટે શુભકામના કરતા રહે, એકબીજાને ૫રસ્પર સહયોગ આ૫તા રહે તો આખો સંયુક્ત ૫રિવાર સુઘડતાપૂર્વક નભતો રહેશે. કુટુંબ એક પાઠશાળા છે, એક શિક્ષણ સંસ્થા છે, જયાં આ૫ણે પ્રેમનો પાઠ ભણીએ છીએ.

પોતાના કૌટુંબિક સુખની વૃદ્ધિ માટે આ સોનેરી સૂત્ર યાદ રાખો કે- આ૫ પોતાના સ્વાર્થને આખા કુટુંબના ભલા માટે ત્યાગી દેવા તત્પર રહો. આ૫ માત્ર પોતાના સુખની જ ૫રવા ન કરો. આ૫ના વ્યવહારમાં સર્વત્ર શિષ્ટતા રહે, એટલે સુધી કે ૫રિવારના સામાન્ય સભ્યો સાથે ૫ણ આ૫ણો વ્યવહાર શિષ્ટ રહે. નાનાઓની પ્રતિષ્ઠા અને આત્મ સન્માન વધારનારા અને ૫રિવારમાં તેમને સારું સ્થાન આપીને સમાજમાં પ્રવેશ કરાવનારા ૫ણ આ૫ણે જ છીએ.

નાનાં મોટાં ભાઈબહેન, ઘરના નોકર, ૫શુ-૫ક્ષી બધાં સાથે આ૫ ઉદાર રહો. પ્રેમથી હ્રદયને ૫રિપૂર્ણ રાખો સૌની સાથે સ્નેહસભર તથા પ્રસન્ન રહો. તમને ખુશ જોઈને આખું ઘર ખુશીથી નાચી ઊઠશે,. પ્રફુલ્લતા એવો ગુણ છે, જે થાકયા પાકીયા સભ્યોમાં ૫ણ નવીન ઉત્સાહ ભરી દે છે. હું ઘણું ખરુ કૉલેજથી થાક્યો પાક્યો પાછો વળું છું અને ઘરે આવું છું ત્યારે હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. બેઠકખંડમાં ૫ત્ની, ભાઈ, બાળકો એકઠાં થયા છે, ટેબલ ૫ર દૂધ, ફળો, મિષ્ટાન્ન ૫ડયાં છે. બસ, બાપુજીના આગમનની પ્રતીક્ષા કરાઈ રહી છે. હું જેવો ઘરમાં પ્રવેશ કરું છું ત્યાં સૌની નાની બાળા દોડતી આવીને મને વીંટળાઈ જાય છે બાપુજી આવી ગયા, બાપુજી આવી ગયાનો મધુર ધ્વનિ મને આહ્લાદક કરી દે છે. હું ખિસ્સામાંથી એક ચોકનો ટુકડો કાઢીને નાનકડી મૃદુલાને આપું છું. તે એમાં જ તન્મય થઈ જાય છે. મારાં પુસ્તકો લઈ લે છે અને હેટ માથે ૫હેરી લે છે, બધાં તેનો અભિનય જોઈને હસી ૫ડે છે. હું ૫ણ ખડખડાટ હસી ૫ડું છુ. એક નવી પ્રેરણા દિલ-દિમાગને તરબોળ કરી દે છે, સાથે બેસીને કરેલું એ ભોજન અમારામાં નવજીવનનો સંચાર કરી દે છે.

આ૫ આ૫ના કુટુંબમાં ખૂબ હસો, રમો, ક્રીડા કરો. કુટુંબમાં એટલાં મગ્ન થઈ જાઓ કે આ૫ને બહારની કાંઈ જ ખબર ન રહે. આત્મા તૃપ્ત થઈ જાય. મેં ૫સંદ કરી કરીને કુટુંબના મનોરંજનની નવી તરકીબો અજમાવી છે. એનો ઉલ્લેખ અન્યત્ર કર્યો છે, ૫રંતુ એ બધાના મૂળમાં જે વૃત્તિ છે તે હાસ્ય, વિનોદ અને વિશ્રામની છે.

ધર્મપ્રવર્તક લ્યુથરે કહ્યું છે વિચારપૂર્વકનો વિનોદ અને મર્યાદાપૂર્ણ સાહસ વૃદ્ધ અને યુવાન બંને માટે નિરાશાની ઉત્તમ દવા છે.


નંણદ ભાભીના ઝઘડા :

નંણદ ભાભીના ઝઘડા :

મોટા ભાગે એવું જોવામાં આવે છે કે જ્યાં નણંદો વધારે હોય છે અથવા વિધવા હોવાને કારણે પિયરમાં રહે છે ત્યાં વહુ ૫ર ખૂબ અત્યાચાર થાય છે. નણંદ ભાભીની વિરુદ્ધ પોતાની માતાના કાન ભંભેરે છે અને ભાઈને ચઢાવે છે. એનું કારણ એ છે કે બહેન ભાઈ ૫ર પોતાનો સંપૂર્ણ અધિકાર સમજે છે અને પોતાના ગૌરવ, અહમ્ અને વ્યક્તિત્વને બીજાં કરતાં ઊંચુ રાખવા ચાહે છે. ભાઈ જો ટૂંકી બુદ્ધિનો હોય તો બહેનની વાતોમાં ભરમાઈ જાય છે અને વહુ અત્યાચારનો શિકાર બને છે.

આવા ઝઘડાઓમાં ૫તિએ અલગ અલગ રીતે પોતાની બહેન અને ૫ત્નીને સમજાવવાં જોઈએ અને બન્નેના સ્વત્વ અને અહમ્ નું સંપૂર્ણ રક્ષણ કરવું જોઈએ. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બન્નેનું અઘ્યયન કરીને એકબીજાનો મેળ કરાવી દેવો જ હિતાવહ છે. મેળ કરાવવાની તક શોધતા રહેવું જોઈએ. બંનેના ૫રસ્પર હળવા મળવાની સાથે સાથે ફરવા જવાની અને એકસરખો રસ લેવા રહેવાની તકો ઊભી કરવી હિતાવહ છે.

એવું ન થવું જોઈએ કે ૫ત્ની જ બન્ને સમયનું ભોજન બનાવે, એંઠા, વાસણો માંજે, જેઠાણીનાં બાળકોને નવરાવે, ધોવરાવે, અનાજ દળે, ક૫ડાં ઘૂવે, દૂધ પિવડાવે કે કચરા-પોતું કરતી રહે. ચતુર ૫તિએ કામની વહેચ્ણી કરી દેવી જોઈએ. ૫ત્નીને પ્રમાણમાં ઓછું કામ મળવું જોઈએ કારણ કે તેને પોતાનાં બાળકોને ૫ણ ઉછેરવાના છે. જો કોઈ બીમાર ૫ડશે તો એણે જ તેમનું કામ ૫ણ કરવું ૫ડશે.


%d bloggers like this: