સ્ત્રીઓ માટે યોગ્ય શિક્ષણની જરૂરિયાત | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

સ્ત્રીઓ માટે યોગ્ય શિક્ષણની જરૂરિયાત , ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

પત્નીને વાસ્તવિક અર્થમાં ગૃહલક્ષ્મી બનાવવા માટે યોગ્ય શિક્ષણની ઘણી જરૂર છે. શિક્ષણના પ્રભાવથી જ મનુષ્યના મસ્તક તથા મનનો વિકાસ થાય છે અને તે પોતાનાં કર્તવ્યોને અદા કરવાને યોગ્ય બની શકે છે. જીવન સંઘર્ષમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો ફાળો વધારે હોય છે. પુરુષનું કાર્ય તો કમાવા સુધી જ સીમિત છે, પરંતુ સ્ત્રીઓ તો સમાજનું નિર્માણૢ કરે છે. એટલા માટે જ સ્ત્રીઓને વાસ્તવિક કેળવણી આપવામાં ન આવે તો સ્વાભાવિક છે કે સમાજમાં અશાંતિનું વાતાવરણ ફેલાશે. તેથી જ પુરુષોના શિક્ષણ કરતાં સ્ત્રીઓની કેળવણીનું મહત્ત્વ વધારે છે.

નારીને જો રમણી બનાવવી હોય તો કેવળ કાલ્પનિક શિક્ષણ પૂરતું છે, પરંતુ નારીનું ગરમ લક્ષ્ય માતા બનવાનું છે. નારી સમાજની નિર્માત્રી છે. સમાજમાં ભાઈ, પિતા, પુત્ર અને બહેન, પત્ની અને પુત્રી રહે છે. તે માટે ઘરમાં રહેતાં આ બધાંના યથાયોગ્ય નિર્માણનું કાર્ય નારીએ કરવાનું છે, કારણ કે તે સર્વે ઉમરલાયક થતાં સમાજના સભ્યો બનશે અને સમાજસંગઠનમાં તેમનો વ્યાપક ફાળો હશે. તે માટે જે તેમનામાં પિતા-પુત્ર, ભાઈ-બહેન, મા અને પત્નીનાં કર્તવ્યસંબંધી ભાવના જાગૃત થઈ જશે, તો આ સંસાર થોડાક જ સમયમાં નંદનવન બનીને ચારે બાજુ શાંતિનો પ્રવાહ વહેતો કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે.

બાલ્યાવસ્થાની જિંદગી પરાશ્રિત હોય છે. આ સમયે તેમના માથે કોઈ પ્રકારની જવાબદારી હોતી નથી. ત્યાં સુધી કે ભોજન તેમજ રમતગમત સિવાય ત્રીજું કોઈ કામ તેમને નથી હોતું, પરંતુ જીવનમાં બચપણ કાયમને માટે રહેતું નથી. યૌવન આવે છે અને ઘડપણ પણ આવે છે. તેવો સમય પણ આવે છે કે જીવનની બધી શક્તિઓ ખીલી ઊઠે છે તથા નષ્ટ પણ થઈ જાય છે. આથી જે શિક્ષણ એનો વ્યાવહારિક ઉપયોગ કરતાં શીખવે છે, જીવન-સંધર્ષમાં વિજય અપાવે છે, તે જ જીવનનિમર્ણિમાં શાંતિનું કારણ બને છે.

આજકાલ નારીને જે શિક્ષણ આપવામાં આવે છે તેનાથી ભાવનાઓ અને વાસનાઓને તો ઉત્તેજન મળે છે, પરંતુ કર્મઠતા તથા કર્તવ્ય માટે કોઈ સ્થાન હોતું નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે ભણેલી-ગોલી છોકરીઓ શાળાઓ અને કોલેમાંથી તે પ્રકારનું એક કલામય જગત લઈને બહાર આવે છે, જેનું નિર્માણ કરવાનું તેમને શિખવવામાં આવ્યું ન હતું. તેમને જે કંઈ શિક્ષગ્ન આપવામાં આવે છે તે ઉપભોગ કરવાનું હોય છે. નિર્માણ કર્યા સિવાય ઉપભોગનું સ્થાન કર્યાંથી હોઈ શકે ? પરંતુ તેમને તેનું જ્ઞાન હોતું નથી. પીરસેલી થાળી ઉપર જમવાની કલ્પનાના કારણે જ્યારે તેમને પીરસેલ થાળી નથી મળતી તો તેઓ ગિન્નાઈ જાય છે. પોતાની જવાબદારીઓથી દૂર ભાગીને પોતાના માટે દુઃખોની મજબૂત અજેય દીવાલ ઊભી કરી દે છે. અનેક શિક્ષિત સ્ત્રીઓ લગ્નબંધનથી દૂર રહેવા ઈચ્છે છે. લગ્નને તેઓ પુરુષને આધીન થવાનું માને છે. ખરેખર તો તેમને કોઈને આધીન થઈને રહેવાનું શિખવવામાં નથી આવતું, પરંતુ ભારતીય પ્રણાલિકા પ્રમાણે લગ્ન કર્યા સિવાય રહેવું સંભવ નથી. તેથી જબરદસ્તીથી લગ્નના ફંદામાં ફસાઈ જવાના કારણે જીવનભર બેચેન રહે છે. આનંદના ઝરણારૂપી લગ્નજીવનને તેઓ દુઃખથી ભરી દે છે. જે ધરને સ્વર્ગ બનાવીને જ્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવું જોઈએ ત્યાં કલ્પના જગતમાં વિચરણ કરવાને તે ઘરને નરક બનાવી દે છે. સાથેસાથે જીવનભર તરફડતી રહીને તે પોતાની જીવનલીલા સમાપ્ત કરી નાખે છે.

ધર્મશાસ્ત્ર અને મહામાનવોનું કથન સંપૂર્ણ સત્ય છે કે ગૃહસ્થ જીવનનું અને મનુષ્ય સમાજનું સુચારુ રૂપથી સંચાલન થવું તે સન્ની પત્નીઓના પર જ આધારિત હોય છે. આથી સ્ત્રીઓને સુયોગ્ય ગૃહિણી બનાવવાનું અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેમને ઉચિત સાધન અને અધિકાર આપવાનું આપણું પરમ કર્ત્તવ્ય છે. સમાજના કલ્યાણનો આધાર મુખ્યરૂપથી કર્તવ્યપરાયણ પત્નીઓ પર જ રહેલો છે.

પત્નીનું હંમેશાં સન્માન કરો | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

પત્નીનું હંમેશાં સન્માન કરો

ઘણા લોકો પોતાની જાતને સ્ત્રીની સરખામગ્રીમાં મોટી માનીને અથવા બેપરવાહીથી પોતાની પત્ની સાથે શિષ્ટતાનો વ્યવહાર કરવો બિનજરૂરી સમજે છે, પરંતુ આ મોટી ગેરસમજ છે. જે લોકો પોતાના દાંપત્યજીવનને સફળ બનાવવા ઈચ્છતા હોય તેમણે હંમેશાં પોતાની પત્ની પ્રત્યે સન્માનયુક્ત વ્યવહાર અને વાર્તાલાપ કરવો જોઈએ. જે પુરુષ વિનાકારણ તેમની સાથે કઠોર વ્યવહાર કરે છે, પોતાની આશ્ચિત સમજીને તિરસ્કાર કરે છે, પત્ની બેઈકતી કરતો રહે છે તે શિલવાન નથી. તેની સ્ત્રી મનથી તેને રાક્ષસ માને છે. એવો પ્રસંગ પણ ઊભો થવા જ ન દેવો કે સ્ત્રીને મારપીટ કરવી પડે. તેને પોતાના આચાર, વ્યવહાર તથા પ્રેમથી ભરેલા સંબોધનથી પૂરી સંતુષ્ટ રાખીએ. પત્નીની ભાવનાઓનું રક્ષા, તેના ગુણોનો આદર, તેનાં શીલ, લા તથા વ્યવહારની પ્રશંસા કરવી તે મીઠા સંબંધોનું મૂળ રહસ્ય છે. પત્ની આપણી જીવન સહચરી છે. તેને પોતાના સદ્વ્યવહારથી તૃપ્ત રાખો. પત્ની પતિનો પ્રાણ છે, પુરુષની અર્ધાંગિની છે. પત્નીથી વધારે સારો કોઈ મિત્ર નથી. પત્ની ત્રણે ફળ ધર્મ, અર્થ તથા કામને આપનારી છે, તેમજ સંસાર સાગરને પાર કરવામાં સૌથી મોટી સહાયિકા છે. તો પછી કયા મોંઢે તમે તેનો તિરસ્કાર કરો છો ?

તેની સાથે મધુર વાણીમાં બોલો. પતિના મુખ પર મધુર સ્મિત હોય, હૃદયમાં સાચો નિષ્કપટ પ્રેમ હોય, વાણીમાં નૠતા, મૂઠ્ઠલતા, સરળતા તથા પ્રેમ હોય. યાદ રાખો કે સ્ત્રીનો ‘અહમ્’ ખૂબ તેજ હોય છે. તેઓ સ્વાભિમાની, આત્માભિમાની હોય છે. થોડીક અશિષ્ટતા અથવા ફૂવડપણાને લઈને ક્રોધે ભરાઈને આપની બાબતમાં વૃદ્ધિત ધારણાઓ બનાવી લે છે. તેની નાની મોટી માગક્સીઓ કે ઈચ્છાઓની અવગણના ન કરો. આ બાબતે ખૂબ સાવધાની રાખો. જે સ્ત્રી એક નાની સરખી ભેટથી ખુશ થઈને આપનું દાસત્વ અને ગુલામી સ્વીકારવા તૈયાર હોય છે, તેના માટે બધું જ કરી છૂટો. આથી પત્નીનો સર્વ પ્રકારે આદર કરો. તેના સંબંધી ક્યારેય કોઈ અપમાનજનક વાતો મુખમાંથી ન કાઢો તેમજ તેની હાજરીમાં અથવા ગેરહાજરીમાં તેની માક ન કરો.

લગ્નજીવનમાં બ્રહ્મચર્યનું પાલન | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

લગ્નજીવનમાં બ્રહ્મચર્યનું પાલન, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

અપરિણીત રહીને બ્રહ્મચર્યનું પાલન કરવાની જેમ લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરવું સંભવ છે. એટલું જ નહિ, ઘણે અંશે સુગમ પણ છે. જે લોકો પરોલા છે તેમણે સમજવું જોઈએ કે પત્ની ગૃહસ્થ ધર્મનું મૂળ છે.તેને કામોપભોગની સામગ્રી અથવા બ્રહ્મચર્ય માટે વિઘ્ન રૂપ માનવી તે ભૂલભરેલું છે.

સામાન્ય રીતે પત્નીથી દૂર રહેવાથી સ્ત્રી પ્રત્યે વાસનામય વિચારોની સૃષ્ટિ બને છે. દૂર રહેવાથી સદૈવ એક આકર્ષણ રહે છે, જે નજીકમાં આવતાં નાશ પામે છે. જેને દાંપત્યજીવન અપ્રાપ્ય છે તેને તે અપ્રાપ્ય વસ્તુ ઘણી આકર્ષક તેમજ સરસ દેખાય છે. તેની પ્રાપ્તિ માટે તેના મનમાં ભારે ભાંજગડ ચાલતી રહે છે, પરંતુ જે પતિ-પત્ની સાથે રહેતાં હોય તેઓ જો ઈચ્છે તો સ્વાભાવિક રીતે જ સરળ જીવન વ્યતીત કરતાં કરતાં વિકારમય વિચારોથી સહજ બચી શકે છે.

જ્યાં સુધી કસોટી થતી નથી ત્યાં સુધી જાણી શકાતું નથી કે કોની સાધના કેટલી પરિપકવ થઈ ચૂકી છે. જે લોકો અપરિણીત રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમની નિષ્ઠા કેટલી હદ સુધી પરિપકવ થયેલી છે તેની ચોક્કસ ખાતરી થઈ શકતી નથી. તેઓ તો પ્રલોભન સામે આવતાં ફસાઈ જાય છે, પરંતુ જેઓ પ્રલોભન સાથે નિત્ય સંધર્ષ કરે છે તેમને ખ્યાલ આવે છે કે તેઓ કેટલા સંયમશીલ બની ચૂક્યા છે. સાધન સામે હોવા છતાં જે તેનો ત્યાગ કરી શકે છે તેનો ત્યાગ સાચો છે. અભાવને ત્યાગ માનીને સંતોષ લેવો તે એક કાચો આધાર જ રહે છે.

પતિ-પત્ની એ વાસના પર વિજય મેળવીને સંયમશીલ જીવન વિતાવે તો વાસનાની જગ્યાએ એક અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક તત્ત્વનો જન્મ થાય છે, જેને પતિવ્રત કે પત્નીવ્રત કહે છે. આ તત્ત્વ દાંપત્યજીવનની પૂર્ણતા, કૌટુંબિક સુવ્યવસ્થા, ઉત્તમ સંતતિ તથા આત્મશાંતિ માટે તો બહુ જ ઉપયોગી તેમજ આવશ્યક છે. આ તત્ત્વ માનવજીવનની અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે.

દ્વૈતનો નાશ કર્યા વિના અદ્વૈત બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્ત્રીથી દૂર રહેનારી, તેને નફરત કરનાર વ્યક્તિ તેને પોતાનાથી જુદી તેમજ વિપરીત માને છે. એવી દશામાં તેની દ્વૈતબુદ્ધિ મજબૂત થતી જાય છે અને તેને માટે અદ્વૈત બ્રહ્મની પ્રાપ્તિમાં મોટી અડચણ ઊભી કરે છે. અદ્વૈતની પ્રાપ્તિ માટે પોતાની ધર્મપત્નીને અભિન માનવાની આવશ્યકતા છે. જેવી રીતે પોતાના જ સૌંદર્ય પર કોઈ મોહિત થતું નથી, જેવી રીતે પોતાની વાસના તૃપ્ત કરવા પોતાની જાત સાથે ભાવ થતો નથી, તેવી રીતે જે પત્નીને પોતાનું અભિન્ન અંગ માની લેવામાં આવે તો અવરોધ દૂર થઈ જાય છે, જેના ભયથી બ્રહ્મચારી લોકો દૂરદૂર ભાગતા ફરે છે. પોતાની અર્ધાંગનાને આત્મસ્વરૂપ સમજવી તે અદ્વૈત તત્ત્વની પ્રાથમિક સાધના છે. તેમાં ઉત્તીર્ણ થતાં આત્મભાવનાનો વિશ્વવ્યાપી વિસ્તાર કરવાનું સુગમ થાય છે. શુદ્ધ પ્રેમને પરમાત્માનું પ્રત્યક્ષ રૂપ કહેવામાં આવ્યું છે. તે પ્રેમ સ્ત્રી-પુરુષના પવિત્ર મિલનથી સુગમતાપૂર્વક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. માતાની પુત્રમાં, બહેનની ભાઈમાં, પતિની પત્નીમાં જેટલી વિશુદ્ધ પ્રેમની ભાવના હોય છે તેટલી પુરુષની પુરુષમાં અથવા સ્ત્રીની સ્ત્રીમાં નથી હોતી. કુદરતે બંને લિંગનાં પ્રાણીઓના મિલનમાં સ્વાભાવિક પ્રેમરસ છુપાવી રાખ્યો છે. જો તેને સ્વાર્થપરાયણતા કે વાસનાથી દૂષિત કરવામાં ન આવે તો કુદરતે પ્રદાન કરેલ સ્વર્ગીય ઝરક્ષાના અમૃતસમાન જળનો રસાસ્વાદ દરેક આત્મા માણી શકે છે. એમ સમજવું અજ્ઞાનતા ભરેલું છે કે કામસેવનથી જ દાંપત્યપ્રેમમાં વધારો થાય છે. સાચી હકીકત તો એ છે કે સંયમી આત્મા જ ‘પ્રેમ’ ઉત્પન્ન કરી શકે છે અને તેના રસાસ્વાદનો આનંદ માણી શકે છે.

કામને ‘મજસિજ’ કહ્યો છે. આ વિકાર મનમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી પોતાની સંહારલીલાનો આરંભ કરે છે. મનથી જ કામનું ચિંતન કરતા રહેવામાં આવે અને શરીરથી બ્રહ્મચર્ય રાખવામાં આવે તેનાથી કોઈ વિશેષ લાભ થશે નહિ, કારણ કે મનમાં ઉત્પન્ન થનારી વાસનાથી માનસિક વ્યભિચાર તો થતો જ રહેશે અને આત્મબળ ભેગું નહિ થઈ શકે. તેનાથી વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ સામાન્ય ગૃહસ્થધર્મનું પાલન કરે અને મનથી નિર્વિકાર રહે તો તેનું થોડું શારીરિક સ્ખલન એટલું નુકસાનકારક નહિ બને, જેટલું અપરિણીતનું માનસિક ઉદ્વેગથી થાય છે. આમ તો શારીરિક અને માનસિક બંને રીતે સંયમ રાખવામાં આવે તે સર્વોત્તમ છે.

‘અર્ધાંગિની’ અને ‘ધર્મપત્ની’ આ બંને શબ્દો આત્મિક પૂર્ણતા અને ધર્મપાલનના અર્થસૂચક છે. પત્ની આ બંને કાર્યમાં સહાયક હોય છે, તેથી જ તેને અભિન્ન અંગ અને જીવસંગિની માનવામાં આવી છે. કામિની, રમણી, ભોગ્યા જેવી વિકારી દૃષ્ટિ સ્ત્રી પ્રત્યે રાખવી એ નારીજાતિ પ્રત્યે અપરાધ તથા અપમાન પ્રદર્શિત કરવા સમાન છે. સ્વાભાવિક તેમજ સરળ દૃષ્ટિકોણ અપનાવીને નારીને એક સાચા સાથી, મિત્ર તેમજ આત્મભાગ માનવામાં આવે તો તેનાથી જેવી રીતે સાંસારિક જીવનમાં સુવિધાઓ મળે છે તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગમાં પણ ભારે સહયોગ મળી શકે છે. નારી બ્રહ્મચાર્યમાં બાધક નથી. તે અસંયમના વિકારોને અનિયંત્રિત નથી થવા દેતી તેમજ મનુષ્યને સંયમી જીવન વ્યતીત કરવામાં સહાયતા પ્રદાન કરે છે.

દાંપત્યજીવનમાં કલેશથી બચો | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

દાંપત્યજીવનમાં કલેશથી બચો, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

અનેક કુટુંબોમાં સ્ત્રી-પુરુષની વચ્ચે જેવો મધુર વ્યવહાર હોવો જોઈએ તેવો જોવા મળતો નથી. અનેક ઘરોમાં આજકાલ સંઘર્ષ, મનની મલિનતા અને અવિશ્વાસનાં ચિહ્ન વધતાં જાય છે. તેનું કારણ એ છે કે પતિ-પત્ની પૈકી એક અથવા બંને કેવળ પોતોતાની ઈચ્છા, જરૂરિયાત અને રુચિને મહત્ત્વ આપે છે. સામા પક્ષની ભાવના અને પરિસ્થિતિની અણસમજ જ કલેશનું કારણ હોય છે.

જ્યારે એક પક્ષ બીજા પક્ષની ઈચ્છા પ્રમાણે આચરણ કરતો નથી ત્યારે તેને પોતાનું અપમાન, ઉપેક્ષા અથવા તિરસ્કાર થતો હોય તેમ લાગે છે. આથી ચિડાઈને બીજા પક્ષ પર કડવાં વચનોનો પ્રહાર અથવા દુર્ભાવનાઓનું આરોપણ કરે છે. ઉત્તર-પ્રત્યુત્તર, આક્રમણ પ્રતિઆક્રમણ, આક્ષેપ – પ્રત્યાક્ષેપની હારમાળા ચાલુ થાય છે. પરિણામે કલેશ વધતો જાય છે. બંનેમાંથી કોઈ પોતાની ભૂલ કબૂલ કરતું નથી, પરંતુ બીજાને વધારે દોષી તથા ગુનેગાર સિદ્ધ કરવા પોતાની જીદ વધાર્યે જાય છે. આ રીતે ક્યારેય ઝઘડાનો અંત આવતો નથી. અગ્નિમાં લાકડાં હોમવાથી તો તે વધારે પ્રજ્વલિત થાય છે.

જે પતિ-પત્ની પોતાના સંબંધોને મધુર રાખવા ઈચ્છે છે તેમણે બીજા પક્ષની યોગ્યતા, મનોભૂમિ, ભાવના, ઈચ્છા, સંસ્કાર, પરિસ્થિતિ તથા જરૂરિયાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને તે સ્થિતિવાળા મનુષ્ય માટે જે યોગ્ય હોય તેવો ઉદાર વ્યવહાર અપનાવવા પ્રયત્ન કરે તો  ઝથડાના અનેક પ્રસંગો ઉત્પન્ન થતા પહેલાં જ દૂર થઈ જશે. આપણે બરાબર સમજી લેવું જોઈએ કે બધા મનુષ્યો એક સમાન હોતા નથી, બધાની રુચિ એક સમાન હોતી નથી, બધાની બુદ્ધિ, ભાવના અને ઈચ્છા એક સમાન હોતી નથી. જુદાં વાતાવરા, જુદી પરિસ્થિતિ અને અલગ કારણોને લઈને લોકોની મનોભૂમિમાં પણ ભિન્નતા આવે છે. આ જુદાપણું નષ્ટ થઈને બિલકુલ સામા પક્ષના જેવું બની જય તેવું શક્ય નથી. કોઈ સ્ત્રી-પુરુષ પરસ્પર બિલકુલ સાચાં હોય, તો પણ તેમનાં વિચાર અને કાર્યોમાં કંઈ ને કંઈક ભિન્નતા રહેલી જોવા મળશે.

સંકુચિત સ્વભાવનાં સ્ત્રી-પુરુષ જિદ્દી તેમજ સંકુચિત મનોવૃત્તિનાં હોવાને કારણે તેઓ ઈચ્છે છે કે પોતાનો સાથી પોતાની કોઈ પણ વાતમાં થોડો પણ મતભેદ ન રાખે. પુરુષ પોતાની પત્નીને પતિવ્રતાનો પાઠ શીખવે છે અને ઉપદેશ આપે છે કે તેણે સંપૂર્ણ પતિવ્રતા હોવું જોઈએ તથા પતિની કોઈ પણ વિચારધારા – સાચી કે ખોટી, ટેવ કે કાર્યપ્રણાલીમાં હસ્તક્ષેપ ન કરવો જેઈએ. તેનાથી વિરુદ્ધ સ્ત્રી પોતાના પતિ પાસે આશા રાખે છે કે તે સ્ત્રીને પોતાની જીવનસંગિની, અર્ધાંગના સમજીને તેને સહયોગ આપે તેમ જ તેના અધિકારની ઉપેક્ષા ન કરે.

અનુદાર તેમજ સંકુચિત મનોવૃત્તિવાળાં સ્ત્રીપુરુષો વિચારે છે કે મારો અધિકાર સામો પક્ષ પૂરો કરતો નથી. બસ, ત્યાંથી જ ઝઘડાનાં મૂળ નંખાય છે.

આ ઝઘડાનો એક માત્ર ઉકેલ તે છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજા પ્રત્યે વધુમાં વધુ ઉદારતા દાખવે. જેવી રીતે કોઈ વ્યક્તિનો એક હાથ કે એક પગ થોડો મોર, રોગી અથવા દુર્બળ હોય તો તેને કાપીને ફેંકી દેવામાં આવતો નથી અને તેની તરફ ઘૃણા, અસંતોષ કે દ્વેષનો વ્યવહાર કરતો નથી, પરંતુ તે વિકૃત અંગને બીજાની સરખામણીમાં વધારે સુવિધા આપે છે અને એને સુધારવા માટે સ્વસ્થ અંગની પણ થોડી ઉપેક્ષા કરે છે. આ જ નીતિ પોતાના કમોર સાથી પ્રત્યે રાખવામાં આવે તો ઝથડાનું એક મોટું કારણ દૂર થઈ જાય છે.

ઝઘડો કરતાં પહેલાં અંદરોઅંદર વિચાર વિનિમયના બધા જ ઉપાય અનેકવાર કરી લેવા જોઈએ. કોઈક જ મૂર્ખના સરદાર અને અતિ દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય હોય છે કે જે શિક્ષા સિવાય બીજી કોઈ રીતે સમજતા નથી, પરંતુ મોટાભાગના મનુષ્યો તો એવા હોય છે, જે પ્રેમભાવનાની સાથે એકાંતમાં તમામ બાજુના પ્રયત્નથી સમજાવવાથી મોટેભાગે સમજી અને સુધરી જાય છે, જે થોડોઘણો મતભેદ રહી જાય તેની ઉપેક્ષા કરીને જેમાં ભલાઈ હોય તે વાતોનો જવિચાર કરવો જોઈએ. જગતમાં રહેવાની એ જ સાચી રીત છે કે બીજા પ્રત્યે થોડુંઘણું નમ્ર બનવું તેમજ સમજાવટની નીતિથી કામ લેવું. મહાત્મા ગાંધીજી ઉચ્ચકોટિના આદર્શવાદી સંત હતા, પરંતુ તેમના એવા પણ અનેક સાચા મિત્રો હતા, જેતેમના વિચાર અને કાર્યો પ્રત્યે મતભેદ જ નહિ, પદ્મ વિરોધ રાખતા હતા. આ મતભેદ તેમની મિત્રતામાં અવરોધરૂપ થતો નહોતો. આવી જ ઉદારતાભરી સમજૂતીના આધારે એકબીજા સાથે સહયોગ-સંબંધ રાખી શકાય છે.

આનો અર્થ કદાપિ એ નથી કે સાથીમાં દર્દોષ, દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરવામાં આવે, તેમજ તે બૂરાઈઓને રોકટોક વિના વધવા દેવામાં આવે. આવું કરવાથી તો ભારે અનર્થ થશે. જે પક્ષ વધારે બુદ્ધિશાળી, વિચારશીલ તેમજ અનુભવી છે તેણે પોતાના સાથીને સુસંસ્કૃત, સારી, ઉન્નતશીલ તથા સદ્ગુણી બનાવવા માટે અનેક પ્રયત્ન કરવા જોઈએ. સાથેસાથે પોતાની જીતને પણ મધુરભાષી, ઉદાર, સહનશીલ તેમજ નિર્દોષ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી સાથી ઉપર પોતાનો ધાર્યો પ્રભાવ પડી શકે. જે પોતે અનેક બૂરાઈઓથી ભરેલો છે તે પોતાના સાથીને સુધારવામાં કેવી રીતે સફળ થઈ શકે ? સતી સીતા પરમ સાધ્વી તથા ઉચ્ચકોટીની પતિવ્રતા હતી, પરંતુ તેનું પતિવ્રતા હોવાનું એક કારણ તે પણ હતું કે તે એક પત્ની વ્રતધારી તથા અનેક સદ્ગુઠ્ઠોથી સંપન્ન રામની ધર્મપત્ની હતી. રાવણ પોતે દુરાચારી હતો. એની પત્ની મંદોદરી સર્વગુણસંપન્ન તથા પરમ બુદ્ધિમાન હોવા છતાં પણ પતિવ્રતા ન રહી શકી. રાવણના મરણ બાદ તરત જ તેણે વિભીષસ સાથે પુનર્વિવાહ કરી લીધો.

જીવનની સફળતા, શાંતિ તથા સુવ્યવસ્થાનો આધાર દાંપત્યજીવન કેટલું સુખી અને સંતુષ્ટ છે તેના પર રહેલો છે. તેના માટે શરૂઆતથી જ ધણી સાવધાની રાખવી જોઈએ અને ગુન્ન, કર્મ તથા સ્વભાવની સમાનતાના આધાર પર છોકરી-છોકરાનાં જોડાં પસંદ કરવા ઈએ. સારી પસંદગી થવા છતાં પણ પૂર્ણ સમાનતા તો નથી થઈ શકતી. તે માટે દરેક સ્ત્રી-પુરુષે એવી નીતિ અપનાવવી આવશ્યક છે કે પોતાની બૂરાઈઓ ઓછી કરે, સાથીની સાથે મધુરતા, ઉદારતા અને સહનશીલતાપૂર્ણ આત્મીયતા વ્યવહાર કરે. વધુમાં પોતાના સાથીની બૂરાઈઓ ઓછી કરવા માટે ધૈર્ય, દૃઢતા અને ચતુરાઈની સાથે પ્રયત્નશીલ રહે. આ માર્ગ પર ચાલવાથી અસંતુષ્ટ દાંપત્ય જીવનમાં સંતોષની માત્રા વધશે અને સંતુષ્ટ દંપતી સ્વર્ગીય જીવનનો આનંદ મેળવશે.

બે સોનેરી સૂત્ર | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

બે સોનેરી સૂત્ર

આ સ્થિતિ પર વિજય મેળવવાના બે માર્ગ છે – પ્રથમ માર્ગ દાંપત્ય જીવનનો સાચો સાર છે, જેમાં દઢ પ્રતિજ્ઞા લેવાની અને તેને નિભાવવાની છે કે અમે પતિ-પત્ની એકબીજાનો ત્યાગ નહિ કરીએ અમે બંને પ્રેમ, સહાનુભૂતિ, ત્યાગ, શીલ, આદાન-પ્રદાન તથા સહાયતાના તૂટેલા તારને સાંધી લઈશું. અમે વિશ્વાસ, આશા, સહિષ્ણુતા, અવલંબન તથા ઉપયોગિતાની તૂટેલી દીવાલના પ્રત્યેક ભાગનું નિયમિત પ્રયત્ન અને ભક્તિથી સમારકામ કરીશું. એકબીજાની માફી માગવા, સુમેળ અને સમજૂતી કરવા માટે હંમેશાં આગળ રહીશું.

બીજો ઉપાય છે – પતિ પત્નીની એકબીજા પ્રત્યેની અનન્ય ભાવના. પતિ-પત્ની એકબીજાના અસ્તિત્વમાં સમાઈ જાય, અધીનતાની ભાવના છોડીને સમભાવની પૂજા કરે, લગ્નનો આધ્યાત્મિક અભિગમ બે આત્માઓનો શારીરિક, માનસિક અને આત્મીય સંબંધ છે. તેમાં બે આત્માઓ એવા ભળી જાય છે કે આ પાર્થિવ જીવન તથા દેવલોકમાં પક્સ સાથે જોડાયેલા રહે છે. આ મિલન બંને મસ્તકો, બંને હૃદય, બંને આત્માઓ તથા સાથે સાથે બંને શરીરનું એકબીજામાં ભળી જવાનું છે. જ્યાં સુધી તેઓ એકબીજામાં નથી ભળી જતાં ત્યાં સુધી લગ્નજીવનમાં આનંદ નથી આવતો. વિવાહિત જોડામાં પરસ્પર આવો વિશ્વાસ અને ત્યાં ઘાસ – નીંદાખવ્ર ઊગી નીકળે છે, કાંટાળાં ઝાંખરાં ઉત્પન્ન થઈ જાય છે, તે જ રીતે જે પતિ-પત્ની દાંપત્યપ્રેમનું જાગરૂકતા રાખી ધ્યાનપૂર્વક રક્ષા નથી કરતાં તો તે કડવા ભાવો (મનની મલિનતા, ઈર્ષા, ઊંચનીચનો ભાવ, શિક્ષા-અશિક્ષા, શંકા, ગેરસમજ, અસંતોષ, અહંભાવ માં પરિણમે છે. દરેક કાર્ય આળસ, નીરસતા, રોગ પર પુરુષ અથવા પરસ્ત્રીની ઈર્ષાના રૂપમાં દામપ્ત્ય સુખને નુકસાન પહોંચાડવાનો પડકાર ફેંકે છે. પ્રતીતિ હોવાં જરૂરી છે કે જે બે હૃદયોને એડીને એક કરે છે, જ્યારે બંને હૃદય એકબીજા માટે આત્મસમર્પણ કરે છે ત્યારે કોઈ પણ ત્રીજી વ્યક્તિ તેઓમાં વિક્ષેપ પાડવામાં અસમર્થ બને છે. કેવળ આ રીતે તેમનામાં આધ્યાત્મિક દાંપત્યપ્રેમ શક્ય બને છે, જેને સમજવો તે વ્યક્તિઓ માટે અઘરો છે, જેઓ પોતાના અનુભવથી આ પ્રેમ અને સમજૂતીની આ પરસ્પરની જવાબદારી તથા સન્માનને, આસક્તિ તથા આત્મસંતોષને માનવ તથા દિવ્ય પ્રેરણાઓના આશ્ચર્યજનક સંયોગને કે જેનું નામ સાચાં લગ્ન છે, એને સમજી શકતા નથી.

જવાબદારીઓનો નિભાવ | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

જવાબદારીઓનો નિભાવ

લગ્ન પછી વ્યક્તિ પર એક મોટી જવાબદારી આવી જાય છે. પતિને પત્નીના સ્વાસ્થ્ય, આરામ, માનસિક તેમજ શારીરિક સુખનું ધ્યાન રાખવાનું હોય છે, તેમ જ પત્નીએ પતિનાં કાર્યો, ધંધો, ભોજન, મનોરંજન, બાળકોની સંભાળ, ધરની વ્યવસ્થા વગેરેમાં પોતાની જુદી જુદી જવાબદારીઓ નિભાવવાની હોય છે. પતિનું કાર્યક્ષેત્ર ખાસ કરીને ઘરની બહારનું સંઘર્ષભરેલું કાર્યસ્થળ છે, જ્યાં તેણે આજીવિકા મેળવવાના હેતુથી કઠોર પરિશ્રમ કરવો પડે છેકાર્યદક્ષતા તેમજ કુશળતા પ્રદર્શિત કરવી પડે છે. તેની જવાબદારીઓ વિશેષ છે, કેમ કે તેને રોજી કમાવવાનું કાર્ય ઉત્સાહથી કરવાનું હોય છે. પત્ની પોતાની ઘરવ્યવસ્થા, કોમળ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર તથા સૌંદર્યથી ઘરને સ્વર્ગ બનાવે છે.

આપણે લગ્નજીવનમાં પોતાની જવાબદારી નિભાવવાની છે. જીવનસાથીની નિર્બળતાઓને સહાનુભૂતિપૂર્વક અને વિવેકથી દૂર કરવાની છે, તેની જગ્યાએ ઉત્તમ ગુણોનો સમાવેશ કરવાનો છે. આપણે દરેક પ્રકારના અસંતોષને દૂર કરીશું, પરસ્પર એકબીજાના દષ્ટિકોણને સમજીશું, એકબીજા પ્રત્યેની ગેરસમજને આગળ વધવા નહી દઈએ એમ માનીને દાંપત્યજીવનમાં પ્રવેશ કરવો હિતાવહ છે. આવી રીતે સમજાવવાની ભાવના સુખમય દાંપત્યજીવનનો મૂળમંત્ર છે.

કયાં પતિ-પત્ની ઝઘડતાં નથી ? વિચારોમાં મતભેદ કર્યા નથી ? એકસરખો સમાન સ્વભાવ કયાં જોવા મળે છે ? એવા કોક્સ છે, જેનામાં કમરી, દુર્ગુણ, શારીરિક કે માનસિક દુર્બળતાઓ નથી ? તેમ છતાંયે એકબીજાની દુર્બળતાઓ અંગે કજિયો કરશો તો થોડા જસમયમાં અસંતોષ રૂપી મહા ભયંકર રાક્ષસ તમારા લગ્નજીવનને કડવું બનાવી દેશે. આપનું સૌંદર્ય અને પ્રેમ તરસ્યું મન એક સ્ત્રીની સુંદરતા છોડી, બીજી, ત્રીજી, ચોથી,દશમી એમ કયાં સુધી અથડાતું – ભટકાતું ફરશે ? મનની લગામ ઢીલી ન થવા દેશો. પોતાના જીવનસાથીમાં જ સરળતા, સૌંદર્ય, કુશળતા, ચતુરતા, માધુર્ય વગેરે શોધી તેની અપૂર્ણતાને પૂર્ણ બનાવો. અભન્ન હોય તો ભાવો. પુસ્તકો, વર્તમાનપત્રો, વાર્તાઓ, નવલકથાઓનું જ્ઞાન આપો. જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો સ્વાસ્થ્યનું રક્ષક્ત વ્યાયામ, પૌષ્ટિક ભોજન તથા ખોટી ચિંતા દૂર કરીને કરો. તેને સુંદર બનાવો, પરંતુ તેનો ત્યાગ કરવાનો વિચાર કોઈ પણ કાળે મનમાં ના લાવશો. ત્યાગ કરવાની વાત વિચારવી, એકબીજાને મદદ ન કરવી, પત્નીના શીલ સૌંદર્યમાં વધારો ન કરવો, એ વિદ્યા ન આપવી એ પતિને માટે શરમજનક વાત છે.

એક વિદ્વાને સુખી લગ્નજીવનની ચાવી આ શબ્દોમાં ભરી દીધી છે. તેઓ કહે છે, “જેવી રીતે માળી બગીચાનું ધ્યાન નથી રાખતો ત્યાં ઘાસ – નીંદાખવ્ર ઊગી નીકળે છે, કાંટાળાં ઝાંખરાં ઉત્પન્ન થઈ જાય છે, તે જ રીતે જે પતિ-પત્ની દાંપત્યપ્રેમનું જાગરૂકતા રાખી ધ્યાનપૂર્વક રક્ષા નથી કરતાં તો તે કડવા ભાવો (મનની મલિનતા, ઈર્ષા, ઊંચનીચનો ભાવ, શિક્ષા-અશિક્ષા, શંકા, ગેરસમજ, અસંતોષ, અહંભાવ માં પરિણમે છે. દરેક કાર્ય આળસ, નીરસતા, રોગ પર પુરુષ અથવા પરસ્ત્રીની ઈર્ષાના રૂપમાં દાંપત્યસુખને નુકસાન પહોંચાડવાનો પડકાર ફેંકે છે.

આપણું લગ્નજીવન કેવી રીતે સુખી થઈ શકે ? | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

આપણું લગ્નજીવન કેવી રીતે સુખી થઈ શકે ?

લગ્નને આત્મવિકાસ તેમજ ચરિત્ર વિકાસનું એક મોટું સાધન માનવામાં આવ્યું છે. આપણી જીવનયાત્રામાં લગ્ન એક અગત્યનું પરિવર્તન તેમજ વળાંક હોય છે. એમાં કોઈ શંકા નથી. તે માટે તેને પૂરી રીતે સફળ અને સુખી બનાવવું હોય તો તે સંબંધી પૂરી જાણકારી પહેલેથી જ પ્રાપ્ત કરી લેવી તે આપણું કર્તવ્ય છે. અફસોસ છે કે આજકાલ અનેક યુવક-યુવતીઓ આ નિયમ પર ધ્યાન ન આપતાં ક્ષણિક આવેશમાં આવીને અથવા ઉપરની ટાપટીપ જોઈને લગ્નસૂત્રમાં બંધાઈ જાય છે, જેનું અંતિમ પરિણામ સ્વાભાવિક રીતે દુઃખદાયક હોય છે.

સફળ લગ્નજીવન મનુષ્યના સુખનો એક આધારસ્તંભ છે. જો સાચો દાંપત્યપ્રેમ હોય તો તે માત્ર બંનેના અંતરાત્માનો જવિકાસ નથી કરતો, પરંતુ તેમાં રહેલી અમૂલ્ય ભાવનાઓની સિદ્ધિનું કારણ હોય છે, જેનો પતિ -પત્ની પરસ્પર અનુભવ કરે છે. હકીકતમાં સાચા દાંપત્યપ્રેમનો આધાર જ સુખી લગ્નજીવન છે. હવે આપણે એ વિચારીએ કે આ સુખી દાંપત્ય જીવનનું મૂળ તત્ત્વ શું છે ? સાચું તો એ છે કે લગ્નજીવનના આનંદનો કોઈ નિશ્ચિત માપદંડ નથી કે ન તો એવો કોઈ સ્પષ્ટ નિયમ છે કે જે પ્રમાણે આ અત્યંત કલાપૂર્ણ ક્ષેત્રમાં માનવીય સંબંધોનું નિયંત્રણ થતું હોય. અનેક સ્ત્રી-પુરુષો એવા જીવનમાં પણ સુખી રહેતાં હોય છે કે જે અન્ય સ્ત્રી -પુરુષો માટે દુઃખ અને નિરુત્સાહનું કારણ બની જાય છે. કેટલાંક દંપતી સંતાન ન હોવાના કારણે દુઃખી છે, તો કોઈ વગર સંતાને પૂર્ણ સુખી છે, કોઈ પોતાની ગરીબાઈમાં સુખી છે, તો કોઈના દુઃખનું કારણ તેમની આર્થિક સ્થિતિ છે. શારીરિક પ્રતિકૂળતા એક દંપતીના દુઃખનું કારણ છે, એ જ બીજાના સારા સહયોગનો આધાર હોય છે. એવી અનેક બાબતો છે, જેને લગ્નજીવનની શરૂઆતમાં કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ સમય જતાં તે જ સુખ કે દુઃખનું કારણ બની જાય છે. અનેક દંપતી આરંભમાં બધી રીતે સુખી હોય છે. પાછળથી દુ:ખી રહેતાં જણાય છે, કેમ કે મનુષ્યનો માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ જુદા જુદા સંજોગોને લઈને થાય છે.

ઉપરોક્ત બાબતો હોવા છતાં પણ સુખી લગ્નજીવનની થોડી પાયાની આવશ્યક્તાઓ છે, જે આ પ્રમાણે છે : લગ્નબંધનમાં બંધાતા બંને સાથીદારોમાં એકબીજાના આત્મસન્માન માટે નક્કર વિવેકબુદ્ધિ, માનસિક પરિપકવતા, શારીરિક સ્વાસ્થ્ય, દષ્ટિકોણમાં મનોવૈજ્ઞાનિક સ્વતંત્રતા, પ્રેમકળા તથા જાતીય જ્ઞાન, કૌટુંબિક જવાબદારીની પરિપક્વ ભાવના, સમય સંજોગો પ્રમાણે આચરણ કરવાની યોગ્યતા, કાલ્પનિક આદર્શોથી મુક્તિ, વિશાળ તેમજ ઉદાર માનવીય પ્રવૃત્તિ તથા સહયોગના આધાર પર આગળ વધવા, દુ:ખ સહન કરવા અને જીવન સુખમાં સહભાગી થવાની ક્ષમતા વગેરે. આ જ રોજબરોજની લગ્નજીવનની સમસ્યાઓને સફળતાપૂર્વક ઉકેલવાનો મૂળ મંત્ર છે. પોતાના લગ્નસાથીની પરિસ્થિતિ સાથે પૂરી આત્મીયતા તેમજ તેને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહેવાની તત્પરતા, દામ્પત્યજીવનની નજીવી બાબતોને સહજમાં જ ઉકેલી નાખે છે. વધુમાં જ શિક્ષણની સમાનતા હોય તેમજ બંને સમાજ માટે ઉપયોગી કામધંધામાં પણ સમાન હોય, તો સોનામાં સુગંધ ભળે છે. અંતમાં થોડીઘણી આર્થિક સ્વતંત્રતા તેમજ ધાર્મિક અને સામાજિક સમાન વિચારસરણી જેવા સદ્ગુણો ધરાવતાં હોય તો તે લગ્નજીવનને સુખદ બનાવવામાં ભારે સહાયક બને છે.

ઘણી ઓછી વ્યક્તિઓ છે, જે ઉપરોક્ત આદર્શ સાધનોની સાથે લગ્નજીવનમાં પ્રવેશ કરે છે. આ જ કારણથી જીવનમાં આપન્ને અનેક કોડાં નિર્દયી પુરુષ અને અબળા સ્ત્રી, કોઈ બહાદુર સ્ત્રી અને નપુંસક પુરુષ, કોઈ સ્વતંત્ર સાહસિક પુરુષ અને કાયર તેમજ મૂર્ખ સ્ત્રી, કોઈ સ્વસ્થ અને ભારે શરીર ધરાવતી સ્ત્રી અને સૂકલકડી પુસ્તકિયા કીડા જેવો પુરુષ, કોઈ બાળકી અને વૃદ્ધ પુરુષ, કોઈ અશિક્ષિત અને ગમાર સ્ત્રી અને શિક્ષિત પુરુષ, કોઈ સુંદર યુવક અને કદરૂપી સ્ત્રી અને સુંદર સ્ત્રી અને કદરૂપા પુરુષ તરીકે જોવા મળે છે. પરિણામે લગ્નજીવન ભારરૂપ અને દુ:ખી જેવા મળે છે.

હવે આપણે જે લગ્નની અસફળતાનાં કારો પર થોડો વિચાર કરીએ તો જોવા મળશે કે કજોડાં લગ્ન ન હોવા છતાં પણ જાતીય વિજ્ઞાન અને પ્રેમકળાની અજ્ઞાનતા લગ્નજીવન અસફળ થવાનું એક મુખ્ય કારણ છે. જીવનની શરૂઆતમાં જ આપણને બોલતાં ચાલતાં, નમસ્કાર કરતાં તેમજ યોગ્ય રીતે કપડાં પહેરવાનું શિક્ષણ આપવામાં આવે છે. આપણા અભ્યાસની સાથે રમતગમત, લોકો સાથે હળવા-મળવાનું તથા અન્ય સામાજિક શિષ્ટાચારોનું શિક્ષણ આપવામાં આવે છે. કમાઈને આપણે ભરણપોષણ કરી શકીએ તે માટે થોડા ઉદ્યોગોનું શિક્ષક્સ આપણને આપવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ કોઈ એવાં પુરુષ અથવા સ્ત્રી હશે કે જેમને કોઈ કુશળ શિક્ષક દ્વારા આ પ્રકારનું શિક્ષણ અપાયું હોય કે જેના વડે તે એક સફળ પ્રેમી, આદર્શ પતિ અથવા પત્ની બની શકે.

આપણા કહેવાતા આધુનિક જીવનનો અભિશાપ એ છે કે બીભત્સ વર્ણનથી ભરેલી નવલકથાઓ, કામ ઉત્પન્ન કરનારાં ચિત્રો અને લેખોથી ભરેલા સમાચારપત્રો તથા લંપટતા પૂર્ણ દશ્યોથી ભજવાતાં નાટકો તથા ચલચિત્રોની પ્રબળ ધારામાં તણાઈ જઈને આપણે આપણા નવજવાનોનાં મગજ અનેક ખોટી ધારણાઓથી ભરી દઈએ છીએ, એટલું જ નહિ, તેમની સામાન્ય અને સ્વાભાવિક કામવૃત્તિને ખરાબ રીતે ઉત્તેજિત તેમજ વિકૃત પણ બનાવી દઈએ છીએ. જ્યાં એક બાજુ આપણે આપશ્ચા જ હાથે આટલા ઉત્તેજિત વાતાવરણની દુનિયા બનાવીએ છીએ, ત્યાં બીજી બાજુ જાતીય જ્ઞાન ઉપર એક ગુપ્ત અને અપવિત્રતાનો જૂઠો પડદો પાડી દઈને આપણાં બાળકોને જીવનની આ અમૂલ્ય જાણકારીથી વંચિત રાખીએ છીએ. જે સમયે છોકરીને તે વિશ્વાસ આપવામાં આવે કે તેના જીવનનું એક માત્ર ધ્યેય લગ્નને સફળ બનાવવાનું તથા એક સુંદર ઘર વસાવવાનું છે. તેને કામવૃત્તિ અને ગર્ભાધાન બાબતે અત્યંત ઉપયોગી માહિતીથી વંચિત રાખવામાં આવે છે. લગ્નજીવનને સફળ બનાવવા માટે આ અજ્ઞાનને દૂર કરવાનું ઘણું જરૂરી છે.

લગ્નજીવનમાં નિરાશા ઉત્પન્ન થવાનું બીજું મુખ્ય કારણ સ્ત્રી અને પુરુષની વચ્ચે પ્રભુતા અને શાણપણ માટેની પ્રતિસ્પર્ધા છે. આ વિરોધીભાવ આજકાલ આપણે બહુ જ સ્પષ્ટ રૂપે ખાસ કરીને શિક્ષિત દંપતીઓમાં જોઈ શકીએ છીએ. કેટલેક અંશે આપણે તેને એ આંદોલનોની જ એક શાખા પણ કહી શકીએ છીએ કે જે આધુનિક શિક્ષિત નારી આજના શક્તિશાળી પુરુષની નિરંકુશતાની વિરુદ્ધ ચલાવી રહી છે. વ્યક્તિવાદી સમાજનાં ધંધાકીય કાર્યોમાં એક જીવનસાથીની શક્તિના રૂપમાં બરાબરીને આપણે ગમે તે મહત્ત્વ આપી શકીએ. પરંતુ પ્રેમ અને લગ્નજીવન માટે તો સ્પર્ધાત્મક મૃત્યુ સમાન છે અથવા તેને દરિયામાં છુપાયેલી શિલા કહી શકીએ જેની સાથે અથડાઈને અનેક લગ્નજીવન રોળાઈ ગયાં છે.

લોકો તેને એક મનોવૈજ્ઞાનિક આદેશની રીતે ગ્રહણ કરે કે જે કોઈ વ્યક્તિએ પોતાના સ્ત્રી અથવા પુરુષ જીવનસાથી પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા કરી તથા તેની નિંદા કરી કે તેના આત્મસન્માનને ધક્કો પહોંચાડ્યો, તેણે હંમેશને માટે પોતાના લગ્નજીવનના આનંદ પર કઠોર આયાત કર્યો છે.

વાસ્તવમાં લોકોનું લગ્નજીવન ત્યારે વધારે સફળ થાય કે જ્યારે દંપતી બાહ્ય આકર્ષણ અને સુંદરતા પર આધારિત પ્રેમની વાત ઓછી વિચારે તથા પોતાની આર્થિક પરિસ્થિતિ, સંતાન પાલનના સિદ્ધાંત, નવરાશના સમયનો પરિવાર માટે સદુપયોગ, એકબીજાની ભાવનાઓનો પૂરો ખ્યાલ, સાથે મળીને જવાબદારી ઉપાડવાની યોગ્યતા વગેરે આવશ્યક વિષયો પર ગંભીરતાથી વિચાર કરીને પોતાની જીવનનૌકાને કુશળતાથી ચલાવે. કેટલી વિચિત્ર વાત છે કે કોઈ માણસ વેપાર કે ભાગીદારીમાં એટલા માટે જ સામેલ થવા લલચાઈ ઊઠે છે કે તે વ્યવસાયના કાર્યાલયની ખુરસી તેમજ મેજ તેને બહુ પસંદ છે, તો લોકો તેને બેવકૂફ બનાવશે, પરંતુ તે જ માણસ જો કોઈ છોકરીની સાથે કેવળ એટલા માટે જ લગ્ન કરે કે તે દેખાવમાં સુંદર છે, નૃત્ય સારું કરે છે તથા પાર્ટીઓમાં જવાની શોખીન છે, તો તેના મિત્રો તેને શાબાશી આપતાં થાકતા નથી. આવા ગુન્નો તેમજ બાહ્ય સુંદરતા અને આકર્ષણ પર આધારિત પ્રેમ બિલકુલ અસ્થિર રહે છે. ઉંમરની સાથે સાથે યૌવન ઢળતાં આવો પ્રેમ ખતમ થઈ જાય છે. પ્રેમનું સાચું બંધન તો આંતરિક સૌંદર્ય પર અવલંબિત છે. પ્રત્યેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ગુણ અવશ્ય હોય છે. દંપતીએ એકબીજાના વિશિષ્ટ ગુણો અને આંતરિક સુંદરતા શોધી કાઢીને પ્રેમપૂર્વક જીવનનિર્વાહ કરવો જોઈએ. હા, લગ્નબંધનમાં જોડાતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રીપુરુષ બંને એકબીજાની દષ્ટિએ યોગ્ય છે કે કેમ ? શરૂઆતની નાની સરખી ભૂલ, ઉતાવળ કે અસાવધાની સમગ્ર લગ્નજીવનને દુઃખદ બનાવે છે.

અંતમાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લગ્નજીવનને સુખમય બનાવવાનો સૌથી સુંદર નિયમ એ છે કે લગ્ન કરતાં પહેલાં પોતાના સાથીને સારી રીતે સમજી લેવો, તેમજ લગ્ન પછી તેને જેવો હોય તેવો સ્વીકારી લેવો. આદર્શ કલ્પનાઓનો ત્યાગ કરીને તેનો સંતોષપૂર્વક પ્રસન્નતા સાથે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો.

લગ્નની ઉપયોગિતા | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

લગ્નની ઉપયોગિતા

આધુનિક મનોવિજ્ઞાન ઈચ્છાઓને પાર કરવાનો માર્ગ દર્શાવે છે, તેમનું દમન માનસિક રોગો ઉત્પન્ન કરે છે.તેનાથી કોઈકવાર માનસિક નપુંસકતા પણ આવે છે. મનુષ્યના અંતઃકરણની અનેક વાસનાઓ દબાઈને અંતઃપ્રદેશમાં છુપાઈ જાય છે. તેનાથી કોઈક સમયે કઢંગો વ્યવહાર, ગાળો દેવાની પ્રકૃતિ, અપશબ્દોનું ઉચ્ચારણ, આત્મહીનતાની ભાવના ઉત્પન્ન થવી, યાદશક્તિ ગુમાવવી, ગાંડપણ તથા રડવું તેમજ હિસ્ટીરિયા જેવા અનેક માનસિક રોગો થાય છે. મનના વિચારોમાં એક વિચિત્ર પ્રકારનો સંઘર્ષ ચાલે છે. મનની અનેક ભાવનાઓ અવિકસિત રહે છે. માગ઼સ ફરિયાદો કરવાની મનોવૃત્તિનો શિકાર બને છે. બીજી પ્રત્યે તે અનુદાર બને છે. બીજાઓની ખોટી ટીકા કર્યા કરે છે. જીવનમાં વધારે ઉગ્રતા, અસંતોષ તથા નારાજગી રહ્યા કરે છે. ઉગ્ર સ્વભાવનું કારણ વાસનાઓનો યોગ્ય વિકાસ તેમજ શુદ્ધિકરણ ન થવું તે છે. આ પ્રકારના જીવનને ગીતામાં નિંદાને પાત્ર માનવામાં આવ્યું છે.

પ્રત્યેક સ્ત્રી-પુરુષના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તેને જીવનસાથીની શોધ કરવી પડે છે. ઉંમર, વિચાર, સ્વભાવ તથા પ્રકૃતિ અનુસાર સદ્ગૃહસ્થી માટે યોગ્ય જીવનસાથીની વરણી કરવી જોઈએ. યોગ્ય શિક્ષણ તેમજ આધ્યાત્મિક વિકાસ પછી કરેલાં લગ્ન મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ યોગ્ય છે. આજીવન કૌમાર્ય અથવા બ્રહ્મચર્ય મહાન છે. તેનું ફળ અસીમ છે, પરંતુ સામાન્ય સ્ત્રી, પુરુષો માટે તે સંભવ નથી. તેનાથી મનની અનેક કોમળ લાગણીઓ તેમજ ભાવનાઓનો યોગ્ય વિકાસ તથા શુદ્ધિ થઈ શકતાં નથી. વાસનાઓને ઉચ્ચસ્તર તેમજ ઉન્નતિ સુધી લઈ જવા માટે એક એક પગથિયું ચઢવું પડે છે. એક પગથિયા પરથી બીજા પર સીધા કૂદી જવાથી કેટલીક ઈચ્છાઓનું દમન અવશ્ય કરશે, જેના ફળ સ્વરૂપે માનસિક રોગો થઈ શકે છે. તેથી જ ક્રમશઃ દરેક પગથિયા પર પગ મૂકીને ઉન્નત જીવન સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ.

એક માતા અને પિતાના હૃદયમાં પેદા થયેલા જુદા જુદા સ્વરોનું ગુંજન માત્ર ભોગી જસમજી શકે છે. બે હૃદયના મિલનમાં જે માનસિક વિકાસ સંભવ છે, તે પુસ્તકોના શુષ્ક વાચનથી થવો શક્ય નથી. લગ્ન એ કામવાસનાઓની તૃપ્તિનું સાધન માત્ર છે, તેવું સમજવું ભયંકર ભૂલભરેલું છે. તેમાં તો બે આત્માઓના, બે વિચારોના, બે હૃદયોના અને સાથેસાથે બે શરીરના વિકાસ અને એકબીજાને સમર્પણ કરવાની પવિત્ર ભાવના રહેલી છે. લગ્નનો અર્થ બે આત્માઓનું ઐક્ય, બે હૃદયોનું અનુષ્ઠાન છે. પ્રેમ, સહાનુભૂતિ, કોમળતા તથા પવિત્ર ભાવનાઓનો વિકાસ છે. પુરુષ પ્રકૃતિ તથા સ્ત્રી પ્રકૃતિનો પૂરેપૂરો વિકાસ થાય, આપણું વ્યક્તિત્વ પૂર્ણરૂપથી ખીલી ઊઠે તે માટે આપન્ને અનુકૂળ વિચાર, બુદ્ધિ શિક્ષણ તથા ધર્મવાળી સહધર્મિીની પસંદગી કરવી જોઈએ. યોગ્ય ઉમરે લગ્ન કરનારી વ્યક્તિ આગળ ઉપર સુશીલ, સરળ, મળતાવડી, સ્વચ્છ, શાંતચિત્ત, સત્યવાદી, સહાનુભૂતિવાળી, મધુરભાષી, આત્મવિશ્વાસ તેમજ દીર્ઘજીવી જેવા મળે છે.

નારીના સહયોગ વિના નર અપૂર્ણ રહે છે | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

નારીના સહયોગ વિના નર અપૂર્ણ રહે છે

પ્રત્યેક જીવના જીવનમાં યૌવનના ઉભરાટ સમયે એક એવો અવસર આવે છે, કે જ્યારે તે ધીરેધીરે એક વાતનો અનુભવ કરવા લાગે છે કે તેની પાસે અમુક વસ્તુઓ, ગુણો તથા સ્વાભાવિક વિશેષતાઓની ખામી છે. પુરુષમાં યૌવનનો ઉભરાટ આવતાં જ તેનું પુરુષત્વ વિકસિત થાય છે તેના અંતરમનમાં કામાવેશ ઉત્પન્ન થાય છે. તેથી તે કોઈની ઉપર અધિકાર જમાવવા માટે પ્રેમોપાસના કરવા લાગે છે. પુરુષ સહજ ભાવથી સ્ત્રીની બાબતમાં રસ લેવા લાગે છે, તેનામાં તેને કંઈક વિશેષ આકર્ષણનો અનુભવ થાય છે, તેના હાવભાવ તેને આકર્ષક લાગે છે. તેવી રીતે નારીના જીવનમાં પણ પ્રણયની ગુપ્ત ઈચ્છાઓ ધીરેધીરે વિકસિત થવા લાગે છે. તેની કોમળતા, સહનશીલતા, લા વગેરેના કારણે તે મનોભાવો તથા આત્મસમર્પણ માટે ઉત્સુક બને છે. તે પોતાના ભાવો છુપાવવામાં કુશળ હોય છે, પરંતુ તેનું સહજ જ્ઞાન ક્રમશઃ પ્રગટ થવા લાગે છે. નરનારીની આ સ્વભાવગત વિશેષતાઓ છે, જે સમાજનું નિર્માણ કરે છે.

સ્ત્રી અને પુરુષ એકબીજા વિના અધૂરાં છે,અપૂર્ણ છે. જો સ્ત્રી પુરુષ જુદાં રહેશે તો તેઓ સમાજ માટે બિનઉપયોગી, અપરિપકવ તથા અવિકસિત રહેશે. સ્ત્રી અને પુરુષ બંનેના મિલનથી જ પરસ્પરની સ્વાભાવિક અપૂર્ણતાઓ દૂર થાય છે. જીવનસાથી પ્રાપ્ત થવાથી એકબીજાનું અધૂરાપણું દૂર થાય છે. જેવી રીતે ધન તેમજ ઋણ તત્ત્વોના સંયોગથી વિશ્વ બને છે, તેવી રીતે સ્ત્રી અને પુરુષના સહયોગથી ‘‘મનુષ્ય’” બને છે. તે પૂર્ણ મનુષ્ય જ સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી શકે છે.

ગાયત્રીનો છઠો અક્ષર ‘રે’ | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

ગાયત્રીનો છઠો અક્ષર ‘રે’ ગૃહલક્ષ્મીના રૂપમાં નારીના ગૌરવનો પરિચય આપે છે –

રેવેવ નિર્મલા નારી પૂજનીયા સતાં સદા | યતો હિ સૈવ લોકેઽસ્મિન્ સાક્ષાલ્લક્ષ્મીર્મતા બુધૈ:॥

અર્થ – નારી સદૈવ નર્મદા નદી સમાન નિર્મળ છે. તે પૂજનીય છે, કેમ કે તેને દુનિયામાં સાક્ષાત લક્ષ્મી માનવામાં આવી છે. ’ જેવી રીતે નર્મદાનું પાણી હંમેશાં સ્વચ્છ રહે છે તે રીતે ઈશ્વરે નારીને સ્વભાવથી જ સ્વચ્છ અંતઃકરણ આપ્યું છે. કદાચ પરિસ્થિતિના દોષોના કારણે કે દુષ્ટ સંગતિના પ્રભાવથી તેનામાં વિકાર પેદા થઈ જાય છે, પરંતુ જે કારણોનું નિવારણ કરી દેવામાં આવે તો નારીહૃદય ફરીથી પોતાની શાશ્વત નિર્મળતાને પ્રાપ્ત કરે છે.

નારી લક્ષ્મીનો અવતાર છે. ભગવાન મનુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. એટલે તે સ્થાનમાં સુખશાંતિ રહે છે. પ્રતિતિ તેમજ સંતુષ્ટ નારી અનેક સગવડો અને સુવ્યવસ્થાઓનું ઘર બની જાય છે. તેની સાથે ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળે છે. ધનદોલત તો નિર્જીવ લક્ષ્મી છે, પરંતુ સ્ત્રી તો લક્ષ્મીની સજીવ પ્રતિમા છે. તેના સંપૂર્ણ આદર, સહયોગ અને સંતોષનું નિરંતર ધ્યાન રાખવું જેઈએ.

સ્ત્રીમાં પુરુષની સરખામણી સહૃદયતા, દયા, ઉદારતા, સેવા, પરમાર્થ અને પવિત્રતાની ભાવનાઓ વધારે હોય છે. તેનું કાર્યક્ષેત્ર સંકુચિત કરીને તેને ઘર સુધી સીમિત કરી દેવાના કારણે સંસારમાં સ્વાર્થીપણું, નિષ્ઠુરતા, હિંસા, અનીતિ અને વિલાસિતાનાં પૂર આવ્યાં છે. જે રાષ્ટ્ર અને સમાજની લગામ નારીઓના હાથમાં હોય તો તેમનો માતૃભાવ પોતાના સૌજન્ય અને સહૃદયતાના કારણે સુખશાંતિની સ્થાપના કરી શકે છે.

નારીનો અનંત ઉપકાર તેમજ અસાધારણ સહયોગ પ્રાપ્ત કરવાના બદલામાં નરની એ પવિત્ર જવાબદારી થઈ જાય છે કે તેને સ્વાવલંબી, સુશિક્ષિત, સ્વસ્થ, પ્રસન્ન અને સંતુષ્ટ રાખવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે. તેની સાથે કઠોર અથવા અપમાનજનક વ્યવહાર કરવો તે ઉચિત નથી.

%d bloggers like this: