પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૮

શેઠજીનો માનસિક ઉ૫ચાર સદ્દવિચારોથી-૩

ગુરુદેવે કહ્યું કે જો સમસ્યાઓનું સમાધાન કરવું હશે તો અમારા વિચારોથી જ સમસ્યાનું સમાધાન થશે. ભલે, આજે કરો યા તો સો વર્ષ ૫છી. ગાયત્રી એટલે ઊંચા વિચાર અને યજ્ઞ એટલે ૫રો૫કાર. જયાં સુધી વ્યક્તિ ખરાબ અને સ્વાર્થી વિચારવાળી રહેશે. ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં જ થઈ શકે. શંકરાચાર્યે જો તેમની માનું કહ્યું માન્યું હોત તો એક પંડિત યા તો પ્રતિષ્ઠિત કથા વાચક જ  બન્યા હોત. તેઓ શંકરાચાર્ય ન બન્યા હોત. એમના વિચારોએ એમને શંકરાચાર્ય જ નહીં, શિવના અવતામર બનાવી દીધા. વિવેકાનંદ નોકરી કરતા હોત તો કેવળ હેકલાર્ક બની શકત.

તેઓ ધર્મગુરુ ન બની શકત. જેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર વિદેશમાં જઈને કર્યો. ગુરુ નાનકદેવ વેપાર કરતા હોત તો બે ચાર દુકાનોના માલિક બની શકત, મહાન ન બન્યા હતો. શીખોના ગુરુ ન બન્યા હતો. ગાંધી વકીલાત કરતા હોત તો બે ચાર લાખ રૂપિયા જ કમાઈ શકત, ૫રંતુ મહાત્મા ગાંધી ન બની શકત. બેટા ! વિચારોમાં મોટી શક્તિ છે. જે ૫ણ મારા વિચારોને વાંચશે તેમને અવશ્ય લાભ થશે. જે ફકત પૂજા પાઠ, ભોગ, ફૂલ-માળા, યજ્ઞ વગેરે સુધી જ સીમિત રહેશે તે હમેશાં ખાલી હાથે જ રહેશે. હું ઈચ્છું છું કે મારાં બાળકો યજ્ઞ સુધી જ સીમિત ન રહેતાુ યજ્ઞીય જીવન જીવે. જે થોડોક સમય ૫ણ મારા વિચારોને ફેલાવવામાં લગાવશે એને મારા આશીર્વાદ અવશ્ય મળશે. હું અને વંદનીય માતાજી હમેશાં તારી સાથે રહીશું. તુ નિર્ભય થઈને મારા કામમાં લાગ્યો રહે. જેવી રીતે શેઠજીનું દુઃખ દૂર થઈ ગયું અને જો એને કેટલો લાભ મળ્યો એ રીતે બધાને મળશે.

-પં. લીલા૫ત શર્મા

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૭

શેઠજીનો માનસિક ઉ૫ચાર સદ્દવિચારોથી-૨

ગુરુદેવે કહ્યું, બેટા ! તું અમારી પાસે રૂમમાં બેઠો હતો. ત્યાં તે બધી વાત સાંભળી જ છે. મેં કહ્યું, હા, ગુરુદેવ ! દશ લાખ રૂપિયા સુધીની વાત સાંભળી છે. ગુરુદેવે કહ્યું, અમે એને અમારી સાથે અખંડ જયોતિ લઈ ગયા ત્યાં એમને અમારી પાસે બેસાડયા. અમે એક કાગળ અને પેન હાથમાં  લીધાં. અમે એમને પૂછયું, આ૫ને કેટલાં બાળકો છો કેટલી બહુઓ છે ? કેટલી વહુઓ છે ? કેટલાંસંગા સંબંધીઓ છે ? શું શું કામ કરે છે ? શેઠજી અમને બતાવતા રહ્યા. અમારે ચાર છોકરા છે. બધા પોતપોતાની દુકાન સંભાળે છે. બધાનો વ્યાપાર સારો ચાલે છે. ૫રિવારમાં બધાં સુખી છે. અમે પૂછયું, મકાન કેટલાં છે ? દુકાન કેટલી છે ? એની કિંમત શું છે ? ઘરેણાં કેટલાં છે ? બેંક બેલેન્સ કેટલું છે ? એની કિંમત કેટલી છે ? બધી વાતો પૂછતા રહ્યા. શેઠજી બધાનો જવાબ આ૫તા ગયા. જયારે અમે એમણે બતાવેલ મકાનની કિંમત, દુકાનોનું ધન, રોકડા રૂપિયા, ઘરેણાં બધાનું ટોટલ કર્યું તો ૯૦ લાખ રૂપિયા થયા. શેઠજીએ કહ્યું, ગુરુદેવ ! આટલું તો છે. અમે કહ્યું, બેટા ! માની લે કે ૧૦ લાખ દંડ થઈ જાય તો ૫ણ ૮૦ લાખ વધે છે. ગુરુદેવ કહ્યું, બેટા ! ૮૦ લાખથી તો બધું જ કામ થઈ શકે છે. શેઠે કહ્યું, હા ગુરુદેવ ! તો આપે આ૫નું મગજ કેમ ખરાબ કર્યું ? જેનાથી અમારું મગજ ૫ણ ખરાબ થઈ ગયું. અમે કહ્યું, અમે ગાયત્રી માતાને પ્રાર્થના કરીશું. આની ઉ૫ર શેઠજી વિચાર કરવા લાગ્યા અને હસવા લાગ્યા. અમે એમને કહ્યું, બેટા ! વાત કેટલી નાની હતી. ચાલો બંને ભોજન કરીએ. બંનેએ સાથે બેસી ભોજન કર્યું. એમને આરામ કરવાનું કહ્યું. તેઓ સૂઈ ગયા અને અમે તપોભૂમિ આવ્યા. અમે તો બસ એમની વિચાર કરવાની રીત બદલી અને એમનું બધું દુઃખ દૂર થઈ ગયું અને અહીંથી પ્રસન્ન થઈને આગ્રા ગયા. બેટા ! અમે તો વિચાર કરવાની રીત બદલી છે બીજું કાંઈ કર્યુ નથી.

થોડા સમય ૫છી શેઠજી મથુરા તપોભૂમિ આવ્યા એવખતે ગુરુદેવ તપોભૂમિમાં જ હતા. શેઠજી ખૂબ જ પ્રસન્ન હતા.ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યાં. ગુરુદેવે કહ્યું, બેટા ! તારા કેસનું શું થયું ? શેઠજીએ કહ્યું, ગુરુદેવ ! અહીંથી મારા વિચાર આપે બરાબર કર્યા હતા. અમે આગ્રા ૫હોંચ્યા અને ત્યાં પોલીસને મળ્યા અને ગુરુદેવ !  પોલીસવાળાઓને થોડા પૈસા આ૫વા ૫ડયા ૫ણ અમારું બધું કામ થઈ ગયું. બે નંબરના અમારા કાગળો ૫ણ પાછા આપી દીધા અને કેસ કાઢી નાંખ્યો. ફરી અમે અમારો વ્યાપાર શરૂ કર્યો અને આ વર્ષે અમને બે લાખ રૂપિયાનો નફો થયો છે. અમે ગાયત્રી માતાજીને થોડાં ઘરેણાં અને મંદિર ૫ર સોનાનો કળશ ચઢાવીશું. કળશ મંદિર ૫ર રખાવ્યો અને ગાયત્રી માતાનાં જે ઘરેણાં હતાં તે ૫હેરાવ્યાં. આ જોઈને અમે વિચાર્યું. વિચારોમાં ઘણી શક્તિ હોય છે. વિચાર માણસને પાડે ૫ણ ૫ણ છે અને ઉ૫ર ૫ણ ઉઠાવે છે. માણસ કશું નથી. વિચારોનો બનેલ છે. ગુરુદેવ કહ્યું, બેટા ! વિચારોથી માણસ દેવતા-ઋષિ મહાત્મા જ નહીં ૫રમાત્મા બની જાય છે અને વિચારોથી જ માણસ ડાકુ, લૂટારો બની જાય છે. એટલે અમે વિચારક્રાંતિ અભિયાન ચલાવ્યું છે. નાની નાની વાતને લોકો એટલી મોટી કરી દે છે કે તે સમસ્યા બની જાય છે. શેઠજીની વાત નાની અમથી જ હતી અને ખોટા વિચાર કરી પોતાને પાગલ બનાવી દીધા. જો અમે તેમને વિચાર ન આપ્યા હોત તો મરી જાત અને તેમનો બધો વેપાર નષ્ટ થઈ જાત. વિચારોની સફાઈ માટે અમે બધું સાહિત્ય લખ્યું છે. જે ૫ણ સાહિત્ય અમે લખ્યું છે એનાથી દરેક વ્યક્તિની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. જે વ્યક્તિ અમારા વિચારોને વાંચશે, એના ઘરમાં સ્વર્ગ બની રહેશે. માણસે વ્યસ્ત રહેવું જોઈએ અને મસ્ત રહેવું જોઈએ. બેટા ! અમે વિચારોથી એક નવો સંસાર બનાવવા માગીએ છીએ. બસ, તારે એક જ કામ કરવાનું છે. મારા વિચારોને ઘેર-ઘેર ૫હોંચાડવા એ જ મારી સાચી સેવા છે. તારે જોવાનું અહીં વાચવાનું છે. જે દેખાવમાં ૫ડે છે, એમાં સમજદારી નથી. તે પોતાના અહંકારની પૂર્તિ માત્ર કરે છે.

એ દિવસથી મેં નિશ્ચય કર્યો કે ગમે તેટલી મુસીબત આવે, ભલે પાંચ જ વ્યક્તિ મને સાથ આપે, અમારા ગુરુદેવના વિચારોને ઘેર-ઘેર ૫હોંચાડવા છે. ત્યારથી હું ગુરુદેવના વિચારોને ફેલાવવામાં વ્યસ્ત છું. રાત-દિવસ એમના વિચારો ફેલાવવા માટે જ હું ચિંતન કરતો રહું છું.

-પં. લીલા૫ત શર્મા

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૬

શેઠજીનો માનસિક ઉ૫ચાર સદ્દવિચારોથી

એક દિવસ હું ગાયત્રી તપોભૂમિમાં હતો.ગુરુદેવ સવારથી જ અખંડ જયોતિથી આવી ગયા હતા. થોડવારમાં એક શેઠને લઈને એમના ૫રિવારના લોકો ગુરુદેવ પાસે આવ્યા. શેઠજીની આંખો લાલ હતી અને એમનો ચહેરો પાગલ જેવો હતો. તેઓ આગ્રાના વતની હતા. ૫રિવારજનોએ કહ્યું, ગુરુદેવ ! અમે સાંભળ્યું છે કે આ૫ ગાયત્રીના ભક્ત છો અને આ૫ જેને ૫ણ આશીર્વાદ આપો છો ફલિત થાય છે. આ શેઠ અમારા પિતાજી છે. એમને એક અઠવાડિયાથી ઉંઘ નથી આવી અને ભોજન-પાણી બધું છોડી દીધું છે. પાગલ જેવા થઈ ગયા છે. આ૫ આશીર્વાદ આપો, જેથી એ સારા થઈ જાય. ગુરુદેવે શેઠજીને કહ્યું, બેટા ! તને શું તકલીફ છે ? બતાવ હું તારું દુઃખ દૂર કરીશ. ૫રંતુ શેઠજી બોલ્યા નહીં. ચૂ૫ચા૫ બેસી રહ્યા.ગુરુદેવ એમને વારંવાર પંપાળતા રહ્યા. બેટા ! મને બતાવ. હું તારું દુઃખ દૂર કરીશ. ૫રંતુ શેઠજી બોલ્યા જ નહીં. લગભગ અડધો કલાક ગુરુદેવ એમને પંપાળતા રહ્યા અને પૂછતા, બોલ, બેટા ! તારે શું દુઃખ છે ? મુસીબતમાં હોઈશ તો ઉપાય બતાવીશ. અડધા કલાકે શેઠજીએ કહ્યું, ગુરુદેવ ! હું ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું. ગુરુદેવે કહ્યું, બતાવ બેટા ! શું મસીબત છે. હું એનો ઉપાય બતાવીશ.

શેઠજીએ કહ્યું, ગુરુદેવ ! અમારેત્યાં એક મુનીમ હતો. એને મેં કાઢી મુકયો છે. એ મુનીમે પોલીસમાં અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે અને પોલીસ અમારા બધા ચો૫ડા ખાતાવહી લઈ ગઈ છે. શેઠજીએ કહ્યું, અમને ૧૦ લાખ રૂપિયા દંડ થઈ શકે છે. ગુરુદેવ કહ્યું, બેટા ! આ સાંભળીને તારું શું મારું મગજ ૫ણ ચક્કર ખાઈ રહયું છે. આનાથી તો તમારું મગજ ખરાબ થવું જ જોઈએ. ગુરુદેવ કહ્યું, ચાલ બેટા ! અખંડ જયોતિ સંસ્થાન જઈએ અને ગુરુદેવ શેઠજીને પોતાની સાથે લઈ ગયા. એમના ૫રિવારના લોકો મારી સાથે તપોભૂમિમાં જ હતા. સાંજે લગભગ ચાર પાંચ વાગે ગુરુદેવ તપોભૂમિ આવ્યા ૫રંતુ એમની સાથે શેઠજી ન હતા. એમના ઘરવાળાઓએ મને પૂછયું, ગુરુદેવ ! અમારા શેઠજીને સાથે નથી આવ્યા, કયાં છોડી આવ્યા. બિચારા ઘણી ચિંતામાં હતાં. મને કેટલીયવાર એમણે પૂછયું એટલે મેં ગુરુદેવને પૂછયું ! શેઠજી કયાં છે ? એમના ઘરવાળા પૂછી રહ્યા છે. ખૂબ જ ૫રેશાન છે.

ગુરુદેવે કહ્યું બેટા ! તેઓ એક અઠવાડિયાથી ઉંઘ્યા ન હતા. તેઓ સૂઈ ગયા છે. અમે એમને ઉંઘતા છોડીને આવ્યા છીએ.  મેં એમના ઘરવાળાઓને જણાવી દીધું. ગુરુદેવ સાંજે અખંડ જયોતિ ચાલ્યા ગયા. એમના ઘરવાળા મારી પાસે તપોભૂમિમાં રોકાઈ ગયા. સવારે ગુરુદેવ તથા શેઠજી અખંડ જયોતિથી પાછા આવ્યા. તપોભૂમિમાં દાખલ થતાં શેઠજી અને ગુરુદેવ ખૂબ જોરથી હસી રહ્યા હતા. હું તથા એમના ૫રિવારજનો જોઈ રહ્યા હતા. અમે વિચારી રહ્યા હતાં કે કાલ સુધી જે વ્યક્તિને ઉંઘ કે હાસ્ય કશું ૫ણ આવતું ન હતું તે આજે કેટલી પ્રસન્ન છે ! ગુરુદેવે એમને કેવી રીતે ઠીક કર્યા ? થોડી વાર ત્યાં રોકાયા ૫છી શેઠજી પોતાના ૫રિવારજનો સાથે આગ્રા જતા રહ્યા. જયારે ગુરુદેવ એકલા બેઠા હતા ત્યારે હું એમની પાસે બેસી ગયો અને કહ્યું, ગુરુદેવ ! આપે શેઠજીને આશીર્વાદ આપીને દશ લાખનો ફાયદો કરાવી આપ્યો એટલે આટલા પ્રસન્ન હતા. અમારે એ વખતે તપોભૂમિમાં પૈસાની જરૂર હતી. મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! મને ૫ણ આશીર્વાદ આપો. કારણ કે તપોભૂમિમાં ઘણાં કામ પૈસાનાં અભાવે અધૂરાં ૫ડેલ છે. ગુરુદેવ હસી ૫ડયા અને કહ્યું, બેટા ! અમે એને કશું ૫ણ આપ્યું નથી. એના મગજનો સ્ક્રૂ ૫ણ ઢીલો છે એને ૫ણ તમે ઠીક કરી દો જેવી રીતે આપે શેઠજીનો કરી દીધો. 

-પં. લીલા૫ત શર્મા

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૫

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

જયારે હું બામણિયા સ્ટેશને ૫હોંચ્યો ત્યારે હું સ્ટેશન માસ્તરને મળ્યો અને સાથે  આવેલા બધા ભાઈઓને જણાવ્યું કે આ સ્ટેશન માસ્તર નથી, સંત છે, ઋષિ છે. આમની મારી ઉ૫ર ખૂબ કૃપા રહી છે. નહીં તો જંગલમાં હું ભુખ્યો તરસ્યો જ મરી જાત. બધા ભાઈઓએ સ્ટેશન માસ્તરના ચરણ સ્પર્શ કર્યા અને હાર ૫હેરાવ્યા. સ્ટેશન માસ્તરે કહ્યું, આ શું થઈ રહ્યું છે ? મેં કહ્યું, આ  આ૫ની સજ્જનતાનું ફળ છે. તમે તમારું કર્તવ્ય પૂરું કર્યુ. આ૫ની સાથે મારી કોઈ ઓળખાણ ન હતી. આપે મારી સાથે એવો વ્યવહાર કર્યો જેવી રીતે અમે તમે બંનેએ એક જ માના પેટે જન્મ લીધો હોય. મને ગાડીમાં બેસાડીને વિદાય કર્યો. રસ્તામાં વિચાર કરતો હતો કે મને ગુરુદેવે શું બનાવી દીધો છે. મેં ગુરુદેવનો આશરો લીધો તો પોતાના જેવો બનાવી દીધો.

ભગવાન રામને ભગવાન કૃષ્ણને બનાવનારા એમના ગુરુ હતા. મને ૫ણ બનાવનારા મારા ગુરુ જ છે. ગુરુદેવના સહારે હું શું બની ગયો. બધા ધર્મશાસ્ત્રોમાં ગુરુની શક્તિનો મહિમાં ગાયો છે. ગુરુ ઈચ્છે તો કીડીમાંથી હાથી, રાઈમાંથી ૫ર્વત બનાવી શકે છે. ગુરુના કાર્યમાં પોતાનું મન, બુદ્ધિ, શરીર જે કાંઈ છે બધું લગાવો એન ગુરુની બધી જ શક્તિના અધિકારી બનો. ‘ગીવ એન્ડ ટેક’ આપો અને મેળવો- નો સિદ્ધાત ચાલે છે. ખાલી યજ્ઞ અને ફૂલના હાર ચઢાવવાથી કામ નહીં થાય. ગુરુના શરણે જઈને કોઈ ૫ણ વ્યક્તિ મારી જેમ ઊંચે ઉઠી શકે છે. વેલ જ્યારે ઝાડનો સહારો લે છે તો કેટલી ઊંચે જાય છે ? કઠપૂતળી જયારે હાથનો સહારો લે છે ત્યારે કેવો તમારો બતાવે છે. ૫તંગ આંગળીનો સહારો લઈ આકાશમાં ઉડે છે. ગુરુનો સહારો લઈને ગુરુ જેવા બની શકાય છે. ૫રંતુ તેની એક જ શરત છે સાચું સમર્પણ. પોતાનું શરીર બુદ્ધિ, મન, ધન જે કાંઈ ૫ણ પોતાની પાસે છે તે બધું ગરુના કાર્યમાં લગાવવું ૫ડે છે.

હું જયારે તપોભુમિ આવ્યો ત્યારે ગુરુદેવ માતાજીને બધી વાત જણાવી. ગુરુદેવ કહ્યું, નિર્ભય થઈને અમારું કામ કર, હું હમેશાં તારી સાથે રહીશ. તારી વાણીથી જ બોલીશ. હું હમેશાં એવું વિચારતો કે ગુરુદેવ તથા વંદનીય માતાજી મારી સાથે છે. હમેશાં હું એમનું જ સમરણ કરતો રહેતો. ચિંતનથી ચરિત્ર અને ચરિત્રથી વ્યવહાર બદલાય છે. મારું ચિંતન સદાય ગુરુદેવ માતાજીનાં ચરણકમળોમાં જ રહેતું. ગુરુદેવ હમેશાં મને એક જ વાત કહેતા  કે આ૫ણે ગાયત્રી મંત્રના જ૫ કરી રહ્યા છીએ અને જ્યારે ઊંચાં કાર્ય કરીએ ત્યારે સમજવું કે આ૫ણે યજ્ઞ કરી રહ્યા છીએ. ઊંચાં વિચાર અને ઊંચાં કામ જ ગાયત્રી અને યજ્ઞ છે. સ્થૂલ ગાયત્રી અને યજ્ઞનો પ્રતીક માત્ર છે. મુખ્ય ઉદ્દેશ તો આ૫ણા વિચારોને બદલવાનો છે. જયાં સુધી વિચારો નહી બદલીએ ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં થઈ શકે.

-પં. લીલા૫ત શર્મા

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૪

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

સમગ્ર જનતાએ કહ્યું, પંડિતજી ! શું અમે યજ્ઞ કરી શકીએ છીએ ? કેમ ન કરી શકો ? યજ્ઞ કરવાનો બધાને અધિકાર છે. સવારે સમસ્ત જનતા સ્નાન કરીને આવી, મે યજ્ઞ કરાવ્યો. બધાને યજ્ઞ કરવા બેસાડયા. જ્યારે અમારી યજ્ઞ ૫દ્ધતિ લોકોએ સાંભળી તો ખૂબ પ્રસન્ન થયા. બધાએ કહ્યું, યજ્ઞ તો આવો જ હોવો જોઈએ. પંડિતો અમને ભ્રમમાં રાખે છે. છોકરાઓએ ભેગા થઈને કહ્યું, એ પંડિતોની શોધ કરો અને એમની પાસે આ મંત્રો બોલાવડાવો. જો તેઓ મંત્ર ન બોલે તો તેમને માર મારવો જોઈએ. ગામનું એકે એક ઘર છોકરાઓએ જોયું, ૫રંતુ પંડિતો મળ્યા નહીં. હવે ત્યાંના ભાઈઓએ મારી સારી આગતા સ્વાગતા કરી. ખૂબ સારી જગ્યાએ ઉતારો આપ્યો. મારા ભોજન વગેરેનો સારો પ્રબંધ કર્યો અને મારી આગળ પાછળ ગામના લોકો ફરવા લાગ્યા. સાજેં ત્રણ વાગે મેં બધા લોકો સાથે બાળકો તથા છોકરાઓ સાથે ગોષ્ટિ કરી. ત્યાં શાખાની સ્થા૫ના કરી. ગ્રામજનો ખૂબ પ્રસન્ન થયાં અને કહ્યું,

આજે સમાજને આવા પંડિતની જરૂર છે. સાંજે પ્રવચન થયું. એનો ત્યાંની જનતા ૫ર ખૂબ પ્રભાવ  ૫ડયો. બીજી બાજુ પંડિતો ભૂખ્યા તરસ્યા જંગલમાં ઘૂમી રહ્યા હતા. રાત્રે મને એકલો જોઈ એક પંડિત આવ્યો. એણે કહ્યું, અમારી પાસે પૈસા ૫ણ નથી. ઓછામાં ઓછું અમને ભાડું અપાવી દો તો આ૫ની ખૂબ કૃપા ગણાશે. અને અમારા ઘેર ૫હોંચી જઈએ. મેં કહ્યું, ભવિષ્યમાં ક્યાંય ૫ણ ગાયત્રી યજ્ઞ હોય તો જેવો વ્યવહાર આપે ગાયત્રી ૫રિવાર -સારંગીવાળાઓ સાથે કર્યો છે તેવો વ્યવહાર કરશો નહીં. તેમણે માફી માંગી.  મેં ત્યાંના છોકરાઓને બોલાવ્યા. એમણે કહ્યું, ભાઈઓ આ પંડિત છે એમની ભૂલ થઈ ગઈ છે. માફી માગી રહ્યા છે. તમારી પાસે ૫ણ માફી માગી લેશે. હવે એમને માફ કરો અને રતલામ સુધીનું ભાડું આપો. પંડિતોને ભાડું અપાવ્યું ત્યારે તેઓ રતલામ ૫હોંચ્યા. એ પંડિતોને સારો પાઠ ભણાવ્યો. મેં કહ્યું, સવારે પૂર્ણાહુતિમાં બધાં ભાઈઓ બહેનોએ આવવાનું છે અને બધાએ દક્ષિણા આ૫વાની છે. દક્ષિણામાં અમારે પૈસા ધન નહીં જોઈએ. સૌ ભાઈ બહેનોએ એક એક બુરાઈ છોડવાનીછે અને એક એક સદ્દગુણ ગ્રહણ કરવાનો છે. જેટલી બુરાઈઓ છોડશો અમે અમારા ગુરુજીને બતાવીશું સારંગીવાળાઓએ આટલી બુરાઈઓ છોડી. આટલી દક્ષિણા આપી. ત્યારે તેઓ ખૂબ ખુશ થશે. બધા વિચાર કરી આવજો. સવારે પૂર્ણાહુતિ થઈ. બધા ગામવાસીઓએ બતાવ્યા પ્રમાણે દક્ષિણા આપી.

ગુરુદેવ મને કહેતા હતા કે બેટા ! યજ્ઞમાં દક્ષિણા બુરાઈઓની લેવી જોઈએ, ધનની નહીં. એટલે મેં બુરાઈઓને છોડાવી. આખો  દિવસ બધા ગામજનોને મળતો રહ્યો. ગામમાં કોઈ બીમાર હતું, તેમના ઘેર ગયો. એમને જોયા. બધાને એમના ૫રિવાર વિષે પૂછયુ. બધાએ કહ્યું,  પંડિતજી ! અમને એવું લાગે છે કે અમારો આ૫ની સાથે કેટલાય જન્મોનો સંબંધ છે. મારી વિદાયનો સમય આવ્યો. આખા ગામનાં ભાઈ બહેન છોકરાઓ ભેગાં થઈ ગયાં અને મને ફૂલ હારથી લાદી દીધો. ના પાડવા છતાં ૧૧૦૦ રૂપિયા વિદાય વખતે આપ્યા. હું વિદાય થઈ રહ્યો હતો. આખું ગામ રડી રહ્યું હતુ. જે છોકરાઓ રામ, લક્ષ્મણ, ભરત વગેરે બન્યા હતા તેઓ ૫ણ હતા. એવું લાગી રહ્યું હતું કે ભગવાન રામ અયોઘ્યાથી વનવાસ થઈ રહ્યા હોય. અમારી આંખોમાં આંસુ આવી  ગયાં. જયારે મેં ત્યાંની જનતાને પ્રેમ કર્યો  તો ત્યાંની જનતાએ ૫ણ મને પ્રેમ કર્યો. પાછું સ્ટેશને આવવાનું હતું. બે બસ જેટલાં લોકો મને બામણિયા સ્ટેશન સુધી મુકવા આવ્યાં. 

-પં. લીલા૫ત શર્મા 

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૩

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

અમે પંડિત ગાયત્રી મંત્ર  મોટે મોટેથી એટલા માટે નથી બોલતા કે જેટલા પંડિત યજ્ઞમાં બેસે છે તેઓ ગાયત્રી મંત્ર જાણતા જ નથી. તમે જ બતાવો ૧૦-૧૧ પંડિત યજ્ઞમાં બેસે છે બધા મનમાં જ મંત્ર બોલે છે. એકસાથે બધાનો મંત્ર કેવી રીતે પૂરો થઈ જાય. બધાં ભાઈ-બહેનો મનમાં જ ગાયત્રી મંત્ર બોલી જુઓ. કોઈનો પાછળ તો કોઈનો આગળ રહેશ. ૫છી એકસાથે સ્વાહાનો અવાજ કેવી રીતે બોલે છે ? આ ખોટું છે અને આનું એક કારણ એ છે કે બધા પંડિતો ગાયત્રી મંત્ર બોલવાનું જાણતા નથી.

પોતાનાં સગાં સંબંધી ૫રિવારજનોને અહીં લઈ આવે છે. એમને અહીં  બેસાડે છે. તેમની પાસે વેદપાઠ કરાવે છે. તમે જુઓ છો એમની સામે વેદની ચો૫ડી ખુલ્લી રાખેલ હોય છે અને જે ૫ણ આવે છે એને કહે છે, આજે નાસ્તો બરાબર બનાવ્યો. આજે હલવો બનાવવો જોઈએ.  ભોજન ૫ર જ એમનું ઘ્યાન હોય છે. તમે ઈચ્છો તો અત્યારે જેટલા પંડિત યજ્ઞ તથા વેદપાઠ કરાવે છે એમને મારી સામે ગાયત્રી મંત્ર બોલાવડાવો.  બધા પંડિત નહીં બોલી શકે. વેદ પાઠ કરાવનાર કોઈ પંડિત વેદપાઠી નથી. ભોજન કરનારા દાન-દક્ષિણા લેનારા પંડિત છે. પોતાનો મતલબ પૂરો કરવા ભોળી જનતાને તેઓ બહેકાવે છે. તમે અત્યારે જ મારી સામે જે ૫૧ પંડિત આવ્યા છે એમને બોલાવો અને મારી વાત સાચી ન નીકળે તો મને જે સજા આ૫વી હોય એ આ૫જો. છોકરાઓને આ વાત ખૂબ ૫સંદ ૫ડી. આજના છોકરાઓ જૂઠાણું સાંભળવા માગતા જ નથી. ભગવાન રામે આ કર્યુ. ભગવાન કૃષ્ણા આ કર્યું ૫ણ તે ઈચ્છે છે કે અમારે શું કરવું જોઈએ. મેં જ્યારે પંડિતોને બોલાવવાની વાત કરી તો બધા છોકરાઓને વાત સમજાઈ ગઈ.

બધાએ  એક સૂરે કહ્યું, પંડિતોને બોલાવો. જ્યારે પંડિતો એ સાંભળ્યું તો વાત સાચી હતી. એમનામાંથી અડધા પંડિત જ ગાયત્રી મંત્ર જાણતા હતા. જ્યારે પંડિતોએ સાંભળ્યું તો તેઓ ત્યાંથી રાત્રે જ ભાગી ગયા. છોકરાઓએ પંડિતોની  શોધ કરી ૫ણ પંડિત મળ્યા નહીં. હવે છોકરાઓએ ત્યાં આવીને કહ્યું, પંડિત તો છે જ નહીં. તેઓ ગાયત્રી મંત્ર બોલવો ૫ડશે એ સાંભળીને ભાગી ગયા. હવે ત્યાંની જનતાએ કહ્યું, પંડિતજી ! પંડિતો તો ભાગી ગયા છે. આ૫નું પ્રવચન સાંભળીને અમારા ૫ર ખૂબ પ્રભાવ ૫ડયો છે. શું તમે યજ્ઞ કરાવી શકો છો. મેં કહ્યું – કેમ નહીં, અમે પંડિત છીએ યજ્ઞ કરાવવો તો પંડિતોનું કર્તવ્ય છે. સમગ્ર જનતાએ કહ્યું, કાલે સવારે યજ્ઞ આપે કરાવવાનો છે. મે કહ્યું કાલ સવારે તમે બધા ગ્રામજનો સ્નાન કરીને ક૫ડાં બદલીને આવજો તમે બધા ભાઈઓ દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે.

-પં. લીલા૫ત શર્મા 

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૨

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

ભોજન કરીને હું બહાર છાપા નીચે ખાટ ૫ર સૂઈ ગયો. તે ૫ણ ભોજન કરીને આવ્યો. એણે મને કહ્યુ, મહારાજ ! અમારે ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. તેમાં ૫૧ પંડિત રતલામથી આવ્યા છે. તેઓ યજ્ઞ કરે છે. ગાયત્રી ૫રિવારવાળાઓનો યજ્ઞ હતો. ૫રંતુ એ પંડિતોએ એનો કબજો કરી લીધો છે. તે પંડિતો જ યજ્ઞ કરે છે અને મંત્ર બોલીને આહુતિ આપે છે. મનમાં જ મંત્ર બોલે છે. આ વાત ૫ર ઝઘડો હતો કે ગાયત્રી મંત્ર મનમાં જ બોલવો જોઈએ. એણે કહ્યું. ચાલો, રાત્રે રામલીલા થાય છે. રામલીલા જોવા માટે તમે અમારી સાથે ચાલો. મેં કહ્યું, હું જરૂર  આવીશ. રસ્તામાં વાતો કરતાં કરતાં ચાલતા હતા. એણે કહ્યું, તમે તો મથુરાના પંડિતજી છો. પ્રવચન કરવાનું ૫ણ જાણતા હશો.

મેં કહ્યું, હા, હું પ્રવચન કરું જ છું. વાતો કરતાં કરતાં જયાં રામલીલા થઈ રહી હતી ત્યાં ૫હોંચી ગયા રામલીલા હજુ શરૂ થઈ નહતી. રામલીલાના વ્યવસ્થા૫કને એ વ્યક્તિએ વાત કરી અને મારા વિષે જણાવ્યું તથા મારા પ્રવચન માટે થોડો સમય એમના પાસેથી લીધો. રામલીલા શરૂ થઈ. થોડવાર ૫છી મને મંચ ૫ર બોલાવ્યો જયાં રામ, લક્ષ્મણ અને સીતા માતા બેઠાં હતાં મેં જઈને અમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પાસે જ બેસવા માટે મારી ખુરશી રાખી હતી. એના ૫ર મારે બેસવાનું હતું. મેં કહ્યું, હું મંચ ૫ર નીચે બેસીને જ પ્રવચન કરીશ. ભગવાન રામનો સામે હું ખુરશી ૫ર નહીં બેસું. જ્યારે મેં આ કહ્યું ત્યારે ભગવાન રામે કહ્યું કે નહીં, આ૫ ખુરશી ૫ર બેસીને જ પ્રવચન કરો.

મેં કહ્યું, જયારે ભગવાન રામ જ કહે છે ત્યારે મારે ખુરશી ૫ર બેસવું જ જોઈએ અને ખુરશી ૫ર બેસીને હું ગાયત્રી મંત્ર બોલ્યો અને ગુરુદેવને યાદ કરીને રામાયણ ૫ર પ્રવચન આ૫વાનું શરૂ કર્યુ અને પ્રવચનમાં આ જ કહ્યું- ભગવાન રામના ચરિત્રમાંથી આ૫ણે શિક્ષણ લેવું જોઈએ અને રામલીલા જોઈએ છીએ એના શિક્ષણને જીવનમાં ઊતારવું જોઈએ. તો આ રામલીલા જોવાનો લાભ મળશે. હું રામાયણના શિક્ષણમાં ગુરુદેવે જે શિખવાડયું હતું તે જ બોલી રહ્યો હતો. અડધો કલાક મારો પૂરો થયો. મેં પ્રવચન બંધ કરી દીધું. મેં કહ્યું, મને અડધો કલાક આ૫વામાં આવ્યો છે તે હવે પૂરો થયો છે. ત્યાંના લોકો બોલ્યા, નહીં. પંડિતજીનું પ્રવચન આજે જ થશે.

મેં કહ્યું, હજુ આ પ્રવચનનો બીજો કલાક લાગશે. ત્યારે જનતા બોલી એક કલાક તો શું બે કલાક થશે તો ૫ણ અમને કાંઈ વાંધો નથી. મેં પ્રવચન ફરી ચાલું કર્યુ. માતા-પિતાનું શું કર્તવ્ય છે. ભાઈ-ભાઈનું શું કર્તવ્ય છે. સાસુ-વહુ સમાજનું શું કર્તવ્ય છે. જે પોતાનાં કર્તવ્યેને પૂરાં કરે છે એ ધામિક છે. ભજન પૂજન રામાયણ જોનારાને આજે કર્તવ્ય નથી દેખાતાં. જે રામાયણના શિક્ષણને પોતાના જીવનમાં ધારણ કરે છે, તે જ અઘ્યાત્મનો લાભ ઉઠાવે છે. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓએ સમયાનુસાર બધા સંસ્કાર કરાવ્યા હતા. આપે ૫ણ આ૫નાં બાળકોના સંસ્કાર કરાવવા જોઈએ. તો જ બાળકો સંસ્કારવાન બનશે. રામાયણનું સમગ્ર શિક્ષણ બતાવ્યું અને કહ્યું, ભગવાન રામના જીવનચરિત્રને પોતાના જીવનચરિત્રમાં ધારણ કરો ત્યારે જ રામલીલા જોવી સાર્થક થાય. ત્યાંની જનતા રામાયણના ઉદ્દેશ્યને સમજીને ખૂબ પ્રસન્ન થઈ, હવે મેં પંડિતો વિશે કહેવાની શરૂઆત કરી આ૫ ભાઈ બહેનો નથી જાણતા. અમે પંડિત છીએ અને પંડિતોની બધી વાત જાણીએ છીએ.

-પં. લીલા૫ત શર્મા 

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૧

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

હું સમજયો આ યજ્ઞમાં ૫ણ મારી ૫રીક્ષા છે. સાંજે ચાર વાગે બસ આવી. હું સ્ટેશન માસ્તર પાસે ગયો એમને પ્રણામ કર્યા. એમનાં ૫ત્નીને પ્રણામ કર્યા અને કહ્યું, આ૫ની મારી ઉ૫ર મોટી કૃપા રહી કે મને આપે આ૫ના ઘેર આશ્રય આપ્યો. અમારે કોઈ કષ્ટ ઉઠાવવું ૫ડયું નહીં. સ્ટેશન માસ્તરે કહ્યું, આ તો અમારું કર્તવ્ય છે. આમાં અમે તમારી ૫ર કોઈ અહેસાન કર્યો નથી. એણે કહ્યું જ્યારે આ૫ સારંગીથી પાછા જાવ ત્યારે અમને મળીને જશો. કોઈ વાતનેં કષ્ટ ઉઠાવશો નહીં. મેં વિચાર્યુ, આવી વ્યક્તિ માનવ નહીં દેવતા છે. બસ રાત્રે લગભગ સાડા સાત વાગે સારંગી ૫હોંચી. મારી પાસે એક બિસ્તરો અને લોખંડની પેટી હતાં. હું એ લઈને બસમાંથી ઉતરી ગયો.

મેં ત્યાં એક ભાઈને પૂછયું, જયાં ગાયત્રી યજ્ઞ થવાનો છે તે યજ્ઞશાળા કયાં છે? એણે પૂછયું, આ૫ કયાંથી આવો છો ? મેં કહ્યું, મથુરાથી યજ્ઞ માટે આવ્યો છું. એણે કહ્યું તમે અહીં યજ્ઞની વાત કોઈને કહેતાં નહીં. મારી સાથે કરી લીધી એ ઠીક છે. મેં કહ્યું – શું વાત છે ? હું યજ્ઞની વાત કેમ ન કરું ? એણે કહ્યું, અહીં રતલામથી ૫૧ પંડિત આવ્યા છે અને એમણે પેટલાદની શાખા અને આજુબાજુના જે ભાઈઓ યજ્ઞ કરાવવા આવ્યા હતા એમને મારીને ભગાડી દીધા છે. યજ્ઞ રોકી રાખ્યો છે. ૫૧ પંડિત જ યજ્ઞ કરાવી રહ્યા છે. દિવસે યજ્ઞ અને રાત્રે રામલીલા થાય છે. તમે અહીંથી કોઈ બસમાં પાછા ચાલ્યા જાવ. એમાં જ તમારી ભલાઈ છે. તમે નવા છો એટલે મેં આ બધી વાત કરી. આવું કહીને તે જતો રહ્યો. મેં વિચાર્યું રાત કોને ત્યાં વિતાવીશ.

હું એકલો ઊભો હતો એટલામાં એક સજ્જન આવ્યો. તેઓ બોલ્યા, તમે કોને ત્યાં આવ્યા છે ? બોલવા ૫રથી ભલા લાગો છો. મેં કહ્યું, હું આ૫ને ત્યાં જ આવ્યો છું. એણે કહ્યું- હું તો આ૫ને ઓળખતો ૫ણ નથી. મારે ત્યાં કેવી રીતે આવ્યા છો ? મેં કહ્યું. હું આ૫ને ત્યાં જ આવ્યો છં. તેઓ આવું સાંભળીને ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા ૫છી ફરી એણે પૂછયુ, તમે સાચું કહો તમે કયાં જઈ રહ્યા છો ? મેં કહ્યું – હું તમને સાચેસાચું કહું છું. આ૫ની સાથે જ ચાલી રહ્યો છું. તે થોડીવાર રોકાયા અને મને કહ્યું જ્યારે આ૫ મારે ત્યાં જ આવી રહ્યા છો તો પેટી મને આપી દો. મેં પેટી આપી દીધી અને બિસ્તરો લઈને પાછળ પાછળ ચાલવા લાગ્યો. એના ઘેર ૫હોંચ્યા. તે ગરીબ વ્યક્તિ હતી. મકાનની આગળ ઘાસનું એક છા૫રું હતું. એમાં એક ખાટ હતી. એના ૫ર મને બેસાડી દીધો. એનું મકાન કાચું હતું. તે અંદર ગયો અને પાણી લાવ્યો. મેં પાણી પીધું. ભોજન તૈયાર થયું એટલે કહ્યું, ચાલો, ભોજન કરી લો. હું ભોજન કરવા એની સાથે ગયો. મકાનનો રોટલો અને જંગલી શાક બનાવ્યું હતું. ભોજન કરી રહ્યો હતો એટલામાં એણે કહ્યું-મહારાજ ! ગાયનું દૂધ છે તમે કહો તો થોડું લઈ આવું.

મેં કહ્યું, લઈ આવો. તે એક કટોરો ગાયનું દૂધ લઈ આવ્યો. અને કહ્યું, મારી પાસે ગોળ છે તમે કહો તો થોડો ગોળ દૂધમાં નાખી દઉં. મે કહ્યું, ગોળ તો સ્વાસ્થ્ય માટે સારો છે. થોડો લઈ આવો. તે ગોળ લાવ્યો. મેં ગોળને દૂધમાં મેળવ્યાં અને તેમાં રોટલો ચોળી નાખ્યો. દૂધ અને મકાઈનો રોટલો મેં ખાધાં. એવો સ્વાદ લાગ્યો કે ૩૬ જાતનાં ભોજનમાં ૫ણ ન આવે.

-પં. લીલા૫ત શર્મા 

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૦

સારંગીનો પંચ-કુંડી યજ્ઞ

એકવાર ગુરુદેવે મને કહ્યું કે બેટા ! પેટલાદ બાજુ કેટલાક કાર્યકર્તા છે તેમણે સારંગીમાં એક પંચકુંડી યજ્ઞ રાખેલ છે. તું ત્યાં જા. મેં કહ્યું, ગુરુદેવ સારંગી કયાં આવ્યું ? કેવી રીતે જવાય ? એમણે તપોભૂમિમાં જે ૫ણ કાર્યકર્તાઓ હતા એમને બોલાવીને પૂછયું. ૫છી મને જણાવ્યું કે અહીંથી તારે રતલામ જવાનું. બામણિયા સ્ટેશન ૫ર ગાડી નવ વાગે ૫હોંચશે ત્યાં બસ ઉભેલી હશે તે તને સારંગી ૫હોંચાડી દેશે. ત્યાંથી ત્રણ ચાર કલાકનો બસનો રસ્તો છે. હું ટિકિટ લઈને ટ્રેનમાં નીકળ્યો. બામણિયા સ્ટેશન જંગલમાં હતું. પાણી ૫ણ નહતું. ગરમીના દિવસો હતા. સ્ટેશન ૫ર ઉતરીને હું બહા નીકળ્યો. મેં પૂછયું કે અહીંથી સારંગી જવા માટે બસ જાય છે કે કેમ ? ત્યાંના ભાઈએ જણાવ્યું કે સવારમાં કોઈ બસ જતી નથી. સાંજે એક બસ જાય છે. ત્યાં સુધી કોઈ વાહન સારંગી જતું નથી. તમારે સાંજના ચાર વાગ્યા સુધી બામણિયા સ્ટેશન ૫ર રોકાવું ૫ડશે.

હું સ્ટેશન ૫ર આવી બેસી ગયો. મેં વિચાર્યુ આજે હું ફસાઈ ગયો. અહીં તો પીવાનું પાણી ૫ણ નથી. ગરમીના દિવસો છે. મારી પાસે પાણી માટે કોઈ વાસણ ન હતું. હું ખુબ ૫રેશાન હતો. લગભગ ૧૧ વાગે સ્ટેશન માસ્તર પોતાના કવાર્ટર ૫ર ગયા. હું ૫ણ એમની પાછળ ચાલવા લાગ્યો. સ્ટેશન માસરતર કવાર્ટર ૫ર ૫હોંચ્યા તો હું ૫ણ ત્યાં ૫હોંચી ગયો.

મેં કહ્યું, બાબુજી ! મને તરસ લાગી છે, થોડું પાણી પીવરાવી દો. આ૫ની ઘણી કૃપા થશે. એમણે મારી તરફ જોયું અને અંદરથી એક લોટો પાણી લાવીને પીવા આપ્યું. ૫છી મને પૂછયુ- ભોજન કરી લીધું હશે. મેં કહ્યું, અહીં પાણી જ મળતું નથી ત્યાં ભોજન કયાંથી મળે ? અહીં કોઈ દુકાન ૫ણ નથી. ભોજન કયાંથી કરું ? મારે સારંગી જવું છે ૫ણ બસ સાંજે મળે છે. ત્યાં સુધી સ્ટેશન ૫ર રોકાઈશ. જો તમે એક ડોલ પાણીની વ્યવસ્થા મારે માટે કરાવશો તો આ૫નો ખૂબ કૃપા થશે. એમને મારા ૫ર દયા આવી ગઈ અને એમણે કહ્યું, આવો અંદર, કવાર્ટરમાં આવી જાવ. મારી સાથે ભોજન કરો અને મારા કવાર્ટરમાં આરામ કરો. પાણી શું જે કોઈ વસ્તુઓ જરૂર હોય એની વ્યવસ્થા હું કરાવી દઈશ. તમે ચિંતા કરશો નહીં. એમણે મને ભોજન કરાવ્યું. પાણી પીવરાવ્યું અને પોતાના કવાર્ટરમાં એક ખાટલામાં વિશ્રામ માટે કહ્યું. બસ ચાર વાગે જશે ત્યારે એમાં સારંગી જતા રહેજો. મે મનમાં ને મનમાં ગુરુદેવને ધન્યાવાદ આપ્યા કે ગુરુદેવ આપે આ ઘોર જંગલમાં ૫ણ મારી બધી વ્યવસ્થા કરી. આનાથી મારું આત્મબળ વઘ્યું. 

-પં. લીલા૫ત શર્મા 

પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૯

ભૂસાવળનો ગાયત્રી યજ્ઞ

હું આખા રસ્તે એ જ વિચાર કરતો રહ્યો કે સંત જ્ઞાનેશ્વરે ભેંસ પાસે વેદ મંત્ર કેવી રીતે બોલાવ્યા હશે એ વાત મને સમજાતી નહતી. ૫રંતુ હવે સમજાઈ  ગયું કે જેવી રીતે મારા જેવા ઓછી બુદ્ધિવાળાને ગુરુદેવે પોતાની શક્તિથી આવો મહાન બનાવી દીધો તો અવશ્ય ભેંસ પાસે વેદમંત્ર બોલાવડાવ્યા હશે. ભુસાવળની સમસ્ત જનતાએ મારું સ્વાગત વિદ્વાન પંડિતના રૂપે કર્યુ. હવે  મને સમજાઈ ગયું કે ગુરુદેવની અંદર શક્તિ છે કે તેઓ લઘુને મહાન બનાવી શકે છે.

મેં વિચાર્યુ કે મને એવા ગુરુ મળ્યા જેમણે મારું અજ્ઞાન દૂર કર્યું અને હું ખૂબ ભાગ્યશાળી છું. જ્યારે હું ગુરુદેવ પાસે ગયો ત્યારે એમણે એક વાત કહી હતી કે બેટા ! તું મારું કામ કર. બાકીનું બધું હું સંભાળી લઈશ. તને હમેશાં એવું લાગશે કે અમે અને વુંદનીય માતાજી હમેશાં તારી સાથે છીએ. જે જરા ૫ણ તારી તરફ ખરાબ દષ્ટિએ જોશે એની આંખ અમે કાઢી લઈશું. આજ સુધી મને એવું નથી લાગ્યું કે હું એકલો છું. મારી આગળ પાછળ મારા  ગુરુદેવ રહે છે. મારા માલિક મારી દરેક પ્રકારે રક્ષા કરે છે. આનાથી મારો ભય દૂર થઈ ગયો છે. જેની સાથે ફોજદાર હોય એને ચોરોનો ભય શા માટે રહે ? હવે મને એવું લાગે છે કે હેં એકલો નથી. મારી સાથે મારા ગુરુદેવ અને વંદનીય માતાજી હમેશાં રહે છે. તેથી તો આટલાં મોટાં કાર્ય કરું છું. દરેક ભાઈ બહેનો માટે આ રસ્તો ખુલ્લો છે. પ્રત્યેક ભાઈ બહેન વિદ્ધાવન બની શકે છે.

ગુરુદેવ વ્યક્તિ નહીં, શક્તિ હતા. ઓછામાં ઓછા બે કલાકનો સમય એમના વિચારોને ફેલાવવા માટેલગાડો. ગાયત્રી એટલે ઉંચા વિચાર અને યજ્ઞ એટલે ઉંચા કર્મ. આ પોતાના જીવનમાં ધારણ કરો. ગુરુદેવના આજ ગાયત્રી અને યજ્ઞ છે. એકલો યજ્ઞ કરવાથી કામ નહીં ચાલે. યજ્ઞીય જીવન જીવવું જોઈએ. યજ્ઞ તો પ્રતીક છે. આ કાર્યક્રમથી મારી હિંમત વધી ગઈ.

 પં. લીલા૫ત શર્મા

%d bloggers like this: