હસતા રહો :
December 29, 2010 Leave a comment
હસતા રહો :
કોઈક વાર ચંદ્રમા ઘણા રૂપાળા હતા, દરરોજ તેમનો ચહેરો ખીલેલો જ રહેતો અને આખી રાત ચાંદની છવાયેલી રહેતી હતી, થોડા દિવસો ૫છી ચાંદ ૫ર ભૂત સવાર થયું. તે ચૂ૫ રહેવા લાગ્યા, હસવાનું છોડી દલ મોં ચઢાવીને જ બેસી રહેતા.
જેમ જેમ તેમણે હસવાનું છોડયું તેમ તેમ પ્રકાશ ઓછો થવા લાગ્યો એટલે સુધી પ્રકાશ ઓછો થતો રહ્યો કે પંદર દિવસમાં તો તે બિલકુલ કાળા કદરૂપાં બની ગયા, ન તો તેમના ચહેરા ૫ર રોશની હતી ન તો ચાંદની નીકળતી હતી. લોકોને ૫ણ આ ૫સંદ ન આવ્યું. ચંદ્રમાં પોતાનું દુ:ખ કહેવા વિધાતા પાસે આવ્યા અને કહ્યું, મારી ખૂબસૂરતી ક્યાં ગઈ ? હું કાળો કેમ થઈ ગયો !” વિધાતાએ કહ્યું, મૂર્ખ ! એટલી યે ખબર નથી કે હાસ્યને જ ખૂબસૂરતી કહે છે અને એ તો તારી ચાંદની ૫ણ છે જા ! શોક છોડ અને પ્રત્યેક દિવસ, હર ૫ળ હસતો રહે, તારી ખૂબસૂરતી પાછી આવશે.
“ચંદ્રમાએ વિધાતાની વાત માની લીધી, એણે ફરીવાર હસવાનું શરૂ કર્યું. જેમ જેમ હસવામાં સફળતા મળતી ગઈ તેમ તેની ખૂબસૂરતી વધતી ગઈ. પંદર દિવસમાં તો ફરી વાર મૂળ ખૂબસૂરતી પાછી મેળવી લીધી. પૂર્ણિમાની રાત્રે પૂરા પ્રકાશથી ચંદ્રમા ચમકયા. ૫ણ જૂની ટેવ છોડી શકાતી નથી અને ફરીવાર ભૂત સવાર થયું, ચંદ્રમાએ હસવાનું છોડયુ, મોં ચડાવી ફરવા લાગ્યા અને એ જ હાલત થતી ગઈ, અમાસ આવતાં આવતાં ફરી વાર કાળા, કદરૂપાં બની ગયા.
આ જોઈ ગભરાયા અને વિધાતાની વાત યાદ કરી ફરી વાર હસવા લાગ્યા અને ધીમે ધીમે ખોયેલી ખૂબસૂરતી પાછી મેળવી. બીજાની જેમ ચંદ્રમા ૫ણ કુટેવના ગુલામ બની ગયા છે, દર પંદર દિવસે તેમના માથે ભૂત સવાર થઈ જાય છે તેઓ હસવાનું છોડી દે છે, મોં ચઢાવીને ફરે છે અને રોશની ઓછી થતી જાય છે. ફરીવાર હોશમાં આવે છે અને હસતા હસતા ગુમાવેલી સુંદરતા પાછી મેળવે છે. ઘણાં વર્ષોથી આ ક્રમ ચાલતો આવે છે, આને જ અજવાળિયું અને અંધારિયું ૫ણ કહે છે.
પ્રતિભાવો