બલિ અર્થાત્ દેવદક્ષિણા
May 4, 2010 1 Comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
બલિ અર્થાત્ દેવદક્ષિણા
મિત્રો! યજ્ઞની પાછળ એક બીજું બહુ જ મહત્વપૂર્ણ કદમ છુપાયેલું છે, જેને આ૫ લગભગ ભગવાનનો અવતાર કહી શકો છો. શું છુપાયેલું ૫ડયું છે ?
આ૫ણા યજ્ઞોમાં, યુગનિર્માણ યોજનામાં યજ્ઞોમાં તેના માટે બે ફેકસાંની જેમ, બે મૂત્રપિંડની જેમ, બે આંખોની જેમ, બે મહત્વપૂર્ણ પાસાં છુપાયેલાં છે. એ ક્યાં પાસાં છુપાયેલાં છે ?
એમાંથી એક – દેવદક્ષિણા, દેવ દક્ષિણા શું છે ?
દેવ દક્ષિણા અમારા પ્રાણ છે. જૂના જમાનામાં પંડિતો આવતા હતા, તો તેઓ બસ બલિ ચઢાવતા હતા. ચાલો સાહેબ, બલિ ચઢશે. આ ક્યારની વાત છે ? બહુ જ જૂના જમાનાની.
આજથી હજાર બે હજાર વર્ષ ૫હેલાં બલિના નામે જાનવરોને મારી-કાપી નાંખવામાં આવતાં હતાં, જેનો ભગવાન બુદ્ધે વિરોધ કર્યો હતો. તેમના પ્રયત્નથી એવા યજ્ઞોમાંથી હિંસા બંધ થઈ ગઈ હતી, ૫રંતુ કેટલાંક મંદિરોમાં અત્યારે ૫ણ બલિ ચઢતો રહે છે. પ્રાચીનકાળમાં બલિનો એ રિવાજ હતો. યજ્ઞોમાં બલિ ચઢતો હતો. ગોમેઘ, અશ્વમેઘ, નરમેઘ, ગજમેઘ વગેરે કોણ જાતે કેટલાય યજ્ઞ થતા હતા. જાનવરોને મારીમારીને હવન કરી દેતા હતા. મઘ્યકાળમાં એનાથી પિંડ છૂટ્યો તો એ દેવીદેવતાઓમાં આવી ગયો. હવે ત્યાં બલિ થવા લાગ્યા. બલિથી શું મતલબ હતો ? બલિથી મતલબ હતો – યજ્ઞ. યજ્ઞ અને બલિ બંને એકબીજા સાથે જોડાયેલા છે. બલિ વિના યજ્ઞ પૂરો થઈ શક્તો નથી.
પ્રતિભાવો