પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સીધાં અને વાંકાચૂકાં ઝાડ, સૂનકારના સાથીઓ

આખા રસ્તે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ પસાર કર્યું. આ ઝાડ સીધાં અને એટલાં ઊંચાં થાય છે કે એમને જોઈને પ્રસન્નતા અનુભવાય છે. કોઈ કોઈ ઝાડ ૫૦ ફૂટ જેટલાં ઊંચાં હશે. તે એવાં સીધાં વધ્યાં છે, જાણે ઊભાં ચોંટાડી ન દીધાં હોય ! પહોળાઈ અને મજબૂતાઈ પણ ઘણી છે.

આ સિવાય તેવા૨, દાદરા, પિનબૂ વગેરેનાં વાંકાંચૂકાં ઝાડ પણ પુષ્કળ છે, જે ચારે બાજુ પથરાયેલાં છે. આ ઝાડોની ડાળીઓ ઘણી ફૂટે છે અને બધી જ ડાળીઓ પાતળી હોય છે. થોડાક અપવાદ સાથે આ બધાં ઝાડ ફક્ત ઈંધણ તરીકે બાળવામાં જ કામ લાગે છે. અમુક પૈસાદાર વ્યક્તિઓ આ લાકડાંમાંથી કોલસા પણ બનાવી લે છે. આ ઝાડ જગ્યા વધારે રોકે છે, પણ તેનો ઉપયોગ સાધારણ છે. ચીડ અને દેવદારની જેમ ઈમારતી લાકડા તરીકે કે રાચરચીલામાં આ વાંકાંચૂકાં ઝાડ કામ લાગતાં નથી. એટલા માટે જ આવા ઝાડનો કોઈ ભાવ પૂછતું નથી અને કિંમતમાં પણ તે ઘણાં સસ્તાં હોય છે.

જોઉં છું કે જે વૃક્ષો ઊંચાં વધ્યાં છે તેમણે ગમે તેમ ડાળીઓ વિકસાવી નથી, પણ ઉપરની એક જ દિશામાં સીધાં વધતાં ગયાં છે. અહીંતહીં વળવાનું એ શીખ્યાં નથી. શક્તિને એક જ દિશામાં વાળીએ તો ઊંચે આવવું સ્વાભાવિક છે. ચીડ અને દેવદારનાં વૃક્ષોએ આ જ નીતિ અપનાવી છે અને તેઓ ગર્વિત માથું ઊંચકીને પોતાની નીતિની સફળતા પોકાર્યા કરે છે. બીજી બાજુ વાંકાંચૂકાં ઝાડ છે. તેમનાં મન અસ્થિર અને ચંચળ રહ્યાં, તેમણે શક્તિને એક દિશામાં વાળી નહિ. વિભિન્ન દિશાઓનો સ્વાદ ચાખવા ઇચ્છયું અને એ જોવા ઇછ્યું કે કઈ દિશામાં વધુ મઝા છે ? ક્યાં ઝટ સફળતા મળે છે ? આ ચંચળતામાં તેમણે પોતાની જાતને અનેક દિશામાં વહેંચી નાખી, અનેક શાખાઓ ફેલાવી. નાની નાની ડાળીઓથી ઘેરાવો તો વધ્યો અને તેઓ પ્રસન્ન થયાં કે અમારી આટલી શાખાઓ છે, આટલો વિસ્તાર છે. દિવસો વીતતા ગયા. બિચારાં મૂળ બધી જ શાખાઓ પૂર્ણ વિકસિત થાય તે માટે જરૂરી રસ ચૂસે ક્યાંથી ? પ્રગતિ રોકાઈ ગઈ. ડાળીઓ નાની અને પાતળી રહી ગઈ. ઝાડનું થડ પણ કમજોર રહ્યું અને ઊંચાઈ પણ ન વધી શકી. અનેક ભાગોમાં વહેંચાયા પછી મજબૂતાઈ તો હોય જ ક્યાંથી ? બિચારાં આ દાદરા અને પિનખૂનાં ઝાડ પોતાની ડાળીઓ તો ફેલાવતાં ગયાં, પરંતુ સમજદાર વ્યક્તિઓને આવાં ઝાડની કોઈ કિંમત લાગી નહિ. તેઓ એમને કમજો૨ અને બેકાર માનવા લાગ્યા. અનેક દિશાઓમાં ફેલાવો કરી જલદી જલદી કોઈ દિશામાં સફળતા મેળવવાની એમની ઉતાવળ અંતે બુદ્ધિયુક્ત પગલું સાબિત ન થઈ.

દેવદારનું એક નિષ્ઠાવાન ઝાડ પોતાના મનમાં ને મનમાં વાંકાંચૂકાં ઝાડની ચાલ તથા ચપળતા પર હસ્યા કરે એમાં શી નવાઈ ? આપણી ચંચળતાને કારણે એક નિર્ધારિત લક્ષ્ય પર દેવદારની જેમ સીધા વધી શક્યા ન હોઈએ ત્યારે જાણકારની નજરોમાં આપણે ઊણા ઊતરીએ એ નિર્વિવાદ છે.

હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ

નાનું સરખું પ્રાણી બકરી આ પર્વતીય પ્રદેશની કામધેનુ ગણી શકાય. તે દૂધ આપે છે, ઊન આપે છે, બચ્ચાં આપે છે, સાથે વજન પણ ઊંચકે છે. આજે મોટા મોટા વાળવાળી બકરીઓનું એક ટોળું રસ્તામાં મળ્યું. લગભગ ૧૦૦-૧૨૫ જેટલાં હશે. બધાં પર વજન હતું. ગોળ, ચોખા, લોટ વગેરે ભરી તે ગંગોત્રી તરફ લઈ જતી હતી. દરેક પર બકરીની ક્ષમતા પ્રમાણે ૧૦-૧૫ શેર વજન લદાયેલું હતું. આ વિસ્તારમાં માલસામાન લઈ જવા માટે ખચ્ચરોને બાદ કરતાં બકરી જ એકમાત્ર સાધન છે. પહાડોની નાની નાની પગદંડીઓ પર બીજાં જાનવર કે વાહન કામ લાગતાં નથી.

વિચારું છું કે વ્યક્તિ સામાન્ય સાધનોથી પોતાની રોજગારીની તકો મેળવી શકતી હોય તો જીવનની સમસ્યાઓના ઉકેલ માટે વિશાળકાય સાધનોનો જેટલો આગ્રહ રાખીએ છીએ એટલો જરૂરી નથી. આંશિક ઔદ્યોગીકરણની વાત જુદી છે, પણ જો તે વધતું જ રહે તો આ બકરીઓ અને એના પાલકો જેવા લાખો લોકોની રોજી ઝુંટવાઈ જશે અને ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની તિજોરીઓમાં સંપત્તિ જમા થશે. આજે સંસારમાં યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે તેનું કારણ ઉઘોગો માટે આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની લાલસા જ છે.

જો વ્યક્તિ નાના ક્ષેત્રમાં રહીને જીવનવિકાસની વ્યવસ્થા ઊભી કરે તો બકરી પાળનારા ભલાભોળા પહાડી લોકોની જેમ તે પણ શાંતિથી રહી શકે એવું મને બકરીઓ જોઈને લાગ્યું. પ્રાચીન ભારતમાં ધન અને સત્તાનું વિકેન્દ્રીકરણ જ આપણા દેશનો આદર્શ હતો. ઋષિમુનિઓ નાનાં નાનાં વૃંદમાં જ આશ્રમો અને કુટીરોમાં જીવન ગુજારતા હતા. ગામડું તો ઋષિમુનિઓના વૃંદથી વિશેષ મોટું ગણાય. સૌ પોતપોતાની આવશ્યકતાઓ પોતાના ક્ષેત્રમાં પોતાના જ સમાજ દ્વારા પૂરી કરતા હતા. હળીમળીને સુખેથી રહેતા હતા. ન તેમાં ભ્રષ્ટાચાર હતો કે ન બદમાશી. આજે ઔદ્યોગીકરણની આંધળી ઘોડાદોડે નાનાં ગામડાંને ઉજ્જડ બનાવી દીધાં છે, મોટાં શહેરો વસી રહ્યાં છે, ગરીબ કચડાઈ રહ્યો છે, અમીર તગડો થઈ રહ્યો છે. વિકરાળ રાક્ષસ જેવાં ધમધમાટ કરતાં મશીનો મનુષ્યના સ્વાસ્થ્યને, સ્નેહસંબંધોને તથા સદાચારને પીસી રહ્યાં છે. આ યંત્રવાદ, ઉદ્યોગવાદ તથા મૂડીવાદની ઈંટો પર જે કંઈ ચણાઈ રહ્યું છે તેનું નામ ‘વિકાસ’ રાખવામાં આવ્યું છે, પણ સરવાળે તે વિનાશ જ સાબિત થશે.

વિચારો ચગડોળે ચડ્યા કરે છે. નાની વાત મગજમાં મોટું રૂપ ધારણ કરી લે છે, એટલે આ વાત અહીં જ પૂરી કરવાનું યોગ્ય માનું છું, છતાંય બકરીઓને ભૂલી શકતો નથી. તે આપણા પ્રાચીન ભારતીય સમાજરચનાની એક સ્મૃતિની ઝાંખી કરાવે છે. આ સભ્યતાવાદના જમાનામાં બિચારી બકરીની ઉપયોગિતા કોણ સમજે ? વીતેલા યુગની નિશાની માની તેની ઠેકડી જ ઉડાવશે, છતાં સત્ય તો સત્ય જ રહેશે. માનવજાતિ જ્યારે પણ શાંતિ તથા સંતોષના ધ્યેય સુધી પહોંચશે ત્યારે ધન તથા સત્તાનું વિકેન્દ્રીકરણ ચોક્કસ થયું હશે. લોકો શ્રમ અને સંતોષથી પરિપૂર્ણ જીવન વિતાવતા હશે.

પ્રજ્ઞા યુગમાં ૫રિવારની જવાબદારી  : યુગ ઋષિની ભવિષ્યવાણી-૨૨

પ્રજ્ઞા યુગમાં ૫રિવારની જવાબદારીને સમજવામાં આવશે.

પ્રજ્ઞા યુગમાં દરેક મનુષ્ય ૫રિવાર વસાવતા ૫હેલા હજાર વાર વિચાર કરશે કે શું મારામાં મારા સાથીની પ્રગતિ તથા સુવિધા માટે જરૂરી સાધનો ભેગાં કરવાની શકિત છે ખરી ? શું મારામાં નવા બાળકોને સુસંસ્‍કારી તથા સ્વાવલંબી નાગરિક બનાવવાની યોગ્‍યતા છે ? જો એવી ક્ષમતા હોય તો સમય તથા ધનની કેટલી માત્રા પોતાના સાથી તથા નવી પેઢી માટે ખર્ચી શકશે ? આ બધી બાબતોનું ગંભીરતાપૂર્વક ૫ર્યવેક્ષણ કર્યા ૫છી જ લોકો લગ્ન કરવાનું સાહસ કરશે. સંતાન પેદા કરતા ૫હેલા હજાર વાર વિચાર કરવામાં આવશે કે આ નવી જવાબદારી ભરવાની કોઈ હિંમત નહિ કરે. બાળકોનું સારી રીતે પાલન કરવાની શકિત વહન કરવા માટે ૫ત્‍નીનું સ્વાસ્થ્ય, ૫તિની કમાણી તથા ઘરનું વાતાવરણ યોગ્ય છે કે નહિ. પોતાની સ્થિતિ કરતા વધારે મોટું ડગલું ન હોવા છતા ૫ણ બાળકો પેદા કરવા તેને પોતાના, ૫ત્‍નીના, બાળકોના તથા સમગ્ર રાષ્‍ટ્રના ભવિષ્‍યને અંધકારમય બનાવનારો અભિશા૫ ગણવામાં આવશે.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પેજ-૩૦

 

ભારત આગળની પંક્તિમાં ઊભું હશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-૮

ભારત આગળની પંક્તિમાં ઊભું હશે : યુગ ઋષિની ભવિષ્યવાણી-

આજે દુનિયાનો વિસ્તાર સંકોચાઈને રાજનીતિની આસપાસ જમા થઈ ગયો છે. જેની પાસે જેટલી પ્રચંડ મારક શકિત છે તે પોતાને એટલો જ બળવાન માને છે. જે જેટલો સમૃદ્ધ તથા ધૂર્ત છે તે તેટલી વધારે બડાઈ મારે છે અને પોતાને સર્વ સમર્થ જાહેર કરે છે. એના બળે તે નાના દેશોને ડરાવે છે અને ફોસલાવે ૫ણ છે. આજે આવો ક્રમ ચાલી રહ્યો છે, ૫રંતુ આવતા દિવસોમાં આ ૫રં૫રા નહિ ચાલી શકે. ૫રિસ્થિતિઓ એવું ૫ડખું ફેરવશે કે આવતા દિવસોમાં અત્યારના કરતા સાવ ઊલટું બનશે. ભવિષ્યમાં નૈતિક શકિત જ સૌથી બળવાન હશે. આત્મબળ અને દેવ બળ જનસમુદાયને આકર્ષિત તથા પ્રભાવિત કરીને બદલી નાખશે. આ નવી શક્તિનો ઉદય થતો લોકો ૫હેલી વાર પ્રત્યક્ષ અનુભવ કરશે. જો કે પ્રાચીન કાળમાં ૫ણ આ જ શક્તિનો પ્રભાવ હશો.

બુદ્ધ તથા ગાંધીજીએ થોડા સમય ૫હેલા ફકત પોતાના દેશને જ નહોતો બદલ્યો, ૫રંતુ દુનિયાના એક વિશાળ ભાગને નવી ચેતનાથી પ્રભાવિત કર્યો હતો. વિવેકાનંદ વિચાર૫રિવર્તનની મહત્વની પૃષ્ઠભૂમિ બનાવીને ગયા હતા. કૌંડિન્ય અને કુમાર જીવ એશિયાના પૂર્વભાગને ઘમરોળી વળ્યા હતા. વિશ્વામિત્ર, ભગીરથ, દધીચિ, ૫રશુરામ, અગસ્ત્ય, વ્યાસ, વશિષ્ઠ જેવી પ્રતિભાઓનું તો પૂછવું જ શું ? તેમણે આશ્ચર્યચકિત કરી દે તેવા કામ કર્યા હતાં. ચાણક્યની રાજનીતિએ ભારતને વિશ્વનો મુગટ મણિ બનાવ્યો હતો. દેશને સાચવવા તથા સંભાળવામાં તો અનેક પ્રતાપી રાજાઓ તથા પ્રતિભાશાળી વિદ્વાનોએ ઘણુંબધું કર્યું છે.

હવે ભારત પોતાની આંતરિક સમસ્યાઓને હલ કરી શકે એવો સમય આવી ગયો છે. આજે જેટલી સમસ્યાઓ છે તે જોતા શંકા જાગે છે કે ક્યાંક આગામી દિવસો વિ૫ત્તિઓથી ભરેલો તો નહિ હોય ને ? ચિનગારીઓ દાવાનળ બનીને ફેલાઈ તો નહિ જાય ને ? પૂરનું પાણી માથા ઉ૫ર થઈને તો નહિ વહે ને ? આવી શંકાઓ રાખનારા બધા લોકોને હું આશ્વાસન આ૫વા ઇચ્છુ છું કે વિનાશને વિકાસ ૫ર કબજો નહિ જમાવા દેવાય. એના માર્ગમાં ભલે અડચણો આવતી રહે. ૫રંતુ કાફલો અટકે નહિ. વિશ્વને શાંતિથી રહેવાનો અને શાંતિનો શ્વાસ લેવાનો અવસર મળે એવા લક્ષ્ય સુધી તે ૫હોંચીને જ રહેશે. હવે એવો સમય નજીક છે, જ્યારે ભારત આગલી હરોળમાં ઊભો હશે અને તે એક ૫છી એક વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પોતાની દૈવીશકિતનો ચમત્કારિક રીતે ઉ૫યોગ કરી સારા ૫રિણામો રજૂ કરશે.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૮૭, પેજ-૫૮

%d bloggers like this: