કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી

કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી 

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

જય ગુરુદેવ, જયશ્રી કૃષ્ણ દિલગીરી સાથ જણાવવાનું કે,    

તા.૨૨.૨.૨૦૧૨ બુધવારના રોજ અમારા માતૃશ્રી સ્વ.ભાનુબેન ગોકળભાઈ કરશાળા ઊ.વ. ૭૮ બપોરે ૪.૫૫ મિનિટે સ્થૂળ શરીર છોડીને અમારા પરિવારમાંથી વિદાય લીધેલ છે, તેમનું જીવન અમારા માટે પ્રેરણાપ્રદ રહ્યું છે, તેમનો જીવન મંત્ર કર્મ હતો,  કર્મ એ જ તેમની પૂજા – સેવા અને સાધના હતી,  જે જીવનમાં અમારા માટે તેમના વિચારો રૂપી જ્ઞાન, પ્રેરણા, ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ  અને બહાદુરી પૂર્વક સત્યનું કેમ આચરણ કરવું તે તેમના કર્મ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.  

 જે  અમારા પરિવાર  માટે  અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા. પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા. 

અમારા માતૃશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને  માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને  હદય પૂર્વક પ્રાર્થના ….  

અસતો મા સદ્દગમય |  તમસો મા જ્યોતિર્ગમય |  મૃંત્યોર્મા અમૃતંગમય |  ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.

કરશાળા પરીવાર

%d bloggers like this: