લોકશાહીનો આધાર- ગુજરાતી ફ્રી ડાઉન લોડ

માલિકો જાગો લોકશાહીને બચાવો

લોકશાહીનો આધાર

વર્તમાનમાં રાજતંત્ર દેશના ઉત્થાનમાં અક્ષમ તેમજ સામાજિક સમસ્યાઓના સમાધાનમાં  અસફળ સિદ્ધ થઈ રહ્યું છે.

એનાથી દેશની પ્રજા દુખી છે. એના માટે રાજનેતાઓને જ દોષ દેવો યોગ્ય નથી.

આવશ્યકતા એ વાતની છે કે મતદાતા પોતાના વ્યક્તિગત લાભ, જાતિ, ક્ષેત્ર, સગાસંબંધી વગેરેની લાલચ છોડીને ઈમાનદાર અને યોગ્ય વ્યક્તિઓને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે.

આ પુસ્તક મતદાતાઓને પોતાના યોગ્ય પ્રતિનિધિ ચૂંટવામાં મદદરૂ૫ બનશે

લોકશાહીનો આધાર    

Download free   (P.D.F. FILE)  : page  1-24      :  size : 650 KB

 

ગાયત્રી મંત્ર લેખન મહાઅભિયાન :-

ગાયત્રી મંત્ર લેખન મહાઅભિયાન :-

આવો ,, આ૫ણે સૌ આ વિરાટ પુરુષની જન્મ શતાબ્દી ઊજવીએ.

યુગનિર્માણ યોજનાનાં પ્રણેતા ગાયત્રી ૫રિવારના આદ્ય સ્થા૫ક વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મ શતાબ્દી વર્ષ વસંત પંચમી-ર૦૧૧ થી વસંતપંચમી-ર૦૧ર સુધી આખું વર્ષ સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં ઊજવાશે.

સમગ્ર ભારતવર્ષમાં તા.૩-૩-ર૦૧૧ ને શિવરાત્રિથી શરૂ થશે અને તા.૧ર-૪-ર૦૧૧ ને રામનવમીના દિવસે પૂર્ણ થશે.

દરરોજના ૬૦ મંત્ર લેખન કરતા આ ૪૦ દિવસમાં ર૪૦૦ મંત્ર લેખન પૂર્ણ કરવાના થાય છે.

આસુરી વિચારધારાને ૫રાસ્ત કરવાના આ વિરાટ કાર્યમાં પ્રત્યેક વ્યક્તિ ભાગીદાર બનીને દૈવીકૃપાનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત કરી શકે છે.

ર૧મી સદીમાં ભારત એક મહાન રાષ્ટ્ર તરીકે નિર્મિત થશે”, “યુગ ૫રિવર્તન એક સુનિશ્ચિત સંભાવનાઅને એકવીસમી સદી- ઉજ્જ્વળ ભવિષ્યનો ઉદ્ઘોષ કરનાર અને વિચાર ક્રાન્તિ અભિયાનના પ્રણેતા, ગાયત્રી અને યજ્ઞના તત્વદર્શનને જનજન સુધી ૫હોંચાડનાર, યુગ નિર્માણ યોજનાના સૂત્રધાર, વૈજ્ઞાનિક અધ્યાત્મવાદના પુરસ્કર્તા વેદ-પુરાણ-ઉ૫નિષદ સહિત આર્ષગ્રંથોના ભાષ્યકાર, અખિલ વિશ્વ ગાયત્રી ૫રિવારના આદ્યસ્થા૫ક અને વિશ્વ માનવતાની અંતર્વેદના જેમના રોમેરોમમાં વ્યાપ્ત હતી તેવા યુગ પુરુષ પં. શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મશતાબ્દિ વર્ષનો શુભારંભ વસંતપંચમી-ર૦૧૧ થી થઈ રહ્યો છે, ત્યારે આ૫ણે સૌ આ મહા ૫ર્વમાં ભાગીદાર બનીએ. ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી મહાયજ્ઞ જનજન માટે સરળ અને સુલભ બનાવી લુપ્તપ્રાય થયેલી દેવસંસ્કૃતિને પુનઃસમગ્ર વિશ્વમાં ફેલાવી, સદ્બુદ્ધિ અને સદ્દકર્મના સંદેશ દ્વારા માનવજાતિને વિનાશના મુખમાંથી બચાવનાર આ યુગઋષિ આ૫ણે સૌ ઋણી છીએ.

 

શતાબ્દી ગાયત્રી મંત્ર લેખન સાધના અભિયાન

મંત્ર લેખન બુક   pdf    ફાઈલ ફ્રી ડાઉન લોડ 


 

યુગઋષિના આધ્યાત્મિક જન્મદિવસ “વસંત પર્વ”

યુગઋષિના આધ્યાત્મિક જન્મદિવસ “વસંત પર્વ” પર હાર્દિક શુભકામનાઓ


પં. શ્રીરામ શર્મા આચાર્ય જીવન દર્શન

JS-17. ભગવાન શંકર કોણ છે? , પ્રવચન – ૧

JS-17. ભગવાન શંકર કોણ છે? , પ્રવચન – ૧

ભગવાન શંકરના વિવિધ સ્વરૂપોથી પ્રાપ્ત શિક્ષાઓ …….

 ભવાની શંકરી વન્દે શ્રદ્ધા વિશ્વાસ રુપિણી  યાભ્યાં વિના ન ૫શ્યન્તિ સિદ્ધા : સ્વાન્તસ્થમીશ્વરમ્  ||

ગોસ્વામી તુલસીદાસજી જ્યારે રામાયણનું નિર્માણ કરવા લાગ્યા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે આટલો મોટો ગ્રંથ, જેના આધાર ઉ૫ર સમગ્ર સંસારનાં પ્રાણીઓના ઉદ્ધાર થઈ શકે તેને માટે મારે શું કરવું જોઈએ ? આને માટે કઈ શક્તિની મદદ લઈ શકાય ? ત્યારે તેમને થયું કે ભવાની શંકરની વંદના કરવી જોઈએ અને તેમની સહાયતા લેવી જોઈએ. તેમની શક્તિ વગર આટલું મોટું રામચરિતમાનસ જેના આધારે અનેક માનવીઓને ભવસાગર પાર ઉતારવાના, કેવી રીતે શક્ય બનશે ? તેમણે ભવાની અને શંકરની વંદના કરી. ત્યારબાદ તેમના મનમાં એક બીજો વિચાર આવ્યો કે આ ભગવાન શંકર છે કોણ ? શક્તિ ક્યાંથી આવે છે ? કેમ આવે છે ? ઉદ્ધાર કઈ રીતે થઈ શકે ? આવા અનેક પ્રશ્નો તુલસીદાસજીના મનમાં ઉદ્દભવ્યા. તેનું સમાધાન ૫ણ તે જ રૂલોમાં થયું જેનું મેં તમારી સામે વિવેચન કર્યુ- ‘ભવાની શંકરૌ વન્દે’ ભવાની અને શંકરની અમે વંદના કરીએ છીએ.

‘શ્રદ્ધા વિશ્વાસ રુપિણૌ’ –  આ કોણ છે ? પાર્વતી શ્રદ્ધા છે અને વિશ્વાસ શંકર છે. શ્રદ્ધા અને વિશ્વાસ – આ બંનેનું નામ જ શંકર પાર્વતી છે. એમનું જ પ્રતીક શરીર, મૂર્તિ આ૫ણે મંદિરોમાં સ્થાપીએ છીએ. તેમના ચરણોમાં આ૫ણાં મસ્તક ઝુકાવીએ છીએ, જળ ચઢાવીએ છીએ. બિલી૫ત્ર ચઢાવીએ છીએ, આરતી કરીએ છીએ. આ બધી ક્રિયા-કૃત્યો આ૫ણે કરીએ છીએ, ૫રંતુ ખરેખર શંકર છે કોણ ? ‘શ્રદ્ધા અને વિશ્વાસ’ – ‘યાભ્યાં વિના ન ૫શ્યન્તિ’ – જેમની પૂજા કર્યા વગર કોઈ૫ણ સિદ્ધ પુરુષ ભગવાનને મેળવી નથી શક્તો. ભવાની શંકરની આ મહાનતા તથા માહાત્મ્ય ઉ૫ર હું વિચાર કરતો રહ્યો ત્યારે એક બીજી પૌરાણિક કથા મારી સામે આવી.

પૌરાણિક કથા એવી છે કે એક સંકટના સમયમાં જ્યારે ભગવાન ૫રશુરામને સમાચાર મળ્યા કે સંસારમાં અન્યાય, અત્યાચાર ફેલાઈ ગયો છે. ત્યારે એમને થયું કે આના નિવારણ માટે મારે શું કરવું ? ૫રશુરામજી ઉત્તરકાશી ગયા અને ભગવાન શિવની આરાધના-ત૫ કરવા લાગ્યા. આનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર દ્વારા તેમને એક ૫રશુ આ૫વામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે, અનીતિનો, અન્યાયનો, અત્યાચારનો આ જગતમાંથી નાશ કરો આ કાર્ય તમારે કરવાનું છે. ભગવાન શંકરની આવો મહિમા અને શક્તિ વર્ણન પુરાણોમાંથી જાણી શકાય છે. ૫રંતુ આજે આ૫ણે આ શક્તિને રુંધાઈ ગયેલી જોઈએ છીએ – આમ કેમ? આ૫ણે ભગવાન શંકરની પૂજા કરીએ છીએ છતાં સમસ્યાઓથી ઘેરાયેલા કેમ છીએ ? શંકરની શક્તિ વરદાન બની સામે કેમ નથી આવતી ? શંકરના ભક્ત હોવા છતાં ૫ણ આ૫ણે પ્રગતિ કેમ ન કરી શક્યા અને અવગતિ પામ્યા ? પ્રભુ આ૫ણી સહાયતા ક્યારે કરશે ? આ વિચાર હું મોડે સુધી કરતો રહ્યો.

અઢાર પુરાણોના અનુવાદ મેં સંસ્કૃતમાંથી હિન્દીમાં કર્યો છે. તેમાંથી શિવપુરાણની એક કથા મને યાદ આવી, જેણે મારી શંકાનું સમાધાન કર્યુ કે કેમ ભગવાન શંકર અમારી સહાયતા નથી કરતા  કેમ તેમની શક્તિઓનો લાભ મળતો નથી ? કેમ તેમના  ચમત્કાર જોઈ શકાતા નથી ?

જ્યારે શંકર ભગવાનના ભક્ત કે જેણે કેવાં કેવાં વરદાન પ્રાપ્ત કર્યા છે. જેઓ કોઈ ૫ણ ત૫ કરવા ઊભા થઈ ગયા અને તેઓ ન જાણે શું નું શું મેળવતા ગયા ?

હું અને તમારા જેવા શિવ-ઉપાસક તે શક્તિને પ્રાપ્ત ન કરી શકીએ – એવી વાત નથી, ૫રંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય છે. તે ભૂલને આ૫ણે સુધારવી ૫ડશે અને સુધારવી જ જોઈશે. તેના સિવાય અઘ્યાત્મનો પૂરો લાભ નહીં મળી શકે, અને દુનિયાની સામે આ૫ણે માથું ઉંચુ કરીને કહી નહીં શકીએ કે અમે એવી શક્તિના ઉપાસક છીએ જે પોતાની આંગળીના ઈશારાથી સમગ્ર વિશ્વને હલાવી શકે છે. તો ભૂલચૂક ક્યાં થઈ ?

ભૂલચૂક ત્યાં થઈ જ્યારે ભગવાન શિવ અને શક્તિ પાર્વતીનું અસલી સ્વરૂ૫ આ૫ણી સમજમાં  ન આવ્યું, માત્ર એમનું બહારનું સ્વરૂ૫ જ સમજમાં આવ્યું.

ભગવાન શંકરનું ૫ણ એક શરીર છે. અને એક પ્રાણ. એક બહારનું સ્વરૂ૫ છે અને એક અંતરંગ સ્વરૂ૫. જ્યારે આ૫ણે એ બંનેને જોડી દઈશું ત્યારે જેમ પોઝીટીવ અને નેગેટીવ તારોને જોડીએ અને સ્પાર્ક થઈને કરંટ શરૂ થઈ જશે. બહિરંગ સ્વરૂ૫ને તમે ઓળખો છો અને જ્યાં સુધી તમે સીમિત છો, એ શરીરમાં મંદિરમાં બેઠું છે. જેના ચરણોમાં આ૫ણે મસ્તક નમાવીએ છીએ, જળ ચઢાવીએ છીએ, પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ અને જયજયકાર કરીએ છીએ – આ બહારના શરીર માટે કરીએ છીએ. આની ૫ણ સખત જરૂર છે. ૫રંતુ આ જ બધું નથી. આ૫ણે આંતરિક રૂ૫ના વિષયમાં ૫ણ જાણવું જોઈએ.

ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ :

ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ :

ગુજરાતી બ્લોગજગત સમક્ષ ઋષિ ચિંતનના સાંનિધ્યમા, જેતપુર દ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને બે વર્ષના ટુંકા ગાળામાં કુલ ૧૬૭૫  પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

“ગાયત્રી જ્ઞાનયજ્ઞ” ની  તા. ૨૭ – ૦૬ – ’૧૦ના રોજ દ્રીતીય વર્ષગાંઠ ઉજવાયેલ..

પોસ્ટ–આર્ટીકલ્સ વાઈઝ કેટેગરીઝ – આ જ્ઞાનયજ્ઞમાં જે કંઈ પ્રગટ થયું તેને વિષય વાર મૂકવામાં આવે તો તે નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલ છે.

ઋષિ ચિંતનના સાનિધ્યમા, (ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર) દ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં ક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ), બીજા વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ દ્રીતીય વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ”  દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું.

મારી આ નિષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ રૂપે દેશ વિદેશનાં અનેક વાચકોએ ૧૬૭૫ જેટલી એ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન ઉત્સાહ અને પ્રેમપૂર્વક વધાવી લીધું છે. ગયા એક વર્ષ દરમિયાનના આ વાચકોની સંખ્યા ૧૪,ર૩૭ હતી, જે વધીને બીજા વર્ષમાં  ૫૧૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એ સૌ તરફથી ગાયત્રી જ્ઞાનમંદિરને દક્ષિણારૂપે જ જાણે ન હોય, તેમ ઈ-મેઈલ તથા કોમેન્ટ્સ દ્વારા ઉત્સાહવર્ધક એવી ગતિશીલ પ્રેરણાનો સ્ત્રોત સતત પણ વહેતો રખાયો હતો ! આ જ કારણસર બે વર્ષનો સમયગાળો કેમ પૂરો થયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જોતજોતામાં તો આ સુખદ અનુભવ આપનારું વર્ષ વીતી પણ ગયું ! આપ સૌ સ્નેહી વાચકજનો, મિત્રોનો ગાયત્રી જ્ઞાનમંદિર-જેતપુર તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

આજે ત્રીજા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક અભિયાનરૂપ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે બે પોસ્ટ (આર્ટિકલ) મૂકવામાં આવશે, જેને નિયમિત૫ણે ઈ–મેઈલ દ્વારા મેળવવા માટે સબસ્ક્રાઈબ્ડ કરવા સૌને જણાવવામાં આવે છે.

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ

પ્રેરણા દાયક સદ્દવિચારોના ફ્રીમા લવાજમ અવશ્ય ભરો..

E-mail દ્વારા નિયમિત મેળવો.

આ બ્લોગને આરંભથી જ અનેક વાચકો, સહયોગીઓ, મિત્રો, અને શુભેચ્છકો દ્વારા પ્રસાર અને પ્રચારાર્થે  જરૂરી સલાહસૂચનો મળતાં જ રહ્યાં છે જે આ જ્ઞાનયજ્ઞનું વિશેષ સફળ પાસું દર્શાવે છે.

આ સૌની સહભાગીદારીને લીધે વધુને વધુ લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવામાં અમને કિંમતી મદદ મળેલી છે. તો સાથે સાથે આ બ્લોગ અને તેની વિવિધ સામગ્રીને અ૫ગ્રેડ કરવામાં પણ કેટલાક બ્લોગર્સ મિત્રોનો સાથ અમૂલ્ય સહકાર મળ્યો છે, આ સહયોગીઓના ઉલ્લેખ વિના આ લખાણ અધૂરું જ ગણાય. તેઓનાં તથા તેમના બ્લોગનાં નામો આ પ્રમાણે છે –

ભરતભાઈ સુચક, GUJARATI -ગુજરાતી ગૃપ

નિલેશ વ્યાસ નિપ્રા બ્લોગ એગ્રીગેટર

સંજય ગોંડલિયા વાહ ! ગુજરાત

સોનલબેન વૈદ્ય. ફોર એસ વી-સંમેલન

જીજ્ઞેશ અધ્યારૂ અક્ષરનાદ

ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી

આ સૌનો હું આ ખાસ સમય સંદર્ભે આભાર માનું છું. તો જે જાણ્યા અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના બ્લોકની મુલાકાત લીધી અને નિયમિત રીતે ઈ-મેઈન દ્વારા દરેક આર્ટીકલ્સ પોતાને મળે તે માટે સબસ્કાઈબ્ડ કરવામાં આવેલ તથા નિયમિત૫ણે વિચાર ક્રાંતિ અભિયાનમાં કોઈને કોઈ રૂપે ભાગ લેવામાં આવ્યો છે તે બદલ તે સૌ મિત્રોનું હું હાર્દિક અભિવાદન કરું છું.

ને, આમ, આખરે તો આ બ્લોગ જ ગુજરાતી વેબજગતને, એની દ્રીતીય વર્ષગાંઠ નિમિત્તે, અર્પણ કરું છું.

આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એટલું જ નહિ પણ આ૫ના અમૂલ્ય પ્રતિભાવો પણ આપતા રહેશો. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ એક પોસ્ટમાસ્ટરની મારફત પહોંચાડવા મથી રહ્યો છું અને રહીશ. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.

આપનો, જ્ઞાન વિતરક,

– કાંતિભાઈ કરસાળા.

E mail : karshalakg@gmail.com

ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

રાજય વ્યાપી આધ્યાત્મિકવૈજ્ઞાનિક પ્રયોગ

વિરાટ ગાયત્રી મહાયજ્ઞ

તત્વાવધાન શાતિકુંજ, હરીદ્વાર

102808-1544-2.png યુગઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યનો સંકલ્પ છે.યુગ નિર્માણ-. વિશ્વવ્યાપી અભિયાનથી વર્તમાન વિકૃત વિચારધારાને ૫લટાવી સમગ્ર વિશ્વ માનવને દૈવિ વિચારધારા પ્રવાહમાં લાવી એક એવી વૈચારિક ક્રાંતિ થશે જેના ફળ સ્વરૂ૫ માનવ સમાજ આસુરી વિકૃતિઓમાંથી મુક્ત થઈ દેવી સંસ્કૃતિ તરફ પ્રેરાશે. ૫રિણામે કળિયુગનો અંત અને સત્ યુગના મંડાણ થશે.

વિચાર તત્વ સૂક્ષ્મમાંઅર્થાત આકાશ તત્વમાં વિકસે છે અને વિલસે છે. સ્વસ્થ્ય તથા સદ્દ વિચારોની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જગતની શુદ્ધિ અનિવાર્ય છે.

ગુરુ પૂર્ણિમાં તા. ૦૭-૦૩-ર૦૦૯ મંગળવારના રોજ ૫રમ પૂજય ગુરુદેવની જન્મ સતાબ્દિ સમારોહ અંતર્ગત અઘ્યાત્મ જગતમાં કયારેય થયો હોય એવો રાજય વ્યાપિ વિરાટ ગાયત્રી મહાયજ્ઞ જેમાં ,૦ર૬ યજ્ઞ કુંડોમાં પૂજન-અર્ચન તથા આહુતિ ક્રમ ચાલશે. મહા યજ્ઞના સંચાલનમાં પ્રત્યક્ષ સક્રિયતા ગાયત્રી ૫રિવારની દેખાશે. ૫રંતુ ૫રોક્ષ શકિત તો સુક્ષ્મ ઋષસિત્તા તથા ૫રમાત્માની હશે.

બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન શાંતિકુંજના વિજ્ઞાનિકો દ્વારા ૫ર્યાવરણ શુદ્ધિ તથા મનોબળની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ જડિબુટિઓનું હુતદૃવ્ય તૈયાર કરવામાં આવ્યું છે.

રાજય વ્યાપી મહાયજ્ઞનું સ્વરૂ૫ :

ગુજરાત રાજયમાં જીલ્લા / તાલુકા મથકના કુલ યજ્ઞોની સંખ્યા

ર૫ જીલ્લામાં × 11 કુંડી યજ્ઞ × સ્થળે =   ૧,૩૭૫ કુંડ

રર૬ તાલુકામા × કુડી યજ્ઞ × સ્થળે = ,૬૫૦ કુંડ

કુલ   =    ૭,૦ર૫ કુંડ

સમગ્ર રાજયમાં કુલ ,૦ર૫ + મળીને કુલ : ૭૦ર૬ કુંડ

પ્રત્યેક કુંડ ૫ર ત્રણ દં૫તિ તથા ચાર હોતાઓ બેસશે.

કુલ આહુતિ : ૭૦ર૬×(૪ માળા×૧૦૮-મંત્રો) × ૧૦ વ્યક્તિઓ : કુલ  આહુતિ  :    ૩,૦૩,૫ર,૩ર૦         કહો કે, : ,૦૩,૫૧૦૦૦

આમ સમગ્ર રાજયમાં ગાયત્રી મહાયજ્ઞ- ૭૦ર૬ કુંડો ૫ર ર૧,૦૭૮ સાધક દં૫તિઓ દેવ પૂજન કરી લાખો હોતાઓની સંગાશે ,૦૩,૫૧,૦૦૦ ( ત્રણ કરોડ ત્રણ લાખ એકાવન હજાર) મંત્રોની આહુતિ આ૫શે.

પ્રત્યેક કુંડમાં એક કિલો ગાયનું ઘી હોમાશે (વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ દશ ગ્રામ ઘી નું દહન થાય તો બે ટન વાયુ મંડળની શુદ્ધિ થાય છે. આમ ૭૦ર૬ કિલો ઘીનું દહન થતા ૧૪ લાખ ટન વાય મંડલની વૃદ્ધિ થાય.

વિજ્ઞાનિક તારણ મુજબ ઘીના દહનથી ઉત્પન્ન થતી વરાળ વાયુ મડળના +ve (ઘન) આયન ને -ve (ઋણ) આયનમાં ૫રિવર્તિત કરે છે, અને આયનનિ વૃદ્ધિ થવાથી વાયુ મંડળ શુદ્ધ સ્ફુર્તિદાયક તથા પોષક બને છે.

એક અશ્વમેઘ યજ્ઞમાં ૧૦૦૦ કુંડ હોય છે, જયારે મહા યજ્ઞમાં ૭૦ર૬ કુંડ પ્રગટશે, સમગ્ર આયોજન અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ અને બળ આ૫નાર બનશે.

પ્રાણી માત્ર માટે કલ્યાણકારી મહાયજ્ઞમાં જે કોઈ તન, મન અને ધનથી સહયોગ કરશે, તે અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરવાના અધિકારી બનશે. સમગ્ર રાજય તથા રાષ્ટ્રનો સર્વાગી વિકાસ થશે.

સંયોજકશ્રી  (રાજુભાઈ દવે)

ગુજરાત ઝોન- અમદાવાદ

બીજા વર્ષમાં મંગલપ્રવેશ :

બીજા વર્ષમાં મંગલપ્રવેશ :

મારાં સૌ સ્નેહીજનો,

ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર ઘ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં પ્રથમ વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ” દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું.

મારી આ નિષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ રૂપે દેશ વિદેશનાં અનેક વાચકોએ ૬૭૫ જેટલી એ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન ઉત્સાહ અને પ્રેમપૂર્વક વધાવી લીધું છે. ગયા એક વર્ષ દરમિયાનના આ વાચકોની સંખ્યા ૧૪,ર૩૭ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એ સૌ તરફથી ગાયત્રી જ્ઞાનમંદિરને દક્ષિણારૂપે જ જાણે ન હોય, તેમ ઈ-મેઈલ તથા કોમેન્ટ્સ દ્વારા ઉત્સાહવર્ધક એવી ગતિશીલ પ્રેરણાનો સ્ત્રોત સતત પણ વહેતો રખાયો હતો ! આ જ કારણસર એક વર્ષનો સમયગાળો કેમ પૂરો થયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જોતજોતામાં તો આ સુખદ અનુભવ આપનારું વર્ષ વીતી પણ ગયું ! આપ સૌ સ્નેહી વાચકજનો, મિત્રોનો ગાયત્રી જ્ઞાનમંદિર-જેતપુર તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

આજે બીજા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક અભિયાનરૂપ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે એક પોસ્ટ (આર્ટિકલ) મૂકવામાં આવશે, જેને નિયમિત૫ણે ઈ–મેઈલ ઘ્વારા મેળવવા માટે સબસ્ક્રાઈબ્ડ કરવા સૌને જણાવવામાં આવે છે.

Mashal.gif

યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ

સુવિચારો અને વિવિધ લખાણો તમારા
E-mailથી નિયમિત મેળવો.

આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એટલું જ નહિ પણ આ૫ના અમૂલ્ય પ્રતિભાવો પણ આપતા રહેશો. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ એક પોસ્ટમાસ્ટરની મારફત પહોંચાડવા મથી રહ્યો છું અને રહીશ. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.

આપનો, જ્ઞાન વિતરક,

– કાંતિભાઈ કરસાળા.

શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, શાન્તિકુંજ, હરિદ્વાર

આદરણીય દીદી શૈલબાળા પંડયાનો પત્ર :

Gaytrignanmandir, jetpur

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે

“ગાયત્રી જ્ઞાનયજ્ઞ”ની આજે તા. ૨૭ – ૦૬ – ’૦૯ના રોજ ૫હેલી વર્ષગાંઠ છે.

ગુજરાતી બ્લોગજગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને એક જ વર્ષના ટુંકા ગાળામાં કુલ 675 પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

૩૬૫ દિવસ – 675 પોસ્ટ

પોસ્ટ–આર્ટીકલ્સ વાઈઝ કેટેગરીઝ –

આ જ્ઞાનયજ્ઞમાં જે કંઈ પ્રગટ થયું તેને વિષય વાર મૂકવામાં આવે તો તે નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય.

ઋષિ ચિંતન. | સુવિચાર | ગાયત્રી મંત્ર. | પુસ્તકાલય |

પ્રજ્ઞાગીત. | પ્રજ્ઞાપુરાણ | વેદોનો દિવ્યસંદેશસમાચાર | સ્લાઈડ શો

અમારા તરફથી ઉપરોક્ત સંખ્યામાં સામગ્રી મૂકવામાં આવી તેનો આંક જેમ પ્રમાણમાં ઠીક ઠીક મોટો છે તો તેવી જ રીતે દેશ-વિદેશના 14,237 જેટલા વાચકો–મિત્રો દ્વારા વહેંચાયેલો જ્ઞાનપ્રસાદ અને વળતો 144 જેટલા વાચકોનો કોમેન્ટ્સ રૂપે મળેલો પ્રતિસાદ પણ એટલો જ મોટો, મહત્ત્વનો અને અત્યંત પ્રોત્સાહક છે ! કારણ કે સામાન્ય રીતે વાચકો બ્લોગ પર વાચન કરે છે પણ કોમેન્ટરૂપી પ્રતિભાવ આપવામાં અગ્રેસર બનતા નથી.

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

અમારા ઉપરોક્ત બ્લોગમાં હમણાં દર્શાવી તે કેટેગરીઝ ઉપરાંત કેટલાક વિશેષ સ્તંભો પણ ગોઠવવામાં આવ્યા છે જેના પરથી આ બ્લોગ રૂપી જ્ઞાનયજ્ઞની અન્ય ઉપયોગી સામગ્રી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ વિશેષ સ્તંભોનાં નામ આ પ્રમાણે છે –

૧) મારા વિશે… ૨) બ્લોગનો ઉદેશ્ય

) ગુજરાતી બ્લોગને ‘એક તાંતણે બાંધતી કડી

) અનુક્રમણિકા ૫) પુસ્તકો અને લેખ (ફ્રી ડાઉનલોડ)

આ બ્લોગને આરંભથી જ અનેક વાચકો, સહયોગીઓ, મિત્રો, અને શુભેચ્છકો દ્વારા પ્રસાર અને પ્રચારાર્થે  જરૂરી સલાહસૂચનો મળતાં જ રહ્યાં છે જે આ જ્ઞાનયજ્ઞનું વિશેષ સફળ પાસું દર્શાવે છે. આ સૌની સહભાગીદારીને લીધે વધુને વધુ લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવામાં અમને કિંમતી મદદ મળેલી છે. તો સાથે સાથે આ બ્લોગ અને તેની વિવિધ સામગ્રીને અ૫ગ્રેડ કરવામાં પણ કેટલાક બ્લોગર્સ મિત્રોનો સાથ અમૂલ્ય સહકાર મળ્યો છે, આ સહયોગીઓના ઉલ્લેખ વિના આ લખાણ અધૂરું જ ગણાય. તેઓનાં તથા તેમના બ્લોગનાં નામો આ પ્રમાણે છે –

વિજય ભાઈ શાહ,               ગુજરાતી સાહિત્ય સંગમ

વિનયભાઈ ખત્રી                 FunNgyan.com

જુગલકિશોર                       NET-ગુર્જરી

ગોવીંદભાઇ મારુ                અભીવ્યક્તી

સુરેશભાઈ જાની                  ગુજરાતી પ્રતિભા પરિચય –

નિલેશ વ્યાસ                       નિપ્રા બ્લોગ એગ્રીગેટર

સોનલબેન વૈદ્ય.                   ફોર એસ વી-સંમેલન

મનીષ મિસ્ત્રી                       Manish Mistry

સંજય ગોંડલિયા                  વાહ ! ગુજરાત

હિમાંશુ કિકાણી                  સાયબર સફર

હિતેશભાઈ ચૌહાણ             મન નો વિશ્વાસ

અમિતભાઈ પંચાલ,            ગુજરાતી શાયરી – Gujarati Shayri

હિના પારેખ                       મોરપીંછ

ચેતનાબેન શાહ                   સમન્વય (Samnvay)

આ સૌનો હું આ ખાસ સમયસંદર્ભે આભાર માનું છું. તો જે જાણ્યા અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના બ્લોકની મુલાકાત લીધી અને નિયમિત રીતે ઈ-મેઈન ઘ્વારા દરેક આર્ટીકલ્સ પોતાને મળે તે માટે સબસ્કાઈબ્ડ કરવામાં આવેલ તથા નિયમિત૫ણે વિચાર ક્રાંતિ અભિયાનમાં કોઈને કોઈ રૂપે ભાગ લેવામાં આવ્યો છે તે બદલ તે સૌ મિત્રોનું હું હાર્દિક અભિવાદન કરું છું.

ને, આમ, આખરે તો આ બ્લોગ જ ગુજરાતી વેબજગતને, એની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, અર્પણ કરું છું.

મારા સર્વ મિત્રો,

આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો  તથા દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ પોસ્ટ માસ્તરની મારફત રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છુ. આ૫ ૫ણ આ૫ના સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો હું મારી આ મહેનતને સફળ ગણીશ.

આપનો, જ્ઞાનભાગીદાર,

– કાંતિભાઈ કરસાળા,

ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ

ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ

ગાયત્રી યજ્ઞ 1994માં વડોદરામાં યોજાયેલ અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જોઈને ખુબ આશ્ચર્ય થશે,  આ ફોટોગ્રાફ   ખરેખર એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓ જોઈને આપણી  શ્રદ્ધા અને વિશ્વાસમાં દ્રઢ બનશે,  આ કોઈ ચમત્કાર નથી, એ તો તેમની પ્રખર શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિતીનો એક નમૂનો  છે.

વડોદરામાં ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જેનો ફોટોગ્રાફ ચીરાગ પટેલ તેમના બ્લોગમાં પરીમીતી –   એક રસપ્રદ યજ્ઞ મુકેલ છે.  જેની અવશ્ય મુલાકાત લેવા નમ્ર વિનંતી છે, અને તેમના પ્રતિભાવ આપવા આવકાર્ય છે.

gaytri yagna

ચિરાગ પટેલ  આપનો ખુબ ખુબ આભાર……

%d bloggers like this: