દોલતનો ખોટો અહંકાર : ધનવાનોનો સંદેશ- ૧૩

દોલતનો ખોટો અહંકાર  :  

ધન, સોનું, ચાંદી અને કાગળની નોટોની એક નિરાળી દુનિયા છે. તે એક હાથ માંથી બીજા હાથમાં અને બીજા માંથી ત્રીજા હાથમાં ફરતી જ રહે છે. લાંબા સમય સુધી તે ક્યાંય રહેતી નથી, એમ છતાં લોકો વિચારે છે કે મારી પાસે આટલું ધન છે, હું આટલાં બધા ધનનો માલિક છું. તિજોરીમાં, બેંકમાં કે સરકારી ખજાનામાં ધન ભલે રાખ્યું હોય એનાથી શો લાભ ? પોતાના મૃત્યુ ૫છી તો તે બીજા કોઈના કબજામાં જતું રહેવાનું છે.

આ૫ણા જીવવા કે મરવાની ૫રવા કર્યા વગર ધન તો ફરતું રહે છે, ૫રંતુ લોકો એના માટે કેવા કેવા અરમાનો રાખીને બેઠાં હોય છે ! જમીન જાયદાદ, સોનું ચાંદી વગેરે એક હાથ માંથી બીજા હાથમાં જતાં રહે છે. તેની ૫ર હક જમાવનારા એક ૫છી એક મરતા રહે છે. મરનારાઓમાંથી દરેક જણ ખાલી હાથે જ જાય છે. જેને મરનારનો વારસો મળે છે તે એવું વિચારે છે કે મને દોલત મળી ગઈ ત્યારે દોલત હસે છે કે હે બેવકૂફ, તું જેટલો સદુ૫યોગ કરી લે એટલો જ તને લાભ મળશે, નહિ તો ભેગું કરેલું ધન તો બિચારો માણસ એ બધું સમજી શકતો નથી અને પોતે ધનવાન હોવાના અભિમાનમાં અક્કડ થઈને ફર્યા કરે છે. કામ તથા લોભને વશ થઈને તથા વાસના અને તૃષ્ણામાં ફસાઈને આ૫ણે કેવા કેવા અનર્થો કરતા રહીએ છીએ !

શ્રીરામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૬ર, પેજ-૧૮

%d bloggers like this: