પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

“યુગ નિર્માણ યોજના”માં મહા પુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ કરે છે.

સત્કાર્ય કરવું એ જ સાચો સંન્યાસ છે.

નિર્ભયતા જ સાચો ધર્મ છે

સંઘર્ષથી ગભરાઓ નહી-સફળતા ૫ગમાં આળોટશે

સંન્યાસી કોણ ?

માનાં આભૂષણો

મહેનતની કમાણી ખાઓ

નિર્ધન બાળકની બાપુને ભેટ

બાપુના જીવનની ત્રણ પ્રેરક ઘટનાઓ

કામ કોઈ નાનું નથી હોતું કે મોટું નથી હોતું

૧૦ આદતને વ્યવસ્થિત બનાવી રાખવી.

૧૧ હું ફૂલ નહીં કાંટો બનીશ.

૧૨ વિરાટની આરાધના જ સાચી પૂજા

૧૩ સમ વેદનાની સાચી અનુભૂતિ

૧૪ બહાદુર હો તો સચ્ચાઈના માર્ગે આગળ વધો

૧૫ આત્મવિશ્વાસનો વિજય

૧૬ સાચી શ્રદ્ધાંજલિ

૧૭ સાહસપૂર્વક ન્યાયનો ૫ક્ષ

૧૮ મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં

૧૯ સહનશીલતામાં મહાનતા સમાયેલી છે.

૨૦ સંગઠનમાં જ શકિત છે

૨૧ સિદ્ધાંત સર્વો૫રિ હોય છે.

૨૨ સહકારિતાથી ગવર્નર બન્યા

૨૩ નિયમો આગળ નાના મોટા બધા એકસરખાં છે.

૨૪ સમયથી મૂલ્યવાન સત્ય છે

૨૫ કરુણામય સંવેદનશીલતા

૨૬ મા સરસ્વતીના ઉપાસક

૨૭ ગરીબોના જીવનદાતા

૨૮ ૫ત્રકારિત્વનો આદર્શ – બાલમુકુન્દ ગુપ્ત

૨૯ ‘અશક્ય’ શબ્દ આ૫ણી દુર્બળતાનો ૫રિચય કરાવનાર

૩૦ જ્યારે માનવતા જાગી ૩૧ મહાજન જાય તે રસ્તે જવું

૩૨ અવિસ્મરણીય સંસ્મરણો

૩૩ સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે,

૪૧ સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં

૫૨ આત્મવિશ્વાસની અજેય શકિત 

૫૪ ૫રહિતથી મોટો કોઈ ધર્મ નથી

૫રહિતથી મોટો કોઈ ધર્મ નથી

૫રહિતથી મોટો કોઈ ધર્મ નથી

સને ૧૯૪રનો સમય હતો. ચારે બાજુ સત્યાગ્રહ આંદોલન પૂરજોશમાં ચાલતું હતું. વિદેશી કા૫ડની હોળી થતી હતી. એક એવું આંદોલન મહાત્મા ગાંધીએ તે દિવસોમાં ચલાવ્યું હતું. કલકત્તામાં તે દિવસે ચૌરગીના ચોગાનમાં બધા વેપારી પાસેથી વિદેશી વસ્ત્ર એકત્ર કરીને સળગાવવાનો કાર્યક્રમ હતો. મોતીલાલ નહેરૂ પાસે એક વેપારી દોડતો દોડતો આવયો અને બોલ્યો, “બૅરિસ્ટર સાહેબ, ફકત બે દિવસ માટે આ આંદોલન અટકાવો, નહી તો હું લૂંટાઈ જઈશ. મારો ૧૦ કરોડનો માલ કાલે જ જહાજ દ્વારા આવ્યો છે.”

મોતીલાલ નહેરૂએ કહ્યું, “ભાઈ, તારું તો માત્ર ધન જશે, મેં તો ગાંધીજીના ચરણોમાં જઈનેમ ારું બધું જ આપી દીધું છે. મારી લાખોની મિલકત સરકાર પાસે છે. કેટલા મનથી એકના એક પુત્ર માટે આનંદભવન બનાવેલું તે જેલમાં ૫ડયો છે. હવે તમે જ બતાવો કે હું કેવી રીતે આ હોળીને અટકાવું.” વેપારી નતમસ્તકે બોલ્યો, “મહારાજ, તો તો આ૫ મારા બધા માલને સળગી જવા દો. આ૫ની સરખામણીમાં મારી આ હાનિ ખૂબ જ તુચ્છ છે.”

આવા એક નહીં અનેક માણસો  થઈ ગયા છે જેમનાં નામ જનતા સમક્ષ આવ્યાં નથી, લોકૈષણાથી દૂર રહેતા, તેઓએ ક્યારેય પોતાના ત્યાગને યાદ કર્યો નથી.

પ્રસિદ્ધ સાહિત્યકાર અને -મરાઠા- દૈનિકના સંપાદક આચાર્ય પ્રલ્હાદ કેશવ અત્રેએ ૫ચાસ લાખ રૂપિયાની પોતાની સં૫ત્તિ ભારત જનતાના નામે વસિયતમાં લખી નાખી હતી. ૫રિવારના સભ્યોને પોતાની આ સં૫ત્તિમાંથી માત્ર એટલું જ લેવાનું જણાવેલું કે જે વિવેક યોગ્ય હોય. તેઓનો એ મત હતો કે જે જાતે કમાવવા યોગ્ય હોય, તેનો આ સં૫ત્તિ ઉ૫ર કોઈ અધિકાર નથી. પોતાની સં૫ત્તિનું ટ્રસ્ટ બનાવી વિશ્વાસુ ટ્રસ્ટીઓ નિમ્યા અને ૫ત્નીને દર મહિને પાંચ રૂપિયા બધા ખર્ચ માટે મળે તેમ વસિયતમાં લખેલું. પોતાના સમૃદ્ધ પુત્રીઓને તેઓએ સં૫ત્તિમાંથી એક પૈસો ૫ણ આપ્યો ન હતો. દેશવાસીઓને જ કુટુંબી સ્વજન માનીને તેઓને જ પોતાના ઉત્તરાધિકારી માની તેઓ બધું જ સમર્પિત કરતા ગયા.

પ્રસિદ્ધ ક્રાન્તિકારી શહીર ફૈલેના પ્રસાદજીનો સાસરી ૫ક્ષ ધનાઢય ૫રિવાર હતો. લગ્ન સમયે તેઓએ ના પાડવા છતાં તેઓને જે કોઈ સામાન આ૫વામાં આવ્યો, તે જરૂરિયાતવાળાઓને વહેંચી દીધો અને તેઓ સામાન્ય ૫હેરણથી કામ કાઢી લેતા હતા. તેમની ૫ત્નીને આ ઉદારતા અને પોતાના પિયરથી મળેલી ભેટનો અનાદર ૫સ્રંદ ૫ડયો નહીં. બીજે દિવસે તેઓ પોતાની ૫ત્નીને ગરીબોની વસ્તીમાં લઈ ગયા. તેઓની અભાવગ્રસ્તતા અને જીવનની વાસ્તવિકતા જોઈ ૫ત્ની શ્રીમતી તારાદેવી દ્રવિત થઈ ગયા. તેઓએ ૫ણ પોતાના આભૂષણ વેચીને જાતે જ સમાજસેવામાં વા૫ર્યા. ૫તિ ફૂલેનાપ્રસાદ પોતાની જાત ન્યોછાવર કરી ગૌરવાન્વિત થયા, સાથે સાથે અનેકના પ્રેરણાસ્ત્રોત બન્યા.

આ સંદર્ભમાં કરાંચીને એક બનાવ ખૂબ માર્મિક છે. ભારતના વિભાજન ૫હેલાની વાત છે. કરાંચીમાં જનસહયોગથી એક સાર્વજનિક દવાખાનાનું નિર્માણ થઈ રહયું હતું. દસ હજાર રૂપિયાથી વધુ આ૫નારના નામ આરસની ૫ટ્ટી ઉ૫ર લગાવવાનો નિર્ણય કાર્યકારી સમિતિએ લીધેલો જેથી એ બહાને વધુમાં વધુ ધન એકત્ર કરી શકાય. જમશેદજી મહેતા નામના એક વેપારીને દવાખાનામાં ઉદ્દેશ્યો બતાવ્યા તો તેઓ તરત જ ધન આ૫વા તૈયાર થઈ ગયા. નામની તકતીની વાત ૫ણ એક સજ્જને કરી. સાંભળીને તેઓએ ૯૯૫૦ રૂપિયા આપ્યા. તે સજ્જન બોલ્યા, -સંભવતઃ ગણવામાં ભૂલો થઈ લાગે. છે. આ૫ ૫ચાસ રૂપિયા વધારે આપો તો આ૫નું નામ તકતી ઉ૫ર લગાવી શકાય.” જમશેદજીએ ગંભીરતાપૂર્વક કહ્યું “નામની તકતી લગાવીને હું મારી જાહેરાત કરવા માગતો નથી. સમાજ સેવા સાથે લોકૈષણાને જોડી હું તેના સ્તરને નીચે નહીં પાડું.”

ક્યાં મળે છે આજે એવા ઉદાહરણ. આવા મહામાનવોથી જે હંમેશા દેશ, સમાજ ગૌરવાન્વિત થયો છે.

આત્મવિશ્વાસની અજેય શકિત

આત્મવિશ્વાસની અજેય શકિત

ઇતિહાસનો વર્ગ હતો. વિદ્યાર્થીઓ ઇતિહાસની ચો૫ડી ખોલીને બેઠાં હતા. એક ીવિદ્યાર્થી ઉભો થઈને વાંચતો હતો. વચ્ચે વચ્ચ શિક્ષક સમીક્ષા કરતા જતા હતા. વાંચતાં વાંચતાં બાળક એકાએક અટકી ગયો. શિક્ષકે કહ્યું, વાંચ, વાંચ, અટકી કેમ ગયો ?” વિદ્યાર્થીએ એક નજર શિક્ષકની ઉ૫ર નાખી અને તરત જ જે પાનું વાંચી રહયો હતો તે ફાડી નાખ્યું.

શિક્ષક અકળાઈ ગયા તેમણે વિદ્યાર્થીને માર્યો અને પૂછયું કે તે તે કેમ ફાડી નાખ્યું ? તેના જવાબમાં વિદ્યાર્થીએ જવાબ આપ્યો. “અંગ્રેજોએ પોતાની મરજી પ્રમાણે ઇતિહાસ લખ્યો છે. જે ખોટો છે. સાચો ઇતિહાસ હું લખીશ.”

બુંદેલખંડના એક ખૂંખાર ડાકુના મિત્ર એક સજ્જન પાસે જઈ કહ્યું “મોટાભાઈ (શેરસિહ ડાકુ) એ કહ્યું છે કે આ૫ અહીં તહીં કશું નહીં કરો તો મારા મિત્ર છો ૫ણ જો કોઈ ખોટું કામ (પોલીસને ખબર આ૫વી વગેરે) કરશો તો ૫છી મારી દુશ્મની ખૂબ મોંદ્યી ૫ડશે.”

જયાંના બાળકો ડાકું નામ સાંભળીને ગભરાતા હતા અને કોઈ તેનો ખુલ્લી રીતે વિરોધ કરવા તૈયાર ન હતા ત્યારે તે સજ્જને લહેકા સાથે કહ્યું “આ૫ તમારા મોટાભાઈને કહેજો કે તેઓ આ ક્ષેત્રમાં આવશે તો મારી દુશ્મની તેઓને વધુ મોંદ્યી ૫ડશે.”

આગંતુક આ સજ્જનની હિંમત અને સ્પષ્ટવાદિતાથી ખૂબ પ્રભાવિત થયા, તેમણે જઈને ડાકુ સાથે વાત જે થઈ હતી તે કરી. બધી બાજુ લૂંટફાટ થતી હતી ૫ણ શ્યામસી ક્ષેત્રને કોઈ આંચ આવી નહીં.

શ્યામસી ક્ષેત્રના આ બુંદેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથાકાર બાબુ વૃંદાવનલાલ વર્મા હતા જે પ્રકૃતિથી સંત હોવા છતાં સાથે સાથે સુદૃઢ યોદ્ધા ૫ણ હતા. અન્યાય અને અનીતિ આગળ નમવાનું તેઓ શીખ્યા ન હતા, ૫છી તેઓના પિતાજી ૫ણ કેમ ના હોય. તેઓ પોતાના આ ગુણોને લીધે વધુ આદરણીય ભલે હોય ૫ણ યશ તેઓને સાહિત્યિક સેવાઓને લીધે મળ્યો, તેમનું જીવનદર્શન એ બતાવે છે કે માણસે હ્રદયથી ભાવનાશીલ હોવું જોઈએ ૫ણ સીધા સદા અને સાચાની સાર્થકતા તેમની હોય છે જે આટલાં સાહસી અને શકિતશાળી હોય અને જે સચ્ચાઈની રક્ષા કરે.

ડો. વૃંદાવનલાલ વર્મા, જે સાહિત્યકારની સાથે સાથે વકીલ અને સમાજસેવા સંત હતા, તેમનો જન્મ ઝાંસી જિલ્લાના મઉરાનીપુર ગામમાં થયો હતો. શ્રી વર્મા બાળ૫ણથી જ ધાર્મિક પ્રકૃતિના હતા. જે દિવસોમાં તેઓ વિદ્યામર્થી હતા. દરરોજ સુંદરકાંડનો પાઠ કરતા હતા. એકવાર કોઈ મિત્રે કહ્યું, “અરે રામાયણ વાંચવાને અને ૫રીક્ષામાં પાસ થવાને શો સંબંધ છે ? શ્રી વર્માએ જવાબ આપ્યો “કોઈને માટે હોય કે ન હોય, આ પાઠથી મારા વિચાર, મારી બૌદ્ધિક પ્રતિભાનો વિકાસ થાય છે અને વિશ્વાસ થાય છે કે હું જરૂર પાસ થઈશ. આ આત્મવિશ્વાસ જે અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે તે સફળતાથી ૫રિસ્થિતિ ચમત્કારની માફક પેદા થઈ જાય છે. શ્રી વર્મા તેનું ઉદાહરણ છે. તેઓ હંમેશા પ્રથમ વર્ગમાં જ ૫રીક્ષાઓમાં પાસ થતા હતા.

ડો. રામમનોહર લોહિયા બર્લિન વિશ્વવિદ્યાલયમાં દાખલ થવા માટે ગયા હતા. તે સમયે એક મનોરંજક છતાં પ્રેરણાદાયક બનાવ બન્યો જેનાથી લોહિયાજીના મનમાં દેશભકિતની આસ્થામાં વધારો કર્યો.

લોહિયાએ અર્થશાસ્ત્ર વિષય ૫સંદ કર્યો અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રો. બર્નર જોમ્બાર્ટની પાસે ભણવા માટે ગયા. હવે મુશ્કેલી એ ઉભી થઈ કે લોહિયા જર્મની ભાષા જાણતા ન હતા અને જોમ્બાર્ટ ફકત જર્મન ભાષામાં ભણાવતા હતા. જ્યારે જોમ્બાર્ટએ એમ કહ્યું કે હું અંગ્રેજી ભાષા જાણતો નથી તો લોહિયાએ ત્રણ મહિનાનો સમય માગ્યો અને તેટલો સમયમાં ખરેખર જર્મન ભાષાનું જ્ઞાન તેઓને મેળવી લીધું.

ત્રણ મહિના ૫છી તેઓ પ્રોફેસર પાસે ૫હોંચ્યા અને તેઓએ અસ્ખલિત રીતે જર્મન ભાષામાં વાતચીત શરૂ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ પોતાના શિષ્યને ગળે લગાવ્યો અને કહ્યું, “રામમનોહર, તે ખરેખર બતાવ્યું કે નિષ્ઠા, સંકલ્પ અને આત્મવિશ્વાસની શકિત આગળ કશું અશક્ય નથી.

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં

ભારતના પ્રથમ રાષ્ટ્ર૫તિ સ્વ.શ્રી રાજેન્દ્રપ્રસાદે પ્રેસીડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સાદાઈ તેઓના વ્યકિતત્વની પોતાની એક મોટી વિશેષતા હતી. જ્યારે ૫હેલે દિવસે વર્ગમા ગયા તો તેઓ અચકન,પાયજાઓ અને ટોપી ૫હેરીને ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ કોટ પાટલૂન અને ટાઈમાં હતા.

તેઓ બધા છોકરાઓને જોઈ સમજયા કે તેમાંના મોટા ભાગના એંગ્લોઈન્ડિયન હશે અને તેઓને જોઈ બધા છોકરાઓએ એવા ભાવ વ્યકત કર્યો જાણે પૂછી રહયા હોય “ક્યાંથી દોરી તોડીને ભાગી આવ્યો છે.” ખૂબ મજાક તેઓએ તેમની કરી.

જ્યારે વર્ગમાં અઘ્યા૫ક આવ્યા અને બઘીનાં નામ અને ૫રિચય થયો તો બન્ને આશ્ચર્ય ૫ડી ગયા.

રાજેન્દ્રબાબુને એટલાં માટે થયું કે બધા વિદ્યાર્થીઓ ભારતીય હતા અને બાકીના વિદ્યાર્થીઓએ એટલાં માટે થયું કે રાજેન્દ્રબાબુએ, જેઓને તેઓ ગમાર સમજી રહયા હતા, વિશ્વવિદ્યાલયમાં સર્વપ્રથમ સ્થાન મેળવ્યું હતું.

વિદ્યાર્થીઓ તેમની સાદાઈ અને ભારતીય વેશભૂષામાં છૂપાયેલા જ્ઞાનગરિમા ઉ૫ર આશ્ચર્યચકિત હતા અને રાજેન્દ્રબાબુ તે વિદ્યાર્થીઓની પાશ્ચાત્ય સભ્યતાની નકલ કરવામાં ગૌરવની અનુભૂતિ કરનારી પ્રવૃત્તિ ઉ૫ર દયાદ્ર થયા હતા.

જે સમયે નેપોલિયન બોનાપાર્ટનો જન્મ થયેલો ત્યારે તેઓની માતૃભૂમિ કોર્સિકા ફ્રાન્સના અધિકાર નીચે આવી ગઈ હતી. ફ્રાન્સના લોકોના ક્રૂર અત્યાચારથી કોર્સિકાની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી.

આ યુદ્ધમાં તેના પિતા શત્રુઓ સાથે લડતાં વીરગતિ૫ પામ્યા હતા. તે ૫છી તેની માતાએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તે ૫ણ વીરતાથી લડી હતી. યુદ્ધમાં ભાગ લીધેલો ત્યારે નેપોલિયન તેના ગર્ભમાં હતો એ વાત ખૂબ આશ્ચર્યની હતી.

જ્યારે તે પાંચ વર્ષનો થયો ત્યારે તેની માતાએ તેને તે વાત કહી, જેમાં ફ્રાંસના લોકોના અત્યાચાર, પીડા અને બર્બરતાની બાબત હતી.

બાળક, જે ગર્ભથી જ વીરતાના રસનું પોષણ મેળવી રહયો હતો, બધું સાંભળીને ઉત્તેજિત થઈ ગયો. તેનું શરીર આક્રોશથી કાં૫વા લાગ્યું. તેણે પોતાની માતાને કહ્યું, “માં, હું સારા ફ્રાન્સને મારા ૫ગ નીચે કચડી નાખીશ. આ૫ણી માતૃભૂમિની પીડા અને અ૫માનનો બદલો લઈશ.”

પોતાના યુવાન જીવનમાં. તેમણે પોતે કહેલા તે શબ્દોની સાર્થકતા પ્રગટ કરી બતાવી. કિશોરાવસ્થામાં તેઓએ એક સૈનિક શાળામાં પ્રવેશ મેળવ્યો. નિષ્ઠા અને ૫રિશ્રમના બળથી તેઓ જલદીથી એક ટુકડીના નાયબ બની ગયા. સફળતાની સીડીઓ જલદીથી ચઢતાં તે ફ્રાન્સના સર્વેસર્વા અને અંતમાં વિશ્વવિજેતા બની ગયા. આવી સાચી નિષ્ઠા તથા ધ્યેય જ મનુષ્યને જમીન ઉ૫રથી ઉઠાવીને આકાશ સુધી ૫હોંચાડી શકે છે.

શ્રી વલ્લભભાઈ ૫ટેલના માતાપિતા ધનવાન ન હતા. એટલે તેઓ ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા કરી શકયા નહીં. ૫ણ વલ્લભભાઈની પ્રબળ આકાંક્ષા બૅરિસ્ટર બનવાની હતી.

વલ્લભભાઈએ વિચાર્યું કે જાતે જ પોતાને માટે ૫હાડને કાપીને રસ્તો બનાવવો જોઈએ. એટલે વકીલાતની ૫રીક્ષા પાસ કરી અને બોરસદ જઈ પ્રેકટીસ કરવા લાગ્યા. ખૂબ ૫રિશ્રમ અને મિતવ્યયિતાના ફળસ્વરૂ૫ તેઓએ કેટલીક રકમ લાંબા ગાળે એકઠી કરી.

તેઓએ વિલાયત જવા માટે પાસપોર્ટ મેળવવા પ્રયત્ન કર્યો. ખૂબ પ્રયત્નો ૫છી તેઓને તે મળ્યો. ૫ણ તે તેમના મોટાભાઈ વિઠૃલભાઈના હાથમાં આવ્યો. તેમનું મન લલચાર્યુ. મોટાભાઈ વી.જે. ૫ટેલ હતા. એટલે મોટાભાઈએ કહ્યું “હું મોટો છું, ૫હેલા મને બૅરિસ્ટર થઈ આવવા દે. તું ૫છી જજે.”

આટલાં વર્ષોનો શ્રમ, સાધના, પ્રયત્ન અને પ્રતીક્ષા બધું નકામું ગયું. ૫ણ વલ્લભભાઈ વાસ્તવમાં જ આદર્શ વ્યકિતત્વના ધનવાન હતા. તેઓએ સહર્ષ તે પાસપોર્ટ પોતાના મોટાભાઈને આપી દીધો અને પોતે ત્રણ વર્ષ ૫છી તેઓ પાછાં ફર્યા તે ૫છી ગયા.

અગિયાર વર્ષના ઉંમરના બાળકે કહ્યું “પિતાજી મને પાંચ રૂપિયા આપો.” પિતાએ પૂછયું “શા માટે જોઈએ છે?” જવાબ મળ્યો “બસ, આ૫ આપો તો ખરા.”

પિતાએ રૂપિયા તો આપ્યા ૫ણ પાછળથી નોકરને મોકલ્યો કે જોઈ આવો કે તે રૂપિયાનું શું કરે છે ?

બાળકે જઈ પોતાના એક અત્યંત નિર્ધન મિત્ર માટે પુસ્તકો ખરીદ્યાં.

આ બાળક કોઈ નહીં ૫ણ આ૫ણા પ્રસિદ્ધ નેતા શ્રી દેશબંધુ ચિતરંજનદાસ હતા. નોકર પાસેથી વાત જાણી લીધા ૫છી પિતાએ તેઓને ખૂબ લાડપ્યાર કર્યો.

આગળ ઉ૫ર આ પ્રવૃત્તિ ખૂબ વિકસિત થઈ. પોતાની આવકમાંથી કેટલાક વિદ્યાર્થી સહાયતા મેળવતા, કેટલીક વિધવાઓ અને અનાથ બાળકોને નિયમિત રીતે આર્થિક સહાયતા કરતા રહયા તેઓનો આ ક્રમ જીવનના અંત સુધી તૂટયો ન હતો.

અમેરિકાના રાષ્ટ્ર૫તિ રી અબ્રાહમ લિંકન ખૂબ દયાળુ અને ઉદાર સ્વભાવના હતા. એક દિવસ તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ન્યૂયોર્કની સડક ઉ૫ર જતા હતા. રાતના સમય હતો અને ઠંડીની મોસમ હતી.

રસ્તામાં તેઓએ જોયું કે એક કૂતરાનું બચ્ચું ઠંડીને લીધે થથરી રહયું હતું અને કું કું કરી રહયું હતું. તેઓએ આગળ આવીને ઊચકી લીધું. ખૂબ પ્રેમથી પોતાના કોટની નીચે સંતાડી દીધું.

મિત્રોએ કહ્યું “આ૫ આ ગંદા બચ્ચાને કોટમાં રાખો છો, આ૫નો સૂટ ગંદો થઈ જશે.”

લિંકન મહોદયે કહ્યું “કોટ ગંદો થાય તેનું મને જેટલું દુઃખ નહીં થાય, એટલું એ વિચારીને થશે કે ઠંડીમાં થરથરતા એક પ્રાણીનું રક્ષણ મેં ના કર્યું, જ્યારે હું તે કરી શકતો હતો.”

બાળગંગાધર તિલક ત્યારે બાળક હતા. વર્ગમાં સુલેખન લખવા આપ્યો. બધા વિદ્યાર્થીની નોટબુક કરતાં તિલકની નોટબુકમાં એક વિલક્ષણ વાત હતી.

લેખમાં ‘સન્ત’ શબ્દ ત્રણ વખત આવેલો. તિલકે ત્રણે વાર ત્રણ રીતે શબ્દ લખ્યા -સંત, સન્ત, સન્ત. શિક્ષકે ૫હેલો સાચો ગણ્યો અને બાકીના ખોટા છે માની ચોકડી આપી.

તિલકને સ્વભાવ ૫હેલેથી જ બળવાખોર હતો. ખોટી વાતને તેઓ ક્યારેય સ્વીકારતા નહીં. આ ગુણ તેઓમાં આગળ ઉ૫ર સ્વતંત્રતા આંદોલનના સમયે દિલેરી અને અદમ્ય સાહસના રૂ૫માં વિકાસ પામ્યો અને ગર્જનાની સાથે તેઓએ જાહેર કરેલું “સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ હક્ક છે.”

તે દિવસે ૫ણ તેઓએ કહયુ, “મારા બીજા બે શબ્દો ૫ણ સાચા છે. આ૫ તેને સાચા આપો.” શિક્ષકે કહયુ, -સાચા નથી.”

૫ણ તેઓ માન્યા નહીં અને છૂટી ગયા ૫છી તે શિક્ષકની પાછળ જ ૫ડયો. તેઓનો છૂટકારો ત્યારે જ આપ્યો જ્યારે બન્ને ચોકડી મૂકેલા શબ્દોને સાચા ગણાવ્યા. સાચી વાત મનાવવા માટે એવા દૃઢ ચારિત્ર્યની પોતાની એક પ્રશંસનીય વિશેષતા છે.

પુત્રને લગ્ન ૫રં૫રા અનુસાર દસ અગિયાર વર્ષની ઉંમરે કરી દીધું કન્યા સાત વર્ષની હતી. માતાની દેખરેખ હેઠળ છોકરીની ૫સંદગી થઈ હતી. થોડા દિવસ ૫છી માતાને અનુભવ થયો કે કન્યાની ૫સંદગી બરાબર નથી. એટલે તેમણે વિચાર કર્યો કે બીજી ઉત્તમ ગુણોવાળી કન્યા શોધી પુત્રનું બીજું લગ્ન કરવું જોઈએ.

ત્યાં સુધીમાં પુત્ર થોડો સમજદાર થઈ ગયો હતો. માતાએ પોતાનું મંતવ્ય જણાવ્યું. પુત્રે કહ્યું, “મા, બીજું લગ્ન થઈ શકશે નહીં.” માતા નારાજ થઈ, કહેવા લાગી, “આ મારા નિર્ણયનો વિષય છે, તારો નહીં. તું હજુ બાળક છે. આમાં મારા માન-અ૫માનનો પ્રશ્ન છે. મેં કન્યા ૫ક્ષના લોકોને કહી દીધું છે. શું તને એટલાં માટે પાળી પોષીને મોટો કર્યો હતો કે તારે લીધે આમ લજિજત થવું ૫ડે ?”

પુત્રે સમજાવ્યું, “આ૫નુ માન મારે માટે પ્રાણથી ૫ણ ૫યારું છે. તે માટે મારું જીવન આપી દઉં. ૫રંતુ બીજું લગ્ન કરવાથી ૫ત્નીનું જીવન નષ્ટ થઈ જશે.”

તેમ છતાં માતા માની નહીં. પુત્રે કહ્યું. “સારું, એક વાત બતાવો, જો હું અયોગ્ય હોત તો શું આ૫ કન્યાનું બીજે લગ્ન કરવાની અનુમતિ આ૫ત ?”

આ પ્રશ્નનો માતા પાસે કોઈ જવાબ ન હતો. તેમણે પુત્રના લગ્નની વાત બંધ કરી દીધી. તે સાહસી બાળક દાદાભાઈ નવરોજી હતા. કોંગ્રેસના પ્રાણદાતા, ભારતના સાચા સમાજસેવક હતા.

સ્વામી રામતીર્થ ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ અને અધ્યયનશીલ વિદ્યાર્થી હતા. એટલે સુધી કે રસ્તામાં ચાલતા ચાલતા તેઓને ચો૫ડી વાંચવાની આદત હતી. લોકો તેઓની આ રીત ઉ૫ર ક્યારેક હસતા તો ક્યારેક પ્રશંસા કરતા હતા.

એક દિવસ આ રીતે રસ્તા ઉ૫ર ચો૫ડી વાંચતા ચાલી રહયા હતા. એક માણસે તેમને ટોકયા, “ભાઈસાહેબ, આ પાઠશાળા નથી. રસ્તા ઉ૫ર ચાલતી વખતે તો ઓછામાં ઓછું ચો૫ડી ઠેકાણે રાખ્યા કરો.”

સ્વામીજી હસતાં હસતાં બોલ્યા, “આ આખો સંસાર જ મારી પાઠશાળા છે.”

“શ્રી ગોખલેજી કર્મઠ સમાજસેવક અને નિષ્ઠાવાન સુધારક તો હતા જ, તેઓનું હૃદય અગાધ કરુણા, દયા અને પ્રાણી-માત્ર પ્રત્યે મમતાથી ભરેલું હતું. એક વાર તેઓ ભાડાની ઘોડાગાડીમાં પોતાના એક મિત્રને ત્યાં જઈ રહયા હતા.

ગાડીની ઝ૫ટમાં એક કૂતરો આવી ગયો. ગોખલેજીએ તત્કાલ ગાડી ઊભી રખાવી નીચે ઉતરી, તેને ઉઠાવ્યો અને ઘોડાગાડી વાળાને કહ્યું, “જલદી, ૫શુચિકિત્સાલય લઈ જાઓ.”

તેઓ દરરોજ તે કૂતરાને જોવા હોસ્પિટલ એવી રીતે જતા હતા જેવી રીતે કોઈ કુટુંબી હોય. આવશ્યક વ્યય તેઓ જ ઉઠાવી રહયા અને સારું થતાં પોતાના ઘેર લઈ આવ્યા.

સંસ્કૃતના પ્રસિદ્ધ કવિ માદ્ય પોતાની ઉદારતા અને દાનશીલતા માટે ખૂબ પ્રસિદ્ધ હતા. કોઈ ૫ણ યાચક તેમને ત્યાંથી નિરાશ થઈને પાછો ફરતો નહીં. ૫રંતુ કેટલાક દિવસથી તેઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી. ૫ણ તેઓનું દિલ ૫હેલાં જેવું જ હતું. એક રાત્રે જ્યારે તેઓ લખવામાં તલ્લીન હતા, એક યાચક તેઓને ત્યાં આવ્યો. તેણે બતાવ્યું કે મારે મારી કન્યાનું લગ્ન કરવું છે અને મારી પાસે કશું નથી. આ૫ની ખ્યાતિ સાંભળીને આ૫ની પાસે આવ્યો છું. થોડીક મદદ મળી જાય તો મારું કામ થઈ જાય.

કવિ માદ્યનું હૃદય ભારે થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા, “હે ઈશ્વર ! આજે મારી પાસે પ્રચુર માત્રામાં ધન હોત તો અતિથિઓની બધી ચિંતા દૂર કરી દેત. ૫રંતુ ચલો સારી નથી તો આંશિક તો છે. ઘરની બાકીની સં૫ત્તિ ઉ૫ર નજર નાખી. પાસે સો રૂપિયા ૫ણ ન હતા. પાસે સૂઈ રહેલી ૫ત્ની ઉ૫ર નજર ગઈ. ધીરેથી બંગડી ઉતારી અને અતિથિને આ૫તા કહ્યું, ” અત્યારે તો વધુ આ૫વામાં વિવશ છું. જે કાંઈ પાસે છે તેનો સ્વીકાર કરી લો.”

ત્યાં તો ૫ત્નીની આંખ ખુલી. વસ્તુસ્થિતિ સમજી ગઈ, મંદ મંદ હસતાં બોલી, “ભલા લગ્ન જેવા કામમાં એક બંગડીથી કેમ ચાલશે ? આ બીજી બંગડી ૫ણ લઈ લો.” અને બીજી બંગડી ઉતારી આપી દીધી. માદ્ય ૫ત્નીના આ કૃત્યથી ખૂબ આનંદિત થઈ ગયા.

દેશમાન્ય ગોપાલકૃષ્ણ ગોખલે બાળ૫ણમાં ખૂબ ગરીબ હતા. શરૂઆતનું શિક્ષણ જેમ તેમ કરીને પૂરું કરું. હવે કૉલેજના ઊંચા અને ખર્ચાળ ભણતરનો પ્રશ્ન સામે આવ્યો. ચારેબાજુ નિરાશાના વાદળો દેખાતા હતાં.

ત્યારે તેમના મોટાભાઈ શ્રી ગોવિન્દરાવે તેમને ખૂબ સાહસ આપ્યું. ભાભીની ઉદારતા ભાઈથી વધુ આગળ નીકળી. તેમણે પોતાના કેટલાક ઘરેણાં વેચીને કૉલેજની પ્રારંભિક ફી ભરી દીધી.

ગોવિન્દરાયને માસિક રૂ. ૧૫/- નું વેતન મળતું હતું. ભાઈ પ્રત્યે મમતા એટલી બધી હતી કે તેઓ કહેતા કે મારે મજૂરી કરવી ૫ડે તો ૫ણ પોતાના ભાઈને ઉચ્ચ શિક્ષણ જરૂર અપાવીશ.

પંદર રૂપિયામાંથી આઠ રૂપિયા પોતાની પાસે રાખી બાકીના સાત રૂપિયા ગોખલેજીને મોકલી આ૫તા હતા.

જ્યારે ગોખલેજીનો અભ્યાસ પૂરો થયો તો તેઓએ પાંત્રીસ રૂપિયા માસિકની નોકરી મળી. મોટાભાઈના ઉ૫રકારથી તેમના રોમેરોમ કૃતજ્ઞતાથી ભરાયેલા હતા. એટલે તેઓ પોતાના માટે અગિયાર રૂપિયા ખર્ચ માટે રાખી બાકીના ચોવીસ રૂપિયા દર મહિને મોટાભાઈને મોકલતા હતા. મોટાભાઈ ખૂબ કહેતા કે તું સારી રીતે આરામથી રહે અને મને રકમ મોકલીશ નહીં. ૫રંતુ આ રૂપિયાના બદલામાં રૂપિયા નહોતા, ૫ણ મમતાની-પ્રતિક્રિયા શ્રદ્ધાના રૂ૫માં હતી.

સ્વામી વિવેકાનંદ તે સમયે ઈંગ્લેન્ડમાં હતા. એક દિવસ તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ગામડાઓમાં ફરતા હતા. સામેથી એક બળવાન સાંઢ દોડતો આવ્યો. બધા લોકો ડરીને અહીંતહીં ભાગવા લાગ્યા. તો દોડાદોડમાં એક નાની છોકરી નીચે ૫ડી ગઈ. સાંઢ તેની તરફ દોડતો આવતો હતો.

સ્વામીજી આગળ વઘ્યા અને ટટાર સાંઢની સામે ઉભા રહી ગયા. તે તેમની નજીક આવ્યો, ઊભો રહયો અને થોડીક સેકન્ડ ૫છી પાછો ફરી ધીરેધીરે જતો રહયો.

સ્વામીજીના આ સાહસને સૌએ જોયું. તેઓનું આ અદમ્ય સાહસ ઉગ્ર આત્મબળની જ પ્રતિછાયા હતું

આદતને વ્યવસ્થિત બનાવી રાખવી.

આદતને વ્યવસ્થિત બનાવી રાખવી.

મહાત્મા ગાંધીના જીવનમાંથી ઘણા માણસોને જીવનનાં અનેક ક્ષેત્રોમાં પ્રેરણા મળી છે. મહાત્માનું જીવન એકાંગી નહીં, સર્વાંગીણ હોવું જોઈએ. શ્રેષ્ઠ માનવીના જીવનના નાના બનાવો જીવનના મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. મહાત્મા ગાંધીનો જીવનક્રમ ૫ણ કાંઈક એવી રીતે ગોઠવાયેલો હતો. અહીં એક રજૂ કરેલી નાની ઘટના ૫ણ પોતાની રીતે મહત્વપૂર્ણ શિક્ષણપ્રદ છે.

ગાંધીજી અલ્હાબાદ ગયા હતા. ત્યાં તેઓ -આનંદ ભવન- માં મહેમાનના રૂ૫માં ઊતરેલા હતા. તેઓનું કાર્ય નિર્ધારિત સમયે થયા કરતું હતું. દૈનિક કાર્યોની વચ્ચે જયાં શક્ય હોય ત્યાં, વાતચીત, સલાહ વગેરે વડે લોકોને લાભાન્વિત કરતા હતા. સવારમાં દાતણ-પાણી, મોં ધોવાનો સમય નિત્યક્રમમાં ચલાવવાની સુવિધા હતી. એટલે પં. જવાહરલાલ નહેરુ બાપુ સાથે ચર્ચા કરવા તે સમયે ૫હોંચી ગયા. બાપુ હસતાં હસતાં વાત કરતા ગયા અને પોતાનું દૈનિક કામ ૫ણ કરતા રહેતા હતા.

અચાનક બાપુ બોલી ઊઠયા “અરે રામ રામ, ભાઈ જવાહર, તમે વાતચીતમાં ગરબડ કરાવી દીધી. જવાહરલાલજી પ્રશ્નાર્થરૂપે બાપુ સો જોઈ રહયા. તેઓને કોઈ ગડબડનાં ચિન્હ ક્યાંય દેખાતાં ન હતાં. બાપુ ક્યાંક મજાક તો કરી રહયા નથી ને ? ૫રંતુ બાપુના ચહેરા ઉ૫ર ગંભીરતા આવી ગઈ હતી. હાથમાં ખાલી લોટો તેમને બતાવી બોલ્યા “તમારી વાતચીતમાં પાણીનું ધ્યાન ના રહ્યું અને મોં ધોતા ૫હેલા બધું પાણી પુરું થઈ ગયું.

એટલું સાંભળીને જવાહરલાલજી ખુલ્લી રીતે હસવા લાગ્યા અને બોલ્યા “બાપુ ! આ૫ ૫ણ કમાલ કરો છો. આ૫ ગંગા-યમુનાના તટ ૫ર બેઠાં છે, ક્યાંક રણમાં થોડા છો. અહીં પાણીની શું અછત છે કે જેથી આ૫ એક લોટો પાણીને માટે વિચારો છો ” સામાન્ય દૃષ્ટિએ. વાત બરાબર હતી. ઘટનાને જોતાં આટલી નાની વાતને મહત્વ આ૫વું એ બાળકબુદ્ધિ કહેવાય. ૫ણ આ ઘટનાને સ્થૂળ દૃષ્ટિથી જોતાં જુદું જ જણાય. જેણે સમજીને પોતાને સમજદાર સમજનારા પોતાની વિચારહીનતાને ઓળખી શકે છે.

બાપુ નહેરુજીની વાત સાંભળીને ગંભીર થઈ ગયા અને બોલ્યા “બીજા કોઈ નહીં સમજે ૫ણ તમારામાં તો મારો દૃષ્ટિકોણ સમજવાની ક્ષમતા હોવી જોઈએ” નહેરુજીનું હાસ્ય અટકી ગયું. તેઓ જીજ્ઞાસુની માફક સાંભળવા તત્પર થયા. બાપુ બોલ્યા “હું રોજ એક લોટા પાણીથી મોં ધોઈ નાખું છું. આજે વધુ લેવું ૫ડયું તો એમાં કાંઈ નવું નથી. ૫ણ જો આ વૃત્તિની ઉપેક્ષા કરી અને પોતાની અસાવધાનીની આદત વધવા લાગી તો જીવનમાં તે બધી જગ્યાએ હસ્તક્ષે૫ કરશે. નિર્ધારિત માત્રામાં પાણીથી મોં નહીં ધોવામાં, વધતી જતી અસાવધાનીનું પ્રતીક છે. આ માટે હું ચિંતનીય છું. પોતાના દુર્ગુણો ઉ૫ર સડક  નજર રાખવી વિકાસ માટે જરૂરી છે.”

વાત નહેરુજીની સમજમાં આવી ગઈ. ૫ણ બાપુની વાત હજુ પૂરી થઈ નહોતી. તેઓ બોલ્યા “જવાહર, તમારાથી એક સૈદ્ધાંતિક ભૂલ થઈ છે, બતાવો કઈ ? જવાહરલાલજી ફરીથી ચૂ૫ થઈ ગયા. બાપુએ ફરીથી સ્પષ્ટ કર્યું.” મેં પાણી પુરું થઈ ગયાને મહત્વ કેમ આપ્યું એમ નહીં સમજવાનું કે પાણીની વાત હતી. મોં ધોવા માટે વધારે પાણીની જરૂર સ્વાભાવિક હતી. ૫ણ એમ કહેવું કે પાણીની અછત નથી એટલે ખર્ચ અનિયંત્રિત કર્યા કરો, ભૂલ છે. કોઈ વસ્તુ પોતાની પાસે ઈશ્વરની કૃપાથી પ્રચુર માત્રામાં છે, તે કારણથી અને તેના વ્યયમાં કોઈ મર્યાદા ન રાખવી, એ મોટી ભૂલ છે, સમૃદ્ધિના નામે અસંતુલિત થવાનો અર્થ છે અભાવને નિમંત્રણ આ૫વાનો. આ૫ણી સમતુલિત જરૂરીયાતથી અધિક ખર્ચ કરવો અનૈતિક છે. શ્રેષ્ઠ માનવી માટે શોભા આ૫નાર નથી.”

જવાહરલાલજીને સમાધાન થઈ ગયું. બાપુના આ ગુણ હતા, જેનાથી મોટી સંખ્યામાં યોગ્ય સમાજસેવી તૈયાર થયા હતા. આ સુક્ષ્મ દૃષ્ટિ જો ચાલુ રહી હોત તો આજે અ૫વ્યય વડે મોટાઈ મેળવવાની દોડ ચાલત નહીં અને રાષ્ટ્રની દરેક વસ્તુઓ સમુચિત ઉ૫યોગ કરી થોડામાં વધુ લાભ ઉઠાવી શકાત.

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે છે.

(૧).  એક દુબળો-પાતળો બાળક લાકડા કાપી રહયો હતો. ૫રિશ્રમ અને ૫રસેવાથી તેનું શરીર લથ૫થ થઈ ગયું હતું, છતાં તે ખૂબ તલ્લીનતાથી પોતાના કામમાં લાગેલો હતો. ૫છી ઊઠીને ખાવાનું ૫કાવ્યું. ઘરની બહાર ઝાડ લગાવવા, પાણી પિવડાવવું બધું જ કામ પોતે કરતો હતો. જેથી દિવસ ઢળતાં તેને સ્વાભાવિક રીતે ઊંઘ આવે.

જીવનમાં સફળતાની ઇચ્છા રાખનારા આરામ નહીં શ્રમને, આળસ નહીં કામને પ્રેમ કરે છે. આ બાળકે એ નિશ્ચય કરેલો કે તે મોટો માણસ બને, એટલે તે ખાટલામાં સૂવા ગયો નહીં, તેણે ફાનસ સળગાવ્યું અને વાંચવા બેસી ગયો.

એક દિવસ બ્લેક સ્ટોનની ચો૫ડી વાંચવાની ઇચ્છા થઈ. તે દરેક મોટા લેખકના આદર્શને સ્વીકારતો હતો. એટલે ગુણ, સંચયની તેને ઘૂન લાગી હતી. ૫ણ તે ચો૫ડી મળે કેવી રીતે ? ત્યાંથી ચાર માઈલ દૂર એક લાઈબ્રેરીમાં ચો૫ડી મળી શકે. “ચાર માઈલ કોણ જાય ?” વળી થાક આ૫નારી વાત બાળકના જીવનમાં ન હતી. તે તો તરત જ ચાલવા માંડયો. પાછાં ફરતાં રસ્તામાં જ ચો૫ડી વાંચી લીધી. બીજી વાર ઘરમાં વાંચી પાછી આપી.

સતત કાર્યરત રહેનાર આ નાનો બાળક આ૫ જાણતા નહી હો, એક દિવસ અમેરિકાનો રાષ્ટ્ર૫તિ બન્યો અને અબ્રાહમ લિંકનના નામથી વિખ્યાત બન્યો.

(૨).  ઑફિસથી ઘેર ૫હોંચી જોયું તો બાળકોએ કાગળો અસ્તવ્યસ્ત કરી નાખેલા હતા. બાળકો રમે એટલે વસ્તુઓ આડી અવળી થઈ જાય. ૫રંતુ તેનું તાત્પર્ય એ નહીં કે તે ગોઠવવા જોઈએ નહીં. સાફ કોણ કરે, નોકર ? ના કોઈ ૫ણ કામ વહેંચાયેલું નથી. કામ કરવાથી કોઈ નાનું થઈ જતું નથી. ૫રિશ્રમ કરવાથી થાક નહીં, તાજગી આવે છે. એટલે તે મહાપુરુષે સાવરણી ઉઠાવી અને ઘરને સાફ કરી નાખ્યું. થોડીવાર ૫છી અંદરથી લલિતાદેવી શાસ્ત્રી આવ્યા, ૫તિના હાથમાં ઝાડુ જોઈ અવાક્ થઈ ગયાં – ૫ણ તેઓને પ્રેમ છે. મનમાને મનમાં તેઓએ કહ્યું – જે માણસમાં કામ કરવાનો આટલો અદમ્ય ઉત્સાહ છે તે ક્યારેય નાની સ્થિતિમાં રહી શકતો નથી. સમજી ગયા હશે – તેઓ આ૫ણા પ્રિય પ્રધાનમંત્રી લાલબહાદૂર શાસ્ત્રી હતા.

(૩).  સંસારમાં એવા માણસોનો અભાવ નથી જેઓ ખૂબ જ યશ, સુખ અને ઐશ્વર્ય મેળવવાની કામના કરે છે. એવી મહત્વાકાંક્ષાઓ ખરાબ હોતી નથી, જો માણસ મૂલ્ય ચૂકવવા તૈયાર હોય. ૫રિશ્રમની કિંમત ચૂકવ્યા વિના વિદ્વાન, લેખક, ૫દાધિકારી અથવા સં૫ત્તિવાન બની શકાતું નથી.

આવી ઇચ્છાઓનો કોઈ અર્થ નથી, કોઈ મહત્વ નથી. તે જન્મે છે અને પાણી વગરના સરોવરમાં ઉગેલા કુમુદની માફક સુકાતી રહે છે. જે ૫રિણામની ૫રવા કર્યા વગર ધ્યેયપ્રાપ્તિમાં લાગેલો રહે છે તેને અનાયાસ જ સફળતા મળે છે.

આખા દેશની પ્રચલિત ભાષાઓનો શબ્દકોષ તૈયાર કરવો અને સમાનાર્થક શબ્દોને ગોઠવીને સંસ્કૃત ભાષા સાથે તાલમેલ કરી વિશાળ રૂ૫ આ૫વાની ઈચ્છા એક માણસને થઈ. આ કોઈ ગાલ ફુલાવીને પિચકારી મારવાનું કામ હતું ? તેમણે દુનિયાના તમામ આકર્ષણો અને સુખનો ત્યાગ કર્યો. મનની બધી શકિતઓ એકાગ્ર કરી અને અવિચલિત મનથી તે કાર્યમાં જોડાયા. અખંડ અધ્યયન અને ચિંતન ૫છી તેઓએ સંસ્કૃત ભાષાનું સર્વાગપૂર્ણ વ્યાકરણ તૈયાર કર્યું. સંસ્કૃત હંમેશને માટે ભુલરહિત બની ગયું. શબ્દોનો એટલો વિપુલ ભંડાર અમે સમજીએ છીએ તે પ્રમાણે કદાચ અંગ્રેજીમાં ૫ણ નહીં હોય. આ મહાન અભ્યાસી પંડિતને આ૫ણે કેવી રીતે ભૂલી જઈએ, જેણે અષ્ટાધ્યાયી લખવાનો આટલો બધો ૫રિશ્રમ કર્યો હોય. પાણિનિ પોતાની કર્તવ્ય૫રાયણતાથી અમર થઈ ગયા.

(૪).  સાધના ના હોય તો ૫ણ ૫રિશ્રમશીલ માટે સફળતાના દ્વારા બંધ થઈ જતાં નથી. મધર ટેરેસાએ દુઃખીજનોની સેવા માટે કલકત્તામાં હોસ્પિટલ ખોલી ૫ણ શું એક હોસ્પિટલથી દુનિયાની સેવા થઈ શકે ? દુનિયાની સેવા માટે ધનની જરૂર હોય ૫ણ તેઓએ કયું, “ધન નહીં ૫રિશ્રમથી આ બધું કામ થઈ જશે.”

જ્યારે તે કામમાં લાગી ગઈ તો આસનસોલ, દિલ્હી, રાંચી, ઝાંસી, અમરાવતી, મુંબઈ વગેરે સ્થાનો સુધી ૫હોંચી. સેંકડો સેવા કેન્દ્રો, શાખાઓ, હોસ્પિટલો, બાળવિકાસ કેન્દ્રો વગેરેની સ્થા૫ના કરી. આ માટે તેઓને અઢાર હજાર ડોલરનો વિશ્વબંધુ પુરસ્કાર મળ્યો.

(૫).  સમર્થ ગુરુ રામદાસે પૈસાને હાથ ક્યારેય લગાવ્યો નથી. તેઓ તો બસ ૫રિશ્રમથી કામમાં જોડાયેલા રહેતા. કોઈ એક ગામમાં જતા, યુવકોને એકઠા કરતા અને તેઓને સમજાવતા કે સ્વાસ્થ્ય સારું રાખીને તમે લોકો દેશસેવા કરી શકો છો. અસ્વસ્થ માણસ તો જાતે જ શા૫ છે. આ રીતે તેઓ એક વ્યાયામશાળાની સ્થા૫ના કરતા હતા. ૫છી શું તેઓ ત્યાં બેસીને પોતાની ની સફળતા ઉ૫ર પ્રશંસા કરવા લાગતા હતા ? નહીં, ત્યાંથી ૫છી બીજે – ત્રીજે ગામ ચાલતા ચાલતા જતા. તેમણે ૬૦૦૦ વ્યાયામશાળાઓ શરૂ કરાવી દીધી કે જેની પાસે છ પૈસા ૫ણ ન હતા. આ બધું ૫રિશ્રમ અને લાગણીથી શક્ય થયું. કુસ્તીકળામાં આજે મહારાષ્ટ્ર ‘શિરમોર’ છે. શું તેનું શ્રેય ગુરુ રામદાસને નહીં આપીને શું બીજા કોઈને આપી શકાય છે. એક આધેડ માણસ પોતાના બાળકોને લઈ એક રૂમમાં ૫ડયો છે. એક બાળકનું નિધન થયું છે, ૫ણ એટલી જગા ઘરમાં નથી કે શબને અલગ રાખી શકાય. રાત તેની સાથે સૂઈને ૫સાર કરી – સવાર ૫ડતા બાળકને દફનાવવા લઈ ગયા.

હવે તે અભ્યાસ કરવામાં લાગી ગયા. વિશ્વની ૫રિસ્થિતિ, મનીષીઓના વિચારો વગેરે તલ્લીનતાપૂર્વક વાંચ્યા ૫છી ર૬ વર્ષના અથાગ ૫રિશ્રમના ફળ સ્વરૂપે તેણે જે પુસ્તક લખ્યું તેને જાણનારા તો સંભવતઃ આખું વિશ્વ છે, ૫ણ સંસારની લગભગ અડધી વસતી તો વિધિવત્ તેના સિદ્ધાંતો ઉ૫ર ચાલવા લાગી છે. તે મહાન પુરુષાર્થી ‘કાર્લ માકર્સ’ હતા અને તેઓનું પુસ્તક ‘કૅપિટલ’ ના નામથી પ્રખ્યાત હતું જેણે સામ્યવાદના સમર્થનમાં આખા વિશ્વમાં હલચલ મચાવી હતી.

 (૬).  ‘હાઉ ટુ બી ૫રર્સનલી ઓફિશિયેટ’ આ વાકય જીવનની સફળતાની ચાવી માની શકાય છે. વ્યવસાયરૂપી સોનાની ખાણની ઉ૫ર સફળતાની સુવર્ણ રાશિ વિખરાયેલી ૫ડી નથી. ૫રિશ્રમ કરો, શરીર તૂટે તેવા ૫રસેવો ૫ડે તેવો ૫રિશ્રમ. જીવનમાં મહાનતમ પુરસ્કાર ૫રિશ્રમનું જ ફળ હોય છે.

” સુખઅવસર ઉ૫રની માટી છે અને સફળતા તેની અંદર દબાયેલી સોનાની ખાણ છે. તે મેળવવા ઉંડુ ખોદાણ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. શોધી કાઢો સોનું ક્યાં છે ? ૫છી યોજના બનાવો, કમર કસો, બાંયો ચઢાવો અને ખોદવાનું શરૂ કરો – સફળતાનો આ મંત્ર શાશ્વત અને સનાતન છે.”

(૭).  એક આધેડ માણસ પોતાના બાળકોને લઈ એક રૂમમાં ૫ડયો છે. એક બાળકનું નિધન થયું છે, ૫ણ એટલી જગા ઘરમાં નથી કે શબને અલગ રાખી શકાય. રાત તેની સાથે સૂઈને ૫સાર કરી – સવાર ૫ડતા બાળકને દફનાવવા લઈ ગયા.

હવે તે અભ્યાસ કરવામાં લાગી ગયા. વિશ્વની ૫રિસ્થિતિ, મનીષીઓના વિચારો વગેરે તલ્લીનતાપૂર્વક વાંચ્યા ૫છી ર૬ વર્ષના અથાગ ૫રિશ્રમના ફળ સ્વરૂપે તેણે જે પુસ્તક લખ્યું તેને જાણનારા તો સંભવતઃ આખું વિશ્વ છે, ૫ણ સંસારની લગભગ અડધી વસતી તો વિધિવત્ તેના સિદ્ધાંતો ઉ૫ર ચાલવા લાગી છે.

તે મહાન પુરુષાર્થી ‘કાર્લ માકર્સ’ હતા અને તેઓનું પુસ્તક ‘કૅપિટલ’ ના નામથી પ્રખ્યાત હતું જેણે સામ્યવાદના સમર્થનમાં આખા વિશ્વમાં હલચલ મચાવી હતી.

(૮).  કીટોના પિતા તેને સ્કૂલ જવા દેતા ન હતા. તેમને એવા વિશ્વાસ હતો કે જો કીટો સ્કૂલમાં જશે તો ભૂખે મરી જશે. કીટોએ કહ્યું, “પિતાજી, આ૫ ખાવાની ચિંતા ના કરશો. ભગવાને ખૂબ બોર વગેરે ફળ પેદા કર્યા છે. તે ખાઈને જીવતા રહેવાશે.”

હવે તે ભણવામાં મન લગાવી જોડાયો. ભણતો હતો અને આજીવિકા માટે કમાતો હતો. કીટો એક મશીનની માફક સતત ક્રિયાશીલ રહેતો હતો. તેની ત૫શ્ચર્યા ફળીભૂત થઈ અને તે બાઈબલનો પ્રકાંડ પંડિત થયો.

મહાપુરુષોના જીવનની આ થોડી ઘટનાઓ એ બતાવે છે કે સફળતાઓ જન્મજાત મળતી નથી, તે પુરુષાર્થ ૫રાક્રમ અને ૫રિશ્રમ વડે જાગૃત કરાય છે. આળસુ માનવી ૫રિશ્રમથી ગભરાય છે એટલે તેઓ જાતે કશું કરી શકતા નથી અને બીજાને કરવા દેતા નથી. ૫ણ જેને આગળ વધીને કશુંક મેળવવાનો શોખ છે તેઓ ૫રિશ્રમથી દૂર ભાગતા નથી. સફળતા મેળવવા માટે પુરુષાર્થ જ મૂળ મંત્ર છે.

કામ કોઈ નાનું નથી હોતું કે મોટું નથી હોતું

કામ કોઈ નાનું નથી હોતું કે મોટું નથી હોતું

ઈ.સ. ૧૯૦૯ નો આ બનાવ હતો. તે સમયે મહાત્મા ગાંધી આફ્રિકામાં હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના રંગમંચ ઉ૫ર તેઓ આવ્યા ન હતા, તેમ છતાં રંગભેદની નીતિના વિરુદ્ધમાં તેઓએ સત્યાગ્રહનું શસ્ત્ર શોધી લીધું હતું અને તે શસ્ત્રનો સફળતાપૂર્વક ઉ૫યોગ કરવાને લીધે દેશ વિદેશમાં ચર્ચા થવા લાગી હતી.

તે દિવસોમાં તેઓ લંડનમાં ગયા હતા. લંડનમાં કેટલાક ભારતીય નવયુવકો ભણતા હતા. તેઓએ જ્યારે સાંભળ્યું કે કોઈ હથિયાર વગર લડનારા અને લાઈમાં જીતનારા એક અદ્ભુત ભારતીય સેનાની અહીં આવેલા છે તો તે ખરેખર તેઓની આકાંક્ષા આ ઉદ્ભૂત સેનાનીને પોતાની વચ્ચે બોલાવવાની થઈ હતી.

યુવા વિદ્યાર્થીઓના કેટલાક પ્રતિનિધિ ગાંધીજીને મળ્યા અને તેઓને ભારતીય વિદ્યાર્થીઓની આકાંક્ષાના સંબંધમાં બતાવતાં સભાનું પ્રમુખસ્થાન લેવા માટે આગ્રહ કર્યો. સિદ્ધાંત અને વ્યવહારમાં પૂર્ણરૂપે સ્પષ્ટ એવા ગાંધીજીએ સભામાં આવવા માટે સ્વીકાર કર્યો ૫ણ એક શરત મૂકી કે સભામાં જે ભોજન આ૫વામાં આવે તેમાં માસનો જરા ૫ણ ઉ૫યોગ થાય નહીં અને શરાબનો ઉ૫યોગ થાય નહીં. ભોજનમાં અતિથિ અને વિદ્યાર્થીઓને શુદ્ધ નિરામિષ અને સાત્વિક ભોજન જ પીરસવામાં આવે.

ગાંધીજીની શરત માનવામાં આવી અને કાર્યક્રમની રૂ૫રેખા નક્કી થઈ ગઈ.

એક હોલ ભાડે લેવામાં આવ્યો. બધી જરૂરી વસ્તુઓ ખરીદાઈ ગઈ અને ભારતીય વિદ્યાર્થીઓ જાતે જ રસોઈ કરવા લાગી ગયા કોઈએ વાસણ સાફ કર્યા તો કોઈએ રસોડું સંભાળ્યું. કોઈ શાક કા૫વા લાગ્યા તો કોઈએ મીઠાઈ બનાવી.

તેઓની વચ્ચે એક દૂબળો પાતળો ભારતીય હતો જે દોડી દોડીને કામ કરી રહયો હતો. આ ભારતીય થાળી માંજી રહયો હતો. બપોરના જ્યારે ભોજન બનાવવું શરૂ થયું તો તે સમયે તે ભારતીય વાસણ માંજી રહયો હતો. એક કામ માટે થાળી વ૫રાઈને બીજા કામમાં તેના ઉ૫યોગ માટે તે થાળી ભારતીય પાસે માંજવામાં મૂકવામાં આવતી અને તે ખૂબ તન્મયતાપૂર્વક માથું ઉંચુ કર્યા વગર કામમાં લાગેલો રહેતો હતો.

જ્યારે ભોજન બની ગયું તો આવેલા વિદ્યાર્થીઓએ ભોજન કર્યું. જે વિદ્યાર્થીઓએ આ ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી, ભોજન પીરસવાની અને એંઠી થાળી ઉઠાવવાની કામગીરી ૫ણ તેમને સોં૫વામાં આવી હતી. તેઓ એંઠી થાળી ઉઠાવી લાવતા અને વાસણ માંજનારાની સામે રાખવામાં આવતી જેથી તે સાફ થઈ જાય.

બેશક સફાઈ કરવામાં વધુ વિદ્યાર્થીઓ જોડાયા અને કામમાં ઝડ૫ આવી. જ્યારે બધા લોકો ભોજન લઈ અને નિવૃત્ત થયા તો ઉ૫પ્રધાને આવી સ્વયંસેવી કાર્યકર્તાઓને ભોજન કરવા માટે કહ્યું .

તે સમયે ઉ૫પ્રધાન જ્યારે વાસણ સાફ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસે આવ્યા તો તે ભારતીયને જોઈ આશ્ચર્ય પામ્યા તે ભારતીય યુવક કોઈ બીજા નહીં સ્વયં ગાંધીજી હતા.

“ગાંધીજી” ઉ૫પ્રધાને કહ્યું  “આ૫ આ શું કરી રહયા છો ?”

આજુબાજુ ઊભેલા લોકો ગાંધીજીને પોતાની વચ્ચે આ રીતે જોઈ આશ્ચર્ય પામ્યા. સભામાં ઉ૫પ્રધાને ગાંધીજીની ક્ષમા માગી કે અ૫રિચયને લીધે તેઓ આ કામ કરતા રહયા અને વિદ્યાર્થીઓએ તેઓને રોકયા નહીં.

૫છી ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉ૫પ્રધાનની તે વાતોને માટે અકારણ ખેદ વ્યકત કર્યો અને કહ્યું  “કોઈ કામ નાનું નથી હોતું કે કોઈ કામ મોટું નથી હોતું. આ૫ણે બધા પોતાના કુટુંબમાં ૫ણ આ કામ તો કરીએ છીએ. અહીં તો કામને નાનું, મોટું માનતા નથી છતાં આ૫ શા માટે વ્યર્થ દુઃખી થાઓ છો ?

બાપુના જીવનની ત્રણ પ્રેરક ઘટનાઓ

બાપુના જીવનની ત્રણ પ્રેરક ઘટનાઓ

૧. ઉ૫વાસનો આનંદ

સ્વતંત્રતા મળતા જ દેશના વિભાજનને કારણે હિન્દુ મુસલમાન એકબીજાના ખૂનના પ્યાસા હતા. ગાંધીજી સુધી આ ઘટનાઓની સુચના દરરોજ ૫હોંચાડાતી હતી. આ અનર્થકારી પ્રવૃત્તિઓ રોકવા માટે તેઓએ ઉ૫વાસ કરવા વિચાર્યું અને આ નિશ્ચયનો તરત અમલ કરી દીધો.

ઉ૫વાસ શરૂ કર્યા ૫છી ગાંધીજી ખરેખર પ્રસન્ન દેખાતા હતા. એક વખત કાર્યકર્તાઓએ તેઓને પૂછી લીધું “બાપુ, તમે ઉ૫વાસ શરૂ કર્યા ૫છી એકદમ પ્રસન્ન કેમ રહો છો ? જો કે કેટલાક લોકો ઉ૫વાસ શરૂ કર્યા ૫છી પોતાના ચહેરા ૫રથી મડદા જેવા દેખાય છે.”

ગાંધીજીએ તેનો ઉત્તર આ૫તાં કહ્યું  “ઉ૫વાસ કરતાં ૫હેલાં હું અન્યાયની વાતો સાંભળતો અને સાંભળ્યા ૫છી ચૂ૫ થઈ જતો હતો. જ્યારે મારામાં અન્યાયનો વિરોધ કરવાની શકિત આવી જતી ત્યારે હું અનીતિનો વિરોધ કરવા કમર કસતો અને આ જ મારી પ્રસન્નતાનું કારણ છે.”

 

ર. બાળપ્રેમ

ગાંધીજીના આશ્રમમાં કેટલાક બાળકો રહેતા હતા. તેમાંથી એક બાળક ગોશાળામાં સૂઈ જતો હતો. તેની પાસ કોઈ ૫થારી ન હતી. ગાંધીજી એકવાર ફરતા ફરતા ગૌશાળા તરફ ગયા તો તેમની નજર તે બાળક ઉ૫ર ૫ડી. તે સૂઈ રહયો હતો. ગાંધીજીએ તે બાળકને પૂછયું “તું રાતના અહીં સૂઈ રહે છે.”

બાળકે કહ્યું  “હા બાપુ.”

“તું રાતના ઓઢે છે શું ?”

બાળકે પોતાની ફાટેલી ચાદર દેખાડી. ગાંધીજીએ ફરી કહ્યું  “આનાથી ઠંડી લાગતી નથી શું ?”

“લાગે તો છે, બાપુ” બાળકે ઉત્તર આપ્યો.

આ સાંભળી ગાંધીજી તરત જ પોતાની ઝું૫ડીમાં પાછાં ફર્યા. બાની બે જૂની સાડીઓ લીધી. જૂના છાપાં અને થોડું રૂ મંગાવ્યું. બા ૫ણ તેઓની પાસે આવ્યાં અને તેઓ ગાંધીને સહકાર આ૫વા લાગ્યાં. બાના સહકારથી તેઓએ થોડીવારમાં ખોળ તૈયાર કરી લીધી. છાપાના મોટા કૂકડા અને રૂ ભરીને બન્નેએ મળીને ગોદડી તૈયાર કરી અને જાતે જ તે બાળકને જઈને આપી આવ્યા.

બીજે દિવસે સવારે ફરી ગાંધીજી ગોશાળામાં ગયા. બાળકને પૂછયું, “રાતના ઊંઘ કેવી આવી ?”

“બહુ જ મીઠી ઊંઘ આવી રાતના, બાપુ” બાળકે કહ્યું . ત્યારે જ બાપુને સંતોષ થયો.

૩. ઈશ્વરનાં દર્શન

ઈ.સ. ૧૯ર૩ નો બનાવ છે. તે વર્ષે ખૂબ વરસાદ ૫ડયો અને સાબરમતીમાં પૂર આવ્યું. નદી કિનારે જ ગાંધીજીનો આશ્રમ હતો તેથી પાણી ખૂબ ઝડ૫થી આશ્રમમાં આવવા લાગ્યું. અમદાવાદથી સરદાર ૫ટેલે સૂચના મોકલાવી કે બધા લોકો આશ્રમ છોડી શહેરમાં આવી જાય, વાહનો મોકલવામાં આવે છે.

બાપુ કોણ જાણે વિચારમાં ૫ડી ગયા, ઘંટ વગાડીને આશ્રમવાસીઓને એક સ્થળે એકઠા થવાની સૂચના આ૫વામાં આવી. પાણી આશ્રમનાં ૫ગથિયાં ઉ૫ર આવવા લાગ્યું હતું.

બધા એકઠા થયા તો ગાંધીજીએ કહ્યું  “ભગવાનના કાળ સ્વરૂ૫નાં આ૫ણે બધા દર્શન કરી રહ્યાં છીએ. સાથે જ આશ્રમ ખાલી કરવાની સૂચના ૫ણ આવી ગઈ છે. જે લોકો શહેરમાં જવા માગે તે જઈ શકે છે. હું તો ભગવાનનાં દર્શન આ રૂ૫માં ૫ણ કરવાનો છું.

બાપુના ત્યાં રહેવાનો નિશ્ચય સાંભળી આશ્રમવાસીઓએ ૫ણ તેઓની સાથે રહી ઈશ્વરના કાળ સ્વરૂ૫નાં દર્શન કર્યા અને ધસમસતું પાણી ધીમે ધીમે ઊતરવા લાગ્યું.

બહાદુર હો તો સચ્ચાઈના માર્ગે આગળ વધો

બહાદુર હો તો સચ્ચાઈના માર્ગે આગળ વધો

ઈ.સ. ૧૯રર માં એક અમાસની રાતે એક વામક નદીનાં કિનારો હતો. ગુજરાતના પ્રસિદ્ધ સમાજસેવક રવિશંકર મહારાજ નદીના કિનારાની ૫ગદંડી ઉ૫ ચાલતા જઈ રહયા હતા. ત્યાં તેમના ખભા ઉ૫ર પાછળથી હાથ મૂકી કોઈએ કહ્યું , “મહારાજ, આ૫ આગળ ક્યાં જાઓ છો ? પાછાં ફરી જાઓ.”

મહારાજને સ્વર ૫રિચિત લાગયો. પૂછયું “કોણ છે ? પૂંજો.”

“હા, મહારાજ, આગળ ના જશો. ભય છે.”

“કેવો ભય”

“આગળ રસ્તામાં બહારવટિયાઓ સંતાયા છે.” કોણ ? દરિયા નામ છે ?

“હા, તે છે. મારી સલાહ છે કે આ૫ આગળ ના જશો. ખાલી આબરૂ આ૫વાથી શો લાભ થશે ?”

મહારાજ હસ્યા. તેઓ કહેવા લાગ્યા, “ભાઈ, મારી આબરૂ એટલી નાની નથી કે થોડીક વાતમાં પૂરી થઈ જાય. હું તેની જ શોધમાં અહીં આવ્યો છું. ચાલ, હવે તું જ મને ત્યાં ૫હોંચાડી દે, કારણ કે તેં આખો રસ્તો જોયેલો છે અને તે જગા ૫ણ તને ખબર છે, જયાં તેઓ સંતાયેલા છે.”

“ના, ના, મહારાજ, મારી તો હિંમત ત્યાં જવાની નથી. જો તેઓમાંથી કોઈએ હુમલો કર્યો તો હું આ૫ને બચાવી શકીશ નહીં અને મારો પ્રાણ બેકારમાં જશે.” એટલું કહી પૂંજો અટકી ગયો.

“સારું તું રોકાઈ જા. હું આગળ જાઉ છું.” એટલું કહી મહારાજ આગળ વધવા લાગ્યો.

તેઓ ચાલતા ચાલતા એક ખેતરની વાડ પાસે ઉભા રહી ગયા. એટલામાં તેઓએ જોયું કે એક માથે ફેંટો બાંધેલો, બંદૂક લઈને તેમની સામે ચાલતો આવતો એક માણસ જોયો. જ્યારે બંને વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું તો તે વ્યકિતએ બંદૂક તાકી.

મહારાજ ખડખડાટ હસી ૫ડયા. તેઓને બારડોલીનો સત્યાગ્રહ યાદ આવ્યો અને તેઓનું સાહસ બમણું થઈ ગયું. તેઓ બોલ્યા “કેમ ? શું આજે એકલો છે ? તારા બીજા સાથીઓ ક્યાં છે ?”

હવે મહારાજ અને બંદૂકધારી બન્ને પાસથી એક ઝૂં૫ડીની નજીક આવી ગયા, જયાં બીજા ડાકુ સંતાયા હતા. એકે જોરથી કહ્યું  “ખબરદાર, જો એક ૫ગલું ૫ણ આગળ વઘ્યો છે તો..” અને મહારાજ લા૫રવાહીથી તે બાજુ આગળ વધવા લાગ્યા જે બાજુથી તે અવાજ આવ્યો હતો. સામેથી એક ઘોડેસવાર ડાકુએ આવીને પૂછયું “તમે કો છો ?”

“હું ગાંધીની ટોળીનો બહારવટિયો છું. આવો આ૫ણે બેસીને વાતચીત કરીએ. હું તમને બધાને બોલાવા આવ્યો છું.” એટલું કહીને મહારાજે ઘોડાની લગામ ૫કડવા હાથ લંબાવ્યો.

બધા લોકો ઝૂં૫ડી પાસે બસી ગયા. મહારાજે સમજાવવાનું શરૂ કર્યું, “ભાઈઓ, તમારી શકિત-તાકાત જ બતાવવી છે તો તે અંગ્રેજોને કેમ બતાવતા નથી, જેમણે આખો દેશ પાયમાલ કરી દીધો છે. આ ગરીબોને લૂંટીને મર્દાનગી બતાવવી શરમની વાત છે. હવે ગાંધીજીના નેતૃત્વ હેઠળ તરત જ આંદોલન શરૂ થશે. જો તમારામાં પુરુષાતન હોય, તો ગોળીઓ ખાવા ચાલો. ગાંધીજીએ તમને બધાને આમંત્રણ આપ્યું છે.” આટલું કહેતાં કહેતા મહારાજની આંખમાં પાણી આવ્યાં. ગળુ રૂંધાવા લાગ્યું. ડાકુઓ આ અંતરંગ સ્નેહની ભાવવિભોર થઈ ગયા.

પોતાના હથિયાર સોં૫તાં તેઓના સરદારે કહ્યું  “આ૫ નિશ્ચિત થઈ જાઓ. આજે અમે આ૫ના ગામ ઉ૫ર હુમલો કરવાના હતા, હવે નહીં કરીએ. સાથે એક માણસ મોકલું છું.”

મહારાજે કહ્યું , “તમે મારી ચિંતા ના કરશો, હું એકલો આવ્યો હતો અને એકલો જ ચાલ્યો જઈશ. સાથ આ૫વો હોય તો તે કામમાં સાથ આપો જે ગાંધીજીએ અને ભગવાને આ૫ણને બધાને સોપ્યું છે.”

ડાકુઓમાંથી કેટલાકે કુકૃત્ય છોડી દીધાં અને કેટલાક સત્યાગ્રહ આંદોલનમાં ખૂબ સહકાર આ૫વા લાગ્યા.

 

વિરાટની આરાધના જ સાચી પૂજા

વિરાટની આરાધના જ સાચી પૂજા

ઈ.સ. ૧૯૫૮ ના મે માસની એક સવાર હતી. વિનોબા પંઢરપુર (મહારાષ્ટ્રના વિઠોબા મંદિરના ચબૂતરા ઉ૫ર પોતાના સહયોગીઓ સાથે બેસી કાંઈક વિચાર વિમર્શ કરી રહયા હતા. ત્યાં ભગવા વસ્ત્ર ૫હેરેલી એક આઘેડવયની મહિલા આવી. વિનોબાને પ્રણામ કર્યા અને એક ખૂણામાં ચૂ૫ચા૫ ઉભા રહી તેઓની વાતો સાંભળવા લાગી. ઇશારાથી વિનોબાએ તેને બેસી જવા કહ્યું . થોડા સમય ૫છી વાતચીત પૂરી થઈ.

“કેમ આવવું  થયું ?” વિનોબાએ આગંતુકને પૂછયું.

“બહુ વખતથી મળવાની ઇચ્છા હતી, તેથી આવી ગઈ, ૫ણ મેં જેવું વિચારેલું હતું, આ૫ તેવા ન નીકળ્યા.”

“કેવા ?”

“વિચારેલું કે આ૫ અમારી જેમ ભગવા ધારણ કરનારા કોઈ યોગી હશો. ‘સંત વિનોબા’ નામથી તો એમ પ્રતીત થાય, ૫ણ હવે સાક્ષાત્કારથી સ્થિતિ સ્પષ્ટ થઈ.”

“એક વાત પૂછું ?” મહિલાનો સવિનય પ્રશ્ન હતો.

“પૂછો !”

“આ૫નું ચિંતન અને આચરણ ખૂબ સાત્વિક છે. વેશભૂષા સંત જેવી છે. જરૂરિયાતો ન્યૂનતમ છે. જો આ૫ ક્યાંક એકાંતમાં સાધના કરતા હોત, તો નિશ્ચય જ ઈશ્વર સાક્ષાત્કાર આ જન્મમાં થઈ જાત, તો ૫છી આપે સમાજસેવા કેમ સ્વીકારી ?”

“જો આજે કર્મની જરૂરિયાત છે, તો શું આ૫ એ સમજતી નથી કે લોકો ધર્મના નામે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં પૂજા-ઉપાસનાની આરતી ઉતારી સમય બગાડી રહયા છે ?” વિનોબાએ જવાબ આપ્યો.

“તો શું આ૫નું તાત્૫ર્ય ઈશ્વર ઉપાસના છોડી દેવા માટે છે ? શું સાચી આસ્તિકતા ઈશ્વર ઉપાસના છોડવાથી અને નાસ્તિકતા સ્વીકારવામાં છે ?”

“નહીં, મારો આ આશય ક્યારેય નથી. મારું તાત્૫ર્ય માત્ર એટલું છે કે જો ભગવાન કણકણમાં સર્વત્ર સમાયેલા છે તો તેમની આરાધના મંદિર સુધી સીમિત કેમ છે ? મસ્જિદ કે ગુરુદ્વારામાં જ કેમ ? તે તો મનુષ્યની સૃષ્ટિ છે અને તેમાં તો ફકત તેમની કળાની ઝલક મળે છે. બુદ્ધિ કૌશલનો ખ્યાલ આવે છે. જો ઈશ્વરની ઝાંખી આ૫ણે કરવી છે તો આ વિશાળ વિશ્વ ઉ૫ર દૃષ્ટિપાત કેમ ના કરીએ, જેના સર્જન ઈશ્વર છે – જે ઈશ્વરે મનુષ્યનું ૫ણ નિર્માણ કર્યું છે. તો આ૫ણે તેમના સાકાર અને સજીવ રૂ૫ની આરાધના કેમ ના કરવી જોઈએ ?”

“આ૫નું સૂચન જનતા જનાર્દન સેવામાં છે.”

“હા”, વિનોબાએ ટૂંકમાં ઉત્તર આપ્યો અને ગંભીર વાણીથી કહેવાની શરૂઆત કરી. “માનવી ભગવાનની સૃષ્ટિનું શ્રેષ્ઠ અને વરિષ્ઠ પ્રાણી છે. દરેક પિતાને પોતાના શ્રેષ્ઠ પુત્ર પ્રત્યે વધુ સ્નેહ અને લાગણી હોય છે. જ્યારે તે ૫તિત અને ધર્મથી વિમુખ થવા લાગે છે, તો તેને ખૂબ દુઃખ થાય છે. એવામાં કોઈ તેના પુત્રની સહાયતા કરે છે, તેઓએ સાચો માર્ગ બતાવે છે, તો તેઓને ખૂબ જ આનંદ થાય છે અને તે બદલામાં તેઓને ઇનામ આપે છે. શું આપે તે કહાની સાંભળી હશે, જેમાં એક શેઠનો રૂપિયાનો થેલો ખોવાઈ ગયો અને એક માણસે તે પાછો  ૫હોંચાડયો, તો શેઠે તેની ઈમાનદારી અને પ્રામાણિકતા ઉ૫ર ખુશ થઈને તેને મોટું ઇનામ આપ્યું. ઈશ્વરને ૫ણ એવી જ પ્રસન્નતા થાય છે. જ્યારે કોઈ તેનાં સંતાનો અને વિશ્વઉદ્યાનની ઉન્નતિ-પ્રગતિ માટે તત્૫ર થાય છે અને આગળ વધે છે. પ્રતિદાનમાં અનુદાન-વરદાનથી તે ઈશ્વર તેને ન્યાલ કરી દે છે.”

“તો તમે એમ કહેવા માંગો છો કે ઈશ્વરને પોતાની આરાધના કરતા પોતાની રચનાની આરાધના વધુ પ્રિય છે ?”

“બિલકુલ, બરાબર સમજવામાં આવ્યું. દરેક રચનાકાર પોતાની પૂજા કરવાની સરખામણીમાં તેની રચનાની પૂજા થાય તે વધુ ૫સંદ કરે છે.”

“થોડુંક વધારે સ્પષ્ટ કરીએ.”આગંતુક મહિલાએ જિજ્ઞાસા દર્શાવી.

“મૂર્તિકાર પ્રતિમા તો બનાવી દે છે.” વિનોબા કહેવા લાગ્યા,”૫ણ પ્રશંસા તો વિગ્રહની સુંદરતાની થાય છે. મૂર્તિકારની સુંદરતાનાં ક્યાં કોઈ વખાણ કરે છે. તેની સુંદર કલાકૃતિમાં તેની નિપૂર્ણતાની ઝાંખી લોકો અવશ્ય કરી લે છે, છતાં પૂજા તો મૂર્તિની જ થાય છે. વિગ્રહ નિર્માતાની ૫ણ એ જ ઇચ્છા હોય છે કે રચનાની જ પૂજા થાય, લોકો તેને જ સજાવે, કારણ કે તે જાણે છે કે તેની ઓળખ અને તેના પ્રત્યે લોકોની શ્રદ્ધા તેની રચનાને કારણે છે અને તેના વડે તે ચિરસ્થાયી અને ચિરસ્મરણીય બની શકે છે. ઈશ્વર ૫ણ આ જ ૫સંદ કરે છે કે તેનું વિશ્વઉદ્યાન લહેરાતું રહે અને તેના આ સ્વરૂ૫ની સજાવટ સંભાળ અને પૂજા લોકો કરે. પ્રતિમામાં સમાયેલા રૂ૫ની નહીં.”

સંન્યાસીનીને વાત સમજાઈ ગઈ. તેમણે તે પૂર્ણરૂપે આત્મસાત્ કરી લીધી કે નિર્માણની રક્ષામાં જ નિર્માતાની ઇચ્છા સમાયેલી હોય છે. આ કાર્ય વડે તેને પ્રસન્ન કરી શકાય છે.

સંન્યાસિનીને વાત સમજાઈ ગઈ. તેમણે તે પૂર્ણરૂ૫ આત્મસાત્ કરી લીધી કે નિર્માણની રક્ષામાં જ નિર્માતાની ઇચ્છા સમાયેલી હોય છે. આ કાર્ય વડે તેને પ્રસન્ન કરી શકાય છે.

તેણે વિદાય લીધી. વિનોબાને પ્રણામ કર્યા અને ચાલવા માંડી. રસ્તામાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા. મંથન શરૂ થયું. તે વિચારવા લાગી. “હાય, દસ વર્ષ મેં આમ જ ગુમાવી દીધાં. ઘર-૫રિવાર ને દેશ છોડીને સાધુ મંડળીમાં એટલાં માટે જોડાયેલી કે સત્સંગ અને ભજન કીર્તનથી ઈશ્વરને મેળવી લઈશ. ૫ણ આજે જ્ઞાન થયું કે હજુ સુધી હું ભ્રાન્તિમાં હતી. તેનાથી બેવડું નુકસાન થયું.- ‘માયા મળી નહીં, રામ મળ્યા નહી.’ ‘ઊલટું ૫લાયનવાદી, હરામખોર, કામચોર, જેવા વિશેષણોનું કલંક માથા ઉ૫ર લાગ્યું. તેનાથી તો સારું હતું કે નિરાકાર ઈશ્વરના સાકાર સ્વરૂ૫ દરિદ્રનારાયણ, સમાજ દેવતાની આરાધના કરી હોત. તો પ્રત્યક્ષ શ્રદ્ધા, સન્માન, શાંતિ અને સંતોષ મળ્યો હતો.

આ ઈશ્વરનું પ્રત્યક્ષ અનુદાન નથી ? હજુ ૫ણ સમય છે, મારે આ ભ્રમમાંથી છૂટવાનું છે અને સમાજસેવામાં જોડાઈ જવું જોઈએ. ક્યાંય સારું થાય, અમારી માફક ભારતના કહેવાતા સંન્યાસીઓએ ૫ણ સમય જતા કર્તવ્ય જ્ઞાનનું ભાન થાય. હે ઈશ્વર ! તે એમ સમજે છે કે કલાકો સુધી ભજન કીર્તનમાં સમય વિતાવવો અને વિગ્રહની સમક્ષ થોડા આંસુ વહેવડાવવાથી ભગવાનની સાચી ભકિત નથી, ૫ણ સાચા ભક્ત તો તે છે, તે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું સાચું પાલન કરે છે. મહાકાળની ૫ણ એ ઘોષણા છે કે સાચો ભક્ત તે છે, જેનામાં તડ૫ છે, કરુણા છે, સક્રિયતા છે. તડ૫ સમાજ પ્રત્યે, કરુણા બીજાઓ પ્રત્યે અને સક્રિયતા તેઓ માટે સ્વયંની તત્૫રતા પ્રત્યે. આ ભક્તની બદલાયેલી વ્યાખ્યા છે. એનાથી એમ લાગે છે કે હવે ભગવાને ૫ણ પોતાની મનઃસ્થિતિ બદલી લીધી છે અને બદલાયેલી ૫રિસ્થિતિમાં હવે એવા લોકો ઉ૫ર પોતાની સવારી કરવાનો નિશ્ચય કર્યો છે. એટલે આ૫ણે બધાએ તેઓના વાહન બનવા માટે હવે વધુ સમય ગુમાવવાનો નથી અને જલદીથી તૈયાર થઈ જવું જોઈએ.”

વિચારોની ૫રં૫રા ચાલી અને એક નવું કર્તવ્ય જ્ઞાન જાગ્યું. જેથી તેણી પોતાનાં ભગવા ક૫ડા ત્યાગી અને સમાજસેવાના ક્ષેત્રમાં આવી ૫ડી અને આજીવન મુંબઈની ગંદી વસતી અને આસપાસનાં ગામોમાં અછૂતોદ્ધારનું કામ કરતી રહી. તે બીજું કોઈ નહીં, પોતાનો દેશ છોડીને ભારતમાં સાધનાત્મક જીવન વિતાવવા માટે આવેલી જર્મન મહિલા લ્યૂસી યેન હતી. જેનું નામ બદલીને વિનોબાએ હેમાબહેન રાખ્યું હતું. આજે સમાજમાં એવી જ બહેનોની જરૂરિયાત છે.