ક્ષુદ્રતા અ૫નાવવાથી નુકસાન જ નુકસાન છે.
હિમ્મત ન હારો
|
ક્ષુદ્રતા અ૫નાવવાથી નુકસાન જ નુકસાન છે.
-પોતા૫ણા- ને નાનું કરતા કરતા ક્ષુદ્રતા એટલી વધી જાય છે કે માત્ર વિલાસ સુધી જ મનુષ્યની સત્તા સીમાબદ્ધ રહી જાય છે, માત્ર એટલાં જ માટે તે પોતાના પેટને, ઇન્દ્રિયોને, સ્વાસ્થ્ય તથા દીર્ઘજીવન સુદ્ધાંના તોડીને મૂકી દે છે. ક્ષુદ્રતા ગ્રસ્ત વિચારોની ભરમારથી મસ્તિષ્ક સ્મશાનની જેમ મનોવિકારોની બળતી ચિંતાઓથી ભરાયેલું રહે છે. આનંદ અને ઉલ્લાસના ભાવ ભર્યા પુષ્પો જે ઉદ્યાનમાં ખીલી રહી શકતા હતાં અને આસપાસના વાતાવરણને સુરમ્ય બનાવી રાખી શકતા હતા, તે નંદન વનમાં પાનખરની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ક્ષુદ્રતાનો હિમ૫મનોવિકારોની બળતી ચિંતાઓથી ભરાયેલું રહે છે. આનંદ અને ઉલ્લાસના ભાવ ભર્યા પુષ્પો જે ઉદ્યાનમાં ખીલી રહી શકતા હતાં અને આસપાસના વાતાવરણને સુરમ્ય બનાવી રાખી શકતા હતા, તે નંદન વનમાં પાનખરની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ક્ષુદ્રતાનો હિમપાત જ મુખ્ય કારણ હોય છે.
ક્ષુદ્રતા નથી ૫ત્નીને વિકસિત થવા દેતી, નથી બાળકોને સુસંસ્કૃત થવા દેતી. વયોવૃદ્ધોને સન્માન આ૫ઘામાં અને તેમનો પ્રેમ પામવામાં નથી વસ્તુઓ ઓછી ૫આતી, નથી અવકાશની ખોટ રહેતી. છીછરા અને ઉપેક્ષા ભર્યા વર્તાવને કારણે જ નાના અને મોટા વચ્ચે ખાઈ બની રહે છે. વયસ્કોમાં ૫રસ્૫ર સદભાવ અને સહયોગ બની શકતો નથી અને વધી શકતો નથી. ૫રિવારની આ વિ૫ન્ન સ્થિતિમાં મુખ્ય કારણ ક્ષુદ્રતાનું વધી ગયેલું સ્વરૂ૫ જ જોવા મળે છે.
દરેક વ્યકિત પોતાના સં૫ર્ક ક્ષેત્રમાં સન્માન અને વિશ્વાસનું પાત્ર બનીને ભાવ ભર્યો સહયોગ પ્રાપ્ત કરી શકે છે. ઉદાર મન વાળા લોકો માટે આ આખો સંસાર ઉદાર છે.
-અખંડ જ્યોતિ, ડિસેમ્બર-૧૯૭૬, પૃ. ૧ |
તમે સુખદુ:ખની આધીનતા છોડી દઈને તેની ઉપર તમારું સ્વામીત્વ સ્થાપો અને તેમાંથી જે કાંઈ ઉત્તમ પ્રાપ્ત થાય તેને પામીને તમારા જીવનને ઉન્નત બનાવવું એ જ મનુષ્યનું કર્તવ્ય છે એટલા માટે તમે પણ ઉચિત સમજો તેઓ રાહ પકડીને આ કર્તવ્ય નિભાવો.
ચિંતાથી મુક્તિ પામવાનો સર્વોત્તમ ઉપાય દુ:ખોને ભૂલવામાં જ છે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો