યુગ સંસ્કાર પદ્ધતિ | Yug Sanskar Paddhati

યુગ સંસ્કાર પદ્ધતિ

પ્રસ્તાવના

પરમ પૂજ્ય ગુરૂદેવે નવસર્જન અભિયાનને ગતિશીલ બનાવવા, ઉજ્જ્વળ ભવિષ્યની સંરચના કરવા માટે, સુસંસ્કારી વ્યક્તિઓના નિર્માણ અને વિકાસ કરવાની અનિવાર્ય આવશ્યકતા અનેક વાર દર્શાવી છે. વ્યકિતત્વ નિર્માણના કાર્યમાં ધર્મતંત્ર દ્વારા લોકશિક્ષણના અંતર્ગત આવતી સંસ્કાર પ્રક્રિયા અસાધારણ મહત્વ ધરાવે છે. આ અભિયાનને વેગવંતુ બનાવવાનાં સૂત્રો અંગે ચર્ચા કરતાં પૂજ્ય ગુરૂદેવે કહ્યું હતું –

આવતા ચરણમાં સમાજની અંદર સંસ્કાર અભિયાન વધુ ઝડપથી ચાલશે. સમાજની આવશ્યકતા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં સંસ્કાર સંપન્ન કરાવનારા પુરોહિતોની જરૂર પડશે. દૈવી ચેતનાના પ્રભાવથી વિપુલ સંખ્યામાં પ્રતિભા સંપન્નોમાં એવી ભાવનાઓ અને ઉમંગો જાગશે કે જે એમને ઓછા – વત્તા પ્રમાણમાં પુરોહિતોનું ગૌરવશાળી કાર્ય કરવા માટે બાધ્ય કરશે. તેઓ સાંસારિક વ્યસ્તતા, લોભ – મોહથી દૂર રહીને પોતાનો સમય અને શ્રમ આ કાર્યમાં લગાડશે, પરંતુ સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન ન હોવાથી એમને પ્રચલિત પદ્ધતિથી કર્મકાંડ કરાવવામાં મુશ્કેલી પડશે. આ મુશ્કેલીને દૂર કરવા ઉત્પન્ન થનારી માંગને અનુરૂપ મોટી સંખ્યામાં સેવાભાવી પુરોહિતોને તૈયાર કરી શકાશે. ”

ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિ માટે એમણે કર્મકાંડ માટે શ્લોકપ્રેરક મંત્રોના સ્થાને સૂત્ર મંત્રોના પ્રયોગની વિધિ ફરીથી વિકસિત કરી છે. પ્રાચીન કાળમાં સૂત્ર પદ્ધતિ અત્યંત લોકપ્રિય થઈ પડી હતી. કાળાન્તરે સમયના પ્રભાવે શ્લોક પદ્ધતિ પ્રચલિત થઈ ગઈ. હવે યુગની આવશ્યકતાને અનુરૂપ ફરીથી સૂત્ર પદ્ધતિને સ્થાપિત કરવાનું આવશ્યક બની ગયું છે. એટલે જ પૂજ્ય ગુરૂદેવે આગલાં ચરણ રૂપે દીપ-યજ્ઞ તથા સંસ્કારો માટે સૂત્ર પદ્ધતિને વિકસિત કરીને આપી છે

અસામાન્ય લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂકી છે. હવે વિવાહ, અંત્યેષ્ટિ અને મરણોત્તર ( શ્રાદ્ધ ) સંસ્કારો સિવાય અન્ય સર્વ સંસ્કારોને, સૂત્ર મંત્રોને પ્રાધાન્ય આપીને સંક્ષેપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આવશ્યકતા અનુસાર ઉચિત સ્થાનોએ સુગમ શ્લોકોનો પ્રયોગ પણ વિવેકપૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. પ્રયોજાયેલા શ્લોકો પણ અત્યંત લોકપ્રિય અને સુગમ છે. માટે સંસ્કૃત ન જાણનારા સુશિક્ષિત પરિજનો પણ એમને થોડાઘણા મહાવરાથી સફળતાપૂર્વક પ્રયોજી શકશે.

અત્યારે એમાં સામાન્ય પ્રકરણ તથા સંસ્કારો સાથે સંબંધિત પ્રેરણાઓ – ટિપ્પણીઓ સાંકળવામાં આવી નથી. એ આપણી પૂર્વ પ્રચલિત કર્મકાંડની પુસ્તિકાઓમાં જ છે અને પરિજનો એમનો ઉપયોગ કરે જ છે. માટે પ્રારંભમાં માત્ર વિશિષ્ટ કર્મકાંડ, આવશ્યક કાર્ય નિર્દેશો અને સૂત્ર મંત્રો સંક્ષેપમાં આપવામાં આવ્યા છે. થોડા સમય પછી યુગ યજ્ઞ પદ્ધતિની જેમ જ સામાન્ય પ્રકરણ અને ટિપ્પણીઓ સહિત યુગ સંસ્કાર પદ્ધતિ છાપવામાં આવશે.

ક્રમ વ્યવસ્થા : –

કોઇપણ સંસ્કાર કરાવવા માટે સમય અને પરિસ્થિતિને અનુરૂપ યજ્ઞ અથવા દીપયજ્ઞની સાથે આ સંસ્કાર કરાવી શકાય છે. પ્રારંભમાં અનુક્રમે : મંગલાચરણ, ષટ્કર્મ, તિલક અને રક્ષા સૂત્ર ( સૂત્ર બંધન ) પછી કળશ પૂજન, દેવપૂજન, સ્વસ્તિવાચન વગેરે કર્મકાંડ કરાવવા. ત્યાર પછી સંસ્કારનાં વિશેષ કર્મકાંડો કરાવવા. પ્રત્યેક ક્રિયા સાથે સંકળાયેલા સૂત્રો ગુજરાતીમાં સમજાવીને સંસ્કૃતમાં બોલવા, જે તે ક્રિયા સાથે નિર્ધારિત મંત્રો બોલવા. ત્યાર પછી અગ્નિસ્થાપન કરાવીને યજ્ઞ અથવા દીપયજ્ઞની આહુતિઓ આપવી. ગાયત્રી મંત્રની આહુતિઓ પછી પાંચ આહુતિઓ મહામૃત્યુંજય મંત્રની આપવી.

પૂર્ણાહુતિ પહેલાં સંસ્કાર વિશેષનો સંકલ્પ કરાવવો. પ્રત્યેક સંસ્કાર સાથે જોડાયેલ જવાબદારીઓને પૂર્ણ કરવાનું વ્રત યજમાન પરિવારના પરિજનો લઇ શકે એવી વ્યવસ્થા સંકલ્પ ક્રમમાં કરવામાં આવી છે. સંકલ્પ બોલાવીને પૂર્ણાહુતિ સંપન્ન કરાવવી. સંકલ્પોને ધારણ કર્યા વગર સંસ્કારની પ્રેરણાઓને જીવનમાં અપનાવ્યા વગર સંસ્કાર પૂર્ણ થતા નથી. માટે પૂર્ણાહુતિ તો સંકલ્પમય જ હોવી જોઈએ.

જો દીપયજ્ઞ હોય, તો સંકલ્પના અક્ષત, પુષ્પ દીપના પૂજાસ્થાન પર અર્પિત કરાવવા જો યજ્ઞ હોય તો સંકલ્પ કરાવીને એ જવાબદારીના બોધ સાથે પૂર્ણાહુતિ કરાવવી. બધા સંસ્કારોમાં આ જ પ્રકારનો ક્રમ રાખવો.

આ વિધીનો પ્રયોગ શાંતિકુંજનાં શપથ સમારોહની સાથે શરૂ કરી દેવાયો છે. સુત્રો બોલાવવાથી સંસ્કાર કરાવનારાના અંતરમાં અધિક ઉમંગો ઉદ્ભવે છે અને સિદ્ધાંતોને સમજવા યાદ રાખવામાં સુગમતા રહે છે. અમને વિશ્વાસ છે કે ગુરૂકૃપાથી સંસ્કાર મહોત્સવોમાં પ્રયુક્ત થઈને આ વિધી સંસ્કાર ક્રાંતિના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધ થશે

-બ્રહ્મવર્ચસ

પુષ્પ પુંસવન સંસ્કાર

( ૧ ) ઔષધિ અવધ્રાણ ( સુંઘવી ) : –

ગર્ભવતીએ બંને હાથમાં ઔષધિનું પાત્ર લઈને નીચે આપેલ સૂત્રોનો ભાવ સમજીને ઇષ્ટનું ધ્યાન ધરીને એમનું ઉચ્ચારણ કરવું.

સૂત્ર :

( ક ) ૐ દિવ્ય ચેતનાં સવાત્મીકં કરોમિ.

( અમે દિવ્ય ચેતનાને આત્મસાત્ કરીએ છીએ. )

 ( ખ ) ૐ ભૂયો ભૂયો વિધાસ્યામિ.

( આ ક્રમ ભવિષ્યમાં પણ ટકાવી રાખીશું. )

ગર્ભવતી ઔષધિને સુંધે એ વખતે નીચેનો મંત્ર બોલવો.

મંત્ર :  વિશ્વાનિ દેવસવિતર્દુરિતાનિ પરાસુવા | યદ્ ભદ્રેં તન્નડઆસુવા  |

( ૨ ) ગર્ભપૂજન :

ઘરની વયોવૃદ્ધ સ્ત્રી અથવા ગર્ભવતીનો પતિ લઈને સૂત્ર બોલે

સૂત્ર : ૐ સુસંસ્કારાય યત્ન કરિષ્યે, ( નવાગંતુકને સમુન્નત અને સુસંસ્કૃત બનાવીશું.)

સૂત્ર પુરૂં થતાં ગાયત્રી મંત્ર બોલીને એ ચોખા પુષ્પ ગર્ભવતીના હાથમાં આપવામાં આવે. તેણે પોતાના ઉદરને સ્પર્શ કરાવી પૂજાની વેદી પર અર્પિત કરવાં.

( ૩ ) આશ્વાત્સના :

પતિએ પત્નીના ખભા પર જમણો હાથ રાખવો.

બધા જ પરિજનોએ એ તરફ હાથ ઉઠાવવો, તેઓને નીચેનું સૂત્ર બોલાવવું.

સૂત્ર : ( ક ) ૐ સ્વસ્થાં પ્રસન્નાં કર્યું યતિષ્યે.

( ગર્ભવતીને સ્વસ્થ અને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરીશું. )

( ખ ) ૐ મનોમાલિન્યં નો જનયિષ્યામિ.

( કુટુંબમાં કલહ કે મનદુ:ખ થવા નહિ દઈએ. )

( ગ ) ૐ સ્વાચરણં અનુકરણીયં વિધાસ્યામિ.

( પોતાનું આચરણ, વર્તન અનુકરણીય બનાવીશું. )

સૂત્ર પુરૂં થતાં આચાર્ય એ બધા પર ચોખા પુષ્પની વૃષ્ટિ કરતાં નીચેનો મંત્ર બોલે

મંત્ર – ૐ સ્વસ્તિ ! ૐ સ્વસ્તિ !! # સ્વસ્તિ !!!

અહીં દીપયજ્ઞની પ્રક્રિયા સાંકળી લેવી.

( ૪ ) ચરુ ધન : – ગર્ભવતીએ બંને હાથમાં ખીરનું પાત્ર પકડવું. મંત્ર બોલ્યા પછી માથે અડાડીને એને રાખી લેવું. ત્યાર પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરવું,

મંત્ર : ૐ પય: પૃથિવ્યાં ૫યડઓષધીયુ પયો દિવ્યન્તરિક્ષે પયોધા : | પયસ્વતી : પ્રદિશ\: સન્તુ મહ્યમ્ ||  

( ૫ ) સંક૯૫ અને પૂર્ણાહુતિ : –

કુટુંબના મુખ્ય પરિજનોએ હાથમાં ચોખા, પુષ્પ જળ લઈને સંકલ્પ સૂત્ર દોહરાવતાં પૂર્ણાહુતિનો ક્રમ સંપન્ન કરવો.

સંકલ્પ મંત્ર : અઘ: …  ગોત્રોત્પન: …  નામાહમ્ … પુસંવન સંસ્કાર સિદ્ધયર્થ દેવાનાં તુષ્ટ્ યર્થં  ચ દેવદક્ષિણા- અંતર્ગત

( ૧ ) ૐ દિવ્યચેતનાં સ્વાત્મીયં કરિષ્યે.

( ૨ ) ૐ સુસંસ્કારાય યત્નં કરિષ્યે.

( ૩ ) ૐ સ્વસ્થાં પ્રસન્નાં કર્તું યતિષ્યે.

( ૪ ) ૐ મનોમાલિન્યં નોજનયિષ્યામિ,

( ૫ ) ૐ સ્વાચરણં અનુકરણીયં વિધાસ્યામિ.

ઈત્યેતાન્  વ્રતાન્  ધારણાર્થ, સંકલ્પં અહં કરિષ્યે.

હાથમાં રાખેલ ચોખા પુષ્પને પૂર્ણાહુતિ મંત્ર બોલીને દીપકની થાળીમાં એક બાજુ ચડાવી દેવા. ( બાકી આરતી વગેરેનો કમ સમય અનુસાર સંક્ષિપ્ત કે વિસ્તૃત રૂપમાં સંપન્ન કરી લેવો. )

નામકરણ સંસ્કાર

( ૧ ) મેખલા બંધન : માતા કે પિતાએ પોતાના હાથમાં મેખલા ( બનાવેલ કંદોરો કે નાડાછડી ) લઈને સૂત્ર બોલવું –

સૂત્ર : ૐ સ્ફૂર્તં તત્પરં ચ કરિષ્યામિ.

( બાળકમાં સ્ફૂર્તિ અને તત્પરતા વધારીશું. )

બાળકની કમરે સૂત્ર બાંધતી વખતે નીચેનો મંત્ર બોલવો –

મંત્ર – ૐ ગણાનાં ત્વા ગણપતિ ગુમ્ હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ ગુમ્ હવામહે નિધીનાં ત્વા નિધિપતિ ગુમ્ હવામહે વસો મમ | આહમજાનિ ગર્ભધમાત્વમજાસિ  ગર્ભધમ્ ||

ર ) મધુપ્રાશન : – માતાએ ચમચીમાં મધ લઈને સૂત્ર બોલવું સૂત્ર :

ૐ શિષ્ટતાં શાલીનતાં ચ વર્ધયિષ્યામિ

( બાળકમાં શિષ્ટતા – શાલીનતાની વૃદ્ધિ કરીશું. )

બાળકને મધ ચટાડતી વખતે નીચેનો મંત્ર બોલવો.

મંત્ર : ૐ મંગલ ભગવાન્ વિષ્ણુ: મંગલં ગરૂડધ્વજ: |

મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ: ||  

( ૩ ) સૂર્ય નમસ્કાર : – પિતાએ બાળકને ખોળામાં બેસાડીને સૂત્ર બોલવું

સૂત્ર : – ૐ તેજસ્વિતાં વર્ધયિષ્યામિ.

( બાળક્ની તેજસ્વિતામાં વૃદ્ધિ કરીશું. )

ત્યાર પછી એને સૂર્યપ્રકાશમાં લઈ જવો. એ ગાળા દરમિયાન ગાયત્રી મંત્રનો પાઠ મોટેથી કરવો.

( ૪ ) ભૂમિ પૂજન – સ્પર્શ : –

માતાએ હાથમાં ચોખા પુષ્પ લઈને સૂત્ર બોલવું –

સૂત્ર : ૐ સહિષ્ણું કર્તવ્યનિષ્ઠં  ચ વિધાસ્યામિ.

( બાળકને સહનશીલ તથા કર્તવ્યનિષ્ઠ બનાવીશું. )

સૂત્ર પુરૂં થતાં ચોખા, પુષ્પ પૃથ્વી પર અર્પણ કરવા અને મંત્રોચ્ચાર સાથે બાળકને પૃથ્વીનો સ્પર્શ કરાવવો.

મંત્ર : ૐ મહી ઘૌ : પૃથિવી ચ ન ઈમં યજ્ઞં મિમિક્ષતામ્ |

પિતૃતાં નો ભરીમભિઃ || ૐ પૃથિવ્યૈ નમ : |  

( ૫ ) નામ ધોષણા : નામ લખેલી થાળી પરથી આવરણ હટાવીને પ્રતિનિધિએ શિશુના નામની ઘોષણા કરવી પછી એનું નામ બોલીને ઉદ્દઘોષ કરાવવો.

( ૧ ) પ્રતિનિધિ શિશુનું નામ લે  ( બધાએ બોલવું ) ચિરંજીવી થા.

( ૨ ) પ્રતિનિધિ શિશુનું નામ લે  ( બધાએ બોલવું ) ધર્મશીલ થા

( ૩ ) પ્રતિનિધિ શિશુનું નામ લે  ( બધાએ બોલવું ) પ્રગતિશીલ થા.

( ૬ ) પરસ્પર પરિવર્તન – લોકદર્શન –

હાજર રહેલ બધાએ સૂત્ર દોહરાવવું

સૂત્ર : – ૐ ઉપપાલનં કરિષ્યામિ અનુશિષ્ટં  વિધાસ્યામિ |  

( બાળકને પ્રેમ આપીશું – શિસ્ત પાલન કરાવીશું. )

ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં પ્રથમ માતાએ બાળકને પિતાના હાથમાં આપવું, પિતાએ કુટુંબના વડીલોને આપવું અને વડીલોએ ઉપસ્થિત રહેલા પાડોશી વગેરે પરિજનોને આપવું

( ૭ ) બાલપ્રબોધન :

 આચાર્ય બાળકને પોતાના ખોળામાં લઈને એના કાન નજીક નીચે પ્રમાણે બોલે –

( ક ) ભો તાત ! 4 ઈશ્વરાંશોડસિ. ( હે તાત ! તું ઈશ્વરનો અંશ છે. )

( ખ ) મનુષ્યતા તવ મહતી વિશિષ્ટિતા.

( મનુષ્યતા એ તારી સૌથી મોટી વિશેષતા છે. )

( ગ ) ઋષ્યનુશાસનં  પાલયેત્

( જીવનભર ઋષિ અનુશાસનનું પાલન કરજે. )

અહીં યજ્ઞ – દીપયજ્ઞની પ્રકિયા જોડવી.

( ૮ ) આશીર્વચન : – બધા લોકોએ ચોખા, પુષ્પની વર્ષા કરતાં આશીર્વાદ આપવા. આચાર્યો નીચે પ્રમાણેનો મંત્ર બોલવો –

હે બાલક ! ત્વમ્ આયુષ્યમાન્ વર્ચસ્વી તેજસ્વી શ્રીમાન્ ભૂયા: |

( ૯ ) સંકલ્પ તથા પૂર્ણાહુતિ :

કુટુંબના પ્રમુખે હાથમાં ચોખા, પુષ્પ અને જળ લઇને સંકલ્પ સૂત્ર બોલવું અને પૂર્ણાહુતિ મંત્રની સાથે દીપકની થાળીમાં અર્પણ કરવા.

સંકલ્પ: અધં …  ગોત્રોત્પન્ન: …  નામોહમ્ નામકરણ સંસ્કાર સીદ્ધયર્થ તુષ્ટ્યર્થ ચ દેવદક્ષિણા અંતર્ગતે –

( ૧ ) ૐ સ્ફૂર્ત તત્પરં કરિષ્યામિ |

( ૨ ) ૐ શિષ્ટતાં શાલીનતાં વર્ધયિષ્યામિ |

( ૩ ) ૐ તેજસ્વિતાં વર્ધયિષ્યામિ |

( ૪ ) ૐ સહિષ્ણું કર્તવ્યનિષ્ઠં વર્ધયિષ્યામિ |

( ૫ ) ૐ ઉપલાલનં કરિષ્યામિ અનુશિષ્ટં ર્ધયિષ્યામિ |  

ઈત્યેતામ્ વ્રતાન્ ધારણાર્થં સંકલ્પં અહં કરિષ્ય ||

અન્નપ્રાશન સંસ્કાર

(૧) પાત્ર પૂજન : માતા પિતાએ હાથમાં કંકુ અથવા ચંદન લઈને નીચેનું સૂત્ર દોહરાવવું.

સૂત્ર : ૐ સુપાત્રતાં પ્રદાસ્યામિ. ( બાળકમાં સુપાત્રતાનો વિકાસ કરીશું. ) પછી અન્નપ્રાશન માટે રાખેલ ખીરના પાત્ર પર મંત્રોચ્ચાર કરતાં સાથિયો દોરવો.

મંત્ર : ૐ સ્વસ્તિ નડઈન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા:|  સ્વસ્તિનસ્તાર્ક્ષ્યોડઅરિષ્ટનેમિ: સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ||  

( ૨ ) અન્ન સંસ્કાર – આચાર્યે ખીરનું પાત્ર હાથમાં લઈને બધા પાસે સૂત્ર બોલાવવું.

સૂત્ર : કુસંસ્કારા : દૂરીભૂયાસુઃ ( અન્ન પૂર્વના કુસંસ્કારોનું નિવારણ કરીએ છીએ. ) ત્યાર પછી ખીર ઉપર કળશના જળનો છંટકાવ કરતાં કરતાં નીચેનો મંત્ર બોલવો.

મંત્ર – ૐ મંગલં ભગવાન્ વિષ્ણુ: મંગલં ગુરુડધ્વજ: |  મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ: ||

પછી આચાર્યે ખીરમાં તુલસીપત્ર નાખતી વખતે નીચેના સૂત્રવાકયનું ઉચ્ચારણ કરવું.

સૂત્ર : ૐ સુસંસ્કારા : સ્થિરીભૂયાસ: |

(તેનામાં સાત્વિક સુસંસ્કારોની સ્થાપના કરીએ છીએ.)

અહીં યજ્ઞ – દીપયજ્ઞની પ્રક્યિા જોડવી.

(૩) અન્નપ્રાશન : આચાર્યે ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં બાળકને ચમચીથી ખીર ચટાડવી. બધાએ એ જ સ્વરમાં ગાયત્રી મંત્ર બોલવો.

(૪) સંકલ્પ અને પૂર્ણાહુતિ : – ઘરના મુખ્ય સભ્યોએ હાથમાં ચોખા, પુષ્પ, જળ લઇને સંકલ્પ સૂત્ર ઉચ્ચારીને પૂર્ણાહુતિનો કમ સંપન્ન કરવો.

સંકલ્પ : અઘ … ગોત્રોત્પન્ન : … નામાહમ્ અન્નપ્રાશન સંસ્કાર સિદ્ધયર્થં દેવાનાં તુષ્ટયાર્થં ચ દેવદક્ષિણા અંતર્ગતે

(૧) ૐ સુપાત્રતાં પ્રદાસ્યામિ |

(૨) ૐ કુસંસ્કારાન્ સ્થિરીકરિષ્યામિ  |

(૩) ૐ સુસંસ્કારોનું સ્થિરીકરિષ્યામિ |

ઈત્યેતાન્ વ્રતાન્  ધારણાર્થ સંકલ્પં અહં કરિષ્યે |

મંત્ર મુંડન ચૂડાકર્મ સંસ્કાર

(૧) મસ્તક લેપન : માતા – પિતાએ દૂધ – દહીં – જળ મિશ્રિત પદાર્થનું પાત્ર હાથમાં લઈને નીચેનો મંત્ર બોલવો –

સૂત્ર :  ૐ હીનસંસ્કારાન્ નિવારયિષ્યામિ ! ( બાળકના હીન સંસ્કારોનું નિવારણ કરીશું. )

ત્યાર પછી મંત્ર બોલતાં બોલતાં બાળકના વાળ ભીના કરવા.

મંત્ર : ૐ પય: પૃથિવ્યાં પયડઓષધીષુ પયો દિવ્યન્તરિક્ષે પયોધા: |  પયસ્વતી: પ્રદિશ: સન્તુ મહ્યમ્ |

(૨)  ત્રિશિખા બંધન : – માતા – પિતાએ હાથમાં નાડાછડી લઈને નીચેનું સૂત્ર બોલવું –

સૂત્ર – ૐ બહુમુખં  વિકાસં કરિષ્યે | (શરીરની સાથે મગજના બહુમુખી વિકાસની વ્યવસ્થા કરીશું.) ત્યાર પછી નીચે પ્રમાણેના મંત્રોથી ક્રમશ: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ધ્યાન કરતાં બાળકને ત્રણ જગ્યાએ નાડાછડી બાંધવી.

મંત્ર : (ક) ૐ બ્રહ્મજજ્ઞાનં પ્રથમં પુરસ્વાદ્વિસીમત: સુરુચો વેનડઆવ: સ બુધ્ન્યાઉઅપમાડઅસ્યવિષ્ઠા: સતશ્ચ યોનિમસતશ્ચ વિવ:

(ખ) ૐ ઈદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ્ |

સમૂઢમસ્થ પા, ગૂમ્ સુરે સ્વાહા ||  

(ગ) ૐ નમસ્તે રુદ્ર મન્વય ડ ઉતો ડ ઈષવે નમ: |

બાહુલ્યામુત તે નમ:.

(૩) અસ્તરા પૂજન – હાથમાં ચોખા, પુષ્પ, જળ, કંકુ અને ચંદન લઈને અસ્તારાનું પૂજન કરવું –

ૐ જલં ગંધાક્ષતં પુષ્પાણિ ધૂપં નૈવેધં સમર્પયામિ |  

(૪) ત્રિશિખા કર્તનઃ – આચાર્યે હાથમાં કાતર લઈને સૂત્ર બોલાવવું –

સૂત્ર : ૐ દુષ્પ્રવૃત્તી: ઉત્છેત્સ્યામિ | ( સ્વભાવજન્ય દુષ્પ્રવૃત્તિઓનું ઉચ્છેદન કરતા રહીશું.) ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલીને નાડાછડી બાંધેલી વાળની ત્રણે લટોને કાપવી.

( ૫ ) નવીન વસ્ત્ર પૂજન : માતા પિતાએ હાથમાં પુષ્પ લઈને સૂત્ર બોલવું

સૂત્ર : – ૐ સંસ્કૃતિનિષ્ઠં વિધાસ્યામિ | (બાળક્ન સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠાવાન બનાવીશું ).

ત્યાર પછી આ મંત્ર બોલતાં બોલતાં એમનો વસ્ત્રો પર છંટકાવ કરવો.

મંત્ર – ૐ મંગલ ભગવાન વિષ્ણું : મંગલં ગરુડધ્વજ: | મંગલં પડરીકાક્ષો મંગલાયતનો  હરિ: ||

(૬) મુંડન કૃત્ય – એકત્ર થયેલા બધાએ એક – સરખા સ્વરમાં ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં મુંડન કૃત્ય કરાવવું.

 અહીં યજ્ઞ – દીપયજ્ઞની પ્રક્રિયા જોડવી

(૭) સ્વસ્તિકા લેખન : –

આચાર્યે કંકુ અથવા ચંદન અનામિકા આંગળી વડે લઈ સૂત્ર બોલતી વખતે એના પર દૃષ્ટિ સ્થિર રાખવી

સૂત્ર – ૐ વિચારાન્ સંયતું પ્રેરયિષ્યામિ ( બાળકને વિચાર સંયમ માટે પ્રેરિત કરતા રહીશું. )

ત્યાર પછી નીચેનો મંત્ર બોલતાં બોલતાં બાળકના મસ્તિષ્ક કેન્દ્રમાં સ્વસ્તિક અંકિત કરવો

મંત્ર : ૐ સ્વસ્તિનડઈન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિન: પૂષા વિશ્વવેદા. | સ્વસ્તિનસ્તાર્ક્ષ્યોડઅરિષ્ટનેમિ: સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ||

સંકલ્પ અને પૂર્ણાહુતિ : – કુટુંબના મુખ્ય પરિજનોએ હાથમાં ચોખા, પુષ્પ અને જળ લઈને સંકલ્પ સૂત્ર બોલવું અને પૂર્ણાહુતિ સંપન્ન કરવી.

સંકલ્પ . અઘ  ….  ગોત્રોત્પન્ન: ….. નામાહમ્ ચૂડાકરણ સંરકાર સિદ્ધયર્થં દેવાનાં તુષ્ટયર્થં ચ દેવદક્ષિણાંતર્ગતે

(૧) ૐ હીનસંસ્કારાન્ નિવારયિષ્યામિ |

(૨) ૐ બહુમુખં વિકાસં કરિષ્યે |

(૩) ૐ દુષ્પ્રવૃત્તિ ઉત્છેત્સ્યામિ |  

(૪) સંસ્કૃતિનિષ્ઠં વિધાસ્યામિ |

(૫) ૐ વિચારાન્ સંયન્તું પ્રેરયિસ્યામિ |

ઇત્યેતાન્ વ્રતાન્ ધારણાર્થં સંકલ્પં અહં કરિષ્યે |

શિખા સ્થાપન સંસ્કાર

 શિખાસિંચન – હાથમાં દૂધ – મિશ્રિત જળ લઈને સૂત્ર બોલી એને અભિમંત્રિત કરવી.

સૂત્ર :  ૐ તેજોડસિ તેજો મયિ ધેહિ |

(પરમાત્મા અમને તેજસ્વિતા પ્રદાન કરે. ) ત્યાર પછી નીચે પ્રમાણેના મંત્રોચ્ચારણ સાથે શિખા સ્થાનનું સિંચન કરવું .

મંત્ર : ૐ અસતો મા સદ્ગમય | તમસો મા જ્યોતિર્ગમય | મૃત્યોર્માડમૂતં ગમય |

શિખા સ્થાપન : – આચાર્યે અથવા એમના પ્રતિનિધિએ નાડાછડી હાથમાં લઈને નીચેનું સૂત્ર બોલવું .

સૂત્ર : ૐ વર્ચોડસિ વર્ચો મયિ ધેહિ | (પરમાત્મા અમને વર્ચસ્વી , શક્તિ સંપન્ન બનાવે . ) ત્યાર પછી આચાર્ય કે એમના પ્રતિનિધિએ ગાયત્ર મંત્ર બોલતાં બોલતાં શિખા સ્થાનના વાળને બાંધી દેવા .

(૩) શિખા પૂજન : હાથમાં ચોખા , પુષ્પ લઇને મંત્રોચ્ચારણ પછી શિખા સ્થાનનું પૂજન કરવું .

મત્રં: ૐ ચિદ્ રુપિણિ મહામાયે દિવ્યતેજ: સમન્વિતે | તિષ્ઠ દેવિ શિખા મધ્યે તેજોવૃદ્ધિં કુરૂશ્વ મેં ||  

સંકલ્પ અને પૂણહુતિ – શિખા સ્થાપન સંસ્કાર કરાવનારા બધા લોકોના હાથમાં ચોખા, પુષ્પ,જળ આપીને સંકલ્પ સૂત્ર બોલાવીને પૂર્ણાહુતિનો ક્રમ સંપન્ન કરવો .

સંકલ્પ : અધ….  ગોત્રોત્પન્ન:…  નામાહમ્ શિખા સ્થાપન સંસ્કાર સિદ્ધયર્થ  દેવાનાં તુષ્ટયર્થં ચ દેવ સંસ્કૃત્યનુંરૂપં સ્વચિંતનચરિત્રાભ્યાસાન્ વિનિમિતું સાધનોપાસના સ્વાધ્યાય સેવાનાં વ્રતાનાં સંકલ્પં અહં કરિષ્યે  |

વિદ્યારંભ સંસ્કાર

(૧) ગણેશ પૂજન : બાળકના હાથમાં ચોખા પુષ્પ આપીને નીચેનું સૂત્ર બોલાવવું –

સૂત્ર – ૐ વિદ્યાં સંવર્ધયિષ્યામિ (બાળકમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાનો વિકાસ કરીશું.) ત્યાર પછી મંત્રોચ્ચારણ સાથે એ પૂજન વેદી પર મૂકાવી દેવાં,

મંત્ર – ૐ ગણાનાં ત્વા ગણપતિ ગૂમ્ હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ ગૂમ્ હવા મહે નિધીનાં ત્વા નિધિપતિ ગૂમ્ હવામહે વસો મમ | આહમજાનિ ગર્ભધમાત્વમજાસિ ગર્ભધમ્ ||  

સરસ્વતીપૂજન : – ફરીથી ચોખા પુષ્પ લઇને સૂત્ર બોલાવવું.

(૨) સૂત્ર : ૐ કલાં સંવેદનશીલતાં ચ વર્ધયિષ્યામિ |  (બાળકમાં કલાત્મકતા અને સંવેદનશીલતાનો વિકાસ કરીશું ) ત્યાર પછી મંત્ર બોલતાં બોલતાં એ પૂજાની વેદી પર મૂકાવી દેવાં.

મંત્ર – ૐ પાવકા ન: સરસ્વતી વાજેભિર્વાજિનીવતી | યજ્ઞં વષ્ટુ ધિયા વસુ: ||  

(૩) ઉપકરણ પૂજન : – બાળકો તેમજ અભિભાવકોના હાથમાં ચોખા, પુષ્પ આપીને સૂત્ર બોલાવવું –

સૂત્ર ૐ વિદ્યાસંસાધનમહત્વં સ્વીકરિષ્યે | (વિધાવિકાસનાં સાધનોની ગરિમાનો અનુભવ કરતા રહીશું.) ત્યાર પછી સ્લેટ, પેન ક્લમ અને પુસ્તક પર મંત્રોચ્ચારણપૂર્વક મૂકાવી દેવાં.

મંત્રઃ- ૐ મનોજતિર્જુષતા માજયસ્ય બૃહસ્પતિયજ્ઞમિમંતનોત્વરિષ્ટં યજ્ઞ ગૂમ્ સમિમં દધાતુ વિશ્વે દેવાસડઈહ માધ્યન્તામોરૂપ્રતિષ્ઠ ||  

(૪) ગુરુપૂજન : હાથમાં ચોખા – પુષ્પ આપીને બાળકો અને અભિભાવકોને સૂત્ર બોલાવવું

સૂત્ર : ૐ આચાર્યનિષ્ઠાં વર્ધયિષ્યામિ (શિક્ષકો ગુરૂજનો પ્રત્યેની નિષ્ઠા સતત વધારતા રહીશું) મંત્ર બોલાઈ જતાં પૂજાવેદી પર ચડાવી દેવાં.

મંત્ર : ૐ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાક્યા | ચક્ષુરુનમીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમ: ||

( ૫ ) અક્ષર લેખન – પૂજન : – માતા – પિતાએ હાથમાં પેન કે કલમ લઈને બાળકનો હાથ પકડીને પહેલાં સૂત્ર બોલાવવું.

સૂત્ર : ૐ નીતિનિષ્ઠાં વર્ધયિષ્યામિ | (બાળકમાં નીતિ પ્રત્યે નિષ્ઠાની વૃધ્ધિ કરતા રહીશું.) ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં ૐ ભૂર્ભુવ : સ્વ :’ લખાવવો અને એના પર ચોખા, પુષ્પ ચડાવી દેવા,

અહીં યજ્ઞ- દીપયજ્ઞની પ્રકિયા જોડવી

(૬) સંકલ્પ અને પૂર્ણાહુતિ : – ઘરના મુખ્ય સભ્યો તથા બાળકોના (જેમના સંસ્કાર થઇ રહ્યા છે) હાથમાં ચોખા – પુષ્પ – જળ આપીને સંકલ્પ સૂત્ર બોલાવવા. ત્યાર પછી પૂર્ણાહુતિનો કમ સંપન્ન કરવો.

સંકલ્પ – અધ ….  ગોત્રોત્પન્ન : …. નામાહમ્ વિધારમ્ભ સંસ્કાર સિદ્ધયર્થં  દેવાનાં તુષ્ટ્ યર્થ  ચ દેવદક્ષિણાન્તર્ગતે –

(૧) ૐ વિદ્યાં સંવર્ધયિષ્યામિ  ।  

(૨) ૐ કલાત્મકતાં સંવેદનશીલતાં ચ વર્ધયિષ્યામિ

(૩) ૐ વિધાસંસાધનમહત્વં  સ્વીકરિષ્યે  

(૪) ૐ આચાર્યનિષ્ઠા  વર્ધયિષ્યામિ

(૫) ૐ નીતિનિષ્ઠાં વર્ધયિષ્યામિ ।।  ઈત્યેતાન્ વ્રતાન્ ।  ધારણાર્થં  સંકલ્પ અહં કરિષ્યે ।

 યજ્ઞોપવીત સંસ્કાર

મેખલા કોપીન ધારણ – નાડાછડી કે કોપીન બંને હાથના સંપુટમાં રાખીને નિમ્નાંકિત સૂત્ર બોલી અભિમંત્રિત કરવા –

સૂત્ર : ૐ સંયમશીલ : તત્પરશ્ચ ભવિષ્યામિ |  (સંયમશીલ અને તત્પર રહીશું.) પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં એને કમરમાં બાંધો.

(૨) દંડધારણ – સૂત્ર બોલીને દંડને માથે અડાડીને પોતાની જમણી બાજુ રાખી લેવો.

સૂત્ર – ૐ અનુશાસનાનિ પાલયિષ્યામિ | ( ગુરુદ્વારા નિર્ધારિત અનુશાસનોનું પાલન કરીશું. )

(૩) યજ્ઞોપવીત પૂજન : – બંને હાથના સંપુટમાં યજ્ઞોપવીત લઇને પાંચ વખત ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં એમાં ગાયત્રીની પ્રાણપ્રતિષ્ઠા કરવી.

(૪)  પંચદેવાવાહન : નીચે પ્રમાણેનું સૂત્ર બોલી કમશ : બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યજ્ઞ અને સૂર્ય દેવતાનું યજ્ઞોપવીતમાં આવાહન કરવું. દર વખતે ‘નમઃ’ બોલીને યજ્ઞોપવીતને હાથના સંપુટ સહિત માથે અડાવવું, સૂત્ર : –

(ક) બ્રહ્મા અમને સર્જનશીલતા પ્રદાન કરે.

ૐ  બ્રહ્મા સર્જનશીલતાં દદાતુ | ૐ બ્રહ્મણે નમ: | આવાહયામિ, સ્થાપયામિ, પૂજ્યામિ

(ખ) વિષ્ણુ અમને પોષણ – ક્ષમતા સભર બનાવે.

ૐ વિષ્ણુઃ પોષણક્ષમતાં દદાતુ | વિષ્ણવે નમ : | આવાહયામિ, સ્થાપયામિ, પૂજ્યામિ ।

(ગ) શિવ અમને અમરત્વ પ્રદાન કરે.

ૐ શિવ: અમરતામ્ દદાતુ । ૐ શિવાય નમ: | આવાહયામિ, સ્થાપયામિ, પૂજ્યામિ !

(ધ) યજ્ઞ અમને સન્માર્ગે વાળે.

ૐ યજ્ઞદેવ: સત્પથે નિયોજ્યેત્ | ૐ યજ્ઞ પુરુષાય નમ: | આવાહયામિ, સ્થાપયામિ, પૂજ્યામિ |

(ડ) સવિતા અમારી તેજસ્વીતામાં વૃદ્ધિ કરે,

ૐ સવિતાદેવતા તેજસ્વિતાં વર્ધેયેત્  | ૐ સવિત્રે નમ: | આવાહયામિ, સ્થાપયામિ, પૂજયામિ |  

(૫) યજ્ઞોપવીત ધારણ –

યજ્ઞોપવીત ધારણ કરતા પહેલાં નીચેનું સૂત્ર બોલવું.

સૂત્ર ( ક ) ૐ ગાયત્રીરૂપ ધારયામિ |  (અમે આ યજ્ઞોપવીતને ગાયત્રીની પ્રતિમાના રૂપે ધારણ કરી રહ્યા છીએ.)

(ખ) ૐ યજ્ઞપ્રતીકરૂપ ધારયામિ ।  (અમે આને યજ્ઞના પ્રતિકરૂપે ધારણ કરીએ છીએ.)

(ગ) ૐ ગુરૂ અનુશાસનરૂપં ધારયામિ ।  (અમે આને ગુરૂના અનુશાસન રૂપે ધારણ કરીએ છીએ.) મંત્રોચ્ચારણ સાથે યજ્ઞોપવીત ધારણ કરવું.

મંત્ર : ૐ યજ્ઞોપવીતં  પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત્ | આયુષ્યગ્ર યં પ્રતિમુંચ શુભ્રં યજ્ઞોપવીતં બલમસ્તુ તેજ: ॥  

(૬) ગુરૂ પૂજનમ્ – હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર બોલતાં ગુરૂ ચેતનાનું આવાહન કરવું –

સૂત્ર – ૐ પરમાત્મચેતનાં ગુરૂરુપેણ વૃણે | (પરમાત્મ ચેતનાનું અમે ગુરૂ રૂપે વરણ કરીએ છીએ ) હાથ જોડીને માથું નમાવીને ગુરુસત્તાને નમન કરવું અને સાથે સાથે મંત્ર બોલવો

મંત્ર : ૐ અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ | તત્પદં દર્શિંત યેન તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥ (૧)

નમોડસ્તુ ગુરવે તસ્મૈ ગાયત્રીરુપિણે સદા | યસ્ય વાગમૃતં હંન્તિ વિષં સંસારસંશકમ્ || (૨)

માતૃવત્ લાલનં કર્ત્રી પિતૃવત્ માર્ગદર્શનમ્  | નમોડસ્તુ ગુરૂસત્તાયે શ્રદ્ધાપ્રજ્ઞાયુતા ચ યા. || (૩)

૭. મંત્ર દીક્ષા : હાથ જોડીને સૂત્ર બોલતી વખતે ભાવના કરવી કે

(ક) અમે ગાયત્રી મહાવિધાથી દીક્ષિત થઈ રહ્યાં છીએ.

(ખ) ગુરૂના પ્રાણ, તપ અને પુણ્ય અમને પ્રાપ્ત થઈ રહ્યાં છે.

(ગ) અમે એમને પોતાની અંદર ધારણ કરી રહ્યા છીએ.

ત્યાર પછી ગાયત્રી મંત્રનો એક એક અક્ષર ત્રણ વખત બોલવો.

(૮) સિંચન અભિષેક :

મંત્રોચ્ચારણ સાથે કળશમાંનું જળ દીક્ષિત થનારાં પર છાંટવું.

મંત્ર : ૐ આપો હિષ્ઠા મયો ભુવસ્તાન ઉર્જે દધાતના | મહેરણાય ચક્ષસે | ( ૧ )

ૐ યો વ: શિવતમો રસસ્તસ્ય  ભાજ્ય તે હ ન: |  ઉશતીરિવ માતર: |  ( ૨ )

ૐ તસ્મા ડ અરંગમામવો યસ્ય ક્ષયાય જિન્વથ, આપો જન યથા ચ ન: |  ( ૩ )

૯. વ્રતધારા સૂર્ય નમસ્કારની જેમ હાથ ઉઠાવીને પાંચ દેવતાઓની સાક્ષીમાં વ્રત ધારણનો સંકલ્પ લેવો. ‘નમ:’ બોલીને બંને હાથ માથે લગાવવા.

(ક) ૐ અગ્ને વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ અગ્નયે નમ:  ||

(ખ) ૐ સૂર્યો વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ સૂર્યાય નમ: ||

(ગ) ૐ ચંદ્ર વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ ચન્દ્રાય નમ:. ||

( ધ ) ૐ વાયો વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ વાયવે નમ: ||

(છ) ૐ વૃતાનાં વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ ઈન્દ્રાય નમ: ||  

અહીં યજ્ઞ  / દીપયજ્ઞની પ્રક્રિયા જોડાવી.

( ૧૦ ) હાથમાં ફરીથી ચોખા – પુષ્પ – જળ આપીને સૂત્ર અનુસાર ભાવ ભૂમિકાનું નિર્માણ કરવું. ત્યાર પછી સંસ્કૃત શબ્દાવલીનો સંકલ્પ લેવો.

( ક ) અમે ગુરૂ અનુશાસનમાં નિયમિત ઉપાસના કરીશું.

( ખ ) અમે ગુરૂનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે નિયમિત સ્વાધ્યાય કરીશું.

( ગ ) અમે ગુરૂ ઋણ તેમજ દેવઋણથી મુક્ત થવા માટે નિયમિત આરાધના માટે સમય અને સાધનનો સદુપયોગ કરીશું.

ગુરૂદક્ષિણા સંકલ્પ

……………………… નામાહં       શ્રતિસ્મૃતિપુરાણોકતફલપ્રાપ્ત્યર્થ મમ કાયિકવાચિકમાનસિક- જ્ઞાતાજ્ઞાતસકલદોષનિવારણાર્થ આત્મકલ્યાણ- લોકકલ્યાણાર્થ, ગાયત્રીમહાવિદ્યામાં શ્રદ્ધાપૂર્વક દીક્ષિતં ભવામિ | તન્નિમિત્તકં યુગઋષિ વેદમૂર્તિ, તપોનિષ્ઠ પરમ પૂજય ગુરૂદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યેણ, વન્દનીયા માતા ભગવતી દેવી શર્મણા ચ નિર્ધારિતાન્યનુશાસનાનિ સ્વીકૃત્ય તયો: પ્રાણ-તપ – પુણ્યાંશં સ્વાન્ત:કરણેષુ દધામિ, તત્સાધયિતું સમયપ્રતિભા – સાધનાનાં એકાંશં …..  નવનિર્માણકાર્યેષુ પ્રયોકતુમ્ ગુરૂદક્ષિણાં સંકલ્પમહે કરિષ્યે.

સંકલ્પ પછી હાથમાંના ચોખા – પુષ્પને ગુરૂદેવના ચિત્ર સમક્ષ ચડાવી દેવાં.

નમસ્કાર – દેવ મંચ તથા સમસ્ત ઉપસ્થિત જનસમુદાયને હાથ જોડીને નમસ્કાર કરવા.

વાનપ્રસ્થ ( પ્રવ્રજ્યા ) સંસ્કાર

(૧) યશોપવીત પૂજન : બંને હાથના સંપુટમાં યજ્ઞોપવીત લઈને પાંચ વાર ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં એમાં ગાયત્રીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે.

(૨) પંચદેવાવાહન : નીચે પ્રમાણે સૂત્ર દોહરાવીને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યજ્ઞ તથા સૂર્ય દેવતાનું યજ્ઞોપવીતમાં આવાહન કરવું ‘નમ:’ બોલીને યજ્ઞોપવીતને હાથના સંપુટ સહિત માથે અડાડવું

સૂત્ર :

૧) બ્રહ્મા અમને સર્જનાત્મકતા પ્રદાન કરે.

૨) વિષ્ણુ અમને પોષણ – ક્ષમતાથી સભર બનાવે.

૩) મહાદેવ અમને અમરત્વ પ્રદાન કરે.

૪) યજ્ઞ અમને સત્કર્મ શીખવે.

૫) સવિતા અમને તેજસ્વી બનાવે.

( ૩ ) યજ્ઞોપવીત ધારણ : યજ્ઞોપવીત ધારણ કરતા પહેલાં નીચેનો મંત્ર બોલવો.

મંત્ર :

( ક ) ૐ ગાયત્રીરૂપ ધારયામિ |  ( અમે આ યજ્ઞોપવીતને ગાયત્રીની પ્રતિમા રૂપમાં ધારણ કરીએ છીએ. )

( ખ ) ૐ યજ્ઞપ્રતીકરૂપં ઈમામ્ ધારયામિ (અમે આને યજ્ઞના પ્રતીક રૂપે ધારણ કરીએ છીએ.)

(ગ) ૐ ગુરૂઅનુશાસનરૂપં ધારયામિ. ( અમે એમને ગુરૂના અનુશાસન રૂપે ધારણ કરીએ છીએ. ) મંત્રોચ્ચારણ સહિત યજ્ઞોપવીત ધારણ કરવું.

મંત્ર : ૐ  યશોપવીતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત્ | આયુષ્યમગ્રયં પ્રતિમુંચ શુભ્ર યજ્ઞોપવીતં બલમસ્તુ તેજ: ||  

( ૪ ) મેખલા – કોપીન ધારણ – નાડાછડી કે કોપીન બંને હાથના સંપુટમાં રાખીને નીચે પ્રમાણે સૂત્ર બોલીને અભિમંત્રિત કરો.

સૂત્ર : ૐ સંયમશીલ: તત્પરશ્ચ ભવિષ્યામિ |  ( સંયમશીલ અને તત્પર રહીશું. ) અભિમંત્રિત નાડાછડીને કમરમાં ગાયત્રી મંત્રોચ્ચારણ કરતાં કરતાં ધારણ કરો.

( ૫ ) દડધારણ – સૂત્ર બોલીને દંડને માથે અડાડીને જમણી બાજુ રાખી લેવો.

સૂત્ર : ૐ અનુશાસનાનિ પાલિયિષ્યામિ |  ( ગુરૂ દ્વારા નિર્ધારિત અનુશાસનોનું પાલન કરીશું. )

( ૬ ) પીતવસ્ત્ર ધારણ : હાથમાં ચોખા – પુષ્પ લઇને નીચેનું સૂત્ર બોલવું

સૂત્ર – ૐ અહન્તાં ઉત્સૃજ્ય વિનમ્રતાં ધારયિષ્યે |  (અહંકારને ત્યાગીને વિનમ્રતા અપનાવીશ. ) ત્યાર પછી ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં પીળો દુપટ્ટી ધારણ કરવો.

( ૭ ) ત્રિદેવ પૂજન – હાથમાં ચોખા – પુષ્પ લઇને સૂત્ર બોલી ત્રિદેવ – દેવ, ઋષિ અને વેદનું આવાહન કરવું,

સૂત્ર : ( ક ) દેવ – ૐ સાધના – ઉપાસના – આરાધનૈ: દેવત્વં વર્ધયિષ્યામિ | (ઉપાસના, સાધના અને આરાધના દ્વારા દેવત્વ તરફ અગ્રેસર થઈશ.)

( ખ ) ઋષિ – ૐ સામાન્યયજનમિવ નિર્વાહં કરિષ્યામિ | (વિચારક્રાન્તિનું અનુસરણ કરીશ.) ત્યાર પછી નીચે મુજબના મંત્રોચ્ચારણ કરીને ચોખા પુષ્પ પૂજાની વેદી પર ચડાવી દેવા.

મંત્ર – ૐ મનોજૂતિર્જુષતામાજયસ્ય  બૃહસ્પતિર્યજ્ઞમિમં તનોત્વરિષ્ટં યજ્ઞ ગૂમ્ સમિમં દધાતુ | વિશ્વેદેવાસડઈહ માદયન્તામોરૂમ્ પ્રતિષ્ઠ.

( ૮ ) વ્રતધારણ – હાથમાં કમશ ચોખા – પુષ્પ લઇને વ્રત – ધારણનું સૂત્ર બોલીને દેવોની સાક્ષીમાં એમને નમન કરતાં કરતાં દરેક વખતે પૂજાની વેદી પર ચડાવી દેવાં.

સૂત્ર ( ક ) ૐ આયુષ્યાર્ધં પરમાર્થે નિયોજયિષ્યે | ( અડધું જીવન પરમાર્થમાં નિયોજીશ. ) મંત્ર – ૐ અગ્ને વ્રતપતે વ્રતં ચરિષ્યામિ  |  ૐ અગ્નયે નમ : |

સૂત્ર – ( ખ ) ૐ સંયમાદર્શં સુસંસ્કૃત વ્યકિતત્વં રચયિષ્યે |  સંયમી, આદર્શયુક્ત તેમજ સુસંસ્કૃત વ્યક્તિત્વ બનાવીશ.

મંત્ર – ૐ વાયો વ્રતપતે વ્રતં ચરિષ્યામિ. ૐ વાયવે નમ: ||

સૂત્ર : ( ગ ) ૐ યુગધર્મણે સતતં ચરિષ્યામિ | ( યુગધર્મના પરિપાલન માટે સતત પ્રયત્નશીલ રહીશ. )

મંત્ર : (ઘ) ૐ વિશ્વપરિવારસદસ્ય: ભવિષ્યામિ | ( વિશાળ વિશ્વકુટુંબનો સભ્ય બનીશ. )

મંત્ર : ૐ ચંદ્ર વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ ચંદ્રાય નમ: ||

સૂત્ર ( ડ ) ૐ સત્પ્રવૃત્તિસંવર્ધને દુષ્પ્રવૃત્યુન્મૂલને પુરુષાર્થ નિયોજયિષ્યે |  (સત્પ્રવૃત્તિ સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે પુરુષાર્થ કરતો રહીશ. )

મંત્ર – ૐ વૃતાનાં વ્રતપતે વ્રતં ચરિષ્યામિ |  ૐ વ્રતપતયે ઈન્દ્રાય નમ: ॥  ત્યાર પછી અહીં યજ્ઞ – યશદીપની પ્રક્રિયા સાંકળી લેવી.

( ૯ ) પ્રવ્રજ્યા – નિરંતર ચાલતા રહેવાનું વ્રત ગ્રહણ કરીને, ઉભા થઇ હાથ જોડી પોતાના સ્થાનેથી દેવમંચ તરફ અને અન્ય ગુરૂજનો સમક્ષ ચાલતાં  ચાલતાં  પ્રણામ કરવા.

ગુરૂજનોએ ચોખા – પુષ્પની વર્ષા કરવી. આચાર્યે ચરૈવેતિ ચરૈવેતિનો સિદ્ધાંત અને મંત્ર બોલતા જવું.

મંત્ર – ૐ કલિ : શયાની ભવતિ સંજિહોનસ્તુ દ્વાપરઃ |  ઉત્તિષ્ઠસ્ત્રેતાભવતિ કૂતં સંપઘતે ચરન્  |  ચરૈવેતિ ચરૈવેતિ ||  ચરન્ વૈ મધુ વિન્દન્તિ ચરેન્ સ્વાદુમુદુમ્બરમ્ |  સૂર્યસ્ત પશ્ય શ્રેમાણં, યો ન તન્ત્રયતે ચરન્ ||  ચરેવેતિ ચરૈવેતિ || 

જન્મદિવસોત્સવ

(૧) પંચતત્વ પૂજન : હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર બોલવું.

સૂત્ર – શ્રેયસ્ પથે ચરિષ્યામિ ( જીવને મંગલમય માર્ગે વાળીશ. ત્યારે પછી નીચે પ્રમાણેની ભાવ – ભૂમિકા બનાવીને મંત્રોચ્ચારણ કરીને ચોખા – પુષ્પ પંચતત્વોની પ્રતીક ચોખાની પાંચ ઢગલીઓ પર ચડાવી દેવા.

ભાવસૂત્ર –

(ક) પૃથ્વી અમને ફળદ્રુપતા અને સહનશીલતા અર્પે.

(ખ) જળ અમને શીતળતા અને સરસતા અર્પે.

(ગ) અગ્નિ અમને તેજસ્ અને વર્ચસ્ પ્રદાન કરે.

(ધ) આકાશ અને ઉદાત્ત અને મહાન બનાવે.

મંત્ર – ૐ મનોજૂતિર્જુષુપતામાજયસ્યં બ્રુહસ્પતિર્યજ્ઞમિમં તનોત્વરિષ્ટં યજ્ઞ ગૂમ્ સમિમં દધાતુ વિશ્વે દેવાસડઈહ માદયન્તામોરૂમ્પ્રતિષ્ઠા |  

(૨) દીપપૂજન – હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર દોહરાવવું

સૂત્ર – ૐ પરમાર્થમિવ સ્વાર્થ મનિસ્યે | ( પરમાર્થને જ સ્વાર્થ સમજીશું. ) ત્યાર પછી નીચે મુજબનાં સૂત્ર અનુસાર ભાવ – ભૂમિકા બનાવીને ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં દીપ પ્રજજવલિત કરવો.

ભાવસૂત્ર –

(ક) અમને દીપક સમાન અખંડ પાત્રતા પ્રાપ્ત થાય.

(ખ) અમને અક્ષય સ્નેહ પ્રાપ્ત થાય.

(ગ) અમારી નિષ્ઠા ઉર્ધ્વમુખી બની રહો.

(૩) જ્યોતિનંદન – હાથમાં ચોખા – પુષ્પ લઈને બોલાવીએ કે અમે ભાવના કરીએ છીએ કે

(ક) અગ્નિ જ જ્યોતિ છે, જ્યોતિ જ અગ્નિ છે.

(ખ) સૂર્ય જ જ્યોતિ છે, જ્યોતિ જ સૂર્ય છે.

(ગ) અગ્નિ જ વર્ચસ્ છે, વર્ચસ્વ જ જ્યોતિ છે.

(ધ) સૂર્ય જ વર્ચસ્ છે, જ્યોતિ જ વર્ચસ્ છે.

(ડ) જ્યોતિ જ સૂર્ય છે, સૂર્ય જ જ્યોતિ છે.

ત્યાર પછી મંત્ર બોલીને હાથમાંના ચોખા – પુષ્પ દીપકની થાળીમાં ચડાવી દેવાં.

મંત્ર : ૐ અગ્નિજર્યોતિરગ્નિ: સ્વાહા ! સૂર્યા જ્યોતિજર્યોતિઃ સૂર્યઃ સ્વાહા ! અગ્નિર્વચો જયોતિર્વર્ચ : સ્વાહા | સૂર્યાવર્ચો જ્યોતિર્વર્ચ: સ્વાહા | જ્યોતિઃ સૂર્યઃ સૂર્યો જયોતિઃ સ્વાહા |

(૪) વ્રતધારણ – હાથમાં ચોખા – પુષ્પ લઇને સૂત્ર દોહરાવો

સૂત્ર – ૐ મહત્વાકાંક્ષાં સીમિતં વિધાસ્યામિ ( અમે મહત્વાકાંક્ષાઓને નિયંત્રણમાં રાખીશું. )

ત્યાર પછી જન્મદિનના શુભ અવસરે એક દુર્ગુણ છોડીને એક સદ્ગુણ ગ્રહણ કરવાના કમના સંકલ્પની જાહેરાત કરતાં એની સફળતા માટે દેવ શક્તિઓને નમન કરતા જવું,

(ક) ૐ અગ્ને વ્રતપતે વ્રતં ચરિષ્યામિ | ૐ અગ્નયે નમ: ||

(ખ) ૐ વાયો વ્રતપતે વ્રતં ચરિષ્યામિ | ૐ વાયવે નમ: ||

(ગ) ૐ સૂર્યા વ્રતપતે વ્રતં ચરિષ્યામિ | ૐ સૂર્યાય નમ: ||

(ઘ)  ૐ ચન્દ્ર વ્રતપતે વ્રતં ચરિષ્યામિ | ૐ ચંદ્રાય નમ: ||

 (ડ) ૐ વંતાનાં વ્રતપતે વ્રતં ચરિષ્યામિ | ૐ ઇન્દ્રાય નમ: ||

અહીં યજ્ઞ – દીપયણ પ્રક્રિયા જોડવી.

(ખ) સંકલ્પ અને પૂર્ણાહુતિ – જેમનો જન્મદિવસ છે. એમને હાથમાં ચોખા – પુષ્પ – જળ આપીને નીચે મુજબનાં સૂત્રોનો ભાવ સમજીને બોલાવવા અને પૂર્ણાહુતિની પ્રક્રિયા પૂર્વવત્ સંપન્ન કરવી.

(૧). ૐ શ્રેયસ્ પથે ચરિષ્યામિ |

(૨). ૐ પરમાર્થમિવ સ્વાર્થ મનિસ્યે |

(૩). ૐ મહત્વાકાંક્ષા સીમિતં વિધાસ્યામિ ઈત્યેતન્ ધારણાર્થં સંકલ્પં અહં કરિષ્યે |

આશીર્વચન – ઉપસ્થિત રહેલ બધાએ ચોખા – પુષ્પની વર્ષા કરીને સંકલ્પ કર્તાને આશીર્વાદ આપવા. આચાર્યે મંત્ર બોલવો.

ૐ મંગલ ભગવાન વિષ્ણુ. … |

 વિવાહ દિવસોત્સવ

(૧) ગ્રન્ધિબંધન – પતિ – પત્નિએ હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર બોલવું.

સૂત્ર – ૐ દ્વિશરીરં એકપ્રાણં ભવિષ્યામિ | ( અમે બે શરીર – એક પ્રાણ બનીને રહીશું

ત્યાર પછી ફૂલ, ચોખા, ધરો, હળદર અને દ્રવ્ય, આ પાંચ વસ્તુઓને પતિ – પત્નીના દુપટ્ટીમાં બાંધીને કોઈ વડીલ મહિલા કે પુરુષે ગ્રંથિ બંધન કરવું. બધા લોકોએ ગાયત્રી મંત્ર બોલવો.

(૨) પાણિગ્રહણ – પતિ – પત્ની બંનેએ પોતાના હાથમાં ચોખા – પુષ્પ લઈને સૂત્ર બોલીને એ પ્રમાણેની ભાવનાઓ કરવી.

સૂત્ર : ૐ પરસ્પરં સમ્ભાવયિષ્યામિ | (એક બીજાને સન્માન આપીને સુયોગ્ય બનાવીશું.) ત્યાર બાદ બંને મિત્રોની જેમ મંત્રોચ્ચારણમાં સૂર પૂરાવે

મંત્ર – ૐ મંગલં ભગવાન્ વિષ્ણુ મંગલં ગરુડધ્વજ: | મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ: |

(૩) પ્રતિજ્ઞા – પતિ – પત્નિએ એમના માટે નિર્ધારિત પ્રતિજ્ઞાઓ અનુક્રમે બોલવી.

સૂત્ર- ૐ કુટુંબં આદર્શ વિધાસ્યામિ | (કુટુંબના વાતાવરણને આદર્શ બનાવીશું)

ત્યાર પછી બંનેએ ચોખાની સાત ઢગલીઓ તરફ ડગ માંડવાં અને પ્રતિનિધિ આચાર્ય મંત્ર બોલતા રહે.

પ્રથમ ચરણ – ( જમણો ) અન્ન વૃદ્ધિ માટે કુટુંબ માટે સુસંસ્કારી અન્નની વ્યવસ્થા કરીશું.

ૐ પરમાત્મને નમ :

બીજુ ચરણ : (ડાબો) બળવૃદ્ધિ માટે અશકત ન બનતા સશકત બનીશું. એક બીજાને સશકત બનાવીશું.

ૐ જીવબ્રહ્મણાભ્યાં નમ: |

ત્રીજુ ચરણ – ( જમણો ) ધન વૃદ્ધિ માટે ધનના ઉત્પાદનની સાથે સાથે એના સદુપયોગની વ્યવસ્થા પણ બનાવીશું.

ત્રિગુણેભ્યો નમ :

ચોથે ચરણ : ( ડાબા ) સુખવૃદ્ધિ માટે કુટુંબને સુખ પ્રાપ્ત થાય એવું આચરણ કરીશું.

ૐ ચતુર્વેદેભ્યો નમ: |

પાંચમું ચરણ – ( જમણો ) પ્રજાપાલન માટે આશ્રિતોને સ્વસ્થ, સમુન્નત અને સુસંસ્કારી બનાવીશું.

ૐ પંચ પ્રાણેભ્યો નમ: |

છઠ્ઠુ ચરણ: ( ડાબો ) ઋતુ અનુસાર વ્યવહાર માટે એકબીજાના માનસ અને પરિસ્થિતિને અનુરૂપ વ્યવહાર કરીશું.

ૐ ષડ્ રભ્યો નમ:  |

સાતમું ચરણ – (ડાબો) મિત્રતાની વૃદ્ધિ માટે પરસ્પર મિત્રભાવ વધારીશું તથા સુસંસ્કારી અને હિતેચ્છુ મિત્રો બનાવીશું.

ૐ સપ્તઋષિભ્યો નમ: |

(૫) આશ્વાત્સના – પતિ – પત્નીએ એકબીજાના ખભે હાથ મૂકીને સૂત્ર દોહરાવવું.

સૂત્ર – ૐ અધિકારપેક્ષયા કર્તવ્યં પ્રધાનં મનિસ્યે |  

(૬) તિલક – પતિ – પત્નીએ એક બીજાના મસ્તક પર તિલક લગાવવું અને એકબીજાના સન્માન અને ગૌરવનું નિમિત્ત બનવાની ભાવના કરવી.

ૐ સ્વસ્તિ નઃ ઈન્દ્રો વૃદ્ધશ્રવાઃ ડસ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા: ||

સ્વસ્તિનસ્તાક્ષર્યો ડઅરિષ્ટનેમિ: સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ||

યજ્ઞ – દીપયજ્ઞની પ્રક્રિયા અહીં જોડવી.

 (૭) સંકલ્પ અને પૂર્ણાહુતિ – પતિ – પત્નીએ હાથમાં ચોખા – પુષ્પ – જળ લઇને સંકલ્પનાં સૂત્રો બોલવાં અને પૂર્ણાહુતિની પ્રક્રિયા પૂર્ણતયા સંપન્ન કરવી.

સંકલ્પ : અધ ….  ગોત્રોત્પન્ન….  નામાહમ્ વિવાહ દિવસોત્સવ સંસ્કાર સિદ્ધયર્થ દેવાનાં તુષ્ટયર્થં ચ દેવ દક્ષિણાન્તર્ગતે

(૧) ૐ દ્વિશરીરં એક પ્રાણં ભવિષ્યામિ |

(૨) ૐ પરસ્પરં સંભાવયિષ્યામિ |

(૩) ૐ કુટુંબ આદર્શ વિધાસ્યામિ |

(૪) ૐ અધિકારાયેક્ષયા કર્તવ્ય પ્રધાનં મનિસ્યે | ઈત્યેતાને વ્રતાન્ ધારણાર્થં સંકલ્પ અહં કરિષ્યે |  

(૮) આશીર્વચન : ત્યાર પછી ઉપસ્થિત રહેલા સર્વ જનોએ પતિ – પત્ની ઉપર ચોખા – પુષ્પની વૃષ્ટિ કરતાં આશીર્વાદ આપવા.

આચાર્યે મંત્ર બોલવો:

ૐ મંગલ ભગવાન્ વિષ્ણુ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment