શક્તિનો નાશ કરવાનાં દુષ્પરિણામ | ગાયત્રી વિદ્યા

શક્તિનો નાશ કરવાનાં દુષ્પરિણામ

શક્તિનાશનાં અનેક કારણોમાં વિષય લોલુપતા સૌથી મોટું કારણ છે. મોટે ભાગે જોવામાં આવે છે કે શક્તિસંપન્ન વ્યક્તિઓમાં કામવાસનાનો વિકાર વિશેષરૂપમાં ઉત્પન્ન થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે તેઓ પોતાની શક્તિઓનો નાશ કરે છે અને બીજાઓને પણ નુકસાન પહોંચાડે છે.. ? સૌદર્ય, શક્તિ, યૌવન અને ધન સંસારની ચાર વિભૂતિઓ છે. ઈશ્વ શક્તિઓની સૃષ્ટિ એ માટે કરી છે કે એમની સહાયતા તેમ જ વિવેકશીલ ઉપયોગ દ્વારા માનવ ધીરે ધીરે ઉત્થાન તેમ જ સમૃદ્ધિના શિખરે પહોંચી જાય. વાસ્તવમાં આ દૈવી વિભૂતિઓના સદુપયોગ દ્વારા મનુષ્ય શારીરિક, બૌદ્ધિક તેમ જ માનસિક શક્તિઓનો પૂર્ણ વિકાસ કરી શકે છે.

માનવીય વ્યક્તિત્વના વિકાસમાં તેઓ પોતાનું અલગઅલગ મહત્ત્વ ધરાવે છે. ભગવાનના સ્વરૂપની કલ્પનામાં આપણે સૌંદર્યશક્તિ તેમ જ ચિરયૌવનને મહત્ત્વ આપીઍ છીએ. આપણી કલ્પનામાં ઈશ્વર સૌદર્યનો પુંજ છે, શક્તિનો અગાધ સાગર છે, ચિરયુવા છે, અક્ષય છે. લક્ષ્મી એમની સેવિકા છે. આ જ ગુણ માનવ જગતમાં આપણી સર્વતોમુખી ઉન્નતિમાં સહાયક છે. જે જે મહાપુરુષોને આ શક્તિ કેન્દ્રોનું જ્ઞાન થયું અને જેમ જેમ એમણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો એમ એમ તેમની ઉન્નતિ થતી ગઈ, પરંતુ જયાં એમનો દુરુપયોગ થયો ત્યાં પતનનો આરંભ થયો. એ પતન પણ એટલું ભયંકર થયું કે ચરમ સીમાએ પહોંચી ગયું અને એનો સર્વનાશ એવો થયો કે બચવાનું સંભવ બન્યું નહીં. શક્તિનો દુરુપયોગ મનુષ્યને રાક્ષસ બનાવી શકે છે. રાવણ જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તે બુદ્ધિવાન તથા તપસ્વી રાજા હતો, પરંતુ શક્તિનો મિથ્યાદંભ એના પર સવાર થઈ ગયો. પંડિત રાવણ રાક્ષસ રાવણ બની ગયો. એની વાસના ઉત્તેજિત થઈ ગઈ.

જેટલો એણે વાસનાપૂર્તિનો પ્રયત્ન કર્યો, એટલી બમણાવેગથી એ ઉદ્દીપ્ત થઈ. શક્તિ એની પાસે હતી. વાસનાપૂર્તિ અર્થે રાવણે શક્તિનો દુરુપયોગ કર્યો. અંતે એની પાસે સમસ્ત શક્તિઓ હોવા છતાં તેનો નાશ થયો. શક્તિના દુરુપયોગથી ન્યાયનું ગળું દબાય છે. વિવેક દબાઈ જાય છે, મનુષ્યને સ્વકર્તવ્યનું જ્ઞાન નથી રહેતું. એ મદહોશ થઈ જાય છે અને એને સત્ અસત્ નો તફાવત જણાતો નથી.


ગાયત્રી માતા સ્વયં શક્તિસ્વરૂપિણી છે અને એની ઉપાસનાથી આપણે બધા જ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ શરત એ છે કે જે શક્તિ પ્રાપ્ત કરવામાં આવે એનો સદુપયોગ કરવામાં આવે. દુરુપયોગ કરવાથી એનું પરિણામ ભયાનક આવે છે અને એનાથી માત્ર આપણું સાંસારિક પતન જ થતું નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આપણે અત્યંત નિમ્ન સ્તરે પહોંચી જઈએ છીએ

શક્તિ અને આધ્યાત્મિકતા | ગાયત્રી વિદ્યા

શક્તિ અને આધ્યાત્મિકતા

એકાગ્રતામાં દિવ્ય શક્તિઓનો ભંડાર ભરેલો છે. સાંસારિક જીવનમાં મનની શક્તિથી મોટાંમોટાં અદ્ભુત કાર્યો મનુષ્ય પૂરાં કરે છે. આ માનસિક શક્તિને જયારે બહારથી સમેટીને અંતર્મુખી કરવામાં આવે છે અને કઠોર પરિશ્રમ દ્વારા એને સુવ્યવસ્થિત રૂપે આત્મસાધનામાં લગાડવામાં આવે છે ત્યારે ખૂબ જ અદ્ભુત તથા આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થાય છે, જેને રિદ્ધિ – સિદ્ધિ કહીએ છીએ. ખરેખર આધ્યાત્મિક સાધનાના ફળસ્વરૂપે થોડી એવી વિશેષ યોગ્યતાઓ પ્રાપ્ત થાય છે, જે સર્વ સાધારણમાં જોવા મળતી નથી. જો આ પ્રકારના વિશેષ લાભ ન મળતા હોત તો માનવ સ્વભાવતઃ જે વૈભવ અને આનંદ શોધતો ફરે છે તે ઈન્દ્રિયભોગો ત્યાગીને યોગની કઠોર સાધનાઓ તરફ આકર્ષિત થાત નહીં.

જો એના ફળ સ્વરૂપે કોઈ ઊંચી વસ્તુ પ્રાપ્ત ન થાય તો રુક્ષ, નીરસ, કઠોર, અરુચિકર તથા કષ્ટસાધ્ય સાધનાઓ કરવા કોઈ કદાપિ તૈયાર થાત નહીં. મૂર્ખ, નિરક્ષર, નશાખોર, હરામી અને અર્ધા ગાંડા ભિક્ષાર્થી માટે કહી શકાય કે એ લોકો મહેનત વિના પેટ ભરવા માટે જટા રાખે છે, પરંતુ બધા માટે એમ ન કહી શકાય. વિદ્યા, વૈભવ, બુદ્ધિ, પ્રતિભા અને યોગ્યતાસંપન્ન વ્યક્તિ જ્યારે વિવેકપૂર્વક સાંસારિક ભોગવિલાસમાંથી વિરક્ત થઈને આત્મસાધનામાં પ્રવૃત્ત થતી જોવા મળે છે તો એમાં કોઈ વિશેષ લાભ હોવાનું જ સાબિત થાય છે. પ્રાચીનકાળમાં જેટલા તપસ્વીઓ થયા હતા અને આજે પણ જે સાચા તપસ્વી છે તેઓ વિવેક બુદ્ધિથી નિર્ણય કરીને જ આ માર્ગમાં આવે છે. એમની વ્યાપારી બુદ્ધિએ ગંભીરતાપૂર્વક નિર્ણય કર્યો હોય છે કે ભોગની સરખામણીમાં આત્મસાધનામાં વધુ લાભ છે. લાભનો લોભ જ એમને સ્થૂળ વસ્તુઓમાં રસ લેવાના બદલે સૂક્ષ્મ સંપદાઓનો સંચય કરવા તરફ ખેંચી જાય છે. જે લોકો ખરી લગન અને નિષ્ઠા સાથે આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્ત છે એમનું ઉત્પાદન કાર્ય સારી ફસલ ઉગાડે છે. એમનામાં એક ખાસ પ્રકારની શક્તિ વધે છે, જેને આત્મબળ કહે છે.

આ બળ અન્ય સાંસારિક બાબતોની તુલનામાં વધુ મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીનકાળમાં રાજા વિશ્વામિત્રની સમસ્ત સેના તપસ્વી વશિષ્ઠના આત્મબળની સામે પરાજિત થઈ ગઈ, તો “ ધિક્ બલં ક્ષત્રિય બલં , બ્રહ્મ તેજો બલં બલમ્ ” કહીને વિશ્વામિત્ર રાજપાટ છોડીને આત્મ સાધનાના કરવા ચાલી નીકળ્યા. રાજા કરતાં ઋષિ એમને વધુ બળવાન લાગ્યા. સાંસારિક બળ કરતાં આત્મબળ એમને મહાન લાગ્યું. નાની વસ્તુને છોડીને લોકો મોટી વસ્તુ તરફ જાય છે. રાજ ત્યાગીને વિશ્વામિત્રનું યોગી થવું તે આનું જવલન્ત પ્રમાણ છે. ગૌતમ બુદ્ધનું ચરિત્ર પણ આની પુષ્ટિ કરે છે. જેઓ આત્મ સાધનામાં લીન છે તેઓ ઊંચી કક્ષાના વેપારી છે, કારણ કે તેઓ નાનકડો ધંધો છોડીને મોટી કમાણીમાં લાગ્યા છે.

શક્તિનો દૈવી સ્રોત | ગાયત્રી વિદ્યા

શક્તિનો દૈવી સ્રોત

ઘણી વ્યક્તિઓ જે સ્વભાવથી જ પોતાને નિર્બળ અને સામર્થ્યહીન માને છે તેઓ સરળતાથી એ વિશ્વાસ કરી જ શકતી નથી કે મહેનત કરવાથી પોતે મહાન તથા શક્તિશાળી થઈ શકે છે. તેઓ પોતાની વર્તમાન દુર્બળ અવસ્થાને જોઈને એવું વિચારે છે કે આપણે તો સદા આ રીતે દબાયેલા રહેવા માટે પેદા થયા છીએ, પરંતુ આ એક ભ્રમજનક ધારણા છે. પ્રત્યેક વ્યક્તિની અંદર એક એવું શક્તિકેન્દ્ર હાજર છે, જે એને ઈચ્છાનુસાર ઊંચા સ્થાને પહોંચાડી શકે છે. શાસ્ત્રોમાં કહ્યું છે : પ્રત્યેકમસ્તિ ચિચ્છક્તિર્જીવ શક્તિ સ્વરૂપિણી” “પ્રત્યેક જીવમાં ચૈતન્યશક્તિ ( આત્માની અનંત અને અપાર શક્તિ ) વિદ્યમાન છે.” શક્તિથી જ મનુષ્ય પહેલાં ધર્મ પ્રાપ્ત કરે છે. પછી એનાથી જ અર્થ સિદ્ધ કરતાં કરતાં પુણ્ય સંચય કરીને કામનાઓની પૂર્તિ કરવામાં સમર્થ બને છે. અંતે એ શક્તિથી પૂર્ણ ત્યાગ તેમ જ જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે. પોતાની શક્તિના પ્રવાહનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ પુરુષાર્થ છે. આ રીતે શક્તિ સંપન્નતાને સ્વાર્થ સિદ્ધિના બદલે બીજાના હિતમાં વાપરવી એ જ ઉન્નતિના પંથે આગળ વધતા રહેવું છે.

શક્તિની ક્યાંય કોઈની પાસે ભીખ માગવાની જરૂર નથી. એ તો બધાને આપમેળે મળે છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન તથા વિવેકનો ઉદય થતો નથી ત્યાં સુધી દેહ નિરર્થક ક્રિયા કરતો રહીને અસદ્ભાવોને સત્ય માનીને પોતાના જીવનમાં સુલભ શક્તિઓનો દુરુપયોગ કરતો રહે છે. કદાચ આપણું જીવન સદ્ગુણ અને સદ્ભાવરહિત હોય તો આપણે શક્તિઓના સદુપયોગથી કોઈ પણ પ્રકારના અભાવને તુચ્છ તથા અકિંચનમાંથી મહાન થઈ શકીએ છીએ. દેહ, પ્રાણ, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા દુરુપયોગ થતી શક્તિનો સદુપયોગ કરવા માટે જ પૂજા, પાઠ, કીર્તન, જપ, તપ અને ધ્યાન વગેરે અનેક સાધનોનો આશ્રય લેવો પડે છે. જે રીતે આપણું આ ભૌતિક શરીર આ જ ભૂલોકનાં દ્રવ્યોથી બનેલું છે, એ જ રીતે આપણાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય ક્ષેત્રો ઉત્તરોત્તર સૂક્ષ્માતિસૂક્ષ્મ લોક દ્વારા નિર્મિત છે, પ્રત્યેક ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ છે અને પોતપોતાના લોકની દિવ્યશક્તિઓ મેળવવા માટે પ્રત્યેક ક્ષેત્ર ક્રિયાશીલ થઈ રહ્યું છે. જે ક્ષેત્રમાં ક્રિયાની પ્રધાનતા રહે છે એ જ ક્ષેત્ર વિશેષ શક્તિસંપન્ન હોય છે.

સ્થૂળ ક્ષેત્રમાં સંઘરાયેલી શક્તિ દ્વારા સ્થૂળકર્મ સારી રીતે સિદ્ધ થાય છે. પ્રાણમય સૂક્ષ્મક્ષેત્રમાં પ્રાણશક્તિ દ્વારા વિવિધ વિષય વાસનાઓ તથા કામનાઓની પૂર્તિ થતી રહે છે. આ રીતે મનોમય ક્ષેત્રમાં કેન્દ્રિત શક્તિ દ્વારા વિવિધ ભાવ, ઈચ્છા, તેમ જ સંકલ્પની સિદ્ધિ થાય છે. એનાથી પણ ઉપર વિજ્ઞાનમય ક્ષેત્રમાં વિકસિત શક્તિના યોગથી અદ્ભુત પ્રતિભાયુક્ત જ્ઞાનનો પ્રકાશ થાય છે. આ જ જ્ઞાનલોકમાં પરમાર્થનો પથિક પોતાની વિખરાયેલી બહિર્મુખી શક્તિને અંતર્મુખ કરતાં કરતાં પોતાના પરમ લક્ષ્ય તરફ અગ્રેસર થવામાં સમર્થ બને છે. જે રીતે ભૌતિક ભવનને બીજા રૂપમાં બદલવા માટે સંપત્તિની જરૂર પડે છે, એ રીતે ઈચ્છિત રૂપમાં પોતાના ભાગ્યભવનને બદલવા માટે પણ શક્તિ અને પુણ્યરૂપી સંપત્તિની આવશ્યકતા છે. તપ દ્વારા શક્તિ અને સેવા દ્વારા પુણ્યરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. શક્તિના દુરુપયોગથી દુર્ભાગ્યની અને સદુપયોગથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સાંસારિક સ્વાર્થ જ સાધતા રહેવું એ શક્તિનો દુરુપયોગ છે, પરંતુ પરોપકાર કરતા જઈને પોતાનો પરમાર્થ કરી લેવો એ શક્તિનો સદુપયોગ છે.

સંસારમાં આસક્ત રહેવું તે શક્તિનો દુરુપયોગ છે અને ત્યાગ દ્વારા જ્ઞાન તથા ભક્તિમાં મગ્ન હોવું તે શક્તિનો સદુપયોગ છે. અહંકારપૂર્વક પોતાની શક્તિથી કોઈને પાડી દેવોતે શક્તિનો દુરુપયોગ છે અને પતિતને સરળ ભાવથી ઊંચે ઉઠાવવો તે શક્તિનો સદુપયોગ છે. સંયમ – સાધના દ્વારા શક્તિનો વિકાસ કરવા તથા શક્તિના સદુપયોગની સિદ્ધિ માટે જ મંદિરોમાં, તીર્થસ્થાનોમાં, શક્તિપીઠોમાં, વન – ઉપવનોમાં સમયાનુસાર જવાની પ્રક્રિયા આપણા દેશમાં ચાલતી આવી છે. આવાં પવિત્ર સ્થાનોમાં પોતાના અંતરની સુષુપ્ત શક્તિ સહજ પ્રયાસથી જ જાગૃત થઈ જાય છે. આપણે સૌએ ધ્યાન દઈને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે શક્તિનો કોઈ પણ ક્રિયા, ચેષ્ટા, ભાવ, તેમ જ વિચાર દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે સદુપયોગ. આ રીતે આપણે મેળવેલી શક્તિની વધુમાં વધુ વૃદ્ધિ કરી શકીએ છીએ. શુદ્ધ, સાત્ત્વિક આહાર અને વિષય સંયમથી શારીરિક ઉન્નતિ થાય છે. સવ્યવહાર તેમ જ સદ્ગુણોના વિકાસથી માનસિક ઉન્નતિ થાય છે. સંત – સદ્ગુરુના સમાગમ દ્વારા પ્રાપ્ત જ્ઞાનથી બૌદ્ધિક ઉન્નતિ થાય છે અને નિષ્કામ પ્રેમ તેમ જ સત્ય સ્વરૂપના ધ્યાનથી આત્મોન્નતિ થાય છે. આપણને સૌ પ્રથમ સંતોના સત્સંગની સૌથી વધુ આવશ્યકતા છે, જેનાથી આપણે વિવેક દષ્ટિ પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી આપણે આત્મસંયમથી સાધના કરીએ, કેમ કે બુદ્ધિમત્તાપૂર્વક આત્મસંયમથી જ શક્તિ સંપન્ન થઈને આનંદ અને શાંતિના પરમધામની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં શક્તિની પ્રાપ્તિ તેમ જ નિર્બળતાનો અભાવ જ માનવ ઉત્થાન કે શક્તિનો સદુપયોગ છે. જયારે આપણે ભયને બદલે નિર્ભય થઈને પ્રત્યેક તકલીફને દૂર કરવા માટે સમર્થ થઈ જઈએ અને આપણા લક્ષ્ય તરફ આગળ વધતા જ જઈએ તથા જ્યારે આપણને સક્તિની મહાન કૃપાનો અનુભવ થવા લાગે ત્યારે આપણે શક્તિનો સદુપયોગ કરનારી વ્યક્તિના રૂપમાં આપણને પોતાને પામીને ધન્ય થઈ જઈશું.

શક્તિ સંચયની પ્રણાલી | ગાયત્રી વિદ્યા

શક્તિસંચયની પ્રણાલી
સંસારમાં શક્તિની આવશ્યકતા અને મહત્ત્વને સમજીને બુદ્ધિમાન વ્યક્તિ હમેશાં એનો સંચય કરવામાં તત્પર રહે છે. કોઈ જપ – તપ કરીને આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરે છે, કોઈ વ્યાયામ દ્વારા શારીરિક શક્તિ વધારે છે, તો કોઈ જાતજાતની વિદ્યાઓ અને કલાઓનો અભ્યાસ કરીને બૌદ્ધિક શક્તિને તીક્ષ્ણ કરે છે. સારાંશ એ છે કે પ્રત્યેક વ્યક્તિને સંસારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શક્તિનો સંચય કરવાની જરૂર પડે છે. નિર્બળતા એક બહુ મોટું પાપ છે. અશક્ત વ્યક્તિ પોતાનો ખરાબ પ્રભાવ જે નજીકના તેમ જ કુટુંબીજનો પર પાડે છે, એમની મનોવૃત્તિ પણ એ જ ઢાંચામાં ઢળવા લાગે છે. આ રીતે આ ચેપી બીમારી એકથી બેમાં, બેથી દસમાં અને દસથી સેંકડોમાં ફેલાતી જાય છે. કાયર, આળસુ, નકામા, નિર્બળ, ભિખારી, દીન તથા દાસવૃત્તિના લોકો બીજાને પણ પોતાના જેવા બનાવી દે છે.


નિર્બળ વ્યક્તિ જીવનભર દુ:ખ ભોગવે છે. જેમનું શરીર નિર્બળ છે તેમને બીમારીઓ સતાવશે, તેમને સાંસારિક સુખોથી વંચિત રહેવું પડશે. ઈન્દ્રિયો સાથ નહીં આપે, તો સુખદાયક વસ્તુઓ પાસે હોવા છતાં પણ એમનું સુખ મેળવી શકાશે નહીં. જેઓ આર્થિક દૃષ્ટિથી નિર્બળ છે તેઓ જીવન માટે ઉપયોગી વસ્તુઓ પણ મેળવવામાં સફળ થઈ શકે નહીં. સુખી અને સફળ મનુષ્યોના સમાજમાં એને દીન, હીન તથા ગરીબ સમજીને તિરસ્કૃત કરવામાં આવશે. અનેક સ્વાભાવિક આકાંક્ષાઓને એણે મન મારીને મસળી નાખવી પડશે.


સંસારમાં પાપ, અનીતિ તેમ જ અત્યાચારની વૃદ્ધિનું મહત્ત્વનું કારણ નિર્બળતા છે. નબળાં ઘેટાં – બકરાંને માંસાહારી મનુષ્ય અને પશુઓ ખાઈ જાય છે, પણ વરુનું માંસ રાંધવાની કોઈને ઈચ્છા થતી નથી. કમજોરીમાં એક એવું આકર્ષણ છે કે એનો અનુચિત લાભ લેવાની દરેકને ઈચ્છા થઈ આવે છે. નાનાનાના અદૃશ્ય રોગકીટાણુ, જે હવામાં ઊડતા ફરે છે તે એના પર જ આક્રમણ કરે છે, જે નબળા હોય છે. આપણે આપણી ચારે બાજુ જોઈ શકીએ છીએ કે કમજોર પર સૌ કોઈ હુમલો કરવાનું વિચારે છે. જેમ ગંદકી એકઠી થવાથી માખીઓ આપોઆપ પેદા થઈ જાય છે અથવા દૂર દૂરથી ભેગી થઈને ત્યાં આવી જાય છે, એમ કમજોરોનો અનુચિત લાભ ઉઠાવવા ઘરનાં, પડોશીઓ તેમજ દૂર દેશની વ્યક્તિઓ પણ એકત્ર થઈ જાય છે. જો કમજોરીનો અંત આવી જાય તો અત્યાચાર અથવા અન્યાયનો અંત પણ નિશ્ચિત છે.


દુર્બળ મનુષ્ય સ્વયં પોતાની અંદર સ્વસ્થ વિચારધારા ધારણ કરી શકતો નથી. એનાં કારણે કેટલાંય છે. જેવાં કે – ( ૧ ) શારીરિક દૃષ્ટિએ કમજોર વ્યક્તિના મગજમાં પૂરતું લોહી પહોંચતું નથી. એટલે એ જરાક જેટલી વાતમાં ઉત્તેજિત, ચિંતિત, ભયભીત, બેચેન તેમ જ કિંકર્તવ્યમૂઢ બની જાય છે. આવી અવસ્થાઓમાં મગજ યોગ્ય નિર્ણય કરી શકતું નથી. એ અંધકારપૂર્ણ રસ્તા તરફ આગળ વધે છે. (૨) પુરુષાર્થ શક્તિના અભાવમાં એ ઈચ્છિત વસ્તુઓને બાહુબળથી પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ ઈચ્છા એને સતાવે છે. આ ઈચ્છાની પૂર્તિ માટે એ અધર્મ રીતે ભોગવસ્તુઓ તથા સંપદાઓ મેળવવા પ્રવૃત થાય છે. (૩) પોતાની હીન દશા અને બીજાની સારી દશા જોઈને એના મનમાં ખટકો, આત્મગ્લાનિ, ચીડ તેમજ ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં દુર્ભાગ્ય કે નિરાશાજનક ભાવ કે જલનથી, પ્રતિહિંસાની ઘાતક ભાવના એના મગજમાં જાગે છે. (૪) અભાવોને કારણે જે મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેનાથી વિચલિત થઈને મનુષ્ય અધર્મ આચરે છે. (૫) નિર્બળતા એક પ્રકારનો રોગ છે. એ રોગી અવસ્થામાં વિચાર પણ રોગી બની જાય છે. ઉચ્ચ કોટીના આધ્યાત્મિક વિચાર એ અવસ્થામાં થઈ શકતા નથી. શાસ્ત્રકારો કહે છે, “ ક્ષીણાનરા : નિષ્કરુણા ભવન્તિ ” એટલે કે દુર્બળ મનુષ્ય નિર્દય થઈ જાય છે.


આ કારણોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ભૌતિક ઉન્નતિ જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ બળવાન બનવું આવશ્યક છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે “શક્તિનો પ્રયોગ કરવા માટે શક્તિનું પ્રદર્શન જરૂરી છે.” પ્રકૃતિનું, મનુષ્યોનું, રોગોનું તથા શેતાનનું આક્રમણ આપણા ઉપર થતું રોકવાનો એક માત્ર ઉપાય એ છે કે આપણે શારીરિક, બૌદ્ધિક તથા આત્મિક બળને એટલું વધારી દઈએ કે એને જોતાં જ આક્રમણકારી પાછો પડી જાય. બળનો સંચય અનેક આવનારી વિપત્તિઓથી અનાયાસ બચાવી લે છે. સબળતા એક મજબૂત કિલ્લો છે, જેને જોઈ શત્રુઓના મનસૂબા ધૂળમાં મળી જાય છે.
શાક્ત લોકો અષ્ટભુજા દુર્ગાની પૂજા કરે છે. ભવાની શક્તિની મૂર્તિઓમાં આપણે એમની આઠ ભુજાઓ જોઈએ છીએ. એનું તાત્પર્ય છે કે આઠ સાધન છે- (૧) સ્વાસ્થ્ય (૨) વિદ્યા (૩) ધન (૪) વ્યવસ્થા (૫) સંગઠન (૬) યશ (૭) શૌર્ય (૮) સત્ય. આ આઠેય એકત્ર થવાથી એક પૂર્ણ શક્તિ બને છે. આ શક્તિઓ જેની પાસે જેટલા પ્રમાણમાં હશે એને એટલો જ શક્તિવાન માનવામાં આવશે.
(૧).  સ્વાસ્થ્યની મહત્તા આપણે સૌ જાણીએ છીએ. એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ છે. અસ્વસ્થ મનુષ્ય તો આ પૃથ્વી પર ભારરૂપ છે, જે બીજાના કષ્ટનું કારણ બની પોતાના શ્વાસ પૂરા કરે છે. તે સાચા જીવનનો સ્વાદ લેવાથી અને મનુષ્યતાની જવાબદારીઓ પૂર્ણ કરવાથી વંચિત રહી જાય છે. કોઈ ક્ષેત્રમાં ઉન્નતિ કરવાનું તો દૂર, પરંતુ એને માટે પ્રાણ ધારણ કરી રાખવાનું પણ બહુ અઘરું થઈ જાય છે. .સ્વાસ્થ્ય સર્વપ્રથમ અને સર્વોપરી બળ છે. આ બળ વિનાનાં બધાં બળ નિરર્થક છે. એટલે સ્વસ્થતા તરફ સૌથી વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
અસ્વસ્થ હોવાનાં થોડાંક કારણ છે. જો આપણે એ તરફ સતર્ક રહીએ તો બીમારી અને કમજોરીથી બચીને સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ. સ્વાસ્થ્ય તરફ પૂરતું ધ્યાન ન આપવું, નીરોગી બનવામાં પૂરો રસ ન લેવો એ તંદુરસ્તી ખરાબ હોવાનું સૌથી મોટું કારણ છે. ધન કમાવામાં, કારોબાર, વેપાર કે અન્ય અનેક કામોમાં જેટલી તીક્ષ્ણ દૃષ્ટિથી, હોશિયારી અને રસથી કામ કરીએ છીએ એનાથી દસમા ભાગનું ધ્યાન પણ તંદુરસ્તી તરફ આપવામાં આવે તો દુર્બળ બનવાની નોબત ન આવે. આમ તો લોકો શરીરને આરામ આપવાની અને શણગારવાની ફિકર કરે છે, ઈન્દ્રિય ભોગોનાં સાધન મેળવે છે, પરંતુ એ નથી વિચારતા કે ચિરસ્થાયી સ્વાસ્થ્ય અને દીર્ઘજીવન કેવી રીતે પ્રાપ્ત થાય. જો આપણે ધનવાન બનવાની ઈચ્છાની જેમ સ્વસ્થ તેમ જ દીર્ઘજીવી બનવાની ઈચ્છા રાખીએ તો અવશ્ય એ મનોરથ સફળ થઈ શકે છે. ધનવાન બનવા કરતાં સ્વસ્થ થવાનું સહેલું છે.

સ્વાદ, ફેશન કે આરામ તરફ ધ્યાન આપવાના બદલે આરોગ્યની દષ્ટિએ આપણે આપણા જીવનક્રમ બનાવવો જોઈએ. પ્રાત : કાળે વહેલા જાગવું, રાત્રે વહેલા સૂઈ જવું, નિયમિત વ્યાયામ કરવો, ત્વચાને ખૂબ ઘસી ઘસીને સ્નાન કરવું, માલિશ, મળની સારી રીતે સફાઈ, સ્વાદલોલુપતાને એકદમ તિલાંજલિ આપીને સાત્ત્વિક મનથી પ્રમાણસર, ખૂબ ચાવીને પ્રસન્નતાપૂર્વક ભોજન કરવું, સામર્થ્ય પ્રમાણે શ્રમ કરવો, ચિંતાથી બચવું, વીર્યરક્ષા વગેરે બાબતોની તકેદારી રાખવામાં આવે તો સ્વસ્થતા પડછાયાની જેમ સાથે રહેશે. તંદુરસ્તી હકીમ – ડૉક્ટરના દવાખાનામાં કે રંગબેરંગી શીશીઓમાં નહીં, બલકે આહારવિહારની સાત્ત્વિક્તા તેમ જ સાવધાનીમાં છે. આડંબર, કૃત્રિમતા, સ્વાદલોલુપતા, પ્રકૃતિ વિરુદ્ધની આળસુ રહેણીકરણીથી આપણે રોગી બનીએ છીએ. એનો ત્યાગ કરીને જો સીધોસાદો, સરળ અને પ્રકૃતિને અનુકૂળ જીવનક્રમ અપનાવવામાં આવે તો સ્વસ્થતા નિશ્ચિત રૂપે આપણી સાથે રહેશે. (૨) વિઘાના બે વિભાગ છે : એક શિક્ષણ, બીજી વિધા. સાંસારિક માહિતીને શિક્ષણ કહે છે, જેમકે ભાષા, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, ચિકિત્સા, વેપાર, શિલ્પ, સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન, નીતિ, ન્યાય વ્યવસ્થા વગેરે. મનુષ્યનાં કર્તવ્યો અને ઉત્તરદાયિત્વને હ્રદયંગમ કરવાને વિદ્યા કહે છે. ધર્મ, અધ્યાત્મ, શિષ્ટાચાર, સેવા, પુણ્ય, પરમાર્થ, દયા, ત્યાગ, સરળતા, સદાચાર, સંયમ, પ્રેમ, ન્યાય, ઈમાનદારી, ઈશ્વરપરાયણતા, કર્તવ્યભાવના વગેરે વૃત્તિઓનું જીવનમાં ભળી જવું તે વિદ્યા છે. શિક્ષણ અને વિદ્યા બંનેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણથી સાંસારિક જીવનની શ્રીવૃદ્ધિ થાય છે, જયારે વિદ્યાથી આત્મિક જીવનમાં સુસંપન્નતા આવે છે.
બૌદ્ધિક વિકાસ માટે જિજ્ઞાસાની સૌથી વધુ આવશ્યકતા છે. જેના મનમાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને અનેક તર્કવિતર્ક થાય છે, ચિંતન, મનન અને વિવાદ કરવામાં જેને રસ પડે છે, જે પોતાની જાણકારી વધારવા પ્રયત્નશીલ રહે છે, જેને જ્ઞાન સંગ્રહનો શોખ છે, જે જ્ઞાનવાન બનવાના મહત્ત્વ અને આનંદથી પરિચિત છે એ વધુ જ્ઞાનવાન બનતો જશે. જ્ઞાની બનવાનાં અનેક સાધન એને ડગલે અને પગલે પ્રાપ્ત થતાં રહેશે. મૂઢમતિ મનુષ્યોને જયાં કોઈ ‘ખાસ વાત” નથી દેખાતી ત્યાં જિજ્ઞાસુ વ્યક્તિની સૂક્ષ્મ દૃષ્ટિ બહુ જાણવા જેવી બાબત શોધી કાઢે છે.

જ્ઞાની બનવાની તીવ્ર આકાંક્ષા થયા વિના મસ્તકની એ સૂક્ષ્મ શક્તિઓ સંચિત થઈ શકતી નથી કે જેના આધારે શિક્ષણ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ‘અથાતો બ્રહ્મ જિજ્ઞાસા’ ના સૂત્રકારે જ્ઞાન સાધનાના પ્રથમ ઉપાય તરીકે જિજ્ઞાસાને દર્શાવી છે. જિજ્ઞાસુ હોવું તે વિદ્વાન હોવાનું પૂર્વરૂપ છે.
પર્યટન, યાત્રા, સમાચારપત્રો વાંચવા, વિચારપૂર્વક પુસ્તકોનું અધ્યયન, સત્સંગ, સામાન્ય લોકોની મનોવૃત્તિનું અધ્યયન, ઘટનાઓ પર વિચાર અને એમનું નિરૂપણ તેમ જ અનુભવ સંપાદન વગેરેમાં રુચિ લેનારા મનુષ્યો બુદ્ધિમાન થઈ જાય છે. જેઓ પોતાની ભૂલો શોધીને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવા માટે દુરાગ્રહથી દૂર રહે છે અને પોતાના મગજને ખુલ્લું રાખે છે તે આવશ્યક તેમ જ ઉપયોગી જ્ઞાન પર્યાપ્ત માત્રામાં એકત્રિત કરી લે છે. સમર્થક અને વિરોધી એમ બંને તથ્યોને સમજવા અને એની વિવેચના કરવા માટે જેઓ તત્પર રહે છે તેઓ ભ્રમથી તથા અજ્ઞાનથી બચીને વાસ્તવિકતા સુધી પહોંચી જાય છે. પોતાની જાણકારીની અલ્પતાને સમજવી અને વધુ માત્રામાં તેમ જ વધુ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવાની નિરંતર ઈચ્છા રાખવી તે મનુષ્યને ક્રમશઃ જ્ઞાની બનાવતી જાય છે. જ્ઞાનવૃદ્ધિ કરવાના અવસરને જે લોકો શોધતા રહે છે અને એવો અવસર મળતાં જ એનો યોગ્ય લાભ ઉઠાવે છે, એમની વિદ્યા દિવસે – દિવસે વધતી જાય છે.

(૩) ધન : સમયના પ્રભાવથી આજે મનુષ્યના જીવનમાં પૈસાનું સ્થાન મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મનુષ્યની લઘુતા તથા મહાનતા પૈસાના માપદંડથી મપાવા લાગી છે. પૈસા દ્વારા બધી સુખસામગ્રી, બધા પ્રકારની યોગ્યતા અને શક્તિઓ ખરીદી લેવામાં આવે છે. આજે જે અનુચિત તથા વધારે મહત્ત્વ પૈસાને આપવામાં આવે છે, એ તરફ ધ્યાન આપવામાં ન આવે તો પણ એટલું તો માનવું જ પડશે કે પૈસાની આવશ્યકતા સૌ કોઈને છે. ભોજન, વસ્ત્ર તેમ જ મકાનની જરૂર પડે છે. અતિથિસત્કાર, પરિવારનું ભરણપોષણ, બાળકોનો અભ્યાસ, લગ્ન, દવાદારૂ, દુર્ઘટના, દુષ્કાળ, આપત્તિ, યાત્રા વગેરે માટે થોડાઘણા પૈસા દરેક સદ્ગૃહસ્થની પાસે હોવા આવશ્યક છે. ધન ઉપાર્જનની અનેક પ્રણાલીઓ સંસારમાં પ્રચલિત છે. એમાં વેપાર, ઉત્પાદન તેમ જ નિર્માણની પ્રણાલી સૌથી ઉત્તમ છે. શિલ્પ, વાણિજય, કલાકૌશલ, ખેતી, પશુપાલન, દલાલી વગેરે દ્વારા સહેલાઈથી ધન પેદા કરી શકાય છે. મૂડી વિનાના અને ઢીલા સ્વભાવવાળાઓ નોકરીનો સહારો લે છે. એવા જ કોઈ ઉત્તમ કાર્યથી આજીવિકા મેળવવી જોઈએ. ન્યાયોચિત માર્ગે પૂરતી આજીવિકા પ્રાપ્ત કરી લેવાનું અઘરું નથી. થોડા પ્રયત્નોથી વધુ ધન કમાવા માટે લોકો ચોરી, ડાકુગીરી, લૂંટ, લાંચ, છેતરપિંડી, ઉઠાઉગીરી, બેઈમાની, દગો, ભેળસેળ, વિશ્વાસઘાત, જુગાર, સટ્ટો, લોટરી, અન્યાય, શોષણ, અપહરણ વગેરે નીચ તથા વખોડવા લાયક માર્ગોનો આશ્રય લે છે. આ પ્રકારનું ધન કમાવવામાં લોકનિંદા, રાજદંડ, શત્રુતા, ધૃણા તથા હિંસાનો ભય તો પ્રત્યક્ષ છે જ. એ સિવાય આ પ્રકારના ધનનો બિનજરૂરી રીતે અપવ્યય થાય છે. જે પૈસો પસીનો વહાવી, કરકસરથી ભેગો કરવામાં આવ્યો નથી, તેને ખર્ચવામાં બહુ દુઃખ થતું નથી. ચોર, જુગારી, ઠગ વગેરે એક હાથે વિપુલ ધન કમાય છે અને બીજા હાથે તેને સ્વાહા કરી નાખે છે. આ પ્રકારના અપવ્યયથી અનેક પાપ, દુર્ગુણ તેમ જ અયોગ્ય ઉદાહરણ પેદા થાય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને પરિશ્રમપૂર્વક ઈમાનદારીથી યોગ્ય માર્ગો દ્વારા ધન કમાવું જોઈએ અને કરકસરથી કંઈક બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોગ્ય માર્ગે ધનવાન બનવાનું પ્રશંસનીય છે. ધન એકઠું કરી કરીને મોટી રકમ જમા કરવામાં નહીં, પરંતુ એનો યોગ્ય સમયે આવશ્યક તેમ જ યોગ્ય ઉપયોગ કરી લેવામાં ડહાપણ છે. ધન વિવેકપૂર્વક કમાવવું જોઈએ અને વિચારપૂર્વક ખર્ચવું જોઈએ. ત્યારે ધનની શક્તિનો વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકાય છે

(૪) વ્યવસ્થા : વ્યવસ્થા બહુ મોટી શક્તિ છે. મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સારો વ્યવસ્થાપક હોવો જોઈએ. જે વ્યક્તિ કામ પૂરું કરવાનો યોગ્ય પ્રબન્ધ કરી શકે છે એ બહુ મોટો જાણકાર છે. ધનવાન, વિદ્વાન અને સ્વસ્થ પુરુષ ઓછાં સાધનોથી મોટાં મોટાં કામો માટે સામગ્રી ભેગી કરી નાખે છે અને પોતાની હિંમત, ચતુરાઈ, બુદ્ધિમતા તેમ જ વ્યવસ્થાના બળે એમને પૂર્ણ કરે છે.
(અ) બીજાઓ પર પ્રભાવ પાડવો. (બ) ઉપયોગી મનુષ્યોનો સહયોગ મેળવવો. (ક) કામની બરાબર યોજના બનાવવી. (ડ) નિયમિત કાર્યપ્રણાલીનું સંચાલન કરવું. (ઈ) સામે આવી પડતી પડેલી મુશ્કેલીઓનું નિરાકરણ કરવું. ઓ પોચ ગુણ વ્યવસ્થાપકોમાં જોવા મળે છે. એ મધુરભાષા, શિષ્ટાચાર, સદ્દવ્યવહાર, લોભ, ભય વગેરે દ્વારા બીજાઓને પ્રભાવિત કરવાનું જાણે છે. અનુપયોગી તથા અયોગ્ય લોકોની ઉપેક્ષા કરી કામના માણસોને સહયોગ માટે રાખે છે. તેઓ લાભ અને હાનિના દરેક પાસાને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અનુભવ અને આંકડાના આધારે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કર્યા પછી પોતાના કામની યોજના બનાવે છે. સમયપાલન, નિયમિતતા, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું, સ્વચ્છતા, કર્મઠતા તેમ જ જાગૃતિ એમના સ્વભાવનું એક અંગ બની જાય છે. દોષને તેઓ બારીકાઈથી શોધી લે છે અને એને દૂર કરવા સદા પ્રયત્નશીલ રહે છે. બદલાતી પરિસ્થિતિઓના કારણે જે જોખમો ઉત્પન્ન થાય છે એમને રોકવા તેમ જ તેમનું શમન કરવા માટે પૂરું ધ્યાન રાખે છે. સફળ વ્યવસ્થાપકમાં આ પ્રકારના ગુણ હોય છે. એમની સૂઝ – બૂઝ વ્યાવહારિક હોય છે.
કર્મઠતા, જાગૃતિ, સ્વચ્છતા, નિયમિતતા, સમયપાલન તથા મર્યાદાનું ધ્યાન રાખવાથી મનુષ્યના વિચાર અને કાર્યો વ્યવસ્થિત થવા લાગે છે અને એ ધીરે ધીરે પોતાના ક્ષેત્રમાં એક કુશળ વ્યવસ્થાપક બની જાય છે. આવા માણસ પાસે દુનિયા પરાજય સ્વીકારે છે. સફળતા એની પાસે આવીને અને સલામ ભરે છે.
(૫) સંગઠન : શાસકારોએ “સંઘશક્તિ કલૌયુગે” સૂત્રમાં વર્તમાન સમયમાં સંઘશક્તિ, સંગઠન તથા એકતાને મુખ્ય શક્તિ માની છે. જે ઘરમાં, કુટુંબમાં, જાતિમાં કે દેશમાં એકતા છે એ શત્રુઓના આક્રમણથી બચે છે, તેમ જ દિન – પ્રતિદિન ઉન્નતિ કરે છે. ફાટફૂટથી જે બરબાદી થાય છે એ જગજાહેર છે. સારા મિત્રોનો, સાચા મિત્રોનો સમૂહ એકબીજાની સહાયતા કરતાં કરતાં આશ્ચર્યજનક ઉન્નતિ કરે છે. શરીરબળ, ધનબળ, બાહુબળ વગેરેની જેમ સંખ્યાબળ પણ મહત્ત્વપૂર્ણ છે. જેની સાથે દસ માણસો હોય એ શક્તિશાળી છે. જનશક્તિ દ્વારા બહુ અઘરાં કામોને સરળ બનાવી લેવામાં આવે છે. ઘરમાં અને બહાર દરેક જગ્યાએ મિત્રતા વધારવી જોઈએ. સમાનતાના આધારે પરસ્પર સહાયતા કરનારાં જૂથ બનાવવા જોઈએ. એમને વિકસાવવા અને મજબૂત કરવાં જોઈએ સંઘશક્તિથી અને જનબળથી જીવનવિકાસમાં ખૂબ મદદ મળે છે. સંગઠિત ગાયોનું ઝૂંડ સામૂહિક હુમલો કરીને બળવાન વાઘને પણ મારી ભગાવે છે. તમે સામૂહિક પ્રયત્નોમાં વધુ રસ લો. એકલા માળા ફેરવવાને બદલે સંધ્યા, ભજન કીર્તનોમાં સામૂહિક રૂપે જોડાવાનું પસંદ કરો. એકલા કસરત કરવાને બદલે સામૂહિક રમતોમાં ભાગ લેવાનું અને અખાડામાં જવાનું યોગ્ય માનો. સામાજિક, રાજનૈતિક, ધાર્મિક, આર્થિક, બૌદ્ધિક તેમ જ મનોરંજનની સંસ્થાઓમાં ભાગ લો. જો એ તમારે ત્યાં પ્રાપ્ત ન હોય તો તેમની સ્થાપના કરો. પોતાના જેવા સમાન વિચારના લોકોની એક મિત્રમંડળી બનાવી લો અને એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધારો. ઘરમાં અને બહાર સાચી મૈત્રીને, એકતાને વધારવી તે એક મહત્ત્વપૂર્ણ વાસ્તવિક લાભ છે.
(૬) યશઃ નીતિકારોનું કહેવું છે કે જેને યશ મળ્યો છે એનું જીવન જ સાચું જીવન છે. પ્રતિષ્ઠા, આદર, વિશ્વાસ તથા શ્રદ્ધા મેળવવા ખરેખર બહુ મોટી કમાણી છે. શરીર મૃત્યુ પામે છે, પરંતુ યશ નથી મરતો. ઐતિહાસિક સપુરુષોનો સ્વર્ગવાસ થયાને હજારો વર્ષ વીતી ગયાં, પરંતુ એમનાં પુનિત ચરિત્રોનું ગાન કરીને અસંખ્ય મનુષ્યો હાલમાં પણ પ્રકાશ પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાના સારા આચરણ અને વિચારોને કારણે સેવા, સાહસ, સચ્ચાઈ તેમ જ ત્યાગને કારણે લોકોની શ્રદ્ધા પ્રાપ્ત કરી લે છે એને માગ્યા વિના જ અનેક પ્રકારે પ્રગટ અને અપ્રગટ સહાયતા મળતી રહે છે. યશસ્વી વ્યક્તિ પર કોઈ સંકટ આવે છે ત્યારે એનું નિવારણ કરવા માટે અનેક લોકો આશ્ચર્યજનક સહાયતા કરે છે. આ રીતે ઉન્નતિ માટે ઉચિત સહયોગ પ્રાપ્ત કરે છે. ખ્યાતિ દ્વારા જેમણે બીજાનાં હૃદય જીત્યાં છે તેઓ આ સંસારમાં સાચા અર્થમાં વિજયી છે. પ્રતિષ્ઠા આત્માને તૃપ્ત કરનારી દૈવી સંપત્તિ છે. બજારમાં ઈમાનદારી તેમજ સચ્ચાઈ માટે જેની ખ્યાતિ છે એ વેપારી સ્થાયી લાભ મેળવે છે. યશસ્વી વ્યક્તિ પર હુમલો કરી પોતાની જાતને સૌની નજરમાં ઉતારી પાડવાનું દુસ્સાહસ કોઈ વિરલા જ કરે છે. સદ્દગુણોથી, સત્કર્યોથી, સદ્દવિચારોથી તેમ જ અંદર – બહારથી વિશ્વાસ ધરાવવા યોગ્ય લોકોને જ આ યશ પ્રાપ્ત થાય છે.
(૭) શૌર્યઃ સાહસિક વ્યક્તિ મેદાન મારી જાય છે. હિંમતવાળાઓને ઈશ્વર મદદ કરે છે. આપત્તિમાં વિચલિત ન થવું, સંકટ સમયે ધૈર્ય રાખવું, વિપત્તિના સમયે વિવેક જાળવી રાખવો તે મનુષ્યની બહુ મોટી વિશેષતા છે. અવગુણ સામે લડવું, સંઘર્ષ કરવો અને એમને પાછા પાડીને જંપવું એ શૌર્ય છે. શાંતિ સારી છે, પરંતુ અશાંતિનો અંત લાવનારી અશાંતિ પણ શાંતિની જેમ જ સારી છે. સ્વાભિમાન, ધર્મ અને મર્યાદાની રક્ષા માટે મનુષ્ય બહાદુર બનવું જોઈએ. જોખમ ઉઠાવવાની ઈચ્છા, નિર્ભયતા, બહાદુરી, જોશ આ સઘળાં આંતરિક પ્રેરકશક્તિનાં, ગરમ લોહીનાં ચિહ્ન છે. જેઓ ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે તેઓ વિચારતા અને મોકો શોધતા રહી જાય છે, પરંતુ સાહસિક પુરુષ કૂદી પડે છે અને તરીને પાર પહોંચી જાય છે. દબાયેલા, ડરપોક, કાયર, કમજોર તથા શંકાશીલ મનુષ્યો વિચારતા અને ડરતા રહે છે. એમનાથી કોઈ મોટું કામ નથી થઈ શકતું. આ પૃથ્વી વીરભોગ્યા છે. વીરપુરુષોના ગળામાં જ એ જયમાળા પહેરાવે છે. ઉદ્યમી સિંહપુરુષ જ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મનુષ્ય સાહસિક હોવું જોઈએ. વિપત્તિ આવે ત્યારે શોક, ચિંતા, ભય, ગભરાટ વગેરે દૂર કરીને વિવેકપૂર્વક એ સંકટનું સમાધાન કરવા માટે યોગ્ય વિચારવાનું સાહસ હોવું તે મનુષ્યતાનું લક્ષણ છે. અત્યાચારીઓ સામે ટકરાવાની બહાદુરી જોઈએ. આગળ વધવાના માર્ગમાં જે જોખમ છે એની સાથે ટકરાવામાં જેને મઝા આવે છે તે શૂરવીર છે. જે સાહસી, પરાક્રમી, કર્મઠ તથા નિર્ભય છે તે શક્તિશાળી છે કેમ કે સાહસરૂપી પ્રચંડશક્તિ એના હૃદયમાં વિદ્યમાન છે.
(૮) સત્ય : સત્યમાં અપાર બળ રહેલું છે.સાચને ક્યાંય આંચ નથી. સત્ય એટલું મજબૂત છે કે એને કોઈ પણ હથિયારથી નષ્ટ નથી કરી શકાતું. જેના વિચાર અને કાર્ય સરખાં છે એ આ સંસારમાં સૌથી વધુ બળવાન છે. એને કોઈ નથી હરાવી શકતું. સત્યપૂર્ણ દરેક કાર્ય પાછળ દૈવી શક્તિ હોય છે. અસત્યનાં ચરણ થોડીક વાતમાં ડગમગી જાય છે અને એનો ભેદ ખૂલી જાય છે, પરંતુ સત્ય અડગ ખડકની જેમ સુસ્થિર ઊભું રહે છે. એના પર પ્રહાર કરનારા ખરેખર પાછા પડે છે. સારો ઉદેશ, સદ્ભાવ, સદ્વિચાર, સત્કર્મ તથા સત્સંકલ્પ ભલે ગમે તેટલા નાના રૂપમાં સામે આવે, પરંતુ વાસ્તવમાં તો એમાં બહુ ભારે, પ્રભાવશાળી મહાનતા છુપાયેલી હોય છે. હજાર આડંબરોથી લદાયેલું અસત્ય જે કાર્ય નથી કરતું તે કાર્ય સીધા અને સરળ સત્ય દ્વારા પૂરું થઈ જાય છે. જે સત્યનિષ્ઠ છે, મન, કર્મ અને વચનથી સત્યપરાયણ રહે છે એના બળની કોઈ પણ ભૌતિક બળ સાથે તુલના ન કરી શકાય.

શક્તિનો અપવ્યય ન કરો | ગાયત્રી વિદ્યા

શક્તિનો અપવ્યય ન કરો
એવી ભાગ્યશાળી વ્યક્તિઓ બહુ ઓછી નીકળશે, જેમને શક્તિ જન્મજાત મળી હોય. મોટા ભાગના મનુષ્યોને ધીરે ધીરે અભ્યાસ દ્વારા જ શક્તિ પ્રાપ્ત થાય છે અને એનો સંચય કરવાથી શક્તિશાળી બની શકાય છે. આપણી શક્તિના વિકાસનાં ત્રણ કાર છે : મન, વચન અને શરીર. આ દ્વારા જ આપણે કોઈ કાર્ય કરવામાં સમર્થ બનીએ છીએ, પરંતુ આપણે આપણી શક્તિઓને અનેક કામોમાં વિખેરી રાખી છે. એટલે જ આપણે પોતાને નિર્બળ સમજીએ છીએ. એતો સિદ્ધ થયેલી બાબત છે કે કોઈ પણ વસ્તુ ભલે ગમે તેટલી તાકાતવાળી હોય, પરંતુ તેના ટુકડા કરી નાખવાથી જેટલા ટુકડામાં એ વિભક્ત થઈ હશે એટલા અંશે શક્તિનું બળ પણ ઓછું થઈ જશે. આ રીતે આપણે આપણા મનને અનેક સંકલ્પ – વિકલ્પમાં વહેંચેલું રાખીશું તો એક નિર્ણય પર પહોંચવામાં મુશ્કેલી ઊભી થશે. કોઈ પણ વિષય પર ગંભીરતાથી વિચારી શકીએ નહીં, એના ઊંડાણ સુધી પહોંચી શકીએ નહીં.

આ રીતે વાણીશક્તિને વ્યર્થ બકવાસ કે વાચાળતામાં ખર્ચતા રહીશું તો એની કોઈ અસર થશે નહીં. શક્તિ એટલી કમજોર પડી જશે કે શક્તિરૂપે અનુભવાશે પણ નહીં.


આ રીતે શારીરિક શક્તિનું પણ સમજવું. કહેવાનો આશય એ છે કે દરેક વખતે આ વિવિધ શક્તિઓનો જે અપવ્યય થઈ રહ્યો છે એ તરફ ધ્યાન આપી એમને રોકવામાં આવે. એમને લક્ષ્યમાં કેન્દ્રિત કરવામાં આવે, જેથી જે કાર્ય વર્ષોમાં થતાં નથી તે મહિનાઓ, દિવસો, કલાકો તેમ જ મિનિટોમાં થવા લાગશે. જ્યાં પણ એનો પ્રયોગ થશે ત્યાં પૂર્ણ રૂપે થશે. એટલે એ કાર્યમાં જલદીથી સફળતા મળે છે.


મનઃશક્તિના વિકાસ માટે મનની દૃઢતા જરૂરી છે. પચાસ વાતો પર વિચાર કરવાના બદલે એક જ વાત પર વિચાર કરવામાં આવે, વ્યર્થ સંકલ્પ – વિકલ્પ રોકવામાં આવે. વાણીશક્તિને પ્રબળ કરવા માટે ઓછું બોલવું, મૌન રહેવા માટે આમતેમ વ્યર્થ હરવું – ફરવું નહીં, ઈન્દ્રિયોને ચંચળ બનાવવી નહિ.


આ રીતે ત્રણેય શક્તિઓને પ્રબળ બનાવીને તેમને લક્ષ્ય તરફ વાળવાથી જીવનમાં અદ્ભુત સફળતા મળી શકશે. લક્ષ્યની પ્રાપ્તિ જ જીવનની સફળતા છે.


જડ પદાર્થોના લાંબા સમયના સંપર્કથી આપણી વૃત્તિ બહિર્મુખી બની ગઈ છે, જેથી પ્રત્યેક કાર્ય તેમ જ કારણનું મૂળ આપણે બહાર જ શોધતા રહીએ છીએ. આપણે કદી એ અનુભવ જ નથી કરતા કે આખરે કોઈ ચીજ આવશે ક્યાંથી અને આપશે કોણ ? જો એનામાં એ શક્તિ જ ન હોય, તો આપણે લાખ ઉપાય કરીએ, પરંતુ જડ તો જડ જ રહેશે. ચેતન સાથે જોડાઈને એ ચેતનાનો આભાસ થઈ શકે છે, પણ ચેતન હોતી નથી. કેમ કે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ ભિન્ન છે. જેનો જે સ્વભાવ છે તે એ જ રૂપમાં રહે છે, સ્વભાવ છૂટતો નથી. જો કોઈ વસ્તુનો સ્વીકાર જ ન કરવામાં આવે, તો નિમિત્ત વગેરે કારણો કરશે શું ? એટલે કાર્યકારણનો સંબંધ આપણે અંતર્મુખી બનીને વિચારવો જોઈએ. જે સારું – ખોટું કરીએ છીએ તે આપણે જ કરીએ છીએ, બીજું કોઈ નહીં. જયારે કોઈ વિકાસ થાય છે તો એ અંદરથી જ થાય છે, બહારથી નહીં. નિમિત્ત ત્યારે જ કાર્યરત થાય છે, જયારે તે સ્વીકારની સાથે જોડાય છે.


આપણી શક્તિનો સ્રોત આપણી અંદર જ છે. એટલે એને બહાર શોધતા ફરવાથી સિદ્ધિ નહીં મળે. મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. એની સુગંધનો એ મતવાલો છે, પરંતુ એ એને બહાર ક્યાંકથી આવતી માનીને ચારે બાજુ ભટક્યા કરે છે, પણ કશું હાથ આવતું નથી. આ જ રીતે આપણે આપણા સ્વરૂપ, સ્વભાવ તથા ગુણોને ભૂલીને પારકી આશામાં ભૌતિક પદાર્થો એકઠા કરી એમના દ્વારા જ્ઞાન, સુખ, આનંદ વગેરે પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. આ ભ્રમ છે. આ ભ્રમને કારણે અનંતકાળથી સુખપ્રાપ્તિ માટે ભૌતિક સાધનો તરફ આશા રાખીને બેઠા છીએ, પરંતુ સુખ મળતું નથી. બાહ્ય જગત સાથે આપણે એટલા બધા ભળી ગયા છીએ કે એનાથી અલગ તેમ જ ભિન્ન પણ કશુંક છે. એની કલ્પના પણ આપણાથી થતી નથી. જે મહાપુરુષોએ પોતાની અનંત આત્મશક્તિને ઓળખી એને પ્રગટ કરી છે, પૂર્ણ જ્ઞાન તેમ જ આનંદ પ્રાપ્ત કર્યો છે એમની બધી ચિંતાઓ વિલીન થઈ ગઈ છે. આકુળતા – વ્યાકુળતા નષ્ટ થઈને પૂર્ણ શાન્તિ પ્રગટ થઈ ગઈ છે. એમને ઈચ્છા નથી, આકાંક્ષા નથી, અભિલાષા નથી, આશા નથી, ચાહ નથી. તેથી અંતર્મુખ બની પોતાની શક્તિને ઓળખવી અને એનો વિકાસ કરવો એ આપણા સૌ માટે ખરેખર આવશ્યક છે.

શક્તિ વિના મુક્તિ નથી | ગાયત્રી વિદ્યા

શક્તિ વિના મુક્તિ નથી
એક મહાત્માએ કહ્યું છે કે ‘ સત્ય જ શક્તિ છે, એટલે શક્તિ જ સત્ય છે ‘ અવિદ્યા, અંધકાર અને અનાચારનો સત્યના પ્રકાશ દ્વારા જ નાશ થઈ શકે છે. શક્તિની વિધુતધારામાં જ એ શક્તિ છે કે જે મૃત વ્યક્તિ કે સમાજની નસોમાં પ્રાણનો સંચાર કરે અને તેને સશક્ત તેમ જ સતેજ બનાવે. શક્તિ એક તત્ત્વ છે, જેનું આહ્વાન કરીને જીવનના વિભિન્ન વિભાગોમાં તેને ભરી શકાય છે અને એ જ અંગમાં તેજ તેમ જ સૌંદર્યનાં દર્શન કરી શકાય છે. શરીરમાં શક્તિનો આવિર્ભાવ થાય ત્યારે દેહ શુદ્ધ સુવર્ણ જેવો ચમકદાર, હથોડા જેવો ઘડેલો, ચંદન જેવો સુગંધિત તેમજ અષ્ટધાતુ જેવો નીરોગી બની જાય છે. બળવાન શરીરનું સૌદર્ય જોયા જ કરીએ એવું હોય છે.

મનમાં શક્તિનો ઉદય થવાથી સામાન્ય મનુષ્ય પણ કોલંબસ, લેનિન, ગાંધી, સનયાતસેન જેવી વ્યક્તિ બની જાય છે અને ઈસુ, બુદ્ધ, રામ, કૃષ્ણ તથા મહંમદ જેવાં અસાધારણ કાર્ય પોતાના મામૂલી શરીર દ્વારા જ કરી દેખાડે છે. બૌદ્ધિક બળની થોડી પણ ચિનગારીઓ મોટાં મોટાં તત્ત્વજ્ઞાનોની રચના કરે છે અને વર્તમાન યુગની અનેક વૈજ્ઞાનિક શોધખોળોની ચમત્કારિક વસ્તુઓનું નિર્માણ કરી નાખે છે. વધુ બળનો થોડો અમથો પ્રસાદ આપણી આસપાસ ઝગમગાટ ઉત્પન્ન કરી દે છે. જે સુખ – સાધનોની સ્વર્ગલોકમાં હોવાની કલ્પના કરવામાં આવી છે તે પૈસાના બળે આ લોકમાં પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. સંગઠનબળ તો ગજબની ચીજ છે. “એક અને એક મળીને અગિયાર’ થઈ જવાની કહેવત સાવ સાચી છે. બે વ્યક્તિ જો સાચા મનથી મળી જાય તો એમની શક્તિ અગિયાર ગણી થઈ જાય છે. સાચા કર્મવીરો થોડી સંખ્યામાં પણ સાથે મળીને કામ કરે તો તેઓ આશ્ચર્યજનક કામ કરી શકે છે. કળિયુગમાં તો સંઘને જ શક્તિ કહેવામાં આવી છે. જૂથબંધી, દળબંધી, એકતા તથા સંગઠન એક જાદુ છે, જેના દ્વારા સંબંધિત બધી વ્યક્તિઓ એકબીજાને કંઈક આપે છે અને એ આદાનપ્રદાનથી એમના પૈકી પ્રત્યેકને બળ મળે છે.


આત્માની મુક્તિ પણ જ્ઞાનશક્તિ તેમ જ સાધનશક્તિથી જ થાય છે. અકર્મણ્ય અને નિર્બળ મનવાળી વ્યક્તિ આત્મોદ્ધાર નથી કરી શકતી અને નથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતી. લૌકિક અને પારલૌકિક સર્વ પ્રકારનાં દુ:ખ – દ્વંદ્વોથી છુટકારો મેળવવા માટે શક્તિની જ ઉપાસના કરવી પડશે. શક્તિ વિના મુક્તિ મળી શકતી નથી. અસશક્ત મનુષ્યો દુ:ખ દ્વંદ્વોમાં જ પડ્યા પડ્યા તરફડતા રહેશે અને ક્યારેક ભાગ્યને, ક્યારેક ઈશ્વરને તો ક્યારેક દુનિયાને દોષ દેતા રહેશે. જે વ્યક્તિ કોઈ પણ દશામાં મહત્ત્વ પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે ઈચ્છિત માર્ગ માટે શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ.


સાચી લગન તથા નિરંતર પ્રયત્ન એ બે મહાન સાધનાઓ છે, જેનાથી ભગવતી શક્તિને પ્રસન્ન કરી એમની પાસેથી ઈચ્છિત વરદાન મેળવી શકાય છે. તમે પોતાનો જે કંઈ કાર્યક્રમ બનાવ્યો હોય, પણ જીવન ઉદ્દેશ્ય રાખ્યો હોય એ પૂરો કરવામાં પૂરા ખંતથી લાગી જાઓ. સૂતાં – જાગતાં એ વિશે જ વિચાર કરતા રહો અને આગળનો રસ્તો શોધતા રહો. પરિશ્રમ ! પરિશ્રમ !! ઘોર પરિશ્રમ તમારી આદતમાં ભળેલો હોવો જોઈએ. એમ ન વિચારો કે વધુ કામ કરવાથી તમે થાકી જશો. વાસ્તવમાં પરિશ્રમ એક સ્વયંચાલક શક્તિ છે, જે પોતાની વધતી ગતિ પ્રમાણે કાર્યક્ષમતા ઉત્પન્ન કરી લે છે. ઉદાસ, આળસુ અને નકામી વ્યક્તિ બે કલાક કામ કરીને એક પર્વત ચઢી – ઊતરી હોય એટલા થાકનો અનુભવ કરે છે, પરંતુ ઉત્સાહી, ઉદ્યમી અને પોતાના કામમાં રસ લેનાર વ્યક્તિ સૂવાના સમયને બાદ કરતાં બાકીના સમયમાં કાર્યરત રહે છે અને જરા પણ થાકતી નથી. સાચી લગન, રસ, રુચિ અને ઝુકાવ એક પ્રકારનો ડાયનેમો છે, જે કામ કરવા માટે ક્ષમતા જેટલી વિદ્યુત હરઘડી ઉત્પન્ન કરતો રહે છે.


યાદ રાખો કે તમારો કોઈ પણ મનોરથ શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. અહીંતહીં ફાંફાં મારવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થાય નહીં, બીજાના ભરોસે કાર્યની શરૂઆત કરવાથી તો નિરાશા જ મળે છે. પોતાના પ્રિય વિષયમાં સફળ થવા માટે ખડે પગે થઈ જાઓ, એમાં ખરી લગન અને રસ પેદા કરો તેમ જ મશીનની જેમ તનતોડ પરિશ્રમ સાથે કામમાં લાગી જાઓ. અધીરા ન થાઓ, શક્તિની દેવી તમારા સાહસની વારંવાર પરીક્ષા લેશે, વારંવાર અસફળતા અને નિરાશાના અગ્નિમાં તપાવશે અને અસલી – નક્લીની ખાતરી કરશે. જો તમે કષ્ટ, મુશ્કેલી, અસફળતા, નિરાશા, વિલંબ વગેરે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થશો, તો એ પ્રસન્ન થઈને પ્રગટ થશે અને ઈચ્છિત વરદાન કરતાં અનેકગણું વધુ ફળ પ્રદાન કરશે.


એકવાર, બેવાર નહીં, હજાર વખત એ વાતને ગાંઠે બાંધી લો કે ‘શક્તિ વિના મુક્તિ નથી.’ દુ:ખ દારિદ્રની ગુલામીમાંથી શક્તિ પેદા કર્યા વિના કદાપિ છુટકારો થતો નથી. તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો ઊઠો, શક્તિ વધારો, બળવાન બનો. પોતાની અંદર લગન, કર્મઠતા અને આત્મવિશ્વાસ પેદા કરો. જયારે તમે તમારી સહાયતા સ્વયં કરશો, તો ઈશ્વર પણ તમારી સહાયતા કરવા દોડતો દોડતો આવશે.

શક્તિની આવશ્યકતા | ગાયત્રી વિદ્યા

શક્તિની આવશ્યકતા
જીવન એક પ્રકારનો સંગ્રામ છે. એમાં ક્ષણે ક્ષણે વિપરીત પરિસ્થિતિઓ તથા મુશ્કેલીઓ સામે લડવું પડે છે. મનુષ્ય અસંખ્ય વિરોધી તત્ત્વોને પાર કરીને પોતાની યાત્રા ચાલુ રાખવાની હોય છે. જ્યાં જોઈએ ત્યાં શત્રુઓથી જીવન ઘેરાયેલું લાગશે “દુર્બળ, સબળોનો આહાર છે.” આ એક એવું કડવું સત્ય છે, જેનો લાચારીથી સ્વીકાર કરવો જ પડે છે. નાની માછલીને મોટી માછલી ગળી જાય છે. મોટાં વૃક્ષો પોતાનું પેટ ભરવા માટે આસપાસના અસંખ્ય નાના નાના છોડવાઓનો ખોરાક ઝાપટી જાય છે અને એ નાના છોડવા મૃત્યુના મુખમાં ચાલ્યા જાય છે. નાનાં જીવજંતુઓને ચકલીઓ ખાઈ જાય છે અને એ ચકલીઓને બાજ આદિ મોટાં પક્ષીઓ મારી ખાય છે. ગરીબ અમીર દ્વારા તથા દુર્બળ બળવાન દ્વારા હેરાન થાય છે. આ બધી વાતો પર વિચાર કરતાં આપણે એ નિર્ણય પર પહોંચીએ છીએ કે સબળોનો શિકાર થવાથી, એમના દ્વારા નષ્ટ થવાથી આપણે પોતાનો બચાવ કરવાનો છે ને આપણી દુર્બળતાને હઠાવી ઓછામાં ઓછી એટલી શક્તિ તો એકઠી કરવી જ જોઈએ, જેથી કોઈ આપણને નષ્ટ ન કરી નાખે.


રોગોનાં કીટાણુ એટલાં સૂક્ષ્મ હોય છે કે તે નરી આંખે દેખાતાં નથી. તેઓ આપણા સ્વાસ્થ્યનો નાશ કરી નાખવા અને મારી નાખવા માટે છાના છાના પ્રયત્ન કરતાં રહે છે. આપણા શરીરમાં એમને સહેજ પણ જગ્યા મળી જાય તો બહુ તીવ્ર ગતિથી એ આપણને બીમારી અને મૃત્યુ તરફ ખેંચી જાય છે. નાનકડો મચ્છર મેલેરિયાનો ઉપહાર લઈને પાછળપાછળ ફર્યા કરે છે, માખીઓ મરડાની ભેટ લઈને તૈયાર ઊભી હોય છે. બિલાડી ઘરમાં ખાવાપીવાની વસ્તુઓનો બગાડ કરવા, ઉંદર કપડાં કાતરી નાખવા તથા વાનર વાસણ ઉઠાવી જવા તૈયાર બેઠાં હોય છે. બજારમાં નીકળો તો દુકાનદાર ખરાબ માલ આપવા, ઓછું વજન કરવા, બમણા પૈસા વસૂલ કરવા ટાંપીને બેઠાં હોય છે. ગઠિયાઓ, ઠગ, ચોર, ઉઠાઉગીરો મોકો શોધી રહ્યા હોય છે. ઢોંગી, માફિયાઓ પોતાની જાળ અલગ જ રીતે બિછાવે છે. ચોર, ગુંડા, દુષ્ટ, અકારણ દ્વેષ રાખે છે, દુશ્મનાવટ બાંધે છે અને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. સગાસંબંધી પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે આપણું હિત કે અહિત કરતા રહે છે.


ચારે તરફથી મોરચો મંડાયેલો છે. જો આપ સાવધાન નહીં રહો, સજાગ નહીં રહો, પોતાને બળવાન સાબિત નહીં કરો, તો ચારેકોરથી એટલાં પ્રહાર થવા લાગશે કે એનાથી બચવાનું મુશ્કેલ બની જશે. આવી દશામાં પ્રગતિ કરવી, આનંદ પ્રાપ્ત કરવો તો દૂર રહ્યો, પણ શોષણ, અપહરણ, ઘાત અને મૃત્યુથી બચવાનું મુશ્કેલ બની જશે. આથી સાંસારિક જીવનમાં પ્રવેશ કરતાં એ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે કેવળ સજાગ અને બળવાન વ્યક્તિ જ આ દુનિયામાં આનંદમય જીવનની અધિકારી છે. જે નિર્બળ, આળસુ અને બેપરવા સ્વભાવના છે તેમનું કોઈ ને કોઈ રીતે બીજા દ્વારા શોષણ થશે અને તેઓ આનંદથી વંચિત થશે. જેમને પોતાના સ્વાભાવિક અધિકારોની રક્ષા કરતાં કરતાં પ્રતિષ્ઠાપૂર્વક જીવવાની ઇચ્છા છે તેમણે પોતાના દુશ્મનોથી સજાગ રહેવું પડશે, એમનાથી બચવા બળ એકઠું કરવું પડશે.


જ્યાં સુધી આપ પોતાની યોગ્યતા પ્રગટ નહીં કરો ત્યાં સુધી લોકો અકારણ જ તમારા રસ્તામાં પથરા નાખશે, પરંતુ જ્યારે એમને ખબર પડી જશે કે તમે શક્તિસંપન્ન છો, તો જેઓ અકારણ દુશ્મનાવટ કરતા હતા તેઓ જ અકારણ મિત્રતા કરશે. બીમાર માટે પૌષ્ટિક ભોજન ઝેર જેવું બની જાય છે, પરંતુ સ્વસ્થ મનુષ્યને એ બળ આપે છે. જે સિંહ રસ્તે ચાલતા સીધાસાદા લોકોને મારીને ખાઈ જાય છે એ જ સિંહ સરકસના રિંગમાસ્ટર સામે પૂંછડી હલાવે છે અને એમની આજ્ઞાનું પાલન કરીને બહુ મોટી આવક મેળવવાનું સાધન બની જાય છે.


સારા સ્વાસ્થ્યવાળાને બળવાન કહે છે, પરંતુ આજના યુગમાં આ પરિભાષા અધૂરી છે. શરીરબળ, ધનબળ, બુદ્ધિબળ, પ્રતિષ્ઠાનું બળ, સાથીઓનું બળ, સાહસનું બળ એ બધું મળીને પૂર્ણ બળ બને છે. આજના યુગમાં બળવાન એ છે કે જેની પાસે ઉપરનાં છ બળોમાંથી કેટલાંક બળ હોય. તમે તમારા શરીરને બળવાન બનાવો, પરંતુ સાથે સાથે અન્ય પાંચ બળોને પણ એકત્ર કરો, કોઈની સાથે અન્યાય કરવામાં આ બળોનો ઉપયોગ કરો એવું અમારું કહેવું નથી, પરંતુ જ્યારે તમને અકારણ હેરાન કરવામાં આવી રહ્યા હોય ત્યારે આત્મરક્ષા માટે યથોચિત રીતે એનો પ્રયોગ કરો, જેથી શત્રુઓને દુ:સાહસ ન કરવાનો પાઠ શીખવા મળે. બળવાન બનવું પુણ્યનું કામ છે, કેમ કે એનાંથી દુષ્ટ લોકોની કુવૃત્તિઓ પર અંકુશ મુકાય છે અને બીજા કેટલાય દુર્બળોની રક્ષા થાય છે.

ગાયત્રી મંત્રના બીજો અક્ષર “સ” અક્ષર | શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

શક્તિનો સદુપયોગ

ગાયત્રી મંત્રનો બીજો અક્ષર : “સ” શક્તિની પ્રાપ્તિ અને તેના સદુપયોગ બોધ આપે છે.

“સત્તાવન્તસ્તથા શૂરા: ક્ષત્રિયા લોકરક્ષકા: | અન્યાયાશક્તિસંબૂતા ધ્વંસયેયુર્હિ ત્વાષદ ॥

અર્થ – “સત્તાધારી, શૂરવીર તથા સંસારના રક્ષક ક્ષત્રિયો અન્યાય અને અશક્તિથી ઉત્પન્ન થનારી આપત્તિઓનો નાશ કરે.”

ક્ષત્રિયત્વ એક ગુણ છે. એ કોઈ વંશવિશેષમાં ઓછોવત્તો ભલે હોય, પરંતુ કોઈ એક વંશ કે જાતિ સુધી જ સીમિત હોઈ શકે નહીં. ક્ષત્રિયત્વનાં મૂખ્ય લક્ષણો છે-શૂરતા, ધૈર્ય, સાહસ, નિર્ભયતા, પુરુષાર્થ, દ્રઢતા, પ્રરાક્રમ વગેરે. આ ગુણ જેનામાં જેટલો ઓછો કે વધુ હોય એટલા જ અંશમાં તે ક્ષત્રિય છે.

શારીતિક પ્રતિભા, તેજ, સામર્થ્ય, શૌર્ય, પુરુષાર્થ અને સત્તાનું ક્ષાત્રબળ જેમની પાસે છે, એમનું પવિત્ર કર્તવ્ય છે કે તેઓ પોતાની શક્તિ દ્વારા નિર્બળોની રક્ષા કરે, તેમને ઉપર ઉઠાવે તથા અન્યાય, અત્યાચાર કરનારા દુષ્ટ પ્રકૃતિના લોકો સાથે સંઘર્ષ કરવામાં પોતાના પ્રાણનો પણ મોહ ન રાખે.

શક્તિ અને સત્તા ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થનાર એક વારસો છે, જે મનુષ્યને એટલા માટે આપવામાં આવે છે કે એ તેના દ્વારા નિર્બળોની સહાયતા કરવાને બદલે એમનું શોષણ, દમન, ત્રાસ તથા પીડા કરે છે એ ક્ષત્રિય નહીં, અસુર છે. સામર્થ્યનો આસુરી ઉપયોગ કરવો એ મહાશક્તિનું સીધું અપમાન છે અને આ અપમાનનું ફળ એવું જ ભયંકર હોય છે કે જેવું મહાકાળી સાથે લડનારા મહિષાસુર આદિને મળ્યું હતું. વર્તમાનયુગમાં આ શક્તિનો દુરુપયોગ વધી ગયો છે, જેના ફલસ્વરૂપે છેલ્લાં વર્ષોમાં અનેક સત્તાધારીઓનું પતન થઈ ચૂકયું છે.