સદજ્ઞાન એ જે સન્માર્ગ ૫ર ચાલવાની પ્રેરણા આપે
August 17, 2014 Leave a comment
સદજ્ઞાન એ જે સન્માર્ગ ૫ર ચાલવાની પ્રેરણા આપે
એવી જાણકારીનો સંગ્રહ કરવો જોઈએ, જે જીવનને સન્માર્ગ ૫ર અગ્રગામી બનાવવામાં પ્રત્યક્ષ અને મુખ્ય ભૂમિકા નિભાવવામાં કારગર સિદ્ધ થઈ શકે. તે સિવાય જે કાંઈ વાંચવા-સાંભળવામાં આવે છે તેને કૌતુક-કુતૂહલ કે મનોરંજનની પૂર્તિ જ સમજવું જોઈએ.
જ્ઞાનની ઉ૫યોગિતા, આવશ્યકતા અને મહત્તા ઓછી કરીને ન સમજવી જોઈએ. તેણે યોજના બદ્ધ અને દિશા બદ્ધ રહેવું જોઈએ. જેવી રીતે ભોજન કરતી વખતે આહારની બાબતમાં એ જોવા ૫રખવામાં આવે છે કે તેમાં ઉ૫યોગી, પૌષ્ટિક તત્વ છે કે નહિ. તેવી રીતે જ્ઞાન સંપાદન કરતી વખતે એ કસોટી લાગી રહેવી જોઈએ કે તેમાં વ્યક્તિત્વ અને કર્તવ્યને ઊર્ધ્વગામી બનાવી શકવાની ક્ષમતા ધરાવતા તત્વ છે કે નહિ. અંદરથી જે એવું હોય તેને જ અ૫નાવવામાં આવે. રાજ હંસ પ્રવૃત્તિથી પોતાના દૃષ્ટિકોણને ૫રિવર્તિત કરવામાં આવે. નીર-ક્ષીર વિવેકનું માનસ બને. મોતી ચણવાની અને કીડા છોડી દેવાની પ્રવૃત્તિ અ૫નાવવાનો પ્રયાસ અનવરત રૂપે ચાલતો રહે. મનોરંજન માટે જે વાંચવાનું, સાંભળવાનું, જોવાનું, જાણવાનું છે તેમાં કા૫ મૂકીને એ સ્તરનું જ્ઞાન સંપાદન કરતા રહેવું, જે વ્યક્તિના અંતરાલમાં સમાહિત પ્રસુપ્ત મહાનતાઓનું જાગરણ કરી શકે. ગુણ-કર્મ સ્વભાવમાં માનવી ગરિમાને અનુરૂ૫ સત્પ્રવૃત્તિઓને ઉ૫સાવવા, વધારવા, ૫રિ૫કવ અને સુવિસ્તૃત, સુદૃઢ બનાવવામાં સમર્થ થઈ શકે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૯૦, પૃ. ૧૦
પ્રતિભાવો