વિચારસંયમ શા માટે ? અર્થ થાય છે, સાધના આંદોલન પર એક દૃષ્ટિ

વિચારસંયમ શા માટે ? અર્થ થાય છે, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

વિચારસંયમ શા માટે ?
(૧) વિચારોથી કર્મ થાય છે, કર્મથી સંસ્કાર બને છે અને સંસ્કારોથી જીવાત્માની સદ્ગતિ કે દુર્ગતિ નક્કી થાય છે. એટલા માટે વિચારો પર સંયમ રાખવામાં જ ભલાઈ છે.
(૨) મનમાં તેજનો વાસ છે. આપનો કોઈની ઉપર કેટલો પ્રભાવ પડશે એ આપના મનના તેજ ઉપર આધાર રાખે છે. ધ્યાન રાખો કે – – છળકપટ, દ્વેષ વગેરેના ગંદા વિચારો આ તેજને ધૂંધળું બનાવે છે.
– પવિત્રતા, ઉદારતા, સેવા વગેરેના વિચારો આ તેજને વધારે છે. એટલા માટે પોતાના વિચારો પર નિયંત્રણ રાખવું અને મનને સ્વચ્છ દિશામાં વાળવું જરૂરી છે. સૂચનો –
– મન, વાણી, આંખો વગેરે ઇન્દ્રિયોને સ્વતંત્ર ન છોડો. – એમની ઉપર વિવેકની સાવચેતીભરી દૃષ્ટિ રાખો કે તેઓ ક્યાં રમી રહી છે.
અભ્યાસ
પોતાના જીવન પર ઊંડી દષ્ટ કરો. ખૂબ જ સમજીવિચારીને નક્કી કરો કે પવિત્રતા, ઉદારતા વગેરેમાંથી એવો કયો સદ્ગુણ છે, જેના વગર આપની આત્મિક પ્રગતિને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યું છે. આ સદ્ગુણને જીવનમાં પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કરો. હવે વિચારસંયમનો અભ્યાસ આ રીતે કરો –
જ્યારે પણ અનુચિત યા ગંદા વિચારો આપના મનમાં ઉદ્ભવે  ત્યારે –
(૧) – તાત્કાલિક પોતાના લક્ષ્યને યાદ કરો. શાંત અને દેઢભાવથી પોતાની જાતને ટોકો. જેટલી વાર વિચારો આવે એટલી વાર ટોકો. ધીરે ધીરે તેમાં સુધારો થશે.
(૨) જે વાણી ઉચ્ચારો, આંખોથી જે જુઓ, કાનથી જે સાંભળો, હાથથી જેને સ્પર્શ કરો એમાં પોતાના સદ્ગુણો (પવિત્રતા, કરુણા યા સેવા) ને જોડીને બોલો, જુઓ, સાંભળો કે સ્પર્શ કરવાનો અભ્યાસ કરો. તેનાથી કુવિચારો અને દુર્ભાવ તાત્કાલિક ઓછા થઈ જશે.
(૩) શ્રેષ્ઠ સાહિત્યનું અધ્યયન, મનન અને ચિંતન કરતા રહો. આ પણ સારું સાધન છે.
(૪) ચિંતનને સર્જનાત્મક વિચારો અને પ્રવૃત્તિઓ તરફ વાળો. એનાથી આપનું હિત તો સધાશે જ, સાથે આપના કુટુંબ અને સમાજનું પણ ભલું થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: