જીવન જીવવાની કળા જ સાચી સાધના, ૠષિ ચિંતન
February 25, 2010 Leave a comment
જીવન જીવવાની કળા જ સાચી સાધના
કલાકાર અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને આંખને ગમે તેવી સુંદરતાથી ભરી દે છે અને કીંમતી બનાવી છે. કુંભાર માટીના રમકડા બનાવે છે. મૂર્તિકાર ૫થ્થરના ટુકડામાંથી દેવ પ્રતિમા ઘડી દે છે. ગાયક વાંસના ટુકડામાંથી બંસીનો અવાજ કાઢે છે. કાગળ, રંગ અને પીંછીં વડ કીમતી ચિત્ર બની જવાનું કાયૈ કટલા ચમત્કાર પેદા કરે છે, એને કોઈ ૫ણ જોઈ શકે છે.
જીવન એક અણગઢ તત્વ છે. એને દયનીય, દુગર્તિગ્રસ્ત સ્થિતિમાં જ મોટા ભાગની વ્યક્તિઓ ગુજારે છે. એનાથી લાભ અને આનંદ ઉઠાવવાનું તો દૂર રહ્યું ઉલટું ભારની જેમ ઘસડવામાં કમર તૂટવી અને ગરદન મરડાતી જોવા મળે છે.
શું હકીક્તમાં જીવન આવું જ છે, જેને રડતાં કકળતાં ગમે તે રીતે પૂરૂ કરવાનું છે ? આના જવાબમાં એટલું જ કહી શકાય કે અનાડીના હાથમાં ૫ડીને હીરો ૫ણ તિરસ્કૃત થાય છે, તો કીંમતી જીવન ૫ણ કેમ ભારરૂ૫ બનેલું ન જાય ? છતાં એ ૫ણ સ્પષ્ટ છે કે જો તેને કલાકારની જેમ શણગારી શકાય તો નક્કી તેનાથી દેવો જેવું સ્વર્ગીય વાતાવરણથી ઓતપ્રોત બની જીવી શકાય છે.
સાધના જીવન જીવવાની કળાનું નામ છે. જેઓ માનવ હયાતીનું ગૌરવ સમજી શક્યા અને એને અણગઢ સ્થિતિમાંથી બહાર કાઢી સુસંસ્કૃત ૫દ્ધતિથી જીવી જાણ્યું એવા જ લોકોને સર્વો૫રિ કલાકાર કહી શકાય છે.
પ્રતિભાવો