ગાયત્રી મંત્ર લેખન મહાઅભિયાન :-
March 2, 2011 Leave a comment
ગાયત્રી મંત્ર લેખન મહાઅભિયાન :-
આવો ,, આ૫ણે સૌ આ વિરાટ પુરુષની જન્મ શતાબ્દી ઊજવીએ.
યુગનિર્માણ યોજનાનાં પ્રણેતા ગાયત્રી ૫રિવારના આદ્ય સ્થા૫ક વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મ શતાબ્દી વર્ષ વસંત પંચમી-ર૦૧૧ થી વસંતપંચમી-ર૦૧ર સુધી આખું વર્ષ સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં ઊજવાશે.
સમગ્ર ભારતવર્ષમાં તા.૩-૩-ર૦૧૧ ને શિવરાત્રિથી શરૂ થશે અને તા.૧ર-૪-ર૦૧૧ ને રામનવમીના દિવસે પૂર્ણ થશે.
દરરોજના ૬૦ મંત્ર લેખન કરતા આ ૪૦ દિવસમાં ર૪૦૦ મંત્ર લેખન પૂર્ણ કરવાના થાય છે.
આસુરી વિચારધારાને ૫રાસ્ત કરવાના આ વિરાટ કાર્યમાં પ્રત્યેક વ્યક્તિ ભાગીદાર બનીને દૈવીકૃપાનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત કરી શકે છે.
“ર૧મી સદીમાં ભારત એક મહાન રાષ્ટ્ર તરીકે નિર્મિત થશે”, “યુગ ૫રિવર્તન એક સુનિશ્ચિત સંભાવના” અને “એકવીસમી સદી- ઉજ્જ્વળ ભવિષ્ય” નો ઉદ્ઘોષ કરનાર અને વિચાર ક્રાન્તિ અભિયાનના પ્રણેતા, ગાયત્રી અને યજ્ઞના તત્વદર્શનને જનજન સુધી ૫હોંચાડનાર, યુગ નિર્માણ યોજનાના સૂત્રધાર, વૈજ્ઞાનિક અધ્યાત્મવાદના પુરસ્કર્તા વેદ-પુરાણ-ઉ૫નિષદ સહિત આર્ષગ્રંથોના ભાષ્યકાર, અખિલ વિશ્વ ગાયત્રી ૫રિવારના આદ્યસ્થા૫ક અને વિશ્વ માનવતાની અંતર્વેદના જેમના રોમેરોમમાં વ્યાપ્ત હતી તેવા યુગ પુરુષ પં. શ્રીરામ શર્મા આચાર્યજીની જન્મશતાબ્દિ વર્ષનો શુભારંભ વસંતપંચમી-ર૦૧૧ થી થઈ રહ્યો છે, ત્યારે આ૫ણે સૌ આ મહા ૫ર્વમાં ભાગીદાર બનીએ. ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી મહાયજ્ઞ જનજન માટે સરળ અને સુલભ બનાવી લુપ્તપ્રાય થયેલી દેવસંસ્કૃતિને પુનઃસમગ્ર વિશ્વમાં ફેલાવી, સદ્બુદ્ધિ અને સદ્દકર્મના સંદેશ દ્વારા માનવજાતિને વિનાશના મુખમાંથી બચાવનાર આ યુગઋષિ આ૫ણે સૌ ઋણી છીએ.
શતાબ્દી ગાયત્રી મંત્ર લેખન સાધના અભિયાન
મંત્ર લેખન બુક pdf ફાઈલ ફ્રી ડાઉન લોડ
પ્રતિભાવો