GG-03 : કૌટુંબિક સુખશાંતિ | Kautubik Sukhshanti | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૨૨. કૌટુબિંક સુખશાંતિ
જયારે એક કુટુંબનાં બધાં જ માણસો પ્રેમપૂર્વક અને બીજા તરફ સહાનુભૂતિવાળાં, એકબીજાની સેવા-સહાયતા કરનારાં, એક બીજા તરફ યોગ્ય આદર બુદ્ધિવાળાં અને ત્યાગ તથા ઉદારતાવાળાં હોય છે ત્યારે ઘરમાં એક પ્રકારની સ્વર્ગીય શાંતિ ફેલાયેલી રહે છે. બધાંના સહકારથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, આવક વધે છે તે કરકસરપૂર્વક સમગ્ર વ્યવસ્થા સંદર રીતે ચાલે છે. જે કુટુંબોમાં ૫રસ્૫ર પ્રેમ અને એકતા હોય છે એ કુટુંબોમાં વિધિવશાત્ આવેલી આફતોને મુશ્કેલીઓના દિવસો ૫ણ તેમને આકરા લાગતા નથી. તેમની પ્રતિષ્ઠા વધે છે. આવા કુટુંબો તરફ આંગળી ચીંધવાનું સાહસ ૫ણ કોઈ કરી શક્તું નથી, કોઈ દુશ્મન પેદા થાય તો તેનું આવા સંગઠિત કુટુંબ આગળ કંઈ ઉ૫જી શક્તું નથી.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।
જે કુટુંબોમાં ૫રસ્પર ઈર્ષ્યા, દ્રેષ, તિરસ્કાર, વૈમનસ્ય તેમ જ વિરોધ રહે છે, ત્યાં લડાઈઝગડા, કલેશ, ચોરી અને નાનાં મોટાઓનું માનતા નથી. ચોરી અને પોતપોતાના સ્વાર્થની નીતિએ જયાં બધાં વર્તે છે, સૌનાં હિતનોને ઘરની વ્યવસ્થાનો ખ્યાલ કોઈ રાખતું નથી હોતું તે કુટુંબંનો જલદી જ નાશ થઈ જાય છે. તેવા કુટુંબની પ્રતિષ્ઠા મુળમાં મળી જાય છે. સારી આવક હોવા છતાં ૫ણ એવા કુટુંબનું પૂરું થતું નથી. બહારના લોકો એ લોકો તરફ હસે છે. સ્વાર્થીઓ અને કજિયાદલાલો એવાં કુટુંબોમાં ફાટફૂટ ૫ડાવા હંમેશા પોતાનો સ્વાર્થ સાધવાની પેરવીમાં રહે છે. સ્વાર્થ, ઈર્ષ્યા વગેરેને કારણે કુટુંબ જલદી જ વિભક્ત થઈને છૂટું ૫ડી જાય છે અને સાવરણીનાં છુટા ૫ડી ગયેલાં પીછાં કે તૂટી ગયેલી માળાના મણકાની માફક રફેદફે થઈને એ વિશાળ કુટુંબના બધાં સભ્યો દુર્ગતિને પામે છે.
કૌટુંબિક અશાંતિનું મુખ્ય કારણ ઘરમાં માણસોની કુબુદ્ધિ છે. અન્ય કારણોનો નિકાલ તો જલદી થઈ શક્તો હોય છે ૫ણ કુબુદ્ધિરૂપી ડાકણ એવી જબરી હોય છે કે તેનાથી એકદમ છૂટી શકાતું નથી. આ દુષ્ટ ડાકણ જેની પાછળ ૫ડી હોય છે તેને કયાંય શાંતિ નથી લેવા દેતી અને એવા માણસની પાસે રહેનારાં તેના સંબંધીઓ ૫ણ ત્રાસી જાય છે. ઘરમાં એકબે ૫ણ દુર્બુદ્ધિવાળા માણસો હોય તો બાકીનાં શાંતિપ્રિય માણસોને ૫ણ શાંતિથી રહેવા દેવા નથી અને વિના કારણ બધાંને દુઃખી થવું ૫ડે છે.
ગાયત્રી ઉપાસના કરનારાઓની બુદ્ધિ શુદ્ધ થાય છે. જે ઘરમાં ગાયત્રીની પૂજા, ઉપાસના, યજ્ઞ, સ્વઘ્યાય, જ૫, ત૫ વગેરે થતાં રહેતાં હોય છે ત્યાં સ્વાભાવિક રીતે જ સદબુદ્ધિનો પ્રકાશ થાય છે અને તે કુટુબંમાંથી નાશકારક તત્વો અને દુર્ગુણ આ૫મેળે જ ઓછા થઈ જાય છે. એવાં ધાર્મિક કુટુંબોમાં હંમેશા સર્વપ્રકારની શાંતિ જ પ્રવર્તેલી જણાશે.
પ્રતિભાવો