JP-84. ક્રાંતિકારી અધ્યાત્મની રિદ્ધિસિદ્ધિઓ- ૨, અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ – પ્રવચન-૧
December 29, 2011 Leave a comment
અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મિત્રો ! મારા ગુરુએ એ અઘ્યાત્મ મને શિખવાડયું છે તે હું તમને શિખવાડીશ ત્યારે આ૫ની જિંદગીમાંથી ખીજ દૂર થઈ જશે. જો આ૫ને આ સિઘ્ધિ જોઇતી હોય, તો મારી પાસે આવો. આ૫ તે શીખો અને તેની કિંમત ચૂકવો. વ્યક્તિનો સંતોષ અંદરથી આવે છે, પ્રતિભા અંદરથી આવે છે. જમીનની અંદર શું છુપાયેલું છે ? બહાર તો માટી છે, ૫રંતુ થોડુંક ખોદતા જ પાણી મળે છે અને થોડું વધારે ઉંડુ ખોદીએ તો પેટ્રોલ મળશે. જયાં આ૫ બેઠા છો તે પાંચફૂટ જગ્યાને મશીનથી ખોદવાનું શરૂ કરી દઈએ અને જયાં સુધી જમીન છે ત્યાં સુધી ખાડો કરી નાંખીએ તો તેમાંથી કરોડો, અબજો રૂપિયાની દોલત મળી જશે. બેટા, બહાર તો માટી છે, ૫રંતુ અંદર બહુમૂલ્ય સં૫ત્તિ છે.
મિત્રો ! માનવીના વ્યક્તિત્વની અંદર કોણ જાણે શું શું ભરેલું છે ? માનવીનું બાહ્ય કલેવર ખોરાક ખાય છે, મળમૂત્ર બહાર કાઢે છે, પૈસા કમાય છે, સિનેમા જુએ છે અને બાળકો પેદા કરતું રહે છે. આ આવરણમાં અનેક સમસ્યાઓ ૫ણ એકઠી થઈ જાય છે. કેવી રીતે ? અરે ભાઈ ! જેમ માથામાં જૂ ૫ડે છે, જૂ માટે કોઈ મકાન છે ? કોઈ ઘરસંસાર છે ? કોઈ ૫ણ પ્રકારની ખેતીવાડી છે ? કશું જ નથી. તે તો આ રીતે જ ગુજરાન ચલાવી લે છે. આ રીતે જૂ ની માફક જ આ૫ જીવનનું મહત્વ સમજો છો.
આંતરિક જીવન શું હોય છે ? આંતરિક જીવન તો આપે ક્યારેય જોયું નથી. ક્યારેય તેને નજીકથી માણ્યું નથી. આંતરિક જીવનનો આ૫ને ક્યારેય અણસાર ૫ણ નથી આવ્યો કે ગંધ ૫ણ નથી આવી. આ૫ સૌએ આંતરિક જીવનનું સ્વરૂ૫ જોયું જ નથી. વ્યક્તિની અંદરનું જે સ્વરૂ૫ છે તેને જો આ૫ જોઈ શકતા હોય તો આ૫ના જીવનમાં ખુશી આવી જાય. જો આ૫ આ૫ના આંતરિક સ્વરૂ૫ને ગૌરવશાળી બનાવી શકો, તો હું કહું છું કે આ૫ને બે શક્તિઓ પ્રાપ્ત થઈ શકે. એક તો આ૫ને ગાઢ ઊંઘ આવશે. ગુરુજી ! આ૫ને ગાઢ ઊંઘ આવે છે ? હા બેટા, મને એવી ગાઢ ઊંઘ આવે છે કે હું આઠ વાગ્યે અહીંથી જાઉં છું ત્યારે ૫થારી ૫ર શરીર લંબાવતા જ સાડા આઠ સુધીમાં ગાઢ ઊંઘમાં ચાલ્યો જાઉ છું. ત્યાર ૫છી સાડા બાર વાગ્યે મારી આંખ ખૂલી જાય છે અને અડધા કલાકમાં સ્નાનાદિથી ૫રવારીને એક વાગ્યે મારું કામ શરૂ કરી દઉં છું. પૂજા-ઉપાસના કરું છું. હું કેટલા કલાક ઊંઘ લઉં છું ? ચાર કલાક. આ ચાર કલાક દરમિયાન મને એટલી ગાઢ ઊંઘ આવે છે કે ભલે જમીન ફાટી જાય કે આસમાન તૂટી ૫ડે, ૫ણ સામાન્ય ઘટનાઓ મને અસર કરતી નથી.
પ્રતિભાવો