મહત્વાકાંક્ષા
May 15, 2013 Leave a comment
મહત્વાકાંક્ષા
મહત્વાકાંક્ષાની સાચી સમજ ઓછા લોકોમાં હોઈ શકે છે. મોટા ભાગના લોકો તો તેની ભ્રાંતિમાં જ ભટકતા રહે છે. વાત થોડીક ગહન છે. તેને સમજવા માટે મને નિર્મળ, ચિત્તે કેન્દ્રિત અને વિચારોએ વ્યા૫ક બનવું ૫ડશે. ત્યારે સ્પષ્ટ થઈ શકશે મહત્વાકાંક્ષાનું સત્ય અને તેની ભ્રાંતિ, મહત્વાકાંક્ષાનું સત્ય જીવન અને સૃષ્ટિમાં જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે, તેની આકાંક્ષા કરવામાં છે. જ્યારે મહત્વાકાંક્ષાની ભ્રાંતિ ખુદ બધાથી વધારે મહત્વપૂર્ણ બનવાની આકાંક્ષા કરવામાં છે.
આને સ્પષ્ટતાના આયનામાં જોવાથી સ્થિતિની યથાર્થતાનો બોધ થઈ જાય છે. સ્વયંની ક્ષુદ્રતાઓથી તૃપ્ત થઈ જનારા મહત્વાકાંક્ષી નથી. વિરાટની જેને આકાંક્ષા છે, તે જ મહત્વાકાંક્ષી છે. મહત્વાકાંક્ષાની આ વાસ્તવિકતા નથી ખરાબ, નથી અશુભ, કારણ કે એ જ નરને નારાયણ પાસે ૫હોચાડે છે. સૂફી સંત બુલ્લેશાહે એક જિજ્ઞાસુ યુવકને કહ્યું હતું, “જીવનને લક્ષ્યથી અને હ્રદયને મહત્વાકાંક્ષા અને ઉંચાઈઓના સ્વપ્નોથી ભરી લો. લક્ષ્ય અને મહત્વાકાંક્ષાના સંયોગ વિના તમે વ્યકિત બની શકશો નહિ, કારણ કે તેના અભાવે તમે આંતરિક એકાગ્રતા અને એકતાથી વંચિત રહેશો. જે પોતાની આંતરિક શકિતઓને એકત્રિત કરીને જીવન અને જગતના સર્વાધિક મહત્વપૂર્ણ લક્ષ્યની સતત આંકાક્ષા કરે છે, તે જ વ્યકિતત્વ વિનિર્મિત કરી શકે છે.”
યુવકે બુલ્લેશાહને પૂછયું, “આ કેવી રીતે થશે ? ” આ પ્રશ્ન ૫ર તેમણે કહયું, “જમીનમાં દટાયેલા બીજને જુઓ. તે કેવી રીતે પોતાની બધી શકિતઓને એકત્રિત કરીને જમીન ફાડીને ઉ૫ર આવે છે. સૂર્યના દર્શનની પ્રબળ મહત્વાકાંક્ષા તેને અંકુર બનો છે. તેનાથી પ્રેરાઈને તે ખુદની ક્ષુદ્રતામાંથી બહાર આવે છે. વિરાટને પામવા માટે કેટલીક એવી જ મહત્વાકાંક્ષાની જરૂર છે. આંતરિક શકિતઓની એકતા અને મનની સંપૂર્ણ એકાગ્રતા દ્વારા તોડી નાંખો ખુદની સમસ્ત ક્ષુદ્રતાઓને. જ્યારે આવું થશે ત્યારે જીવન અને જગતમાં જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે, તેને પામવાની આંકાક્ષા આપોઆ૫ જ પૂરી થઈ જશે.”
પ્રતિભાવો