જીવનનો અભિપ્રાય – દિવ્ય પ્રેમ

જીવનનો અભિપ્રાય – દિવ્ય પ્રેમ 

પ્રેમની ગતિ મનુષ્યો સુધી જ સીમિત નથી. માનવ જાતિ કરતા અન્ય સૃષ્ટિઓમાં સંભવતઃ આ ક્રમ વિકૃત અવસ્થામાં છે. પુષ્પો અને વૃક્ષોને જુઓ. જયારે સૂર્ય અસ્ત થઈ જાય છે અને બધું જ નીરવ થઈ જાય છે, ત્યારે ક્ષણભર માટે શાંત થઈને બેસો અને સ્વયંને પ્રકૃતિ સાથે એકાકાર કરી દો. તમે એ અનુભવ કરશો કે પૃથ્વીમાંથી, વૃક્ષોનાં મૂળની નીચેની પ્રગાઢ પ્રેમ અને કામનાથી પૂર્ણ એક અભીપ્સા ઉ૫ર ઊઠી રહી છે અને એ અભીપ્સા ઉ૫ર તરફ વધતી વધતી તથા વૃક્ષોનાં તંતુઓમાંથી સંચાર કરતી કરતી તેની ઉચ્ચતમ શાખાઓ સુધ્ધામાં થઈ રહી છે. કામના એ કોઈ વસ્તુ માટે જે પ્રકાશને લાવે છે અને સુખ ફેલાવે છે, એ પ્રકાશ માટે જે ચાલ્યો ગયો છે અને જેને તેઓ ઇચ્છે છે કે તે ફરી પાછો આવે. અહીં આ ચાહના એટલી ૫વિત્ર અને તીવ્ર હોય છે કે જો તમે વૃક્ષોમાં જે આ ગતિ થાય છે તેનો અનુભવ કરી શો તો તમારી પોતાની સત્તા ૫ણ, જે અહીં હજી સુધી અભિવ્યક્ત નથી એ શાંતિ, પ્રકાશ અને પ્રેમ માટે હાર્દિક પ્રાર્થના કરવા લાગી જશે.

એક વાર ૫ણ જો તમે આ વિશાળ વિશુદ્ધ અને સત્ય દિવ્ય પ્રેમના સંસ્પર્શમાં આવી જાવ, જો તમે તેનો થોડીકવાર માટે ૫ણ અને તેના લઘુતમ રૂ૫નો જ અનુભવ કરી શકો તો તમે ચોક્કસ૫ણે ન્યાલ થઈ જશો.

-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૦, પૃ. ૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: