જીવન -ઈશ્વરનું સ્વરૂ૫ અને વરદાન
હિમ્મત ન હારો
|
જીવન -ઈશ્વરનું સ્વરૂ૫ અને વરદાન
જીવન મનુષ્ય માટે ઈશ્વરનો સર્વો૫રિ ઉ૫હાર છે. તેની ગરિમા એટલી બધી છે કે તેટલી આ સંસારમાં બીજી કોઈ સત્તાની નથી. એટલાં માટે તેને ઈશ્વરને સમતુલ્ય માનવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
ઈશ્વરની ઝાંખી જીવન સત્તાની સંરચના અને સંભાવનાને જોઈને જ કરી શકાય છે. જો તેની યોગ્ય રીતે ઉપાસના કરી શકાય તો તે બધા વરદાન ઉ૫લબ્ધ થઈ શકે છે જે ઈશ્વરના અનુગ્રહથી કોઈને ૫ણ ગમે ત્યારે મળી શકે છે. તે પ્રત્યક્ષ દેવતા છે. આ૫ણી એટલાં નજીક છે કે મિલનથી ઉત્પન્ન અસીમ આનંદની અનુભૂતિ અહર્નિશ કરી શકાય.
જીવનનો ઉદ્દેશ્ય છે – અંતરાલમાં છુપાયેલ દિવ્ય અદૃભુતનું સુંદરનું દર્શન કરાવવું. એ ઈશ્વરીય જીવન સાથે જોડી દેવા જે આ બ્રહ્માંડનો આત્મા છે, પૂર્ણ છે અને એ બધું છે જેમાં માનવ કલ્પના કરતાં ૫ણ વધારે ર્સૌદર્યનો – સુખનો સાગર લહેરાય છે.
ઈશ્વરને સમજવા હોય તો જીવનને સમજો. ઈશ્વરને પામવા હોય તો જીવનને પ્રાપ્ત કરો. આ૫ણે જીવન રહિત જિંદગી જીવીએ છીએ. તેનાથી આગળ વધીને, ઊંડા પેસીએ, નિર્મળ બનીએ અને એ મહાન અવતરણને પ્રતિબિંબિત કરીએ, જે પ્રેમરૂપે આત્મસત્તાના અંતરાલમાં આલોકના એક કિરણની જેમ વિદ્યમાન છે. આત્માને દિવ્ય સાથે ઓતપ્રોત કરવાની સાધનાથી જ એ બધું પ્રાપ્ત થઈ શકે છે, જેને જીવનનું લક્ષ્ય અને વરદાન કહેવામાં આવે છે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૮, પૃ. ૧
|
સમજણ અને વિચારશીલતાનો તકાજો છે કે સંસારચક્રના બદલાતા ક્રમને અનુરૂપ તમારી મન:સ્થિતિને તૈયાર રાખવામાં આવે. લાભ, સુખ, સફળતા, પ્રગતિ, વૈભવ વગેરે મળવાથી અહંકારથી છકી જવાની જરૂર નથી. એવી પરિસ્થિતિ કયાં સુધી ટકી રહેશે તે કહી શકાય નહીં, વિપરીત સ્થિતિમાં રોવા-કૂટવા, ખીજાવા કે નિરાશ થવામાં તાકત વેડફી દેવી વ્યર્થ છે.
પરિવર્તનને અનુરૂપ ખૂદને બદલવામાં, વિષય સ્થિતિને સુધારવા, વિચારવા, ઉપાય શોધવા અને તાળો બેસાડવામાં મગજને કામે લગાડવામાં આવે તો આ પ્રયત્ન રોવા અથવા કૂટવા કરતાં વધુ હિતકર સાબિત થશે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો