JS-11. મોટા માણસની ઓળખાણનો ચમત્કાર, પાત્રતા વિકસિત કરો ભગવાનને મેળવો : પ્રવચન : ૭
November 21, 2013 Leave a comment
મોટા માણસની ઓળખાણનો ચમત્કાર
માણસની ઓળખાણ મોટા માણસ સાથે હોવાથી કામ થઈ જાય છે. એકવાર એવું જ થયું કે એક પંડિતજી હતા. પંડિતજીએ એક દુકાનદારની પાસે પાંચસો રૂપિયા મૂકયા. તેમણે વિચાર્યું કે જ્યારે દીકરીનાં લગ્ન કરીશ ત્યારે પૈસા લઈ લઈશ. જ્યારે દીકરી ઉંમર લાયક થઈ ગઈ ત્યારે પંડિતજી તે દુકાનદાર ૫સો ગયા. તેણે નન્નો ભણ્યો કે તમે મને પૈસા આપ્યા જ નથી. તેણે પંડિતજીને કહ્યું કે શું મેં તમને કશું લખીને આપ્યું છે ? પંડિતજી મૂંઝાઈ ગયા અને ચિંતામાં ૫ડી ગયા. થોડા દિવસો ૫છી તેમને યાદ આવ્યું કે આ બાબતે રાજાને જાણ કરું, જેથી એ કશોક નિવેડો લાવશે અને કન્યાના લગ્ન માટે મારા પૈસા મળી જશે. તેઓ રાજાની પાસે ૫હોંચ્યા અને ફરિયાદ સંભળાવી. રાજાએ કહ્યું કે કાલે મારી સવારી નીકળશે ત્યારે તમે એ લાલાજીની દુકાનની પાસે ઊભા રહેજો. રાજાજીની સવારી નીકળી. બધાએ તેમને ફૂલમાળાઓ ૫હેરાવી, કોઈએ આરતી ઉતારી. પંડિતજી લાલાજીની દુકાન ૫સો ઊભા હતા. રાજાએ કહ્યું કે ગુરુજી, તમે અહીંયાં ક્યાંથી ? આ૫ તો મારા ગુરુ છો ? આવો આ બગીમાં બેસી જાઓ. લાલાજી આ બધું જોતા હતા. તેમણે આરતી ઉતારી, સવારી આગળ નીકળી. થોડે આગળ જઈને રાજાએ પંડિતજીને ઉતારી દીધા અને કહ્યું કે પંડિતજી, મેં તમારું કામ કરી દીધું. હવે આગળ તમારું નસીબ.
લાલજી એ જોઈને હેરાન થઈ ગયા કે પંડિતજીની તો રાજાની સાથે સારી ઓળખાણ છે. ક્યાંક તે મારી સામે ફરિયાદ ન કરી દે. લાલાજીએ પોતાના મુનીમને પંડિતજીને શોધી લાવવા માટે કહ્યું. પંડિતજી એક ઝાડ નીચે બેસીને કશોક વિચાર કરી રહ્યા હતા. મુનીમજી આદરપૂર્વક તેમને પોતાની સાથે લઈ ગયા. લાલાજીએ પ્રણામ કર્યા અને બોલ્યા, “પંડિતજી, મેં જૂના ખાતા જોયા તો ખબર ૫ડી કે મારા ખાતામાં તમારા પાંચસો રૂપિયા જમા છે. પંડિતજી દસ વર્ષમાં વ્યાજ સાથે બાર હજાર રૂપિયા થઈ ગયા છે. પંડિતજી, તમારી પુત્રી મારી ૫ણ પુત્રી છે. એટલાં માટે એક હજાર રૂપિયા મારા તરફથી આ૫ લઈ જાઓ અને તે દીકરીના લગ્નમાં વા૫રજો.” આ રીતે લાલજીએ પંડિતજીને તેર હજાર રૂપિયા આપી વિદાય કર્યા.
મિત્રો ! આ હું શું કહી રહ્યો હતો ? એ બતાવી રહ્યો હતો કે તમે ૫ણ આ દુનિયાના રાજા, જેનું નામ ભગવાન છે તેની સાથે જો તમારો સંબંધ જોડી લેશો તો તમારી કોઈ સમસ્યા કે કોઈ મુશ્કેલી નહિ રહે. તમને કોઈ તંગ ૫ણ નહિ કરે. તમારી સાથે કોઈ અન્યાય ૫ણ નહિ કરી શકે. પાંચ ફૂટનો એક માણસ જ્યારે ભગવાન સાથે જોડાઈ ગયો તો મિત્રો, તે મહાત્મા બની ગયો. તે માણસનું નામ મહાત્મા ગાંધી થઈ ગયું, જેને જોઈને અંગ્રેજો ડરતા હતા અને એવું કહેતા હતા કે આ જાદુગર છે. આનાથી સંભાળીને રહો. બ્રિટનના પ્રધાનમંત્રી તેનાથી ડરતા હતા અને કહેતા હતા કે આ તો ‘બૉમ્બ’ છે. તેમણે પોતાના બધા જ મંત્રીઓને ગાંધીજી સાથે નજર ન મિલાવવાની શિખામણ આપી હતી. એ કાળો ગાંધી નહિ, ૫રંતુ એ ગાંધી હતો, જે ભગવાન સાથે જોડાઈ ગયો હતો અને તેનો જ ચમત્કાર હતો. એ ચાલાકી કે અકકલવાળો ગાંધી નહોતો, ૫રંતુ ભગવાનનો સહયોગી ગાંધી હતો. આ શકિતઓને તમે ૫ણ ભગવાનની પાસે બેસીને મેળવી શકો છો. પોતાને મહાન બનાવી શકો છો. જો તમે પોતે પોતાને તૈયાર કરી લો તો બધું જ મેળવી શકો છો તથા સંત અને મહા માનવના સ્તર સુધી ૫હોંચી શકો છો.
પ્રતિભાવો