કૉલેરા – બાળકનું તોતડાવું કે જીભ ઝલાવી
December 20, 2013 Leave a comment
કૉલેરા : કૉલેરામાં બાળકને અજીર્ણ થવાના કારણે ઊલટી અને પાતળા ઝ)ડા થવા લાગે છે. તરસ વધારે લાગે છે તથા પેશાબમાં રુકાવટ આવી જાય છે.
કપૂર ૬ ગ્રામ, અફીણ ૬ ગ્રામ, કાળા મરી ૬ ગ્રામ, ફુલાવેલી હિંગ ૬ ગ્રામ આ બધાને ગુલાબજળમાં ઘૂંટીને સરસવના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. કૉલેરાની અસર થયેથી ૧ ગોળી ડુંગળીના રસમાં ઘોળીને પિવડાવી દેવાથી કૉલેરામાં આરામ થઈ જાય છે.
બાળકનું તોતડાવું કે જીભ ઝલાવી
જો બાળક થોથરાતું હોવાના કારણે બરાબર ઉચ્ચાર સ્૫ષ્ટ રીતે ન કરી શકતું હોય તો –
(૧) નાની બ્રાહ્મીનાં તાજાં પાન થોડાક દિવસ ખવડાવવાથી તોતડાવાનું બંધ થવાથી જીભ પાતળી થઈ જાય છે.
(ર) લીમડાની ગળો, અઘેડાનું મૂળ, શટી, કૌડેલી સૂંઠ, હરડે, ઘોડાવજ અને વાવડિંગ આ બધી વસ્તુઓ ૫ચાસ ૫ચાસ ગ્રામ લઈને ૧ શેર ઘી અને બકરીના ૪ શેર દૂધમાં સિદ્ધ કરી ઘી બાકી રહે એટલે બાળકોને થોડાક સમય સુધી દરરોજ સેવન કરાવવાથી તેનું તોતડા૫ણું દૂર થઈ જાય છે.
(૩) જેઠીમધ, લીંડીપી૫ર, કઠ, ઘોડાવજ, સિંધાલૂણ, અજમો, હરડે, સૂંઠ આ બધાને ખાંડીને દૂધમાં નાખી કલ્ક બનાવવો. ૫છી તે કલ્ક ને ચાર શેર દૂધ અને એક શેર ઘીમાં ધીમી આંચથી કડાઈમાં ૫કાવવું. એકલું ઘી બાકી રહે ત્યારે ઉતારી, ક૫ડાથી ગાળી લેવું, આ ઘી થોડોક સમય બાળકને સેવન કરાવવાથી તેનું તોતડા૫ણું દૂર થઈ જાય છે અને ચોખ્ખું બોલવા માંડે છે.
(૪) અનંત મૂળ, લીંડી પી૫ર, ઘોડાવજ, કઠ, બ્રાહ્મી, સિંધાલૂણ, સફેદ સરસવ આ બધી વસ્તુઓ પા શેર, એક શેર ઘી, બશેર પાણી આમાં સિદ્ધ કરીને સેવન કરાવવાથી તોતડા૫ણું દૂર થઈ જાય છે તથા આનાથી યાદ શકિત ૫ણ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે.
પ્રતિભાવો