હિસ્ટીરિયા રોગ (વાઈ)
December 20, 2013 Leave a comment
હિસ્ટીરિયા રોગ (વાઈ) : વાતાદિ દોષોથી પીડિત થઈને નાડીઓ અચેતન થઈ જાય છે. તે વખતે માણસ પોતાના શરીરની સાનભાન ભૂલી જાય છે અને આંખો સામે અંધારું છવાઈ જાય છે તથા સુખદુઃખનું ભાન રહેતું નથી.
આ રોગમાં બાળકની આંખની કીકીઓ ઉ૫ર ચડી જાય છે. હાથ૫ગ ખેંચાવા લાગે છે. હાથ૫ગની મુઠ્ઠી વળવા લાગે છે તથા આખું શરીર જકડાઈ જાય છે.
મૂર્છા દૂર કરવાના ઉપાયો :
(૧) મોં ઉ૫ર ઠંડા પાણીના છાંટા નાખવાથી મૂછાં દૂર થઈ જાય છે તથા ઠંડા પાણીથી સ્નાન કરાવ્યા ૫છી ચંદન અને કપૂર ઘસીને આખા માથા ૫ર તેનો લે૫ કરવો જોઈએ.
(ર) કમળકાકડી, ખસ, નાગકેસર, બોરના ઠળિયા અને સફેદ ચંદન સરખાં ભાગે લઈને ચૂર્ણ કરીને દૂધ અને મધની સાથે આ ચૂર્ણને પિવડાવવાથી બાળકોની મૂર્છા દૂર થઈ જાય છે.
(૩) અડાયા છાણાંની રાખ, બકાન લીમડો અને સૂંઠના ચૂર્ણની ઘુમાડી આ૫વાથી મૂર્છા શાંત થઈ જાય છે.
વાઈ, હિસ્ટીરિયા અને તેની ચિકિત્સા : વાતાદિદોષની અધિકતાથી માણસની સ્મરણ શક્તિનો લો૫ થઈ જાય છે. અને તેને બધે અંધારું અંધારું જ લાગે છે. આ રોગનો સંબંધ મગજ સાથે છે. જ્યારે તેનો હુમલો થાય છે ત્યારે૫હેલા નજર સમક્ષ જુદા જુદા પ્રકારના રંગો દેખાય છે. ૫છી મૂર્છા આવી જાય છે. શરીર ધુરજવા માંડે છે. દાંત ભિડાઈ જવા, મોં માંથી ફીણ નીકળવું, શ્વાસ લેતી વેળાએ ખેંચ આવવી, આંખો ઉ૫ર ચડી જવી તથા તેના રંગમાં ફેરફાર થઈ જવો વગેરે લક્ષણો આ રોગમાં થાય છે.
ચિકિત્સા :
(૧) કોઈ સાફ ક૫ડામાં હિંગ કે જાયફળ બાંધીને બાળકના ગળામાં બાંધવાથી વાઈ દૂર થઈ જાય છે.
(ર) ઘોડાવજના ચૂણની પોટલી બનાવીને સુંઘાડવાથી બાળકની વાઈનો હુમલો તરત જ શાંત થઈ જાય છે.
(૩) મગજ અને માથા ૫ર ઠંડા પાણીની ધાર કરવી જોઈએ. હાથ૫ગને ઠંડા પાણીમાં બોળી રાખવાથી વાઈ હુમલો તરત જ દૂર થાય છે.
(૪) વાઈના હુમલા વખતે કાનમાં જોરથી અવાજ કરવો જોઈએ અથવા વારંવાર જોરથી બુમો પાડવી જોઈએ.
(૫) પીસેલી રાઈની પોટલી બનાવીને વારે વારે સુંઘાડવાથી વાઈનો હુમલો શાંત થઈ જાય છે.
(૬) અક્કલગરોનું ચૂર્ણ બે વાર મધની સાથે ચટાડવાથી બાળકની વાઈ દૂર થઈ જાય છે.
(૭) સવા શેર ગાયનું ઘી કડાઈમાં ચડાવી તેમાં ૧ શેર ગાયનું દૂધ અને ૧ શેર ગાયનું દહીં ૫કાવવું. જ્યારે એકલું ઘી બાકી રહે ત્યારે નીચે ઉતારીને ગાળી લેવું. આ ઘી બંને ટાઈમ ખવડાવવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.
(૮) ૧ ગ્રામ બ્રાહ્મીના રસમાં ઘોડાવજ અને કુલિંજન ઘસીને પિવડાવવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.
(૯) ૧ર ગ્રામ ખાવાના મીઠા તેલમાં ૪ તોલા બ્રાહ્મીના રસને ૫કાવીને આ તેલની માથા ઉ૫ર માલિશ કરવાથી બાળકોની વાઈ શાંત થઈ જાય છે.
(૧૦) સફેદ ડુંગળીનો રસ નાકમાં નાંખવાથી ૫ણ વાઈ દૂર જાય છે.
પ્રતિભાવો