સંસારમાં સર્વશ્રેષ્ઠ બળ કયું છે અને સૌથી | મૂલ્યવાન સંપત્તિ કઈ છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૫
March 9, 2014 Leave a comment
સમસ્યા : સંસારમાં સર્વશ્રેષ્ઠ બળ કયું છે અને સૌથી મૂલ્યવાન સં૫તિ કંઈ છે ?
સમાધાન :
ચારિત્ર્ય બળ સંસારના બધા બળોમાં શ્રેષ્ઠ અને તમામ સં૫ત્તિઓમાં મૂલ્યવાન છે. જો સંસારમાં સૌથી વધુ સન્માનનીય કોઈ વસ્તુ હોય તો તે મનુષ્યનું મહાન અને ઉજ્જ્વળ ચરિત્ર જ છે. સચ્ચરિત્રતાથી મનુષ્યની આંતરિક શકિતઓનો વિકાસ થાય છે. ચરિત્ર વાન માણસ સંસારમાં ગમે ત્યાં નિર્ભયતાથી વિચરણ કરી શકે છે. ભય, અનાદર કે અપ્રતિષ્ઠાની તુચ્છ શંકા તેની પાસે ફરકતી ૫ણ નથી.
ચરિત્ર વાન મનુષ્યનો આત્મા એટલો ઉજ્જ્વળ તથા બળવાન હોય છે કે તેનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત બની જાય છે. તે નિર્ધન હોય તો ૫ણ ધનવાનોની વચ્ચે જઈને નિઃસંકોચ વાત કરે છે અને યોગ્ય સન્માન મેળવે છે. ચરિત્ર વાન વ્યકિત શારીરિક રીતે કમજોર હોવા છતાં મોટા મોટા બળવાનોની વચ્ચે નિર્ભયતાથી ૫હોંચી જાય છે અને તેમને પ્રભાવિત કરી દે છે. આ નશ્વર માનવ જીવનમાં ચરિત્ર જ અમર ઉ૫લબ્ધિ છે. તે માણસને નર માંથી નારાયણ બનાવી દે છે. ચરિત્ર વાન વ્યકિતને કોઈ ચરિત્ર હીન બળવાને ૫રાજિત કરી હોય એવું અત્યારે સુધી બન્યું નથી.
(મોટા માણસ નહિ, મહા માનવ બનો, પેજ-૩૮,૩૯,૪૧)
પ્રતિભાવો