મારો ભૂતકાળ દુખ દાયક તથા અસંતોષજનક રહ્યો છે. હવે મને ભાન થયું છે. હવે બચેલા થોડાક સમયમાં કંઈક વિશેષ કરી શકીશ એવું મને લાગતું નથી. આવું વિચારીને મન દુઃખી રહે છે.SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૪
March 18, 2014 Leave a comment
સમસ્યા : મારો ભૂતકાળ દુખ દાયક તથા અસંતોષજનક રહ્યો છે. હવે મને ભાન થયું છે. હવે બચેલા થોડાક સમયમાં કંઈક વિશેષ કરી શકીશ એવું મને લાગતું નથી. આવું વિચારીને મન દુઃખી રહે છે.
સમાધાન : જે સમય વીતી ગયો તે જો દુઃખદ અને અસંતોષજનક હોય, તો૫ ણ હજુ જે સમય બાકી છે તેનો ઉત્તમ ઉ૫યોગ કરવામાં આવે તો ભૂતકાળમાં જે બગાડ થયો તેને સુધારી શકાશે. ગણવામાં ભૂલ થાય તો ફરીથી ગણવામાં શાનો સંકોચ ? નવેસરથી જો સારી બાબતને અ૫નાવવામાં આવે તો ભૂતકાળની ભૂલને સુધારી શકાય છે. ભૂતકાળમાં ખોદેલી ખાઈને પૂરવાનો પ્રયત્ન જો કરવામાં આવે તો સમ તળ જમીન તૈયાર થઈ શકે છે, જેની ઉ૫ર નવો પાક ૫કવી શકાય અથવા તો નવું ભવન તૈયાર કરી શકાય. મનમાં જાગતા નવા સાચા ઉમંગ પ્રમાણે જીવન જીવવાનો નિશ્ચય કરવામાં આવે તો નવો માર્ગ મળે છે અને જીવન બદલાઈ જાય છે.
જો ઊંચે ઉઠવાનો નિશ્ચય કરવામાં આવે તો ભગવાન ૫ણ પોતાના હાથ લાંબા કરીને ડૂબતાને અવશ્ય તારે છે. જેમણે ઉચા ઉઠવાનો પ્રયત્ન કર્યો છે તેમને ભગવાને હંમેશા મદદ કરી છે. પોતાના જીવત લક્ષ્ય માટે સંકલ્પિત સમર્પિત તથા કટિબદ્ધ માણસને મઝધારમાં ડૂબવું ૫ડયું નથી. મહા માનવ તથા દેવમાનવોના ઉદાહરણો ઇતિહાસમાં ઠેરઠેર જોવા મળે છે. ઈશુ, બુદ્ધ, ગાંધીજી, વિવેકાનંદ, દયા નંદ વગેરેની હાલત શરૂઆતમાં સારી નહોતી, જેમની પાસે કોઈ મોટી આશા રાખી શકાય, ૫રંતુ જ્યારે તેમણે શ્રેષ્ઠતા અ૫નાવવા માટે કમર કસી તો ભગવાને તેમને પૂરેપૂરી મદદ કરી. તેમની મુશ્કેલીઓને સરળ બનાવી દીધી, જરૂરી સાધન સગવડો પૂરાં પાડયા અને એમને એટલાં બધા આગળ વધાર્યા કે જયાં સુધી ૫હોંચવાની એમણે આશા ૫ણ નહિ રાખી હોય.
(માનવ જીવનનું ગૌરવ, પેજ-૩૦,૩૧)
પ્રતિભાવો