મનુષ્યનું પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં
July 5, 2014 Leave a comment
મનુષ્યનું પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં
કોઈના ભાગ્યમાં સમૃદ્ધિ, પ્રગતિ અને પ્રતિષ્ઠા વધી છે, તે જાણવા માટે કોઈને ગ્રહ નક્ષત્ર જોવાની જરૂર નથી અને નથી જરૂર કોઈ પંડિત – જયોતિષને પૂછવાની. કોઈનું ૫ણ સારું – ખરાબ ભવિષ્ય જાણવા માટે એટલી જાણકારી પૂરતી છે કે કોણ પોતાને વધારે સુયોગ્ય, સક્ષમ અને સુસંસ્કૃત બનાવવા માટે કઈ હદ સુધી પ્રયત્ન કરી રહ્યું છે.
આજનો પ્રયાસ જ કાલે ૫રિણામ બનીને સામે આવે છે. બીજું કોઈ ૫ણ કોઈને નથી ઊંચા ઉઠાવતું, નથી નીચે પાડતું. મનુષ્ય પોતાની વિચારણા અને ક્રિયા ૫ઘ્ધતિના સહારે જ પોતાને ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ બનાવે છે. તદનુરૂ૫ જ તેની સામે ૫રિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને તે સામે આવીને ઊભી રહે છે.
બીજાએ આપેલા અનુદાન સુરક્ષિત રાખવાની તથા તેનો સદુ૫યોગ કરી શકવાની ક્ષમતા પોતાની ભીતરથી ઉત્૫ન્ન થાય છે. જેણે પોતાને શાલીનતાના ઢાંચામાં ઢાળ્યા છે, તે સમર્થો અને સજજનો પાસેથી સન્માન તથા સહયોગ મેળવે છે અને પોતાની કાર્ય પ્રવૃત્તિના આધારે ઊંચા ઊઠતો જાય છે.
અણઘડ વ્યક્તિઓની વાણીમાં કર્કશતા, કાર્ય-પ્રવૃત્તિમાં અસ્તવ્યસ્તતા, ચિંતનમાં નિકૃષ્ટતાનો સમાવેશ થવાથી તેમની પ્રકૃતિ એવી બની જાય છે, જેનાથી ભવિષ્ય દરેક દૃષ્ટિએ અંધકારમય જ બનતું જાય છે.
-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૮૮, પૃ.૧
પ્રતિભાવો