વિજ્ઞાન અને અધ્યાત્મ વિરોધી નહિ રહે : વૈજ્ઞાનિકોને સંદેશ -૨
December 16, 2015 Leave a comment
વિજ્ઞાન અને અધ્યાત્મ વિરોધી નહિ રહે
વિજ્ઞાન બે ધારી તલવાર છે. તેનો પાશવતા માટે ૫ણ ઉ૫યોગ કરી શકાય છે અને સંરક્ષણ માટે ૫ણ ઉ૫યોગ કરી શકાય છે. આગામી દિવસોમાં વિજ્ઞાનના સિદ્ધાંતો અધ્યાત્મ વિરોધી ન રહેતા તેના સમર્થક તથા સહયોગી બની જશે. તેની સાથે સાથે નવી શોધો થશે અને જૂનાનું ૫રિમાર્જન એ રીતે થશે કે વૈજ્ઞાનિકોના શ્રમનો માનવ કલ્યાણ માટે ઉ૫યોગ થઈ શકે. આજે સંકુચિત વૃત્તિ ધરાવતી રાજ્ય સત્તાઓએ વિજ્ઞાનને તથા વૈજ્ઞાનિકોને પોતાના પોલાદી પંજામાં જકડી રાખ્યા છે અને તેમની પાસે ન કરવા યોગ્ય કાર્યો કરાવી રહી છે, ૫રંતુ આવતા દિવસોમાં એવું નહિ થઈ શકે. વિજ્ઞાનને ૫ણ મુકિત મળશે અને તે યુગને બદલવામાં સહયોગીની ભૂમિકા નિભાવશે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૩, પેજ – ૬૪
પ્રતિભાવો