સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે : સાહિત્યકારોને સંદેશ
January 15, 2016 Leave a comment
સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે :
આગામી દિવસોમાં સાહિત્યકારો લોક રંજન માટે નહિ લખે. તેમને માતા સરસ્વતી પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં ગલાનિનો અનુભવ થશે અને કલમના ઉ૫યોગ દ્વારા લોકમાનસને પા૫ના કાદવમાં ધકેલતા તેમનો આત્મા રડી ઉઠશે. આત્મગ્લાનિથી વ્યાકુળ સાહિત્યારો હવે દિવસે દિવસે લોકકલ્યાણની દિશામાં આગળ વધશે.
કલાકાર, કવિ, ગાયક, વાદક, ચિત્રકાર, મૂર્તિકાર, અભિનેતા વગેરે આજીવિકા માટે હવે ૫શુતા જગાડીને અબોધ લોકમાનસની સાથે અત્યાચાર નહિ કરે, ૫રંતુ તેઓ પોતાની પ્રતિભાને માનવતાના કલ્યાણની દિશામાં વાળી દેશે. કલા અને સાહિત્ય આગામી દિવસોમાં નવ નિર્માણની ભૂમિકા ભજવશે. પાછલા દિવસોમાં આ ક્ષેત્રમાં જે પ્રવૃત્તિઓએ ઊંડા મૂળ નાંખ્યાં છે તેમનો અહંકાર લોકોના ધિક્કાર તથા નિંદાથી બળીને ભસ્મ થઈ જશે.
શ્રી રામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૩, પેજ-૬૩-૬૬
પ્રતિભાવો