મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા
November 13, 2008 Leave a comment
મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા
જેનું મન પોતાના વશમાં હોય, જે મનની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, પરંતુ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે તેને મનીષી કહે છે તથા એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારનું કથન છે કે
‘મનીષિ અસ્તિ યેષાં તે મનીષાન:’ પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે
‘મનીષિ નાસ્તુ ભવન્તિ પાવનાનિ ન ભવન્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા હોય છે, પણ ઘણા બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેઓ પાવન હોય, પવિત્ર હોય એવું હોતું નથી.
પ્રતિભાશાળી તથા બુદ્ધિમાન હોવું તે એક વાત છે અને પવિત્ર તથા શુદ્ધ અંત:કરણવાળા બુદ્ધિમાન હોવું તે જૂદી વાત છે.
પ્રતિભાવો