ભલે ટૂંકું પણ શ્રેષ્ઠ જીવન
March 3, 2009 Leave a comment
ભલે ટૂંકું પણ શ્રેષ્ઠ જીવન
જેમનો દ્રષ્ટિકોણ ઉત્કૃષ્ટ હોય, તેમના હાથમાં જઈને નકામી વસ્તુ પણ સુંદર બની જાય છે. તેઓ પોતાની અભિરુચિ પ્રમાણે તેને પણ ઢાળે છે. સંત ઈમર્સનનો દાવો હતો કે તેઓ નરકમાં જઈને ત્યાં પણ સ્વર્ગનું વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે.
સુરુચિનો જાદૂ સામાન્ય અને તુચ્છ વસ્તુઓ તથા વ્યક્તિઓને પણ સુંદર બનાવી દે છે, પરંતુ જો દ્રષ્ટિકોણ દૂષિત હશે તો ભલાઈ પણ ધીમે ધીમે બૂરાઈમાં બદલાઈ જશે. સાપના પેટમાં જઈને દૂધ પણ ઝેર બની જાય છે. કુસંસકારી વ્યક્તિ પોતાના સંપર્કમાં આવનારી વ્યક્તિઓ અને પદાર્થોને પણ ગંદાં બનાવી દે છે. દ્રષ્ટિકોણ શ્રેષ્ઠતા જ વાસ્તવમાં માનવ જીવનની શ્રેષ્ઠતા છે.
ઉત્કૃષ્ટતાનું ગૌરવ હંમેશાં ટકી રહે છે. છેતરપિંડી અને લુચ્ચાઈ ગમે તેટલી વધી જાય, સજ્જનતાનો માર્ગ તેનાં કારણે ભલે ગમે તેટલો કષ્ટદાયક થઈ જાય, છતાં પણ અંતે તો ઉત્કૃષ્ટતાને જ સ્થિરતા અને સફળતાનું શ્રેય મળે છે. પરિક્ષામાં સારા નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓની માંગ દરેક ક્ષેત્રમાં રહે છે, જ્યારે ઊતરતી શ્રેણીમાં પાસ થનારાઓની પ્રગતિ મર્યાદિત થઈ જાય છે.
જીવન એક પરિક્ષા છે. તેને ઉત્કૃષ્ટતાની કસોટી પર જ દરેક જગ્યાએ ચકાસવામાં આવે છે. જો તે સાચું સાબિત ન થઈ શકે તો સમજવું જોઈએ કે પ્રગતિનાં દ્વાર અવરોધાયેલાં જ છે.
-અખંડજયોતિ, જુલાઈ-1961, પેજ-6
પ્રતિભાવો